Search for a command to run...
26 Jan 1977
અન્તર્મુખતા દ્વારા સૂક્ષ્મ શક્તિ ની લીલાઓ નો અનુભવ
26 January 1977 · ગુજરાતી
પોતાની વાસ્તવિક સાઇલેન્સ (શાંતિ) ની શક્તિ ને સારી રીતે જાણી ગયાં છો? જેમ વાણીની શક્તિ નું, કર્મની શક્તિ નું પ્રત્યક્ષ પરિણામ દેખાય છે, એમ સૌથી પાવરફુલ (શક્તિશાળી) સાઇલેન્સ ની શક્તિ નું પ્રત્યક્ષ પ્રમાણ જોયું છે, અનુભવ કર્યો છે? જેમ વાણી દ્વારા કોઈ આત્મા ને પરિવર્તન કરી શકો છો, એમ સાઇલેન્સ ની શક્તિ દ્વારા અર્થાત્ મન્સા દ્વારા કોઈ આત્માની વૃત્તિ, દૃષ્ટિ ને પરિવર્તન કરવાનો અનુભવ છે? વાણી દ્વારા તો જે સામે હોય એમનું જ પરિવર્તન કરશો, પરંતુ મન્સા દ્વારા કે સાઇલેન્સ ની શક્તિ દ્વારા કેટલી પણ સ્થૂળ માં દૂર રહેવા વાળી આત્મા હોય, એમને સન્મુખ નો અનુભવ કરાવી શકો છો. જેમ સાયન્સ (વિજ્ઞાન) નાં યંત્રો દ્વારા દૂરનું દૃશ્ય સન્મુખ અનુભવ કરો છો, એમ સાઇલેન્સ ની શક્તિ થી પણ અંતર સમાપ્ત થઈ સન્મુખ નો અનુભવ તમે પણ કરશો અને અન્ય આત્માઓ પણ કરશે, આને જ યોગબળ કહેવાય છે. પરંતુ જેમ સાયન્સ નાં સાધન નું યંત્ર પણ ત્યારે કામ કરશે જયારે કનેક્શન (જોડાણ) મેન સ્ટેશન (મુખ્ય મથક) સાથે હશે, એ જ પ્રમાણે સાઇલેન્સ ની શક્તિ દ્વારા અનુભવ ત્યારે કરી શકશો, જ્યારે બાપદાદા થી નિરન્તર ક્લિયર કનેક્શન હશે. ત્યાં ફક્ત કનેક્શન હોય છે, પરંતુ અહીંયા કનેક્શન અર્થાત્ રિલેશન (સંબંધ) બધાં ક્લિયર અનુભવ થશે ત્યારે મન્સા શક્તિ નું પ્રત્યક્ષ પ્રમાણ જોઈ શકશો.
હમણાં સુધી મન્સા શક્તિ દ્વારા આત્માઓનું આવાહન કરી પરિવર્તન કરવાની આ સૂક્ષ્મ સેવા ખુબ ઓછી કરો છો. જ્યારે આત્મિક શક્તિવાળી, સેમી પ્યોર (અડધી પવિત્ર) આત્માઓ પોતાની સાધના દ્વારા આત્માઓનું આવાહન કરી શકે છે, અલ્પકાળ નાં સાધનો દ્વારા દૂર બેઠેલી આત્માઓ ને ચમત્કાર દેખાડી પોતાની તરફ આકર્ષિત કરી શકે છે, તો પરમાત્મ શક્તિ અર્થાત્ સર્વશ્રેષ્ઠ શક્તિ શું નથી કરી શકતી? આનાં માટે વિશેષ એકાગ્રતા જોઈએ. સંકલ્પો ની પણ એકાગ્રતા, સ્થિતિ ની પણ એકાગ્રતા. એકાગ્રતા નો આધાર છે - અન્તર્મુખતા. અન્તર્મુખતા માં રહેવાથી અંદર ને અંદર ખુબ જ વિચિત્ર અનુભવ કરશો. જેમ દિવ્ય-દૃષ્ટિ માં સૂક્ષ્મ-વતન, સૂક્ષ્મ-સૃષ્ટિ અર્થાત્ સુક્ષ્મલોક ની અનેક વિચિત્ર લીલાઓ જુઓ છો, એમ અન્તર્મુખતા દ્વારા સૂક્ષ્મ શક્તિ ની લીલાઓ અનુભવ કરશો. આત્માઓનું આવાહન કરવું, આત્માઓ સાથે રુહ-રુહાન કરવી, આત્માઓનાં સંસ્કાર, સ્વભાવ ને પરિવર્તન કરવાં, આત્માઓનું બાપ સાથે કનેક્શન (જોડાણ) કરાવવું, એવી રુહાની લીલાનો અનુભવ કરી શકો છો? અપ્રાપ્ત આત્મા ને, અશાંત, દુઃખી, રોગી આત્મા ને દૂર બેઠા પણ શાંતિ, શક્તિ, નિરોગીપણા નું વરદાન આપી શકો છો? જેમ શક્તિઓનાં જડ ચિત્રો માં વરદાન આપવાનું સ્થૂળ રુપ હાથ નાં રુપમાં દેખાડ્યું છે, હાથ પણ એકાગ્ર રુપ દેખાડે છે. વરદાન નો પોઝ (મુદ્રા) હાથ, દૃષ્ટિ અને સંકલ્પ એકાગ્ર જ દેખાડે છે, એમ ચૈતન્ય રુપ માં એકાગ્રચિત્ત ની શક્તિને વધારો, તો રુહો (આત્માઓ) ની દુનિયામાં રુહાની સેવા થશે. રુહાની દુનિયા મૂળવતન નહીં પરંતુ રુહ, રુહ નું આવાહન કરીને રુહાની સેવા કરે. આ રુહાની લીલા નો અનુભવ કરો. આ રુહાની સેવા ફાસ્ટ સ્પીડ (તીવ્ર ગતિ) માં કરી શકો છો. તો વાચા અને કર્મણા ની સેવામાં, જે તારા-મારા નો ટકરાવ થાય છે, નામ, માન, શાન નો ટકરાવ થાય છે, સ્વભાવ, સંસ્કારો નો ટકરાવ થાય છે, સમય અને સંપત્તિ નો અભાવ હોય છે, આ પ્રકારનાં જે પણ વિઘ્ન પડે છે, આ બધાં વિઘ્ન સમાપ્ત થઈ જશે. રુહાની સેવાનો એક સંસ્કાર બની જશે. આ જ સંસ્કાર માં પણ તત્પર રહેશો. આ વર્ષે આ પાવરફુલ સર્વિસ પણ આરંભ કરો. જે પણ આત્માઓ વાણી દ્વારા કે પ્રેક્ટિકલ લાઈફ (વ્યવહારિક જીવન) નાં પ્રભાવ દ્વારા સંપર્ક માં આવી છે, કે સંપર્ક માં આવવાની ઉમેદવાર છે, તે આત્માઓને રુહાની શક્તિ નો અનુભવ કરાવો. મહેનત નો અનુભવ, મહાનતા નો અનુભવ કરાવ્યો છે. હવે મહેનત અને મહાનતા ની સાથે રુહાનિયત નો પણ અનુભવ કરાવો. ત્રણેય વાતો નો અનુભવ હોય.
આ શિવરાત્રી પર એવી સ્થૂળ અને સૂક્ષ્મ સ્ટેજ (અવસ્થા) બનાવો, જેનાંથી આવવા વાળી આત્માઓને પોતાનું સ્વરુપ, રુહ અને રુહાનિયત નું અનુભવ થાય. વાણી દ્વારા વાણી થી ઉપરામ જવાનો અનુભવ થાય. એવી સંપર્કમાં આવવા વાળી આત્માઓનો વિશેષ પ્રોગ્રામ રાખો. લક્ષ રાખો કે અનુભવ કરાવવો છે, ન કે ફક્ત ભાષણ કરવાનું છે. ભલે નાનાં-નાનાં સંગઠન બનાવો પરંતુ રુહાનિયત અને રુહાની બાપ નાં સંબંધ અને અનુભવ માં સમીપ લાવો. કંઈક નવીનતા કરો. સ્થાન અને સ્થિતિ બંને થી દૂર થી જ રુહાનિયત નું આકર્ષણ થાય. જનરલ (સામાન્ય) સંદેશ આપવાની વાત અલગ છે. એ કરવું છે તો ભલે કરો, પરંતુ આ જરુર કરો. એનાં માટે નિમિત્ત બનેલી આત્માઓએ અર્થાત્ સર્વિસેબલ (સેવાધારી) આત્માઓએ વિશેષ તે દિવસે એકાગ્રતા નું, અન્તર્મુખતા નું વ્રત રાખવું પડશે. આ વ્રત થી વૃત્તિઓનું પરિવર્તન કરશો. જેમ ભક્ત લોકો સ્થૂળ ભોજન નું વ્રત રાખે છે, તો સર્વિસેબલ જ્ઞાની-તૂ આત્માઓએ વ્યર્થ સંકલ્પ, વ્યર્થ બોલ, વ્યર્થ કર્મની હલચલ થી ઉપરામ એકાગ્રતા અર્થાત્ રુહાનિયત માં રહેવાનું વ્રત લેવું પડે, ત્યારે આત્માઓને જ્ઞાન-સૂર્ય નો ચમત્કાર દેખાડી શકશો. કોઈ અલૌકિક પ્લાન (યોજના) બનાવો. જેમ ભક્તિ માં અગરબત્તી ની સુગંધ દૂર થી આકર્ષણ કરે છે તેમ એકાગ્રતા ની શક્તિ દૂર થી જ આકર્ષણ કરે છે. સમજ્યાં, હવે શું કરવાનું છે? સંપર્ક વાળાઓને સંબંધમાં લાવો. અનુભવો દ્વારા એ વિશેષ આત્માઓને અવાજ ફેલાવવાનાં નિમિત્ત બનાવો. અચ્છા.
એવાં રુહાનિયત માં એકાગ્રતાનો અનુભવ કરાવવા વાળા, દરેક સંકલ્પ અને દરેક સેકન્ડ રુહાની સેવામાં તત્પર રહેવા વાળા, રુહ ને અનુભવો દ્વારા રાહત આપવા વાળા, એવાં રુહાની સેવાધારીઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદી જી ની સાથે:-
સાકાર રુપમાં એકાગ્રતા ની શક્તિ નાં ઘણાં પ્રત્યક્ષ પ્રમાણ જોયાં. દૂર બેઠેલાં બાળકો પ્રેક્ટિકલ અનુભવ કરતા હતાં કે આજે વિશેષ રુપ થી બાપદાદાએ મને યાદ કર્યો કે વિશેષ રુપ થી મને શક્તિની પ્રાપ્તિનો અનુભવ કરાવી રહ્યાં છે. સંકલ્પ અને વાતો બંને તરફની મળતી હતી. એવાં પ્રેક્ટિકલ અનુભવ જોયાં ને? જેમ ટેલિફોન દ્વારા કોઈ મેસેજ (સંદેશ) મળવાનો હોય છે, તો રીંગ (ઘંટી) વાગે છે. એમ બાપ નો સંદેશ કે સંકલ્પ નું ડાયરેક્શન (સૂચના) જ્યારે બાળકો ને પહોંચે છે તો અંદર ને અંદર આત્મા માં અચાનક ખુશી ની લહેર માં રોમાંચ ઉભાં થઈ જાય છે. પરંતુ જેમ કોઈ રીંગ સંભળાતી હોવા છતાં પણ નથી સાંભળતા તો મેસેજ નથી લઈ શકતાં. એ રીતે બાળકો ને અનુભવ થાય છે જરુર, પરંતુ અલબેલાપણા માં ચલાવી લે છે. એકાગ્રતાની શક્તિની લીલા ને કેચ કરી (પકડી) નથી શકતાં. પરંતુ અનુભવ જરુર થાય છે. એમ આત્માઓને પણ આત્માઓનાં થાય છે, પરંતુ જેમ વાયર માં હલચલ થઈ જાય, ટેલિફોન નાં થાંભલા માં હલચલ થઇ જાય તો મેસેજ કેચ નથી કરી શકતાં. ત્યાં વાતાવરણ નો, વાયુમંડળ નો પ્રભાવ હોય છે; અહીં પછી વૃત્તિ નો પ્રભાવ હોય છે. વૃત્તિ ચંચળ હોવાનાં કારણે મેસેજ ને કેચ નથી કરી શકતાં. તો આ વર્ષ માં એકાગ્રતા નો દૃઢ સંકલ્પ કરવા વાળું ગ્રુપ તૈયાર થવું જોઈએ, જે આ વિચિત્ર અનુભવ કરી શકે. આ છે સાગર નાં તળિયે જઈને અનુભવ નાં હીરા, મોતી લેવાં અને તે છે જ્ઞાન સાગર ની લહેરો માં લહેરાવાનો અનુભવ કરવો. લહેરો માં છો, એ તો અનુભવ કર્યો હવે અંદર તળિયા માં જવાનું છે. અમૂલ્ય ખજાના તળિયા માં મળે છે. આ વાત પાક્કી કરવાથી બીજી બધી વાતો થી ઓટોમેટિકલી (આપોઆપ) કિનારો થઇ જશે. આને જ સ્વચિંતન, સ્વદર્શન, સમર્થ સેવા કહેવાય છે. લાઈટ હાઉસ (પ્રકાશ સ્વરુપ) માઇટ હાઉસ (શક્તિ સ્વરુપ) ની આ સ્ટેજ (અવસ્થા) છે. પછી દૃષ્ટિ થી દાન કરવું પડશે. નજર થી નિહાલ કરવાની આ સ્ટેજ છે. એકાગ્રતા ની શક્તિ ખુબ જ વિચિત્ર રંગ દેખાડી શકે છે. સિદ્ધિઓ વાળા પણ એકાગ્રતા થી જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સ્વયંની ઔષધિ પણ એકાગ્રતા ની શક્તિ થી કરી શકે છે. અનેક રોગીઓને નિરોગી પણ બનાવી શકે છે, ખુબ જ વિચિત્ર અનુભવ એનાંથી કરી શકો છો. કોઈએ ચાલતી વસ્તુ ને રોકી, આ એકાગ્રતા ની સિદ્ધિ છે. સ્ટોપ (થોભો) કહો તો સ્ટોપ થઈ જાય ત્યારે વરદાની રુપ માં જય-જયકાર નાં નારા થશે. હમણાં વાહ-વાહ નાં નારા લગાવે છે. ભાષણ ખુબ જ સારું કર્યું, મહેનત ખુબ સારી કરી છે, જીવન ખુબ જ સારું છે. પછી જય-જયકાર નાં નારા થશે. આ વર્ષનો એમ ઓબ્જેકટ (લક્ષ) સમજ્યાં ને. ડબલ (બમણી) સેવા જોઈએ. અમૃતવેલા આ સ્પેશલ (વિશેષ) સેવા કરી શકો છો. પછી ભક્તોનાં અવાજ પણ સંભળાશે. એવું સમજશો જાણે અહીંયા સન્મુખ કોઈ બોલાવી રહ્યું છે, આ શક્તિ વધારવાની છે. જેટલો પણ સમય મળે બે મિનિટ, પાંચ મિનિટ જતાં રહો આ એકાગ્રતા ની શક્તિ માં. તો થોડું-થોડું કરતા પણ જમા થઈ જશે, ત્યારે શક્તિઓ દ્વારા સર્વ-શક્તિમાન ની પ્રત્યક્ષતા થશે. શક્તિઓની સંપૂર્ણતા જાણે આંધળાઓની આગળ દર્પણ નું કામ કરશે. સંપૂર્ણતા વર્ષ અર્થાત્ આ સંપૂર્ણતા. અચ્છા.