Search for a command to run...
રુહાની સેના સદા શસ્ત્રધારી, લૉ એન્ડ ઓર્ડર (કાયદા અને આદેશ) માં ચાલવા વાળી હોય છે. સેનાનો મુખ્ય ગુણ એ જ જોવામાં આવે છે, કે લૉ અને ઓર્ડર ક્યાં સુધી છે? તો તમે બધાં લૉ અને ઓર્ડર માં છો? રુહાની સેના માટે મુખ્ય લૉ કયો છે કે જેમાં બધાં જ લૉ આવી જાય? રુહાની સેના માટે મુખ્ય લૉ એ જ છે કે ક્યારેય પણ પોતાનાં દેહને તથા અન્ય દેહધારીની તરફ નથી જોવાનું. બાપની તરફ જ દરેક પગલું ભરવાનું છે. આ છે રુહાની સેના માટે મુખ્ય લૉ. જો જરા પણ દેહધારી તથા પોતાનાં દેહને જોયું, તો જે મંઝિલ છે કે - બાપ સુધી પહોંચવું તથા બાપને મળવું, તો ત્યાં સુધી પહોંચી નહીં શકશો. અચ્છા.
આ મુરલી નો સાર
* રુહાની સેનાનો મુખ્ય લૉ એ જ છે કે ક્યારેય પણ ન તો પોતાનાં દેહ અને ન તો અન્ય બીજા કોઈનાં દેહને જોવાનું છે.
* પોતાનું દરેક પગલું બાપની તરફ જ ભરવાનું છે.