Search for a command to run...
12 Dec 1978
પરોપકારી કેવી રીતે બનાય?
12 December 1978 · ગુજરાતી
આજે રુહાની ફુલવાડી અર્થાત્ સદા રુહે ગુલાબ બાળકોનાં સંગઠન ને જોઈ બાપદાદા દરેક બાળકની વિશેષતા ને જોઈ રહ્યાં છે. ત્રણ પ્રકાર ની વિશેષતાઓ છે. એક સદા પોતાની રુહાનિયત ની સ્થિતિ માં રહેવા વાળા અર્થાત્ સદા ખીલેલાં. બીજા રુહાનિયત ની સ્થિતિ અનુસાર સદાકાળ ખીલેલાં નથી પરંતુ નિશ્ચય સ્વરુપ હોવાનાં કારણે રુપ ની સુંદરતા સારી છે. ત્રીજા બાપ થી સ્નેહ અને સંબંધ નાં આધાર થી અડધા ખીલેલાં હોવા છતાં પણ સ્નેહ અને સંબંધ ની સુગંધ સમાયેલી છે. આવાં ત્રણેય પ્રકારનાં રુહે ગુલાબોની ફુલવાડી ને જોતાં બાપદાદા સદા સુગંધ લેતાં રહે છે. હવે સ્વયં ને જુઓ હું કોણ છું? નંબરવન બનવામાં જે કાંઈ કમી રહી ગઈ છે એને સંપન્ન કરી સંપૂર્ણ બનો કારણ કે સંપૂર્ણ બાપ નાં બાળકો પણ બાપ સમાન સંપૂર્ણ જોઈએ. દરેક બાળક નું લક્ષ પણ સંપૂર્ણ બનવાનું છે તો લક્ષ પ્રમાણે સર્વ લક્ષણ સ્વયં માં ભરીને સંપન્ન બનો. એનાં માટે વિશેષ ધારણા પહેલાં પણ સંભળાવી છે-સદા બ્રહ્માચારી અર્થાત્ બ્રહ્મચારી અને સદા પર-ઉપકારી.
પર-ઉપકારી ની પરિભાષા સહજ પણ છે અને અતિ ગુહ્ય પણ છે. ૧. પર-ઉપકારી અર્થાત્ દર સમયે બાપ સમાન દરેક આત્મા નાં ગુણ મૂર્ત ને જુએ. ૨. પર-ઉપકારી કોઈની પણ કમજોરી કે અવગુણ ને જોતાં પોતાની શુભ ભાવના થી, સહયોગ ની કામના થી અવગુણ ને જોતાં તે આત્માને પણ ગુણવાન બનાવવાની શક્તિ નું દાન આપશે. ૩. પરોપકારી અર્થાત્ સદા બાપ સમાન સ્વયં નાં ખજાનાં ને સર્વ આત્માઓનાં પ્રતિ આપવા વાળા દાતા રુપ હશે. ૪. પરોપકારી સદા સ્વયં ને ખજાનાઓ થી સંપન્ન બેગમપુર નાં બાદશાહ અનુભવ કરશે. બેગમપુર અર્થાત્ જ્યાં કોઈ ગમ (દુઃખ) નથી. સંકલ્પ માં પણ ગમ નાં સંસ્કાર અનુભવ ન હોય. ૫. પરોપકારી અર્થાત્ સદૈવ વિશેષ રુપ થી પોતાની મન્સા અર્થાત્ સંકલ્પ શક્તિ દ્વારા, વાણી ની શક્તિ દ્વારા, પોતાનાં સંગ નાં રંગ દ્વારા, સંબંધ નાં સ્નેહ દ્વારા, ખુશી નાં અખૂટ ખજાનાં દ્વારા અખંડ દાન કરતાં રહેશે. કોઈ પણ આત્મા સંપર્ક માં આવે તો ખુશી નાં ખજાના થી સંપન્ન થઇને જાય, એવાં અખંડ દાની હશે. વિશેષ સમય કે સંપર્ક વાળા અર્થાત્ કોઈ-કોઈ આત્માઓનાં પ્રતિ દાની નહીં પરંતુ સર્વ નાં પ્રતિ સદા મહાદાની હશે. પરોપકારી સ્વયં માલામાલ હોવાનાં કારણે કોઈ પણ આત્મા થી કંઈ લઈને આપવાનાં ઇચ્છુક નહીં હશે. સંકલ્પ માં પણ એવું નહીં આવશે કે આ કરે તો હું કરું, આ બદલાય તો હું બદલાઉં, કંઈક એ બદલાય કંઈક હું બદલાઉં. એક વાત નું પરિવર્તન આત્માનું અને ૧૦ વાતો નું પરિવર્તન મારું હશે, એવી ભાવના રાખવાવાળા ને પરોપકારી નહીં કહેવાશે. તે મહાદાની બનવાનાં બદલે સોદા કરવા વાળા સોદાગર બની જાય છે. “આટલું આપે તો હું આટલું આપું, શું સદા હું જ ઝૂકતો રહીશ, હું જ આપતો રહીશ, ક્યાં સુધી કેટલે સુધી કરીશ!” આ સંકલ્પ આપવા વાળા નાં ન હોઈ શકે. જ્યારે અન્ય આત્મા કોઈ પણ કમજોરી નાં વશ છે, પરવશ છે, સંસ્કાર નાં વશ છે, સ્વભાવ નાં વશ છે, પ્રકૃતિ નાં સાધનો નાં વશ છે-તો એવી પરવશ આત્મા અર્થાત્ એ સમયની ભિખારી આત્મા, ભિખારી અર્થાત્ શક્તિહીન, શક્તિઓનાં ખજાના થી ખાલી છે.
મહાદાની ભિખારી થી એક નવો પૈસો લેવાની ઇચ્છા ન રાખી શકે. આ બદલાય કે આ કરે કે આ કંઈક સહયોગ આપે, કદમ આગળ વધારે, એવાં સંકલ્પ કે એવાં સહયોગ ની ભાવના, પરવશ, શક્તિહીન, ભિખારી આત્મા થી શું રાખી શકાય! કંઈક લઈને કંઈક આપવું તેને પરોપકારી નથી કહેવાતું. ૬. પરોપકારી અર્થાત્ ભિખારી ને માલામાલ બનાવવા વાળા - અપકારી ની ઉપર ઉપકાર કરવા વાળા. ગાળ દેવા વાળા ને ગળે લગાવવા વાળા, પોતાનાં પર-ઉપકાર ની શુભભાવના થી, સ્નેહ થી, શક્તિ થી, મીઠા બોલ થી, ઉત્સાહ-ઉમંગ નાં સહયોગ થી દિલશિકસ્ત ને શક્તિવાન બનાવી દે અર્થાત્ ભિખારી ને બાદશાહ બનાવી દે. ૭. પરોપકારી ત્રિકાળદર્શી હોવાનાં કારણે દરેક આત્મા નાં સંપૂર્ણ સહયોગ ને સામે રાખતાં, દરેક આત્મા ની કમજોરી ને પારખતાં તે કમજોરી ને સ્વયં માં ધારણ નહીં કરશે, વર્ણન નહીં કરશે પરંતુ અન્ય આત્માઓ ની કમજોરી નાં કાંટા કલ્યાણકારી સ્વરુપ થી સમાપ્ત કરી દેશે. કાંટા નાં બદલે કાંટા ને પણ ફૂલ બનાવી દેશે. એવાં પરોપકારી સદા સંતુષ્ટમણી નાં સમાન સ્વયં પણ સંતુષ્ટ હશે અને સર્વ ને પણ સંતુષ્ટ કરવા વાળા હશે. કમાલ એ છે જે હોપલેસ (નાઉમ્મીદ) માં હોપ (ઉમ્મીદ) પેદા કરે. ૮. જેનાં પ્રતિ બધાં નિરાશા દેખાડે એવી વ્યક્તિ કે એવી સ્થિતિ માં સદા નાં માટે એમની આશા નો દીપક જગાડી દે. જ્યારે તમારા જડ ચિત્રો હમણાં સુધી અનેક આત્માઓની અલ્પકાળ ની મનોકામના પૂર્ણ કરી રહ્યાં છે, તો ચૈતન્ય રુપમાં જો કોઈ તમારા સહયોગી ભાઈ-બહેન કે પરિવાર ની આત્માઓ, બેસમજી કે બાળહઠ થી અલ્પકાળ ની વસ્તુ ને સદાકાળ ની પ્રાપ્તિ સમજી, અલ્પકાળ ની માન-શાન-નામ કે અલ્પકાળ ની પ્રાપ્તિની ઇચ્છા રાખે છે તો બીજા ને માન આપીને સ્વયં નિર્માણ બનવું આ જ પરોપકાર છે. આ આપવું જ સદા નાં માટે લેવું છે. જેમ અજાણ બાળક નુકસાન વાળી વસ્તુ ને પણ રમકડું સમજે છે તો એને કંઈ આપીને છોડાવવાનું હોય છે. હઠ થી સદાકાળ નું નુકસાન થઈ જાય છે. એમ બેસમજ આત્માઓ પણ એ જ સમયે અલ્પકાળ ની પ્રાપ્તિ ને અર્થાત્ સદા ની નુકસાનકારી વાતો ને પોતાનાં કલ્યાણ નું સાધન સમજે છે. એવી આત્માઓને જબરજસ્તી આ વાતો થી હટાવવાથી કશમકશ માં આવીને એમનાં પુરુષાર્થની જિંદગી ખતમ થઇ જાય છે. એટલે કંઇક આપીને સદા માટે છોડાવવું એવી યુક્તિ-યુક્ત ચલન થી સ્વતઃ જ અલ્પકાળ ની ભિખારી આત્મા બેસમજ થી સમજદાર બની જશે. સ્વયં મહેસૂસ કરશે કે આ અલ્પકાળ નાં સાધન છે. એમ બેસમજ આત્માઓની ઉપર પણ પરોપકારી. એવાં પરોપકારી સ્વતઃ જ સ્વયં ઉપકારી થઈ જાય છે, આપવું જ સ્વયં પ્રતિ મેળવવું થઈ જાય છે. મહાદાની સર્વ અધિકારી સ્વતઃ જ થઈ જાય છે. સમજ્યાં, પરોપકારી ની પરિભાષા શું છે! એવાંં પરોપકારી જ સર્વ આત્માઓ દ્વારા દિલ નાં આશીર્વાદ નાં અધિકારી બને છે. એવાં પરોપકારી આત્માઓની ઉપર સદા સર્વ આત્માઓ દ્વારા પ્રસંશા નાં પુષ્પોની વર્ષા થાય છે. સમજ્યા! અચ્છા.
એવી બાપ સમાન સદા ઉપકારી, સ્વયં અને સર્વ પ્રતિ શુભ ભાવના, શ્રેષ્ઠ કામના રાખવા વાળી, અખૂટ ખજાના ની માલિક અખંડ દાની, દિલશિકસ્ત ને શક્તિશાળી બનાવવા વાળી, ભિખારી ને સદાકાળ નાં બાદશાહ બનાવવા વાળી, એવી શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ થી:- બાપદાદા ને, અંત સો આદિ કરવા વાળા એવાં ઓલરાઉન્ડર પાર્ટધારી, પરોપકારી ગ્રુપ જોઈએ. જેમ દરેક વિશેષ કાર્ય નાં અર્થ ગ્રુપ બનાવો છો ને. તો આ સમય એવું પરોપકારી ગ્રુપ જોઈએ જે આપવા વાળા દાતા હોય. જેમ રાજા દાતા હોય છે, આજકાલ નાં રાજા લોકો નહીં. સંપન્ન રાજાઓ સદા પ્રજા ને આપવા વાળા હોય છે, જો પ્રજા થી લેવા વાળા હોય તો પ્રજા જ રાજા થઈ ગઈ. એટલે સંપન્ન રાજાઓ ક્યારેય લેતા નથી, આપવા વાળા હોય છે. સંપન્ન રાજાઓનાં હાથ ક્યારેય પણ લેવા વાળા હાથ નહીં હશે, આપવા વાળા હશે. સ્વર્ગ નાં વિશ્વ મહારાજા, પ્રજા થી લેશે શું? પ્રજા પણ સંપન્ન છે તો વિશ્વ મહારાજા શું હશે! તો જેમ ભવિષ્ય દાતા બનવાનો પાર્ટ ભજવવાનો છે, હમણાંથી જ એ જ દાતાપણા નાં સંસ્કાર ભરવાનાં છે. કોઈનાં થી કંઈ સેલવેશન (મદદ) લઈને પછી સેલવેશન આપીએ એવો સંકલ્પ માં પણ ન હોય. આને કહેવાય છે બેગર ટૂ પ્રિન્સ (ગરીબ થી રાજકુમાર). સ્વયં લેવાની ઇચ્છા વાળા નહીં, આ અલ્પકાળ ની ઇચ્છાવાળા થી બેગર. અલ્પકાળ નાં સાધનો નો સ્વીકાર કરવામાં બેગર - એવાં બેગર જ સંપન્નમૂર્ત હશે. એક તરફ બેગર બીજી તરફ સંપન્ન. હમણાં બેગર ટૂ પ્રિન્સ નો પાર્ટ પ્રેક્ટિકલ માં ભજવવા વાળી આત્માઓ ને કહેવાય છે સદા ત્યાગી અને સદા શ્રેષ્ઠ ભાગ્યશાળી. ત્યાગ થી સદાકાળ નું ભાગ્ય સ્વતઃ જ બની જાય છે. ત્યાગ કર્યો અને ભાગ્ય ની રેખા ખેંચાઈ. તો હવે એવું પરોપકારી ગ્રુપ જોઈએ જે સ્વયં નાં પ્રતિ ઈચ્છા માત્રમ્ અવિદ્યા હોય, અખંડ દાની હોય. જેમ બાપ ને જોયાં, સ્વયં નો સમય પણ સેવા માં આપ્યો. સ્વયં નિર્માન બની બાળકો ને માન આપ્યું. પહેલાં બાળકો, નામ બાળકોનું કામ પોતાનું. કામ નાં નામની પ્રાપ્તિ નો ત્યાગ. નામ માં પણ પરોપકારી બન્યાં. પોતાનો ત્યાગ કરી બીજાનું નામ કર્યુ, સ્વયંને સદા સેવાધારી રાખ્યાં, આ છે પરોપકાર. બાળકો ને માલિક રાખ્યાં અને સ્વયં ને સેવાધારી રાખ્યાં. તો માલિક-પણા નું માન પણ આપી દીધું, શાન પણ આપી દીધી, નામ પણ આપી દીધું. ક્યારેય પોતાનું નામ નથી કર્યુ - મારા બાળકો. તો જેમ બાપે નામ, માન, શાન બધાનો ત્યાગ કર્યો, પરોપકાર કર્યો, સ્વયં નું સુખ બાળકોનાં સુખ માં સમજ્યું - બાળકોની વિસ્મૃતિ નાં કારણે દુઃખ નો અનુભવ તે પોતાનું દુઃખ સમજ્યાં. બાળકોની ભૂલ પણ પોતાની ભૂલ સમજી બાળકો ને સદા રાઈટીયસ (સત્ય પર ચાલવા વાળા) બનાવ્યાં, આને કહેવાય છે પરોપકારી.
આજકાલ એવાં ગ્રુપ ની આવશ્યકતા છે. જે બીજાઓની કમજોરી સમાપ્ત કરી શક્તિ આપતા જાય. એવાં બધાં બની જાય તો શું થઈ જશે? તમારા લોકો નો સમય બચી જશે પછી કેસ અને કિસ્સા ખતમ થઇ જશે અને સદૈવ રુહાની સ્નેહ મિલન થશે. વિશ્વ કલ્યાણ નાં કાર્યમાં તીવ્રગતિ આવી જશે. હમણાં તો કેટલાં પ્લાન્સ (યોજનાઓ) બનાવવા પડે છે, કેટલાં પ્લાનસ અર્થાત્ બારુદ કાર્ય કર્યા વગર પણ ખતમ થઇ જાય છે. જેમ બારુદ ક્યારેક- ક્યારેક સળગતા જ નથી ત્યાં જ ખતમ થઇ જાય છે. પરંતુ વિશ્વ કલ્યાણ ની તીવ્રગતિ માં સંકલ્પ કર્યો કે આ સમયે આ વાત થવી જોઈએ અને ચારેય તરફ નિમિત્ત માત્ર કર્યું અને અવાજ બુલંદ થયો. જેમ સાકાર બાપ ને જોયા, નોલેજ ની ઓથોરિટી ની સાથે-સાથે નોલેજ દ્વારા અનુભવી મૂર્ત ની પણ ઓથોરિટી હતાં. જે ઓથોરિટી નાં કારણે દરેક બોલ માં નોલેજ ની સાથે-સાથે અનુભવ પણ હતો. તો ડબલ ઓથોરિટી હતી. એમ જ દરેક બાળક ડબલ ઓથોરિટી નાં બોલ બોલે તો અનુભવ નું તીર, નોલેજ ની ઓથોરિટી નું તીર સેકન્ડ માં પ્રભાવ નાખે. સ્વરુપ અને બોલ બંને ઓથોરિટી નાં હોય ત્યારે સફળતા સહજ થઈ જશે. નહીં તો એમ જ કહેશે નોલેજ ખુબ સરસ છે, ઊંચું છે પરંતુ ધારણા થવી મુશ્કેલ છે, તો ધારણા મૂર્ત, ધારણા સ્વરુપ પ્રેક્ટિકલ માં દેખાઈ આવે. પ્રત્યક્ષ પ્રમાણ ને ગ્રહણ કરવું સહજ થઈ જાય છે તો એવું ગ્રુપ જોઈએ જે ડબલ ઓથોરિટી હોય જેને કહેવાય મસ્ત ફકીર. કોઈ પણ ઈચ્છા ન હોય. અચ્છા. ઓમ્ શાંતિ.
પાર્ટીઓની સાથે
૧. બાપ નાં પ્રેમ નું પાત્ર બનવાનું સહજ સાધન - ન્યારા બનો. જેમ કમળનું પુષ્પ સદા ન્યારું અને સર્વ નું પ્યારું છે તેમ સદા કમળ સમાન ન્યારા રહો છો? પ્રવૃત્તિ માં રહેતાં, દુનિયાનાં વાતાવરણ માં રહેતા વાતાવરણ થી ન્યારા. બાપનાં પ્રેમ નાં પાત્ર એ જ બને છે જે ન્યારા હોય છે જેટલાં ન્યારા એટલાં પ્યારા. નંબર બને છે ન્યારાપણા નાં આધારથી. અતિ ન્યારા તે અતિ પ્યારા.
૨. પોતાનાં પૂજનીય સ્વરુપ ની સ્મૃતિ થી ઓટોમેટિકલી (આપોઆપ) સેવા - સદા પોતાનાં કલ્પ પહેલાનાં યાદગાર ને જોતાં, સાંભળતા નશો રહે છે કે આ અમારું જ ગાયન થઈ રહ્યું છે, કોઈ પણ યાદગાર સ્થાન પર જતાં એ નશો રહે છે કે આ અમારું યાદગાર છે. આ જ વન્ડરફુલ વાત છે જે ચૈતન્ય માં પોતાનું જડ યાદગાર જોઈ રહ્યાં છીએ. એક તરફ જડ ચિત્ર છે બીજી તરફ અમે ગુપ્ત ચૈતન્ય માં છીએ. કેટલાં ભક્ત અમને પોકારી રહ્યાં છે, પૂજ્ય સમજવાથી ભક્તો પર રહેમ આવશે. ભક્ત છે ભિખારી અને તમે છો સંપન્ન. તો ભક્તો ને જોઈ તરસ આવે છે? ઈચ્છા ઉત્પન્ન થાય છે કે ભક્તોને ભક્તિનું ફળ આપવાનાં નિમિત્ત બનીએ? સેવાનો સદા ઉમંગ ઉત્સાહ રહે છે? સેવાથી અનેકોનું કલ્યાણ પણ થાય અને ભવિષ્યનાં માટે પણ જમા થાય. દરેક આત્મા ને અંજલી જરુર દેવાની છે, ખાલી હાથે નથી મોકલવાનાં. પોતાનું પૂજ્ય સ્વરુપ સ્મૃતિ માં રાખો તો ન ઇચ્છતા પણ સદા સેવામાં તત્પર રહેશો.
૩. રોયલ બાળકો અર્થાત્ લાડલા બાળકો ની નિશાની - દેહભાન રુપી માટી થી દૂર-જે પદમાપદમ ભાગ્યશાળી આત્માઓ છે તે સદા ખુશીનાં ઝૂલા માં ઝૂલે છે, એમનાં બુદ્ધિ રુપી પગ નીચે નથી આવતાં. જે લાડલા સિકીલધા બાળકો હોય છે તે સદા ખોળા માં રહે છે, નીચે પગ નથી રાખતાં ગાલીચા પર રાખે છે. આપ પદમાપદમ ભાગ્યશાળી બાળકો નાં પણ બુદ્ધિ રુપી પગ સદા દેહભાન કે દેહની દુનિયાની સ્મૃતિ થી ઉપર રહેવાં જોઈએ. જ્યારે બાપદાદાએ માટી થી ઉપર કરી તખ્તનશીન બનાવી દીધાં તો તખ્ત છોડીને માટી માં કેમ જાઓ છો. દેહભાન માં આવવું અર્થાત્ માટી માં રમવું. સંગમયુગ ચઢતી કળા નો યુગ છે, હવે ઉતરવાનો સમય પૂરો થયો, હમણાં થોડોક સમય ઉપર ચઢવાનો છે એટલે નીચે કેમ આવો છો, સદા ઉપર રહો. અચ્છા - ઓમ્ શાંતિ.