Search for a command to run...
12 Nov 1979
અમૃતવેલા નાં વરદાની સમય માં પોકાર સાંભળો અને ઉપકાર કરો
12 November 1979 · ગુજરાતી
આજે ચારેય બાજુનાં લવલી (પ્રેમાળ) બાળકો નાં સ્નેહ નાં સાજ (સુર) અમૃતવેલા થી બાપદાદાએ સાંભળ્યાં. સ્નેહ નું રિટર્ન (વળતર), બાપદાદા દૂર દેશવાસી થી, અવ્યક્ત વતન વાસી થી, બાળકો નાં સમાન સાકાર વતન નિવાસી આવીને બન્યાં. સ્નેહનું સ્વરુપ છે સમાન બનવું. તો બાપદાદા સમાન સ્વરુપ માં સ્નેહનું રિટર્ન આપી રહ્યાં છે, હવે બાળકોએ શું રિટર્ન કરવાનું છે? જ્યારે બાપ બાળકોનાં સમાન બની શકે છે તો બાળકોએ પણ સમાન બનવાનું છે. આ જ સ્નેહનું રિટર્ન છે.
હવે આ વર્ષમાં કઈ વિશેષ સમાનતા દેખાડશો? સમયની રફતાર તીવ્ર ગતિ થી ચાલી રહી છે. આખી સૃષ્ટિની આત્માઓ, બાપદાદા અને આપ સર્વ પરમ પૂજ્ય આત્માઓનાં પ્રતિ સંકલ્પ દ્વારા ભિન્ન-ભિન્ન રુપ થી એક અરજી રાખી રહ્યાં છે. એ અરજી ને પૂર્ણ કરવાવાળા, આત્માઓ ની અરજી નો અવાજ સાંભળો છો?
અમૃતવેલાએ ચારે બાજુનાં તમોગુણી વાતાવરણ કે પ્રકંપન નાં વાયુમંડળ ની પ્રાયઃલોપ સ્થિતિ નો સમય હોય છે અર્થાત્ તમોગુણ નો પ્રભાવ દબાયેલો હોય છે. એવાં સમયે સહજ જ પોકાર સાંભળીને ઉપકાર કરી શકો છો. પોકાર સાંભળવી પણ સહજ છે, ઉપકાર કરવો પણ સહજ છે. વરદાન લેવું પણ સહજ છે અને દાન દેવું પણ સહજ છે કારણ કે વાતાવરણ વૃત્તિ ને બદલવાવાળું હોય છે. એવાં સમય પર, આપ સર્વ વરદાની આત્માઓની સ્વયં ની સ્થિતિ પણ, બાપ નાં વિશેષ વરદાનો ની છત્રછાયા નાં કારણે, બાપ નાં સમાન સંપન્ન અને દાતાપણા ની હોય છે. બ્રહ્મલોક નાં નિવાસી બાપ વિશેષ રુપ થી જ્ઞાન સૂર્ય નાં લાઈટ (પ્રકાશ) અને માઈટ નાં (શક્તિ) કિરણો વિશેષ બાળકો ને વરદાન રુપમાં આપે છે. એટલે આ સમયને ‘બ્રહ્મ મુહૂર્ત’ નો સમય કહેવાય છે. તો શું આ સમય પર આપ સ્વયં નાં આખાં દિવસ ની શ્રેષ્ઠ સ્થિતિ અને કર્મો નું મુહૂર્ત કાઢો છો? જેવું મુહૂર્ત કાઢવા માંગો એ કાઢી શકો છો. સાથે-સાથે અવ્યક્ત વતન-વાસી બ્રહ્મા બાપ ભાગ્ય-વિધાતા નાં રુપ માં આ અમૃતવેલાએ ભાગ્ય અર્થાત્ અમૃત વહેંચે છે. જેટલું ભાગ્ય રુપી અમૃત બ્રહ્મા બાપ દ્વારા લેવા ઈચ્છો તે લઈ શકો છો. પણ બુદ્ધિ રુપી કળશ અમૃત ધારણ કરવા યોગ્ય હોય. કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે અડચણ ન હોય. તો આવાં સમય પર લેવું અને આપવું સાથે-સાથે ચાલશે. વરદાની અને મહાદાની બંને પાર્ટ સાથે-સાથે ચાલશે. એવી સ્થિતિ માં સ્થિત થવાવાળી ઉપકારી આત્માઓ ને, આત્માઓની પોકાર પણ સ્પષ્ટ સંભળાશે. એટલી સ્પષ્ટ સંભળાશે જેમ કાન માં કોઈ વાત કરી રહ્યાં હોય.
તો વર્તમાન સમયે બધાંની એક જ પોકાર કઈ છે, એ જાણો છો? ધાર્મિક નેતાઓ, રાજનેતાઓ અને સર્વશ્રેષ્ઠ સાયન્સવાળા અને સાથે-સાથે સામાન્ય જનતા ની એક જ પોકાર છે કે હવે જલ્દી માં કંઈ બદલાવવું જોઈએ. બધાં ક્ષેત્રની આત્માઓ હવે પોતાને નપાસ અનુભવ કરવા લાગી છે. હવે કોઈ સુપ્રીમ પાવર (સર્વોચ્ચ શક્તિ) જોઈએ. આ ઈચ્છા નો દીપક અથવા આ આવશ્યકતા ને મહેસૂસ કરવાનાં સંકલ્પનો દીપક જાગી ચૂક્યો છે. હવે એને વધારે તીવ્ર કરવા માટે આપ સર્વ આત્માઓનાં સંકલ્પ નું ઘૃત જોઈએ જેથી સર્વની પોકાર નાં ઉપર ઉપકાર કરી શકો (આજે બે-ચાર વાર વચ્ચે-વચ્ચે વીજળી જતી રહેતી હતી) જુઓ આ લાઈટ પણ શિક્ષા આપી રહી છે. જેમ લાઈટ એક સેકન્ડ માં આવી અને જતી રહે છે, એમ જ તમે પણ એક સેકન્ડ માં પોકાર વાળાઓ પર ઉપકારી બની પહોંચી જાઓ. આવો અભ્યાસ આવવાનો અને જવાનો હોય. હમણાં-હમણાં પોકાર સાંભળી અને હમણાં-હમણાં પહોંચ્યાં. હવે બધાંની પોકાર મહેનત થી છૂટી સહજ પ્રાપ્તિ કરવાની છે. સાયન્સવાળા પણ ખુબ મહેનત કરી થાકી ગયાં છે. ધાર્મિક આત્માઓ પણ સાધના કરીને થાકી ગઈ છે. રાજનૈતિક લોકો અનેક દલ-બદલુઓનાં આ ચક્ર થી થાકી ગયાં છે. અને સાધારણ જનતા સમસ્યાઓથી થાકી ગઈ છે. હવે બધાનો થાક ઉતારવાવાળા કોણ?
જેમ કલ્પ પહેલા નાં યાદગાર શાસ્ત્રો માં વર્ણન છે કે સ્વયં બાપે દ્રૌપદી નાં પગ દબાવ્યાં, તો બાપ સમાન ઉપકારી બાળકો બનીને બધી આત્માઓનો થાક મટાડો. હવે બુદ્ધિ રુપી પગ થાકી ગયાં છે, બુદ્ધિમાં સ્મૃતિ ની સ્વીચ ને દબાવો. આ જ બુધ્ધિ રુપી પગ દબાવવાં છે.
હવે સાંભળ્યું આ વર્ષે શું કરવાનું છે? એક સેકન્ડમાં ઝલક અને ફરિશ્તા પણાની ફલક દેખાડો. આ જ બાપનાં સ્નેહ નું રિટર્ન છે. અન્ય આત્માઓની સમસ્યાઓનું સમાધાન સ્વરુપ બનવાથી સ્વયં ની સમસ્યાઓ સ્વતઃ જ સમાપ્ત થઈ જશે. એટલે હવે સમાધાન સ્વરુપ બનો. એક વર્ષ માં એવું સ્વરુપ પરિવર્તન કર્યું છે ને? વિશ્વ પરિવર્તક સ્વયંના પરિવર્તક બની ચૂક્યાં છે ને? કે હજી પણ બનવાનું છે? બનવાનું છે કે હવે વિશ્વ સેવા કરવાની છે? હવે સેવા કરવાનો સમય છે, લેવાની સાથે આપવાનો સમય છે. એક જ સંકલ્પ માં લેવાનું છે અને આપવાનું છે. એવી તીવ્ર ગતિ જોઈએ.
હમણાં સુધી ઈન્તજાર (પ્રતીક્ષા) તો ખુબ કર્યો પરંતુ ઈન્તજામ (પ્રબંધ) પણ કર્યો? ઈન્તજાર કર્યો બાપનાં આવવાનો અને બાપ આવીને શું જોશે? ઈન્તજામ. કોઈ એવો ઈન્તજામ કર્યો? જેમ અહીયાં સ્થૂળ સીઝન નો ઈન્તજામ કરો છો, સેવાધારી તૈયાર કરો છો, સામગ્રી તૈયાર કરો છો કે કોઈને પણ કંઈ તકલીફ ન થાય, સમય વ્યર્થ ન જાય, ક્યાંક લાઈન માં (કતાર) ઉભા ન રહેવું પડે, એનાં માટે બધાં સાધન અપનાવો છો. આ તો છે બ્રાહ્મણોની મધુબન ની સિઝન. પરંતુ હવે અંતિમ સિઝન કઈ આવવાની છે? બધી આત્માઓની ગતિ અને સદ્દગતિ કરવાની સિઝન આવવાની છે. એનાં માટે સાધન અપનાવ્યાં છે? તડપતી આત્માઓને લાઈન માં ઉભા રાખવાનું કષ્ટ નથી આપવાનું. આવતાં જાય અને લેતાં જાય. તડપતી આત્માઓ એક સેકન્ડ પણ થોભી નહીં શકે. હાહાકાર કરી દેશે. આવી સિઝન ની તૈયારી કરી છે. મહારથીઓને લાઈન માં ઉભાં રહેવા ન દેવું જોઈએ અને લૂલાં-લંગડા, એવી આત્માઓને લાઈન માં શું ઉભાં રાખશો! લન્ડન માં પણ લાઈન લગાવશો શું? વિદેશીઓ લાઈન માં ઉભાં રહેશે? પછી શું કરશે? એવરરેડી (સદા તૈયાર) બનવું પડશે. ભારતવાળા કે ફોરેનવાળા (વિદેશીઓ) એવરરેડી બન્યાં વગર માસ્ટર ગતિ સદ્દગતિ દાતા નહીં બની શકે. વધારે પુરુષાર્થી જીવનમાં રહેવા કરતાં પણ હવે ઉંચી દાતાપણા ની સ્થિતિમાં રહો. દરેક સેકન્ડ તપાસો કે દાતા નાં બાળકો દાતા બન્યાં છો? દરેક સંકલ્પ અને દરેક સેકન્ડમાં દાતા બનીને ચાલો. તો તમારાં બધાંની પણ સેકન્ડ માં ઊંચી છલાંગ થઈ જશે. આપવામાં વ્યસ્ત હશો તો માયા પણ વ્યસ્ત જોઈને વાર કરવાનાં બદલે નમસ્કાર કરશે. સમજ્યાં? હવે શું કરવાનું છે? ચારેય બાજુનાં બાળકો ને જે સાકાર રુપ થી ભલે દૂર છે પણ સ્નેહ થી સમીપ છે, એવાં સ્નેહી અને સમીપ બાળકોને બાપદાદા સમાન ભવ નાં વરદાન થી યાદનું રિટર્ન (ફળ) આપી રહ્યાં છે. (વીજળી બંધ) ચંચળ માં પણ અચળ. આ તો કાંઈ જ નથી, અંતિમ સિઝન નાં સમયે કોઈ પણ પ્રકારનાં સાધન નહીં મળશે. હમણાં તો ઘણાં સાધન છે. એ પણ અભ્યાસ કરો કે વાતાવરણ માં હલચલ હોય પરંતુ સ્મૃતિ અને વૃત્તિ અચળ હોય. જરા પણ હલચલ ન થાય કે આ શું થયું! આ અભ્યાસ થઈ રહ્યો છે. બાપદાદા ને પણ ડ્રામા અનુસાર જૂની દુનિયાનું કોઈ તો દૃશ્ય દેખાડશો ને. અચ્છા.
એવાં સદા ઉપકારી, દરેક સેકન્ડ માસ્ટર ગતિ-સદ્દગતિ દાતા, શક્તિઓનાં ભંડાર થી ભરપૂર, અખૂટ ખજાના નાં દાતા, સર્વ આત્માઓનો થાક મટાડવાવાળા અથક સેવાધારી, એવાં બાપ સમાન, સમીપ બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
વિદેશી બાળકો સાથે:- બધાં સદા એકરસ સ્થિતિ માં સ્થિત રહેતાં, બીજાનો પણ એક બાપ થી સંબંધ જોડવામાં, સર્વ પ્રાપ્તિ કરાવવામાં તત્પર રહો છો? એક બાપ બીજું ન કોઈ, એવી સ્થિતિ નિરંતર અને કુદરતી બની છે કે બનાવવી પડે છે? અભ્યાસ કરવો પડે છે કે સ્વતઃ આ અવસ્થા રહે છે? ક્યાં સુધી પહોંચ્યા છો? જ્યારે પરિચય મળી ગયો પોતાનો પણ અને બાપ નો પણ પછી વારંવાર ધ્યાન દેવાની આવશ્યકતા છે?
માયા હેરાન કરે છે શું? હવે નમસ્કાર કરવાનો સમય છે ન કે વાર કરવાનો. શું હજી સુધી માયા નો વાર થાય છે? સમય પ્રતિ સમય જેમ અવસ્થા આગળ વધતી જઈ રહી છે, હવે માયાનો વાર ન થવો જોઈએ. જો માયા આવે પણ, તો એને ખેલ સમજીને જુઓ. એવો અનુભવ થાય જેમ સાક્ષી થઈને હદનો ડ્રામા જુઓ છો. એમ આ માયા નાં ખેલ નો ડ્રામા જુઓ તો બહુ મજા આવશે, પછી ગભરાશો નહીં. તો એવી અવસ્થા હવે હોવી જોઈએ. કેવાં પણ વિકરાળ રુપ થી માયા આવે પણ તમે એને રમકડું સમજશો તો એ ખેલ (રમત) થઈ જશે. જેમ શિકારી શિકાર કરે છે, એમાં પણ વાર હોય છે, પરંતુ શિકાર સમજવાનાં કારણે એ ગભરાતો નથી. ખુશ થાય છે. તમે બધાં પણ માયા નાં શિકારી છો. શિકારી ક્યારેય ડરતાં નથી. ગભરાતાં નથી, ખુશ થાય છે. આ વખતે મધુબન થી આ દૃઢ સંકલ્પ કરીને જાઓ કે સદા ખેલાડી બનીને ખેલ જોઈશું. જેથી વિદેશ થી માયા વાર કરવાનાં બદલે નમસ્કાર કરવાનું શરું કરી દે. વિદેશી એવો સંકલ્પ કરે છે? હવે બધી તરફ થી માયાનો વાર સમાપ્ત.
ટીચર્સની સાથે:- ટીચર્સ અર્થાત્ શિક્ષક. બાપ પણ શિક્ષક નાં રુપમાં પાર્ટ ભજવે છે. તો શિક્ષક બાપ સમાન માસ્ટર વિશ્વ શિક્ષક થયાં. જેમ બાપ વિશ્વનાં શિક્ષક છે, ફક્ત ભારત નાં નથી કે ફક્ત ફોરેન નાં નથી, આખાં વિશ્વનાં છે. એવાં માસ્ટર શિક્ષક અર્થાત્ બેહદ નાં શિક્ષક. તો જે બેહદ નાં શિક્ષક છે એમનો નશો શું હશે? બેહદનો નશો, બેહદની ખુશી, બેહદની પ્રાપ્તિ, બેહદની પ્રાલબ્ધ. તો એવી ટીચર્સ છો ને? કારણ કે જેમ બાપ નું શીર્ષક મળ્યું છે તો શીર્ષક નાં પ્રમાણે કર્તવ્ય અને ગુણ પણ એ જ હશે ને. તો બેહદ માં રહો છો? સ્થિતિ પણ બેહદની. દેહ-અભિમાન - હદની સ્થિતિ થઈ, દેહી અભિમાની બનવું - આ છે બેહદની સ્થિતિ. દેહ-અભિમાન માં આવશો તો અનેક પ્રકારની હદો છે - હું સ્ત્રી છું, આ પણ હદ છે ને. આ રીતે દેહ માં આવવાથી અનેક કર્મનાં બંધન માં હદમાં આવવું પડે. જ્યારે દેહી બની જાઓ છો તો આ બધાં બંધન સમાપ્ત થઈ જાય છે. તો સ્થિતિ પણ બેહદની અર્થાત્ દેહી-અભિમાની રહે.
ટીચર્સ અર્થાત્ બેહદમાં રહેવાવાળી, ટીચર્સ અર્થાત્ બંધનો થી મુક્ત રહેવાવાળી. જેમ તમે લોકો પણ કહો છો બંધન મુક્ત જ જીવન મુક્ત... તો જે બેહદની સ્થિતિ માં રહેવાવાળા હશે તેઓ બંધન-મુક્ત, જીવનમુક્ત હશે. ભવિષ્ય ની જીવનમુક્તિ નહીં, હમણાં ની જીવનમુક્તિ. આ સંગમયુગી બ્રાહ્મણ જીવન માં રહેતાં વાયુમંડળ, પ્રકંપન, તમોગુણી વૃત્તિઓ, માયાનો વાર, આ બધાં થી મુક્ત. એને કહેવાય જીવનમુક્ત. ટીચર અર્થાત્ હમણાનાં જીવનમુક્ત. તો એવાં છો? ટીચર ની પરિભાષા જ આ છે. ટીચર નું શીર્ષક કંઈ ઓછું નથી.
ટીચર બનવું અર્થાત્ બાપ સમાન બનવું. ટીચર બનવું અર્થાત્ બાપની ગાદી પર બેસવું. તો જે, જેની ગાદી પર, ખુરશી પર, સીટ પર બેસશે તો સીટ નાં કર્તવ્ય અને સીટ ની ક્વોલિફિકેશન (યોગ્યતા) પ્રેક્ટિકલ માં લાવવી પડશે. તો ટીચર્સ નું કેટલું મહત્વ છે. નામ ની સાથે કામ પણ છે. તો એવાં છો? શું સમજો છો? ટીચર્સ ને જોઈને બાપ ને વિશેષ ખુશી થાય છે કારણ કે ટીચર્સ છે બાપ ની ફ્રેન્ડ્સ (સખી). જ્યારે બે ફ્રેન્ડ્સ પરસ્પર મળે છે તો કેટલાં ખુશ થાય છે તો ટીચર્સ છે સૌથી સમીપ ફ્રેન્ડ્સ. તો ખુશી થશે ને? ફ્રેન્ડ્સ બને જ ત્યારે છે જ્યારે સમાન હોય છે. તો સમાન છો ને? જે આ સમયે સમાન બને છે એ જ ભવિષ્ય માં પણ બ્રહ્મા બાપની સાથે-સાથે સર્વ જીવન નાં વિશેષ પાર્ટ માં પણ સાથે રહે છે. જેમ ફ્રેન્ડ્સ દરેક કાર્ય માં સદા સાથે-સાથે રહે છે ને. તો જે એવાં સમાન ટીચર બને છે તેઓ શરુઆત થી સાથે ભણશે, સાથે રમશે અને પછી સાથે જ રાજ્ય કરશે. તો એવાં સમાન ટીચર્સ છો ને? વાયદો પણ છે સાથે જીવશું, સાથે મરશું….. અને સાથે જ રાજ્ય માં આવશું, એટલાં સુધી વાયદો છે. તો એવાં જ સમાન ટીચર્સ છો?
એવાં સમાન ટીચર્સ ની વર્તમાન નિશાની શું હશે? સદા સમાન આત્મા આ સમયે સ્વમાન માં હશે. સમાનતા નું સ્વમાન પ્રેક્ટિકલ માં દેખાશે. જેમ બાપ સદા સ્વમાન માં સ્થિત છે એવી રીતે સમાન આત્માઓ પણ સ્વમાન માં હશે. નીચે નહીં આવે. દરેક કદમ સ્વમાન માં હશે. તો સ્વમાન ને જોતાં જ બધાનાં મુખ થી નીકળશે કે આ તો સ્વમાનધારી બાપ-સમાન છે. સ્વમાન જ એમનું સિંહાસન હશે. ભવિષ્ય સિંહાસન નાં પહેલાં સ્વમાન નાં સિંહાસન પર સદા કાયમ હશે. સિંહાસન થી નીચે નહીં આવે. એવાં છો? બાપ તો દરેકને આ જ શ્રેષ્ઠ નજર થી જુએ છે. અચ્છા, બધાં સંતુષ્ટ છો? જ્યાં પણ છો ત્યાં સંતુષ્ટ છો? સદા સંતુષ્ટ રહેવું, એ પણ ટીચર ની વિશેષ યોગ્યતા છે. ટીચર નો મુખ્ય ગુણ જ છે - સદા સંતુષ્ટ રહેવું અને સદા સંતુષ્ટ કરવું. જો કોઈ કહે કે હું તો સંતુષ્ટ છું, બીજાને સંતુષ્ટ નથી કરી શકતી તો એ પણ ટીચર ની યોગ્યતાની વિરુદ્ધ છે. ટીચર્સ નું કર્તવ્ય છે - સંતુષ્ટ કરવું. જો સ્વયં નથી કરી શકતી તો કોઈનાં પણ સહયોગ થી કરવાનું જરુર છે.
ટીચર ને તો સદા વિઘ્ન વિનાશક બનીને અનેકો નાં વિઘ્ન વિનાશક બનવાનો આધાર બનવા માટે નિમિત્ત બનાવ્યાં છે. કોઈ સમસ્યા લઈને આવે અને સમાધાન સ્વરુપ બનીને જાય. એવી ટીચર્સ છો ને?
પ્રશ્ન: આપ બ્રાહ્મણ આત્માઓ વિશેષ આત્માઓની યાદી માં છો? આ યાદી માં કોણ આવે છે?
ઉત્તર: વિશેષ આત્માઓની યાદી માં એ જ આવે જેમનામાં કોઈને કોઈ વિશેષતા છે. કોઈ પણ બ્રાહ્મણ બાળક એવું નથી જેમાં કોઈ વિશેષતા ન હોય, સૌથી પહેલી વિશેષતા તો એ છે કે બાપ ને જાણી લીધાં, બાપ ને પામી લીધાં. કોટો માંથી કોઈ અને કોઈમાં પણ કોઈએ જાણ્યું. તો બાપ પણ એ જ નજર થી જુએ છે કે આ વિશેષ આત્માઓ છે. વિશેષ આત્માઓએ સદા ખુશીનાં ઝૂલા માં ઝૂલવું જોઈએ. લાડકાં બાળકો ક્યારેય પણ માટીમાં પગ નથી રાખતાં, આપ લાડકાં બાળકો સદા બાપની યાદનાં ખોળામાં રહો. બધુંજ કરતાં પણ બાપ નાં ખોળામાં રહો, નીચે નહીં આવો.અચ્છા.