Search for a command to run...
4 May 1973
અધિકારી અને અધીન
4 May 1973 · ગુજરાતી
જેટલી અવાજ માં આવવાની પ્રેક્ટિસ (અભ્યાસ) નિરંતર અને નેચરલ (સ્વાભાવિક) રુપમાં છે, એમ જ અવાજ થી પરે પોતાનાં આત્માનાં સ્વધર્મ, શાંત સ્વરુપ ની સ્થિતિ નો અનુભવ પણ નેચરલ રુપમાં અને નિરંતર કરો છો? બંને અભ્યાસ સમાન રુપ માં અનુભવ કરો છો કે ૮૪ જન્મોનાં શરીરધારી બનવાનાં સંસ્કાર ખુબ કડક થઇ ગયાં છે? ૮૪ જન્મ વાણી માં આવતાં રહ્યાં છો અને ૮૪ જન્મોનાં સંસ્કારો ને એક સેકન્ડ માં પરિવર્તન કરી શકો છો અર્થાત્ વાણી થી પરે ની સ્થિતિ માં સ્થિત થઇ શકો છો કે તે સંસ્કાર વારંવાર પોતાની તરફ આકર્ષિત કરે છે? શું સમજો છો? ૮૪ જન્મોનાં સંસ્કાર પ્રબળ છે કે આ સુખદ સંગમયુગ નો એક સેકન્ડમાં અશરીરી, વાણી થી પરે પોતાની અનાદિ સ્ટેજ (સ્થિતિ) નો અનુભવ પણ પ્રબળ છે? તેની તુલના માં તે સ્ટેજ પાવરફુલ (શક્તિશાળી) છે જે પોતાની તરફ આકર્ષિત કરી શકે કે ૮૪ જન્મોનાં સંસ્કાર પાવરફુલ છે? તે ૮૪ જન્મનાં છે અને આ એક સેકન્ડ નો અનુભવ છે. છતાં પણ પાવરફુલ અનુભવ કયો છે? શું સમજો છો? વધારે આકર્ષણ કોણ કરે છે? તે અનુભવ કે આ અનુભવ? વાણીમાં આવવાનાં સંસ્કાર કે વાણી થી પરે થવાનો અનુભવ?
હકીકતમાં આ એક સેકન્ડનો અનુભવ લાંબા સમયનાં અનુભવ નો આધાર છે, એક સેકન્ડમાં અનેક પ્રાપ્તિઓ નો અનુભવ કરાવવાવાળો છે. એટલા માટે આ એક સેકન્ડ અનેક વર્ષોનાં સમાન છે. એવો અનુભવ કરો છો ને? જયારે ઇચ્છો અને જેમ પોતાનાં મુખ ને ચલાવવા ઇચ્છો તેમ ચલાવો. સેકન્ડ આને કહેવામાં આવે છે. આ શરીર ને ચલાવવાવાળી માસ્ટર માલિકપણા ની સ્ટેજ. તો માલિક બન્યાં છો? શરીરનાં માલિક બન્યાં છો? માલિક કોણ બની શકે છે, એ જાણો છો? માલિક તે બની શકે છે જે પહેલાં બાળક બની જાય. જો બાળક નથી બનતાં તો તમે પોતાનાં શરીરનાં માલિક પણ નથી બની શકતાં. સર્વશક્તિમાન નાં બાળક પોતાની પ્રકૃત્તિનાં માલિક નહીં હશે? જયારે આ સ્મૃતિ સ્વરુપ થઇ જાઓ છો કે અમે બાળક અર્થાત્ માલિક છીએ, હમણાં આ પ્રકૃત્તિનાં માલિક છીએ અને પછી વિશ્વનાં માલિક બનવાનું છે અર્થાત્ જેટલું બાળકપણું યાદ રહેશે તેટલો માલિકપણા નો નશો રહેશે, ખુશી રહેશે, અને આ મસ્તી માં મગન રહેશો. જો કોઈ પણ સમય પ્રકૃત્તિ ને અધીન થઇ જાઓ છો તો તેનું કારણ શું છે? પોતાની માસ્ટર સર્વ શક્તિમાન ની સ્ટેજ ને ભૂલી જાઓ છો. પોતાનાં અધિકાર ને સદૈવ સામે નથી રાખતાં. અધિકારી ક્યારેય કોઈ નાં અધીન નથી થતાં.
પોતાને એવર રેડી (સદા તૈયાર) અને ઓલરાઉન્ડર (સર્વાંગી) સમજો છો? એવર રેડી નો અર્થ શું છે? કેવી પણ પરિસ્થિતિ હોય, કેવી પણ પરીક્ષાઓ હોય, પરંતુ શ્રીમત પ્રમાણ જે સ્થિતિ માં સ્થિત થવા ઈચ્છો છો, શું તેમાં સ્થિત થઇ શકો છો? ઓર્ડર (આદેશ) પર એવર રેડી છો? ઓર્ડર અર્થાત્ શ્રીમત. તો એવાં એવર રેડી છો જેથી સંકલ્પ પણ શ્રીમત પ્રમાણ ચાલે. એવાં એવર રેડી છો? શ્રીમત છે - એક સેકન્ડ માં સાક્ષી અવસ્થા માં સ્થિત થઇ જાઓ, તો એ સાક્ષી અવસ્થા માં સ્થિત થવામાં એક સેકન્ડ નાં બદલે જો બે સેકન્ડ પણ લગાડી તો શું એને એવર રેડી કહેશું? જેમ મીલેટરી ને ઓર્ડર થાય છે - સ્ટોપ (થોભો) તો તરત સ્ટોપ થઇ જાય છે. સ્ટોપ કહ્યાં પછી એક પગલું પણ આગળ નથી વધારી શકતાં. એજ પ્રમાણે શ્રીમત મળે અથવા ડાયરેક્શન (સૂચના) મળે અને એક સેકન્ડમાં એ સ્થિતિ માં સ્થિત થઇ જાઓ, બીજી સેકન્ડ પણ ન લાગે - આને કહેવામાં આવે છે એવર રેડી. આવી સ્ટેજ માં એક સેકન્ડમાં એ સ્થિતિ માં સ્થિત થઇ જાઓ.
એક સેકન્ડમાં પોતાને સ્થિત કરવાનાં આ પુરુષાર્થ ને જ તીવ્ર પુરુષાર્થ કહેવામાં આવે છે. સર્વ તીવ્ર પુરુષાર્થી છો ને? પુરુષાર્થી ની સ્ટેજ થી હવે પાર થઇ ગયાં છો ને? શું બધાં હવે તીવ્ર પુરુષાર્થી ની સ્ટેજ પર પહોંચી ગયાં છો? એવું પોતાને અનુભવ કરો છો? જરા પણ સંકલ્પો ની હલચલ ન હોય, એવી સ્ટેજ અનુભવ કરતાં જઈ રહ્યાં છો? આ હિસાબ થી બધાં એવર રેડી છો? શક્તિ સેના તો એવર રેડી બની ગઈ છે ને? શસ્ત્રધારી શક્તિ સેના આ સ્થિતિ પર પહોંચી ગઈ છે? કે પહોંચ્યાં કે પહોંચ્યાં? હજું પહોંચ્યાં નથી? શું સમજો છો? આમાં પાંડવ નંબરવન છે કે શક્તિઓ? કમાલ એ છે કે પાંડવ વાતાવરણ અને વાયુમંડળનાં સંપર્કમાં આવવાં છતાં પણ પોતાની સ્થિતિ ને એવી બનાવી લે જેમ પોતાની ગાડી હોય કે સવારી હોય તો તેને જ્યાં ઈચ્છો, ત્યાં રોકી શકો છો કે નહીં? એવી રીતે પોતાની દરેક કર્મેન્દ્રિયો ને જયારે ઈચ્છો જેમ ઈચ્છો ત્યાં લગાવો અને જયારે ન લગાડવાની હોય ત્યારે કર્મેન્દ્રિયો ને કંટ્રોલ (નિયંત્રિત) કરી શકો. પોતાની બુદ્ધિ ને જ્યાં ઈચ્છો, જેટલો સમય ઈચ્છો, એટલો સમય એ સ્થિતિમાં સ્થિત કરી શકો છો ને? શું પાંડવ ફર્સ્ટ (પહેલાં) નથી? કે જે વાત માં પોતાનો બચાવ થાય એમાં શક્તિઓ ને આગળ કરો છો અને શું શક્તિઓને ઢાલ બનાવો છો? શક્તિઓ પણ ઓછી નથી. શક્તિઓ પાંડવો ને એક્સટ્રા હેલ્પ (વિશેષ મદદ) દઈ દેશે. શક્તિઓ મહાદાની છે તો આવાં એવર રેડી બનવાનું છે.
અચ્છા, ઓલરાઉન્ડર નો અર્થ સમજો છો? ઓલરાઉન્ડર નો અર્થ શું છે? ઓલરાઉન્ડર તો છો ને? સંપૂર્ણ સ્ટેજ માં ઓલરાઉન્ડર ની સ્ટેજ કઈ છે? આમાં ત્રણ વિશેષ વાતો ધ્યાન માં રાખવાની છે. જે ઓલરાઉન્ડર હશે તે એક તો સેવા માં રહેશે, બીજું સ્વભાવ અને સંસ્કારમાં પણ બધાં સાથે હળીમળી જવાનો તેનામાં વિશેષ ગુણ હશે. ત્રીજું કોઈ પણ સ્થૂળ કાર્ય જેને કર્મણા કહેવામાં આવે છે એ કર્મણા નાં વિષય માં પણ તેને જ્યાં, જે સમય ફીટ (ગોઠવવાં) કરવા માંગે ત્યાં એવી રીતે ફીટ જાય જેમ કે ઘણાં સમય થી એ જ કાર્ય માં લાગેલા છે, કઈ નવું અનુભવ ન થાય. દરેક કાર્ય માં અતિ જૂનાં અને જાણકાર દેખાઈ આવે. જે ત્રણેય વાતો માં દરેક સમયે ફીટ થઇ જાય અને લાગી જાય છે તેને કહેવામાં આવે છે - ઓલરાઉન્ડર. કારણ કે આ એક-એક વાતનાં આધાર પર કર્મો ની રેખાઓ બને છે અને આત્મામાં સંસ્કારો નો રેકોર્ડ ભરાય છે. એટલા માટે આ બધી વાતો નું પ્રાલબ્ધ સાથે ખુબ કનેક્શન (સંબંધ) છે.
જો કોઈ પણ વાત માં ૯૦% છે, ૧૦% ની કમી છે તો પ્રાલબ્ધ માં પણ એટલી થોડી કમી નો પ્રભાવ પડે છે. આ સૂક્ષ્મ કમીનાં કારણે જ નંબર ઘટી જાય છે. આમ જોશો તો જે એક સમાન પુરુષાર્થી દેખાય છે, તેમનામાં મુખ્ય વાતો એક-બીજા માં સમાન દેખાશે પરંતુ જો સૂક્ષ્મ રુપ થી જોશો તો કોઈ ને કોઈ પરસેન્ટેજ (ટકાવારી) માં કમી હોવાનાં કારણે એક સમાન દેખાવા છતાં નંબર માં ફરક પડી જાય છે. તો આનાથી પોતાનાં નંબર ને જાણી શકો છો કે મારો નંબર કયો હશે? ત્રણેય વાતો માં પરસેન્ટેજ કેટલાં છે? ત્રણેય વાતો મારામાં છે, ફક્ત આમાં જ ખુશ નહીં થતાં. આનાં નંબર નહીં બને. કેટલાં પરસેન્ટેજ માં છે એ પ્રમાણે નંબર બનશે. તો એવાં એવર રેડી અને ઓલરાઉન્ડર બન્યાં છો?
લક્ષ્ય તો બધાનું પહેલા નંબર નું છે ને? છેલ્લાં પણ આવશું તો શું નુકશાન છે, એવું લક્ષ્ય તો નથી ને? જો આ લક્ષ્ય પણ રાખો છે કે જેટલું મળે એટલું જ સારું તો તેમને શું કહેવામાં આવશે? આવી નિર્બળ આત્મા માટે ટાઇટલ (શીર્ષક) કયું હશે? આવી આત્માઓનું શાસ્ત્ર માં પણ ગાયન છે. એક તો ટાઇટલ કહો કયું છે? બીજું કહો તેમનું ગાયન કયું છે? આવી આત્માઓનું ગાયન છે કે જયારે ભગવાને ભાગ્ય વહેચ્યું ત્યારે તે સૂતા હતાં. અલબેલાપણું પણ અડધી નિંદ્રા છે. જે અલબેલાપણા માં રહે છે, તે પણ નિંદ્રામાં સુવાની સ્ટેજ (અવસ્થા) છે. જો અલબેલા થઇ ગયાં તો પણ કહેશે કે સૂતેલાં છે. એવાં નું ટાઇટલ શું હશે? એવાં ને કહેવામાં આવે છે - ‘આવેલાં ભાગ્ય ને ઠોકર મારવાવાળા’. ભાગ્યવિધાતા નાં બાળકો પણ બન્યાં અર્થાત્ અધિકારી પણ બન્યાં, ભાગ્ય સામે આવ્યું અર્થાત્ બાપ ભાગ્યવિધાતા સામે આવ્યાં. સામે આવેલાં ભાગ્ય ને બનાવવાનાં બદલે ઠોકર મારી દીધી તો એવા ને શું કહેશું? ‘ભાગ્યહીન’. તે ક્યાંય પણ સુખ નથી પામી શકતાં. એવું તો કોઈ બનવાવાળું નથી ને? પોતાનું ભાગ્ય બનાવવા વાળા છો? જેવું ભાગ્ય બનાવશો એવી ભવિષ્ય પ્રાલબ્ધ રુપી છબી બનશે.
પોતાની ભવિષ્ય છબી ને જાણો છો? પોતાની છબી બનાવવાં વાળા આર્ટિસ્ટ (કલાકાર) છો ને? તો ક્યાં સુધી પોતાની છબી બનાવી ચુક્યાં છો, સ્વયં તો જાણો જ છો ને? હજું છબી બનાવી રહ્યાં છો કે ફક્ત ફાઇનલ ટચિંગ (અંતિમ કારીગરી) ની વાર છે? છબી બનાવી ચુક્યાં છો તો એ જરુર સામે આવશે. જો સામે નથી આવતી તો બનાવવામાં લાગ્યાં છો. બની ગઈ તો એ વારંવાર સામે આવશે. તો બધાં નંબરવન આર્ટિસ્ટ છો, બીજા કે ત્રીજા (નંબર નાં) તો નથી ને? કોઈ-કોઈ આર્ટિસ્ટ સારા હોય છે. પરંતુ ઉદાર દિલ નથી હોતાં તો કાંઈક ઓછું કરી નાખે છે. તો જેમ આર્ટિસ્ટ સારાં છો, સામાન પણ ખુબ સારો મળ્યો છે તો એવાં ઉદાર દિલ પણ બનો. અર્થાત્ પોતાનાં સંકલ્પ, કર્મ, વાણી, સમય, શ્વાસ બધાં ખજાના ને ઉદાર દિલ થી યુઝ (સફળ) કરો તો છબી સારી બની જશે. ઘણાં ની પાસે હોવા છતાં પણ તે યુઝ નથી કરતાં. ઈકોનોમી (કરકસર) કરે છે. આમાં જેટલાં ઉદાર દિલ બનશો એટલાં ફર્સ્ટ ક્લાસ બનશો. સમય ની પણ ઈકોનોમી નથી કરવાની. આ કાર્યમાં લગાડવામાં ઈકોનોમી નથી કરવાની. વ્યર્થ કાર્ય માં લગાડવામાં ઈકોનોમી કરો. શ્રેષ્ટ કાર્ય માં ઈકોનોમી નથી કરવાની. સંભળાવ્યું હતું ને! યથાર્થ ઈકોનોમી કઈ છે? એકનામી બનવું. એક નું નામ સદા સ્મૃતિ માં રહે. આવાં એકનામી ઇકોનોમી કરી શકે છે. જે એકનામી નથી એ યથાર્થ ઈકોનોમી નહીં કરી શકે. કેટલો પણ પ્રયત્ન ભલે કરે.
તો આમ સદા સ્વધર્મ અર્થાત્ વાણી થી પરે સ્થિતિ માં સ્થિત રહેતાં વાણી માં આવવા વાળા અને સદૈવ સર્વ શક્તિઓ ને કાર્ય માં લગાડવા વાળા માસ્ટર સર્વ શક્તિવાન્, એવર રેડી, ઓલરાઉન્ડર બાળકો ને યાદ-પ્યાર અને નમસ્તે.
શિવ બાબાનાં મહાવાક્યો નો સાર
* સંગમયુગ નો એક સેકન્ડનો અનુભવ લાંબા સમયનાં અનુભવ નો આધાર છે. આ એક સેકન્ડ અનેક પ્રાપ્તિઓ નો અનુભવ કરાવવા વાળી છે એટલા માટે આ એક સેકન્ડ અનેક વર્ષો નાં સમાન છે.
* જેમ પોતાની ગાડી હોય કે સવારી હોય તો તેને જ્યાં ઈચ્છો, ત્યાં રોકી શકો છો કે નહીં? એવી રીતે પોતાની દરેક કર્મેન્દ્રિયો ને જ્યાં અને જેમ લગાડવાં ઈચ્છો ત્યાં લગાડી શકો અને પોતાની સ્થિતિ જેવી બનાવવાં ઈચ્છો, બનાવી શકો - આને જ કહેવામાં આવે છે એવર રેડી અથવા તીવ્ર પુરુષાર્થી.