Search for a command to run...
8 Jul 1974
માસ્ટર નોલેજફુલ તથા સર્વ-શક્તિવાન વિભિન્ન પ્રકાર ની ક્યૂ (કતાર) થી મુક્ત
8 July 1974 · ગુજરાતી
આજે કયો મેળો કહેશો?-બાપ અને બાળકોનો. તે તો લૌકિક સંબંધમાં પણ હોય છે. પરંતુ આજ નાં મેળાની વિશેષતા શું છે જે બીજે ક્યાંય પણ નથી હોતી? આત્માઓ અને પરમાત્મા નો મેળો તો છે જ, બીજી કોઈ અલૌકિક વાત સંભળાવો. આની વિશેષતા એ છે કે આ મેળો એક જ સમયે, એક થી સર્વ સંબંધોનો, સર્વ-સંબંધનાં સ્નેહ અને પ્રાપ્તિનો મેળો છે. માત્ર બાપ અને બાળકોનો, સદ્દગુરુ અને ફોલો (અનુકરણ) કરવાવાળા નો તથા સમાન બનવાવાળા આજ્ઞાકારી બાળકોનો જ નહીં, પરંતુ એક જ સમયે, એક થી સર્વ સંબંધોનું મિલન મનાવવાનો અલૌકિક મેળો છે. આ અલૌકિકતા કે વિશેષતા બીજે ક્યાંય નહીં મળશે. આવો મેળો મનાવવા બધાં સાગરનાં કાંઠા પર આવેલાં છે. જ્યારે સર્વ-સંબંધોથી સર્વ-પ્રાપ્તિ કરી શકો છો તો માત્ર એક-બે સંબંધ થી મિલન તથા પ્રાપ્તિ કરવામાં રાજી નથી થઇ જવાનું. થોડામાં રાજી થવાવાળા, ભક્ત કહેવાય છે. બાળકો સર્વ-સંબંધ અને સર્વ-પ્રાપ્તિનાં અધિકારી છે. આ અધિકાર ને પ્રાપ્ત કરવાવાળી આત્માઓ, જ્ઞાની તૂ આત્મા અને યોગી તૂ આત્મા બાપ ને પ્રિય છે. પોતાનાથી પૂછો એવાં બાપનાં પ્રિય બન્યાં છો? શું બાપ સમાન નિરાકારી, નિરહંકારી, નિર્વિકારી, નષ્ટમોહા અને સ્મૃતિ-સ્વરુપ બન્યાં છો? સ્મૃતિ-સ્વરુપ બનવાવાળા ની નિશાની શું અનુભવ થશે? તે સદા સર્વ-સમર્થી સ્વરુપ હશે.
નષ્ટમોહા બનવા માટે સહજ યુક્તિ કઈ છે? એનાં તો અનુભવી છો ને? - સદૈવ પોતાની સામે સર્વ-સંબંધો થી બાપ ને જોવાં અને સર્વ-સંબંધો દ્વારા સર્વ પ્રાપ્તિઓ ને જોવી. હવે સર્વ સંબંધ અને સર્વ પ્રાપ્તિઓ એક દ્વારા અનુભવ થઇ રહી છે, તો પછી બીજા કોઈ સંબંધ તથા પ્રાપ્તિ રહી જાય છે શું? જ્યાં મોહ અર્થાત્ લગાવ છે તો શું સહજ તથા સ્વત: જ અનેક તરફ થી તોડી ને, એક તરફ જોડવાનો અનુભવ નથી થતો? હમણાં સુધી પણ ક્યાંક અને કોઇની સાથે લગાવ તથા મોહ છે, તો સિદ્ધ થાય છે કે સર્વ-સંબંધ અને સર્વ પ્રાપ્તિઓનો અનુભવ નથી કરી રહ્યાં.
આજે બાપ અને બાળકોની રુહ-રુહાન તથા મિલન-મેળા નાં સમાચાર સંભળાવે છે. સમાચાર સાંભળવામાં બધાં ને ઇન્ટરેસ્ટ (રસ) આવે છે ને? હવે આ સમાચાર માં જોવાનું છે કે હું ક્યાં છું?
પહેલાં તો અમૃતવેલાનાં સમાચાર સંભળાવે છે. અમૃતવેલાનાં અલગ-અલગ પોઝ (દૃશ્ય) અને પોઝિશન (સ્થિતિ) પહેલાં પણ સંભળાવી હતી, આજે બીજી વાત સંભળાવે છે. જેવું અમૃતવેલા પ્રારંભ થાય છે તો ચારે તરફ બધાંં બાળકો પહેલાં તો નંબર મેળવવાનો પુરુષાર્થ કરે છે અથવા પછી કનેક્શન (સંબંધ) જોડવાનો પુરુષાર્થ કરે છે. પછી શું થાય છે લાઈન ક્લિયર (સ્પષ્ટ) હોવાનાં કારણે કોઈનો તો નંબર જલ્દી મળી જાય છે અને કોઈ નંબર મેળવવામાં જ સમય વિતાવી દે છે. કોઈ-કોઈ નંબર ન મળવાનાં કારણે દિલશિકસ્ત (નિરાશ) થઇ જાય છે અને કોઈ-કોઈ નંબર બાપ થી મેળવે તો છે, પરંતુ વચમાં-વચમાં કનેક્શન માયાથી જોડાઈ જાય છે. માયા એવી ઇન્ટરફિયર (દખલ) કરે છે કે તે ઈચ્છવાં છતાં પણ કનેક્શન તોડી નથી શકતાં. જેમ અહીંયા પણ તમારી આ દુનિયામાં કોઈ ખોટો નંબર મળી જાય છે, તો તે કહેવાથી પણ કાપતાં નથી, તમે એમને અને તે તમને કહેશે કે કાપો. એવી રીતે માયા પણ તે સમયે કમજોર બાળકો નું કનેક્શન તોડી નાખે છે અને તેમને હેરાન પણ કરે છે. શું કામ હેરાન કરે છે, તેનું પણ કારણ છે. કારણ કે તે આખો દિવસ અલબેલા અને આળસ ને વશ હોય છે અને તેનું એટેંશન (ધ્યાન) ઓછું હોય છે. આવી અલબેલી આત્માઓને માયા પણ વિશેષ વરદાન નાં સમયે બાપ ની આજ્ઞા પર ન ચાલવા દેવાનો બદલો લે છે અને એવી આત્માઓનું દૃશ્ય ખૂબ જ આશ્ચર્યજનક દેખાતું હોય છે. અમૃતવેલાનાં થોડા સમયની વચ્ચે અનેક સ્વરુપ દેખાય છે. એક તો ક્યારેક-ક્યારેક બાપને સ્નેહ થી સહયોગ લેવાની અરજી નાખતાં રહે છે. ક્યારેક-ક્યારેક બાપ ને ખુશ કરવા માટે બાપને જ બાપની મહિમા અને કર્તવ્યની યાદ દેવડાવતાં રહે છે કે તમે તો દયાળુ છો, તમે તો સર્વ-શક્તિવાન છો, વરદાની છો, બાળકોનાં માટે જ તો આવ્યાં છો, વગેરે-વગેરે. ક્યારેક-ક્યારેક પછી જોશમાં આવીને, માયાથી હેરાન થઈને સર્વ શક્તિઓ રુપી શસ્ત્રો નો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. તો પછી ક્યારેક તલવાર ચલાવે છે, અને ક્યારેક ઢાલ ને સામે રાખે છે. પરંતુ જોશની સાથે આજ્ઞાકારી, વફાદાર અને નિરંતર સ્મૃતિ સ્વરુપ બનવાનાં હોશ ન હોવાનાં કારણે તેમનું જોશ યથાર્થ નિશાના પર નથી પહોંચી શકતું. દૃશ્ય બહુ જ રમુજ નું હોય છે.
કોઈ-કોઈ પછી એવાં ભોળા બાળકો હોય છે કે જે ઈશ્વરીય પ્રાપ્તિ અને માયાનાં અંતર ને પણ નથી જાણતાં. નિંદ્રા ને જ શાંત-સ્વરુપ અને બીજ-રુપ સ્ટેજ (સ્થિતિ) સમજી લે છે. અલ્પકાળની નિંદ્રા દ્વારા રેસ્ટ (આરામ) નાં સુખને અતીન્દ્રિય સુખ સમજી લે છે. આવાં અનેક પ્રકારનાં બાળકો અનેક પ્રકારનાં દૃશ્ય દેખાડતાં રહે છે. પરંતુ જે મહારથી બાળકો હમણાં સુધી ગણતરીનાં છે અથવા જે તમારાં લોકોની ગણતરીમાં છે તે તેનાથી પણ ઓછાં છે. તમે લોકો તો અષ્ટ સમજો છો. પરંતુ બાપની ગણતરીમાં અષ્ટ ઓછાં છે. હમણાં સુધી અષ્ટ રત્નોનાં અષ્ટ શક્તિ સ્વરુપ, સંકલ્પ, બોલ અને કર્મ બાપ સમાન બનવાની સ્ટેજ (સ્થિતિ) પ્રાપ્ત કરતાં જઈ રહ્યાં છે. આવાં અષ્ટ રત્નો ને મળવા માટે ડ્રામા અનુસાર બાપ થી મળવામાં વિશેષ અધિકાર પ્રાપ્ત નોંધાયેલો છે. તેઓને નંબર મેળવવાની આવશ્યકતા નથી કારણ કે તે આત્માઓનું કનેક્શન (જોડાણ) નિરંતર છે. આ વાયરલેસ (વાયર વગરનું) કનેક્શન (જોડાણ) વાઈસલેસ (નિર્વિકારી) આત્માઓને જ પ્રાપ્ત થાય છે. સંકલ્પ કર્યો અને મિલન થયું. આવાં વરદાની બાળકો ખૂબ જ ઓછા છે. આ છે અમૃતવેલા નું દૃશ્ય.
બાપદાદાની પાસે આખાં દિવસમાં પાંચ પ્રકારની ક્યૂ (કતાર) લાગે છે. (૧) એક કતાર હોય છે ભિન્ન-ભિન્ન પ્રકારની અરજી લઈને આવવા વાળાની, ક્યારેક સ્વયંનાં પ્રત્યે અરજી લઈને આવે છે કે અમને શક્તિ દો, સહયોગ દો, બુદ્ધિનું તાળુ ખોલો, હિંમત દો કે યુક્તિ દો. ક્યારેક પછી અન્ય સંપર્કમાં આવવા વાળી આત્માઓની અરજી લઈને આવે છે કે મારા પતિ તથા ફલાણા સંબંધીનું બુદ્ધિનું તાળું ખોલી દો. ક્યારેક-ક્યારેક પોતાની કરેલી સર્વિસ (સેવા) ની સફળતા ન જોઈને આ પણ અરજી કરે છે કે અમારી સફળતા થઈ જાય, સર્વિસ (સેવા) અમે કરશું અને સફળતા તમે આપજો. અમારી યાદ ની યાત્રા નિરંતર અને શક્તિશાળી થઈ જાય. અમારાં આ સંસ્કાર ખતમ થઈ જાય. આવી ભિન્ન-ભિન્ન પ્રકારની અરજી નાખવા વાળા બાપની પાસે આવતાં રહે છે.
(૨) બીજી કતાર હોય છે કમ્પલેન (ફરિયાદ) કરવા વાળાની. તેમની ભાષા જ એવી હોય છે-આ કેમ, આ કેવી રીતે, ક્યારે અને શું થશે? હું ઇચ્છું છું, તો પણ કેમ નથી થતું, યાદ કેમ નથી રહેતી? લૌકિક અને અલૌકિક પરિવાર થી સહયોગ કેમ નથી મળતો? આવી અનેક પ્રકારની કમ્પલેન (ફરિયાદો) હોય છે. એમાં પણ વિશેષ બે વાતોમાં કે વ્યર્થ સંકલ્પ કેમ આવે છે, શરીર નો રોગ કેમ આવે છે, યાદ કેમ તૂટે છે, વગેરે? આવાં પ્રકારની કંપ્લેન (ફરિયાદો) ની કતાર લાંબી હોય છે.
(૩) ઘણાં બાપ-દાદા ને જ્યોતિષ સમજી ને ક્યૂ (કતાર) લગાવે છે. શું અમારી બીમારી મટી જશે? શું સર્વિસ (સેવા) માં સફળતા થશે? શું મારો ફલાણો સંબંધી જ્ઞાનમાં ચાલશે? શું અમારા ગામ તથા શહેરમાં સર્વિસ (સેવા) વૃદ્ધિ ને પામશે? શું વ્યવહારમાં સફળતા થશે? આ વ્યવહાર કરું કે આ વ્યવહાર છોડું? બિઝનેસ (ધંધો) કરું કે નોકરી કરું? શું હું મહારથી બની શકું છું? શું તમે સમજો છો, કે હું બનીશ? આવી-આવી ગૃહસ્થ વ્યવહાર ની નાની-નાની વાતો કે શું મારી સાસુ નો ક્રોધ ઓછો થશે? બાંધેલી અથવા બાંધેલો છું, શું મારું બંધન તૂટશે? શું સ્વતંત્ર બનીશ અથવા કોઈ એ પણ વિશેષ વાતો પૂછે છે કે શું હું ટોટલ સરેન્ડર (પૂરે-પૂરો સમર્પિત) થઈશ? શું મારી આ ઈચ્છા પૂરી થશે? એવી રીતે આ પણ કતાર હોય છે.
(૪) ચોથી કતાર હોય છે ફરિયાદ કરવાવાળાની. તમે એવાં સમય પર કેમ આવ્યાં જ્યારે હું બુઢ્ઢી બની ગઈ અને હવે હું બીમાર શરીરવાળી બની ગઈ? તમે પહેલાં કેમ નહીં જગાડ્યાં? મોડેથી કેમ જગાડ્યાં? તમે સિંધ દેશમાં જ કેમ આવ્યાં? પહેલાં ત્યાંની બહેનો કેમ નીકળી? સંગમયુગ પર મને ગોપ કેમ બનાવ્યો? પહેલાં શક્તિ, આ રીત-રિવાજ કેમ બન્યો? શું આ છેલ્લા જન્મમાં જ મારે બાંધેલી બનવાનું હતું? આવું કર્મ-બંધન મારું જ કેમ બન્યું? મને ગરીબ કેમ બનાવી, કે જેથી હું ધનનો સહયોગ નથી કરી શકતી. સાકારી રુપમાં મળવાનો પાર્ટ અમારો કેમ ન બન્યો? આવી અનેક પ્રકારની ફરિયાદ કરવા વાળાની કતાર પણ હોય છે.
(૫) પાંચમી કતાર પણ હોય છે તે હવે ઓછી થતી જઈ રહી છે, તે છે રોયલ રુપ થી માંગવાની. હવે કૃપા તથા આશીર્વાદ શબ્દ નથી કહેતાં પરંતુ તેમાં ઈચ્છા તો ભરેલી જ હોય છે.
સાંભળ્યું કેટલાં પ્રકાર ની કતાર લાગે છે? હવે પોતાને જુઓ કે આખાં દિવસમાં આજે મેં કેટલી કતારમાં નંબર લગાવ્યો. જેમ આજકાલ એક જ દિવસમાં અનેક પ્રકારની કતાર લગાવવી પડે છે ને? તેમ જ બાપદાદા ની પાસે પણ ઘણાં બાળકો આખાં દિવસમાં આ કતારમાં રોકાઈ રહે છે. ન માત્ર અવ્યક્ત રુપમાં તથા સૂક્ષ્મ રુપમાં આ વાતો કરતાં રહે છે, પરંતુ જ્યારે અવ્યક્ત થી વ્યક્ત માં મળવા આવે છે તો પણ આ નાની-નાની વાતો પૂછતાં રહે છે! માસ્ટર નોલેજફુલ અને માસ્ટર સર્વશક્તિમાન ની સ્ટેજ પર સ્થિત થઈ જાઓ તો બધાં પ્રકારની કતાર સમાપ્ત થઈ તમારા એક-એક ની આગળ તમારી પ્રજા અને ભક્તોની કતારો લાગે. જ્યાં સુધી સ્વયં જ આ કતારમાં બીઝી(વ્યસ્ત) છો, ત્યાં સુધી તે કતાર કેવી રીતે લાગે? એટલે હવે પોતાની સ્ટેજ પર સ્થિત થઈને, આ બધી કતાર થી નીકળીને, બાપની સાથે સદા મિલન મનાવવાની લગનમાં પોતાનાં સમય ને લગાવો અને લવલીન (સ્નેહમય) બની જાઓ તો આ બધી વાતો સમાપ્ત થઈ જશે. આ બધી અરજીઓ તથા કમ્પલેન (ફરિયાદો) નો રિસ્પોન્સ (પ્રતિઉત્તર) પછી બીજીવાર કરશે જેથી પછી વારંવાર આ વાતો પૂછવાની તથા એમાં સમય વેડફવાની આવશ્યકતા ન રહે. અચ્છા!
આવી અનેક પ્રકારની કતાર થી મુક્ત, બાપદાદાનાં સદા સાથી, સદા સહયોગી, એક સેકન્ડમાં મિલન મનાવવા વાળા, સર્વ-સંબંધ એક બાપ થી મનાવવા વાળા, સર્વ પ્રાપ્તિ સ્વરુપ, ઇચ્છા-માત્રમ્ અવિદ્યા ની સ્થિતિમાં સદા રહેવાવાળા અને અષ્ટ શક્તિ સ્વરુપ બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે.
આ અવ્યક્ત વાણીનો સાર
* સંગમયુગ માં મેળાની અનોખી વિશેષતા એ છે કે આ મેળો એક જ સમયે, એક થી સર્વ સંબંધો થી સર્વ સંબંધોનાં સ્નેહ અને પ્રાપ્તિનું મિલન મનાવવાનો અલૌકિક મેળો છે.