Search for a command to run...
19 Nov 1979
બેહદ નાં વાનપ્રસ્થી અર્થાત્ નિરંતર એકાંત માં સદા સ્મૃતિ સ્વરુપ
19 November 1979 · ગુજરાતી
આજે બાપદાદા સર્વ બાળકોનાં ભાગ્યનાં ગુણ ગાઈ રહ્યાં હતાં. બાપ બાળકોનાં ભાગ્યની શ્રેષ્ઠ રેખાઓને જોઈને હર્ષિત થાય છે. ભાગ્યની શ્રેષ્ઠ રેખાઓમાં વિશેષ કઈ-કઈ વાતો જોવામાં આવે છે. એ જાણો છો? મુખ્ય વાત તિથિ અર્થાત્ તારીખ, સમય, વિશેષ ગ્રહ, કુળ, ધર્મ અને સંપત્તિ, સંબંધ અને વ્યવસાય જોવામાં આવે છે. આ બધી વાતો થી ભાગ્યને જુએ છે.
તમે બધાં પોતાની આ બધી વાતો ને સારી રીતે જાણો છો? તમારાં બધાંની તિથિ કઈ છે? આજ સુધી પણ પોતાનાં ભાગ્ય ને જન્મ ની તારીખ થી કે રાશિ થી જોવાય છે. તો તમારાં બધાંની રાશિ અને તારીખ કઈ છે? જન્મ ની તારીખ કઈ છે? તમે બધાં ક્યારે અવતરિત થયાં? બ્રાહ્મણ ક્યારે અવતરિત થયાં? જે બાપ નાં અવતરણ ની તારીખ છે તે તમારી છે. બ્રહ્મા સહિત બ્રાહ્મણ પણ પેદા થયાં. તો જે આદિ રતન છે એમની તારીખ કઈ કહેવાશે? બાપ નાં અવતરણ ની તારીખ આદિ રત્નો નાં જન્મ ની તારીખ છે. સમય કયો છે? આ સંગમ બ્રહ્મા મુહૂર્ત નો સમય છે. તો બધાનાં જન્મ નો સમય છે - બ્રહ્મમુહૂર્ત અને રાશિ કઈ છે? લૌકિક રાશિઓ તો અલગ-અલગ પ્રકારની બતાવી છે પણ આપ સર્વની રાશિ જે બાપની રાશિ છે વિશ્વ-કલ્યાણકારી, એ જ આપ સર્વની રાશિ છે. જે રાશિ માં સર્વ બાપ સમાન ગુણ સમાયેલાં છે. અને દશા પણ ગુરુવાર ની દશા છે. કુળ પણ સર્વશ્રેષ્ઠ છે. સીધા ઈશ્વર નાં કુળનાં છો, ઈશ્વરીય કુળ છે. પદ - માસ્ટર સર્વશક્તિમાન છો. સંપત્તિ - અખૂટ અને અવિનાશી સંપત્તિ છે. ધર્મ - બ્રાહ્મણ ચોટી નાં છો. બુદ્ધિની લાઈન વિશાળ અને ત્રિકાળદર્શી લાઈન છે. હવે વિચારો આનાથી વધારે ભાગ્ય ની રેખાઓ કોઈ બીજાની શ્રેષ્ઠ હોઈ શકે! કર્મ રેખામાં નિરંતર કર્મયોગી, સહજયોગી, રાજયોગી - આ રેખા બાપે સ્પષ્ટ ખેંચી લીધી છે. ભાગ્ય નાં તારા માં તાજ અને તખ્ત દેખાય છે. આનાથી શ્રેષ્ઠ ભાગ્ય બીજું શું હશે!
આજે બાપદાદા સદા સર્વ ભાગ્ય ને જોઈ રહ્યાં હતાં. જેમ બાપ સર્વ નાં ભાગ્ય ને જોઈ હર્ષિત થાય છે એમ તમે બધાં સ્વયનાં ભાગ્ય ને જોઈને હર્ષિત થાઓ છો? નાની-નાની વાતો માં ભાગ્ય ને ભૂલી તો નથી જતાં? આ નાની-નાની વાતો શું છે? જેમ ભક્તિવાળાને કહો છો કે આ પૂજા વગેરે ગુડ્ડીઓની પૂજા છે, ગુડ્ડીઓની રમત રમો છો. જન્મ પણ આપો છો, સજાવો પણ છો, પૂજો પણ છો, અને પછી ડૂબાડો પણ છો. તો આને તમે ગુડ્ડીઓની પૂજા કે ગુડ્ડીઓની રમત કહો છો. આમ જ માસ્ટર ભાગ્યવિધાતા બાળકો પણ આવી નાની-નાની વાતોમાં ગુડ્ડીઓની રમત ખુબ કરે છે. સાચ્ચી વાત નથી હોતી પણ હિસાબ-કિતાબ ચૂક્તૂં થવાનાં લીધે કે ધારણા નું પેપર લેવા માટે કે પોતાની સ્થિતિ ની ચકાસણી થવા માટે આવી વાતો જીવન માં નવાં-નવાં રુપ થી આવતી રહે છે. નિરજીવ વાતો, અસાર વાતો - પણ જ્યારે સામે આવે છે, જેમ એ જડ મૂર્તિ માં પ્રાણ ભરી દે છે અને એટલો વિસ્તાર બનાવી દે છે તેમ તમે બધાં પણ ક્યારેક ઈર્ષા ની ગુડ્ડી, ક્યારેક વહેમ ની ગુડ્ડી, ક્યારેક અનુમાન ની ગુડ્ડી, ક્યારેક આવેશ ની ગુડ્ડી, ક્યારેક રોબ ની ગુડ્ડી, અર્થાત્ મૂર્તિ બનાવીને વાતો રુપી ગુડ્ડીઓમાં પ્રાણ ભરી દો છો? અને અનુભવ કરો અને કરાવો છો કે આ સત્ય છે. આ વાત ઠીક છે - આ પ્રાણ ભરી દો છો. અને, પછી શું કરો છો? તમારા લોકોનું ગીત બન્યું છે ને - ડૂબી જા, ડૂબી જા... તો શું કરો છો? એ જ વાત રુપી મૂર્તિ ને આગળ-પાછળ ની સ્મૃતિઓથી ખૂબ સજાવો છો. સાથે-સાથે જેમ એ લોકો દેવી ને અથવા મૂર્તિ ને ભોગ લગાવે છે એમ તમે પણ કયો ભોગ લગાવો છો? જ્ઞાન ની પોઈન્ટ્સ (વાત) ઉલ્ટા રુપ થી વિચારો છો અર્થાત્ ભોગ લગાવો છો. આવું તો થાય જ છે, આ તો બધામાં હોય છે. ડ્રામા અનુસાર પુરુષાર્થી છીએ, કર્માતીત તો અંતમાં બનવાનું છે. આવાં પ્રકારની જ્ઞાન ની અલગ-અલગ વિવિધ પોઈન્ટ્સ રોજ ભોગ લગાવતાં-લગાવતાં મજબૂત કરી દો છો, પાક્કું કરી દો છો. પહેલાં કાચાં ભોજન નો ભોગ લગાવો છો પછી પાક્કું કરી દો છો. અને પછી એ પોઈન્ટ્સ ને અર્થાત્ ભોગ ને એકલા નથી ખાતાં, પોતાની સાથે સાથે પંડા, કુટુંબ પણ બેસાડો છો અર્થાત્ બીજાંને પણ પરિવાર નાં સાથી બનાવો છો, એમની બુદ્ધિને પણ આ ભોજન સ્વીકાર કરાવો છો. પરંતુ અંત માં શું કરવું પડે છે, જ્ઞાન-સાગર બાપની યાદ માં બીતી-સો-બીતી ની જ્ઞાન-સાગર ની લહેર માં, સ્વ ઉન્નતિ ની લહેર માં, ઊંચી છલાંગ લગાવવા ની લહેર માં, સ્મૃતિ સ્વરુપ ની સ્મૃતિ ની લહેર માં, માસ્ટર નોલેજફુલ સ્વરુપ ની લહેર માં, આવી અનેક લહેરો ની વચ્ચે આવી ગુડ્ડીઓને અથવા મૂર્તિઓને ડુબાડવી જ પડે છે. પરંતુ આટલાં બધાં સમય ને શું કહેશું? આ બધી ગુડ્ડીઓની રમતને, જેમ ભક્તિવાળા ને કહો છો વ્યર્થ સમય અને પૈસા, એમ જ સંગમ નો સર્વશ્રેષ્ઠ સમય અને જ્ઞાન અને શક્તિઓનાં ખજાના ને એટલાં વ્યર્થ કરી દો છો. તો આ નાની-નાની વાતો શું થઈ? ગુડ્ડીઓની રમત. આ રમત માં પોતાને ક્યારેય પણ વ્યસ્ત નહીં કરો. સદા પોતાનાં શ્રેષ્ઠ ભાગ્યને જુઓ.
વર્તમાન સમય પ્રમાણે હમણાં વાનપ્રસ્થ અવસ્થા ની સમીપ છો. વાનપ્રસ્થી ગુડ્ડીઓની રમત નથી કરતાં. વાનપ્રસ્થી એકાંત અને સુમિરણ માં જ રહે છે. તો આપ સર્વ બેહદનાં વાનપ્રસ્થી સદા એક નાં અંત માં અર્થાત્ નિરંતર એકાંત માં સદા સ્મૃતિ સ્વરુપ રહો. આ છે બેહદનાં વાનપ્રસ્થી ની સ્થિતિ (બાપદાદાએ ૩ મિનિટ ડ્રિલ કરાવી) આ સ્થિતિ સારી નથી લાગતી? જે વસ્તુ ગમે છે એ તો સદા યાદ રહે છે. હવે બાપ અને તમે શું ઈચ્છો છો? એક જ વાત ઈચ્છો છો - બાપ અને બાળકો સમાન થઈ જાય. સદા યાદ માં સમાયેલાં રહે. સમાવવાનું નથી ઇચ્છતાં! સમાન બનવું જ સમાવવું છે. સમજ્યાં? કે બાપ શું ઈચ્છે છે અને તમે શું ઈચ્છો છો?
આ સીઝન સ્વરુપ જોવાની છે કે ફક્ત સાંભળવાની છે! પછી સંભળાવશે કે સમય શું પોકારી રહ્યો છે! ભક્ત શું પોકારી રહ્યાં છે! દુઃખી, અશાંત આત્માઓ શું પોકારી રહી છે, ધર્મ નેતાઓ, વૈજ્ઞાનિક, રાજનૈતિક શું પોકારી રહ્યાં છે! પ્રકૃતિ પણ શું પોકારી રહી છે! બધાં ની પોકાર - હેં ઉપકારી આત્માઓ, સંભળાય છે કે ગુડ્ડીઓની રમતમાં જ વ્યસ્ત છો? અચ્છા, પછી બધાંની પોકાર સંભળાવશે. તમે લોકો પણ કાલે અમૃતવેલાએ સાંભળજો.
સદા ભાગ્ય નું સુમિરણ કરવાવાળા, સદા બાપ નાં સમાન, યાદમાં સમાયેલાં નિરંતર એકાંતવાસી, દરેક ઘડીને સફળ બનાવવાવાળા સફળતામૂર્ત, ભક્તિની રમતો સમાપ્ત કરી માસ્ટર જ્ઞાનસાગર સ્વરુપ, સ્મૃતિ અને સમર્થી સ્વરુપ, એવાં પદમાપદમ ભાગ્યશાળી બાળકો ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત
મૈસૂર:- બધાં પોતાને સર્વશ્રેષ્ઠ આત્માઓ અનુભવ કરો છો? કેટલી શ્રેષ્ઠ આત્માઓ છો જે સ્વયં બાપ બાળકોને મળવાં માટે પોતાનું વતન છોડીને આવે છે. અડધોકલ્પ ગાયું કે પોતાનું વતન છોડીને આવી જાઓ પણ એ ખબર નહોતી કે ક્યારે અને કેવી રીતે મળશે, ફક્ત પ્રતીક્ષા કરવામાં દિવસો વિતાવ્યાં. હવે પ્રતીક્ષા સમાપ્ત થઈ અને સન્મુખ મિલન મનાવી રહ્યાં છો! આવું શ્રેષ્ઠ ભાગ્ય બીજા કોઈનું હશે? સ્વપન માં પણ એવું નહીં વિચાર્યું હોય કે ભગવાન સાથે વાતો કરશું. ટોલી ખાઈશું, બેસશું અને બધાં પ્રેક્ટિકલ (વ્યવહાર) માં અનુભવ કરી રહ્યાં છો. પ્રાપ્તિ ની આગળ આ સફર પણ શું છે? બાપ કેટલાં મોટાં (લાંબા) સફર થી આવે છે. બાપનું સ્થાન દૂર છે કે તમારું! જ્યારે ખુશી હોય છે ત્યારે કોઈ પણ થાક કે તકલીફ મહેસૂસ (અનુભવ) નથી થતી. રસ્તા નાં ચાર દિવસ નિરંતર યોગી ની સ્ટેજ (અવસ્થા) હશે - ક્યારે મળીશું, ક્યારે પહોંચીશું, તો નિરંતર યોગી થઈ ગયાં ને! આ પણ કમાણી થઈ ગઈ ને. બ્રાહ્મણ બનવું અર્થાત્ દરેક કદમ માં કમાણી. કષ્ટ પણ કષ્ટ નથી પણ જેમ ગુલાબ નાં પુષ્પ ની સાથે કાંટા પણ હોય છે, એ કાંટા એમનાં બચાવ નું સાધન હોય છે. એમ આ તકલીફો બાપ ની વધારે યાદ દેવડાવવામાં નિમિત્ત બને છે. કોઈ પણ પ્રકાર નું દુઃખ આવે છે તો નાસ્તિક નાં મુખ થી પણ - ‘હે ભગવાન’ નીકળે છે. તો દુઃખ પણ યાદ દેવડાવવાનું સાધન થયું ને. સંગમ પર કોઈ કષ્ટ થઈ નથી શકતું. આ સમય આપ બાળકો બાપ નાં સર્વ ખજાનાનાં અધિકારી છો. બાપ નો ખજાનો શું છે? સુખ, શાંતિ, આનંદ, પ્રેમ - આ જ તો ખજાનો છે ને! તો અધિકારી અને ખુશ ન રહે, એ થઈ કેવી રીતે શકે. અમૃતવેલા સદા સ્મૃતિ નું તિલક લગાવો કે અમે અધિકારી છીએ. જો તિલક લાગેલું હશે તો સદા હર્ષિત રહેશો. તિલક ને ભૂસાવા નહીં દેતાં. માયા કેટલી પણ ભૂસવાની કોશિશ કરે પરંતુ ભૂસતા નહીં તો સદા ‘અવિનાશી ભવ’ નું વરદાન મળતું રહેશે. રજત જયંતી મનાવી રહ્યાં છો પણ સ્વર્ણિમયુગ ની સ્થિતિ માં રહીને રજત જયંતી મનાવો. સારી હિંમત રાખી છે. પરિણામ પણ સારું છે. સારા વૃદ્ધ, અનુભવી અને મહેનતી બાળકો છે, સારું સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) છે.
વિદેશી ભાઈ-બહેનો સાથે:- બધાં જેમ સ્થૂળ દેશ નાં હિસાબ થી વિદેશી છો એમ જ આત્મા રુપ થી પણ સદા પોતાને ફોરેન (વિદેશ) અર્થાત્ પરમધામ નિવાસી સમજીને ચાલો છો? સદૈવ આ અનુભવ હોય કે હું આત્મા પરમધામ થી અવતરિત થઈ છું, વિશ્વ કલ્યાણ નું કર્તવ્ય કરવા માટે. તો આ સ્મૃતિ થી શું થશે? જે પણ સંકલ્પ કરશો, જે પણ કર્મ કરશો, જે પણ બોલ બોલશો, જ્યાં પણ નજર જશે, સર્વ નું કલ્યાણ કરતાં રહેશો. આ સ્મૃતિ લાઈટ-હાઉસ નું કાર્ય કરશે. એ લાઈટ-હાઉસ થી એક રંગ ની લાઈટ નીકળે છે પણ અહીંયા સર્વ શક્તિઓનાં લાઈટ-હાઉસ દરેક કદમ આત્માઓ ને રસ્તો દેખાડવાનું કાર્ય કરે. તો સદા આ સ્મૃતિમાં રહો જેથી જે પણ સામે આવે એ સમજે કે અમે અખુટ ખજાનાની ખાણની સામે આવ્યાં છીએ. આવવાથી જ એવું મહેસૂસ કરે કે હું એવાં સ્થાન પર પહોંચી ગયો છું જ્યાંથી સર્વ પ્રાપ્તિઓ થવાની છે. વિદેશીઓએ આવી ચાલતાં-ફરતાં લાઈટ-હાઉસ બનીને સેવા કરવાની છે. જો એક જ સ્થાન પર આટલાં લાઈટ-હાઉસ થઈ જશે તો શું પરિણામ આવશે. બધાં વાહ-વાહ નાં ગીત ગાશે. સદૈવ એક ચિત્ર પોતાની સામે રાખો. જેમ તમે લોકો ચિત્ર દોરો છો જેમાં આંગળી થી બ્રહ્મા પણ શિવબાબા ની તરફ ઈશારો કરી રહ્યાં છે. તેમ આપ સર્વ નાં દરેક કર્મ, દરેક સંકલ્પ બાપ નાં તરફ ઈશારો કરે. તો તપાસો કે મારો સંકલ્પ ઈશારો કરવાવાળો છે. જ્યારે સર્વ આત્માઓ ને બાપનો ઈશારો મળી જશે તો તમારાં ગુણ ગાવા લાગી જશે. જેમ હમણાં બીજા-બીજા ગીત ગાએ છે ને, એમ ચારેબાજું બધાં સાજો (વાજિંત્રો) દ્વારા બાપ અને તમારાં ગુણો નાં ગીત ગાશે. એ સમયે કયું દૃશ્ય હશે અને તમે લોકો ક્યાં હશો? (મધુબન માં) બધાં મધુબન માં ભાગી આવશે તો ભક્ત શું કરશે! એ સમય આપ સર્વ નો સાક્ષાત્કાર થશે કે આ બાપદાદા નાં દિલ તખ્તનશીન છે. એ સમયે તમે તખ્તનશીન નજર આવશો ત્યારે આખી દુનિયા હાય-હાય કરશે અને તમે લોકો એમને વરદાન આપશો. એવો સાક્ષાત્કાર તમને પોતાને પોતાનો થાય છે કે અમે તખ્તનશીન છીએ.
બ્રાહ્મણ અર્થાત્ અધિકારી. અધિકાર લેવાનો છે કે જન્મ થી જ અધિકારી છો? બાપદાદા બધાંને સદૈવ તખ્ત અને તાજધારી જુએ છે. તખ્ત થી ઉતરી આવો છો શું? જે શ્રેષ્ઠ આત્માઓ હોય છે તેઓ ક્યારેય પણ ગાલીચા વગર નીચે પગ નથી રાખતી. તમે સૌથી મોટામાં મોટાં છો તો તખ્ત થી નીચે પગ નહીં રાખતાં. તખ્ત પર જ ખાઓ છો, પીઓ છો, ફરો છો, ચાલો છો એટલો મોટામાં મોટો તખ્ત છે. સમજ્યાં.
ડબલ વિદેશી બાળકો ને જે સેવા આપી છે તે કરી રહ્યાં છે ને! બધાં રાહ જોઈ રહ્યાં છે કે ક્યારે વિદેશનાં અવાજ થી ભારત નાં કુંભકરણ જાગે. હવે બુલંદ અવાજ કરો. વિદેશ સેવા નું પરિણામ સારું છે. હવે આગળ શું કરવાનું છે? (પ્લાન સંભળાવ્યો) પ્લાન (યોજના) તો સારો છે, આ તો કરશો જ પણ હવે એવું કોઈ વાતાવરણ બનાવો જે વાતાવરણ ચુંબક જેવું કાર્ય કરે. ચારેય બાજું ફેલાઈ જાય કે જો શાંતિ, સુખ કે પ્રેમ જોઈએ તો અહીંથી મળી શકે છે. એડવર્ટાઈઝમેન્ટ (જાહેર) થઈ જાય. આજકાલ વાણી નાં બદલે વાયબ્રેશન (પ્રકંપન) થી પ્રાપ્તિ કરવાનાં ઈચ્છુક વધારે છે. સ્પીચ (ભાષણ) કરો પરંતુ એનાં પહેલાં એવાં વાતાવરણ નો અવાજ જરુર ફેલાવો. બધાં અનુભવ કરે, જેમ તરસ્યા ની તરસ પાણી થી છીપાઈ જાય છે એમ આત્માઓની શાંતિ, સુખ ની તરસ છીપાઈ જાય. જેમ સ્થાપના ની શરુંઆત માં એક દિવસ પણ કોઈ સતસંગ માં આવી જતાં તો પહેલાં દિવસે જ કાંઈ ને કાંઈ અનુભવ કરીને જતાં. જે આદિમાં એ અંત માં વિસ્તાર નાં રુપમાં થવાનું છે. એવું કંઈ વાતાવરણ બનાવો. એ ત્યારે થશે જ્યારે તમે બધાં નિરંતર આ સ્થિતિ માં સ્થિત રહેશો. પછી સૂર્ય ની કિરણો માફક બધાં અનુભવ કરશે. બધાંની નજર જશે કે આ ક્યાંથી કિરણો આવી રહી છે. એવો હવે પુરુષાર્થ કરજો. બધાં રિફ્રેશ (તાજા) તો ખૂબ જ થઈ રહ્યાં છો, એવાં રિફ્રેશ થયાં છો જે અનેકો ને રિફ્રેશ કરતાં સદા રિફ્રેશ રહો. આ વખતે વિશેષ એક શબ્દ પર ડબલ અન્ડરલાઇન કરીને જજો. એ કયો? નિરંતર. ભલે સંકલ્પ, ભલે બોલ પણ “નિરંતર” શબ્દ ને ડબલ અન્ડરલાઇન કરીને જજો. યાદ ની યાત્રા માં નિરંતર, જ્ઞાન સ્વરુપ માં નિરંતર, ધારણા માં નિરંતર, સેવા માં પણ નિરંતર. ચારેય વિષય માં નિરંતર ને ડબલ અન્ડરલાઇન કરીને જજો. સમજ્યાં - આ એક શબ્દ વરદાન નાં રુપ માં લઈ જજો.
પ્લાન લાંબા નહીં બનાવો પણ પ્રેક્ટિકલ અને જલ્દી નાં બનાવો, એનાં માટે એ જ ઈશારો છે પોતાનું તન-મન-ધન શક્તિઓ જેટલી જલ્દી ઉપયોગ કરશો એટલો ફાયદો છે. હમણાં સમય છે, પછી ટૂ-લેટ (ખુબ મોડું) થઈ જશે. કરવા માટે તારીખ ની રાહ નહીં જુઓ, કાલે પણ નહીં, આજે પણ નહીં, હમણાં કરો. કારણ કે જો તારીખ કહેશે તો લાંબા સમય નું જમા નહીં થશે - તારીખ નું જમા થશે. પછી તારીખ ની પ્રતીક્ષા માં જતાં રહેશો, તૈયારી ઓછી કરશો. તારીખ કોન્શિયસ થઈ જશો. આત્મા કોન્શિયસ નહીં રહેશો.
દરેક ક્ષેત્ર માં સંદેશ પહોંચાડવાની કોશિશ કરો જેથી કોઈ ફરિયાદ ન કરે કે અમને ખબર નથી. સેવા કરતાં જાઓ તો બધાં આપમેળે જ પ્રસ્તાવ મુકશે કે અહીંયા સેવાકેન્દ્ર ખોલો.
પ્રશ્ન:- સંપર્ક અને સેવા બંને માં સફળ બનવા માટે મુખ્ય કઈ ધારણા જોઈએ?
ઉત્તર:- સફળતા ત્યારે મળશે જ્યારે સદૈવ સ્વયં ને મોલ્ડ (વાળવાની) કરવાની યોગ્યતા હશે. જો સ્વયં ને મોલ્ડ નથી કરી શકતાં તો ગોલ્ડન એજ ની (સતયુગ) સ્ટેજ (સ્થિતિ) સુધી પહોંચી નહીં શકો. જેવો સમય જેવી પરિસ્થિતિઓ હોય એ પ્રમાણે પોતાની ધારણાઓને પ્રત્યક્ષ કરવા માટે મોલ્ડ થવું પડે. મોલ્ડ થવાવાળા જ રીયલ ગોલ્ડ (સાચું સોનું) છે. જો મોલ્ડ નથી થતાં તો રીયલ ગોલ્ડ નથી. જેમ સાકાર બાપની વિશેષતા જોઈ - જેવો સમય, જેવી વ્યક્તિ, એવું રુપ. તો સદા સફળતામૂર્ત માટે વિશેષ આ યોગ્યતા જોઈએ.
પ્રશ્ન:- એક ધર્મ, એક રાજ્ય અને એક ભાષા એવી દુનિયા ક્યારે સ્થાપન થશે?
ઉત્તર:- જ્યારે બધાં બ્રાહ્મણોની સ્થિતિ એકરસ થઈ જશે. એકરસ સ્થિતિ અર્થાત્ અમે બધાં એક છીએ. એક બાપનાં બાળકો છીએ. સર્વ શ્રેષ્ઠ આત્માઓ. ભલે સ્થૂળ દેશ ભિન્ન-ભિન્ન છે, આ શરીર નાં દેશ છે પણ આત્માઓનો દેશ એક જ છે. દરેકની એકરસ સ્થિતિ બની જાય તો બહુ જલ્દી એક રાજ્ય, એક ભાષા, એવી દુનિયા સ્થાપન થઈ જશે. જ્યાર થી બ્રાહ્મણ બન્યાં તો આ જ એક સંકલ્પ ધારણ કર્યો કે એવું રાજ્ય સ્થાપન કરીને જ છોડશું. એવું જ્યાં બધું એક જ એક હશે, સ્થાપન કરવા માટે સ્થિતિ પણ એકરસ જોઈએ.
પ્રશ્ન:- નિરંતર યોગી બનવાનું સહજ સાધન શું છે?
ઉત્તર:- સદા દિલ તખ્તનશીન બનવાથી સ્વતઃ જ નિરંતર યોગી બની જશો. વર્તમાન સમય બાપ દ્વારા જે તાજ અને તખ્ત મળ્યાં છે એને સદા કાયમ રાખો. હમણાંનો તાજ અને તખ્ત અનેક જન્મો માટે તાજ અને તખ્ત પ્રાપ્ત કરાવે છે. વિશ્વ કલ્યાણ ની જવાબદારી નું કાર્ય ભૂલવું અર્થાત્ તાજ ને ઉતારવો. તાજ ઉતરતો તો નથી ને! તખ્ત છે - બાપ નું દિલતખ્ત. જે સદા બાપ નાં દિલ તખ્તનશીન છે તેઓ નિરંતર સ્વતઃ યોગી રહે છે, મહેનત ની કોઈ વાત છે જ નહીં. કારણ કે એક તો સંબંધ ખૂબ જ સમીપ નો છે તો મહેનત શેની. બીજું, પ્રાપ્તિ અખુટ છે, જ્યાં પ્રાપ્તિ હોય છે ત્યાં સ્વતઃ યાદ રહે છે. એવાં સ્વતઃ અને સહજયોગી છો કે મહેનત કરવી પડે છે!
ટીચર્સ સાથે:- ટીચર્સ અર્થાત્ સદા પોતાનાં ફિચર્સ (લક્ષણ) દ્વારા બાપ નાં ગુણ પ્રત્યક્ષ કરવાવાળી. દરેક કર્મ થી, દરેક સમય બાપ નાં ગુણ પોતાનાં કર્મ દ્વારા પ્રત્યક્ષ કરે - એવાં જ છો ને. જે પણ જુએ તેઓ એ જ કહે કે આમને શીખવાડવાવાળા પરમ શિક્ષક કોણ? તમને જોતાં જ બાપ ની યાદ આવી જાય. તમારું દરેક કર્મ બાપની તરફ ઈશારો કરવાવાળું હોય. ટીચર અર્થાત્ સ્વયં અને સર્વ નાં પ્રતિ વિઘ્ન વિનાશક. નાની-નાની વાતો ની પાછળ સમય ગુમાવવાવાળી નહીં. એવી ટીચર્સ જ બાપને પ્રત્યક્ષ કરી શકે છે!અચ્છા!