Search for a command to run...
14 Jul 1974
બાપ સમાન સફળતા-મૂર્ત બનવા માટે સર્વ નાં પ્રતિ શુભ ભાવના
14 July 1974 · ગુજરાતી
આજે આ સભા ની વચ્ચે, બાપ-દાદા ત્રણ પ્રકારનાં તારાઓ જોઈ રહ્યાં છે. જ્ઞાન-તારા તો તમે બધાં છો પરંતુ જ્ઞાન-તારા માં પણ ત્રણ પ્રકાર કયા-કયા છે? એક છે સફળતા નાં તારા, બીજા છે લક્કી (ભાગ્યશાળી) અને ત્રીજા છે ઉમ્મીદો નાં તારા. દરેક તારા ની, પોત-પોતાની દુનિયા છે. શું તમે બધાએ પોત-પોતાની દુનિયા જોઈ છે કે માત્ર સ્વયં પોતાને જ જોયાં છે? દુનિયા અર્થાત્ રચના. શું તમને, તમારી રચના દેખાય છે? શું જાણો છો કે રચનામાં કેટલી અને કઈ-કઈ વાતો જોવામાં આવે છે? તમે તમારી રચના ને તો જોતાં હશો ને? જે બાપ ની રચના, તે તમારી રચના. તમે તો માસ્ટર રચયિતા છો ને? તમારે બાપની પ્રજા પર જ તો રાજ્ય નથી કરવાનું ને? તમે માસ્ટર રચયિતા નથી બનતાં શું? સદા રચના જ રહેશો શું? રચના અર્થાત્ પોતાની રાજધાની તો બનાવી રહ્યાં છો ને? રાજધાનીમાં પણ નંબરવાર તો હોય છે ને? તે પણ કયા આધાર થી થાય છે અને તેમાં પણ, તમારાં જ ભક્ત છે. શક્તિઓનાં ભક્ત અને બાપનાં ભક્ત અલગ-અલગ છે.
તમારાં ભક્ત કોણ બનશે, કયા હિસાબથી તમારાં ભક્ત બનશે? જે આત્માઓ ને, જે શ્રેષ્ઠ આત્માઓ દ્વારા તથા નિમિત્ત બનેલી આત્માઓ દ્વારા કાંઈક ને કાંઈક પ્રાપ્તિનો અનુભવ થાય છે, તેમનાં દ્વારા કોઈ સાક્ષાત્કાર થાય છે અને કાં પછી કોઈ વરદાન ની પ્રાપ્તિનો અનુભવ થાય છે, તો તે આધાર પર, તે એમની પ્રજા અને ભક્ત બને છે. જે સમીપ આત્માઓ હોય છે; જે આત્માઓ નો બાપ થી સંબંધ પણ જોડાઈ જાય છે અને સાથે-સાથે બાપ દ્વારા વારસાનાં અધિકારી પણ બને છે, તે રોયલ ફેમિલી માં આવે છે. એક જ સમય પર, દરેક આત્મા, પોતાની રોયલ ફેમિલી બનાવી રહી છે અર્થાત્ તે ભવિષ્ય સંબંધ તથા રોયલ ફેમિલી પણ બનાવી રહી છે; પ્રજા પણ બનાવી રહી છે અને ભક્ત પણ બનાવી રહી છે. ભક્તો અને પ્રજા ની નિશાની શું હશે? રાજ્યનાં સંબંધમાં આવવાની વાત તો સંભળાવી, પરંતુ પ્રજા અને ભક્ત આ બંન્નેમાં અંતર શું હશે? પ્રજા કેવળ જ્ઞાન અને યોગ ની પ્રાપ્તિ કરવાની પુરુષાર્થી હશે, તે સંબંધમાં સમીપ નહીં હશે, પરંતુ દૂરનાં સંબંધ માં જરુર હશે. તે મર્યાદા પૂર્વક જીવન બનાવવામાં, યથાયોગ્ય તથા યથા-શક્તિ પુરુષાર્થી હશે, બાકી હજી પણ જે બીજા વિષય છે - ધારણા અને ઈશ્વરીય સેવા - એમાં પણ યથા-શક્તિ સહયોગી હશે, પરંતુ સફળતામૂર્ત નહીં હશે. એટલા માટે તે સોળે કળા સંપૂર્ણ નથી બની શકતી. કોઈ-ને-કોઈ સંસ્કાર તથા સ્વભાવને વશીભૂત હોવાનાં કારણે નિર્બળ આત્મા હાઈજમ્પ (ઊંચી છલાંગ) નથી મારી શકતી. એટલા માટે રોયલ પરિવાર માં તથા રાજકુળ માં આવવાનાં બદલે તે રોયલ પ્રજા બની જાય છે. રોયલ કુળ નહીં, રોયલ પ્રજા. બાકી ભક્ત હશે, તે ક્યારેય પણ, સ્વયં ને અધિકારી અનુભવ નહીં કરશે. તેમનામાં અંત સુધી, ભક્તપણા નાં સંસ્કાર રહેશે અને તે સદા માંગતા જ રહેશે - આશીર્વાદ દો, શક્તિ દો, કૃપા કરો, કે દૃષ્ટિ દો, વગેરે. આવાં માંગવાનાં સંસ્કાર તથા અધિન હોવાનાં તેમનાં સંસ્કાર છેલ્લે સુધી દેખાશે. તે સદા જિજ્ઞાસુ રુપમાં જ રહેશે. તેમને બાળકપણા નો નશો, માલિક પણા નો નશો, અને માસ્ટર સર્વશક્તિમાન નો નશો ધારણ કરાવતાં પણ તે ધારણ નહીં કરી શકે. તે થોડામાં જ રાજી રહેવાવાળા હશે - આ છે ભક્તો ની નિશાની. હવે એમાં જુઓ કે પ્રજા અને ભક્ત કેટલાં બન્યાં છે? ભક્ત ક્યારેય પણ ડાયરેક્ટ (સીધા) બાપનાં કનેક્શન (જોડાણ) માં આવવાની શકતી નથી રાખતાં, તે સદા આત્માઓનાં સંબંધમાં જ સંતુષ્ટ રહે છે. એમનાં વારંવાર આ જ બોલ રહેશે, તમે જ મારા માટે બધું છો, તમારી પાસે આવાં ભક્તો પણ આવશે. ન ઈચ્છવા છતાં પણ દરેક નિમિત્ત બનેલી આત્માઓની પ્રજા અને ભક્ત બનતાં જ રહે છે. હવે સમજ્યાં! તમારી દુનિયા તથા રચના શું છે? આગળ ચાલીને દરેકને આ સાક્ષાત્કાર પણ થશે કે હું કઈ રાજધાની માં રાજ્યપદ પામવાની છું કે પામવાનો છું.
અચ્છા, આ તો થઈ તારાઓની દુનિયા અથવા તેમની રચના. તારાઓમાં પહેલાં નંબર નો તારો છે - સફળતા નો તારો. સફળતા નાં તારા ની નિશાની શું છે કે જેનાથી સ્વયં ને ચેક કરી શકો કે હું સફળતા નો તારો છું કે હોવનહાર તારો છું? લકી તારાઓ ની નિશાની અને ઉમેદવાર તારાઓની નિશાની શું છે? પોતે પોતાને જાણતાં હોવાં છતાં પણ, બાપ-દાદા નોલેજનાં દર્પણ દ્વારા ત્રણ સ્ટેજિસ (અવસ્થા) નો સાક્ષાત્કાર કરાવે છે. સાક્ષાત્કાર કરવો તો બધાં ઈચ્છે છે ને? દિવ્ય દૃષ્ટી થી નહીં, તો નોલેજ નાં દર્પણ દ્વારા તો કરી શકો છો ને? સફળતા નાં તારાઓની નિશાની એ છે કે તેમનાં દરેક સંકલ્પ માં દૃઢતા હશે કે સફળતા અનેકવાર થઈ છે અને હજી પણ થયેલી જ છે. થવી જોઈએ, થશે કે નહીં થશે, આ સ્વપ્નમાં પણ ક્યારેય તેમની સ્મૃતિમાં નહીં આવે. ઊલટાનું તેમને શત-પ્રતિશત (સો-ટકા) નિશ્ચય હશે કે સફળતા અમારી થયેલી જ છે. તેમનાં દરેક બોલ ની આ વિશેષતા હશે - કે તે દરેક વાતમાં નિશ્ચયબુદ્ધિ હશે અને તેમનાં બોલમાં, ઈશ્વરીય સંતાન ની ખુમારી દેખાતી હશે અર્થાત્ તેમનામાં ઈશ્વરીય નશો દેખાશે. એમનામાં દેહ-અભિમાન નો નશો નહીં દેખાય. એમનાં બોલ દ્વારા સંશય બુદ્ધિવાળા પણ, નિશ્ચય બુદ્ધિ થઈ જશે; કારણ કે તેમને એક તો ઈશ્વરીય ખુમારી હોય છે અને બીજું એમનાં દરેક બોલ શક્તિશાળી હોય છે. એમનાં બોલ સાધારણ તથા વ્યર્થ નથી હોતા અને એમનાં દરેક કર્મ તો શ્રેષ્ઠ હોય જ છે, પરંતુ એમનામાં વિશેષતા એ હશે કે એમનાં દરેક કર્મ દ્વારા, અનેક આત્માઓનું પથ-પ્રદર્શન (માર્ગદર્શન) થશે. જે ગાયન પણ છે કે ‘જેવું કર્મ અમે કરશું, અમને જોઈને બીજા બધાં કરશે’ આવી રીતે એમનાં દરેક કર્મ, અનેક આત્માઓ ને એક પાઠ ભણાવવાનાં નિમિત્ત બની જશે અને એમનાં દરેક કર્મ શિક્ષા-સ્વરુપ હશે. એને જ કહેવામાં આવે છે - સમર્થ-કર્મ. આવા સંકલ્પ, બોલ અને કર્મ વાળા જ દરેક વાતમાં સદા સ્વયં થી સંતુષ્ટ હશે. સંતુષ્ટ હોવાનાં કારણે જ તે હર્ષિત પણ હશે, તેમને હર્ષિત બનાવવા નહીં પડે પરંતુ તે સ્વત: જ સદા હર્ષિત હશે.
આવાં સફળતા મૂર્ત થી અન્ય આત્માઓ પણ સદા સંતુષ્ટ રહેશે અર્થાત્ તે સર્વની સંતુષ્ટતા ની સફળતા, પ્રત્યક્ષ ફળનાં રુપમાં દેખાશે. ભવિષ્ય ફળ નહીં, પરંતુ પ્રત્યક્ષ ફળ. આવાં સદા હર્ષિત આત્મા ને જોઈને, અન્ય આત્માઓ પણ, તેમનાં પ્રભાવ થી, દુઃખ તથા મૂંઝવણ ની લહેર થી બદલાઇને હર્ષિત થઈ જશે. અર્થાત્ આવી આત્મા નાં સંપર્ક માં અને એમનાં સમીપ આવવાથી અન્ય આત્માઓ પર પણ હર્ષ નો પ્રભાવ પડી જશે. જેવી રીતે સૂર્ય ની સમીપ તથા સમ્મુખ જવાવાળા ઉપર, ન ઇચ્છવા છતાં પણ કિરણો પડતી રહે છે. એવી જ રીતે સફળતામૂર્ત નાં હર્ષ નાં કિરણો, અન્ય આત્માઓ પર પણ પડે છે અર્થાત્ જેમ કે બાપનાં સંગ નો રંગ, એક સેકન્ડમાં અનુભવ કરે છે. અર્થાત્ જ્યારે યોગ-યુક્ત હોવ છો તો બાપ નો સંગ લાગે છે તો તેના રંગ નો અનુભવ થાય છે ને? એવી જ રીતે સફળતાનાં તારાઓનાં સંગ નો રંગ, અન્ય આત્માઓને પણ અનુભવ થાય છે. આ છે સફળતા મૂર્ત તથા સફળતાનાં તારાઓની નિશાની.
બીજા છે લકી તારા (ભાગ્યશાળી તારા). તેમની નિશાની શું હશે? લકી તારાઓ વિશેષ રુપ થી બાપનાં સ્નેહી, બાપ નાં ચરિત્ર, બાપ નાં સર્વ-સંબંધોનાં રસમાં વધારે મગન રહે છે. તેમનાં સંકલ્પ પણ વધારે શક્તિશાળી નહીં, પરંતુ સ્નેહી હશે. તેમની સ્મૃતિ રુપમાં પણ બાપ નાં મિલન અને બાપનાં ચરિત્રો નું વધારે વર્ણન રહેશે. તેમની બીજરુપ સ્ટેજ (અવસ્થા) ઓછી રહેશે, પરંતુ અવ્યક્ત મિલન, અવ્યક્ત સ્થિતિ અને સ્નેહભરી રુહ-રુહાન, એમાં તે વધારે રહેશે. આવી આત્માઓને સ્નેહનાં કારણે બીજા સંગ તોડી ને, એક સાથે સર્વ સંબંધ-નિભાવવાનાં કારણે જ સહયોગ પ્રાપ્ત થાય છે. તેમને બાપનાં સહયોગનાં કારણે મહેનત ઓછી કરવી પડે છે અને પ્રાપ્તિ વધારે થાય છે. તે સદા એવો અનુભવ કરે છે કે મારું લક (ભાગ્ય) સારું છે; મને બાપની વધારે મદદ છે અને હું તો પાર થઈ જ જઈશ. મારા જેવો સ્નેહ કોઈ નો પણ નથી. સહયોગ હોવાનાં કારણે, તેમનાં બોલ ફલક નાં (નશાનાં) હોય છે. પહેલાં નંબર વાળા માં ઝલક હોય છે, બીજા નંબર વાળા માં ઝલક નહીં પરંતુ ફલક હોય છે. તે બાપ સમાન હોય છે અને આ બાપ નાં સ્નેહી હોય છે. પરંતુ સહયોગ શું કામ અને કયા આધાર પર મળ્યો તથા તે ભાગ્યશાળી પણ કેમ બન્યાં? આનો મૂળ આધાર, સર્વ-સંબંધ તોડીને એક સાથે જોડવો, આ સંબંધમાં તે અતૂટ અને અટલ છે. આ કારણે તેમને લક્કી (ભાગ્યશાળી) કહેવામાં આવે છે. સફળતામૂર્ત નાં બોલ હશે, આ તો થયેલું જ છે અને ભાગ્યશાળી તારાઓનાં બોલ હશે, હા, હું સમજુ છું આ અવશ્ય થશે, બાપ મદદગાર બનશે - આ છે બીજી સ્ટેજ (અવસ્થા).
ત્રીજા છે ઉમેદવાર તારાઓ. આવી આત્માઓ, સદા સફળતા પ્રાપ્ત ન થવાનાં કારણે, આશા રાખે છે, કે કરીશ જરુર, પહોંચીશ જરુર તથા બનીશ જરુર; પરંતુ વચમાં-વચમાં ક્યાંક રોકાય પણ છે, અટકે પણ છે અને ક્યારેક-ક્યારેક તે દિલશિકસ્ત (હતાશ) પણ થાય છે. અનેક પ્રકારનાં, ભિન્ન-ભિન્ન વિઘ્ન આવવાનાં કારણે, ક્યારેક તેઓ ગભરાય છે અને ક્યારેક તેઓ મહાવીર બની જાય છે. ક્યારેક બાપનાં મિલન નો તેમને નંબર મળે છે અને ક્યારેક તેમને મહેનત કર્યા પછી મળે છે. એટલાં માટે તેમનો ત્રીજો નંબર કહેવાય છે. તેઓ સદા હર્ષિત નહીં રહેશે અને તે સદા સંતુષ્ટ પણ નહીં રહેશે. પરંતુ ઉમ્મીદ (આશા) ક્યારેય નહીં છોડે. તેઓ આ નિશ્ચય થી પણ ક્યારેય ડગમગ નહીં થશે, કે હું બાપનો છું. પરંતુ નિર્બળ હોવાનાં કારણે, તેઓ ક્યારેક-ક્યારેક દિલશિકસ્ત (હતાશ) થઈ જાય છે. આ છે ઉમેદવાર તારાઓ, સમજ્યાં! હવે પોતાનાં જ્ઞાન-દર્પણ માં જુઓ કે હું કોણ છું, આ પહેલી હલ કરવાં આવ્યાં હતાં ને? અને હવે અંતમાં પણ આ પહેલી હલ કરવાની છે કે હું કોણ છું? લક્ષ્ય સફળતાનાં તારા બનવાનું રાખવાનું છે; કારણ કે બાપ-સમાન બનવાનું છે. માત્ર બાપ-સ્નેહી બનીને ખુશ નથી રહેવાનું.
બાપ-સમાન બનવા માટે તથા સફળતા-મૂર્ત બનવા માટે, આજે તમને બે વાતો માત્ર બે શબ્દોમાં સંભળાવે છે. બે શબ્દો ધારણ કરવા તો સહજ છે ને? સદા સર્વ-આત્માઓનાં પ્રત્યે, સંપર્ક માં આવતાં, સંબંધ માં આવતાં અને સેવા માં આવતાં પોતાની શુદ્ધ ભાવના રાખો. શુભ ભાવના અને શુદ્ધ કામના. ભલે તમારી સામે કોઈ પણ પરીક્ષા નું રુપ આવે અને ભલે ડગમગ કરવાનાં નિમિત બનીને આવે પરંતુ દરેક આત્મા પ્રત્યે તમે શુભ કામના, અને શુદ્ધ ભાવના આ બે વાતો દરેક સંકલ્પ, બોલ અને કર્મ માં લાવો, તો તમે સફળતાનાં તારા બની જશો. આ તો સહજ છે ને? બ્રાહ્મણો નો આ જ ધર્મ અને આ જ કર્મ છે. જે ધર્મ હશે તે જ કર્મ હશે. બાપની દરેક બાળકોનાં પ્રત્યે આ શુભ કામના અને શુદ્ધ ભાવના છે કે તે બાપ થી પણ ઊંચા બને. આ કારણે જયારે નાની-નાની વાતો જુએ કે સાંભળે છે, તો સમજે છે કે હવે તે જ ઘડીથી બધાં સંપન્ન થઈ જાય. માસ્ટર સર્વશક્તિમાન જો તે દૃષ્ટિ તથા વૃત્તિ ની વાત કહે તો શું શોભે છે? અર્થાત્ સર્વશક્તિવાન બાપ ની આગળ માસ્ટર સર્વશક્તિમાન કમજોરી ની વાતો કરે છે તો એટલાં માટે હવે બાપ ઈશારો આપે છે કે હવે માસ્ટર બનો, કારણ કે સ્વયં ને બનાવીને પછી વિશ્વ ને પણ બનાવવાનું છે. સમજ્યાં!
આવાં સમજદાર બાળકો, સાંભળવું અને કરવું સમાન બનાવવા વાળા, દરેક સંકલ્પ તથા દરેક બોલ માં બાપદાદા ને અનુસરવા વાળા, સફળતાનાં તારા ભાગ્યશાળી અને ઉમેદવાર તારા, લક્ષ્ય ને સંપૂર્ણ પામવાનાં અધિકારી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે.
આ અવ્યક્ત વાણીનો સાર
* જે સમીપ ની આત્મા હોય છે; જે આત્માઓનો બાપથી સંબંધ જોડાઈ જાય છે અને સાથે-સાથે વારસાનાં અધિકારી પણ બને છે તે રોયલ ફેમિલી અર્થાત્ રાજ પરિવાર માં આવે છે.
* પ્રજા જ્ઞાન-યોગ ની પુરુષાર્થી હશે, પરંતુ તે સંબંધમાં સમીપ નહીં હશે. ધારણા તથા ઈશ્વરીય સેવામાં યથા-શક્તિ સહયોગી હશે, પરંતુ સફળતામૂર્ત નહીં હશે અને તે કોઈ સંસ્કાર તથા સ્વભાવ ને વશીભૂત હશે.