Search for a command to run...
21 Nov 1979
વિશ્વ પરિવર્તન માટે સર્વની એક જ વૃત્તિ હોવી આવશ્યક
21 November 1979 · ગુજરાતી
આજે બાપદાદા ચારે બાજુનાં બાળકો નાં ચેતન ચિત્રો દ્વારા અને દરેક નાં ચહેરા દ્વારા વિશેષ બે વાતો તપાસી રહ્યાં છે. દરેક બાળક સેન્સ અને એસેન્સ માં ક્યાં સુધી સંપન્ન થયાં છે અર્થાત્ જ્ઞાન સંપન્ન અને સર્વ શક્તિ સંપન્ન ક્યાં સુધી બન્યાં છે? જેને રુપ-વસંત કહેવાય છે. રુપ-વસંત અર્થાત્ સેન્સ અને એસેન્સ ફુલ.
આજે બાપદાદા રુહાની ડ્રિલ કરવી રહ્યાં હતાંં. એક સેકન્ડ માં સંગઠિત રુપ માં એક જ વૃત્તિ દ્વારા, પ્રકંપન દ્વારા વાયુમંડળ ને પરિવર્તન કરી શકો છો. નંબરવાર દરેક વ્યક્તિ પોત-પોતાનાં પુરુષાર્થ પ્રમાણે, મહારથી પોતાનાં પ્રકંપન દ્વારા વાયુમંડળ નું પરિવર્તન કરતાં રહે છે. પણ વિશ્વ પરિવર્તન માં સંપૂર્ણ કાર્ય ની સમાપ્તિ માં સંગઠિત રુપની એક જ વૃત્તિ અને પ્રકંપન જોઈએ. થોડીક મહાન આત્માઓનાં કે તીવ્ર પુરુષાર્થી મહારથી બાળકોની વૃત્તિ અને પ્રકંપન દ્વારા ક્યાંક-ક્યાંક સફળતા થતી પણ રહે છે પણ હવે અંત માં સર્વ બ્રાહ્મણ આત્માઓની એક જ વૃત્તિ ની આંગળી જોઈએ. એક જ સંકલ્પ ની આંગળી જોઈએ ત્યારે જ બેહદનું વિશ્વ પરિવર્તન થશે. વર્તમાન સમયે વિશેષ અભ્યાસ એ જ વાતનો જોઈએ. જેમ કોઈ પણ સુગંધિત વસ્તુ સેકન્ડ માં પોતાની સુગંધ ફેલાવી દે છે. જેમ ગુલાબનું એસેન્સ નાખવાથી સેકન્ડમાં આખાં વાયુમંડળ માં ગુલાબ ની સુગંધ ફેલાઈ જાય છે. બધાં અનુભવ કરે છે કે ગુલાબની સુગંધ બહુ સરસ આવી રહી છે. બધાનું ન ઇચ્છતાં પણ ધ્યાન જાય છે કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે. એમ જ ભિન્ન-ભિન્ન શક્તિઓનું એસેન્સ, શાંતિ નું, આનંદ નું, પ્રેમ નું તમે સંગઠિત રુપમાં સેકન્ડ માં ફેલાવો. જે એસેન્સ નું આકર્ષણ ચારે બાજુની આત્માઓને આવે અને અનુભવ કરે કે ક્યાંથી આ શાંતિ નું એસેન્સ કે શાંતિ નાં પ્રકંપન આવી રહ્યાં છે. જેમ અશાંત ને જો શાંતિ મળી જાય કે તરસ્યા ને પાણી મળી જાય તો એમની આંખ ખુલી જાય છે, બેહોશી થી હોશ માં આવી જાય છે. એમ આ શાંતિ અને આનંદ નાં એસેન્સ નાં પ્રકંપન થી આંધળાની ઓલાદ (સંતાન) આંધળા ની ત્રીજી આંખ ખુલી જાય. અજ્ઞાન ની બેહોશી થી એ હોશ માં આવી જાય કે આ કોણ છે, કોનાં બાળકો છે, આ કઈ પરમ પૂજ્ય આત્માઓ છે! એવી રુહાની ડ્રિલ કરી શકો છો?
જયારે દ્વાપર નાં રજોગુણી ઋષિ-મુનિ પણ પોતાનાં તત્વયોગ ની શક્તિ થી પોતાની આસ-પાસ શાંતિ નાં પ્રકંપન ફેલાવી શકતાં હતાં એ પણ તમારી રચના છે. તમે બધાં માસ્ટર રચયિતા છો. તેઓ હદનાં જંગલ ને શાંત કરતા હતાં, તમે રાજયોગી શું બેહદનાં જંગલ માં શાંતિ અને શક્તિ અને આનંદ નાં પ્રકંપન નથી ફેલાવી શકતાં? હવે આ અભ્યાસ નો દૃઢ સંકલ્પ, નિરંતર નો સંકલ્પ કરો. દરેક માસ નો ઈન્ટરનેશનલ યોગ નો અભ્યાસ તો શરું કર્યો છે પણ હવે આ જ અભ્યાસ વધુ વધારો. જેમ વસંત રુપ ની વિહંગ માર્ગ ની સેવા મેળા, કોન્ફરન્સ અથવા યોગ શિબિર કરો છો. એક સમયે સંગઠિત રુપ માં અનેકો ને સંદેશ આપી દો છો અને સમાચાર પત્રો દ્વારા ટી.વી. અને રેડિયો દ્વારા, એક જ સમયે અનેકોને સંદેશ આપી દો છો. એમ જ રુપ અર્થાત્ યાદબળ દ્વારા, શ્રેષ્ઠ સંકલ્પ નાં બળ દ્વારા આવી વિહંગ માર્ગ ની સેવા કરો. એનાં પણ નવાં-નવાં સંશોધન કાઢો. જ્યારે રુપ-વસંત બંનેની સેવાનું સંતુલન થઈ જશે ત્યારે જ અંતિમ સમાપ્તિ થશે. એનાં માટે સંગઠિત રુપ નો પુરુષાર્થ કયો છે? જાણો છો? એ જ પુરુષાર્થ નું વર્ણન અને ચિત્ર આજ સુધી ભક્તિ માં ચાલી રહ્યું છે. કયું? પુરુષાર્થ નું ચિત્ર અને ગાયન કયું છે? સમાપ્તિ નું ચિત્ર શું દેખાડ્યું છે? સ્થાપના નાં વર્ણન નું ચિત્ર પણ એ છે અને સમાપ્તિ નું પણ ચિત્ર એ જ છે. બ્રહ્માએ બ્રાહ્મણો ની સાથે શું કર્યું? યજ્ઞ રચ્યો તો સ્થાપના નું ચિત્ર પણ યજ્ઞ રચ્યો. અને સમાપ્તિ માં પણ યજ્ઞ માં સર્વ બ્રાહ્મણોનાં સંગઠિત રુપ માં “સ્વાહા” નાં દૃઢ સંકલ્પ ની આહુતિ પડે ત્યારે યજ્ઞ સમાપ્ત થવાનો છે અર્થાત્ વિશ્વ પરિવર્તન નું કાર્ય સમાપ્ત થવાનું છે. તો પુરુષાર્થ કયો રહ્યો? એક જ શબ્દ નો પુરુષાર્થ રહ્યો કયો? “સ્વાહા” જ્યારે સ્વાહા થઈ જાય છે તો હાય-હાય ને બદલે આહા થઈ જાય છે. પરિવર્તન થઈ ગયું ને. શબ્દ કહેવામાં જ મજા આવે છે. હવે પોતાને પૂછો સર્વ વાતો માં સ્વાહા કર્યું છે? સ્વાહા કરતાં આવડે છે.
જ્યારે સંગઠિત રુપ માં જૂનાં સંસ્કાર, સ્વભાવ અને જૂની ચલન નાં તલ અને જવ સ્વાહા કરશો ત્યારે યજ્ઞ ની સમાપ્તિ થશે. તલ અને જવ યજ્ઞ માં નાખો છો ને. જ્યારે યજ્ઞ ની સમાપ્તિ થાય છે બધું ભેગું સ્વાહા કરી દે છે, ત્યારે જ યજ્ઞ સફળ થાય છે. જો એક પણ આહુતી નથી પડતી તો સારું નથી માનતાં. તો પુરુષાર્થ શું થયો? સંગઠિત રુપ માં સ્વાહા કરો. હવે શું કરો છો? જો કોઈ કહે પણ છે પૂરું કરો, સ્વાહા કરો તો શું કરો છો? સ્વાહા કરવાનાં બદલે સંવાદ ચાલી પડે છે. ચર્ચા ચાલી પડે છે. એ સંવાદ બહુ સરસ હોય છે. એનો વિષય “શું” અને “કેમ” હોય છે. એવાં સંવાદ કે ડાયલોગ ખુબ ચાલે છે. બાપદાદા ની પાસે વતન માં રેડિયો પર એ ખુબ આવે છે. ક્યારેક કોઈ કેન્દ્ર થી, ક્યારેક કોઈ કેન્દ્ર થી. એ સમય નું ચિત્ર અને ક્રિયા કેવી લાગતી હશે? જેમ તમારી દુનિયામાં ટીવી પર મિકી માઉસ ની રમત આવે છે એમ ક્યારેક નયન મોટાં થઈ જાય છે, ક્યારેક મુખ મોટું થઈ જાય છે, ક્યારેક ખુબ જ તીવ્ર ગતિ થી ઉતરતી કળાની સીડી ટપ-ટપ કરીને ઉતરી આવો છો, ક્યારેક માયા નાં તોફાન માં ઉડી જાઓ છો, સંતુલન નથી રાખી શકતાં. હમણાં-હમણાં હસતાં, હમણાં-હમણાં રડો છો. એમ બાપદાદા પણ ઘણાં ખેલ જોતા રહે છે. જેમ સાંભળવામાં હસવું આવે છે તો કરતા સમયે સ્વયં પર પણ હસવું આવી જાય તો સમાપ્ત થઈ જાય. તો સંભળાવ્યું “સ્વાહા” નથી કરતાં.
જો કોઈનાં અમુક જૂનાં સંસ્કાર રહી પણ ગયાં છે, તે પોતે સ્વાહા નથી કરી શકતાં તો સંગઠિત રુપમાં સહયોગી બનો. કેવી રીતે? જો કરવાવાળા કરી રહ્યાં છે કે બોલી રહ્યાં છે તો સાંભળવા વાળા, જોવા વાળા, જુએ નહીં, સાંભળે નહીં, તો એનું કરવું પણ સમાપ્ત થઈ જશે. કોઈ ગીત ગાવાવાળા ગાઈ રહ્યાં છે, ડાન્સ કરવાવાળા ડાન્સ કરી રહ્યાં છે, જોવાવાળા, સાંભળવાવાળા કોઈ ન હોય તો સ્વતઃ જ સમાપ્ત થઈ જશે. એવો સહયોગ આપો. એને કહેવાય “સ્વાહા”. જ્યારે આવાં સહયોગી બનશો ત્યારે જ સંગઠિત રુપમાં વિશ્વ પરિવર્તન કરી શકશો. સેન્સ ની સાથે એસેન્સ પણ જોઈએ. પરંતુ જ્યારે સંપર્ક માં આવો છો, કાર્ય વ્યવહાર માં આવો છો, કર્મબંધની પ્રવૃત્તિ કે શુદ્ધ પ્રવૃત્તિ માં આવો છો તો સેન્સ ની માત્રા વધારે હોય છે એસેન્સ ની ઓછી. સેન્સ અર્થાત્ જ્ઞાન નાં બિંદુ અર્થાત્ સમજ. એસેન્સ અર્થાત્ સર્વશક્તિ સ્વરુપ, સ્મૃતિ અને સમર્થ સ્વરુપ. ફક્ત સેન્સ હોવાનાં કારણે જ્ઞાન ને વિવાદમાં લાવો છો. આ તો થશે જ, આ તો થવું જ જોઈએ. એસેન્સ થી શક્તિઓનાં આધારે જ્ઞાન નાં વિસ્તાર ને પ્રેક્ટિકલ જીવનનાં સાર માં લાવો છો. એટલે વિસ્તાર કે વિવાદ સમાપ્ત થઈ જાય છે. થોડા સમય માં સ્વાહા કરી આહા હું! અને આહા મારા બાબા! આમાં જ સમાઈ જાઓ છો. તો સેન્સ અને એસેન્સ બન્નેનું સંતુલન રાખો તો દરેક સેકન્ડ સ્વાહા થતાં રહેશો. સંકલ્પ પણ સેવા પ્રતિ “સ્વાહા”, બોલ પણ વિશ્વ કલ્યાણ પ્રતિ “સ્વાહા”, દરેક કર્મ પણ વિશ્વ પરિવર્તન પ્રતિ “સ્વાહા”. તો પોતાનાપણું અર્થાત્ જૂનાપણું સ્વાહા થઈ જશે. બાકી રહી જશે - બાપ અને સેવા. તો સમજ્યાં, શું પુરુષાર્થ કરવાનો છે. પોતાના દેહની સ્મૃતિ સહિત સ્વાહા. ત્યારે એક સેકન્ડ માં પ્રકંપન દ્વારા વાયુમંડળ ને પરિવર્તન કરી શકશો. સમજ્યાં?
એવાં સદા સમર્થ, સદા સર્વ ને પરિવર્તન કરવામાં સહયોગી, સેન્સ અને એસેન્સ નું સંતુલન રાખવાવાળા, વિશ્વ પરિવર્તનની એક જ ધૂનમાં રહેવાવાળા, બાપ અને સેવા બીજી કોઈ વાત નહીં, એવી સ્થિતિ માં ચાલવાવાળા, એવી બાપ સમાન મહાન આત્માઓ ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
હુબલી પાર્ટી:- સદા બાપ અને સેવા માં મગન રહો છો? જે સદા બાપ અને સેવા માં તત્પર રહે છે, એમની નિશાની શું હશે? સદા વિઘ્ન-વિનાશક - કોઈ પણ વિધ્ન એમની લગન ને મીટાવી નહીં શકે. કોઈ પણ તોફાન એ જાગતી જ્યોતિ ને બુઝાવી નથી શકતાં. એવી જાગતી જ્યોતિ છો? અખંડ જ્યોતિ. ભક્તિ માં પણ તમારાં ચિત્રોની આગળ અખંડ જ્યોતિ પ્રગટાવે છે. કેમ પ્રગટાવે છે? ચૈતન્ય સ્વરુપ માં અખંડ જ્યોતિ સ્વરુપ રહ્યાં છો ત્યારે અખંડ જ્યોતિ નું યાદગાર રહે છે. જ્યોતિ ની આગળ કોઈ આવરણ તો નથી આવતું, તોફાન હલાવતું તો નથી ને? પોતાનું પણ સ્વરુપ જ્યોતિ, બાપ પણ જ્યોતિ અને ઘર પણ જ્યોતિ તત્વ છે. તો ફક્ત જ્યોતિ શબ્દ પણ યાદ રાખો તો આખું જ્ઞાન આવી જાય છે. આજ એક “જ્યોતિ” શબ્દની સોગાત લઈ જજો તો સહજ વિધ્ન-વિનાશક થઈ જશો! અચ્છા - હુબલી નિવાસીઓએ પોતાનાં ઘર-ઘર માં શિવાલય બનાવ્યું છે? પહેલા શિવનાં પૂજારી રહ્યાં છો હવે સ્વયં શિવવંશી બની ગયાં. અધિકારી બની ગયાં ને. હવે કાંઈ પણ માંગવાની ચીજ રહી નથી, સર્વ ખજાના સ્વતઃ પ્રાપ્ત થઈ ગયાં ને! હવે અધિકારી બનીને અનેકો ને અધિકારી બનાવવાવાળા છો, માંગવાવાળા નહીં. શું કરું,કેવી રીતે કરું, આ બધી પોકાર સમાપ્ત. અચ્છા.