Search for a command to run...
5 Feb 1979
મધુબન નિવાસીઓની સાથે બાપદાદાની રુહ-રુહાન
5 February 1979 · ગુજરાતી
આજે વિશેષ યાદગાર ભૂમિ, જેની મહિમા આજે પણ ભક્ત લોકો કરી રહ્યાં છે એવી મહાન ભૂમિ અને મહાન તીર્થ સ્થાન પર રહેવાવાળી વિશેષ ભાગ્યશાળી આત્માઓને મળવા આવ્યાં છે. જેમ ભૂમિ સમર્થ છે, જે ભૂમિમાં આવવાથી અનેક આત્માઓનું વ્યર્થ સમાપ્ત થઈ જાય છે. બધાં સમર્થ થઈ જાય છે, અનેક પ્રકારનાં અનુભવો નો ખજાનો સહજ પ્રાપ્ત કરી લે છે. એવી ભૂમિ જેનાં દ્વારા જે વરદાન ઈચ્છે એ વરદાન, યાદ અને ભૂમિનાં આધાર થી સહજ જ પામી શકે છે. તો એવી ભૂમિનાં નિવાસી સ્વયં શું હશે! ભક્ત લોકો આ દિવ્ય ભૂમિનાં અને શ્રેષ્ઠ સ્થાન નાં દર્શન માટે હજી સુધી પણ તડપતાં રહે છે. એવી ભૂમિ પર રહેવાવાળા દર્શનીય મૂર્ત છો? જેવું સ્થાન નું મહત્વ છે એવી જ સ્થિતિ પણ રહે છે કે સ્થિતિ થી સ્થાન ની મહિમા વધારે છે? દૂર રહેવાવાળા ફક્ત મધુબન ની સ્મૃતિ થી જ સમર્થ બની જાય છે, તો મધુબન નિવાસી શું હશે? જેવું મહત્વ છે એવાં જ મહાન છે? મધુબન સ્થૂળ સૂક્ષ્મ પ્રાપ્તિઓ નો ભંડારો છે. તો એ જ પ્રમાણે બધાં પોતાની ગતિ અને અવસ્થા શ્રેષ્ઠ સમજો છો? મધુબન નિવાસીઓ ને જે સાધન છે, સંગ છે, ભૂમિનાં મહત્વ નો સહયોગ છે, વાયુમંડળ નું સહજ સાધન છે એ જ પ્રમાણે સિદ્ધિ સ્વરુપ છો? વર્ષો વીત્યાં, આ વર્ષ પણ વીતી ગયું, નવું વર્ષ ચાલું થઈ ગયું એનો પણ માસ પૂરો થઈ ગયો, એક માસ નાં પરિણામ માં પણ અનુભવ શું રહ્યો? ચઢતી કળાનો અનુભવ રહ્યો? દરેક કદમ જમા કરવાવાળો અર્થાત્ સમર્થ રહ્યો? સ્વયં પ્રતિ અને સર્વ પ્રતિ વિઘ્ન વિનાશક રહ્યાં? જ્યારે સમય સમીપ આવી રહ્યો છે તો ચારેય વિષય માં માર્ક્સ જોઈએ. જેમ સેવા માટે બધાનાં મુખ થી એક જ અવાજ નીકળે છે કે સેવાધારી ખૂબ સારાં છે, એમ જ જ્ઞાન, યોગ અને ધારણા યુક્ત પણ હોય. જેમ આખાં વાયુમંડળ માં સ્વર્ગ નો અનુભવ કરે છે, એમ વ્યક્તિગત પણ સ્વર્ગ વાળા અર્થાત્ સર્વ પ્રાપ્તિ સ્વરુપ નાં અનુભવ કરે. હરતાં-ફરતાં એકબીજા ને ફરિશ્તા નજર આવે. અચ્છા.
સેવાઓ પ્રતિ ઈશારા:-
આ વર્ષે બધાં વર્ગ વાળાઓને સંપર્કમાં લાવો. એવાં સંપર્કમાં હોય જે પોતાની ઓથોરીટી થી (સત્તા થી) ઈશારો મળતાં જ બધાં કાર્ય સંપન્ન કરી દે. સમય પર સંપર્ક કરો છો, પછી થી સંપર્ક હલકો થઈ જાય છે, હવે સંપર્ક વધારો. જેમ શરુમાં લક્ષ રહેતું હતું કે બધાનું ભાગ્ય જરુર બનાવવું છે, એમ હવે લક્ષ હોય કે દરેક વર્ગની આત્માઓને સંપર્કમાં લાવીને વિશેષ સેવા અર્થ નિમિત્ત બનાવીને સહયોગ લઈએ. હમણાં બધાં સ્થાનો ઉપર મધ્યમ ગુણવત્તા છે, પણ છેલ્લે તો બધાં સુધી પહોંચવાનું છે, એવી વિશેષ આત્મા નીકળે જે એક દ્વારા અનેકો ને સંદેશ પ્રાપ્ત થઈ જાય. ઉમંગ-ઉત્સાહ ઉત્પન્ન થઈ જાય, ત્યારે તો ક્યૂ (કતાર) લાગશે. આ વર્ષે આ ગુણવત્તા ની સેવા થવી જોઈએ. વિશ્વપિતા નું ટાઇટલ (શીર્ષક) છે તો વિશ્વ માં તો વેરાઈટી (વિવિધતા) જોઈએ ને. નાસ્તિક પણ હોય તો પણ સંપર્ક માં જરુર આવે. જ્ઞાન ને પણ ન સાંભળે પણ પરિવર્તન જોઈને સંપર્કમાં આવે. નવાં વિશ્વ ની સ્થાપના માટે બધાં પ્રકારનાં બીજ જોઈએ. ત્યારે વિશ્વ કલ્યાણકારી બની શકશો. ધર્મ, રાજ્ય નાં નેતાઓ પણ એટલું જરુર માને કે આ લોકોનું પરિવર્તન અને જે વિધિ છે એ બહુ સારી છે. ધર્મ નેતાઓ પણ એવો અનુભવ કરી સહયોગ માં આવશે. અચ્છા.
ટીચર્સ સાથે મુલાકાત:- બધી ટીચર્સ વિશેષ સેવાધારી અર્થાત્ બાપ ને પોતાની વાણી દ્વારા અને કર્મ દ્વારા પ્રત્યક્ષ કરવાળી છો છે. પ્રત્યક્ષ કરવું એ જ વિશેષ સેવાધારીઓનું કર્તવ્ય છે - હમણાં સુધી જે કર્યું એ યથાશક્તિ નંબરવાર પુરુષાર્થ અનુસાર ખુબ સારું કર્યું પણ હમણાં સુધી પરિણામ માં આત્માઓ ને આ અનુભવ - કે આ મહાન આત્માઓ છે, મહાન જીવનવાળી છે આ અનુભવ કોઈ-કોઈ આત્માઓ એ કર્યો અને વર્ણન પણ કરે છે પરંતુ હવે બાકી શું રહ્યું? બાપે જીવન બનાવી બાળકોને આગળ કર્યાં જે જીવન ની મહિમા કરતાં રહ્યાં પરંતુ હવે બાળકોનું કર્તવ્ય શું છે?
જે બાપ બેકબોન (આધાર-સ્તંભ) છે, ગુપ્ત રુપ માં પાર્ટ ભજવી રહ્યાં છે, બાપ ને પ્રત્યક્ષ કરવાનાં છે, સંભળાવવા વાળાને ઓળખે છે, પરંતુ બનાવવા વાળા હજી પણ ગુપ્ત છે તો હવે બનાવવા વાળાને પ્રત્યક્ષ કરવાં અર્થાત્ વિજય નો ઝંડો લહેરાવવાનો છે. વિશેષ જે સમય સ્ટેજ (મંચ) પર આવો છો એ સમયે સ્વયં પણ બાપ નાં સ્નેહ અને પ્રાપ્તિ માં લવલીન (પ્રેમમય) સ્વરુપ છો - જેમ લૌકિક રીતે પણ કોઈ કોઈનાં સ્નેહમાં લવલીન હોય છે તો ચહેરા થી, નયનો થી, વાણી થી અનુભવ થાય છે કે આ લવલીન છે, આશિક છે. એમ જ્યારે સ્ટેજ પર આવો છો તો જેટલો પોતાની અંદર બાપ નો સ્નેહ જાગૃત થશે એટલું સ્નેહ નું બાણ બીજા ને પણ સ્નેહમાં ઘાયલ કરી દેશે.
ભાષણની લિંક (કડી) વિચારવી, પોઈન્ટ્સનું (વાતનું) પુનરાવર્તન કરવું, આ સ્વરુપ ન હોય પણ સ્નેહ અને પ્રાપ્તિ નું સંપન્ન સ્વરુપ હોય, ઓથોરિટી (સત્તા) હોય. જે વસ્તુ ની ઓથોરિટી હોય છે એને વિચારવી નથી પડતી. વિચારેલું જ હોય છે. સ્ટેજ પર આવવાનાં પહેલા મનન કરીને બુધ્ધિમાં પહેલે થી જ ટોપિક (વિષય) નું સ્પષ્ટીકરણ કરી લેવું જોઈએ. એ સમયે આ અટેન્શન (ધ્યાન) માં ન રહેવું જોઈએ. વિષય તૈયાર હશે તો વિષય ની પણ ઓથોરિટી થઈને બોલશો. પોઈન્ટ્સ ને જ વિચારતાં રહેશો તો ઓથોરિટી અનુભવ નહીં થશે. પહેલાં સ્નેહ અને પ્રાપ્તિ સ્વરુપ થાઓ. બીજું જ્યારે બોલવાનું શરું કરો છો તો એક અંદર ની ઓથોરિટી અને બોલ માં પહેલાં દિલ નાં અવાજ થી બાપની મહિમા હોય. જેમ શિવરાત્રી નો દિવસ છે, તો શિવરાત્રી અર્થાત્ બાપને પ્રત્યક્ષ કરવાનો દિવસ આને જ પરમાત્મ-બોમ્બ કહેવાય. જે અંદર સમાયેલું છે તે લોકોને પ્રત્યક્ષ દેખાઈ આવે. આ છે બોમ્બ નું ફાટવું. જો બોમ્બ ફાટે છે તો શું કરે છે? બધાંને અગ્નિ માં સળગાવી દે છે, તો આ પરમાત્મા બોમ્બ અર્થાત્ સ્નેહ નો બોમ્બ, સંબંધ જોડવાનો બોમ્બ, દિલ નાં અવાજ થી મહિમા કરવાનો બોમ્બ, લગન માં મગન ની આગમાં બધાંને હલાવી દે. જ્યારે બોમ્બ ફાટે છે તો બધાં હલી જાય છે ને. તો બધાંની બુદ્ધિને હલાવે આ કોની મહિમા છે! આ કોની ઓથોરિટી થી બોલી રહ્યાં છે, આ શું અને કોનો સંદેશ આપી રહ્યાં છે. ઓથોરિટી પણ હોય, મધુરતા પણ હોય. શબ્દોની મધુરતા હોય પણ અંદર સમાયેલી ઓથોરિટી હોય. શબ્દ પણ રહેમદિલ ની ભાવના નાં હોય. સ્પષ્ટ પણ કરતાં રહો, પરંતુ સ્પષ્ટ કરતાં બાપની મહિમા કરતાં સંબંધ પણ જોડતાં જાઓ. અમે આ કેમ કહીએ, આનાથી શું પ્રાપ્તિ થશે, અમારાં લોકોનો અનુભવ શું છે! એક ઘડીની પણ પ્રાપ્તિ શું છે! એમ વચ્ચે-વચ્ચે નિજી અનુભવ નો અવાજ લાગે. ફક્ત ભાષણ ન લાગે, લગન માં મગન મૂર્ત અનુભવ થાય. એ નવીનતા છે. લોકો કહે છે પણ સ્વરુપ નથી બનતાં, તમારાં બોલ અને સ્વરુપ બંને સાથે-સાથે હોય. સ્પષ્ટ પણ હોય, સ્નેહ પણ હોય, નમ્રતા પણ, મધુરતા પણ અને મહાનતા પણ હોય, સત્યતા પણ હોય પરંતુ સ્વરુપ ની નમ્રતા પણ હોય, આ જ રુપ થી બાપ ને પ્રત્યક્ષ કરવાનાં છે. નિર્ભય હોવ પરંતુ બોલ મર્યાદા ની અંદર હોય. બંને વાતો નું બેલેન્સ (સંતુલન) હોય. જ્યાં બેલેન્સ હોય ત્યાં કમાલ દેખાય છે અને એ શબ્દો કઠોર નહીં, મીઠાં લાગે છે તો ઓથોરિટી અને નમ્રતા બન્ને નાં બેલેન્સ ની કમાલ બતાવો. આને કહેવાય બાપ ની પ્રત્યક્ષતા નું સાધન. જેમ જુઠ્ઠા શાસ્ત્રો ની ઓથોરિટીવાળા પણ કેટલી ઓથોરિટી થી બોલે છે. જે બિલકુલ અસત્ય વાત ને કેવી રીતે સિદ્ધ કરીને બતાવે છે. ન ફક્ત સિદ્ધ કરે છે પરંતુ મનાવડાવે પણ છે, સતવચન મહારાજ કહેવડાવે પણ છે, જ્યારે એ અસત્ય ની ઓથોરિટીવાળા પણ આટલો પ્રભાવ નાખી શકે, આ તો અનુભવ નાં બોલ છે, પ્રાપ્તિ સ્વરુપ નાં બોલ છે. બાપ સાથે સંબંધ છે એની વાતો છે, તો કેમ નહીં કહેવડાવો કે મનાવડાવો. તો હવે સમજ્યાં શું કરવાનું છે!
પરિચય ને પૂરો સ્પષ્ટ કરવાનો છે - એક પોઈન્ટ સંભળાવીને તરફ ધ્યાન ખેંચાવડાવો, બધાં પોઇન્ટ્સ બોલીને બાપની મહિમા નાં બોલ, બોલીને બાપ તરફ ધ્યાન ખેંચાવડાવો, વારંવાર પથ્થર પર સ્નેહ નું પાણી નાખતા જાઓ ત્યારે આ પથ્થર પાણી થશે. અને જેટલું થઈ શકે શાંતિ નો પ્રભાવ હોય. રુપરેખા જ અલૌકિક હોય, સરળ, સ્વચ્છ, રુહાનિયત અને પ્યોરિટી (પવિત્રતા) નાં વાયબ્રેશન (પ્રકંપન) હોય. સાંભળવા વાળી જે સહયોગી બ્રાહ્મણ આત્માઓ હોય તેઓમાં પણ વાયુમંડળ ને બનાવવાનો સંકલ્પ હોય. જેમ અગરબત્તી વાયુમંડળ ને પરિવર્તન કરી દે છે એમ બધાં બ્રાહ્મણ આત્માઓની વૃત્તિ, રહેમ ની વૃત્તિ અગરબત્તી નું કામ કરે. જે આવવાથી જ એમને અનુભવ થાય આ સભા કોઈ અલૌકિક સભા છે. અચ્છા, સ્નેહ મિલન થી સ્નેહની ઝોલી ભરી ને જશે અને પછી બધાંને સ્નેહ વહેંચી દેશે. બાપ નો સ્નેહ, એવાં સ્નેહ સ્વરુપ થઈ જશો કે બધાંને તમારા ચિત્ર, ચલન થી બાપ નો સ્નેહ નજર આવે. એવું મિલન મનાવી રહ્યાં છો ને. સ્નેહ મિલન અર્થાત્ દૃઢ સંકલ્પ દ્વારા સ્વ-પરિવર્તન અને સર્વનાં પરિવર્તન નાં સહયોગી બનવું. આ છે સ્નેહ મિલન ની વિશેષતા. સ્નેહમિલન અર્થાત્ પ્રેક્ટિકલ (વ્યવહારિક) સંસ્કાર મિલન. જેમ મિલન માં હાથ મળાવે છે ને. આ મિલન છે સંસ્કાર મિલન. જો બધાનાં સંસ્કાર મળી ને બાપ સમાન થઈ જાય, બધાનાં એક જ સંસ્કાર થઈ જાય તો શું થશે? એક રાજ્ય, એક ધર્મ વાળી દુનિયા આવી જશે. અહીયાં એક થવું જ, એક ધર્મ એક રાજ્ય ની દુનિયા ને લાવવાનો આધાર બનશે. સ્નેહ મિલન અર્થાત્ કમ્પ્લેન (ફરિયાદ) સમાપ્ત અને કમ્પ્લીટ (સંપૂર્ણ) થઈને જાય. ઉલ્હના (ફરિયાદ) સમાપ્ત ઉલ્લાસ માં આવી જાય - આ છે સ્નેહ મિલન.
વિદેશી ભાઈ બહેનો સાથે મુલાકાત:-
બાપદાદા બધાં લવલીન રહેવાવાળા બાળકોને જોઈને હર્ષિત થાય છે. જે સદા લવલીન રહે એમની નિશાની શું હોય છે? લવલીન આત્મા ને યાદ માં રહેવાનો પુરુષાર્થ નથી કરવો પડશે, પરંતુ સ્વતઃ યોગી હશે. સિવાય બાપ અને સેવા બીજું કાંઈ દેખાશે નહીં. જ્યારે બુદ્ધિ ને એક જ ઠેકાણું મળી જાય તો બુદ્ધિનું ભટકવાનું સ્વતઃ બંધ થઈ જાય. લવલીન આત્મા સર્વ પ્રાપ્તિઓમાં રહી બીજાને પ્રાપ્તિ કરાવવામાં તત્પર હશે. એટલે સદા માયાજીત હશે. લવલીન રહેવાવાળા છો કે મહેનત કરવાવાળા છો? વિદેશ માં રહેવાવાળી આત્માઓને વિશેષ વિદેશ ની સેવા અર્થ યોગી જીવન નો અનુભવ સેવા માં સફળતા મૂર્ત બનાવી શકે છે. જેટલી-જેટલી પોતાની આ સ્ટેજ (અવસ્થા) ને શક્તિશાળી બનાવશો, શક્તિશાળી અર્થાત્ સર્વ પ્રાપ્તિનાં અનુભવી મૂર્ત ત્યારે સફળતા મૂર્ત થશો કારણ કે દિવસે-દિવસે વિભિન્ન પ્રકારની ઈચ્છાવાળી આત્માઓ તમારી સામે આવશે, તો સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરવાવાળા ત્યારે બની શકશો જ્યારે સર્વ પ્રાપ્તિ નાં અનુભવી સ્વરુપ હશો. તમને બધાં શોધવા આવશે કે સુખ શાંતિ નાં માસ્ટર દાતા ક્યાં છે! જ્યારે પોતાની પાસે સર્વ શક્તિઓનો ભંડાર હશે ત્યારે તો બધાંને સંતુષ્ટ કરી શકશો. જેમ વિદેશમાં રિવાજ છે એક જ સ્ટોર (દુકાન) માં બધી વસ્તુઓ મળી જાય છે. એવું તમારે પણ બનવાનું છે. એવું પણ નહીં કે સહનશક્તિ છે પણ સામનો કરવાની શક્તિ નથી. સર્વ શક્તિઓનો ભંડાર જોઈએ ત્યારે સફળતા મૂર્ત બની શકશો. હવે વિદેશમાં મન્સા સેવાનું વાતાવરણ હજી પણ શક્તિશાળી બનાવો કારણ કે ત્યાંની વિવિધ આત્માઓ વાયુમંડળ થી પ્રભાવિત થશે. પહેલાં વાયબ્રેશન (પ્રકંપન) એમને ખેંચશે પછી જ્ઞાન સાંભળી શકશે. મન્સા સેવા કરવાં માટે સદા એકાગ્રતા નો અભ્યાસ જોઈએ. વ્યર્થ સમાપ્ત થાય ત્યારે મન્સા સેવા કરી શકશો. મધુબન થી શક્તિશાળી મન્સા સેવાનો અનુભવ કરીને અને ત્યાનાં માટે અભ્યાસી બનીને જાઓ. જે પણ જુએ એ અનુભવ કરે કે આ શક્તિઓની ખાણ આવ્યાં છે. જો શક્તિઓ અનુભવ માં આવી ગઈ તો અનુભવ સદાકાળ જીવન નું અંગ હોય છે, વધુમાં વધુ અનુભવો ની ખાણ બનીને જઈ રહ્યાં છો? જેમ બાપ પરફેક્ટ (સંપૂર્ણ) છે તો બાળકો પણ બાપ સમાન, કોઈ ડિફેક્ટ (દોષ) ન હોય. અચ્છા.
સેવાધારી ગ્રુપ સાથે વાતચીત:-
સેવાધારી અર્થાત્ બાપ સમાન કારણ કે બાપ પણ સેવાધારી બનીને આવે છે. બાપ નું સ્વરુપ જ છે વિશ્વ સેવક. જેમ બાપ વિશ્વ સેવાધારી છે એમ તમે બધાં પણ બાપ સમાન વિશ્વ સેવાધારી છો! શરીર દ્વારા સ્થૂળ સેવા કરો છો પણ મન્સા દ્વારા વિશ્વ પરિવર્તન ની સેવામાં તત્પર રહો. તન-મન બંને માં સેવાધારી. એક જ સમય પર બંને ભેગી સેવા કરો છો. એવું નહીં તન ની સેવા કરો તો મન ની નથી કરી શકતાં. બંને એક સમય પર કરવાથી ડબલ (બમણી) પ્રાપ્તિ થશે. ડબલ સેવાધારી જ ડબલ તાજધારી બને છે. જો સિંગલ સેવા કરશો તો ડબલ તાજ નહીં મળશે. કર્મ કરતાં તપાસો ડબલ સેવાનાં બદલે સિંગલ તો નથી થઈ ગઈ. અટેન્શન રાખતાં-રાખતાં સંસ્કાર બની જશે. જે મન્સા અને કર્મણા બંને સેવા સાથે-સાથે કરે, સાક્ષાત્કાર જોવાવાળા ને અનુભવ થશે કે આ કોઈ અલૌકિક શક્તિ છે. લોકો સ્વતઃ જ તમારી પાછળ આવશે. આ અભ્યાસ ને આગળ વધારો. એટલો અભ્યાસ વધારો જે નેચરલ (સ્વાભાવિક) અને નિરંતર થઈ જાય. અચ્છા -