Search for a command to run...
15 Jul 1973
લગાવ અને સ્વભાવ ને બદલવાથી વિશ્વ-પરિવર્તન
15 July 1973 · ગુજરાતી
શું અવાજ થી પરે, શાંત-સ્થિતિ એટલી જ પ્રિય લાગે છે જેટલી અવાજ માં આવવાની સ્થિતિ પ્રિય લાગે છે? અવાજ માં આવવું અને અવાજ થી પરે જવું એ બંને એક સમાન સહજ લાગે છે કે અવાજ થી પરે જવું મુશ્કેલ લાગે છે? હકીકતમાં સ્વધર્મ શાંત-સ્વરુપ હોવાનાં કારણે અવાજ થી પરે જવું અતિ સહજ હોવું જોઈએ. હમણાં-હમણાં એક સેકન્ડ માં જેવી રીતે સ્થૂળ શરીર દ્વારા ક્યાંય પણ જવાનો ઈશારો મળે તો જેમ જવું અને આવવું એ બંને સહજ અનુભવ થાય છે, એવી જ રીતે આ શરીરની સ્મૃતિ થી બુદ્ધિ દ્વારા પરે જવું અને આવવું આ બંને સહજ અનુભવ થશે. અર્થાત્ શું એક સેકન્ડ માં એવું કરી શકો છો? જ્યારે ઈચ્છો ત્યારે શરીરનો આધાર લો અને જ્યારે ઈચ્છો શરીર નો આધાર છોડીને પોતાનાં અશરીરી સ્વરુપ માં સ્થિત થઈ જાઓ, શું એવો અનુભવ ચાલતાં-ફરતાં કરતાં રહો છો? જેમ શરીર ધારણ કર્યુ એમ પછી શરીર થી ન્યારા થઈ જવું આ બંનેનો શું એક સમાન અનુભવ કરો છો? આ જ અનુભવ અંતિમ પેપર માં ફર્સ્ટ નંબર લાવવાનો આધાર છે. અંતિમ પેપર આપવા માટે હમણાંથી જ તૈયાર થઈ ગયાં છો કે થઈ રહ્યાં છો? જેવી રીતે વિનાશ કરવાવાળા ને એક ઈશારો મળતાં જ પોતાનું કાર્ય સંપન્ન કરી દેશે, અર્થાત્ વિનાશકારી આત્માઓ એટલી એવરરેડી (સદા તૈયાર) છે કે એક સેકન્ડનાં ઇશારા થી પોતાનું કાર્ય પ્રારંભ કરી શકે છે. તો શું વિશ્વનું નવનિર્માણ કરવાવાળી અર્થાત્ સ્થાપના ની નીમિત્ત બનેલી આત્માઓ એવરરેડી છે? પોતાની સ્થાપના નું કાર્ય એવું કરી લીધું છે કે જેનાથી વિનાશકારીઓને ઈશારો મળે?
જેવી રીતે યાદવ સેનાએ ફુલ ફોર્સ (પૂરા જોશ) થી તૈયારી કરેલી છે. શું એમ જ પાંડવસેના પણ પોતાની સર્વ તૈયારીઓ કરી સમયની વાટ જોઈ રહ્યાં છે? એવાંં એવરરેડી છો? જેવી રીતે લાઈટ હાઉસ અને પાવર હાઉસ એક સેકન્ડ માં સ્વીચ ઓન કરવાથી ચારે બાજુ લાઈટ (પ્રકાશ) અને માઈટ (શક્તિ) ફેલાવી દે છે, શું એવી જ રીતે પાંડવસેના એક સેકન્ડનાં ડાયરેક્શન (સૂચના) પ્રમાણ લાઈટ હાઉસ અને માઇટ હાઉસ બની સર્વ આત્માઓ ને લાઈટ અને માઇટ નું વરદાન આપી શકે છે? જેવી રીતે સ્થૂળ નજર એક સેકન્ડમાં એક સ્થાન પર બેસીને ચારે બાજુ જુએ છે, શું એવી જ રીતે ત્રીજા નેત્ર દ્વારા એક સેકન્ડમાં આપ ચારેય બાજું, ન ફક્ત ભારત પણ આખાં વિશ્વની આત્માઓને નજર થી નિહાલ કરી શકો છો? જેવી રીતે સરળ અને સહજ રીતે સ્થૂળ નેત્ર દ્વારા નજર ફેલાવી શકો છો, શું એવી જ રીતે આપ નજર થી નિહાલ કરી શકો છો? ગાયન પણ છે - એક સેકન્ડમાં ત્રીજું નેત્ર ખોલવાથી વિનાશ થઈ ગયો. વિનાશની સાથે સ્થાપના તો છે જ. બાપની સાથે-સાથે બાળકોનું પણ ગાયન છે. શું ત્રીજું નેત્ર એવું પાવરફુલ (શક્તિશાળી) છે કે દૂર સુધી નજર જઈ શકે? જેમ સ્થૂળ નેત્ર ની નજર કમજોર હોય તો દૂર સુધી નથી જોઈ શકતી, શું એમ જ તમારા ત્રીજા નેત્ર ની શક્તિ જોતાં રહો છો?
ત્રીજા નેત્ર ને શક્તિશાળી બનાવવા માટે ફક્ત મુખ્ય બે શબ્દો પર અટેન્શન (ધ્યાન) જોઈએ. ત્રીજા નેત્રમાં કમજોરી આવવાની પણ એ બે જ વાતો છે. તે કઈ? સ્થૂળ નજર કમજોર થવાનું કારણ શું હોય છે? બ્રેન વર્ક (માનસિક કાર્ય) નું વધારે હોવું. વાત તો એ જ છે પરંતુ આ બધી વાતોને બે શબ્દોનાં સાર માં લાવવાથી અટેન્શન રાખવાનું સહજ થઈ જાય છે. તો કમજોરી લાવવાનાં બે શબ્દ છે - એક લગાવ, બીજો જૂનો સ્વભાવ. કોઈ ને પોતાનો જૂનો સ્વભાવ કમજોર કરે છે અને કોઇ ને કોઇ પણ પ્રકાર નો લગાવ કમજોર કરે છે. આ બે મુખ્ય કમજોરીઓ છે. એનો વિસ્તાર ખુબ છે. દરેક ને કોઈ ને કોઈ લગાવ છે અને દરેક માં નંબરવાર પર્સન્ટેજ (ટકાવારી) માં હજું સુધી જૂનો સ્વભાવ છે. જો આ સ્વભાવ અને લગાવ બદલાઈ જાય તો વિશ્વ પણ બદલાઈ જાય. કારણ કે જ્યારે વિશ્વનાં પરિવર્તક સ્વયં જ નથી બદલાયા તો એ વિશ્વને કેવી રીતે બદલી શકે છે?
પોતાનામાં ચેક કરો કે શું કોઈ પણ પ્રકારનો લગાવ છે? ભલે તે સંકલ્પ નાં રુપમાં, ભલે સંબંધ નાં રુપમાં, ભલે સંપર્ક નાં રુપમાં અને ભલે પોતાની કોઈ વિશેષતા ની તરફ પણ હોય. જો પોતાની કોઈ પણ વિશેષતામાં પણ લગાવ છે તો એ લગાવ પણ બંધનયુક્ત કરી દેશે અને એ બંધનમુક્ત નહીં કરશે કારણ કે લગાવ અશરીરી બનવાં નથી દેતો અને એ વિશ્વ કલ્યાણકારી પણ બની નથી શકતાં. જે પોતાનાં જ લગાવ માં ફસાયેલાં છે એ વિશ્વ ને મુક્તિ-જીવનમુક્તિ નો વારસો કેવી રીતે અપાવી શકે? લગાવ વાળા ક્યારેય સર્વ શક્તિ સંપન્ન થઇ નથી શકતાં, લગાવ વાળા ધર્મરાજની સજાઓ થી સંપૂર્ણ મુક્ત સલામ દેવાવાળા નથી બની શકતાં. લગાવ વાળા ને સલામ ભરવી જ પડશે અને લગાવ વાળા પહેલાં જન્મનું સંપૂર્ણ રાજ્ય ભાગ્ય પામી ન શકે. એ જ પ્રમાણે જૂનાં સ્વભાવવાળા નવું જીવન, નવાં યુગ નો સંપૂર્ણ અને સદા અનુભવ નથી કરી શકતાં. દરેક આત્મા માં ભાઈ-ભાઈ નો ભાવ ન રાખવાથી સ્વભાવ એક વિઘ્ન બની જાય છે. વિસ્તાર ને તો સ્વયં પણ જાણો છો. પણ હવે શું કરવાનું છે? વિસ્તારને જીવનમાં સમાવીને બાપ સમાન બનવાનું છે. ન કોઈ જૂનો સ્વભાવ હોય અને ન કોઈ લગાવ હોય. જ્યારે તન, મન અને ધન બધું બાપને સમર્પણ કરી દીધું તો દીધાં પછી મારો વિચાર, મારી સમજ અને મારો સ્વભાવ આ શબ્દ ક્યાંથી આવ્યાં? શું મારું હજું સુધી છે કે ‘મેરા સો તેરા’ થઈ ગયું? જયારે કહ્યું - ‘મેરા સો તેરા’ - તો મારું મન સમાપ્ત થઈ ગયું ને? મન અને તન બાપની અમાનત છે. તમારી તો નથી ને? ‘મારું મન ચંચળ છે’ આ કહેવાનું ક્યાંથી આવ્યું ? શું હજું સુધી મારાપણું નથી છૂટયું? મારાપણું કોના માં હોય છે ? વાંદરા માં, તે પોતે મરી જશે પણ એનું મારાપણું નહીં મરે. એટલે ચિત્રકારોએ મહાવીર ને પણ પૂંછડીની નિશાની દઈ દીધી છે. છે મહાવીર તો પણ પૂંછડી જરુર છે - તો આ પૂંછડી કઈ છે? લગાવ ની અને સ્વભાવ ની. જ્યાં સુધી આ પૂંછડીને આગ નથી લગાવી, ત્યાં સુધી લંકા ને આગ નહીં લાગી શકે. તો વિનાશની વોર્નિંગ (ચેતવણી) ની સહજ નિશાની કઈ થઈ? આ જ પૂંછડીને આગ લગાડવાની છે. જયારે બધાં મહાવીરો ની લગન ની આગ લાગશે તો શું આ જૂનું વિશ્વ રહેશે? એટલે હવે બધાં પ્રકારનાં લગાવ અને સ્વભાવ ને સમાપ્ત કરો.
જેમ વિનાશકારી આત્માઓ વિનાશ નાં માટે તડપે છે, શું એમ જ આપ સ્થાપના વાળાઓ વિશ્વ કલ્યાણનાં માટે તડપો છો? એવી સેલ્ફ સર્વિસ (સ્વ સેવા) અને વિશ્વની સર્વિસ આ બંને માટે નવી-નવી ઇન્વેન્શન (શોધ) કાઢો છો? જેવી રીતે એ લોકો ઇન્વેન્શન કરી રહ્યાં છે કે એવું પાવરફુલ યંત્ર બનાવીએ કે વિનાશ સહજ અને શીઘ્ર થઈ જાય તો શું એવી રીતે આપ મહાવીર સાયલેન્સ (શાંતિ) ની શક્તિનાં ઇન્વર્ટર (શોધક) એવો પ્લાન બનાવી રહ્યાં છો કે જે આખાં વિશ્વનું પરિવર્તન થવામાં અથવા એમને મુક્તિ અને જીવન-મુક્તિની નો વારસો લેવામાં ફક્ત એક સેકન્ડ જ લાગે અને સહજ પણ થઈ જાય? તમારી જેમ ૩૫ વર્ષ ન લાગે. તો એવી રિફાઇન્ડ ઇન્વેન્શન (સુસંસ્કારી શોધ) થી એક સેકન્ડમાં નજર થી નિહાલ, એક સેકન્ડમાં દુઃખી થી સુખી, નિર્બળ થી બળવાન અને અશાંતિ થી શાંતિ નો અનુભવ કરાવી શકો. શું એવાંં રિફાઇન્ડ રુહાની શસ્ત્ર અને યુક્તિઓ વિચારો છો કે એક સેકન્ડ માં તેમનું તડપવાનું બંધ થઈ જાય? જેવી રીતે બૉમ્બ દ્વારા એક સેકન્ડમાં મરી જાય, એવી રીતે એક સેકન્ડમાં એમને વરદાન, મહાદાન આપી શકો, શું એવાંં મહાદાની અને વરદાની બન્યાં છો? શું સર્વ ની મનોકામનાઓ પૂરી કરવાવાળી કામધેનુ બન્યાં છો, હજું પોતાનામાં કોઈ કામના તો નથી રહી ને? જો પોતાની કોઈ કામના હશે તો કામધેનું કેવી રીતે બનશો? ‘મારું નામ થાય’, અને ‘મારી શાન થાય’ - આ કામના પણ ન હોય. સમજ્યાં?
એવી રીતે એક સેકન્ડમાં ત્રીજા નેત્ર દ્વારા વિશ્વ ને નજર થી નિહાલ કરવાવાળા, એક સેકન્ડમાં અશાંતિ અને દુઃખ થી પાર લઈ જવાવાળા, લગાવ અને સ્વભાવ થી અતીત કર્માતીત સ્થિતિમાં સ્થિત થવાવાળા, મુક્તિ અને જીવન-મુક્તિનાં વારસાની પ્રાપ્તિનાં જીવનમાં સદા રહેવાવાળા, મુક્ત અને જીવનમુક્ત આત્માઓ ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.