Search for a command to run...
6 Jan 1979
સૂર્યવંશી અને ચંદ્રવંશી, આત્માઓનાં પ્રેક્ટિકલ (વ્યવહારિક) જીવન ની ધારણાઓનાં ચિન્હ
6 January 1979 · ગુજરાતી
આજે બાપદાદા વતન માં બાળકોની ચઢતી કળાનાં પુરુષાર્થ પર રુહ-રુહાન કરી રહ્યાં હતાં જેમાં બે પ્રકારનાં બાળકો જોયાં. એક ફર્સ્ટ ડિવિઝન (પ્રથમ શ્રેણી) નાં પુરુષાર્થી સૂર્યવંશી દેવતા રુપ માં, બીજા, સેકન્ડ ડિવિઝન (દ્વિતીય શ્રેણી) વાળા ચંદ્રવંશી ક્ષત્રિય રુપ માં. બંનેની સ્થિતિ અને ગતિ બંન્ને માં અંતર હતું. સંકલ્પ બંનેનાં સંપૂર્ણતાની મંઝિલ પર પહોંચવાનાં જ હતાં અને હમણાં પણ છે. પરંતુ પહેલા નંબર અર્થાત્ સૂર્યવંશીઓનાં સંકલ્પ અને સ્વરુપ માં વધારે અંતર નથી, બીજા નંબર ચંદ્રવંશીઓનાં સંકલ્પ માં વધારે ફરક છે. સંકલ્પ ૧૦૦ ટકા શક્તિશાળી અને સ્વરુપ ક્યારેક ૭૫ ટકા ક્યારેક ૫૦ ટકા એટલું અંતર છે.
સૂર્યવંશી સદા માસ્ટર જ્ઞાન સૂર્ય અર્થાત્ શક્તિશાળી સ્થિતિ બીજરુપ માં રહે છે અથવા બીજી સ્થિતિ અવ્યક્ત ફરિશ્તા માં વધારે સમય સ્થિત રહે છે. ચંદ્રવંશી જ્ઞાન સૂર્ય સમાન બીજરુપ સ્થિતિ માં ઓછું ટકી શકે પણ ફરિશ્તા સ્વરુપ માં અને અનેક પ્રકારનાં માયા નાં વિધ્નો થી યુદ્ધ કરી વિજયી બનવાની સ્થિતિ માં વધારે રહે છે. ક્યારેક વ્યર્થ સંકલ્પ નાં રુપમાં ક્યારેક સમસ્યા નાં રુપમાં, માયા થી વિજયી બનવાની મહેનત માં વધારે સમય રહે છે, એક કલાકની મહેનત થી અડધો કલાક અથવા ૧૫ મિનિટ સફળતા નો અનુભવ કરે એટલે પુરુષાર્થ ની મહેનત કરતાં-કરતાં ક્યારેક થાકી જાય ક્યારેક ચાલી પડે છે. ક્યારેક દોડ લગાવે, ક્યારેક દોડ લગાડવાવાળાને જોઈને દોડવા ઈચ્છે પણ દોડી નથી શકતાં. બાપનાં દરેક ગુણનો અનુભવ કરવામાં અધૂરી સ્થિતિ પર પહોંચે અર્થાત્ અડધી-અડધી અવસ્થા રહે છે. જેમ વર્ણન કરે છે બાપ સુખ નાં સાગર છે હું સુખ સ્વરુપ છું પરંતુ સદા સુખની અનુભૂતિ નહીં હશે - સંપૂર્ણ સુખ નો અનુભવ ક્યારેક થશે ક્યારેક નહીં થશે. જેમ ચંદ્રમાની કળાઓ વધતી અને ઘટતી રહે છે. એમ ચંદ્રવંશી ક્યારેક બહુ ઉમંગ ઉત્સાહ માં સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરશે અને ક્યારેક સ્વયંને સંપૂર્ણતા થી ખુબ દૂર અનુભવ કરશે. અને ક્યારેક સાથ લેવા માટે યાદની સ્થિતિ થી ફરિયાદ ની સ્થિતિમાં આવી જશે.
સૂર્યવંશી અર્થાત્ ૧. સદા બાપની સાથે અને સર્વ સંબંધની અનુભૂતિઓમાં લવલીન રહેશે. ૨. સૂર્યવંશી ચઢતી અને ઉતરતી કળામાં નથી આવતાં. સદા ચઢતી કળાનો અનુભવ કરે જેમ સૂર્ય સદા પ્રકાશ સ્વરુપ અનુભવ થાય, કળાઓનાં ચક્કર માં નથી આવતો. ક્યારેક ૧૪ કળા સંપન્ન સ્થિતિ ક્યારેક ૮ કળા સંપન્ન સ્થિતિ હોય એટલું અંતર નથી હોતું. ૩. સૂર્યવંશીઓની આગળ માયા વાદળની જેમ સામે આવે જરુર છે પણ વાદળ આવે અને જતાં રહે. ૪. સૂર્યવંશી પોતાનાં સ્વરુપને સદા સમાન રાખે, વાદળ ને જોઈ પ્રકાશ ઓછો નથી થતો. સદા પોતાનાં બાપનાં ગુણ થી ગુણોમાં સાકાર રુપમાં અનુભવી હોય અને બીજાની સામે પણ પ્રત્યક્ષ થાય. ૫. સૂર્યવંશી સદા બેહદનાં સેવાધારી સ્વયં ને લાઈટ હાઉસ (પ્રકાશ સ્તંભ) માઈટ હાઉસ (શક્તિ સ્તંભ) અનુભવ કરશે. ૬. સૂર્યવંશીનાં દરેક કદમ સાકાર બ્રહ્મા બાપ નાં કર્મરુપી કદમની પાછળ કદમ ઉઠાવવાવાળા હોય અર્થાત્ કર્મ અને પુરુષાર્થ ની ગતિમાં સાકાર બ્રહ્મા બાપ સમાન હશે. ૭. સૂર્યવંશીઓનો પહેલો કદમ ફોલો ફાધર (બાપનું અનુસરણ કરવાનો) નો હશે, મન, બુદ્ધિ અને સાકાર માં સદા બાપ આગળ સમર્પણ હશે. જેમ બ્રહ્મા બાપની વિશેષતા જોઈ - આ જ મહાત્યાગ થી મહાન ભાગ્ય મળ્યું નંબરવન સંપૂર્ણ ફરિશ્તા રુપ અને નંબરવન વિશ્વ મહારાજન્. એમ સૂર્યવંશી પણ મહાન ત્યાગી અને સર્વસ્વ ત્યાગી હશે. સર્વસ્વ ત્યાગી નો અર્થ જ છે, સંસ્કાર રુપ માં પણ વિકારોનાં વંશ નો ત્યાગ. આવાં સર્વસ્વ ત્યાગી ફોલો ફાધર કરવાવાળા વર્તમાન ફરિશ્તા સ્વરુપ અને ભવિષ્ય માં નંબરવન વિશ્વ મહારાજન્ બને છે. ૮. સૂર્યવંશી સદા નિશ્ચય બુદ્ધિનું પ્રત્યક્ષ સ્વરુપ સદા નિશ્ચિન્ત અને સદા સ્વયં ને કલ્પ-કલ્પનાં નિશ્ચિત વિજયી અનુભવ કરશે. ૯. સૂર્યવંશી સદા વિશ્વ કલ્યાણ ની જવાબદારીને નિભાવતાં જેટલી મોટી જવાબદારી, એટલાં જ ડબલ લાઈટ રુપ હશે. ૧૦. સૂર્યવંશી પોતાની વૃત્તિ અને પ્રકંપન ની કિરણો દ્વારા અનેક આત્માઓને સ્વસ્થ અર્થાત્ સ્વસ્મૃતિ માં સ્થિત થવાનો અનુભવ કરાવશે. ૧૧. સૂર્યવંશી સદા પોતાને પ્રાપ્ત થયેલાં સર્વ ખજાનાઓનાં સ્વાર્થ અર્થાત્ સ્વ-અર્થ નહીં પણ સર્વ પ્રતિ મહાદાની અને વરદાની હોય. ૧૨. સૂર્યવંશી ની વિશેષ બે નિશાનીઓ અનુભવ થશે - એક તો સદા નિર્વાણ સ્થિતિ માં સ્થિત થઈ વાણીમાં આવવું. બીજું, સદા સ્થિતિ માં સ્વમાન, બોલ અને કર્મ માં નિર્માન અર્થાત્ નિર્વાણ અને નિર્માન બે નિશાનીઓ અનુભવ થશે.
એમ જ ચંદ્રવંશી ની બધી વાતો ક્યારેક કેવી ક્યારેક કેવી અને અડધી-અડધી હશે. ક્યારેક ૧૦૦ નાં મણકાં સમાન ચમકશે ક્યારેક પોતાની કમજોરીઓની માળા બાપની સામે વારંવાર સુમિરણ કરશે. ક્યારેક સમર્થ ક્યારેક વ્યર્થ. ક્યારેક મહાન ક્યારેક સાધારણ. ક્યારેક પોતાને સત્તાધારી અર્થાત્ મહાવીર અનુભવ કરશે ક્યારેક કહેશે સહારો મળે, સહયોગ મળે તો આગળ વધીએ. એવાં લંગડાતાં ચાલવાવાળા અનુભવ કરશે. હવે પોતાને પૂછો કે હું ક્યાં સુધી પહોંચ્યો છું. સૂર્યવંશી છું કે ચન્દ્રવંશી ની સ્થિતિ ને પાર કરી સૂર્યવંશી ની સીમા સુધી પહોંચ્યા છો કે ચંદ્રવંશી માં જ છો? સીમા સુધી પહોંચવાવાળા ક્યારેક સૂર્યવંશીની સ્થિતિ માં કૂદકો લગાવે, ક્યારેક ચંદ્રવંશી માં રહે, હવે તમે ક્યાં છો એ તપાસો. સીમા પાર કરીને સૂર્યવંશી બનો. સમજ્યાં શું કરવાનું છે! અચ્છા.
એવાં સ્વયં ને સદા સૂર્યવંશીનાં અધિકારી બનાવવાવાળા બાપ નાં દરેક કદમ પર કદમ રાખવાવાળા, બાપ સમાન સદા ફરિશ્તા રુપમાં રહેવાવાળા, માસ્ટર જ્ઞાન સૂર્ય બની, વિશ્વને પોતાની પ્રાપ્તિઓની કિરણો દ્વારા અંધકાર થી રોશન બનાવવાવાળા એવાં માસ્ટર જ્ઞાન સૂર્ય બાળકોને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
ગુજરાત ને સહજયોગી નું વરદાન મળેલું છે. ગુજરાત ની ધરણી સાત્વિક હોવાનાં કારણે બની-બનેલ (તૈયાર) ધરણી છે. તૈયાર ધરણી માં બીજ પડવાથી ફળ સહજ નીકળી આવે છે. સહજયોગી નું ડ્રામા અનુસાર વરદાન મળેલું છે, આ જ વરદાન ને સ્મૃતિમાં રાખીને સ્વયં પણ સહજયોગી અને સર્વ ને પણ સહજયોગી બનાવો. સદા વિજય નો ઝંડો હાથમાં હોય. હવે એવી વિશેષ આત્માઓને સંપર્કમાં લાવો જેમનાથી સેવા નો અવાજ દૂર સુધી ફેલાય. જ્ઞાનનાં હિસાબ થી વિશેષ વ્યક્તિ નહીં, પણ દુનિયાનાં હિસાબ થી જે વિશેષ વ્યક્તિ છે એમની સેવા કરો, એનાથી સ્વતઃ જ સમાચારવાળા, રેડિયો, ટી.વી. વાળા અવાજ ફેલાવે છે. એવી કોઈ વિશેષ આત્મા નીકાળો જેમનાં અવાજ થી અનેક આત્માઓનું કલ્યાણ થઈ જાય. બાપદાદા સદૈવ આ જ ઉમ્મીદ રાખે છે. હવે ઉમ્મીદોનું પ્રેક્ટિકલ રુપ દેખાડો. સમય બહુ ઓછો છે અને સેવા બહુ બાકી રહેલી છે હવે સેવાની વિધિ એવી હોય જે એક ચક્ર થી અનેકોનું કલ્યાણ થઈ જાય. હવે એવી ગતિ જોઈએ. રાજ્ય અધિકારી તો પોતાનું ભાગ્ય લેતાં રહેશે પણ સંદેશ તો બધાંને આપતાં જાઓ, જેથી ફરિયાદ ન રહી જાય. અચ્છા.
પાર્ટીઓ સાથે મુલાકાત:-
૧. બીજરુપ સ્થિતિ દ્વારા આખાં વિશ્વની સેવા:- બીજરુપ સ્થિતિ સૌથી શક્તિશાળી સ્થિતિ છે, એનાં પછી બધી નંબરવાર સ્થિતિ છે, આ સ્થિતિ લાઇટહાઉસ નું કાર્ય કરે છે. આખાં વિશ્વમાં પ્રકાશ ફેલાવવા માટે નિમિત્ત બને છે. જેમ બીજ દ્વારા સ્વતઃ જ આખાં વૃક્ષને પાણી મળી જાય છે એમ જ્યારે બીજરુપ સ્થિતિ પર સ્થિત રહો તો આપમેળે વિશ્વ ને પ્રકાશ નું પાણી મળતું રહે. જેમ લાઇટહાઉસ એક સ્થાન પર રહેતાં ચારે બાજું પોતાનો પ્રકાશ ફેલાવે છે એમ લાઇટહાઉસ બની, વિશ્વ કલ્યાણકારી બની વિશ્વ સુધી પોતાનો પ્રકાશ ફેલાવવા માટે શક્તિશાળી સ્થિતિ જોઈએ. જેમ સ્થૂળ પ્રકાશ નો બલ્બ વધુ પાવર વાળો નહીં હોય તો ચારે તરફ પ્રકાશ નહીં ફેલાય, ઝીરો પાવર હદ સુધી રહેશે ને. તો હવે લાઇટહાઉસ બનો ન કે બલ્બ. બેહદ બાપનાં બાળકો બેહદ સેવાધારી. વર્તમાન સમયે બેહદ સેવાની આવશ્યકતા છે, કારણ કે બેહદ વિશ્વનું પરિવર્તન છે. વિશ્વ પરિવર્તન કરવાં માટે પહેલાં સ્વયં નું પરિવર્તન કરો. દરેક સંકલ્પ માં સ્મૃતિ રહે કે વિશ્વ નું કલ્યાણ થાય.
૨. સદા સંપન્ન આત્માઓની નિશાનીઓ:- જે સદા સર્વ ખજાનાઓથી સંપન્ન હશે તે સદા સંતુષ્ટ હશે. અસંતુષ્ટતા નું કારણ છે અપ્રાપ્તિ. જે ભરપૂર આત્માઓ છે તે અન્ય આત્માઓને પણ આપી શકશે. જો સ્વયં માં કમી હશે તો બીજાને પણ આપી નહીં શકે. સંતુષ્ટતા અર્થાત્ સંપન્નતા. જેમ બાપ સંપન્ન છે એટલે બાપની મહિમા માં સાગર શબ્દ કહેવાય છે, એ સંપન્નતા ને સિદ્ધ કરે છે. તો બાપ સમાન માસ્ટર સાગર બનો. નદી તો છતાં પણ સૂકાઈ જાય છે. સંપન્ન આત્માઓ સદા ખુશીમાં નાચતી રહેશે. ખુશી સિવાય બીજું કાંઈ અંદર આવી નહીં શકે. સંતુષ્ટ આત્માઓ સંપન્ન હોવાનાં કારણે કોઈથી પણ હેરાન નહીં થશે. સંબંધ માં પણ કાંઈ ખીટ-પીટ નહીં થશે. જો થાય તો પણ એની અસર નહીં પડે. કોઈ પણ પ્રકારની ગુંચવણ કે વિઘ્ન એક રમત અનુભવ થશે. સમસ્યા પણ મનોરંજન નું સાધન બની જશે કારણ કે જ્ઞાનવાન થઈને જોશે. તેઓ સદા નિશ્ચયબુદ્ધિ હોવાનાં કારણે નિશ્ચય નાં આધાર પર વિજયી હશે. સદા હર્ષિત હશે.
૩. વિશ્વ સેવક સમજવાથી એકરસ સ્થિતિનો અનુભવ:- બાપદાદા ને સદા સેવાધારી બાળકો યાદ રહે છે, કારણ કે બાપનું પણ કામ છે વિશ્વ સેવક નું. જેમ બાપ વિશ્વ સેવક છે એમ બાળકો પણ. સેવક ને સદા સેવા અને માલિક યાદ રહે છે. તો એવાં સેવાધારી બાળકોને પણ બાપ અને સેવા સિવાય કંઈ યાદ નથી, એનાથી જ એકરસ સ્થિતિમાં રહેવાનો અનુભવ થાય છે. તેઓને એક બાપનાં રસ સિવાય બધાં રસ નીરસ લાગશે. એક બાપનાં રસનો અનુભવ હોવાનાં કારણે બીજે ક્યાંય પણ આકર્ષણ નથી જઈ શકતું, આ જ પુરુષાર્થ છે અને આ જ મંઝિલ છે. બાપદાદા બધાંને તીવ્ર પુરુષાર્થી ની નજર થી જુએ છે, પુરુષાર્થી રહેશો તો પણ મંઝિલ પર નહીં પહોંચશો.
૪. સર્વ સંબંધો નો રસ એક બાપ થી લેવાવાળા જ નષ્ટમોહા:- બાપ ને સર્વ સંબંધો થી પોતાનાં બનાવી લીધાં છે? ફક્ત બાપનાં સંબંધ થી નહીં પરંતુ સર્વ સંબંધ બાપની સાથે થઈ ગયાં, પોતાનાં બનાવવા અર્થાત્ બાપ નાં સ્વયં બનવું. તો સર્વ સંબંધો થી એક બાપ બીજું ન કોઈ, જેનાં સર્વ સંબંધ બાપની સાથે થઈ ગયાં એનાં વિશેષ ગુણ શું દેખાશે? તે સદા નિર્મોહી હશે. જ્યારે કોઈ તરફ લગાવ અર્થાત્ ઝુકાવ નથી તો માયા થી હાર થઈ ન શકે. એવાં નષ્ટોમોહા બનવું અર્થાત્ સદા સ્મૃતિ સ્વરુપ. સદૈવ અમૃતવેલાએ સ્મૃતિમાં લાવો કે સર્વ સંબંધોનું સુખ દરરોજ બાપદાદા થી લઈ બીજાને પણ દાન આપીશું. દરેક સંબંધ નું સુખ લો. સર્વ સુખો નાં અધિકારી બની બીજાને પણ બનાવો. એવાં અધિકારી સમજવાવાળા સદા બાપને પોતાનાં સાથી બનાવીને ચાલે છે. જે પણ કામ હોય તો સાકાર સાથી ન યાદ આવે, પહેલાં બાપ યાદ આવે. સાચાં મિત્ર પણ તો બાપ છે ને, આવાં સાચાં સાથીનો સાથ લો તો સહજ જ સર્વ થી ન્યારાં અને પ્યારા બની જશો. એક બાપ થી લગન છે તો નષ્ટમોહા છો.
ટીચર્સ સાથે મુલાકાત:-
જે સ્નેહ માં સદા રહેવાવાળી સ્નેહી આત્માઓ છે, એવી સ્નેહી આત્માઓને બાપદાદા પણ સદા સ્નેહનું રીટર્ન (વળતર) આપે છે, કયાં સમયે આપે છે? અમૃતવેલાએ વિશેષ. અમૃતવેલાએ સહજ વરદાન મળે છે. આમ તો આખો દિવસ અધિકાર છે પણ એ ખાસ સમય છે. જેમ વિશેષ સમય હોય છે ને કે આ સમય પર આ વસ્તુ સસ્તી મળશે, સીઝન (ઋતુ) હોય છે ને, અમૃતવેલા વિશેષ સીઝન છે એટલે સહજ પ્રાપ્તિ થાય છે, બધી ટીચર્સ નિર્વિધ્ન છો ને, યોગ નો કિલ્લો મજબૂત કરો, વિશેષ જ્યારે કોઈ વિધ્ન ક્યાંક આવે છે તો જેમ આંતરરાષ્ટ્રીય યોગ રાખો છો. એમ દર માસ સંગઠિત રુપમાં ચારેબાજું વિશેષ સમય પર એક સાથે યોગ નો કાર્યક્રમ રાખો. આખું ઝોન નું ઝોન યોગદાન આપે. જેનાથી કિલ્લો મજબૂત થશે. કોઈ પણ તાર નહીં કાપી શકે. જેટલી સેવા વધારતાં જશો એટલું માયા પોતાનાં બનાવવાની કોશિશ પણ કરશે તો જેમ કોઈ કાર્ય શરુ કરવામાં આવે છે તો શુદ્ધિની વિધિઓ કરવામાં આવે છે ને તો સર્વ શ્રેષ્ઠ આત્માઓનો એક જ શુદ્ધ સંકલ્પ હોય વિજયી, આ થઈ ગઈ શુદ્ધિ દ્વારા વિધિ. ચારેબાજું એક સાથે કિલ્લો મજબૂત કરો તો વિજયી થઈ જશો. અચ્છા.