Search for a command to run...
12 Nov 1972
અલૌકિક કર્મ કરવાની કળા
12 November 1972 · ગુજરાતી
અવ્યક્તમૂર્ત અર્થાત્ આ શરીર માં પાર્ટ ભજવવા વાળા અતિ ન્યારા અને અતિ પ્યારા ની સ્થિતિ માં સ્થિત રહેવાનાં અનુભવીમૂર્ત બની ગયાં છો? દરેક સમયે માલિક અને બાળક, બંને સાથે-સાથે પાર્ટ ભજવવા માં પ્રયત્ન કરવા વાળા નહીં, પરંતુ સહજ સ્વરુપ બની ગયાં છો? કે માલિક બનો છો તો બાળકપણ ભુલાઇ જાય છે અથવા બાળક બનો છો તો માલિકપણ ભુલાઈ જાય છે? હમણાં-હમણાં માલિક, હમણાં-હમણાં બાળક. હમણાં-હમણાં કર્મયોગી, હમણાં-હમણાં દેહ થી પણ પરે, કર્મ થી પણ પરે, લગન માં મગન રહેવા વાળા યોગી બની શકો છો? સંકલ્પ અને કર્મ - બંને સમાન બન્યાં છે કે સંકલ્પ અને કર્મ માં અંતર છે? સંકલ્પ કર્યો અને પ્રેક્ટિકલ રુપમાં આવ્યાં, એવી પ્રેક્ટિસ થઇ છે? યાદની યાત્રા પર ચાલવા વાળા રાહી (મુસાફર) એટલાં સમીપ આવ્યાં છો? સહજ પણ અને સમીપ પણ છો, આ બંને અનુભવ થાય છે? આ યાદ ની યાત્રા નાં અનેક અનુભવ કરતાં-કરતાં હવે નોલેજફુલ (જ્ઞાન સ્વરુપ) અને પાવરફુલ (શક્તિ સ્વરુપ) બન્યાં છો? જેમ યાત્રા માં વચ્ચે-વચ્ચે તક્તીઓ આવે છે, જેનાથી ખબર પડે છે કે ક્યાં સુધી પહોંચ્યાં છીએ અને ક્યાં સુધી હવે પહોંચવાનુ છે. તમે યાદ ની યાત્રાનાં મુસાફર આ યાત્રા ની કેટલી તક્તીઓ પાર કરી ચૂક્યાં છો અર્થાત્ યાદ ની કેટલી સ્ટેજીસ (અવસ્થા) ને પાર કરી ચૂક્યાં છો? લાસ્ટ (છેલ્લી) સ્ટેજ અથવા ફાઇનલ (અંતિમ) સ્ટેજ કઈ છે? એને એટલી જ સ્પષ્ટ જોઈ અને ઓળખી રહ્યાં છો જેમ કોઇ વસ્તુ ખુબ સમીપ અને સમ્મુખ આવી જાય છે. તો એને સહજ ઓળખી, જોઈ રહ્યાં છો કે હજું નજર થી દુર છે? જોતાં રહો છો કે ફક્ત જાણ્યું છે. કે એટલાં સમ્મુખ અથવા સમીપ આવી ગયાં છો જે ઘણીવાર એ મંઝિલ પર પહોંચી, થોડા સમય નો અનુભવ પણ કરતાં રહો છો? અનુભવ થાય છે? પછી એ જ અનુભવ માં રહેતાં કેમ નથી? સ્થિતિ નો અનુભવ થાય છે, બાકી સ્થિત રહેતાં નથી આવડતું, એવું? સદા સ્થિત કેમ નથી થઈ શકતાં, કારણ? સેવા અથવા જે બ્રાહ્મણો નાં કર્મ છે, જે કર્મ ને અલૌકિક કર્મ કહેવાય છે, આવાં અલૌકિક કર્મ અથવા ઈશ્વરીય સેવા ક્યારેય પણ સ્થિતિ થી નીચે લાવવાના નિમિત્ત નહીં બની શકે. જો કોઈ ને એવો અનુભવ થાય છે કે અલૌકિક કર્મ નાં કારણે નીચે આવીએ છીએ તો એનો અર્થ એ છે કે એ આત્મા ને અલૌકિક કર્મ કરવાની કળા નથી આવડતી. જેમ કળા દેખાડવા વાળા કળાબાજ અથવા સર્કસ માં કામ કરવા વાળા દરેક કર્મ કરતાં, દરેક કર્મ માં પોતાની કળાબાજી દેખાડે છે. એમનું દરેક કર્મ કળા બની જાય છે. તો શું આપ શ્રેષ્ઠ આત્માઓ, કર્મયોગી, નિરંતર યોગી, સહયોગી, રાજયોગી દરેક કર્મ ને ન્યારા અને પ્યારા રહેવાની કળા માં નથી કરી શકતાં? જેમ એમનાં શરીર ની કળા જોવા માટે કેટલાં લોકો ઈચ્છુક હોય છે! તમારી બુદ્ધિ ની કળા, અલૌકિક કર્મ ની કળા જોવા માટે આખાં વિશ્વની આત્માઓ ઇચ્છુક બની ને આવશે. તો શું હવે આ કળા નહિં દેખાડશો? જેમ એ લોકો શરીર નાં કોઈ પણ અંગ ને જેમ ઈચ્છે, જ્યાં ઇચ્છે, જેટલાં સમય ઈચ્છે વાળી શકે છે, આ જ તો કળા છે. તમે બધાં પણ બુદ્ધિ ને જ્યારે ઈચ્છો, જેટલો સમય ઈચ્છો, જ્યાં સ્થિત કરવા ઈચ્છો ત્યાં સ્થિત નથી કરી શકતાં? એ છે શરીર નો ખેલ, આ છે બુદ્ધિ નો. જેમને આ કળા આવડી જાય છે એ જ ૧૬ કળા સંપન્ન બને છે. આ કળા થી જ અન્ય બધી કળાઓ સ્વતઃ આવી જાય છે. એમ એક દેહી-અભિમાની સ્થિતિ સર્વ વિકારો ને સહજ જ શાંત કરી દે છે. એમ જ આ બુદ્ધિ ની કળા સર્વ કળાઓ ને પોતાનામાં ભરપૂર કરી શકે છે અથવા સર્વ કળા સંપન્ન બનાવી શકે છે. તો આ કળા માં ક્યાં સુધી અભ્યાસી અથવા અનુભવી બન્યાં છો? હમણાં-હમણાં બધાને ડાયરેક્શન (સૂચના) મળે કે એક સેકન્ડ માં અશરીરી બની જાઓ; તો બની શકો છો? ફક્ત એક સેકન્ડ માં સ્થિત થઈ શકો છો? જ્યારે કર્મ માં બહુ વ્યસ્ત હોય એવાં સમયે પણ ડાયરેક્શન મળે. જેમ જ્યારે યુદ્ધ પ્રારંભ થાય છે તો અચાનક ઓર્ડર (હુકમ) નીકળે છે - હમણાં-હમણાં બધાં ઘર છોડી બહાર ચાલ્યાં જાઓ. પછી શું કરવું પડે છે? જરુર કરવું પડે. તો બાપદાદા પણ અચાનક ડાયરેક્શન આપે કે આ શરીર રુપી ઘર ને છોડી, આ દેહ-અભિમાની સ્થિતિ ને છોડી દેહી-અભિમાની બની જાઓ, આ દુનિયા થી પરે પોતાનાં સ્વીટહોમ માં ચાલ્યાં જાઓ; તો કરી શકશો? યુદ્ધસ્થળ માં રોકાઈ તો નહીં જશો? યુદ્ધ કરતાં-કરતાં જ સમય તો નહીં વિતાવી દેશો કે - “જઈએ કે ન જઈએ? જવું ઠીક હશે કે નહીં? આ લઈ જઈએ કે છોડી જઈએ?” આ વિચાર માં સમય વેડફી દે છે. એમ જ અશરીરી બનવામાં જો યુદ્ધ કરવામાં જ સમય લાગી ગયો તો અંતિમ પેપર માં માર્ક્સ અથવા ડિવિઝન કયું આવશે? જો યુદ્ધ કરતાં-કરતાં રહી ગયાં તો શું ફર્સ્ટ ડિવિઝન (પ્રથમ વર્ગ) માં આવશો? એવાં ઉપરામ, એવરરેડી બન્યાં છો? સેવા કરતાં વધારે જ સ્થિતિ શક્તિશાળી થઈ જાય છે. કારણ કે તમારી શ્રેષ્ઠ સ્થિતિ જ આ સમય ની પરિસ્થિતિઓ ને પરિવર્તન માં લાવશે. તો સેવા કરવાનું લક્ષ્ય શું છે? શેના માટે સર્વિસ કરો છો? પરિસ્થિતિઓ ને પરિવર્તન કરવા માટે જ તો સર્વિસ કરો છો ને. સર્વિસ માં સ્થિતિ સાધારણ રહે તો એ સર્વિસ થઈ? આ યાદ ની યાત્રા નાં મુખ્ય ચાર સબ્જેક્ટસ (વિષય) છે જેને ચેક કરો કે ક્યાં સુધી પહોંચ્યાં છો? પહેલાં સ્થિતિ હતી એ હમણાં પણ કોઈ-કોઈ ની છે, એ કઈ? વિયોગી. બીજી સ્ટેજ - વિયોગી નાં પછી યોગી બનો છો. ત્રીજી સ્ટેજ - યોગી નાં પછી સહયોગી બનો છો. સહયોગી બન્યાં પછી છેલ્લી સ્ટેજ છે સર્વત્યાગી બનો છો? આ ચાર સબ્જેક્ટસ ને સામે રાખતાં જુઓ કેટલાં પગથિયાં પાર કર્યાં છે, કેટલાં સુધી ઉપર ચઢ્યાં છો? શું હજું સુધી પણ વારંવાર ક્યારેક વિયોગી તો નથી બનતાં? સદા યોગી કે સહયોગી બની ને ચાલો છો? જો કોઈ પણ વિઘ્ન આવે છે, વિઘ્ન નાં વશ થવું અર્થાત્ વિયોગી થવું, તો વિયોગી તો નથી બનતાં? વિઘ્ન યોગયુક્ત અવસ્થા ને સમાપ્ત કરી શકે છે? બાપ ની સ્મૃતિ ને વિસ્મૃતિ માં લાવી દે છે. વિસ્મૃતિ અર્થાત્ વિયોગી. તો યોગીપણા ની સ્થિતિ એવી જ નિરંતર રહે જેમ શરીર અને આત્મા નો જ્યાં સુધી પાર્ટ છે ત્યાં સુધી અલગ નથી થઈ શકતાં, એમ બાપ ની યાદ બુદ્ધિ થી અલગ ન થાય. બુદ્ધિ નો સાથ સદૈવ યાદ અર્થાત્ બાપ ની સાથે હોય. આને કહેવાય છે યોગી જેને બીજી કોઈ પણ સ્મૃતિ પોતાની તરફ આકર્ષિત ન કરી શકે. જેમ બહુ ઊંચી અથવા શ્રેષ્ઠ પાવર (સત્તા) ની આગળ ઓછી પાવર વાળા કંઈ પણ કરી નથી શકતાં, એમ જો સર્વશક્તિમાન ની યાદ સદા સાથે છે તો બીજી કોઈ પણ યાદ બુદ્ધિમાં અંદર આવી નથી શકતી. આને જ સહજ અને સ્વતઃ યોગી કહેવાય છે. એ લોકો કહે છે અને અહીંયા સ્વતઃ યોગી છે. તો આવાં યોગી બન્યાં છો? આવાં યોગી સદા દરેક સેકન્ડ, દરેક સંકલ્પ, દરેક વચન, દરેક કર્મ માં સહયોગી અવશ્ય હશે. જો સંકલ્પ માં સહયોગી નથી ફક્ત કર્મ માં છે, અથવા કર્મ માં સહયોગી છે, કોઈ વાત માં નથી તો એવાં ને સહયોગી ની સ્ટેજ સુધી પહોંચેલી આત્માઓ નહીં કહેશું. એક સંકલ્પ પણ સહયોગ વગર ચાલે છે - એને વ્યર્થ કહેશું.
જે વ્યર્થ વેડફવા વાળા હોય છે એ ક્યારેય કોઈ નાં સહયોગી નથી બની શકતાં, સ્વયં માં શક્તિશાળી નથી બની શકતાં. એમ સર્વ સ્નેહી, સહયોગી, સર્વાંશ ત્યાગી અથવા સર્વ ત્યાગી સહજ જ બની જાય છે. જ્યારે ભક્તિ માં પણ કોઈ ફક્ત ઈશ્વર નાં અર્થ દાન કરે છે તો એમને પણ વિનાશી રાજપદ ની પ્રાપ્તિ થાય છે. તો વિચારો જે દરેક સંકલ્પ અને સેકન્ડ ઈશ્વરીય સેવાનાં સહયોગ માં લગાવે છે, એની કેટલી શ્રેષ્ઠ પ્રાપ્તિ થશે! આવાં મહાદાની સર્વત્યાગી સહજ જ બની જાય છે. આવાં સર્વત્યાગી વર્તમાન અને ભવિષ્ય માં સર્વશ્રેષ્ઠ ભાગ્યશાળી બને છે. ન ફક્ત ભવિષ્ય પણ વર્તમાન સમય માં પણ આવાં શ્રેષ્ઠ ભાગ્યશાળી આત્મા નાં ભાગ્ય ને જોતાં, અનુભવ કરતાં અન્ય આત્માઓ એમનાં ભાગ્ય નાં ગુણ ગાએ છે અને અનેક આત્માઓ ને પોતાનાં શ્રેષ્ઠ ભાગ્ય નાં આધાર થી ભાગ્યશાળી બનાવવાનાં નિમિત્ત બને છે. તો જુઓ આ ૪ સબ્જેક્ટસ થી કઈ સ્ટેજ સુધી પહોંચ્યાં છો અથવા મંઝિલ ની કેટલાં સમીપ આવ્યાં છો. અચ્છા!
આવાં સહજ અને સ્વતઃ યોગી આત્માઓ ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
\\
સ્વયં ને ચેક કરો - ક્યાં સુધી જ્ઞાની તું આત્મા બન્યાં છો? જ્ઞાની તું આત્મા નો અર્થ જ છે દરેક સંસ્કાર, દરેક બોલ જ્ઞાન સહિત હોય. કર્મ પણ જ્ઞાન-સ્વરુપ હોય. આને જ્ઞાની તું આત્મા કહેવાય છે.