Search for a command to run...
18 Jul 1974
સંપૂર્ણ પવિત્ર વૃત્તિ અને દૃષ્ટિ થી શ્રેષ્ઠ તકદીર ની તસ્વીર
18 July 1974 · ગુજરાતી
આજે વિશેષ રુપ થી, મધુબન નિવાસીઓનાં તકદીરની લકીર (રેખા) જોઈ રહ્યાં છે. દરેક શ્રીમત અનુસાર તથા બાપ-દાદાની પાલના અનુસાર, પોત-પોતાની તકદીરની લકીર બનાવી રહ્યાં છે. શું પોતાની તસ્વીર (છબી) ને સદા દર્પણમાં જોતાં રહો છો? શું આ તકદીર ની રેખાની મુખ્ય વિશેષતાઓ ને જાણો છો? સ્થૂળ તસ્વીર તથા ચિત્ર બનાવવા વાળા જાણે છે કે આ ચિત્રની વેલ્યુ (મૂલ્ય) કઈ-કઈ વિશેષતાઓનાં આધાર પર હશે. તો સ્થૂળ ચિત્ર ની મુખ્ય વિશેષતા, આકર્ષણ તથા મૂલ્ય તેના ફેસ (ચહેરા) નાં આધાર પર જ હોય છે. કોઈ પણ ચિત્ર ને જોશે તો બધાની નજર પહેલાં તેનાં ચહેરા અર્થાત્ ફેસ પર જ જાય છે. દરેક ચિત્રનાં નયન-ચૈન જોતાં જ, તે ચિત્રો નું મૂલ્ય કરાય છે. તેમ, આ તકદીર ની તસ્વીર ની વેલ્યુ, મુખ્ય કઈ વાતો પર હોય છે? તેની મુખ્ય શું વિશેષતાઓ છે. જો કોઈ ની તકદીર ની તસ્વીર જોશો તો કઈ વિશેષતાઓ જોશો?
એક મુખ્ય વિશેષતા એ જોવામાં આવે છે કે શું તકદીરની તસ્વીરમાં સ્મૃતિ પાવરફુલ (શક્તિશાળી) છે અર્થાત્ સદા સ્મૃતિ સ્વરુપ છે? બીજી વાત કે શું ભાઈ-ભાઈ ની વૃત્તિ સદા કાયમ રહે છે? ત્રીજી વાત રુહાની અર્થાત્ સંપૂર્ણ પવિત્ર દૃષ્ટિ છે? મૂળ આ ત્રણ જ વાતો છે - સ્મૃતિ, વૃત્તિ અને દૃષ્ટિ. આ ત્રણેય વિશેષતાઓનાં આધાર થી જ દિવ્ય ગુણો નો શ્રુંગાર તથા ચમક, ઝલક અને ફલક તસ્વીર માં દેખાતી હોય છે. જો આ ત્રણેય વાતો, યુક્તિ-યુક્ત તથા શ્રેષ્ઠ છે અને એ યથાર્થ છે, તો આવી તકદીર ની તસ્વીર ઓટોમેટિકલી (સ્વત:) સર્વ-આત્માઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. જેમ સ્થૂળ નેત્રોનાં નયન-ચૈન, રસ્તે ચાલતી આત્માને પણ પોતાની તરફ આકર્ષિત કરી દે છે, એવી જ રીતે આ તકદીરની તસ્વીર પણ સર્વ-આત્માઓને પોતાની રુહાની દૃષ્ટિ તથા સદા સ્મૃતિ અને વૃત્તિ થી પોતાની તરફ આકર્ષિત જરુર કરે છે. જેમ સ્થૂળ ચિત્ર દેહધારી બનાવવામાં અર્થાત્ દેહ અભિમાનમાં લાવવાનાં નિમિત્ત બની જાય છે, ન ઇચ્છવા છતાં પણ આકર્ષિત કરે છે. કાચાં બ્રાહ્મણોને તથા દેહીઅભિમાની બનવાનાં પુરુષાર્થીઓને પણ આકર્ષિત કરીને દેહ-અભિમાની બનાવી દે છે. પછી કમ્પ્લેન (ફરિયાદ) કરે છે કે રસ્તે ચાલતાં ચૈતન્ય ચિત્ર તથા જડ ચિત્ર જોતાં, આત્મ અભિમાની થી દેહ-અભિમાની બની જવાય છે. એવી જ રીતે હવે રુહાની ચિત્ર તથા તસ્વીર આકર્ષણમય બનાવશો તો અનેક આત્માઓ હરતાં-ફરતાં પણ દેહ અભિમાન થી નીકળીને દેહી-અભિમાની બની જશે. જ્યારે સ્થૂળ ચિત્રોમાં આટલું આકર્ષણ છે, તો શું આપ રુહાની ચૈતન્ય ચિત્રોમાં આટલું આકર્ષણ નથી, હવે આ જ ચેક (તપાસ) કરવાનું છે કે મારી તસ્વીર તથા ચિત્ર ક્યાં સુધી આકર્ષણ મૂર્ત બન્યાં છે? આ રુહાની ચિત્રમાં જો આ ત્રણ વિશેષ વાતો માંથી એક ની પણ કમી છે તો તે વેલ્યુએબલ (મૂલ્યવાન) નહીં ગણાશે. જેવી રીતે સ્થૂળ ચિત્રોમાં પણ આંખ, નાક તથા કાન વગેરે-વગેરે કોઈ પણ એક ચીજ યથાર્થ નથી હોતી, તો ચિત્ર નું મૂલ્ય ઓછું થઈ જાય છે. ભલે આખું ચિત્ર કેટલું પણ સુંદર હોય, પરંતુ મુખ્ય ફેસ (ચહેરા) માં, જો થોડી પણ કમી રહે છે, તો ચિત્ર બેકાર થઈ જાય છે કે પછી તેનું મૂલ્ય અડધું થઈ જાય છે. એવી જ રીતે, અહીંયા પણ આ ત્રણ વિશેષતાઓ માંથી એક ની પણ કમી છે તો પ્રાલબ્ધ તથા પ્રાપ્તિનાં સમય માંથી, અડધો સમય ઓછો થઈ જાય છે અર્થાત્ સોળ કળાથી ચૌદ કળા થઈ જવાથી અડધું મૂલ્ય થઈ ગયું ને? એટલા માટે આ ત્રણે વાતો ની, દરેક સમયે તપાસ જોઈએ. અચ્છા, તો શું આવી ચેકિંગ (તપાસ) કરો છો?
શું ચેકિંગ નું યંત્ર જાણો છો? યંત્ર દ્વારા જ તો ચેકિંગ કરશો ને? તે કયું યંત્ર છે કે જેનાથી પોતાને ચેક કરી શકો? યંત્ર છે - બુદ્ધિ, પરંતુ દિવ્ય-બુદ્ધિ નું નેત્ર બ્રાહ્મણ બનતાં જ આપી દે છે. જેમ, એવાં ઘણાં લૌકિક કુળ હોય છે જ્યાં જન્મ લેવાથી જ યુદ્ધમાં તથા હિંસામાં પ્રવીણ બનાવવા માટે બાળપણ થી જ તલવાર નાં બદલે ચાકુ તથા લાઠી ચલાવવાનું શીખવાડે છે. જેનાથી કે તેમને પોતાનાં શૂરવીર કુળ ની સ્મૃતિ રહે. બાપ-દાદા પણ દરેક બ્રાહ્મણ ને માયાનાં વાર થી બચવા માટે તથા માયા ને પારખવા માટે આ દિવ્ય-બુદ્ધિનું નેત્ર આપે છે. પરંતુ દિવ્ય-બુદ્ધિ નાં બદલે, જ્યારે સાધારણ લૌકિક બુદ્ધિવાળા બની જાય છે, ત્યારે માયા ને પારખી નથી શકતા તથા માયા નાં વાર થી બચી નથી શકતાં તથા પોતાની ચેકિંગ નથી કરી શકતાં. પહેલાં આ જુઓ કે શું પોતાનું દિવ્ય બુદ્ધિ-રુપી નેત્ર પોતાની પાસે કાયમ છે? ક્યાંક દિવ્ય બુદ્ધિ-રુપી નેત્ર પર, માયા નો સંગદોષ તથા વાતાવરણ નો પ્રભાવશાળી જંગ (કાટ) તો નથી લાગી રહ્યો તથા કોઇ ડિફેક્ટ (ખામી) તો નથી કરી રહ્યો?
પોતાની આવી શ્રેષ્ઠ તસ્વીર બનાવવા માટે મુખ્ય ત્રણ વિશેષતાઓને ભરવા માટે ત્રણ શબ્દો યાદ રાખો - (૧) નિર્વાણ સ્થિતિમાં રહેવાનું છે (૨) નિર્માન બનવાનું છે અને (૩) નિર્માણ કરવાનું છે. નિર્વાણ, નિર્માણ અને નિર્માન અર્થાત્ માન થી પરે - આ ત્રણ શબ્દ સ્મૃતિમાં રાખો તો તકદીર ની તસ્વીર આકર્ષણમય બની જશે. ચાલતાં-ચાલતાં આ ત્રણ વાતો ની કમી થઈ જાય છે. નિર્વાણ સ્થિતિમાં ઓછા રહે છે, વાણીમાં સહજ અને રુચિ થી આવે છે. જેટલી વાણી થી લગન છે, તેટલી વાણી થી પરે સ્થિતિમાં સ્થિત થવાની લગન તથા રસ ઓછો અનુભવ કરો છો. નિર્માન બનવાનાં બદલે અનેક પ્રકાર નાં માન - દેહ નું તથા પોઝિશન (પદ) નું, ગુણો નું, સેવા નું, સફળતા નું તથા અનેક પ્રકાર નું માન સહજ સ્વીકાર કરી લો છો અને સ્વીકાર કરવાની ઈચ્છા માં રહો છો. તમે માન નાં જિજ્ઞાસુ છો, એટલા માટે સ્વમાન નો કોર્સ હજી સુધી સમાપ્ત નથી કરી શક્યાં? જ્યારે આ જિજ્ઞાસુ રુપ સમાપ્ત થાય છે, ત્યારે જ સ્વમાન ની સ્થિતિ સ્વતઃ અને સદા રહે છે. માન, સન્માન ને ભુલાવી દે છે એવી જ રીતે નવ-નિર્માણ કરવાનાં બદલે કે રચના નાં બદલે વિનાશ કરી દો છો. અર્થાત્ નવ-નિર્માણ નાં બદલે ક્યારેક-ક્યારેક કોઈ પણ સ્થિતિ ને નીચે પાડવાનાં નિમિત્ત બની જાઓ છો. સદા દરેક કર્મ માં તથા દરેક સંકલ્પ માં ચેક કરો કે આ સંકલ્પ, બોલ તથા કર્મ શું નવ-નિર્માણ નિમિત્ત છે? આવી સ્ટેજ રાખવાથી સર્વ-વિશેષતાઓ સ્વતઃ જ આવી જશે. આ છે વર્તમાન સમય પુરુષાર્થ ને તીવ્ર કરવાની યુક્તિ.
મધુવન નિવાસીઓનું પરિણામ સારું રહ્યું. મેજોરીટી (અધિકાંશ) સ્નેહ અને સહયોગ માં અથક સેવાધારી રહ્યાં છે અને આગળ પણ બનતાં રહેશે. મહિમા યોગ્ય તો બન્યાં છો, જેથી સ્વયં બાપદાદા મહિમા કરી રહ્યાં છે. હવે આગળ શું કરવાનું છે? મધુબન નિવાસીઓએ અને બધી આત્માઓએ વિશેષ વ્રત લેવું જોઈએ. કયું વ્રત? વ્રત આ લેવાનું છે કે અમે બધાં એક મત, એક જ શ્રેષ્ઠ વૃત્તિ, એક જ રુહાની દૃષ્ટિ અને એક-રસ અવસ્થા માં એક-બીજા નાં સહયોગી બનીને, શુભચિંતક બનીને, શુભ ભાવના અને શુભ કામના રાખતાં અને અનેક સંસ્કાર હોવા છતાં પણ, એક બાપ-સમાન સતોપ્રધાન સંસ્કાર અને સ્વનાં ભાવ માં રહેવાવાળો, સ્વભાવ બનાવવાનો કિલ્લો મજબૂત બનાવીશું - આ છે વ્રત. શુ સ્વયંનાં પ્રતિ તથા સર્વ-આત્માઓનાં પ્રતિ, આ વ્રત લેવાની હિંમત છે? સ્વયંનાં પ્રતિ તો પ્રવૃત્તિમાં રહેવાવાળા અને વાતાવરણ માં રહેવા વાળા પણ કરે છે. મધુબન નિવાસીઓમાં, ન માત્ર સ્વયંનાં પ્રતિ, સાથે જ સંગઠનનાં પ્રતિ પણ વ્રત લેવાની હિંમત જોઈએ. આ મધુબન વરદાન ભૂમિની વિશેષતા છે. સમજ્યાં!
જેમ હમણાં હિંમતનું પ્રત્યક્ષ ફળ દેખાડ્યું, એમ જ એકબીજાને સાવધાન કરતાં અને એક-બીજાનાં સહયોગી બનતાં, આ વ્રતને સાકાર રુપમાં લાવવામાં સફળ થઈ જશો. જેમ બીજા ઝોન વાળા ને, પોત-પોતાની વિશેષ સર્વિસ (સેવા) નું સબૂત આપવા માટે કહ્યું છે તેમ જ મધુબન નિવાસીઓ એ પણ આ વાતનું સબૂત આપવાનું છે. આ આધાર પર જ, જાન્યુઆરી માં પ્રાઈઝ (ઈનામ) મળશે. આટલાં સમય માં, સબૂત આપવું મુશ્કેલ છે શું? સાકાર રુપ દ્વારા તથા અવ્યક્ત રુપ દ્વારા શિક્ષા અને સ્નેહની પાલના, કેટલો સમય લીધી છે? પાલના લીધા પછી, અન્ય આત્માઓની પાલના કરવા નિમિત્ત બની જાય છે. શું આવી પાલના કરવાનાં નિમિત્ત બન્યાં છો કે હજી સુધી લેવાવાળા જ છો? હવે તો જૂનાઓ એ, આવવા વાળા નવાં બાળકો ની પાલના કરવી જોઈએ અર્થાત્ પોતાના શિક્ષા-સ્વરુપ દ્વારા અને સ્નેહ દ્વારા તેમને આગળ વધારવામાં સહયોગી બનવાનું છે અને આ કાર્યમાં દિવસ-રાત બીઝી (વ્યસ્ત) રહેવું જોઈએ. આ અવ્યક્ત પાર્ટ પણ વિશેષ નવાંઓનાં માટે છે અને જૂનાઓએ તો, હવે બાપ સમાન બનીને, નવી આત્માઓની હિંમત અને ઉલ્લાસ ને વધારવાનાં છે. જેમ બાપદાદાએ, બાળકોને પોતાનાથી આગળ રાખીને પોતાનાથી પણ ઊંચા બનાવ્યાં, એમ જ જૂનાઓનું કાર્ય છે નવાં ને પોતાનાથી પણ આગળ વધારવાનું સબૂત દેખાડવું તથા સર્વ-શિક્ષાઓને સાકાર સ્વરુપમાં દેખાડવાની છે. પાલનાનું પ્રેક્ટિકલ (વ્યવહારિક) રુપ રિટર્ન (વળતર) રુપમાં આપવાનું છે.
અચ્છા, આવાં સપૂત બાળકો, પોતાની તકદીર ની તસ્વીર પોતાની ધારણાઓ દ્વારા દેખાડવા વાળા, સદા મૂળ-મંત્ર અને યંત્ર ને કર્તવ્ય માં લાવવા વાળા, બાપદાદા સમાન દરેક સેકન્ડ અને સંકલ્પ સર્વ-આત્માઓનાં કલ્યાણ નાં પ્રતિ લગાડવા વાળા, સદા સ્વનાં ભાવમાં રહેવાવાળા, બાપદાદા સમાન શ્રેષ્ઠ સંસ્કાર અર્થાત્ અનાદિ અને આદિ સંસ્કારો ને પ્રત્યક્ષ રુપમાં લાવવાવાળા, દરેક સંકલ્પ અને દરેક સમય ને સફળ બનાવવા વાળા સફળતા મૂર્ત તારાઓને બાપદાદાનાં યાદ-પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે.