Search for a command to run...
7 Jan 1977
વિશ્વ-કલ્યાણકારી કેવી રીતે બનાય?
7 January 1977 · ગુજરાતી
બધાં અવાજ થી પરે (દૂર) પોતાની શાંત સ્વરુપ સ્થિતિ માં સ્થિત રહેવાનો અનુભવ લાંબા સમય સુધી કરી શકો છો? અવાજ માં આવવાનો અનુભવ વધારે કરી શકો છો કે અવાજ થી પરે રહેવાનો અનુભવ વધારે સમય કરી શકો છો? જેટલી લાસ્ટ સ્ટેજ (અંતિમ અવસ્થા) અથવા કર્માતીત સ્ટેજ સમીપ આવતી જશે એટલી અવાજ થી પરે શાંત સ્વરુપ ની સ્થિતિ વધારે પ્રિય લાગશે. આ સ્થિતિ માં સદા અતીન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. આ અતીન્દ્રિય સુખમય સ્થિતિ દ્વારા અનેક આત્માઓનું સહજ જ આવાહન કરી શકશો. આ પાવરફુલ (શક્તિશાળી) સ્થિતિ વિશ્વ-કલ્યાણકારી સ્થિતિ કહેવાય છે. જેમ આજકાલ સાયન્સ નાં સાધનો દ્વારા બધી વસ્તુઓ સમીપ અનુભવ થતી જાય છે - દૂર નો અવાજ, ટેલીફોન નાં સાધન દ્વારા સમીપ સાંભળવામાં આવે છે, ટી.વી. (દૂરદર્શન) દ્વારા દૂર નું દૃશ્ય સમીપ દેખાય છે, એ જ રીતે સાઈલેન્સ (શાંતિ) ની સ્ટેજ દ્વારા કેટલી પણ દૂર રહેવા વાળી આત્માને સંદેશ પહોંચાડી શકો છો? તે એવો અનુભવ કરશે જેમ સાકાર માં સન્મુખ કોઈએ સંદેશ આપ્યો છે. દૂર બેઠેલા હોવા છતાં પણ આપ શ્રેષ્ઠ આત્માઓનાં દર્શન અને પ્રભુનાં ચરિત્રો નાં દૃશ્ય એવાં અનુભવ કરશે જાણે કે સન્મુખ જોઈ રહ્યાં છે. સંકલ્પ દ્વારા દેખાશે અર્થાત્ અવાજ થી પરે સંકલ્પ ની સિદ્ધિ નો પાર્ટ ભજવશો. પરંતુ આ સિદ્ધિની વિધિ વધારે માં વધારે પોતાનાં શાંત સ્વરુપ માં સ્થિત થવું છે. એટલે જ કહેવાય છે - સાઇલેન્સ ઈસ ગોલ્ડ (શાંતિ સોના સમાન છે), આ જ ગોલ્ડન એજેડ સ્ટેજ (સતયુગી સ્થિતિ) કહેવાય છે.
આ સ્ટેજ પર સ્થિત રહેવાથી ‘કમ ખર્ચ બાલા નશીન’ બનશો. સમય રુપી ખજાનો, એનર્જી (શક્તિ) નો ખજાનો અને સ્થૂળ ખજાના માં ‘કમ ખર્ચ બાલા નશીન’ થઈ જશો. આનાં માટે એક શબ્દ યાદ રાખો. તે કયો છે? બેલેન્સ (સંતુલન). દરેક કર્મ માં, દરેક સંકલ્પ અને બોલ, સંબંધ કે સંપર્ક માં બેલેન્સ હોય. તો બોલ, કર્મ, સંકલ્પ, સંબંધ કે સંપર્ક સાધારણ નાં બદલે અલૌકિક દેખાશે અર્થાત્ ચમત્કારી દેખાશે. દરેકનાં મુખ થી, મન થી આ જ અવાજ નીકળશે કે આ તો ચમત્કાર છે. સમય પ્રમાણે સ્વયં નાં પુરુષાર્થ ની સ્પીડ (ગતિ) અને વિશ્વ સેવાની સ્પીડ તીવ્ર ગતિ ની જોઈએ ત્યારે વિશ્વ-કલ્યાણકારી બની શકશો.
વિશ્વની મોટાં ભાગની આત્માઓ બાપની અને આપ ઈષ્ટ-દેવતાઓની પ્રત્યક્ષતા નું આવાહન વધારે કરી રહી છે અને ઈષ્ટ-દેવ એમનું આવાહન ઓછું કરી રહ્યાં છે. આનું કારણ શું છે? પોતાનાં હદ નાં સ્વભાવ, સંસ્કારો ની પ્રવૃત્તિ માં ખુબ સમય લગાવી દો છો. જેમ અજ્ઞાની આત્માઓને જ્ઞાન સાંભળવાનો સમય નથી, એમ ઘણાં બ્રાહ્મણોને પણ આ પાવરફુલ સ્ટેજ (શક્તિશાળી સ્થિતિ) પર સ્થિત થવાનો સમય નથી મળતો. એટલા માટે જ્વાળા રુપ બનવાની આવશ્યકતા છે.
બાપદાદા દરેકની પ્રવૃત્તિ ને જોઈ હર્ષાતાં રહે છે કે કેવાં ટૂ મચ (બહુ જ વધારે) બીઝી (વ્યસ્ત) થઈ ગયાં છે. બહુ બીઝી રહો છો ને? વાસ્તવિક સ્ટેજ માં સદા ફ્રી રહેશો. સિદ્ધિ પણ હશે અને ફ્રી પણ રહેશો.
જ્યારે સાયન્સ નાં સાધન ધરતી પર રહીને સ્પેસ (અંતરિક્ષ) માં ગયેલાં યંત્ર ને કંટ્રોલ (નિયંત્રિત) કરી શકે છે, જેમ ઈચ્છે, જ્યાં ઈચ્છે ત્યાં વાળી શકે છે, તો શાંતિ નાં શક્તિ-સ્વરુપ, આ સાકાર સૃષ્ટિ માં શ્રેષ્ઠ સંકલ્પ નાં આધાર થી જે સેવા ઈચ્છો, જે આત્માની સેવા કરવા ઈચ્છો તે નથી કરી શકતાં? પરંતુ પોત-પોતાની પ્રવૃત્તિ થી પરે અર્થાત્ ઉપરામ રહો.
જે બધાં ખજાના સંભળાવ્યાં તે સ્વયં નાં પ્રતિ નહીં, વિશ્વ-કલ્યાણ નાં પ્રતિ યુઝ (ઉપયોગ) કરો. સમજ્યાં, હવે શું કરવાનું છે? અવાજ દ્વારા સર્વિસ (સેવા), સ્થૂળ સાધનો દ્વારા સર્વિસ અને અવાજ થી પરે સૂક્ષ્મ સાધન સંકલ્પ ની શ્રેષ્ઠતા, સંકલ્પ શક્તિ દ્વારા સર્વિસ નું બેલેન્સ (સંતુલન) પ્રત્યક્ષ રુપ માં દેખાડો ત્યારે વિનાશ નાં નગારા વાગશે. સમજ્યાં.
પ્લાન્સ (યોજનાઓ) ઘણાં બનાવી રહ્યાં છો, બાપદાદા પણ પ્લાન બતાવી રહ્યાં છે. બેલેન્સ ઠીક ન હોવાનાં કારણે મહેનત વધારે કરવી પડે છે. વિશેષ કાર્ય નાં પછી વિશેષ રેસ્ટ (આરામ) પણ લો છો ને. ફાઇનલ (અંતિમ) પ્લાન માં અથકપણા નો અનુભવ કરશો. અચ્છા.
આમ સર્વ શક્તિઓને વિશ્વ-કલ્યાણનાં પ્રતિ કાર્યમાં લગાવવા વાળી, સંકલ્પ નાં સિદ્ધિ સ્વરુપ, સ્વયં ની પ્રવૃત્તિ થી સ્વતંત્ર, સદા શાંત અને શક્તિ સ્વરુપ સ્થિતિ માં સ્થિત રહેવા વાળી સર્વ શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.