Search for a command to run...
4 Jan 1979
સંપૂર્ણતા નાં અરીસા માં નિજ સ્વરુપ ને જુઓ
4 January 1979 · ગુજરાતી
આજે બાપદાદા બ્રાહ્મણ બાળકોનાં આદિ થી હમણાં સુધીનાં જીવન માં, બ્રાહ્મણો નું જે વિશેષ કર્તવ્ય છે - વિનાશ અને સ્થાપના નું, એ કર્તવ્ય માં દરેક કઈ ગતિ થી ચાલી રહ્યાં છે, એ કર્તવ્ય ની ગતિ ને જોઈ રહ્યાં છે. ક્યાં સુધી પોતાનાં કર્તવ્ય ની જવાબદારી નિભાવી છે અને આગળ પણ કેટલી બાકી રહેલી છે. બ્રાહ્મણોનું કર્તવ્યનાં આધાર થી વિશેષ ટાઈટલ (શીર્ષક) છે વિશ્વ કલ્યાણકારી, વિશ્વ નાં આધાર મૂર્ત, વિશ્વ નાં ઉદ્ધાર મૂર્ત, વિશ્વ નાં પરિવર્તક. તો જેવું ટાઈટલ છે એનાં પ્રમાણે કર્તવ્ય નું પ્રેક્ટિકલ (વ્યવહારિક) રુપ ક્યાં સુધી થયું છે અને ક્યાં સુધી થવાનું છે. દરેક પોતાનાં કર્તવ્ય ની ટકાવારી ને જુઓ. સમય પ્રમાણે હજી સુધી ગતિ તીવ્ર છે. કે હવે તીવ્ર થવાની છે? પહેલી વાત સ્વયં ને તપાસો - સ્વયં પ્રતિ વિનાશ અને સ્થાપના નાં કર્તવ્ય ને અર્થાત્ ભૂતકાળ નાં જૂના હિસાબ-કિતાબ સ્વભાવ અને સંસ્કાર ક્યાં સુધી વિનાશ કર્યા છે? અને નવાં સંસ્કાર-સ્વભાવ અર્થાત્ બાપ સમાન સ્વભાવ-સંસ્કાર ની સ્થાપના ક્યાં સુધી કરી છે? સંપૂર્ણ વિનાશ કર્યા છે કે અધૂરા કર્યા છે, જેટલાં જૂનાં વિનાશ કર્યા છે એટલાં નવાં સંસ્કાર અને સ્વભાવ ધારણ થશે - તો તપાસો કે કઈ ગતિ થી આ કાર્ય કરી રહ્યાં છો.
બીજી વાત, સ્વયંના સંપર્ક માં આવવાવાળી આત્માઓ અને સંબંધ માં રહેવાવાળી આત્માઓ જે છે, તેમનાં જૂનાં સંસ્કાર, સ્વભાવ જોવા છતાં ન જુઓ અર્થાત્ પોતાનાં કર્તવ્ય ની સ્મૃતિ દ્વારા અને પોતાનાં શીર્ષક ની સમર્થી દ્વારા એ આત્માઓમાં પણ પરિવર્તન કરવાનાં કાર્યની ગતિ ક્યાં સુધી છે? ‘ચેરિટિ બિગન્સ એટ હોમ’ (શુભ કાર્યની શરુઆત પોતાના ઘર થી) કર્યું છે! કેટલી પણ તમોગુણી આત્મા હોય, પણ બ્રાહ્મણો નાં કર્તવ્ય પ્રમાણે સદા એવી આત્માઓનાં પ્રતિ પણ કલ્યાણની ભાવના રહે છે કે ઘૃણા ની ભાવના રહે છે? રહેમ આવે છે કે રોબ માં આવો છો? રોબ માં આવી બાપની આગળ અને નિમિત્ત બનેલી આત્માઓની આગળ વારંવાર એ આત્માઓ પ્રતિ પ્રોબ (સિદ્ધ) કરતા રહે છે - આ આવું કરે છે, આવું કહે છે. આમ, તેમ કેમ? આ સિદ્ધ કરે છે.
ત્રીજી વાત, વિશ્વની સર્વ આત્માઓ પ્રતિ સંકલ્પ માં સદા કલ્યાણ કરવાની સ્મૃતિ રહે છે? બેહદની સેવા અર્થાત્ વિશ્વ સેવાની જવાબદારી સમજીને ચાલો છો? મન્સા દ્વારા પણ વિશ્વ પ્રતિ પોતાની શક્તિઓનાં ખજાના અને જ્ઞાન, ગુણોનાં ખજાનાઓ ને મહાદાની બનીને દાન કરતા રહો છો? પોતાને વિશ્વની આગળ ઓથોરીટી (સત્તા) સમજો છો? કે જ્યાં નિવાસ કરો છો એ દેશ અને ગામ ની ઓથોરીટી સમજો છો. પ્રેક્ટિકલ સ્મૃતિ માં શું સેવા રહે છે? સામે હદ આવે છે કે બેહદ? સંકલ્પ માં એટલી સમર્થી છે જે વિશ્વની આત્માઓ સુધી શક્તિશાળી સંકલ્પ દ્વારા સેવા કરી શકો? વૃત્તિની શુદ્ધિ અનુસાર વાયુમંડળ ને શુદ્ધ કરી શકો. વૃત્તિની શક્તિ છે! શુદ્ધ અર્થાત્ પવિત્રતા. પવિત્રતાનો આધાર છે ભાઈ-ભાઈ ની સ્મૃતિ ની વૃત્તિ. તો આ વૃત્તિ ક્યાં સુધી બની છે? એ જ રીતે પોતાનાં કર્તવ્યની ગતિ અને વિધિ ને તપાસો. જ્યાં સુધી સ્વયં માં વિનાશ અને સ્થાપના નું પ્રેક્ટિકલ સ્વરુપ નથી લાવ્યાં ત્યાં સુધી વિશ્વમાં કર્તવ્ય ની પ્રત્યક્ષતા થવી એ પણ સ્વયંની ગતિનાં પ્રમાણે જ થશે. કારણ કે આજે વિશ્વની આત્માઓ, જોઈને સોદો કરવાવાળી છે ફક્ત સાંભળીને માનવાવાળી નથી. પોતાની યથાર્થ માન્યતાઓને માનવા માટે પહેલાં સ્વયંએ માન્યતાઓનું સ્વરુપ બનવું પડે. જે સ્વરુપ નાં સેમ્પલ (ઉદાહરણ) દ્વારા સોદો સરળતા થી સમજ માં આવે. નહીં તો હમણાં સુધી અનેક અલ્પજ્ઞ અયથાર્થ માન્યતાઓ દ્વારા અધિકાંશ આત્માઓ વિશ્વ પરિવર્તન અને સ્વયં નું પરિવર્તન અતિ મુશ્કેલ અને અસંભવ સમજી બેઠી છે, આ કારણ થી દિલ-શિકસ્ત ની બીમારી વધારે છે. જેમ આજકાલ શારીરિક રોગ હાર્ટફેલ નો વધારે છે એમ આધ્યાત્મિક ઉન્નતી માં દિલ-શિકસ્ત નો રોગ વધારે છે. એવી દિલ-શિકસ્ત આત્માઓને પ્રેક્ટિકલ પરિવર્તન દ્વારા જ અર્થાત્ આંખે જોયેલી વસ્તુ દ્વારા જ હિંમત અને શક્તિ આવી શકે છે. સાંભળ્યું ખૂબ છે હવે જોવા ઈચ્છે છે. પ્રમાણ દ્વારા પરિવર્તન ઈચ્છે છે. તો વિશ્વ પરિવર્તન માટે અથવા વિશ્વ કલ્યાણ માટે પહેલાં સદા સ્વ-કલ્યાણ સેમ્પલ નાં રુપમાં દેખાડો. હવે સમજાયું કર્તવ્ય માટે શું તપાસવાનું છે? વિશ્વ કલ્યાણની સેવાનાં ક્ષેત્ર માં સહજ સફળતા નું સાધન પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા બાપ ની પ્રત્યક્ષતા છે. જે બોલો એ દેખાય. બોલો છો કે અમે બ્રાહ્મણ સર્વશક્તિવાન સત્તા છીએ, માસ્ટર સર્વશક્તિવાન છીએ, માયાજીત છીએ, રહેમદિલ છીએ, રુહાની સેવાધારી છીએ. તો જે બોલો છો એનું પ્રેક્ટિકલ સ્વરુપ જોવા ઈચ્છે છે. નામ માસ્ટર સર્વશક્તિવાન અને સ્વયંના વ્યર્થ સંકલ્પોને પણ સમાપ્ત નથી કરી શકતાં તો વિશ્વ કલ્યાણકારી કોણ માનશે! ચાલતાં-ચાલતાં સ્વયંના સંસ્કાર સ્વભાવ પરિવર્તન કરવામાં દિલ-શિકસ્ત થવાવાળા ને વિશ્વ પરિવર્તક કોણ માનશે! સ્વયં જ સહયોગ માંગવાવાળા ને વરદાની કોણ માનશે! એટલે સંપૂર્ણતા નાં અરીસા માં સ્વયંનું સ્વરુપ જૂઓ. સ્વયં ને સંપન્ન બનાવી સેમ્પલ બનો. સમજ્યાં શું કરવાનું છે. આ વર્ષે સ્વયં ને સંપન્ન બનાવી વિશ્વ કલ્યાણકારી બનો. તપાસો પણ અને પરિવર્તન પણ કરો.
પહેલાં ગુજરાત આરંભ કરે, જ્યારે સાંભળવામાં એટલી ખુશી થાય છે તો બનવામાં કેટલી ખુશી થશે. ગુજરાત ની ધરણી આમ પણ સાત્વિક છે. તો ગુજરાતે સેમ્પલ તૈયાર કરવાં જોઈએ. જેને જુઓ એ સેમ્પલ નજર આવે. ગુજરાતે વિસ્તાર સારો કર્યો છે. વૃદ્ધિ પણ સારી છે, હવે બાકી શું કરવાનું છે? એવી વિધિ કરો જે એવું વાયુમંડળ શક્તિશાળી થાય જેનાથી વિઘ્ન વિનાશ પણ થાય અને વિશ્વની આત્માઓનું આકર્ષણ પણ એવાં રુહાની વાયુમંડળ ની તરફ થાય. ગુજરાત ને લાઇટહાઉસ (પ્રકાશ-સ્તંભ) બનાવો. ન કે ફક્ત ગુજરાત લાઇટહાઉસ થાય પરંતુ વિશ્વ લાઇટહાઉસ, જેનાં દ્વારા વિશ્વની આત્માઓ ને સ્વયં નો અને બાપ નાં પરિચય નો પ્રકાશ મળે. પરમાત્મ બોમ્બ આરંભ કરો. એવો બોમ્બ ફેંકો જે આત્માઓ એક અવાજ થી જ આત્માઓ દોડતી પોતાનાં એસલમ (આશ્રયસ્થાન) માં પહોંચી જાય. પહેલાં ગુજરાત આબુ માં કતાર શરું કરો. જે ઓટે તે અર્જુન થઈ જશે. અર્જુન અર્થાત્ પહેલો નંબર. અચ્છા.
એવાં સદા સેવાધારી સેકન્ડ અથવા સંકલ્પ પણ સેવા વગર ચેન ન આવે, નિરંતર યોગી નિરંતર સેવાધારી સર્વ પ્રકારની સેવા માં પ્રત્યક્ષ ફળ દેખાડવાવાળા એવી પ્રત્યક્ષ પ્રમાણ બની વિશ્વનું કલ્યાણ કરવાવાળી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત
સંગમયુગ નાં સમયે દરેક કદમ માં પદમો ની કમાણી ની તક:-
સદા બાપની યાદ માં રહેતાં દરેક કદમ ઉઠાવતાં પદમો ની કમાણી જમા કરતાં રહો છો? આ જે ગાયન છે ‘ ‘દરેક કદમ માં પદમ’ આ કોનું છે? તમારા બધાનું છે ને. આ સંગમ પર જ પદમો ની કમાણી ની ખાણ મળે છે. પછી આખાં કલ્પ માં આ તક નથી મળતી. સંગમયુગ છે જમા કરવાનો યુગ, સતયુગ ને પણ પ્રાલબ્ધ નો યુગ કહેશું, જમા કરવાનો નહીં. હમણાં જમા કરવાનો યુગ છે, જેટલું જમા કરવા ઈચ્છો એટલું જમા કરી શકો છો. તો કેટલું જમા કર્યું અને કરી રહ્યાં છો? જેટલું કરવું જોઈએ એટલું કરી રહ્યાં છો કે ‘જેટલું’ અને ‘એટલું’ માં અંતર છે. એક કદમ અર્થાત્ એક સેકન્ડ પણ જમા કર્યા વિના ન જાય અર્થાત્ વ્યર્થ ન જાય. એટલું ધ્યાન રહે છે.
સતયુગ માં પણ વિશ્વ મહારાજા કે રાજા બનવાનો આધાર આ સમય નાં જમા કરવા પર છે. તો શું બનશો, મોટા મહારાજા કે નાનાં રાજા? મોટા રાજા જે હશે એમની પાસે અગણિત સંપત્તિ હશે તો આટલી અગણિત કમાણી જમા કરી છે? સદા ભંડારા ભરપૂર છે? ‘અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ…..’ એવાં સંસ્કાર હમણાં છે. સદા તૃપ્ત આત્મા અપ્રાપ્ત કંઈ નથી, એવું છે? હવે બધાં બંધન કાપો. થોડો સહયોગ આપો, એવું તો નથી, સહયોગ મળે, આગળ વધારે તો આગળ વધીએ, એથી સિદ્ધ છે કે સંપન્ન નથી. સ્વયં ની શક્તિ માં કમી છે ત્યારે બીજાની શક્તિ થી આગળ વધારે તો વધશો. તો શું આને જ તૃપ્ત અને સંપન્ન આત્મા કહેશો? બાપદાદા તો સ્વતઃ જ દાતા છે, દેતા જ રહેશે, એ માંગવાની પણ જરુર નથી. તો આવી તૃપ્ત આત્મા ભવિષ્ય માં અખૂટ ખજાનાની માલિક હશે, હમણાં થી સંસ્કાર ભરશો ત્યારે ભવિષ્ય માં હશે. અચ્છા, ઓમ્ શાંતિ.