Search for a command to run...
5 Feb 1977
મહાનતા નો આધાર
5 February 1977 · ગુજરાતી
બાળકો ની શું-શું મહિમા છે જેનાં આધાર થી આટલાં મહાન બને છે, બાપ એ મહિમાને જોઈ રહ્યાં છે. તમે બધાં પોતાનાં ત્રણેય સ્વરુપો ની મહિમા ને જાણો છો?
એક છે - અનાદિ સ્વરુપ ની મહિમા. બીજી છે - વર્તમાન બ્રાહ્મણ જીવન ની મહિમા. ત્રીજી છે - ભવિષ્ય આદિ સ્વરુપ ની મહિમા.
આદિ સ્વરુપની મહિમા તો હમણાં સુધી ભક્ત પણ ગાઈ રહ્યાં છે, સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, સંપૂર્ણ અહિંસક. આ મહિમા છે અંતિમ ફરિશ્તા સ્વરુપ ની અર્થાત્ ભવિષ્ય આદિ સ્વરુપ ની. જેમ બ્રહ્મા સો શ્રીકૃષ્ણ કહે છે એમ અંતિમ ફરિશ્તા સો દેવતા. તો આ છે આદિ સ્વરુપ ની મહિમા.
અનાદિ સ્વરુપની મહિમા - જે બાપ ની મહિમા તે માસ્ટર સ્વરુપ માં તમારા અનાદિ રુપ ની મહિમા છે. જેમ માસ્ટર સર્વશક્તિમાન, માસ્ટર નોલેજફુલ (જ્ઞાન નાં સાગર), માસ્ટર બ્લિસફુલ (આનંદ નાં સાગર), માસ્ટર પીસફુલ (શાંતિ નાં સાગર).
વર્તમાન શ્રેષ્ઠ બ્રાહ્મણ સ્વરુપ ની મહિમા કઈ છે? બ્રાહ્મણો નાં જીવન નાં મુખ્ય ચાર આધાર છે. બ્રાહ્મણ કહેવાય જ છે ભણવા અને ભણાવવા વાળાને, બ્રાહ્મણ જીવન અર્થાત્ ગૉડલી સ્ટુડન્ટ લાઇફ (ઈશ્વરીય વિદ્યાર્થી જીવન), ભણવાનાં જે મુખ્ય ચાર સબ્જેક્ટસ (વિષય) છે, તે જ બ્રાહ્મણ જીવન નાં ચાર આધાર છે. અને આ જ આધાર પર બ્રાહ્મણ સ્વરુપ ની મહિમા છે અને તે છે - ૧. પરમાત્મ જ્ઞાની, ૨. સહજ રાજયોગી ૩. દિવ્ય ગુણધારી, ૪. વિશ્વ સેવાધારી. આ છે વર્તમાન બ્રાહ્મણ જીવન ની મહિમા. પોતાનાં ત્રણેય સ્વરુપ ની મહિમા ને જાણતા પોતાની મહાનતા ને જુઓ અને ચેક (તપાસ) કરો - કયાં-કયાં લક્ષણ પ્રેક્ટિકલ લાઈફ માં (વ્યવહારિક જીવનમાં) નિરંતર રુપ માં અપનાવ્યાં છે. પરમાત્મ જ્ઞાની નું વિશેષ લક્ષણ કયું છે, જેનાંથી પ્રત્યક્ષ થાય કે આ પરમાત્મ-જ્ઞાની છે. મુખ્ય લક્ષણ કયું છે? દરેક સબજેક્ટ નું લક્ષણ અલગ હોય છે. પરમાત્મ-જ્ઞાની અર્થાત્ નોલેજફુલ; નોલેજફુલ અર્થાત્ પરમાત્મ-જ્ઞાની. જ્ઞાન ની વિશેષ પ્રાપ્તિ શું છે? જ્ઞાન નું ફળ શું છે? જ્ઞાન નું ફળ અર્થાત્ પરમાત્મ-જ્ઞાની નું મુખ્ય લક્ષણ - દરેક સંકલ્પ માં, બોલ માં, કર્મ માં, સંપર્ક માં મુક્તિ અને જીવનમુક્તિ ની સ્ટેજ (અવસ્થા) હશે જેને ન્યારા અને પ્યારા કહે છે. તે સ્ટેજ છે જીવનમુક્તિ ની. કર્મ કરતાં પણ બંધનો થી મુક્ત. આથી પરમાત્મ-જ્ઞાની નું વિશેષ લક્ષણ છે બધામાં મુક્ત અને જીવનમુક્ત સ્થિતિ. જ્ઞાન અર્થાત્ સમજ. સમજદાર સદા સ્વયં ને બંધનમુક્ત, સર્વ આકર્ષણો થી મુક્ત બનાવવાની સમજ રાખે છે. તો પરમાત્મ જ્ઞાની નું વિશેષ લક્ષણ થયું - મુક્ત અને જીવનમુક્ત.
એ જ પ્રકારે સહજ રાજયોગી નું લક્ષણ શું હશે? યોગી અર્થાત્ યોગયુક્ત અર્થાત્ યુક્તિયુક્ત. તેઓ સંકલ્પ અને કર્મ ની સમાનતા નાં સિદ્ધિ-સ્વરુપ હશે. અચ્છા.
દિવ્ય ગુણધારી નું મુખ્ય લક્ષણ શું હશે? સંતુષ્ટ રહેવું અને બધાને સંતુષ્ટ કરવાં. તેમને બધાની સંતુષ્ટતા નાં આશીર્વાદ પ્રાપ્ત થશે અર્થાત્ ગૉડલી યુનિવર્સિટી (ઇશ્વરીય વિશ્વવિદ્યાલય) નું સર્ટીફીકેટ (પ્રમાણપત્ર) પ્રાપ્ત થશે.
વિશ્વ સેવાધારી નું વિશેષ લક્ષણ શું છે? વિશ્વ સેવાધારી અર્થાત્ નિર્માણ અને અથક. સદા જાગતી જ્યોત થઈને રહેશે. જાગતી જ્યોત એટલે ફક્ત નિંદ્રાજીત નહીં પરંતુ સર્વ વિઘ્ન જીત. તેને કહેવાય છે જાગતી જ્યોત. સ્મૃતિ રહેવી પણ જાગવું છે. તો હવે આ બધાં લક્ષણો ને સામે રાખી ને જુઓ કે ગૉડલી યુનિવર્સિટી ની સંપૂર્ણ ડિગ્રી લીધી છે? ચાર વિષય નાં આધાર પર જે મહિમા સંભળાવી, એ જ બ્રાહ્મણ જીવન ની ડિગ્રી છે. તો આ ડિગ્રી લીધી છે? આ વર્તમાન સમય ની ડિગ્રી છે. ફરિશ્તા સ્વરુપ ની ડિગ્રી તો બીજી છે પરંતુ હમણાં તો દરેક પોતાને જ્ઞાની, યોગી, સેવાધારી તો કહો છો ને? તો જે પોતાને કહો છો, સમજો છો, ચેલેન્જ (પડકાર) કરો છો કે બધાં શાસ્ત્ર-જ્ઞાની છે, અમે પરમાત્મ-જ્ઞાની છીએ; તે બધાં હઠયોગી છે, અમે દિવ્ય ગુણધારી અર્થાત્ કમળ ફૂલ સમાન જીવન વાળા છીએ. અમે વિશ્વ-કલ્યાણકારી અર્થાત્ સેવાધારી છીએ. એટલે જે ચેલેન્જ કરો છો, તે જ લક્ષણ દેખાવા જોઈએ. શું આ અઘરું છે? આ તો બ્રાહ્મણો નો નિજી ધર્મ અને કર્મ છે. જે જન્મ-જાતિ નો ધર્મ અને કર્મ હોય છે તે મુશ્કેલ નથી હોતું. વર્તમાન મહિમા ને નિજી, નિરંતર ધર્મ અને કર્મ બનાવો. સમજ્યાં? અચ્છા.
એવાં લક્ષ અને લક્ષણ ને સમાન બનાવવા વાળા, ત્રણેય સ્વરુપો ની મહિમા થી મહાન બનાવવા વાળા, સદા મુક્ત, જીવનમુક્ત, યુક્તિયુક્ત, સદા સંતુષ્ટ, સદા અથક, નિર્માણ, સદા જાગતી જ્યોતિ, શ્રેષ્ઠ બ્રાહ્મણો ને આદિ પિતા અને અનાદિ પિતા નાં યાદ-પ્યાર અને નમસ્તે.