Search for a command to run...
11 Jul 1974
મુરલીમાં આપેલા માર્ગદર્શન થી જ સર્વ-કમીઓથી છુટકારો
11 July 1974 · ગુજરાતી
પોતાને મહાદાની, સર્વ શક્તિઓનાં અધિકારી, ત્રિમૂર્તિ બાપ દ્વારા પ્રાપ્ત થયેલાં ત્રણેય તખ્તનશીન સમજો છો? ત્રણ તખ્ત કયા છે? એક છે-બેગમપુર નાં બાદશાહ બનવાનું, સાક્ષી સ્થિતિમાં સ્થિત થવાવાળું, ‘સાક્ષીપણા’ નું તખ્ત. બીજું છે-પાવરફુલ (શક્તિશાળી) માસ્ટર સર્વશક્તિમાન બાપ સમાન સબૂત બનાવવા વાળાનું, બાપનું ‘દિલ રુપી’ તખ્ત. ત્રીજું છે-‘ભવિષ્ય વિશ્વ મહારાજન’ નું તખ્ત. શું આ ત્રણેય તખ્ત નાં અધિકારી બન્યાં છો? ત્રણેય તખ્ત નાં અધિકારીની વર્તમાન સ્ટેજ (સ્થિતિ) કઈ છે? ત્રણેય તખ્ત ની ત્રણ વિશેષતાઓ સંભળાવો.
સાક્ષીપણા નાં તખ્ત ની મુખ્ય નિશાની કઈ હશે? તે સદૈવ દરેક કદમ, દરેક સંકલ્પ માં બાપ-દાદા ને સદા સાથી અનુભવ કરશે; જેટલો સાક્ષી પણાનો અનુભવ હશે, તેટલાં જ અચળ, અડોલ અને અતીન્દ્રિય સુખમાં રહેશે. તેમનો દરેક બોલ બાપની સાથે દેખાશે. જેમ બાપદાદા પ્રેક્ટિકલ (વ્યવહાર) માં સદા નાં સાથી એવાં છે જેને તમે અલગ કરવા ઈચ્છો તો પણ નથી કરી શકતાં. જેમ કે બંને સાથીઓનાં સાથ નો ક્યારેક-ક્યારેક એવો પણ અનુભવ કરો છો કે બે છે કે એક છે? એવી જ રીતે બે નો સાથ એક સમાન હોય. એક જ નહીં, પરંતુ એક સમાન. સમાન ને લોકોએ સમાયેલું કહી દીધું છે, તો એવી રીતે પોતાને શું બાપદાદા નાં સાથી અનુભવ કરો છો? ફોલો-ફાધર કરો (બાપ ને અનુસરો) છો? જ્યારે ફોલો-ફાધર છે તો સાક્ષીપણા અને સાથીપણા નો અનુભવ, દરેક સેકન્ડ તથા દરેક કદમ માં હોવો જોઈએ. આવાં સાક્ષીપણા નાં અનુભવી જ તખ્તનશીન હોય છે, બીજા-બાપનાં દિલ-તખ્તનશીન તે હશે, જે સપૂત હશે અર્થાત્ બાપદાદા ને મન્સા, વાચા, કર્મણા તથા તન-મન-ધન બધી જ વાતો માં ફોલો (અનુકરણ) કરવાનું સબૂત આપશે. ત્રીજા છે વિશ્વ મહારાજન બનીને વિશ્વનાં રાજ્યનાં તખ્તનશીન બનવાનાં. તે ન ફક્ત કર્મેન્દ્રિયજીત પરંતુ તે સાથે-સાથે પ્રકૃતિજીત પણ હશે. આવાં વિકર્માજીત, કર્મેન્દ્રિયજીત, પ્રકૃતિજીત, જગતજીત બને છે. શું આવાં ત્રણેય તખ્તનશીન બન્યાં છો? જો ત્રણેય તખ્તો નાં અધિકારી બની ગયાં તો આવાં અધિકારી, બાપ ની પાસે કોઈ પણ પ્રકારની ક્યૂ (કતાર) માં નહીં હશે. જે કોઈ પણ ક્યૂ માં છે-તો તેને કોઈ પણ પ્રકાર નાં અધિકાર ની પ્રાપ્તિ નથી.
આજે બાપ-દાદા દરેક ક્યૂ વાળાને રિસ્પોન્સ (પ્રતિઉત્તર) આપી રહ્યાં છે. ભિન્ન-ભિન્ન પ્રકારની અરજી નાખો છો કે આ કરી દો, તે કરી દો. આવી અરજી નાખો છો, તો યાદ નથી આવતું કે બાપદાદા સ્વયંથી પણ વધારે દરેક કાર્યમાં બાળકોને આગળ રાખે છે. જ્યારે સર્વશક્તિઓ અર્થાત્ પાવર્સ બાળકોને આપી દીધાં છે, તો આવાં બાળક સો માલિક અરજી શું નાખે છે? જેમ બાપ કોઈ ની પણ બુદ્ધિ નું તાળું ખોલી શકે છે કે સંસ્કાર ને બદલી શકે છે, તો શું તમે લોકો નથી કરી શકતાં? તમારાં લોકોની બુદ્ધિનું તાળું ખુલ્યું છે? એમાં તો ના નહીં કહેશો ને? બાપદાદાએ દરેકની બુદ્ધિનું તાળું ખોલીને અનુભવી બનાવ્યાં છે ને? જેવી રીતે તમારાં લોકો નું બાપે ખોલ્યું, અનુભવ કરાવ્યો તો અનુભવ કરેલી વાત શું સ્વયં નથી કરી શકતાં? જેવી રીતે તમારાં લોકોનું ખૂલ્યું, તેવી રીતે બીજા નું ખોલો. બીજા નું તાળું ખોલવું મુશ્કેલ છે શું? તાળા ની ચાવી કઈ છે? તે ચાવી બાપે તમને નથી આપી શું? જ્યારથી બાપ નાં બાળકો બન્યાં છો તો જે બાપ નું તે તમારું નથી શું? ચાવી પણ તમારી છે ને? ચાવી છે, પછી પણ બાપ ને કહો છો કે તાળું ખોલો! કે સમય પર ચાવી મળતી નથી? બાપ તો પોતાની પાસે માત્ર દિવ્ય દૃષ્ટિ ની ચાવી રાખે છે. બાકી બુદ્ધિનું તાળું ખોલવાની ચાવી પોતાની પાસે નથી રાખતાં. બુદ્ધિનું તાળું ખોલવાની ચાવી કઈ છે?- સર્વ શક્તિઓ; આ જ ચાવી છે. આ તો બધાંની પાસે છે ને? દિવ્ય દૃષ્ટિ નાં દાતા તો નથી પરંતુ માસ્ટર સર્વશક્તિમાન્ તો છો ને? જ્યારે સર્વ શક્તિઓની ચાવી બાપ દ્વારા પ્રાપ્ત થઈ ચૂકી છે, તો પણ અરજી કેમ નાખો છો? બાપ ને સરવન્ટ (નોકર) બનાવ્યાં છે એટલે ઓર્ડર કરો છો કે આ કરો અને તે કરો. વાનપ્રસ્થ સુધી પહોંચવા વાળા પણ હજી સુધી નાનાં છે. હવે તો સમય છે પોતાની રચના રચવાનો, પ્રજા અને ભક્ત માળા બનાવવાનો. રચયિતા કહે કે હું નાનો છું તો રચના કેવી રીતે રચશો? એટલે આ ભિન્ન-ભિન્ન પ્રકારની અરજી બાપ ને નાખો છો. પહેલાં ચાવીને પ્રાપ્ત કરો તો અરજી સ્વતઃ જ પૂરી થશે.
બીજી વાત બાપ ને ફરિયાદ કરો છો. ફરિયાદોની પણ ક્યૂ હોય છે ને? કોઈ પ્રકારની ફરિયાદ કોણ કરે છે? કોઈ પણ વાત ની ફરિયાદ ત્યારે કરવામાં આવે છે જ્યારે નોલેજફુલ ન હોય. આ કેમ થયું? આવું નહીં થવું જોઈતું હતું, પાછળ કેમ આવ્યાં, સાકારમાં કેમ નહીં મળ્યાં, આ બધી ફરિયાદ છે ને? જો માસ્ટર નોલેજફુલની સ્ટેજ (સ્થિતિ) પર સ્થિત થઈ જાઓ, ત્રિકાળદર્શી ની સ્થિતિમાં સ્થિત થઈ જાઓ તો કોઇ ફરિયાદ કરશે? શું ફરિયાદ થી સાકાર તન થી મળવાની પ્રાપ્તિ થઈ શકશે? જ્યારે વીતી ગયેલો પાર્ટ ફરીથી રિપીટ (પુનરાવર્તન) થશે શું? તે તો પાછો પાંચ હજાર (૫૦૦૦) વર્ષ પછી જ રિપીટ થશે. તો નોલેજફુલની સ્ટેજ ઉપર સ્થિત થવાવાળા ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં કરે. ફરિયાદ અર્થાત્ નોલેજ (સમજ) ની કમી અને લાઈટ-માઈટ (જ્ઞાન-શક્તિ) ની કમી.
ત્રીજી વાત કમ્પલેન (ફરિયાદ) કરો છો તે પણ લાંબી ક્યૂ છે ને? ભિન્ન-ભિન્ન પ્રકારની ફરિયાદ કરતા રહો છો - યોગ નથી લાગતો, વ્યર્થ સંકલ્પ ખૂબ જ આવે છે અથવા ફલાણી શક્તિ ધારણ નથી કરી શકતાં. આ ફરિયાદો નું કારણ શું છે - વ્યર્થ સંકલ્પ. મુખ્ય ફરિયાદ મેજોરીટી (અધિકાંશ) ની આ દેખાય છે. બીજી મુખ્ય ફરિયાદ છે - વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ થાય છે. આ બંને ફરિયાદ ત્યાં સુધી છે, જ્યાં સુધી રોજ ની મુરલી દ્વારા જે ડાયરેક્શન (માર્ગદર્શન) મળતું રહે છે તે માર્ગદર્શન ને અર્થાત્ મુરલી ને ધ્યાન થી સાંભળી અને ધારણ નથી કરતાં. વ્યર્થ સંકલ્પ ચાલવાનું મૂળ કારણ આ છે જે જ્ઞાનનો ખજાનો રોજ-રોજ બાપ દ્વારા મળે છે તે ખજાના ની કમી છે. જો પૂરો સમય જ્ઞાન-રત્નો થી રમવામાં તથા જ્ઞાન ખજાના ને જોવામાં, સિમરણ કરવામાં બુદ્ધિ ને બીઝી (વ્યસ્ત) રાખો, તો શું વ્યર્થ સંકલ્પ આવી શકે છે? પહેલાં પોતે પોતાનાથી પૂછો કે શું મારી બુદ્ધિ આખો દિવસ જ્ઞાન નાં સિમરણ માં તથા વિશ્વ-કલ્યાણ નાં પ્લાન્સ (યોજના) બનાવવામાં વ્યસ્ત રહે છે?
જેમ લૌકીક રીતમાં પણ કોઈ કાર્યમાં બુદ્ધિ વ્યસ્ત રહે છે તો બીજો સંકલ્પ તથા બીજી વાતો નથી આવતી, કારણ કે બુદ્ધિ વ્યસ્ત છે. તમારાં લોકોની પણ જવાબદારી અને બાપ દ્વારા જે કાર્ય મળ્યું છે તે કેટલું મોટું છે અને હમણાં સુધી પણ કેટલું કાર્ય (બાકી) રહેલું છે? હમણાં વિશ્વની ટોટલ (સર્વ) આત્માઓનાં હિસાબ થી પાંચ પાંડવ નીકળ્યાં છો. કેટલાં જન્મોનાં બોજા ને ભસ્મ કરવાનો છે? ૬૩ જન્મોનાં પાપ-કર્મો નાં ખાતા ને ભસ્મ કરવાનાં છે. સાથે-સાથે જ્ઞાન નાં ખજાનાને સિમરણ કરતાં રહો તો શું સમય બચી શકે છે કે ઓછો પડશે? ત્રણ વાતો સંભળાવી-એક તો જ્ઞાન ખજાનાનું સિમરણ કરવાનું કાર્ય, બીજું વિકર્મ ભસ્મ કરવાનું કાર્ય, ત્રીજું વિશ્વનાં કલ્યાણનું કાર્ય, આ ત્રણેય વિશેષ અને બેહદનાં કાર્ય છે. આટલું બુદ્ધિનું કામ હોવાં છતાં પણ, બુદ્ધિ ફ્રી કેવી રીતે રહે છે? ફૂરસદ કેવી રીતે મળે છે તમને લોકો ને? વિશ્વનાં કલ્યાણનું કાર્ય સમાપ્ત કરી લીધું છે શું? વિકર્મ ભસ્મ કરી લીધાં છે શું? આટલાં કારોબાર ચલાવવા વાળા તથા આટલાં મોટાં કાર્યમાં નિમિત્ત બનેલી આત્માઓ ફ્રી રહે તો તેને શું કહેવામાં આવે? પોતાનાં કાર્ય નું નોલેજ નથી અથવા સ્વયં ને ચલાવવાનું નોલેજ નથી, કે પોતાની દિનચર્યા ને સેટ કરવાનું નોલેજ નથી. આજકાલ કૌરવ ગવર્મેન્ટ (સરકાર) નાં નાનાં-નાનાં ક્લાર્ક (કર્મચારી) પણ ટાઈમ ટેબલ (સમયપત્રક) સેટ (ગોઠવી) કરી શકે છે તો શું તમે માસ્ટર નોલેજફુલ, માસ્ટર સર્વ શક્તિવાન પોતાનું ટાઈમટેબલ સેટ નથી કરી શકતાં? કારણ કે તમે પોતાને પોતાની સીટ પર સેટ નથી કરતાં એટલાં માટે અપસેટ (હતાશ) થાઓ છો.
અત: (હવેથી) રોજ અમૃતવેલા બાબા થી મિલન મનાવ્યાં પછી તથા રુહ-રુહાન કર્યા પછી રોજ નું ટાઈમ ટેબલ સેટ કરો. જેમ સ્થૂળ કામ નો પ્રોગ્રામ સેટ કરો છો તેમ વ્યવહારની સાથે પરમાર્થ નો પ્રોગ્રામ પણ સેટ કરો. વ્યર્થ સંકલ્પ ચાલવા અર્થાત્ તાજધારી નથી બન્યાં. ‘તાજ છે જવાબદારી નો’. સ્વયં ની જવાબદારી અને વિશ્વની જવાબદારી. જો હજી પણ વારંવાર તાજ ને ઉતારી દો છો તથા તાજધારી નથી બની શકતાં તો ભવિષ્યમાં તાજધારી ક્યારેય બની નહીં શકો. હમણાંથી પ્રેક્ટિસ (અભ્યાસ) જોઈએ ભવિષ્ય તાજધારી અને તખ્તધારી બનવાની. સાક્ષીપણાનું તખ્ત અને બાપદાદાનાં દિલનું તખ્ત. તો હમણાંથી તાજ અને તખ્તધારી બનશો ત્યારે ભવિષ્યમાં પણ તાજ અને તખ્ત પ્રાપ્ત કરી શકશો. પોતાનું ટાઇમટેબલ સેટ કરો તથા સ્વયં-જ-સ્વયં નાં શિક્ષક બનીને સ્વયં ને હોમ વર્ક આપો. જેવી રીતે શિક્ષક વિદ્યાર્થી ને હોમવર્ક આપે છે ને? એમાં બુદ્ધિ વ્યસ્ત રહે. એવી રીતે રોજ પોતાને હોમવર્ક આપો અને પછી સાક્ષી થઈને ચેક (તપાસ) કરો કે તે હોમવર્ક માં બીઝી (વ્યસ્ત) છો કે માયાનાં આકર્ષણ માં હોમવર્ક ભૂલી ગયાં છો? તો પછી ફરિયાદ સમાપ્ત થઈ જશે.
બીજી વાત છે વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ થવાની. પ્રેઝન્ટ (વર્તમાન) સમયે પણ મેજોરીટી (અધિકાંશ) નાં પરિણામ માં જુએ તો ૫૦ ટકા હજી પણ છે જેની આ ફરિયાદ છે. સંકલ્પ માં, સ્વપ્ન માં, અને કર્મ માં વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ થાય છે. વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ કેમ થાય છે? કોઈ પણ ચીજ ચંચળ કેમ થાય છે, કારણ શું છે? કોઈ પણ ચીજ હલે છે કેમ? હલવાનું માર્જિન (જગ્યા) છે ત્યારે તો હલે છે. જો તે ફુલ અર્થાત્ સંપન્ન હોય તો હલશે? તો દૃષ્ટિ અને વૃત્તિ ચંચળ થવાનું કારણ આ છે. જે બાપે સ્મૃતિ સંભળાવી તેનાં બદલે વિસ્મૃતિ નું માર્જીન છે ત્યારે હલે છે તથા ચંચળ થાય છે. જો સદા સ્મૃતિ-સ્વરુપ છો, સ્મૃતિ-સંપન્ન છો તો વૃત્તિ અને દૃષ્ટી ને ચંચળ થવાની માર્જિન મળી નથી શકતી. એનાં માટે ખુબ જ નાનું સ્લોગન (સુવિચાર) ભૂલી જાઓ છો. લૌકિક માં પણ કહે છે - ખરાબ ન જુઓ, ખરાબ ન વિચારો, અને ખરાબ ન સાંભળો. જો આ સ્લોગન ને પણ સદા સ્મૃતિમાં રાખો તથા પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવો કે દેહ ને જોવું અર્થાત્ ખરાબ જોવું છે. દેહધારી પ્રત્યે વિચારવું તથા સંકલ્પ કરવો, આ ખરાબ છે. દેહધારી ને દેહધારી સમજીને તેની સાથે બોલવું આ ખરાબ છે. એટલે જો આ સાધારણ સ્લોગન પણ પ્રેક્ટિકલ માં લાવો તો દૃષ્ટિ અને વૃત્તિ ચંચળ નહીં થશે.
જે સમયે વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ થાય છે તો તે સમયે સ્વયં ને એ સમજાવવું જોઈએ કે શું મેં સર્વ-સંબંધો નો સર્વ-રસ બાપ દ્વારા પ્રાપ્ત નથી કર્યો? કોઈ રસ રહી ગયો છે શું કે જેનાં કારણે દૃષ્ટિ અને વૃત્તિ ચંચળ થાય છે? જે પણ સંબંધ થી વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ થાય છે તે સંબંધ નો રસ જો બાપ થી લેવાનો અનુભવ કરો તો શું બીજી તરફ દૃષ્ટિ જશે? સમજો કોઈ મેલ (પુરુષ) ની ફિમેલ (સ્ત્રી) ની તરફ દૃષ્ટિ જાય છે કે ફિમેલ (સ્ત્રી) ની, મેલ (પુરુષ) ની તરફ જાય છે તો શું બાપ સર્વ રુપ ધારણ નથી કરી શકતાં? સાજન તથા સજની નાં રુપમાં પણ બાપ થી સજની બનીને તથા સાજન બનીને અતીન્દ્રિય સુખ નો જે રસ સદા-સદાકાળ સ્મૃતિ માં અને સમર્થી માં લાવવાવાળો છે, તે અનુભવ નથી કરી શકતાં? બાપ થી સર્વ સંબંધો નો રસ તથા સ્નેહનો અનુભવ ન થવાનાં કારણે દેહધારી માં વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ થાય છે. આવાં સમયે બાપ ને ધર્મરાજનાં રુપમાં સામે લાવવાં જોઈએ અને સ્વયં ને એક રૌરવ નર્કવાસી તથા કીચડ નાં કીડા સમજવું જોઈએ. અને સામે જુઓ કે ક્યાં માસ્ટર સર્વશક્તિમાન અને ક્યાં હું, આ સમયે શું બની ગયો છું? રૌરવ નર્કવાસી કીચડ નો કીડો આવાં સ્વયંનાં રુપ ને સામે લાવો અને તુલના કરો કે કાલે શું હતો અને હમણાં શું છું? તખ્તનશીન થી શું બની ગયો છું? તખ્ત-તાજ ને છોડીને શું લઈ રહ્યો છું? ગંદગી. તો તે સમયે શું બની ગયાં? ગંદકીને જોવાવાળા તથા ધારણ કરવાવાળા કોણ થયાં? ગંદુ કામ કરવાવાળા ને શું કહેવાય છે? બિલકુલ જવાબદાર આત્મા થી જમાદાર બની જાઓ છો. શું આવાં ને બાપદાદા ટચ કરી (અડી) શકે? સ્નેહ દૃષ્ટિ આપી શકે? અરજી માની શકે? ફરિયાદ તથા કમ્પ્લેન સાંભળી શકે? આટલાં નોલેજફુલ હોવાં પછી પણ વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ હોય, તો તેને ભક્ત આત્મા થી પણ નીચે ની આત્મા કહેવાશે. ભક્ત પણ કોઈ યુક્તિ થી પોતાની વૃત્તિ ને સ્થિર કરે છે. તો માસ્ટર નોલેજફુલ ભક્ત આત્માથી પણ નીચે પડી જાય છે. તો શું આવી આત્માની કોઈ પ્રજા બનશે? જમાદારની કોઈ પ્રજા બનશે શું કે તે સ્વયં પ્રજા બનશે?
પોતાનો એક ફોટો કાઢીને રાખો. જેમ કોઇ ગંદકી ઉઠાવવાં વાળા હોય અને ટોપલા ઉપર ટોપલા ગંદકીનાં ઉઠાવ્યાં હોય. એવું ચિત્ર કાઢીને બુદ્ધિમાં રાખો. જે સમયે વૃત્તિ અને દૃષ્ટી ચંચળ થાય છે, તે સમયે તે ફોટો જુઓ. જેવી રીતે બાપદાદા એ ભવિષ્ય પ્રાલબ્ધ નો ફોટો કઢાવ્યો કારણ કે ચિત્રને જોઈને ચરિત્ર સ્મરણ માં આવશે. આવું ચિત્ર જ્યારે સામે આવશે તો શું શરમ કે લજ્જા નહીં આવે? એક તરફ માસ્ટર સર્વશક્તિમાન નું ચિત્ર, બીજી તરફ તે ચિત્ર રાખો તો પોતાની જાતે જ ખબર પડી જશે કે હું શું બની ગયો. માસ્ટર સર્વશક્તિમાન ની આગળ હજું સુધી પણ વૃત્તિ અને દૃષ્ટિ નું ચંચળ થવું શોભતું નથી.
પહેલી ભૂલ તો એ છે કે શરીર ને કેમ જુઓ છો? તમારે તો મસ્તક માં આત્માને જોવાની છે ને? મસ્તક માં મણિ છે ને? મસ્તક માં મણિનાં બદલે સાપ ને કેમ જુઓ છો જેનાથી ઝેર ની પ્રાપ્તિ થઈ જાય છે. પહેલી ભૂલ તો એ કરો છો કે જે મસ્તક ને બદલે શરીરને જુઓ છો. કોઈ ફરિયાદ કરે છે કે વાતાવરણ અને સંગ એવો છે, સાથી એવાં છે, કાર્યાલય માં, ધંધા માં પણ કામ કરવું પડે છે, સંપર્કમાં આવવું પડે છે. સંપર્ક માં આવતાં, વાતચીત કરતાં મસ્તકનાં સિવાય બીજે ક્યાંય જુઓ છો જ શા માટે? બીજી વાત વાતાવરણ ને વશીભૂત થવાવાળા પોતાનાથી પૂછે કે અમે બાપની સાથે-સાથે કઈ વાત નો ઠેકો (કરાર) ઉપાડ્યો છે? તમે બધાં લોકો ઠેકેદાર છો ને? નર્ક ને બદલીને સ્વર્ગ બનાવવું, પ્રકૃતિનાં તમોગુણ ને સતોગુણ માં પરિવર્તન કરવાં, આ કરાર કર્યો છે ને? પ્રકૃતિ ને બદલવાવાળા સ્વયં જ બદલાઈ જાય છે? કરાર કર્યો છે પાંચ તત્વોને બદલવાનો, અને પછી વાતાવરણ નાં વશીભૂત થઈ જાઓ છો! જે સમયે વાતાવરણ નાં વશીભૂત થઇ જાઓ છો તે સમયે સ્થૂળ ઉદાહરણ સામે રાખો. અગરબત્તી ક્યારેય વાતાવરણનાં વશીભૂત નથી થતી. વાતાવરણ ને બદલવા માટે અગરબત્તી છે. તો તમારી રચના માં અગરબત્તી બનવાવાળું કોણ?- મનુષ્ય આત્મા. તો તમારી રચનામાં આ વિશેષતા છે અને રચયિતામાં નથી? તો રચયિતા થયાં કે કમજોર થયાં? આ ફરિયાદ ને પણ પોતાની સ્મૃતિ અને યુક્તિ દ્વારા સમાપ્ત કરો.
મુખ્ય આ બે ફરિયાદો છે. એક-બે પાર્ટી થી મળો છો તો આ ફરિયાદ જ વિશેષ હોય છે. એટલાં માટે ડ્રામા અનુસાર વારંવાર આ વાતો કરવી અને વારંવાર બાપ દ્વારા આ શિક્ષા મળવી એનો પણ હિસાબ-કિતાબ બને છે. એટલે ડ્રામા અનુસાર હજી સુધી પણ સ્પેશિયલ સર્વિસ (ખાસ સેવા) લેવી એ પણ પાર્ટ સમાપ્ત થઈ રહ્યો છે. એમાં પણ રહસ્ય છે. એ જ વાત અનેકવાર પૂછે છે - એક વર્ષે વચન આપીને જાય છે કે આવતાં વર્ષે આ ફરિયાદ નહીં હશે. બીજા વર્ષે ફરી બીજીવાર કહે છે કે આવતાં વર્ષે નહીં હશે. જે વર્ષ જતું રહ્યું તે કયા ખાતામાં ગયું? સમજે છે કે બાપદાદા ને વાયદો ભુલાઈ જાય છે. સમજે છે કે બાપદાદા ને શું યાદ હશે? બાપદાદા ને બધાનાં વાયદા યાદ રહે છે પરંતુ બાપદાદા બાળકોનો ડીસ-રીગાર્ડ (અનાદર) નથી કરતાં. સામે બેસીને કહે કે વાયદો નથી નિભાવ્યો, તે પણ અનાદર છે. જ્યારે માથા નો તાજ બનાવી રહ્યાં છે, પોતાનાથી પણ આગળ રાખે છે, તો એવી આત્માનો અનાદર કેવી રીતે કરશે? એટલે હસે છે. એવું નથી કે યાદ નથી રહેતું. આત્માઓને તો ચલાવી દે છે. નિમિત્ત બનેલી ટીચર (શિક્ષકો) ને ખૂબ જ ચતુરાઈ થી ચલાવી દે છે. કહેશે તમે અમારાં ભાવાર્થ ને નથી સમજ્યો. અમારો ભાવ આ નહોતો, શબ્દ મુખે થી નીકળી ગયાં. પરંતુ બાપદાદા ભાવ નાં પણ ભાવ ને જાણે છે. એમનાંથી છુપાવી નહીં શકો. ટીચર તો પણ સમજશે મારાથી ભૂલ થઈ ગઈ; થઈ શકે છે. પરંતુ બાપ થી તો નથી થઈ શકતી ને? એટલે હવે નાની-નાની વાતો માટે સમય નથી. આ પણ વ્યર્થ માં એડ (વધારો) થઈ જાય છે. બાપ થી જેટલી મહેનત લો છો, તેટલું રિટર્ન (પાછું) આપવું પડશે. વ્યક્ત રુપમાં મહેનત લીધી. અવ્યક્ત રુપમાં પણ કેટલાં વર્ષ થઈ ગયાં. છઠ્ઠું વર્ષ ચાલી રહ્યું છે. અવ્યક્ત રુપ માં પણ છ: વર્ષ આ જ વાતો પર શિક્ષા મળતી રહી. હજી સુધી પણ તે શિક્ષા જોઈએ? હવે સર્વિસ (સેવા) લેવાનો સમય છે કે રિટર્ન (પાછું) કરવાનો સમય છે? જો રિટર્ન નહીં કરો તો પ્રજા નહીં બનાવી શકો. એટલે હવે સ્વયં ને શક્તિશાળી બનાવો. નોલેજફુલ બનાવો. અનેક પ્રકારની ક્યૂ થી સ્વયં ને મુક્ત કરો. યુક્તિ જે મળે છે તેને કામમાં નથી લગાવતાં, એટલે મુક્તિ નથી પામતાં. અચ્છા આ થયો ક્યૂ (કતાર) નો રિસ્પોન્સ. હવે બાપદાદા બાળકો થી વિદાય લે છે. અચ્છા! ઓમ શાંતિ.
આ અવ્યક્ત વાણીનો સાર
* સાક્ષીપણાનું તખ્ત, બાપદાદાનું દિલ-તખ્ત અને વિશ્વનાં રાજ્ય ભાગ્યનું તખ્ત-આ ત્રણેય તખ્ત નાં અધિકારી બાપ ની પાસે કોઈ પણ પ્રકારની કતારમાં નહીં હશે.
* બુદ્ધિનું તાળું ખોલવાંની ચાવી છે ‘સર્વશક્તિઓ’. એને પ્રાપ્ત કરવાથી ભિન્ન-ભિન્ન પ્રકારની અરજીઓ બાપદાદા ની પાસે નાખવાની બંધ થઈ જશે.
* નોલેજફુલ અને ત્રિકાળદર્શી ની સ્ટેજ પર સ્થિત થવાવાળા ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં કરશે.
* રોજ ની મુરલી દ્વારા જે માર્ગદર્શન મળતું રહે છે તે માર્ગદર્શન અર્થાત્ મુરલી ને ધ્યાન થી સાંભળીને અને તેને ધારણ કરવાથી વ્યર્થ સંકલ્પ અને વૃત્તિ અને દૃષ્ટિ નું ચંચળ થવું-આ બંને મુખ્ય ફરિયાદો સમાપ્ત થઈ જશે.
પહેલી ભૂલ તો એ છે કે શરીરને કેમ જુઓ છો. તમારે તો મસ્તકમાં આત્માને જોવાની છે ને? મસ્તકમાં મણિ છે ને? મસ્તકમાં મણિનાં બદલે સાપ ને કેમ જુઓ છો જેનાથી વિષ ની પ્રાપ્તિ થઈ જાય છે? પહેલી ભૂલ તો આ કરો છો કે જે મસ્તક ને બદલે શરીરને જુઓ છો