Search for a command to run...
6 Feb 1977
રિયલાઇઝેશન દ્વારા લિબરેશન
6 February 1977 · ગુજરાતી
આજે બાપદાદા દરેક ગૉડલી સ્ટુડન્ટ (ઇશ્વરીય વિદ્યાર્થી) નાં રીઝલ્ટ (પરિણામ) ને જોઈ રહ્યાં છે. કોર્સ કર્યો, રિવાઈઝ (પુનરાવર્તન) કોર્સ પણ કર્યો. રિયલાઇઝેશન (અનુભૂતિ) કોર્સ પણ કર્યો. એનું રીઝલ્ટ શું આવ્યું? દરેકે પોતાને રિયલાઈઝ (અનુભવ) કર્યું કે ભણતરનાં અનુસાર કયાં સ્ટેજ (અવસ્થા) ને પામી શકીશું. રાજ્ય-પદ નાં સંસ્કાર કે પ્રજા-પદ નાં સંસ્કાર બંનેમાંથી મારી આત્મા માં કયા સંસ્કાર ભરેલાં છે, તે જાણો છો? રાજ્ય-પદ નાં સંસ્કાર અર્થાત્ શ્રેષ્ઠ પદ નાં સંસ્કાર શું દેખાશે? અધિકારી અને સત્કારી, નિરાકારી અને નિરહંકારી. આ વિશેષ ધારણાઓ રાજ્ય-પદ નું વિશેષ આસન છે. આ આસન જ સિંહાસન ની પ્રાપ્તિ કરાવે છે. ચારેય વાતો નું બેલેન્સ (સંતુલન) હોય. એવું આસન મજબૂત છે કે હલતું રહે છે? બાપદાદા આજે રીઝલ્ટ પૂછી રહ્યાં છે. રિયલાઇઝેશન કોર્સ નું હોમ-વર્ક આપ્યું હતું, એનું શું રીઝલ્ટ આવ્યું? તમે બધાં તો ફાઇનલ (અંતિમ) પેપર માટે તૈયાર હતાં, પછી પોતાનું રીઝલ્ટ શું જોયું, પોતાની સ્થિતિ નો શું અનુભવ કર્યો? બાપ સમાન, બાપ ની સાથે-સાથે જવા વાળા બન્યાં છો? જો સમાન નહીં તો સાથે ની બદલે વાયા માં રોકાવું પડશે. વાયા એટલે કરવું પડશે કારણ કે ખાતું ક્લિયર (ચૂક્તું) નહીં થયું હશે. રિફાઇન (સ્વચ્છ) નહીં તો ફાઈન (દંડ) ભરવો પડશે. એટલે સાથે નહીં ચાલી શકો. વાયદો શું કર્યો છે? સાથે ચાલશો કે રોકાઈ ને ચાલશો? બાપ ને પૂછે છે કે તમે જૂનાં બાળકો ને કેમ નથી મળતાં; તો બાપ પણ રીઝલ્ટ પૂછે છે - રિફાઇન બન્યાં છો? શું હજું કોઈ કોર્સ ની આવશ્યકતા છે? રિયલાઈઝેશન પછી બીજું શું રહી જાય છે? અંતિમ રિઝલ્ટ નું સ્વરુપ છે રિયલાઈઝેશન પછી લિબરેશન અર્થાત્ બધાથી મુક્ત.
આજે બાપદાદા બાપ અને બાળકો નું અંતર જોઈ રહ્યાં હતાં. બાપ શું કહે છે અને બાળકો શું કરે છે! રીઝલ્ટ શું જોયું હશે? મજા નું રીઝલ્ટ હશે ને! બાપદાદા જાહેર કરે કે સમજો છો? સમજતા હોવા છતાં પણ કરતા રહો તો શું કહેશે? મેજોરીટી (અધિકાંશ) સાધારણ પુરુષાર્થી છે. મુખ્ય કારણ શું છે? બાપ કહે છે પ્રભુ-પસંદ બનો, વિશ્વ-પસંદ બનો. પરંતુ કરો છો શું? આરામ-પસંદ બની જાઓ છો. થઇ જશે, કોણે કર્યું છે, બધાં એવાં જ છે. બીજાઓથી તો પણ અમે ઠીક છીએ. એવાં અનેક પ્રકારનાં ઉતરતી કળાનાં ડનલપ નાં તકિયા (ઓશિકા) લગાવીને આરામ-પસંદ થઈ ગયાં છો. બાપ કહે છે કનેક્શન (જોડાણ) જોડો, ગુણો અને શક્તિઓનું વરદાન લો અને આપો, પરંતુ કેટલાંક બાળકો કનેક્શન નાં મહત્વ ને નથી જાણતાં. કનેક્શન જોડતાં આવડતું નથી, પરંતુ કરેક્શન કરતાં (ભુલો કાઢતા) બહુ જ આવડે છે. બીજાનું કરેક્શન કરવા વાળા કનેક્શન નો અનુભવ નથી કરી શકતાં. બાપ કહે છે સદા યાદ ની સાધના માં રહો પરંતુ સાધના નાં સ્થાન પર અલ્પકાળ નાં સાધનો માં વધારે બિઝી (વ્યસ્ત) રહે છે. સાધનો નાં આધાર પર સાધના બનાવી દે છે. સાધન વધારે આકર્ષિત કરે છે. એવાં સાધકો ની સાધના સફળ નથી થતી. જીવન-મુક્ત નાં સ્થાન પર બંધન-યુક્ત આત્મા બની જાય છે. સમજ્યાં! બાપ શું કહે છે અને બાળકો શું કરે છે? રીઝલ્ટ સાંભળ્યું?
બાપદાદા શ્રેષ્ઠ આત્માઓ ને સદા શ્રેષ્ઠ નજર થી જુએ છે. શ્રેષ્ઠ તકદીર ની રેખાઓ જુએ છે. આ જ આત્માઓ વિશ્વની સામે ચમકતા તારાઓ છે. વિશ્વ તમારું કલ્પ પહેલાવાળું સંપન્ન-સ્વરુપ, પૂજ્ય-સ્વરુપ નું સુમિરણ કરી રહ્યું છે, એટલે પોતાનાં સંપન્ન સ્વરુપ ને પ્રેક્ટિકલ (વ્યવહારમાં) માં પ્રખ્યાત કરો. વીતી ગયેલી કમજોરીઓ પર ફુલ સ્ટોપ (પૂર્ણ વિરામ) લગાવો ત્યારે સંપન્ન રુપ નો સાક્ષાત્કાર થશે. બધાં જૂનાં સંસ્કાર અને સ્વભાવ દૃઢ સંકલ્પ રુપી આહુતિ થી સમાપ્ત કરો. બીજાની કમજોરી ની નકલ નહીં કરો. અવગુણ ધારણ કરવા વાળી બુદ્ધિ નો નાશ કરો, દિવ્ય ગુણ ધારણ કરવા વાળી સતોપ્રધાન બુદ્ધિ ધારણ કરો. અધિકારી અને સત્કારી બંનેનું બેલેન્સ (સંતુલન) બરાબર રાખવાનું છે. બીજાની કમજોરી ને વિસ્તાર માં નહીં લાવો અને પોતાની કમજોરી ને છુપાવો નહીં. સફળતા માં સ્વયં અને અસફળતા માં બીજા ને દોષી નહીં બનાવો. શાન અને માન નો ત્યાગ, સાધનો નો ત્યાગ, આ જ મહાન ત્યાગ છે. સાકાર બાપ સમાન અલ્પકાળ ની મહિમા નાં ત્યાગી બનો ત્યારે જ શ્રેષ્ઠ ભાગ્યવાન બની શકશો. શિવબાબા આ બધી વાતો થી લિબરેશન (મુક્તિ) ઈચ્છે છે. આ અંતિમ ફોર્સ (બળ) નાં કોર્સ માટે સમય મળ્યો છે.
આવી વિશ્વ અધિકારી, સત્કાર આપી વિશ્વ દ્વારા સત્કારી બનવા વાળી, નિર્માણતા દ્વારા નમન યોગ્ય બનવા વાળી, વીતી ગયેલા ને સમાપ્ત કરવા વાળી, સર્વ ગુણો માં સંપન્ન બનવા વાળી સદા સમાન અને સાથી રહેવા વાળી, શ્રેષ્ઠ ભાગ્યશાળી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
ટીચર્સ નાં પ્રતિ:-
જે કંઈ સાંભળ્યું છે એ બધાનો સાર પોતાનાં જીવન માં લાવી રહ્યાં છો ને? કારણ કે ટીચર નો અર્થ જ છે રાઝયુક્ત અને સારયુક્ત. ટીચર ની વિશેષતા આ છે -
(૧) જે વિસ્તાર ને સેકન્ડ માં સાર માં લાવે. જેમ ઈસેન્સ (અત્તર) નું એક ટીપું હોય છે પરંતુ એ ખુબ જ કાર્ય કરી લે છે, એમ ટીચર્સ અર્થાત્ ઈસેન્સફુલ (સારયુક્ત). વ્યર્થ નાં વિસ્તાર ને સેકન્ડ માં સાર રુપમાં કરવા વાળી અને અન્ય ને કરાવવા વાળી.
(૨) ટીચર્સ પણ પાવર હાઉસ (શક્તિ સ્ત્રોત) બાપ નાં સમાન સબ-સ્ટેશન (પેટા-મથક) છે. તો જેમ પાવર હાઉસ માં સદા અટેન્શન (ધ્યાન) અને ચેકિંગ (તપાસ) રહે છે કે ક્યાંય ફ્યુઝ ઉડી ન જાય. એવી રીતે ટીચર્સે પણ શું ચેકિંગ કરવાનું છે? ક્યારેય પણ કોઈ પરિસ્થિતિ માં કન્ફ્યુઝ (મુંજવણ) ન થઈ જાય. જેમ પાવર હાઉસ ની નાની હલચલ આખાં એરિયા (વિસ્તાર) ની લાઈટ ને હલાવી દે છે. એમ જ ટીચર નાં કન્ફ્યુઝ થવાથી વાતાવરણ માં પ્રભાવ પડી જાય છે અને વાતાવરણ નો પ્રભાવ આવવા વાળા પર પડે છે, તો ટીચર્સે સ્વયં પોતાને અનેક આત્માઓ ને ચઢાવવા અને ડગમગ કરવાનાં નિમિત્ત સમજવું જોઈએ.
(૩) ટીચર્સ અથક છો ને. નાની વાતો માં થાકવા વાળી તો નથી ને? પુરુષાર્થ માં સ્વયં પોતાનાથી પણ થાકવાનું થાય છે? કોઈ પણ પ્રકારનાં સંસ્કાર કે સ્વભાવ ને પરિવર્તન કરવામાં દિલશિકસ્ત થવું કે અલબેલાપણું આવવું પણ થાકવું છે. આ તો થતું જ રહે છે, આ તો થશે જ - આ છે અલબેલાપણું. ખુબ જ મુશ્કેલ છે, ક્યાં સુધી ચાલીશું - આ છે દિલશિકસ્ત થવું. તો પુરુષાર્થ માં અલબેલાપણું હોવું કે દિલશિકસ્ત થવું પણ થાકવું છે.
(૪) જેનામાં પરિસ્થિતિઓ નો સામનો કરવાની શક્તિ છે, તે સદા ઉમંગ ઉત્સાહ માં રહેશે, કન્ફ્યુઝ નહીં થશે.
(૫) ટીચર્સ છે જ બાપ સમાન સેવાધારી, તો સમાન વાળા છો ને? સમાનતા ની પણ ખુશી હોય છે. ટીચર્સ આ ખુશીમાં રહે છે કે બાપ સમાન માસ્ટર શિક્ષક છીએ, બાપ સમાન નિમિત્ત બનેલાં છીએ. બાપ સમાન અનેક આત્માઓનાં કલ્યાણની જવાબદારી પણ છે તો બાપ સમાન છે. આ ખુશી ખુબ આગળ વધારી શકે છે. ટીચર્સ ને જોઈને બાપદાદા પણ ખુશ થાય છે. સમાન ને કહેવાય છે ફ્રેન્ડશિપ ગ્રુપ (મિત્રોનું સંગઠન) તો ફ્રેન્ડ્સ નું ગ્રુપ થઈ ગયું.
(૬) ટીચર્સે સદા નવાં પ્લાન (યોજના) બનાવવાં જોઈએ. પ્લાનિંગ બુદ્ધિ છો અને ખુબ જ સહજ પ્લાનિંગ બુદ્ધિ બની પણ શકો છે. કેવી રીતે? અમૃતવેલા પ્લેન (સ્વચ્છ) બુદ્ધિ હોય તો બાપદાદા દ્વારા પ્લાન ટચ (ઈશારો) થશે. તો પ્લાનિંગ બુદ્ધિ બનતાં જશો. સાકાર નો આધાર લો છો એટલે પ્લાનિંગ બુદ્ધિ નથી બનતાં. નહીં તો ટીચર્સ નો સંબંધ ફ્રેન્ડશિપ હોવાનાં કારણે સમીપ નો છે. તો ખુબ સહયોગ લઇ શકો છો. જ્યારે બાપ જુએ છે હદ નાં આધાર બનાવી રાખ્યાં છે, તો બાપ કેમ મદદ કરે?
(૭) ટીચર્સ ની વિશેષતા શું છે? ટીચર્સ ઇન્વેન્ટર (આવિષ્કારી), ક્રિયેટર (રચયિતા), પ્લાનિંગ બુદ્ધિ છે; અનેક આત્માઓને ઉમંગ-ઉલ્લાસ અપાવવા વાળી છે, આ બધી વિશેષતાઓને હવે ઇમર્જ (જાગૃત) કરો. તો હદ ની વાતો મર્જ (વિસ્મૃત) થઇ જશે. સમજ્યાં.
(૮) ટીચર ની વિશેષતા છે અનુભવી મૂર્ત. બોલવા વાળી મૂર્ત નહીં, અનુભવી મૂર્ત. બોલવાનું પણ અનુભવ નાં આધાર પર. આટલી બધી વિશેષતાઓ થી સંપન્ન નજર થી બાપદાદા જુએ છે. તો કેટલાં મહાન થઇ ગયાં! મહાનતા ને મહેમાન સમજીને ચલાવો. મહાનતા ને પોતાની પ્રોપર્ટી (મિલ્કત) નહીં સમજી લેતાં. મહાનતા ને પોતાની સમજી, બાપ ની નહીં સમજો તો નુકસાન છે. બાપ દ્વારા મળેલી મહાનતા છે તો બાપ ને વચ્ચે થી નથી ભૂલવાનાં. અચ્છા.
પાર્ટીઓ સાથે (પર્સનલ મુલાકાત):-
સર્વ ખજાનાઓથી સંપન્ન આત્માની નિશાની કઈ હશે? જે ખજાનાઓથી સંપન્ન હશે કે સદા અતીન્દ્રિય સુખ માં મગન રહેશે, એને બાપ અને સેવા સિવાય કંઈ પણ યાદ નહીં રહે. તે હદની પ્રવૃત્તિ ને સંભાળતા ઈશ્વરીય સેવા અર્થે પોતાને ટ્રસ્ટી સમજીને પ્રવૃત્તિ નાં કાર્ય કરશે. એમનું દરેક કર્મ શ્રીમત પ્રમાણે હશે - એમાં જરા પણ મનમત કે પરમત મિક્સ (ભેગી) નહીં કરે. શ્રીમત માં જો જરા પણ મનમત કે પરમત મિક્સ છે તો એનું રિઝલ્ટ શું દેખાશે? જો શ્રીમત ની અંદર મનમત કે પરમત મિક્સ છે તો જેમ શુદ્ધ વસ્તુ માં કોઈ અશુદ્ધ વસ્તુ મિક્સ થઈ જાય છે તો કોઈ-ને-કોઈ નુકસાન થઈ જાય છે. એમ અહીંયા પણ શ્રીમત માં મનમત કે પરમત મિક્સ થાય છે તો સેવા થી જે પ્રાપ્તિ થવી જોઈએ તે નથી થતી. ખુશી, સફળતા, શક્તિ નો અનુભવ પણ નહીં થશે, શ્રીમત નું રીઝલ્ટ છે સફળતા અર્થાત્ સર્વ પ્રાપ્તિ. આ અનુભવ પણ કરતાં હશો કે કોઈ-કોઈ સમયે મહેનત ઘણી કરો છો પરંતુ સફળતા ઓછી મળે, અનુભવ ઓછો થાય અને ક્યારેક મહેનત ઓછી, પુરુષાર્થ ઓછો હોવા છતાં પણ પ્રાપ્તિ વધારે થાય છે, આનું કારણ યથાર્થ અને મિક્સ. તો આ સૂક્ષ્મ ચેકિંગ (તપાસ) જોઈએ. કારણ કે મનમત ખુબ સૂક્ષ્મ છે. માયા મનમત ને ઈશ્વરીય મત માં રૉયલ રુપ થી મિક્સ કરે છે, તમે સમજશો આ ઈશ્વરીય મત છે પરંતુ હશે મનમત. એનાં માટે પારખવાની અને નિર્ણય કરવાની શક્તિ જોઈએ. જો આ બંને શક્તિઓ પાવરફુલ (શક્તિશાળી) છે તો દગો નહીં ખાશો.
૨. જેમનામાં રડવાની આદત છે તે બાળકો બાપ થી સ્વત: વિમુખ થઈ જાય છે. મન માં દુઃખની લહેર આવવી આ પણ રડવું થયું. રડવા વાળાને બાપની પ્રાપ્તિ વાળા નહીં કહી શકાય. જ્યારે બાપ નાં સંબંધ થી વંચિત થાય છે ત્યારે દુઃખ ની લહેર આવે છે. તો રડવું અર્થાત્ બાપ થી સંબંધ તોડવો. બાપ થી પોતાનું મુખ ફેરવી લેવું. જ્યારે કોઈ રડે છે તો જોયું હશે - કોઈની સામે મોઢું નહીં કરે, છુપાવશે જરુર. તો જેમ સ્થૂળ રડવાથી સ્વતઃ મોઢું છુપાવી દેવાય છે તો મન થી રડવાથી પણ બાપ થી વિમુખ સ્વત: થઈ જાય છે. બાપ ની તરફ પીઠ થઈ જાય છે. ક્યારેય પણ દુઃખ ની લહેર સંકલ્પ માં પણ ન આવવી જોઈએ. સુખદાતા નાં બાળકો અને દુઃખની લહેર હોય, આ શોભતું નથી. મૂડ ઓફ કરવો (મન ની સ્થિતિ ખરાબ કરવી) પણ મુખ થી રડવું છે. તો મુડ ઓફ કરો છો? ક્યારેક કોઈ સર્વિસ (સેવા) નો ચાન્સ ઓછો મળ્યો, તો મૂડ ઓફ નથી થતો? અથક અને આળસ રહિત પોતાને સમજો છો? આળસ ફક્ત સૂવાની જ નથી હોતી. અથક નો અર્થ જ છે જેમાં આળસ ન હોય. તો સદા અથક થઈને રહેવું અર્થાત્ સદા બાપ ની સન્મુખ રહેવું તો સદા ખુશ રહેશો.
ફાસ્ટ સ્પીડ (તીવ્ર ગતિ) વાળા કોઇ પણ સમસ્યા માં અટકશે નહીં. સમસ્યા રોકવાની કોશિશ કરશે પરંતુ તેઓ જમ્પ (છલાંગ) મારીને નીકળી જશે. સમસ્યાઓનાં વિચાર માં સમય નહીં ગુમાવશે. ફાસ્ટ સ્પીડ અર્થાત્ જે બાપે કહ્યું એ કર્યું. દૂર થી જ અનુભવ થશે કે આ કોઇ અલૌકિક વ્યક્તિ છે.
શક્તિ અને ખુશી પ્રાપ્ત કરવાનો આધાર છે - શ્રેષ્ઠ કર્મ. શ્રેષ્ઠ કર્મ ત્યારે થાય છે જ્યારે કર્મ અને યોગ બંને સાથે-સાથે હોય. સદૈવ ચેક (તપાસ) કરો કે કર્મ કરતાં પણ યોગી છીએ? કર્મ કરતાં યોગ ભૂલાતો તો નથી? જેમ આત્મા અને શરીર સાથે-સાથે છે, અલગ થઈ જાય તો મડદું બની જાય. એમ કર્મ ની સાથે યોગ નથી તો તે કર્મ બેકાર થઈ જાય છે. બંધન નાખવા વાળી આત્મા પણ પુરુષાર્થ માં સહયોગી છે. બંધન થી એમ જ અધિક ઈચ્છા વધે છે તો બંધન, બંધન નહીં પરંતુ સહયોગ થયો ને! જો સહયોગ ની દૃષ્ટિ થી જોશો તો મજા આવશે. બંધન ને બંધન ની દૃષ્ટિ થી જોશો તો કમજોર બની જશો.