Search for a command to run...
21 Jul 1973
રુહાની જજ અને શરીરધારી જજ (આત્મિક ન્યાયાધીશ અને શારીરિક ન્યાયાધીશ)
21 July 1973 · ગુજરાતી
પોતાને જસ્ટિસ (ન્યાયાધીશ) સમજો છો? શું પોતાને અને બીજી આત્માઓને જજ કરી (પારખી) શકો છો? એ જસ્ટિસ તો ફક્ત બોલ અને કર્મ ને જજ કરે છે પણ તમે તો સંકલ્પ ને પણ જજ કરી શકો છો. એવાં જસ્ટિસ જે પોતાનાં અને બીજી આત્માઓનાં સંકલ્પને જજ કરી શકે અને પારખી શકે એવાં બની ગયાં છો? એવાં જસ્ટિસ કોણ બની શકે છે? જેની બુદ્ધિનો કાંટો એકાગ્ર હોય. જેવી રીતે ત્રાજવા ની સાચી પરખ ત્યારે થાય છે જ્યારે કાંટો એકાગ્ર થઈ જાય છે, હલચલ બંધ થઈ જાય છે અને બંને બાજુ સમાન થઈ જાય છે. એવી જ રીતે જેનો બુદ્ધિ રુપી કાંટો એકાગ્ર છે, જેની બુદ્ધિમાં કોઈ હલચલ નથી અને નિર્વિકલ્પ સ્ટેજ અને સ્થિતિ છે અને જેનાં બોલ અને કર્મ માં, લવ (સ્નેહ) અને લો (કાયદા) માં, સ્નેહ અને શક્તિ માં, અર્થાત્ એનું બંને માં બેલેન્સ (સંતુલન) છે. તો એવાં જસ્ટિસ યથાર્થ જજમેન્ટ (નિર્ણય) આપી શકે છે. એવી આત્મા સહજ જ કોઈને પારખી શકે છે. શું એવી પરખવાની શક્તિ અને જજમેન્ટ કરવાની શક્તિ પોતાનામાં અનુભવ કરો છો?
લૌકિક જજ જો જજમેંટ રોંગ (ખોટું) કરે તો કોઈ આત્માનો એક જન્મ વ્યર્થ જઈ શકે છે અથવા એનો થોડોક સમય વ્યર્થ ગુમાવી શકે છે અથવા એને કોઇ પ્રકારનું નુકસાન પહોંચાડવાનાં નિમિત્ત બની શકે છે, પરંતુ આપ રુહાની જસ્ટિસ જો કોઈને પારખી ન શકો તો એ આત્માને અનેક જન્મોનાં નસીબ નું નુકસાન પહોચાડવાનાં નિમિત્ત બની શકો છો. શું પોતાનાં ઉપર એવી જવાબદારી અનુભવ કરો છો? જ્યારે તમે લોકો સર્વ આત્માઓ નાં કલ્યાણ નાં નિમિત્ત બનો છો, અનેક આત્માઓનું બાપ થી મિલન મનાવવાનાં નિમિત્ત બનો છો, તો એવી આત્માઓને પોતાનાં ઉપર કેટલી જવાબદારી અનુભવ થવી જોઈએ. જો કોઈ તડપતી તરસી આત્મા તમારી સામે આવે, એની તડપ અથવા તરસ ને સમાપ્ત કરી તેની તરસ મિટાવવાનાં નિમિત્ત કોણ છે? બાપ કે આપ? બાપ તો બેકબોન (પીઠબળ) છે, પરંતુ નિમિત્ત શક્તિ સેના અને પાંડવસેના જ છે. તો નિમિત્ત બનવાવાળા ની ઉપર એટલી મોટી જવાબદારી છે જે કોઈ પણ આત્મા ને કોઈ પણ વાત થી કે કોઈ પ્રોપર્ટી (મિલકત) થી પણ વંચિત ન કરી શકે - શું એવાં સર્વ નાં મહાદાની અને વરદાની બન્યાં છો? શું એક સેકન્ડમાં કોઈ ને પણ પારખી શકો છો? જો કોઈને આવશ્યકતા હોય શાંતિની અને આપ એને સુખ નો રસ્તો બતાવો (પરખવાની શક્તિ ઓછી હોવાનાં કારણે) તો એ સંતુષ્ટ નહીં થશે. એટલે દરેક ની પ્રાપ્તિ ની ઈચ્છા ને પારખવા વાળા જ સંપૂર્ણ અને યથાર્થ જજમેન્ટ કરી શકે છે. એવી સર્વ ની ઈચ્છાઓને જાણવા વાળાની વિશેષ ક્વોલિફીકેશન (વિશેષતા) શું હશે કે જેનાથી બુદ્ધિ નો કાંટો એકાગ્ર થાય? લવ અને લો નું બલેન્સ હોય, એનાં માટે મુખ્ય વિશેષ ધારણા શું હશે? (બધાંએ કહ્યું) વાત તો બહુ સારી-સારી કરી. આ બધાં નો સાર થયો કે સ્વયં જે ‘ઈચ્છા માત્રમ અવિદ્યા’ ની સ્થિતિ માં સ્થિત હશે, એ જ કોઈની પણ ઈચ્છા ની પૂર્તિ કરી શકશે.
જો સ્વયં માં જ કોઈ ઇચ્છા રહી ગઈ હશે તો એ બીજાઓની ઈચ્છા પૂર્ણ નહીં કરી શકે. ‘ઈચ્છા માત્રમ અવિદ્યા’ ની સ્ટેજ ત્યારે રહી શકે છે જ્યારે સ્વયં યુક્તિ-યુક્ત, સંપન્ન, નોલેજફુલ (જ્ઞાનસ્વરુપ) અને સદા સક્સેસફુલ અર્થાત્ સફળતા-મૂર્ત હશે. જે સ્વયં સફળતા-મૂર્ત નથી હોતાં તે અનેક આત્માઓનાં સંકલ્પ ને સફળ નથી કરી શકતાં. એટલે જે સંપન્ન નથી તેમને ઇચ્છાઓ જરુર હશે કારણ કે સંપન્ન થયાં પછી જ ‘ઈચ્છા માત્રમ અવિદ્યા’ ની સ્ટેજ આવે છે. ત્યારે કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહી જતી, તો એવી સ્ટેજને ‘કર્માતીત’ અથવા ‘ફરિશ્તાપણા’ ની સ્ટેજ કહેવાય છે. એવી સ્થિતિ વાળા જ દરેક આત્મા ને યથાર્થ પારખી શકે છે અને બીજાઓને પ્રાપ્તિ કરાવી શકે છે. તો એવી સ્ટેજ પોતાની સમીપ અનુભવ કરો છો કે પછી હજું સુધી સ્ટેજ બહુ દૂર છે? સામે છે કે સમીપ છે? એટલાં સમીપ છો કે હમણાં-હમણાં ઈચ્છો તો ત્યાં પહોંચી શકો અથવા એને પણ હમણાં સમીપ લાવી રહ્યાં છો? વિનાશ ની તાળી અથવા સીટી વાગે અને તમે પોતાની સ્ટેજ પર સ્થિત થઈ જાઓ. જેવી રીતે સિંહાસન પર સમીપ આવી ગયાં અને ફક્ત ચઢીને બેસવાનું જ બાકી રહી જાય અર્થાત્ સીટી વાગે અને સીટ પર બેસી જાઓ.
જેમ ખુરશી ની રમત હોય છે ને? દોડતા રહે છે, સીટી વાગે અને ખુરશી પર બેસી ગયાં. જેણે ખુરશી લીધી એ વિજયી, નહીં તો હાર. આ પણ ખુરશીનો ખેલ ચાલી રહ્યો છે. તો એમાં તમે શું સમજો છો હવે ત્રણ તાળી વાગશે અને ત્રીજી પર ખુરશી પર બેસી જાઓ - શું એટલી તૈયારી છે? પરંતુ આ ત્રણ તાળી જલ્દી-જલ્દી વાગે છે, એની વચમાં વધારે ટાઈમ નથી હોતો. તો શું એટલી તૈયારી છે કે જેવી ત્રીજી તાળી વાગે કે જલ્દી થી ખુરશી પર બેસી જાઓ? એવી ગેરંટી (ખાતરી) છે ને? ‘કોશિશ’ શબ્દ કહેવો તો સમજો કે કોઈ શંકા છે. કલ્પ પહેલાં સીટ પર નથી બેઠાં શું? કોઈ-ને-કોઈ ખુરશી લેવી, એ કોઇ મોટી વાત નથી. કોઈ-ને-કોઈ ખુરશી તો પ્રજાને પણ મળશે. જ્યારે સોળ હજાર વાળા ને સીટ મળશે તો ૯ લાખ વાળા ને પણ સીટ મળશે. પણ ફર્સ્ટ સીટ માટે સદા પોતાને ઍવેરરેડી (સદા તૈયાર) બનાવવા પડે. જો નિમિત્ત બનવા વાળા જ બીજી સ્ટેજ સુધી પહોંચશે તો જેમનાં માટે તમે નિમિત્ત છો તે ક્યાં સુધી પહોંચશે? એટલે જેઓ પોતાને વિશ્વ કલ્યાણકારી સમજીને ચાલી રહ્યાં છે, એમણે તો સદૈવ તાળી અથવા સીટી ની વાટ જોવી જોઈએ. વાટ એ જોશે જેમણે પહેલેથી પોતાની વ્યવસ્થા કરેલી હશે? જો વ્યવસ્થા નથી કરી તો એ વાટ નથી જોતાં. તો પહેલેથી વ્યવસ્થા કરવી એ મહારથીઓની અથવા મહાવીરોની નિશાની. તો હવે એવર રેડી બનવા માટે હમણાંથી જ પોતાની ચેકિંગ કરો.
જેમ સંપૂર્ણ નોલેજ (જ્ઞાન) નો રિવિઝન કોર્સ (પુનરાવર્તન) કરી રહ્યાં છો, એવી જ રીતે પોતાની પ્રાપ્તિ અને પુરુષાર્થ નો ચાર્ટ પણ શરુઆતથી રિવાઈઝ કરીને જુઓ. એમાં મુખ્ય ચાર વિષય છે. ચારેય ને સામે રાખો અને દરેક વિષય માં પાસ થાઓ અને જુઓ. જેમ ચાર વિષય છે - જ્ઞાન, યોગ, દૈવી ગુણોની ધારણા અને ઈશ્વરીય સેવા. એવી જ રીતે અહીંયા ચાર સંબંધ પણ છે, ત્રણ સંબંધ તો સ્પષ્ટ છે - સત્ બાપ, સત્ શિક્ષક અને સદ્દગુરુ પરંતુ ચોથો સંબંધ છે સાજન અને સજની નો. આ પણ એક વિશેષ સંબંધ છે - આત્મા-પરમાત્મા નું મિલન અર્થાત્ સગાઈ. આ સંબંધ પણ પુરુષાર્થ ને સહજ કરી દે છે. જેવી રીતે ચાર વિષય છે એવી જ રીતે ચાર સંબંધ સામે લાવો અને ચાર સંબંધોનાં આધાર થી મુખ્ય ચાર ધારણાઓ છે. એક તો બાપનાં સંબંધ માં ‘ફરમાન વરદાની’, શિક્ષકનાં સંબંધ માં ‘ઈમાનદાર’ અને ગુરુનાં સંબંધ માં ‘આજ્ઞાકારી’ અને સાજનનાં સંબંધ માં ‘વફાદાર’. તો આ ચાર સંબંધો અને ચાર વિશેષ ધારણાઓ આ બધાને રિવાઇઝ કરીને જુઓ.
આની સાથે-સાથે ચાર સ્લોગન પણ સ્મૃતિમાં રાખો - એ કયા છે? બાબાનાં સંબંધ માં સ્લોગન છે - ‘સન શોઝ ફાધર’ અર્થાત્ સપૂત બની સબૂત આપવાનું છે. શિક્ષક નાં રુપ માં સ્લોગન છે ‘જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી ભણવાનું છે’, અર્થાત્ અંતિમ ઘડી સુધી ભણવાનું છે. આ લક્ષ્ય જો મજબૂત છે તો પછી સર્વ પ્રાપ્તિઓ સ્વતઃ જ થાય છે. અને ગુરુ નાં રુપ માં સ્લોગન છે - ‘જ્યાં બેસાડે, જેમ બેસાડે, જે સંભળાવે, જેમ સંભળાવે, જેમ ચલાવે અને જેમ સુવડાવે’ અર્થાત્ જાણે કે હુકમી હુકમ ચલાવી રહ્યાં છે - આ છે સદ્દગુરુનું સ્લોગન. હવે સાજન નાં રુપ માં કયું સ્લોગન છે - ‘તમારી સાથે જ બેસું, તમારી સાથે જ ખાઉં અને શ્વાસોશ્વાસ તમારી સાથે જ રહું’. આ છે સાજન નાં રુપ નું સ્લોગન. આ બધી વાત પોતાની સામે લાવીને પુરુષાર્થ ને ચેક કરો. આ બધાંને રિવાઇઝ કરવાનું છે.
આ પણ ચેક કરવાનું છે કે ઘણાં સમય થી અને એકરસ અર્થાત્ નિરંતર શું ચારેય સંબંધ નિભાવતાં રહ્યાં છીએ કે વચ્ચે-વચ્ચે કપાય છે? જો વચમાં કોઈ માર્જિન (જગ્યા) રહી જાય તો ઘડી-ઘડી કપાયેલી ચીજ કમજોર હોય છે. એટલે પોતાનાં જીવન ને આ ચારેય વાતનાં આધાર પર રિવાઈઝ કરીને જુઓ. આવી ચેકિંગ કરીને પોતે-પોતાને પારખી શકશો કે મારી પ્રાપ્તિ અથવા પ્રાલબ્ધ શું છે? સૂર્યવંશી છે કે ચંદ્રવંશી છે? સૂર્યવંશી રાજાઈ પરિવારમાં છીએ કે સ્વયં મહારાજા મહારાણી બનવાવાળા છીએ? હવે જ્યારે ફાઇનલ પેપર (અંતિમ પરીક્ષા) નો સમય નજીક છે તો જેવી રીતે લોકિક ભણવાવાળા પણ બધાં વિષય ને રિવાઇઝ કરતાં હોય છે અને એક-એક વિષય ને રિવાઇઝ કરી પોતાની કમી ને સંપન્ન કરે છે, એ જ પ્રકારે બધાંએ પોતાનાં પુરુષાર્થ ને રિવાઇઝ કરવાનો છે. કેવી રીતે પોતાનાં જસ્ટિસ બનો એની યુક્તિ બાબા બતાવે છે. જ્યારે સ્વયં ને જજ કરતાં આવડી જશે તો પછી બીજાને પણ સહજતા થી પારખી શકશો. જ્યારે સ્વયં પ્રાપ્તિ સંપન્ન હશો તો બીજાને પણ પ્રાપ્તિ કરાવી શકશો. એ ચેક કરવાનું તો સહજ છે ને? એક વિષય અથવા એક સંબંધ કે એક ધારણા કે એક સ્લોગન માં પણ કમી ન હોવી જોઈએ.
જ્યારે હવે રિઝલ્ટ આઉટ (પરિણામ જાહેર) થવાનો સમય આવી રહ્યો છે તો રિઝલ્ટ આઉટ થવાનાં પહેલાં કમ્પલેન્ટ્સ (ફરિયાદ) ને કમ્પલીટ (સમાપ્ત) કરો. પોતાની ફરિયાદ પણ આપ સ્વયં જ કરો છો. અમૃતવેલા થી પોતાની ફરિયાદ કરો છો. જ્યાં સુધી પોતાની કમ્પલેન્ટ્સ છે ત્યાં સુધી કમ્પલીટ (સંપૂર્ણ) નહીં બની શકો. એટલે સ્વયં જ માસ્ટર સર્વશક્તિવાન બની પોતાની ફરિયાદ ને સમાપ્ત કરો. હમણાં તો પણ લાસ્ટ ચાન્સ (છેલ્લી તક) નો સમય છે. પછી તો ટૂ લેટ (ખુબ મોડું) નું બોર્ડ લાગી જશે. હવે પ્રાપ્તિનો સમય પણ ‘બહુ ગઈ, થોડી રહી, છે’ - નહીં તો પશ્ચાતાપ નો સમય આવી જશે પછી પશ્ચાતાપ નાં સમયે પ્રાપ્તિ નહીં કરી શકો. એટલે હવે જે થોડું બાકી છે, એ ચાન્સ પણ જાણે બીજા કોઈનાં નિમિત્તે, આપ લોકોને ચાન્સ તો મળ્યો છે. તો પણ કોઈ પ્રકાર નો ચાન્સ તો છે ને? તો ચાન્સ ને જવા દેવાનો કે લેવાનો, પોતાનાં પ્રયત્ન થી તમે જે વિચારો એ કરી શકો એમ છો. એટલે હવે થી રિવાઇઝ કરો. આ તો કહેલું કે જ્યારે રિવાઇઝ કરો અને જજ કરો તો કયા રુપમાં કરવાનું છે. વિધિ તો કહી દીધી છે કારણકે વિધિપૂર્વક કરવાથી સિદ્ધિ તો પ્રાપ્ત થઈ જ જશે.
જે સંપૂર્ણ સ્ટેજની અતિ નજીક હશે એનાં સંકલ્પ માં, બોલ માં અને કર્મ માં એક નશો હશે. એ કયો? ઈશ્વરીય નશો તો બધાંને છે જ. ઈશ્વરીય નશા નો વારસો તો ઈશ્વરીય ખોળો લીધો અને પ્રાપ્ત થયો. એ તો છે જ. પણ વિશેષ કયો નશો રહેશે? એનાં સંકલ્પ માં, બોલ માં, નશા ની કઈ વાત હશે? નશો એ હશે કે જે પણ કરી રહ્યો છું એમાં સંપૂર્ણ સફળતા થયેલી જ છે. ‘થવાની છે’ કે ‘થશે’ એવું નહીં પરંતુ ‘થયેલી જ છે’. સંકલ્પ માં પણ એ નશો હશે કે ‘મારા દરેક સંકલ્પ ની સિદ્ધિ થયેલી જ છે’. કર્મ માં પણ એ નશો રહેશે કે મારા દરેક કર્મ ની પાછળ સફળતા મારા પડછાયાની જેમ છે’. મારા બોલ ની સિદ્ધિ પણ થયેલી જ છે. સફળતા મારી પાછળ-પાછળ આવી રહી છે. સફળતા મારાથી અલગ થઈ જ ન શકે. એવો નશો દરેક સંકલ્પ માં, દરેક બોલ માં અને દરેક કાર્યમાં જ્યારે હશે ત્યારે સમજો કે અતિ સમીપ છો. થવું તો જોઈએ, લો (કાયદો) તો એવું કહે છે અથવા કર્મની ફિલોસોફી (તત્વજ્ઞાન) કે જ્ઞાન તો આ કહે છે - આ છે સમીપ. હવે આનાંથી જજ કરો કે અતિ સમીપ છો કે સમીપ છો કે સામે છો. આ ૩ સ્ટેજ (અવસ્થા) થઈ ગઈ ને? અચ્છા.
બધાંની અંદર એક સંકલ્પની હલચલ છે - એ કઈ છે? ખબર નહીં કે આ મિલન પણ ક્યાં સુધી? આ હલચલ નો રિસ્પોન્સ (જવાબ) શું છે? જુઓ પહેલાં પણ સંભળાવ્યું હતું કે પ્રાપ્તિ નો સમય હવે ઘણો ગયો, થોડો રહ્યો, થોડા નો પણ થોડો બાકી છે. કારણ કે પ્રાપ્તિનો સમય થોડો છે અને ઘણી આત્માઓ આવવાની છે, જેનાં નિમિત્ત આપ લોકો ને પણ ચાન્સ છે. એવી આત્માઓનાં પ્રત્યે હવે બાપ પણ બંધન માં બંધાયેલાં છે એટલે જ્યારે નવાં-નવાં રત્ન આવી રહ્યાં છે પોતાનો કલ્પ પહેલાનો હક નંબરવાર લઇ રહ્યાં છે તો બાપદાદા ને પણ હક આપવાં આવવું જ પડે ને? તો એવી હલચલ નહીં મચાવો કે ખબર નહીં શું થશે? પરંતુ અવ્યક્ત મિલન નો અવ્યક્ત રુપ થી અનુભવ કરવાનાં માટે વચ્ચે-વચ્ચે માર્જિન અપાય છે અથવા સમય અપાય છે કે જેનાંથી ક્યારેક અચાનક વ્યક્ત દ્વારા અવ્યક્ત મિલન નો પાર્ટ સમાપ્ત થાય તો અવ્યક્ત સ્થિતિ દ્વારા અવ્યક્ત મિલન નો અનુભવ કરી શકો. જ્યાં સુધી બાપની સંપૂર્ણ પ્રત્યક્ષતા નથી થતી ત્યાં સુધી બાપ અને બાળકો નું મિલન થવાનું જ છે. પરંતુ ભલે વ્યક્ત દ્વારા અવ્યક્ત મિલન અને કાં તો અવ્યક્ત સ્થિતિ દ્વારા અવ્યક્ત મિલન પરંતુ મિલન તો અંત સુધી છે ને? એટલે એવો સમય આવવાનો છે કે જેમાં અવ્યક્ત સ્થિતિ દ્વારા અવ્યક્ત મિલન નો અનુભવ નહીં થાય તો બાપનાં મિલન નો, પ્રાપ્તિઓ નો અને સર્વ શક્તિઓનાં વરદાન નો જે સુંદર મિલનનો અનુભવ છે, એનાથી વંચિત રહી જશો. એટલે આ બંને મિલન હમણાં સુધી સાથે-સાથે ચાલી રહ્યાં છે. પણ લાસ્ટ સ્ટેજ શું છે? લાસ્ટ સ્ટેજ ની તૈયારી કરવા માટે જ બાપે સમય આપવો પડે છે અને શિખવાડવું પડે છે. હવે સમજ્યાં શું થવાનું છે? હવે એટલી હલચલ માં નહીં આવો. જ્યારે થવાનું હશે તો અવ્યક્ત સ્થિતિમાં સ્થિત રહેવાવાળાને સ્વયં જ અવાજ આવશે, ટચિંગ (હૃદયસ્પર્શ) થશે, સૂક્ષ્મ સંકલ્પ થશે, તાર પહોંચશે અથવા ટ્રંક-કોલ થશે. સમજ્યાં? જ્યારે લાઈન ક્લિયર હશે ત્યારે તો પકડી શકાશે. જયારે અવ્યક્ત મિલનનો અનુભવ થશે ત્યારે તો જાણશો અને પહોંચશો એટલે વચ્ચે-વચ્ચે આ ચાન્સ આપી ને અભ્યાસ કરાવે છે. પણ ગભરાવાની કોઈ વાત નથી. સમજ્યાં? અચ્છા.
એવાં સદા સફળતામૂર્ત, જ્ઞાન સ્વરુપ શક્તિ સંપન્ન, દિવ્ય ધારણા સંપન્ન, યોગ-યુક્ત, યુક્તિયુક્ત સંકલ્પ અને કર્મ કરવાવાળા, પરખવાની શક્તિ ને દરેક આત્માનાં પ્રતિ કર્મ માં લાવવાળા, રુહાની જસ્ટિસ શ્રેષ્ઠ આત્માઓ ને, સદા વરદાની આત્માઓ ને, બાપદાદાનાં નૂરે રત્નો ને યાદ-પ્યાર અને નમસ્તે.
અવ્યક્ત વાણીનો સાર
* સ્વયં જે ‘ઈચ્છા માત્રમ અવિદ્યા’ ની સ્થિતિમાં સ્થિત હશે એ જ કોઈની પણ ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે.
* વાટ એ જોશે જેમણે પહેલેથી જ પોતાની વ્યવસ્થા કરેલી હશે.