Search for a command to run...
13 Sept 1974
મુરબ્બી બાળકો બની પોતાની સ્ટેજ (અવસ્થા) ને યોગ-યુક્ત તથા યુક્તિ-યુક્ત બનાવો
13 September 1974 · ગુજરાતી
આજે વિશેષ રુપથી બાપ કયાં લોકો થી મળવા માટે આવેલાં છે? આજનું આ સંગઠન કયું સંગઠન છે? બાપદાદા આ સંગઠન ને જોતાં અને હર્ષિત થતાં આ જ ટાઇટલ (શિર્ષક) બધાંને આપે છે કે આ બાપદાદા નાં મુરબ્બી બાળકોનું સંગઠન છે. મુરબ્બી બાળકો જે હોય છે, તે બાપની સાથે કદમ થી કદમ ઉઠાવી અને દરેક કાર્યમાં સદા સહયોગી સ્વતઃ જ બની જાય છે, તેમને બનવું નથી પડતું અને તેમને બનવા માટે વિચારવું પણ નથી પડતું. મુરબ્બી બાળક, સ્નેહી હોવાનાં કારણે, સદા સહયોગી હોય જ છે. મુરબ્બી બાળકો ને, ડ્રામા અનુસાર સ્નેહનું રિટર્ન (વળતર), વરદાન રુપમાં સહયોગી બનવાનું, સહજ જ પ્રાપ્ત થતું રહે છે. જો આ વરદાન સ્વતઃ જ પ્રાપ્ત છે, તો સમજો કે હું મુરબ્બી બાળક છું. મુરબ્બી બાળકની સ્ટેજ (અવસ્થા), સદા યોગ-યુક્ત અને યુક્તિ-યુક્ત હોય છે. મુરબ્બી બાળક અર્થાત્ બાપ સમાન સર્વગુણો નું સ્વરુપ જે બાપ નાં ગુણ છે, તે ગુણો ને સાકાર કરવા વાળા જ મુરબ્બી બાળકો કહેવાય છે. આ એવું જ ગ્રુપ છે અને આ સર્વિસ (સેવા) નાં નિમિત્ત બનેલી જવાબદાર આત્માઓ છે.
આ તો બધાં કહેશે કે સેવા-અર્થ નિમિત્ત અર્થાત્ બાપનાં ગુણો ને સાકાર કરવાનાં નિમિત્ત - એને જ સર્વિસ કહેવામાં આવે છે. બાકી જ્ઞાનનુ વર્ણન કરવું, આ તો કોમન (સામાન્ય) વાત છે. આ વિશેષ સેવા નથી. સેવા ની વિશેષતા અર્થાત્ બાપ નાં સર્વગુણો નું સ્વરુપ બનીને, બાપ નો સાક્ષાત્કાર પોતાનાં સ્વરુપ દ્વારા કરાવવો. સાંભળવું-સંભળાવવું, આ તો દ્વાપરયુગ થી ચાલી આવી રહ્યું છે. પરંતુ આપ વિશેષ આત્માઓની વિશેષતા કઈ વાતમાં છે? બાપ-સમાન બનીને, બધાં ને બાપ નો સાક્ષાત્કાર કરાવવો અને સાક્ષાત્ બનીને સાક્ષાત્કાર કરાવવો. આ માત્ર વિશેષ આત્માઓ જ કરી શકે છે, બીજી કોઇ આત્મા નથી કરી શકતી. ન ભક્તિમાર્ગ વાળા અને ન જ્ઞાનમાર્ગમાં આવવાવાળી સાધારણ આત્માઓ. મુરબ્બી બાળકોની ફરજ પણ વિશેષ આ જ છે.
સાધારણ આત્માઓ અને વિશેષ આત્માઓમાં મુખ્ય કઈ વાતનું અંતર હોય છે? કોઈ ગુહ્ય અંતર સંભળાવો. મુખ્ય અંતર આ છે - વિશેષ આત્માઓનાં મુખ થી અને તેમનાં અનુભવ થી, દરેક આત્માનું એક સેકન્ડમાં અને અતિ સહજ જ સીધું બાપ થી કનેક્શન (સંબંધ) જોડાઈ જશે. અને જે સાધારણ આત્મા હશે, તે વચમાં જે દલાલ બને છે, તો પહેલાં દલાલ માં અટકીને પછી પાછળ થી બાપ થી ડાયરેક્ટ (સીધા) જોડાશે. સાધારણ આત્માઓની સર્વિસનાં રિઝલ્ટ (પરિણામ) માં, આવવા વાળી આત્મા એટલી શક્તિશાળી નથી બનતી, જે સહજ અને ખુબ જ જલ્દી બાપ થી કનેક્શન જોડવાનાં નિમિત્ત બને, પરંતુ જેમનાં નિમિત્ત બને છે, તેમને મુશ્કેલી જરુર અનુભવ થશે. મહેનત, મુશ્કેલી અને સમય લાગશે. શું કરીએ, કેવી રીતે કરીએ, આ થઈ શકે કે નહીં - તેમની સામે આ પ્રશ્નો આવશે; પરંતુ વિશેષ આત્મા પોતાની વિશેષતાનાં આધાર થી, પોતાની શક્તિનાં આધાર થી આ કેમ અને કેવી રીતે નાં પ્રશ્નો સમાપ્ત કરી દેશે. તે મુશ્કેલી અને મહેનત નો અનુભવ નહીં કરવા દેશે. આવવાથી જ દરેક આ અનુભવ કરશે કે આ તો મારો ખોવાયેલો પરિવાર કે પછી ભૂલાયેલાં બાપ, મને ફરીથી મળી ગયાં છે. ભૂલવા ઉપર આશ્ચર્ય લાગશે કે હું ભૂલ્યો કેવી રીતે? આવાં બાપ ને, હું ભૂલી ગયો! આ છે મુખ્ય અંતર, વિશેષ આત્માઓ અને સાધારણ આત્માઓનું. સાધારણ આત્મા પ્રયત્ન કરે છે કે બાપથી સીધું જોડાણ જોડાઈ જાય. પરંતુ આજકાલ ની નિર્બળ આત્માઓને માત્ર પોતાનું બળ નહીં જોઈએ કારણ કે તે માત્ર જ્ઞાન અને યોગનાં આધાર થી નહીં ચાલી શકે પરંતુ તેમને નિમિત્ત બનેલી આત્માઓની શક્તિનો સહયોગ જોઈએ, જેથી કે તે જમ્પ (છલાંગ) મારી શકે.
દિન-પ્રતિદિન તમારી પાસે જે આત્માઓ આવશે તે અતિ નિર્બળ સ્ટેજ (સ્થિતિ) વાળી જ આવશે. જેમ પહેલાં ગ્રુપ (જૂથ) માં તમે લોકો નીકળ્યાં તો પહેલા ગ્રુપ ની શક્તિ, હિંમત અને બીજા ગ્રુપ ની શક્તિ, હિંમત અને ત્રીજા ગ્રુપ ની શક્તિ અને હિમ્મત માં અંતર દેખાય છે ને. એમ જ પછી નવી-નવી આત્માઓ જે હવે નીકળી રહી છે તેમની શક્તિ અને હિંમતમાં પણ અંતર દેખાય છે. તન થી પણ અને મન થી પણ દરેક ગ્રુપ માં અંતર દેખાય છે. આ તો બધાંનો અનુભવ છે ને? હિસાબ થી વિચારો કે હવે જે લાસ્ટ (છેલ્લી) આત્માઓ આવશે, તે કેવી હશે? અતિ નિર્બળ હશે ને? તો, આવી નિર્બળ આત્માઓને માત્ર જ્ઞાન આપ્યું, અને કોર્સ કરાવી દીધો તથા યોગમાં બેસાડી દીધાં, તે એનાથી આગળ નહીં વધશે. હવે તો નિમિત્ત બનેલી આત્માઓએ પોતાને પ્રાપ્ત થયેલી શક્તિઓનાં આધારથી જ નિર્બળ આત્માઓને સહયોગ આપીને, આગળ વધારવી પડશે. એનાં માટે હમણાંથી જ પોતાનામાં સર્વ શક્તિઓનો સ્ટોક (જથ્થો) જમા કરો. જેમ સ્થૂળ ભોજન નું લંગર લાગે છે ને, એમ જ તમારી પાસે શક્તિ લેવાનું દૃશ્ય ખુબ જ જલ્દી સામે આવશે અર્થાત્ તમારે લોકોએ પણ શક્તિ આપવાનું લંગર લગાવવું પડશે. તેનાં માટે તમારે તમારામાં પહેલેથી જ સ્ટોક જમા કરવો પડશે. જે ગાયન છે - દ્રૌપદીનાં દેગડાનું. દ્રૌપદીઓ તો તમે બધાં છો ને? દ્રૌપદી અર્થાત્ યજ્ઞ માતાનું દેગડુ બંને વાતોમાં પ્રસિદ્ધ છે. એક તો સ્થૂળ સાધનો ની કોઈ કમી નહીં અને બીજું સર્વ શક્તિઓની કોઈ કમી નહીં. સર્વ-શક્તિઓથી સંપન્ન દેગડો ક્યારેય ખાલી નથી થતો. ભલે કેટલાં પણ આવી જાય. એટલું મોટું લંગર લાગી જાય, કોઈ ભૂખ્યું ન જઈ શકે.
આગળ જઈને, જ્યારે પ્રકૃતિનો પ્રકોપ થશે અને આપદાઓ આવશે, ત્યારે બધાનું પેટ ભરવા માટે કઈ ચીજ કામમાં આવશે? તે સમયે બધાની અંદર કઈ ભૂખ હશે? અન્નની કમી કે ધનની? ત્યારે તો, શાંતિ અને સુખની ભૂખ હશે. કારણ કે પ્રાકૃતિક આપદાઓનાં કારણે, ધન હોવા છતાં પણ, ધન કામમાં નહીં આવશે. સાધનો હોવા છતાં પણ સાધનો દ્વારા પ્રાપ્તિ નહીં થઈ શકે. જ્યારે બધાં સ્થૂળ સાધનોથી તથા સ્થૂળ ધનથી પ્રાપ્તિની કોઈ આશા નહીં રહેશે, ત્યારે તે સમય બધાંનો સંકલ્પ શું હશે કે કોઈ શક્તિ આપે, કે જે આ આપદાઓથી પાર થઈ શકીએ અને કોઈ અમને શાંતિ આપે. તો આવાં-આવાં લંગર ખુબ જ લાગવાનાં છે. તે સમયે પાણી નું એક ટીપુ પણ ક્યાંય દેખાશે નહીં. અનાજ પણ પ્રાકૃતિક આપદાઓનાં કારણે ખાવા યોગ્ય નહીં હશે, તો પછી તે સમયે તમે લોકો શું કરશો? જ્યારે આવી પરીક્ષાઓ તમારી સામે આવશે તો તે સમયે તમે શું કરશો? શું આવી પરીક્ષાઓને સહન કરવાની એટલી હિંમત છે? શું તે સમયે યોગ લાગશે કે તરસ લાગશે. જો કુવા પણ સુકાઈ જશે, પછી શું કરશો? જ્યારે આ વિશેષ આત્માઓનું ગ્રુપ છે, તો તેનો પુરુષાર્થ પણ વિશેષ હોવો જોઇએ ને? શું આટલી સહનશક્તિ છે? આ કેમ નથી સમજતાં - જેમ કે ગાયન છે ને કે ચારેય બાજુ આગ લાગેલી હતી, પરંતું ભઠ્ઠી માં પડેલાં પૂંગરા, એવાં જ સેફ (સુરક્ષિત) રહે, જાણે કે એમને સેક (તાપ) સુદ્ધાં નથી આવ્યો. તમે નિશ્ચય થી આ કેમ નથી કહેતાં? જે યોગ-યુક્ત છે, તો ભલે નજીક વાળા સ્થાન પર નુકસાન પણ થશે, પાણી આવી જશે પરંતુ બાપ દ્વારા જે નિમિત્ત બનેલું સ્થાન છે, તે સુરક્ષિત રહી જશે, જો પોતાની ભૂલ નહીં હોય તો. જો હમણાં સુધી ક્યાંય પણ નુકસાન થયું છે, તો તે પોતાની બુદ્ધિનાં જજમેન્ટ (નિર્ણય) ની કમજોરીનાં કારણે. પરંતુ જે મહારથી, વિશાળ બુદ્ધિવાળા અને સર્વ શક્તિઓનું વરદાન પ્રાપ્ત કરવાવાળા, કોઇ પણ સ્થાનમાં રહે છે, તો ત્યાં શૂળી થી કાંટો બની જાય છે અર્થાત્ એ સુરક્ષિત રહી જાય છે. કેવો પણ સમય હોય જો શક્તિઓનો સ્ટોક જમા હશે, તો શક્તિઓ પ્રકૃતિને તમારી દાસી જરુર બનાવશે અર્થાત્ સાધન સ્વતઃ જરુર પ્રાપ્ત થશે.
શરુ-શરુમાં સમાચાર પત્રમાં નીકળ્યું હતું કે ‘ઓમ મંડલી ઈઝ ઘી રીચેસ્ટ ઇન ઘી વર્લ્ડ (ઓમ મંડળી એ આખા વિશ્વમાં સૌથી ધનાઢ્ય મંડળી છે)’ તો આ વાત પાછી અંતમાં, બધાનાં મુખ થી નીકળશે. પરંતુ આ એટેન્શન (ધ્યાન) જરુર રાખવાનું છે કે જો કોઈપણ શક્તિ ની કમી હશે, તો ક્યાંક-ને-ક્યાંક દગો ખાવાનો પણ અનુભવ થશે. એટલાં માટે હવે આ મહિન (સૂક્ષ્મ) વાતો પર જ પુરુષાર્થ કરવો જોઈએ. કોઈને દુઃખ તો નથી આપ્યું, હેન્ડલિંગ (સંભાળ) કરતાં આવડ્યું કે નહીં. આ તો બધી નાની-નાની વાતો છે. મુરબ્બી બાળકોનો પુરુષાર્થ હમણાં સુધી આ વાતો નો ન હોવો જોઈએ. હવે નો પુરુષાર્થ સર્વ-શક્તિઓનાં સ્ટોક ને ભરવાનો હોવો જોઈએ. મુરબ્બી બાળકોની રોજ નાં ચાર્ટની ચેકિંગ, આ ન હોવી જોઈએ કે કોઈ પર ક્રોધ તો નથી કર્યો કે કોઈ અસંતુષ્ટ તો નથી થયું, આવી મોટી-મોટી વાતો ચેક કરવી - આ તો ઘોડે સવાર તથા પ્યાદાઓનું કામ છે. મુરબ્બી બાળકોનો પુરુષાર્થ હમણાં સુધી આ વાતો નો ન હોવો જોઈએ. હવે નો પુરુષાર્થ સર્વ-શક્તિઓને ભરવાનો હોવો જોઈએ. કોઈ પણ એક શક્તિનું ન હોવું અર્થાત્ મુરબ્બી બાળકોની યાદી થી નીકળવું. એવું નહીં કે છ શક્તિઓ તો મારામાં છે જ અને આઠ શક્તિઓ માંથી બે નથી, તો પછી ૫૦ % થી તો આગળ થઈ ગયાં છીએ. એમાં જ ખુશ નથી થવાનું. અષ્ટ શક્તિઓ તો મુખ્ય કહેવામાં આવે છે. પરંતુ હોવી તો સર્વ શક્તિઓ જોઈએ. માત્ર અષ્ટ શક્તિઓ તો નથી ને, છે તો ઘણી. બાકી આ તો માત્ર સંભળાવવાં માટે સહજ થઈ જાય એટલાં માટે અષ્ટ શક્તિઓ સંભળાવી દીધી છે. હવે કોઈ એક શક્તિની પણ કમી ન હોવી જોઇએ. કારણ કે હવે જે પણ શક્તિની કમી હશે, તે પરીક્ષાનાં રુપમાં આવશે. અર્થાત્ દરેકની સામે ડ્રામા અનુસાર પેપર માં તે પ્રશ્ન આવશે. એટલાં માટે સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપન્ન અને માસ્ટર સર્વશક્તિમાન બનો. જો એક શક્તિની પણ ખોટ છે, તો પછી શક્તિઓ કહેશું નહીં કે સર્વશક્તિઓ. મુરબ્બી બાળકો અર્થાત્ માસ્ટર સર્વશક્તિમાન્. મુરબ્બી બાળકો અર્થાત્ મર્યાદા પુરુષોત્તમ. જે છે જ મર્યાદા પુરુષોત્તમ, તેમનો સંકલ્પ પણ મર્યાદા થી વિપરીત (વિરુદ્ધ) નહીં ચાલી શકે. જ્યારે તમારા લોકોની ચાલ ને મર્યાદા કે ઈશ્વરીય નિયમ સમજીને ચાલે છે, તો તમે લોકો પણ મર્યાદા પુરુષોત્તમ થયાં ને?
બાપદાદાએ આ સંગઠન ની રુપરેખા સાંભળી પણ અને જોઈ પણ. ખુબ જ સારું જોયું અને ખુબ જ સારું સાંભળ્યું. દરેકે પોતાનો ઘાટ તો ખૂબ જ સારો તૈયાર કર્યો છે. જ્યારે ઘરેણાં બને છે તો પહેલાં સોના નો ઘાટ તૈયાર કરે છે, પછી જ તેમાં હીરા ઝવેરાત જડે છે. તો ઘરેણાં તો ખુબ સારા-સારા સોનીએ તૈયાર કર્યા, ડિઝાઇન (આકાર) પણ ખુબ જ સરસ બનાવી, પરંતુ એમાં જે રત્ન જડવાનાં છે, તે હજી સુધી નથી જડ્યાં. તે ત્યારે જડાશે જ્યારે પ્લાન (યોજના) ને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવશો. ઘરેણાં સારા તૈયાર કર્યાં છે અર્થાત્ યોજનાઓ સારી બનાવી છે. હવે એ જોવાનું છે કે દરેક કેટલાં અમૂલ્ય હીરાથી પોતાને અર્થાત્ ઘરેણાં ને શ્રેષ્ઠ બનાવે છે. હવે તે પરિણામ જોશે. નોલેજફુલ (સમજદાર) તો બન્યાં છો, પરંતુ સમય ને અનુરુપ હજી આવશ્યકતા છે, શક્તિશાળી બનવાની. નોલેજફુ નાં તો ઘરેણાં તૈયાર કર્યાં છે અને હવે શક્તિશાળી નો નંગ તૈયાર કરીને લગાવવાનો બાકી છે. ઘેરાવો સારો નાખ્યો છે. એક-બીજાનાં હાથમાં હાથ મેળવ્યો છે, ત્યારે તો ઘેરાવ થયો છે ને? હવે આગળ શું કરવાનું છે? જો ક્યારેય પણ હાથ મેળવવા વાળા હાથ કમજોર થઈ જાય કે થાકી જાય તો પણ, તેમને કમજોર બનવા ન દેવા તથા આવાં થાકેલાં હાથ ને પણ અથક બનાવવાં, ત્યારે જ સફળતા થશે. આ સંગઠનની સફળતા, માત્ર પોતાને બનાવવામાં નથી પરંતુ સંગઠન ને મજબુત કરવું, સર્વ-સાથીઓને ઉમંગ તથા ઉત્સાહ માં લાવવાં, આ છે આ સંગઠનની સફળતા. જ્યારે બીજાની કમી ને, પોતાની કમી સમજશો ત્યારે જ સંગઠન ને સફળ બનાવી શકશો. એક ની કમી ને, થાક તથા કમજોરી ને જોતાં, પોતાને એવા નાં સંગની લહેરમાં નથી લાવવાનું. ફલાણી આવું કરે છે તો પછી હું પણ કરી લઉં. ફલાણી એ કર્યું, જો મેં પણ કર્યું તો શું થયું? આ સંકલ્પ સ્વપ્ન સુધી પણ નથી આવવાં દેવાનો, ત્યારે સમજો કે સફળતા છે.
મધુબન નિવાસીઓ પણ લકી (ભાગ્યશાળી) છે. મધુવન નિવાસીઓનું પરિણામ ઉમંગ, ઉત્સાહ અને અથકપણા માં સારું છે, બાકી આગળ માટે હજી પણ માયા પ્રૂફ બનો. જેમ વોટર પ્રૂફ હોય છે ને? એમ જ મધુબન નિવાસીઓએ માયા પ્રૂફ બનવાનું છે, સમજ્યાં.
આવાં સ્વયં ને અને સર્વ-આત્માઓને શક્તિશાળી બનાવવા વાળા, નિર્બળ ને બળવાન બનાવવા વાળા, સંગઠન માં બીજાઓની કમી ને પોતાની કમી સમજીને મિટાવવા વાળા, સર્વ શક્તિઓનાં ભંડાર માસ્ટર સર્વશક્તિમાન, સદા સ્વયં થી અને સર્વ થી સંતુષ્ટ રહેવાવાળી સંતુષ્ટ મણિઓ, બાપદાદા અને સર્વનાં દિલ પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્થાત્ સર્વ આત્માઓનાં સંસ્કાર અને સ્વભાવ ને બાપ-સમાન બનાવવા વાળા, આવાં વિજયી રત્નો ને બાપદાદા નાં યાદ-પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે!
આ અવ્યક્ત વાણીનો સાર
* મુરબ્બી બાળકો સ્નેહી હોવાનાં લીધે બાપનાં દરેક કાર્યમાં સહયોગી અને બાપનાં સર્વ-ગુણો તથા શક્તિઓને સાકાર કરવાવાળા હોય છે. એવાં બાળકોની સ્ટેજ સદા યોગ-યુક્ત અને યુક્તિ-યુક્ત હોય છે.
* હવે તો નિમિત્ત બનેલી વિશેષ આત્માઓએ, પોતાને પ્રાપ્ત થયેલી શક્તિઓનાં આધાર થી, નિર્બળ આત્માઓને સહયોગ આપીને જ આગળ વધારવાં પડશે. એના માટે હમણાં થી જ પોતાનામાં સર્વ-શક્તિઓ નો સ્ટોક જમા કરો.
* જો મહારથી, વિશાળ બુદ્ધિવાળા અને સર્વ-શક્તિઓનાં વરદાન પ્રાપ્ત કરવાવાળા, કોઇ પણ સ્થાન માં રહે છે, તો તેમનાં માટે શૂળી થી કાંટો બની જાય છે અર્થાત્ વિપત્તિ તથા પરીક્ષાઓનાં સમયે તેઓ સુરક્ષિત રહે છે.
* જ્યારે બીજાઓની કમી ને પોતાની કમી સમજશો ત્યારે સંગઠન ને મજબૂત તથા સફળ બનાવી શકશો.