Search for a command to run...
8 May 1973
સર્વોચ્ચ સ્વમાન
8 May 1973 · ગુજરાતી
વર્તમાન સમય પોતાને કયાં સ્વમાન માં સમજો છો? પોતાનાં સ્વમાન ને જાણો છો? સૌથી મોટામાં મોટું સ્વમાન હમણાં જ છે આ તો જાણો જ છો. પરંતુ એ કયું સ્વમાન છે? મોટામાં મોટું સ્વમાન હમણાં કયું છે? જેને વર્ણન કરવામાં જ દેખાઈ આવે કે આનાથી મોટું સ્વમાન કોઈ હોઈ જ ન શકે? એ કયું છે? આ સમય નું મોટામાં મોટું સ્વમાન એ જ થયું કે ‘બાપનાં પણ તમે હમણાં માલિક બનો છો’. વિશ્વ નાં માલિક બનતાં પહેલાં વિશ્વનાં રચયિતાનાં પણ માલિક બનો છો. શિવબાબા નાં પણ માલિક છો. એટલાં માટે ‘વાલેકમ સલામ’ કહે છે. સુપાત્ર બાળક બાપનો પણ માલિક છે. આ સમયે બાપ ને પણ પોતાનાં બનાવી લીધાં છે. આખાં કલ્પ માં બાપ ને આમ પોતાનાં નથી બનાવી શકતાં. હમણાં તો જયારે ઈચ્છો, જે રુપ માં ઈચ્છો, એ રુપ થી બાપ ને પોતાનાં બનાવી શકો છો. બાપ પણ હમણાં કયાં બંધન માં છે? (બાળકોનાં બંધન માં). તો રચયિતા ને પણ બંધનમાં બાંધવા વાળા, આવું સ્વમાન પછી ક્યારે અનુભવ કરશો? રચયિતા ને, સેવાધારી બનાવવા વાળા બાપ ને ગુલામ બનાવી દીધાં ને, પોતાની સેવા માટે. આ છે શુદ્ધ સ્વમાન. આમાં અભિમાન નથી હોતું. જ્યાં સ્વમાન હોય છે, ત્યાં અભિમાન નથી હોતું. બાપ ને સેવાધારી બનાવ્યાં પરંતુ અભિમાન નહીં આવશે. તો પોતાનાં આવાં શુદ્ધ સ્વમાન માં જ્યાં અભિમાનનું નામ નિશાન નથી એ સ્થિતિમાં સ્થિત રહો છો?
જેમ બાપ સદૈવ હાં બાળકો, મીઠા બાળકો, વિશ્વનાં માલિક બાળકો સમજી ને પોતાનાં સિરતાજ બનાવે છે, એમ સિરતાજ ની સ્થિતિમાં સ્થિત રહો છો? બ્રાહ્મણો ની ચોટી નું સ્થાન ક્યાં હોય છે? માથા ની ઉપર છે ને. તો બ્રાહ્મણ ચોટી અર્થાત્ સિરતાજ. તો જેમ બાપ સદૈવ બાળકો ને સ્વમાન આપતાં આપ સમાન બનાવે છે, એમ આપ સર્વે પણ દરેક આત્મા ને સદા સ્વમાન આપતાં બાપ સમાન બનાવતાં રહો છો? આ સદા સ્મૃતિ માં રહે છે કે આ સમય પર એક બાપ થી લેવાં સિવાય, બાકી બધાં ને આપવાનું છે? તમે આત્માઓએ આત્માઓથી લેવાનું નથી પરંતુ તેમને આપવાનું છે. ફક્ત એક બાપ થી જ લેવાનું છે. જે લીધું છે, એ આપવાનું છે. દાતા છો ને? આ સદા સ્મૃતિ માં રહે છે? અથવા જ્યાં આપવાનું છે, ત્યાં પણ લેવાની ઈચ્છા રાખો છો? જો આત્મા, આત્મા દ્વારા કઈ પણ લેવાની ઈચ્છા રાખે છે તો એ પ્રાપ્તિ શું હશે? અલ્પકાળ ની હશે ને? અલ્પજ્ઞ આત્માઓ થી અલ્પકાળની જ પ્રાપ્તિ થશે. સર્વજ્ઞ બાપ થી સદાકાળ ની પ્રાપ્તિ થશે. તો જ્યાંથી લેવાનું છે ત્યાંથી લઇ રહ્યાં છો, અને જ્યાં આપવાનું છે ત્યાં આપી રહ્યાં છો? કે ક્યારેક બદલી કરી નાખો છો? જો આત્મા, આત્મા ને કંઈક આપે પણ છે તો બાપ થી લીધેલું જ તો આપે છે ને? જરા પણ કોઈ પ્રકાર ની લેવાની ઈચ્છા, પોતાનાં સ્વમાન થી પાડી દે છે.
જયારે તમે લોકો પણ કોઈ આત્મા ને બાપ દ્વારા મળેલ ખજાનો આપવાનાં નિમિત્ત પણ બનો છો તો પણ સ્મૃતિ શું રહે છે? આત્માની પાસે પોતાનું કાંઈ છે કે? બાપે જે આપ્યું છે તે જ પોતાનું બનાવ્યું છે. જયારે બીજાં ને પણ આપવા માટે નિમિત્ત બનો છો, તે સમય જો આ સ્મૃતિમાં નથી રહેતું કે બાપ નો ખજાનો આપી રહ્યાં છીએ તો એ આત્માઓ ને શ્રેષ્ઠ સંબંધ માં જોડી નથી શકતાં. શું આવી સ્મૃતિ માં રહી ને દરેક કર્મ કરો છો? પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન નો નશો પણ રહે. તેની સાથે-સાથે બીજું શું રહે છે? (ખુશી) જેટલો બુદ્ધિમાં નશો રહેશે, એટલી જ કર્મમાં નમ્રતા - આ નશા ની નિશાની આ છે. નશો પણ ઉંચો હશે પરંતુ કર્મ માં નમ્રતા રહેશે. આંખો માં સદૈવ નમ્રતા હશે. એટલા માટે આ નશા માં ક્યારેય નુકસાન નથી થતું. સમજાયું?
ફક્ત નશો નથી રાખવાનો. એક તરફ અતિ નશો, બીજી તરફ અતિ નમ્રતા. જેમ સંભળાવ્યું કે ઊંચ તે ઊંચ (સર્વોચ્ચ) બાપ પણ બાળકોની સામે ગુલામ બની ને આવે છે તો નમ્રતા થઇ ને? જેટલાં ઊંચ એટલી જ નમ્રતા - એવું બેલેન્સ (સંતુલન) રહે છે? અથવા જે સમયે નશા માં રહો છો, તો કાંઈ સુઝતું જ નથી? કારણ કે જયારે પોતાનાં આ સ્વમાન નાં નશા માં રહો છો કે અમે વિશ્વનાં રચયિતાનાં પણ માલિક છીએ તો આવાં નશા માં રહેવાવાળા નું કર્તવ્ય શું હશે? વિશ્વ નું કલ્યાણ નમ્રતા વગર થઇ નથી શકતું. બાપ ને પણ પોતાનાં ત્યારે બનાવ્યાં જયારે બાપ પણ નમ્રતા થી બાળકોનાં સેવાધારી બન્યાં. આમ જ ફોલો ફાધર (બાપ ને અનુસરો).
દરેક સમયે આ ચેક કરો કે બાપ પાસે થી કેટલાં ખજાના મળ્યાં છે? ખબર છે કેટલાં ખજાનાઓનાં માલિક બન્યાં છો? (અગણિત) તો પણ મુખ્ય નું તો વર્ણન કરવામાં આવે છે ને? આ સંગમયુગ માં મુખ્ય કેટલાં ખજાના છે? આપ લોકો ને કેટલાં મળ્યાં છે? સૌથી મોટામાં મોટો ખજાનો તો બાપ મળ્યાં. પહેલા નંબર નો ખજાનો તો આ છે ને? જેમ કોઈ ને ચાવી મળી જાય તો જાણે બધું મળી ગયું. બાપ મળી ગયાં અર્થાત્ બધું જ મળી ગયું. બીજું શું મળ્યું? એ પણ સાથે-સાથે વર્ણન કરો. જ્ઞાન પણ છે અને અષ્ટ-શક્તિઓ પણ છે. એક-એક શક્તિ ને અલગ-અલગ વર્ણન કરો તો અલગ-અલગ શક્તિ પણ ખજાના નાં રુપ માં છે. એ જ પ્રકારે જે બાપ નાં ગુણો વર્ણન કરો છો, એ ગુણ પણ ખજાના નાં રુપ માં વર્ણન કરી શકો છો. આ રીતે આ અમૂલ્ય સંગમયુગ નાં સમયની એક સેકન્ડ પણ ખજાનો છે. જેમ ખજાના થી પ્રાપ્તિ થાય છે એમ આ સંગમયુગ ની એક-એક સેકન્ડ થી શ્રેષ્ઠ પ્રાપ્તિ કરી શકો છો. તો આ સંગમ નો સમય અર્થાત્ એક-એક સેકન્ડ અનેક પદ્મો થી વધારે મોટો ખજાનો છે. જો અનેક પદમ ભેગા કરો અને સંગમયુગ ની એક સેકન્ડ બીજી તરફ રાખો તો પણ સંગમ ની એક સેકન્ડ જ શ્રેષ્ઠ ગણવામાં આવશે. કારણ કે આ એક સેકન્ડમાં જ સદાકાળની પ્રાલબ્ધ ની પ્રાપ્તિ થાય છે. બધાં ને સંભળાવો છો ને - એક સેકન્ડ માં મુક્તિ અને જીવનમુક્તિ નો વારસો લઇ શકો છો. તો એક સેકન્ડ ની પણ વેલ્યુ થઇ ગઈ ને? તો સંગમ નો સમય પણ ખુબ મોટો ખજાનો છે.
હવે આટલાં બધાં ખજાનાઓ ચેક કરો કે અમે આ ખજાનાઓ ને પોતાની અંદર કેટલાં ધારણ કરી શક્યાં છીએ? અથવા એવું તો નથી ને કે કોઈ ખજાનો ધારણ થયો છે અને કોઈ નથી થયો? કોઈ પણ ખજાના થી અધૂરાં તો નથી રહી ગયાં? વંચિત તો થશો નહીં પરંતુ જો અધુરી પ્રાપ્તિ કરી, તો પણ ચંદ્રવંશી થઇ ગયાં, સૂર્યવંશી નહીં થયાં. સૂર્યવંશી અર્થાત્ સંપન્ન. કોઈ પણ વાત માં જો સંપન્ન નથી તો સૂર્યવંશી નહીં કહેવાય. તો સર્વ ખજાનાઓ ને સામે રાખતાં સ્વયં પોતાને ચેક કરો કે આ ક્યાં સુધી છે, કેટલાં પ્રમાણ માં છે? એવું તો નથી કે થોડામાં જ ખુશ થઇ ગયાં છો.
તો આ બધાં ખજાનાઓ ને ચેક કરજો અને સાથે-સાથે એ પણ ચેક કરો કે જે પણ ખજાનાઓ મળ્યાં છે તેનાં મહાદાની બન્યાં છો કે પોતાનાં પ્રતિ જ રાખી લીધાં છે? જે મહાદાની હોય છે તે પોતાનું પણ બીજા ને આપી દે છે, પરંતુ તો પણ તે ભિખારી નથી બનતાં. કારણ કે જે આપે છે તે તેમની પાસે ઓટોમેટિકલી (આપોઆપ) વધે છે. તો એ પણ જુઓ કે પવિત્રતા નો ખજાનો ક્યાં સુધી અનેક આત્મા ને દાન આપ્યો છે? અતીન્દ્રિય સુખ નો ખજાનો પણ જોવાનો છે કે વધારે પોતાનાં પ્રતિ લગાવો છે કે વિશ્વ ની સેવા અર્થ લગાવો છો? પોતાની પ્રાપ્તિ તો કરી લીધી ને? પરંતુ હમણાંની અવસ્થા વિશ્વની સેવાનાં પ્રતિ લગાડવાની છે. તો આ ચેક કરો કે દરેક ખજાનો પોતાનાં પ્રતિ ક્યાં સુધી લગાવ્યો છે? અને બીજાનાં પ્રતિ ક્યાં સુધી લગાવો છો? સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) આને કહેવામાં આવે છે. શું સર્વ ખજાનાઓ બીજાનાં પ્રતિ લગાવ્યાં? જો પોતાનાં પુરુષાર્થ પ્રતિ જ જ્ઞાન નો ખજાનો કે શક્તિઓ નો ખજાનો લગાડતાં રહો છો તો તે પણ સંપૂર્ણ સ્ટેજ નથી થઇ. હવે બીજાઓનાં પ્રતિ લગાડવાનો સમય છે. જો હજું સુધી પણ સર્વ શક્તિઓ પોતાનાં પ્રતિ જ પ્રયોગ કરતાં રહેશો તો બીજાઓનાં માટે મહાદાની અને વરદાની ક્યારે બનશો? હવે એવો અભ્યાસ કરો જેથી પોતાનાં પ્રતિ લગાડવો ન પડે. જો બધાં ખજાનાઓ બીજાનાં પ્રતિ લગાડતાં રહેશો તો તમે ખાલી થઇ જશો શું?
જેમ બાપ પોતાનો આરામ નો સમય જે શરીર માટે આવશ્યક છે એ પણ પોતાનાં પ્રતિ ન વાપરી વિશ્વ-કલ્યાણ માટે વાપરતાં રહેતાં હતાં એમ સર્વ શક્તિઓ પણ વિશ્વ-કલ્યાણ માટે વપરાય ન કે પોતાનાં પ્રતિ. જયારે બધાંએ બાપ સમાન બનવાનું છે તો બાપ સમાન સ્ટેજ પણ તો ધારણ કરશો ને? બીજા ને આપવામાં લાગી જશો તો જ સ્વયં પોતાને સર્વ વાતો માં સંપન્ન હોવાનો અનુભવ કરશો. બીજા ને ભણાવવામાં પોતાને ભણાવવું આપમેળે થઇ જશે. હમણાં ડબલ અર્થાત્ બીજા માટે અલગ, પોતાનાં માટે અલગ સમય લગાડો છો. હવે એક જ સમય માં ડબલ કામ કરો. કારણ કે સમય ઓછો છે. સમય ઓછો હોય છે તો ડબલ કોર્સ (અભ્યાસક્રમ) ની સ્ટડી (અભ્યાસ)કરે છે, આ પણ એવું છે. સમય સમીપ આવી રહ્યો છે. તો બીજાઓ ને આપવાની સાથે-સાથે પોતાનું જમા કરો. પોતાનાં પ્રતિ ન લગાડો. જો હમણાં સુધી પણ પોતાનાં પ્રતિ જ લગાડતાં અને સમય નો બગાડ કરતાં રહેશો તો વિશ્વનાં મહારાજન નહીં બની શકો. લક્ષ્ય તો વિશ્વ મહારાજન બનવાનું છે ને?
શરું માં જયારે જ્ઞાન ગંગાઓ નીકળી તો એ સમય ની સેવાની વિશેષતા શું હતી? એ સમયનાં નીકળેલાં વારિસ અને આ સમયની નીકળેલી આત્માઓમાં અંતર કેમ? સેવા તો હમણાં વધારે થઇ રહી છે પરંતુ વારિસ દેખાતાં નથી - કેમ? કારણ, વિસ્તાર માં તો ખુબ છે, પરંતુ મૂળ કારણ શું છે? તે સમયે પોતાપણું નહોતું, વિશ્વ-કલ્યાણ અર્થ પોતાનું સર્વસ્વ આપવું છે, એ ભાવના હતી. એકનામી અને ઈકોનોમી (કરકસર) વાળા હતાં. સર્વ ખજાનાઓની ઈકોનોમી હતી. વ્યર્થ ગુમાવતાં નહોતાં. સમય, શક્તિ જે લીધી છે, એ બીજાઓ ને આપવી છે અર્થાત્ મહાદાનીપણા ની સ્ટેજ હતી. કારણ કે વિશેષ નિમિત્ત બન્યાં હતાં. તો એ સમય ની સ્ટેજ અને હમણાં ની સ્ટેજ જુઓ કેટલો ફરક છે. હમણાં પહેલાં પોતાનાં સાધન નું વિચારશે, પછી સેવાનાં સાધન અર્થાત્ પહેલાં સેલવેશન (સંરક્ષણ) પછી સર્વિસ (સેવા). પરંતુ શરુમાં હતું પહેલાં સેવા, પછી સેલવેશન થાય કે ન થાય. સેલવેશન થી સેવા કરવી છે આ સંકલ્પ માત્ર માં પણ નહોતું. સાધન હોય તો સેવા થાય, સાથી હોય તો સેવા થાય, ધરણી હોય તો સેવા થાય - આ સંકલ્પ નહોતાં. જ્યાં જાઓ, જેવી પરિસ્થિતિ હોય અને જેવો પ્રબંધ હોય, સહન શક્તિ થી સેવા ને વધારવાની છે. આ મહાદાની ની સ્ટેજ છે.
સ્વયં નાં ત્યાગ થી બીજાઓનું ભાગ્ય બને છે. જ્યાં સ્વયં નો ત્યાગ નથી ત્યાં બીજાનું ભાગ્ય નથી બનતું. બાપે સ્વયં નો ત્યાગ કર્યો, ત્યારે તો આપ અનેક આત્માઓનું ભાગ્ય બન્યું. તો શરું ની સ્થિતિ માં સ્વયં નાં બધાં સુખો નો ત્યાગ હતો જેનાથી આ ભાગ્ય બન્યું. હમણાં જેટલો ત્યાગ, એટલું બીજાનું ભાગ્ય બનાવી રહ્યાં છો. એટલા માટે વારિસ છુપાઈ ગયાં છે. તો હવે ફરી થી એ જ મહાદાની બનવાનાં સંસ્કાર કે સદા સર્વ પ્રાપ્તિ હોવાં છતાં અને સર્વ સાધન હોવાં છતાં પણ સાધનમાં ન જાઓ, સાધના માં રહો. હમણાં સાધના ઓછી છે, સાધન વધારે છે. પહેલાં સાધનો ઓછા હતાં, સાધના વધારે હતી. એટલા માટે હવે નિરંતર એ સાધનામાં રહો અર્થાત્ સાધન હોવાં છતાં પણ ત્યાગ વૃત્તિ માં રહો. જેનાં થી થોડા સમય માં ઉંચી આત્માઓનું ભાગ્ય બનાવી શકો. બાપદાદાએ સર્વ નાં હાથ માં હવે આત્માઓનાં ભાગ્યની રેખા બનાવવાની ઓથોરિટી (સત્તા) આપી છે. તો એમ ન થાય કે પોતાનાં ત્યાગ ની કમીનાં કારણે અનેક આત્માઓનાં ભાગ્ય ની રેખા સંપન્ન ન કરી શકો. મોટી જવાબદારી છે. જેમ-જેમ સમય સમીપ આવતો જાય છે, તેમ-તેમ સંકલ્પ પણ વ્યર્થ ન ગુમાવવાની જવાબદારી દરેક આત્માની ઉપર વધતી જઈ રહી છે. હવે પોતાનું બાળપણ નહીં સમજતાં. બાળપણ માં જે કર્યું એ સારું લાગતું હતું. બાળકનું અલબેલાપણું સારું લાગે છે, મોટાઈ નહીં અને મોટાઓનું પછી અલબેલાપણું સારું નથી લાગતું એટલે સમય પ્રમાણે પોતાનાં સ્વમાન ને કાયમ રાખતાં જવાબદારી ને સંભાળતાં જાઓ. સમજ્યાં?
અચ્છા, આવાં બાપ ને સર્વ સંબંધો થી પોતાનાં બનાવવાં વાળા, સદા સર્વ ખજાનાઓ સર્વ આત્માઓનાં પ્રતિ દાન આપવાવાળા મહાદાની, વરદાની, મહાત્યાગી અને પદ્માપદમ ભાગ્યવાન બાળકો ને યાદ-પ્યાર અને નમસ્તે.