Search for a command to run...
2 Jan 1979
સંપૂર્ણતાની સમીપતા જ વિશ્વ પરિવર્તન ની ઘડી ની સમીપતા છે
2 January 1979 · ગુજરાતી
આજે બાપદાદા દરેક બાળકની આદિ થી હમણાં સુધી ની સંગમયુગી અલૌકિક જન્મ ની જન્મપત્રી જોઈ રહ્યાં હતાં. દરેક બાળકે દિવ્ય જન્મ લેતાં બાપદાદા થી અને સ્વયં થી કયા-કયા વાયદા કર્યા છે અને હમણાં સુધી કયાં વાયદા અને કેટલી ટકાવારી માં નિભાવ્યાં છે, વાયદો કરવો અને નિભાવવો એમાં કેટલું અંતર રહ્યું છે કે કરવું અને નિભાવવું સમાન છે - આ જન્મપત્રી જોઈ રહ્યાં હતાં. દર વર્ષે, દરેક બાળક યથાશક્તિ બાપનાં સન્મુખ વાયદાઓ કરે છે અર્થાત્ બાપ થી પ્રતિજ્ઞા કરે છે - પરિણામ માં શું જોયું, પ્રતિજ્ઞા કરતાં સમયે ખૂબ ઉમંગ-ઉત્સાહ થી, હિંમત થી સંકલ્પ લે છે - થોડો સમય સંકલ્પ ને સાકાર માં લાવવાની, સમસ્યાઓનો સામનો કરવાની શુભ ભાવના થી, કલ્યાણ ની કામનાઓથી સંપર્કમાં આવતાં સફળતા મૂર્ત બને છે. પરંતુ ચાલતાં-ચાલતાં થોડા સમય પછી, ફુલ અટેન્શન (પૂરું ધ્યાન) નાં બદલે ફક્ત અટેન્શન રહી જાય છે અને અટેન્શન ની વચ્ચે-વચ્ચે અટેન્શન બદલાઈ ટેન્શન નું (ચિંતા) રુપ પણ થઈ જાય છે. વિજય અમારો જન્મસિદ્ધ અધિકાર છે આ સમર્થ સંકલ્પ ધીરે-ધીરે રુપ પરિવર્તન કરતો જાય છે - જન્મસિદ્ધ અધિકાર છે એનાં બદલે ક્યારેક-ક્યારેક બાપદાદા આગળ એ બોલ નીકળે છે કે અધિકાર આપો, શક્તિ આપો. ‘છે’ શબ્દ ‘આપો’ શબ્દ માં બદલાઈ જાય છે. માસ્ટર દાતા વરદાતા, દાતા ને બદલે ‘લેતા’ થઈ જાય છે. આવાં પુરુષાર્થ ની અવસ્થા, ક્યારેક તીવ્ર પુરુષાર્થ, ક્યારેક પુરુષાર્થ, ક્યારેક હલચલ, ક્યારેક અચળ. આમાં ચાલતાં રહે છે અને ચાલતાં-ચાલતાં રોકાઈ જાય છે. હમણાં સુધીનાં પરિણામ માં - રસ્તા નાં નજારા (દૃશ્યો) માં મંઝિલ તરફ થી કિનારો કરી લે છે. હજી સુધી પણ આવાં ખેલ દેખાડતાં રહે છે પરંતુ આ ક્યાં સુધી?
બાપદાદા પણ હવે નવો ખેલ જોવા ઈચ્છે છે - તો આ નવાં વર્ષમાં હવે એવો નવો ખેલ દેખાડો - જે ખેલ માં દરેક દૃશ્ય નું લક્ષ સદા વિજય હોય. અમે વિજયી છીએ, વિજયી રહીશું - એવો સંકલ્પ સદા દરેક કર્મ માં પ્રત્યક્ષ દેખાય. જેમ કલ્પ પહેલાનું ચિત્ર છે - દરેક શક્તિ સેના નાં હાથ માં વિજય નો ઝંડો લહેરાઈ રહ્યો છે. આજ સુધી પણ આપ શ્રેષ્ઠ આત્માઓને વિજયી રતન નાં રુપ માં દુનિયાવાળા સિમરણ કરતાં અને પૂજતાં રહે છે. પુરુષાર્થ કરવાનો સમય પણ ખૂબ મળ્યો, નંબરવાર યથાશક્તિ પુરુષાર્થ પણ કર્યો. હવે શું કરવું છે - હવે પુરુષાર્થનાં પ્રત્યક્ષ ફળ સ્વરુપ અર્થાત્ સફળતા સ્વરુપ બની સ્વયં પણ દરેક કાર્યમાં સફળ રહો અને સર્વ આત્માઓને પણ સફળતા મૂર્તનું વરદાન આપો. પુરુષાર્થ સ્વરુપ ને બદલે વરદાની મહાદાની સ્વરુપ માં રહો, જેનાથી સ્વયં પણ પ્રત્યક્ષ ફળ નો અનુભવ કરશો અને અન્ય આત્માઓને પણ પ્રત્યક્ષ ફળનાં અધિકારી બનાવશો. હવે ભાષા પણ પરિવર્તન કરો. સ્વભાવ સંસ્કાર પણ પરિવર્તન કરો. સ્વયં પણ પરિવર્તન કરો. સ્વભાવ-સંસ્કાર સર્વ આત્માઓને પણ પ્રત્યક્ષ ફળનાં અધિકારી બનાવશે. હવે ભાષા પણ પરિવર્તન કરો. જેમ વિશ્વ પરિવર્તન ની ઘડી સમીપ ભાગી રહી છે. સંપૂર્ણતા ની સમીપતા જ પરિવર્તન ની ઘડી ની સમીપતા છે - એટલે હવે વીતી ગયેલાં તે વીતી ગયું કરી વ્યર્થ નું ખાતું સમાપ્ત કરો. સદા સમર્થ નું ખાતું દરેક સંકલ્પ માં જમા કરો. હમણાંથી સદાકાળ માટે પોતાને તાજ, તિલક અને તખ્તધારી અનુભવ કરો. તિલક નું ભૂસાઈ જવું અર્થાત્ સ્મૃતિ થી નીચે આવવું. હવે આ વાતો સ્વપ્ન માંથી પણ સમાપ્ત કરો. એવો સમાપ્તિ સમારોહ મનાવો. વિશ્વ સેવામાં સંકલ્પ, વાણી અને કર્મ થી દિવસ-રાત સાચાં સેવાધારી બની સંગઠિત રુપ માં સદા તત્પર થઈ જાઓ તો વિશ્વ સેવામાં સ્વયંની ચઢતી કળા સ્વતઃ થતી જશે. પુણ્ય આત્મા બની, પુણ્ય નું ફળ પ્રાપ્ત કરી રહ્યાં છો, સદા એવો અનુભવ કરશો. કારણ કે સમયની સમીપતા પ્રમાણે દરેક શ્રેષ્ઠ કર્મ નું ફળ સદા સંતુષ્ટતા નાં રુપ માં વર્તમાન અને ભવિષ્ય બંને કાળ માં પ્રાપ્ત થશે. હવે પ્રાપ્તિ ની મશીનરી (યંત્ર) તીવ્ર ગતિ થી અનુભવ કરશો. વ્યર્થનું પણ અને સમર્થનું પણ - બંને કર્મ નું ફળ લાખ ગણું, પ્રાપ્તિ શું હોય છે એ બધાં અનુભવ કરશે. એટલે લાખ ગણું જમા કરવાનો સમય હવે બાકી થોડોક જ રહ્યો છે. હમણાનું જમા થવું, જન્મ જન્માંતર ની પ્રાલબ્ધ બનાવવી છે. એનાં માટે વિશેષ શું કરવાનું છે? ફક્ત બે વાત યાદ રાખો - એક સદા પોતાને વિશેષ આત્મા સમજી સંકલ્પ અને કર્મ કરો. બીજી વાત - સદા દરેકમાં વિશેષતાઓને જુઓ. દરેક આત્મા માં, વિશેષ આત્મા ની ભાવના રાખો. સાથે-સાથે વિશેષ બનાવવાની, શુભ કલ્યાણની કામના રાખો. સદા એક વાતનું અટેન્શન રાખો - જે અવગુણ અને કમજોરી ને દરેક આત્મા છોડવાનો પુરુષાર્થ કરી રહી છે, એવી બીજા દ્વારા છોડેલી વસ્તુ ને સ્વયં ક્યારેય ધારણ નહીં કરતાં. બીજા દ્વારા ફેંકેલી વસ્તુને લેવી એ ઈશ્વરીય રોયલ્ટી નથી. રોયલ આત્માઓ બીજાની ફેંકેલી સુંદર વસ્તુ પણ નથી લેતી. આ તો અવગુણ, ગંદકી છે. એને સંકલ્પ માં પણ ધારણ કરવું મહાપાપ છે એટલે આ વાતનું અટેન્શન રાખો. કોઈની કમજોરી અને અવગુણ ને જોવાનું નેત્ર સદા બંધ રાખો. ન ધારણ કરો ન વર્ણન કરો. જ્યારે તમારા ચિત્રોની પણ ભક્ત મહિમા કરે છે, દરેક અંગ ની મહિમા કરે છે, કીર્તિ ગીત નું કીર્તન કરે છે. તમે ચૈતન્ય રુપ માં એક-બીજા નું ગુણગાન કરો, વિશેષતાઓનું વર્ણન કરો. એકબીજા માં સહયોગ અને સ્નેહનાં પુષ્પોની લેણ-દેણ કરો. દરેક કાર્યમાં હાં-જી અને પહેલા તમે નો હાથ લંબાવો. સદા દરેક વિશેષ આત્માઓની સામે રુહાની વૃત્તિ રુહાની પ્રકંપન નો ધૂપ પ્રગટાવો. જે પણ આત્માઓ સંપર્કમાં આવે એમને સદા પોતાના ખજાનામાંથી વિવિધ ભોગ લગાડો અર્થાત્ ખજાનો ભેટ માં આપો. જ્યારે વ્યવહાર માં હમણાંથી આ રુહાની રિવાજ શરું કરશો ત્યારે જ ભક્તિ માં આ રિવાજ ચાલતો રહેશે. સાંભળ્યું આ વર્ષે શું કરવાનું છે. આજે સ્વયં નાં પરિવર્તન ની વાતો સંભળાવી. પછી સેવાની સંભળાવશે કે સેવાનાં ક્ષેત્રમાં શું કરવાનું છે. અચ્છા.
એવી સદા સંપન્ન મૂર્તિઓ રોયલ્ટી નાં નિજી સંસ્કારવાળી આત્માઓ, સદા તિલક, તાજ, તખ્તધારી આત્માઓને, દરેક કર્મનું પ્રત્યક્ષ ફળ ખાવાવાળી આત્માઓને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત
૧. જાદૂ મંત્રની સ્મૃતિ થી સફળતા સ્વરુપ:- જાદૂ મંત્ર સદા યાદ રહે છે? જાદૂનો મંત્ર કયો છે? બાપની યાદ જ જાદૂ નો મંત્ર છે, જાદૂ નાં મંત્ર દ્વારા જે સિદ્ધિ ઈચ્છો તે પામી શકો છો. જેમ સ્થૂળ માં પણ કોઈ કાર્યની સિદ્ધિ માટે મંત્ર જપો છે. તો અહીંયા પણ, જો કોઈ કાર્ય માં વિધિ ઈચ્છો છો તો આ મહામંત્ર જ વિધિ સ્વરુપ છે. એવો જાદૂ મંત્ર જે સેકન્ડ માં જાદૂ મંત્ર કરી દો અર્થાત્ પરિવર્તન કરી દો. તો આવો જાદૂ મંત્ર સદા યાદ રહે છે કે ક્યારેક ભૂલાય છે? સદા સ્મૃતિ તો સદા સિદ્ધિ. ક્યારેક-ક્યારેક સ્મૃતિ હશે તો સફળતા નહીં થશે, ક્યારેક-ક્યારેક થશે. તો આ વર્ષ ‘સદા’ ને પાક્કું કરવાનું વર્ષ છે. યાદ રાખવું મોટી વાત નથી, પણ સદા યાદ માં રહેવું એ મોટી વાત છે. હવે ‘સદા’ નો વારો આવ્યો છે. ‘સદા’ ને ઉમેરો તો સદા સફળતા મૂર્ત રહેશો.
૨. માયાનાં પ્રહારથી બચવાનું સાધન છે - વિશ્વ થી ન્યારા અને બાપ નાં પ્રિય બનો :- દરેક પોતાને બાપનાં પ્રિય અને વિશ્વ માં પ્રિય સમજો છો? જે બાપ નાં પ્રિય બને છે એ વિશ્વ થી ન્યારા બની જાય છે. તો જેટલું ન્યારાપણું હશે એટલાં જ પ્રિય હશે - જો ન્યારા નથી તો પ્રિય પણ નથી. જે બાપ નાં પ્રેમ માં લવલીન રહે છે, ખોવાયેલાં હોય છે એમને માયા આકર્ષિત નથી કરી શકતી. જેમ વોટરપ્રૂફ કપડું હોય છે તો એક ટીપું પણ ટકતું નથી, એમ જે લગન માં રહે છે, લવલીન રહે છે, એ માયપ્રૂફ બની જાય છે. માયાનો કોઈ વાર, પ્રહાર નથી કરી શકતો. બાપ નો પ્રેમ અવિનાશી અને નિસ્વાર્થ છે, એનાં પણ અનુભવી છો અને અલ્પકાળ નાં પ્રેમનાં પણ અનુભવી છો. એ પ્રેમ, આ પ્રેમ ની આગળ કાંઈ જ નથી. બાપ અને હું ત્રીજું ન કોઈ, એવી સ્થિતિ રહે છે. ત્રીજાનું વચ્ચે આવવું અર્થાત્ બાપ થી અલગ કરવું. ત્રીજું આવતું જ નથી તો અલગ થઈ ન શકે. જે સદા બાપ ની યાદ માં લવલીન રહે છે એ સિદ્ધિ ને પામી લે છે. અચ્છા, ઓમ્ શાંતિ.