Search for a command to run...
3 Feb 1979
સર્વ પર રહેમ કરો, ‘વહેમ’ અને ‘અહેમ’ ભાવ ને મિટાવો (સમાપ્ત કરો)
3 February 1979 · ગુજરાતી
બાપદાદા બધાં બાળકો ને સંપન્ન સ્વરુપ, વિશ્વ કલ્યાણકારી રુપ માં જોઈ રહ્યાં છે. વર્તમાન સમયે અંતિમ સ્વરુપ અને અંતિમ કર્તવ્ય વિશ્વ કલ્યાણ નું જ છે. આ અંતિમ સ્વરુપ માં સ્થિત રહેવા માટે દરેક બ્રાહ્મણ યથાશક્તિ પુરુષાર્થ કરી રહ્યાં છે. લક્ષ્ય બધાનું એક જ વિશ્વ કલ્યાણ કરવાનું છે પણ કોઈ હજી સુધી સ્વ-કલ્યાણ માં જ લાગેલાં છે, અને કોઈ સ્વદેશ નું કલ્યાણ કરવામાં લાગેલાં છે. ખૂબ જ થોડાં બેહદ બાપ સમાન બેહદ અર્થાત્ વિશ્વની સેવામાં અથવા વિશ્વ કલ્યાણકારી સ્વરુપ માં સ્થિત રહે છે. વિશ્વ કલ્યાણકારી શ્રેષ્ઠ આત્માની નિશાની શું હશે?
૧. વિશ્વ કલ્યાણકારી જાણે છે કે સમય ઓછો છે અને કાર્ય મહાન છે એટલે વિશ્વ કલ્યાણકારી દરેક સેકન્ડ કે સંકલ્પ વિશ્વ કલ્યાણ પ્રતિ જ લગાડશે.
૨. તન મન અને પ્રાપ્ત ધન સદા વિશ્વ સેવા માં અર્પણ કરશે.
૩. એમનાં મસ્તક અને નયનો માં સદા વિશ્વની સર્વ આત્માઓ સ્મૃતિ અને દૃષ્ટિ માં હશે કે આ અપ્રાપ્ત આત્માઓને પણ તૃપ્ત આત્મા કેવી રીતે બનાવીએ. ભિખારી આત્માઓને સંપન્ન બનાવીએ. વંચિત થયેલી આત્માઓને સંપર્ક અને સંબંધ માં કેવી રીતે લાવીએ. દિવસ-રાત બાપ દ્વારા શક્તિઓનાં વરદાન લઈ સર્વ ને આપવા વાળા દાતા હશે.
૪. અથક, નિરંતર સેવાધારી હશે. કાર્યક્રમ પ્રમાણ સેવાધારી નહીં પણ સદા એવરરેડી ઓલરાઉન્ડર હશે.
૫. આવી વિશ્વ કલ્યાણકારી અર્થાત્ રહેમદિલ આત્માઓ જ કેવી પણ અવગુણવાળી આત્મા હોય, કડક સંસ્કારવાળી આત્મા હોય, ઓછી બુદ્ધિવાળી આત્મા હોય, પથ્થર બુદ્ધિ હોય, સદા ગ્લાનિ કરવાવાળી હોય, સર્વ આત્માઓ પ્રતિ કલ્યાણકારી અર્થાત્ લૉ-ફુલ (કાયદેસર) અને લવ-ફુલ (પ્રેમાળ) હશે. લક્ષ બધાનું એવું જ છે પણ કરે શું છે? ચાલતાં-ચાલતાં રહેમ નાં બદલે બે વાતો માં બદલાઈ જાય છે. કોઈ રહેમ કરવાનાં બદલે આત્માઓમાં વહેમ ભાવ પેદા કરી દે છે - આ ક્યારેય બદલાશે નહીં, આ છે જ એવા, બધાં તો રાજા બનવાનાં નથી, આવાં પ્રકારનાં અનેક વહેમ ભાવ રહેમ ને ખતમ કરી દે છે. બીજી વાત - રહેમ ભાવ નાં બદલે અહેમ ભાવ “હું જ બધું છું - આ કંઈ નથી. આ કાંઈ નથી કરી શકતાં, હું બધું જ કરી શકું છું”. આ પ્રકાર નો અહેમ ભાવ અર્થાત્ હું-પણા નું અભિમાન રહેમદિલ બનવા નથી દેતો. આ બંને વાતો બેહદનાં વિશ્વ કલ્યાણકારી બનાવી નથી શકતી. એટલે સ્વ-કલ્યાણ અથવા સ્વ-દેશ કલ્યાણ સુધી રહી જાય છે. વિશ્વ કલ્યાણકારી બનવાનાં સહજ સાધન જાણો પણ છો પરંતુ સમય પર ભૂલી જાઓ છો. કેવી પણ અવગુણધારી આત્મા હોય - કેવી પણ પતિત આત્મા કે પુરુષાર્થહીન આત્મા બંનેમાંથી કોઈ પણ હોય, અજ્ઞાની પતિત આત્મા હશે અને બ્રાહ્મણ પરિવારની પુરુષાર્થહીન આત્મા હશે - બંને આત્માઓ પ્રતિ વિશ્વ કલ્યાણકારી અર્થાત્ બેહદની દાતા આત્મા, વિશ્વ પરિવર્તન અધિકારી આત્મા સદા એ આત્માઓની બુરાઈ અથવા કમજોરીઓને કલ્યાણકારી હોવાનાં લીધે પહેલાં ક્ષમા કરશે. જેમ બેહદનાં બાપ બાળકો ને ક્ષમા કરે છે, કઈ વાત પર? બાળકોની બુરાઈ કે કમજોરીઓને દિલ માં ન સમાવતાં ક્ષમા કરે છે, પૂજ્ય દેવતા ભક્તો પર ક્ષમા કરે છે. તો વિશ્વ કલ્યાણકારી માસ્ટર રચયિતા પણ છે, વિશ્વ અધિકારી પણ છે અર્થાત્ નાનાં ની આગળ મોટાં રાજાનાં સમાન છે, બાપ નાં સમાન છે, પૂજ્ય આત્મા છે, આ ત્રણેય સંબંધો નાં આધાર થી બુરાઈ કે કમજોરી દિલ પર ન રાખી ક્ષમા કરશે. એ પછી એવી આત્માનાં કલ્યાણ પ્રતિ સદા દરેક આત્માનાં વાસ્તવિક સ્વરુપ અને ગુણ ને સામે રાખીને મહિમા કરશે અર્થાત્ એ આત્માને પોતાની મહાનતા ની સ્મૃતિ અપાવશે. કોનાં બાળકો છો - કયાં કુળનાં છો! સંગમયુગની વિશેષતા કે વરદાન શું છે! બાપનું કર્તવ્ય અસંભવ ને પણ સંભવ કરવાનું છે, આપ આત્મા આદિકાળ નાં રાજવંશી છો, હમણાં બ્રહ્માવંશી છો, માસ્ટર સર્વશક્તિવાન છો, આ પ્રકારની મહિમા કરશે - જેનાથી એ આત્મા ગુણો ને સાંભળતાં સ્મૃતિ અને સમર્થી માં આવે અને કમજોરી કે બુરાઈ ને મિટાવવાની હિંમત માં આવે.
જેમ આજ ની દુનિયામાં રાજપૂત વંશવાળા પોતાનાં વંશ ની સ્મૃતિ અપાવે તો કમજોર માં પણ હિંમત આવી જાય, એમ વિશ્વ કલ્યાણકારી કમજોર આત્માઓને પણ મહિમા થી મહાન બનાવી દેશે અર્થાત્ પોતાની રહેમદિલ ની શક્તિ થી સ્વયં તો એમનાં અવગુણ ધારણ નહીં કરે પણ એમને પણ પોતાનાં અવગુણ વિસ્મૃત કરાવી સમર્થ બનાવી દેશે. એમ સમર્થ ધરણી બનાવ્યાં પછી એવી આત્મા પ્રતિ થોડી પણ મહેનત કરવાથી, વહેમ ભાવ અને અહમ ભાવ ન રાખવાથી એવી આત્મા પણ પરિવર્તન થઈ જશે. ક્યારેય પણ બ્રાહ્મણ પરિવાર માં કમજોર આત્માને “તમે કમજોર છો, તમે કમજોર છો” નહીં કહેશે, નહીં તો જેમ શારીરિક કમજોર આત્મા જો ડોક્ટર દ્વારા સાંભળે કે હું તો મરવાની છું તો હાર્ટ ફેલ થઈ જશે. એમ તમે બધાં માસ્ટર ઓથોરિટી (સતાધારી) છો, શ્રેષ્ઠ આત્માઓ છો, વિશ્વ પરિવર્તક છો, તમારાં લોકોનાં મુખ થી સદૈવ દરેક આત્મા પ્રત્યે શુભ બોલ નીકળવા જોઈએ દિલશિકસ્ત બનાવવાવાળા નહીં, દિલશિકસ્ત બનવું પણ હાર્ટફેલ થવું છે. ભલે કેટલાં પણ કમજોર હોય, એમને ઈશારો પણ આપવો હોય, શિક્ષા પણ આપવી હોય, તો પહેલાં સમર્થ બનાવો પછી શિક્ષા આપો. પહેલાં એમની વિશેષતા ની મહિમા કરો પછી એમને આગળ માટે હજી પણ વધારે શ્રેષ્ઠ આત્મા બનવાનું સાધન, કમજોરી પર અટેન્શન (ધ્યાન) રીત થી અપાવો. પહેલાં ધરણી પર હિંમત અને ઉત્સાહ નું હળ ચલાવો પછી બીજ નાખો તો સહજ જ બીજ નું ફળ નીકળશે. નહીં તો હિંમત-હીન કમજોર સંસ્કાર વશ આત્મા અર્થાત્ કલરાઠી (ઉજ્જડ) જમીન માં બીજ નાખો છો એટલે મહેનત અને સમય વધારે લાગે છે અને સફળતા પણ ઓછી મળે છે, વિશ્વ કલ્યાણ નાં કાર્યમાં વિચારવાની અને કરવાની ફુરસદ નથી મળતી, સ્વ કલ્યાણ કે દેશ કલ્યાણ માં જ લાગેલાં રહે છે. વિશ્વ કલ્યાણકારી સ્વરુપ માં સ્થિત નથી થઈ શકતાં. સમજ્યાં. તો વિશ્વ કલ્યાણકારી બનવા માટે શું કરવાનું છે અને શું નથી કરવાનું. ત્યારે જ વિશ્વ કલ્યાણની સેવાની ગતિ તીવ્ર થઈ શકશે. હમણાં મધ્યમ ગતિ છે એટલે આ વર્ષ માં વિશ્વ કલ્યાણકારી સ્થિતી ની વિધિ દ્વારા વિશ્વ કલ્યાણ ની સેવા ની ગતિ તીવ્ર બનાવો, રહેમદિલ બનો. હમણાં સુધી જે કંઈ ચાલ્યું ડ્રામા અનુસાર જે ચાલતું હતું એ ચાલ્યું. આનાથી પણ આગળ માટે કલ્યાણની ભાવના લઇ, ચઢતી કળાની ભાવના લઈ હવે આગળ વધો. કમજોરીઓને સદા માટે દૃઢ સંકલ્પ દ્વારા વિદાય આપો અને વિદાય અપાવો. તો વિશ્વ પરિવર્તન નું કાર્ય તીવ્ર ગતિ થી થઈ જશે. ઝડપ અને સ્ટેજ (અવસ્થા) ને વધારો અર્થાત્ દરેક વાતને નોલેજફુલ (જ્ઞાન-સંપન્ન) સમર્થ સ્થિતિ દ્વારા સદા સહજ પાસ (પાર) કરો અને સદા પાસ (ઉત્તીર્ણ) થઈ જાઓ તો અંતિમ સ્ટેજ પર પાસ વિથ ઓનર થઈ જશો. સમજ્યાં, એવી તૈયારી કરો - જે બીજી સિઝન માં બાપદાદા બધાંને તીવ્ર પુરુષાર્થી નાં રુપમાં જુએ. બધી આત્માઓ પહેલા ડિવિઝન વાળી (પ્રથમ શ્રેણીવાળી) આત્માઓ છો, એવી મહાન આત્માઓ નો મિલન મેળો મનાવવા આવે. દરેક બ્રાહ્મણ બાળક સદા તાજ, તિલક અને તખ્તધારી હોય, એવી રાજ્ય સભા માં બાપ આવે. જ્યારે અહીંયા રાજ્ય અધિકારી સભા બનશે ત્યારે ત્યાં રાજ્ય દરબાર લાગશે. આમંત્રણ અપાય છે તો વિશેષ આત્માઓ માટે વિશેષ સ્ટેજ (મંચ) તૈયાર કરવું પડે છે. તો બાપદાદા ને પણ ફરી આવવાનું આમંત્રણ આપો છો. તો દરેક પ્રેક્ટિકલ (વ્યવહારિક) સંપૂર્ણ સ્ટેજ તૈયાર કરશે ત્યારે તો બાપદાદા આવશે. એટલે દરેક એકબીજા થી શ્રેષ્ઠ અને સુંદર સ્ટેજ (સ્થિતિ) તૈયાર કરો. અચ્છા હવે જોશે કયો ઝોન નંબર વન જાય છે, વિદેશ આગળ જાય છે, કે દેશ આગળ જાય છે. અચ્છા.
એવાં સદા વિશ્વ કલ્યાણકારી, સર્વ પ્રતિ રહેમદિલ, સદા શુભચિંતન માં રહેવાવાળા અને સદા શુભચિંતક બનવાવાળા, દરેક આત્મા માં હિંમત અને ઉલ્લાસ અપાવવાવાળા, એવાં સદા રાજ્ય અધિકારી સર્વ ને સદા સંપન્ન બનાવવાવાળા સમર્થ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત:-
૧. સ્વ-સ્થિતિ ની સીટ પર રહેવાથી પરિસ્થિતિઓ પર વિજય:- સદા માસ્ટર સર્વશક્તિમાન ની સ્થિતિ માં સ્થિત રહીને દરેક પ્રકાર ની પરિસ્થિતિઓ પર વિજયી રહો છો? જ્યાં સુધી સ્વ-સ્થિતિ શક્તિશાળી નહીં હશે તો પરિસ્થિતિ પર વિજય નહીં થશે, પરિસ્થિતિ પ્રકૃતિ દ્વારા આવે છે એટલે પરિસ્થિતિ રચના થઈ ગઈ અને સ્વ-સ્થિતિ વાળા રચતા છે. તો સદા રચના પર વિજય થાય છે ને. જો રચતા રચના થી હાર ખાઈ લે તો એને રચતા કહેવાશે? તો પ્રકૃતિ દ્વારા આવેલી પરિસ્થિતિઓ રચના છે, તો માસ્ટર રચતા અર્થાત્ માસ્ટર સર્વશક્તિમાન ક્યારેય હાર ખાઈ ન શકે, અસંભવ છે. જો પોતાની સીટ છોડો છો તો હાર થાય છે, સીટ પર સેટ (સ્થિત) થવાવાળા માં શક્તિ હોય છે, સીટ છોડી તો શક્તિહીન. તો માસ્ટર રચતા ની સીટ પર સેટ રહેવાનું છે, સીટ નાં આધાર પર શક્તિઓ સ્વતઃ આવશે. નીચે નહીં આવો, નીચે છે જ દેહ-અભિમાન રુપી માયા ની ધૂળ. નીચે આવશો તો ધૂળ લાગી જશે અર્થાત્ શુદ્ધ આત્મા થી અશુદ્ધ બની જશો. બાળક પણ જો સ્થાન થી નીચે આવી જાય છે તો મેલો થઈ જાય છે, બાળક માટે પણ અટેન્શન રાખે છે - મેલો ન થઈ જાય. તો દેહ-ભાન માં આવવું અર્થાત મેલા થવું. તમે શુદ્ધ આત્મા છો, શુદ્ધ પર જો જરા પણ માટી લાગી જાય તો સ્પષ્ટ દેખાઈ આવે, જરા પણ દેહ-અભિમાન નો મેલ આપ શુદ્ધ આત્માઓમાં સ્પષ્ટ દેખાશે. વારંવાર દેહ-ભાન માં આવવું અર્થાત્ માટી માં રમવું અને માટી ખાવી. તો એવાં તો નથી ને! ક્યારેક પાછલા સંસ્કાર તો નથી આવી જતાં. જ્યારે મરજીવા થઈ ગયાં તો પાછલા ખતમ થયાં. મરજીવા અર્થાત્ બ્રાહ્મણ જીવન. બ્રાહ્મણ ક્યારેય માટી થી નહીં રમે, આ તો શૂદ્રપણાની વાતો છે. તો સદા બાપ ની યાદ નાં ખોળામાં રહો. યાદ જ યાદ છે, લાડલા બાળકો ને માં-બાપ ખોળા માં રાખે છે, માટીમાં નથી જવા દેતાં, તો તમે લાડલા બાળકો છો ને, તો માટી માં ન રમી શકો. રત્નો થી રમતાં રહો. માટીમાં રમવાવાળા બાપ નાં બાળકો હોઈ ન શકે. રોયલ બાપ નાં બાળકો માટી થી નથી રમતાં. તો સૌથી મોટામાં મોટાં બાપ નાં બાળકો, સદા જ્ઞાન રત્નો થી રમવાવાળી શ્રેષ્ઠ આત્માઓ - એવા છો ને. અચ્છા.
કેવી પણ પરિસ્થિતિ હોય પણ સદા બાપ નો સાથ સ્મૃતિ માં રહે તો માયાજીત, બાપ ને સાથી બનાવવાથી વિજયી રત્ન બની જશો. બાપ નો સાથ યાદ રહે તો સદા ખુશ અને સદા નિર્વિધ્ન રહેશો. એક થી ડબલ બની ગયાં, તો સદા મહાવીર રહેશો, નિર્ભય રહેશો. બાપ નો સાથ હોવાથી માયાજીત બની જશો.
૨. જેટલું વૃદ્ધિને પામતા જશો એટલું સેવાનું ઈનામ મળે છે. જે જેટલી આત્માઓને બાપ નો પરિચય આપવાનાં નિમિત્ત બને છે એટલી જ હમણાં પણ ખુશી ની પ્રાપ્તિ થાય છે અને ભવિષ્ય માં પણ રાજ્ય પદની પ્રાપ્તિ થાય છે. વર્તમાન અને ભવિષ્ય બંને કાળ શ્રેષ્ઠ બની જાય છે. એવું શ્રેષ્ઠ કાર્ય જેનાથી બંને કાળ શ્રેષ્ઠ થઈ જાય તો કેટલું કરવું જોઈએ. લૌકિક માં પણ કોઈ કાર્યમાં ફાયદો વધારે થાય તો દિવસ રાત લાગી જાય છે. આ તો સૌથી શ્રેષ્ઠ વ્યાપાર છે. ૨૧ જન્મ માટે સોદો કરો છો. આ સિઝન માં એટલું જમા કરી લો છો જે પછી આરામ થી ખાતા રહેશો. કેટલી મોટી લોટરી મળે છે, એક જન્મ ની થોડી મહેનત અને અનેક જન્મ ખાતા રહો છો. પેલી હદની લોટરી હોય એમાં એક નાખો તો લાખ ની લોટરી લાગી શકે પણ આ તો બેહદની અવિનાશી લોટરી છે. ઘરે બેઠા આટલી શ્રેષ્ઠ પ્રાપ્તિ છે, ઘરે બેઠા ભગવાન મળી ગયાં ને! તો પોતાનાં ભાગ્યની સદા મહિમા કરતા રહો, સદા મનમાં પોતાનાં ભાગ્યનાં ગીત ગાતાં ખુશ રહો, જો ક્યાંય પણ લગાવ હશે, મોહ હશે તો દુઃખની લહેર આવશે. ક્યારેય દુઃખ થાય છે? બાપ જન્મ-જન્માંતર માટે રડવાનું બંધ કરાવે છે, દુઃખ થશે તો રડશો, દુઃખ જ નહીં તો રડવાનું બંધ. બધાં સુખદાતા નાં બાળકો માસ્ટર બની ગયાં તો દુઃખ તો આવી ન શકે. દુઃખ નો દરવાજો બંધ, સ્વર્ગ અર્થાત્ સુખ નો દરવાજો ખુલી ગયો. સ્વર્ગ ની ટિકિટ લઈ લીધી છે ને! સદા ખુશી માં નાચતાં રહો, ખુશી થશે તો બીજા પણ તમને જોઈને ખુશ થશે અને બાપ નાં સમીપ આવશે. તમારી ખુશી બાપનો પરિચય આપશે. ક્યારેય પણ વિયોગ માં નહીં આવતાં, સદા યોગી - સંગમયુગ પર વિશેષ પ્રાપ્તિ બાપ સાથે મિલન મનાવવાની છે. સદા મિલન મનાવવાવાળા, એવી ખુશીમાં રહો. અચ્છા.
૩. સદા પોતાને મહાવીર અર્થાત્ સદા જ્ઞાન નાં શસ્ત્રધારી અનુભવ કરો છો? મહાવીર ને સદા જ્ઞાન નાં શસ્ત્ર દેખાડે છે. એ છે વિજય ની નિશાની. એવાં સદા જ્ઞાન નાં શસ્ત્રો થી સજેલા મહાવીર છો? શસ્ત્રો ને સમય પર કામ માં લગાડો છો કે સમય પર કાર્ય નથી કરતાં? એવું પણ થાય છે, વસ્તુ બધી હોય છે પણ સમય પર યાદ નથી રહેતી. તો જેવી પરિસ્થિતિ એવાં જ્ઞાન નાં શસ્ત્ર દ્વારા મહાવીર બની માયાજીત બની જાઓ છો. કેટલાં સમય માં વિજયી થાઓ છો? સેકન્ડ માં વિજયી બનો છો કે સમય લાગે છે. જો સમય લાગે છે તો મહાવીર નહીં કહેવાશો. જો વિજયી બનવામાં એક કલાક લાગ્યો અને એ જ સમય ની અંદર અંતિમ ઘડી આવી ગઈ તો કયાં પદને પ્રાપ્ત થશો. તો મહાવીર અર્થાત્ દરેક ઘડી અટેન્શન. પાસ વિથ ઓનર એ જ બનશે જે દરેક પરિસ્થિતિ માં પાસ થશે, તો સદા પાસ થવાવાળા છો ને. અચ્છા.
ટીચરો સાથે મુલાકાત:- ૧. સેવાનું ભાગ્ય પ્રાપ્ત આત્માઓ છો! કેટલી વંચિત આત્માઓને બાપનો પરિચય આપી તૃપ્ત આત્મા બનાવવાવાળી છો! સેવા માં વિશેષ રહેમદિલ નો ગુણ યાદ રહે છે? રહેમદિલ બાપ નાં બાળકો રહેમદિલ બની ને સેવા કરે તો સફળતા ખૂબ મળે છે. તો બધાં બાપ સમાન રહેમદિલ છો, અજાણ આત્માઓ પ્રતિ રહેમ આવે છે? સદા સંપન્ન મૂર્ત બની વરદાની અને મહાદાની બનો. કમજોર આત્માઓને શક્તિ આપીને આગળ વધારો. સંપન્ન મૂર્ત બની સેવા કરો.
૨. ટીચર્સ ને વિશેષ લિફ્ટ ની ગિફ્ટ (ભેંટ) છે? કેમ? ટીચર્સ ને ઈશ્વરીય સેવાનાં સિવાય બીજો કોઈ બોજ નથી. એક ની જ યાદ, એક નાં જ પ્રતિ સેવા. જ્યારે એક કામ છે તો એક કામ માં સારી રીતે આગળ વધી શકો છો ને! પ્રવૃત્તિવાળા ને તો બે કાર્ય નિભાવવાં પડે, ટીચર્સ સહજ જ એકરસ રહી શકે છે. વાતો કરવી હોય તો પણ બાપ નો પરિચય દેવાનો છે, કર્મણા સેવા કરવી છે તો પણ બાપે જેનાં નિમિત્ત બનાવ્યાં. તો ટીચર્સ ને નેચરલ (સ્વાભાવિક) ગિફ્ટ મળેલી છે. આ ગિફ્ટ નો લાભ ઉઠાવતાં રહો. ટીચર્સ અર્થાત્ ડબલ લાઈટ. નિમિત્ત બનીને ચાલવું અર્થાત્ ડબલ લાઈટ, તો સદા આ જ સ્થિતિ નો અનુભવ થવો જોઈએ. કરન-કરાવનહાર કરાવી રહ્યાં છે, હું નિમિત્ત છું ત્યારે સફળતા મળે છે. હું-પણું આવ્યું અર્થાત્ માયા નો દ્વાર ખુલ્યો, નિમિત્ત સમજ્યાં અર્થાત્ માયાનો દ્વાર બંધ થયો. નિમિત્ત સમજવાથી માયાજીત પણ બની જાઓ, ડબલ લાઈટ પણ બની જાઓ અને સફળતા પણ મળી જાય. તો ટીચર્સ ને આ લિફ્ટ છે. જેટલો લાભ ઉઠાવવા ઈચ્છો એટલો ઉઠાવી શકો છો. તો ટીચર્સે ચેક કરવું (તપાસવું) જોઈએ - અમારો નંબર કયો છે! અચ્છા- ઓમ શાંતિ.
“૪૩ મી શિવ જયંતિ મહોત્સવ મનાવવાં સંબંધિત અવ્યક્ત બાપદાદાનો સંદેશ”
આ શિવરાત્રી પર બાપ ને પ્રત્યક્ષ કરવાનું કાર્ય કરવાનું છે. ઓથોરોટી (સત્તા) થી નિર્ભય થઈ વાસ્તવિક પરિચય આપવાનો છે. આ શિવરાત્રી ઉત્સવ મનાવવાનાં સમયે બધાં એવો કાર્યક્રમ રાખે જેમાં બધાનું અટેન્શન (ધ્યાન) વિશ્વ નાં રચયિતા તથા જેમનાં દ્વારા પાર્ટ ભજવ્યો એ આદિદેવ અર્થાત્ બ્રહ્મા ને ઓળખે. આ શિવરાત્રી વિશેષ બાપને પ્રત્યક્ષ કરવાવાળી, નવીનતાવાળી હોય. બોલતાં સમયે આ વિશેષ અટેન્શન રહે કે પોઈન્ટસ (મુદ્દા) માં વધારે ન જાઓ, ભાષણ નું સ્તર ઠીક રહે, મુદ્દા માં વધારે જવાથી જે લક્ષ હોય છે એ સમાપ્ત થઈ જાય છે. ભાષણ માં શબ્દો ઓછા હોય પણ એવું શક્તિશાળી હોય જેમાં બાપ નો પરિચય અને સ્નેહ સમાયેલો હોય, જે સ્નેહ રુપી ચુંબક આત્માઓને પરમાત્મા તરફ ખેંચે. ભાષણ નું સ્થૂળ રુપ તો અનેક લોકો જાણે છે પણ દરેક નાં ભાષણ માં રુહાની નશો હોય, શબ્દો માં પરમાત્મ સ્નેહ હોય, મસ્તક માં બાપની પ્રત્યક્ષતા ની ચમક હોય ત્યારે બાપ નો સાક્ષાત્કાર બધાંને કરાવી શકશો. આ શિવરાત્રી પ્રત્યક્ષતા ની શિવરાત્રી કરીને મનાવો. બધાનું ધ્યાન જાય કે આ કોણ છે અને કોનાં પ્રતિ સંબંધ જોડવાવાળા છે! બધાં અનુભવ કરે કે જે આવશ્યકતા છે એ અહીંથી જ મળી શકે છે, બધાં સુખો નાં ખાણની ચાવી અહીંયા જ મળશે. અચ્છા.
બધાં શિવરાત્રી પર વિશ્વ કલ્યાણકારી બની સેવામાં ઉપસ્થિત થવાવાળા હોવનહાર સફળતા નાં તારાઓને યાદ-પ્યાર.