Search for a command to run...
26 Dec 1979
રાજયોગી અર્થાત્ ત્રિ-સ્મૃતિ સ્વરુપ
26 December 1979 · ગુજરાતી
બાપદાદા આજે તિલકધારી બાળકો ને જોઈ રહ્યાં છે. દરેક નાં મસ્તક પર રાજયોગી અર્થાત્ ‘સ્મૃતિ ભવ’ નું તિલક અને સાથે-સાથે વિશ્વ-રાજ્ય-અધિકારી નું રાજતિલક. બંને તિલક જોઈ રહ્યાં છે. તમે બધાંં પણ પોતાનાં બંને તિલક ને સદા જોઈ રહ્યાં છો. બાપદાદા બધાનાં મસ્તક પર વિશેષ રાજ્યોગી તિલક ની વિશેષતા જોઈ રહ્યાં છે. વિશેષતા જોતાં અંતર શું જોયું? કોઈ રાજયોગી નાં મસ્તક પર ત્રણ બિંદીઓનું તિલક છે. કોઈનાં મસ્તક પર બે બિંદીઓનું તિલક છે અને કોઈનાં પર એક બિંદીનું પણ તિલક છે. હકીકત માં નોલેજફુલ (જ્ઞાનવાન) બાપ દ્વારા વિશેષ ત્રણ સ્મૃતિઓનું ત્રણ બિંદીઓનાં રુપ માં તિલક આપેલું છે. એ ત્રણ સ્મૃતિઓનું ત્રિશૂળ નાં રુપ માં યાદગાર બનાવ્યું છે.
આ ત્રણ સ્મૃતિઓ છે - એક સ્વયં ની સ્મૃતિ, બીજી બાપ ની સ્મૃતિ અને ત્રીજી ડ્રામા નાં નોલેજ ની સ્મૃતિ. આ વિશેષ ત્રણ સ્મૃતિઓમાં આખાં જ્ઞાન નો વિસ્તાર સમાયેલો છે. નોલેજ (જ્ઞાન) નાં વૃક્ષ ની આ ત્રણ સ્મૃતિઓ છે. જેવી રીતે વૃક્ષ નું પહેલાં બીજ હોય છે, તે બીજ દ્વારા પહેલાં બે પાંદડા નીકળે છે, પછી વૃક્ષ નો વિસ્તાર થાય છે એવી રીતે મુખ્ય છે બીજ બાપ ની સ્મૃતિ. પછી બે પાંદડાઓ અર્થાત્ વિશેષ સ્મૃતિઓ - આત્મા નું પૂરું નોલેજ અને ડ્રામા નું સ્પષ્ટ નોલેજ. આ ત્રણ સ્મૃતિઓ ને ધારણ કરવા વાળા ‘સ્મૃતિ ભવ’ નાં વરદાની બની જાય છે. આ ત્રણ સ્મૃતિઓ નાં આધાર પર માયાજીત જગતજીત બની જાય છે. ત્રણેય સ્મૃતિઓની સંગમયુગ પર વિશેષતા છે. એટલે રાજયોગી-તિલક ત્રણ સ્મૃતિઓનું અર્થાત્ ત્રણ બિન્દી નાં રુપ માં દરેક નાં મસ્તક પર ચમકે છે. જેવી રીતે ત્રિશૂળ થી જો એક ભાગ ખતમ થઈ જાય તો યથાર્થ શસ્ત્ર નથી કહેવાતું.
સંપૂર્ણ વિજય ની નિશાની છે - ત્રણ બિંદી અર્થાત્ ત્રિ-સ્મૃતિ સ્વરુપ. પણ થાય છે શું, એક જ સમય પર ત્રણેય સ્મૃતિ સાથે-સાથે અને સ્પષ્ટ રહે એમાં અંતર થઈ જાય છે. ક્યારેક એક સ્મૃતિ રહી જાય ક્યારેક બે અને ક્યારેક ત્રણ. એટલે સંભળાવ્યું કે કોઈ બે બિન્દી નાં તિલકધારી જોયાં અને કોઈ એક બિન્દી નાં તિલક ધારી જોયાં. ખુબ જ સારા-સારા બાળકો પણ જોયાં જે નિરંતર ત્રણ સ્મૃતિ નાં તિલકધારી પણ છે, અમિટ તિલકધારી પણ છે અર્થાત્ જે તિલક ને કોઈ મિટાવી નથી શકતું. જ્યારે સ્મૃતિ સ્વરુપ થઈ જાય છે તો અમિટ તિલકધારી બની જાય છે. નહીં તો વારંવાર તિલક લગાવવું પડે છે. હમણાં-હમણાં ભૂસાય છે હમણાં-હમણાં લાગે છે. પરંતુ સંગમયુગી રાજયોગીઓને નિરંતર અવિનાશી તિલકધારી થવાનું છે. માયા અવિનાશી ને વિનાશી બનાવી ન શકે. રોજ અમૃતવેળાએ આ ત્રિ-સ્મૃતિ નાં અવિનાશી તિલક ને ચેક (તપાસ) કરો તો માયા આખાં દિવસમાં મિટાવવાની હિંમત નહીં કરી શકશે. ત્રણ સ્મૃતિ સ્વરુપ અર્થાત્ સર્વ સમર્થ સ્વરુપ. આ સમર્થ નું તિલક છે. સમર્થ ની આગળ માયા નાં વ્યર્થ રુપ સમાપ્ત થઈ જાય છે. માયા નાં પાંચ રુપ પાંચ દાસીઓનાં રુપ માં (પરિવર્તન) થઈ જશે. પરિવર્તન રુપ દેખાશે.
કામ વિકાર શુભ-કામના નાં રુપ માં તમારા પુરુષાર્થ માં સહયોગી રુપ બની જશે. કામ (કામ વિકાર) નાં રુપ માં વાર કરવા વાળા શુભકામના નાં રુપ માં વિશ્વ-સેવાધારી રુપ બની જશે. દુશ્મન નાં બદલે દોસ્ત બની જશે. ક્રોધાગ્નિ નાં રુપ માં જે ઈશ્વરીય સંપત્તિ ને સળગાવી રહ્યાં છે, જોશ નાં રુપ માં બધાંને બેહોશ કરી રહ્યાં છે, આ જ ક્રોધ વિકાર પરિવર્તિત થઈ રુહાની જોશ કે રુહાની ખુમારી નાં રુપ માં બેહોશ ને હોશ અપાવવા વાળો બની જશે. ક્રોધ વિકાર સહનશક્તિ નાં રુપ માં પરિવર્તિત થઇ તમારું એક શસ્ત્ર બની જશે. જ્યારે ક્રોધ સહનશક્તિ નું શસ્ત્ર બની જાય છે તો શસ્ત્ર સદૈવ શસ્ત્રધારી ની સેવા અર્થ હોય છે. આ જ ક્રોધાગ્નિ, યોગાગ્નિ નાં રુપ માં પરિવર્તન થઈ જશે જે તમને નહીં બાળશે પરંતુ પાપો ને બાળશે. એ જ પ્રકારે લોભ વિકાર ટ્રસ્ટી રુપ ની અનાસક્ત વૃત્તિ નાં સ્વરુપ માં, ઉપરામ સ્થિતિ નાં સ્વરુપ માં બેહદ ની વૈરાગ્ય વૃત્તિ નાં રુપ માં પરિવર્તિત થઇ જશે. લોભ ખતમ થઇ જશે અને સદા ‘જોઈએ-જોઈએ’ ની બદલે ‘ઇચ્છા માત્રમ અવિદ્યા’ સ્વરુપ થઈ જશે. લોભ ને ‘જોઈએ’ નહીં કહેશો પણ ‘જાઓ’ કહેશો. ‘લેવું છે લેવું છે’ નહીં. આપવું છે, આપવું છે એ પરિવર્તન થઈ જશે. આ જ લોભ અનાસક્ત વૃત્તિ અથવા આપવા વાળા દાતા નાં સ્વરુપ ની સ્મૃતિ-સ્વરુપ માં પરિવર્તન થઈ જશે. એ જ પ્રકારે મોહ વિકાર વાર કરવાનાં બદલે સ્નેહ નાં સ્વરુપ માં બાપ ની યાદ અને સેવા માં વિશેષ સાથી બની જશે. સ્નેહ ‘યાદ અને સેવા’ માં સફળતા નું વિશેષ સાધન બની જશે. એવી જ રીતે અહંકાર વિકાર દેહ-અભિમાન થી પરિવર્તિત થઇ સ્વાભિમાની બની જશે. સ્વ-અભિમાન ચઢતી કળા નું સાધન છે. દેહ-અભિમાન ઉતરતી કળા નું સાધન છે. દેહ-અભિમાન પરિવર્તિત થઈ સ્વ-અભિમાન નાં રુપ માં સ્મૃતિ-સ્વરુપ બનવામાં સાધન બની જશે. એ જ પ્રકારે આ વિકાર અર્થાત્ વિકરાળ રુપધારી તમારી સેવા નાં સહયોગી તમારી શ્રેષ્ઠ શક્તિઓનાં સ્વરુપ માં પરિવર્તિત થઇ જશે. આવી પરિવર્તન કરવાની શક્તિ અનુભવ કરો છો? આ ત્રણ સ્મૃતિઓનાં આધાર પર પાંચેય નું પરિવર્તન કરી શકો છો. કામ નાં રુપ માં આવે, શુભ-ભાવના બની જાય, ત્યારે માયાજીત, જગતજીત નું ટાઈટલ (શીર્ષક) મળશે. વિજયી, દુશ્મન નું રુપ પરિવર્તન જરુર કરે છે. જે રાજા હશે તે સાધારણ પ્રજા બની જશે, ત્યારે વિજયી કહેવાશે. મંત્રી હશે તે સાધારણ વ્યક્તિ બની જશે ત્યારે વિજયી કહેવાશે. એમ પણ નિયમ છે કે જે જેનાં પર વિજય પ્રાપ્ત કરે છે એને બંધી બનાવીને રાખે છે અર્થાત્ ગુલામ બનાવીને રાખે છે. તમે પણ આ પાંચ વિકારો ઉપર વિજયી બનો છો. તમે એને બંધી ન બનાવો. બંધી બનાવશો તો પછી અંદર ઉછળશે. પરંતુ તમે એને પરિવર્તિત કરી સહયોગી સ્વરુપ બનાવી દો. તો સદા તમને સલામ કરતાં રહેશે. વિશ્વ-પરિવર્તન ની પહેલાં સ્વ-પરિવર્તન કરો. સ્વ-પરિવર્તન થી વિશ્વ-પરિવર્તન સહજ થઈ જશે. પરિવર્તન કરવાની શક્તિ સદા તમારી સાથે રાખો. પરિવર્તન શક્તિ નું મહત્વ ખુબ જ મોટું છે. અમૃતવેળા થી રાત સુધી પરિવર્તન શક્તિ ને કેવી રીતે યુઝ (વાપરવી) કરવી એ પછી સંભળાવશે.
એવી રાજયોગી, તિલકધારી, ભવિષ્ય રાજ-તિલકધારી, સદા મસ્તક પર ત્રણ સ્મૃતિ-સ્વરુપ માં સમર્થ રહેવા વાળી, માયા ને પણ શ્રેષ્ઠ શક્તિઓનાં રુપ માં સહયોગી બનાવવા વાળી, એવી માયાજીત જગતજીત કહેવડાવવા વાળી, સર્વ શક્તિઓ ને શસ્ત્ર બનાવવા વાળી, સદા શસ્ત્રધારી, શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ, પ્યાર અને નમસ્તે.
ટીચર્સ ની સાથે અવ્યક્ત બાપદાદા ની મુલાકાત:- ટીચર્સ અર્થાત્ બાપ સમાન નિરંતર સેવાધારી. દરેક સંકલ્પ અને બોલ દ્વારા અનેક આત્માઓ ની સેવા નાં નિમિત્ત. વિશેષ સેવા છે એક જ સમયે ત્રણેય પ્રકાર ની એકસાથે સેવા. વાચા ની સાથે-સાથે મન્સા ની પણ સેવા સાથે હોય અને કર્મણા અર્થાત્ સંપર્ક, સંગ થી સંગ નાં આધાર પર પણ રંગ લગાવવા વાળી સેવા, બોલ દ્વારા પણ સેવા અને સંકલ્પ દ્વારા પણ સેવા. તો વર્તમાન સમયે એક-એક સેવા અલગ-અલગ કરવાનો સમય નથી. બેહદ ની સેવા ની ગતિ એક જ સમયે ત્રણેય પ્રકાર ની સેવા એક સાથે થાય, એને કહેવાય છે - તીવ્ર ગતિ થી બેહદ ની તીવ્ર ગતિ વાળી સેવા. તીવ્ર ગતિ થી બેહદ નાં સેવાધારી બનો. ફક્ત પોતાનું હદ નું સ્થાન નહીં પણ જેવી રીતે બાપ એક સ્થાન પર રહેવાં છતાં પણ બેહદ ની સેવા કરે છે એવી રીતે નિમિત્ત માત્ર એક સ્થાન છે પરંતુ પોતાને બેહદ ની સેવા નાં નિમિત્ત સમજી વિશ્વ ની આત્માઓ સદા ઇમર્જ (જાગૃત) રુપ માં રહે, ત્યારે વિશ્વ-કલ્યાણકારી કહેવાશો. નહીં તો દેશ-કલ્યાણકારી અથવા સેવાકેન્દ્ર-કલ્યાણકારી થઇ જશો. જ્યારે દરેક આટલાં બેહદ નાં વિશ્વ-કલ્યાણકારી બનશે ત્યારે વિશ્વ ની આત્માઓ પોતાનો અધિકાર પ્રાપ્ત કરી શકશે. નહીં તો થોડા સમય માં કેવી રીતે પહોંચશો? ૨-૪ તો નથી આખું વિશ્વ છે. તો નિમિત્ત બનેલી આત્માઓને સંગઠિત રુપ માં બેહદ ની સેવા નું રુપ ઇમર્જ થવું જોઈએ. જેવી રીતે પોતાનાં સ્થાન નો ખ્યાલ રહે છે, પ્લાન બનાવો છો, પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવો છો, ઉન્નતિ નો જ ખ્યાલ ચાલે છે એવી રીતે બેહદ ની સર્વ આત્માઓ નાં પ્રતિ ઉન્નતિ નો સંકલ્પ ઈર્મજ રુપ માં હોય ત્યારે પરિવર્તન થશે.
વિશ્વ-કલ્યાણકારી ની ઉપર કેટલું કાર્ય છે, સ્વપન માં પણ ફ્રી ન થઈ શકે. સ્વપન માં પણ સેવા જ દેખાશે, એને કહેવાય છે ફુલ બીઝી (સંપૂર્ણ વ્યસ્ત). કારણ કે આખાં દિવસ નો આધાર સ્વપન હોય છે. જે દિવસ-રાત સેવા માં બીઝી (વ્યસ્ત) રહે છે તેમનું સ્વપન પણ સેવા નું હશે. સ્વપન માં પણ કેટલીક નવી-નવી વાતો, સેવા નાં પ્લાન (યોજના) તથા રીતો દેખાઈ શકે છે. તો એટલાં બીઝી રહો છો? વ્યર્થ સંકલ્પો થી તો મુક્ત છો ને? જેટલાં બીઝી હશો, એટલાં પોતાનાં પુરુષાર્થ નાં વ્યર્થ થી અને બીજાનાં વ્યર્થ થી બચી શકશો. દરેક સમય ચેકિંગ (તપાસ) કરો કે સમર્થ છે કે વ્યર્થ. જો જરા પણ વ્યર્થ નો અનુભવ થાય તો એ જ સમય પરિવર્તન કરો. નિમિત્ત બનેલાઓ ને જોઈને બીજામાં પણ સમર્થ સંકલ્પ સ્વતઃ જ ભરાતાં જશે. સમજ્યાં?
બેહદ નાં વિશ્વ ની આત્માઓ સદૈવ ઈર્મજ થવી જોઈએ. જ્યારે તમે લોકો હમણાં ઈર્મજ કરો તો એ આત્માઓ ને પણ સંકલ્પ ઉત્પન્ન થાય કે અમે પણ અમારું ભવિષ્ય બનાવીએ. તમારાં સંકલ્પ થી એમનાં સંકલ્પ ઈર્મજ થશે. વિશ્વ-કલ્યાણકારી નો અર્થ જ છે વિશ્વ નાં આધારમૂર્ત જરા પણ અલબેલાપણું વિશ્વ ને અલબેલું બનાવી દેશે. એટલું અટેન્શન (ધ્યાન) રહે.
દિલ્લી વાળાઓ પણ કોઈ નવી વાતો કરો. કોન્ફરન્સ (સંમેલન) તો ખુબ જ જૂની વાત થઈ ગઈ છે. હવે નવી ઇન્વેન્શન (શોધ) કાઢો. કમ ખર્ચ બાલા નશીન. ખર્ચો પણ ઓછો હોય અને રિઝલ્ટ (પરિણામ) પણ સારું નીકળે. હવે જોશે યુ.પી. એવું ઇન્વેન્શન કાઢે છે કે દિલ્લી. જો ખર્ચો વધારે અને રિઝલ્ટ ઓછું હોય છે તો આવવા વાળા સ્ટુડન્ટ (વિદ્યાર્થી) દિલશિકસ્ત થઈ જાય છે. હવે એમને પણ ઉત્સાહ માં લાવવા માટે ઓછો ખર્ચો અને સારું રીઝલ્ટ કાઢો. જેમાં બીઝી પણ બધાંં થઈ જાય અને ખર્ચો પણ ઓછો થાય. તન અને મન બીઝી થઈ જાય, ધન ઓછું વપરાય.
પાર્ટીઓ સાથે:-
૧. સ્વ-સ્થિતિ થી સર્વ પરિસ્થિતિઓ પર વિજય:- બધાંં સદા સ્વ-સ્થિતિ દ્વારા પરિસ્થિતિઓ ઉપર વિજયી રહો છો? સંગમયુગ પર બધાંં વિજયી-રતન છો. તો વિજય પ્રાપ્ત કરવાનું સાધન છે - સ્વ-સ્થિતિ દ્વારા પરિસ્થિતિ પર વિજય. આ દેહ પણ પર (પારકું) છે, સ્વ (પોતાનું) નથી. તો દેહ નાંં ભાન માં આવવું, આ પણ સ્વ-સ્થિતિ નથી. તો ચેક કરો આખાં દિવસ માં સ્વ-સ્થિતિ કેટલો સમય રહે છે? કારણ કે સ્વ-સ્થિતિ કે સ્વધર્મ સદા સુખ નો અનુભવ કરાવશે અને પ્રકૃતિ-ધર્મ અર્થાત્ પર-ધર્મ કે દેહ ની સ્મૃતિ કોઈ-ને-કોઈ પ્રકાર થી દુઃખ નો અનુભવ જરુર કરાવશે. તો જે સદા સ્વ-સ્થિતિ માં હશે તે સદા સુખ નો અનુભવ કરશે. સદા સુખ નો અનુભવ થાય છે કે દુઃખ ની લહેર આવે છે. સંકલ્પ માં પણ જો દુઃખ ની લહેર આવી તો સિદ્ધ છે સ્વ-સ્થિતિ થી, સ્વધર્મ થી નીચે આવી ગયાં. જ્યારે નવો જન્મ થઈ ગયો, સુખદાતા નાં બાળક બની ગયાં, સુખ નાં સાગર નાં બાળક સદા સુખ માં સંપન્ન હશે. તમે બધાંં માસ્ટર સાગર છો તો સંપન્ન સ્થિતિ નો અનુભવ થાય છે? સમય પ્રમાણે સ્વ નો પુરુષાર્થ. સમય તેજ ભાગી રહ્યો છે કે સ્વયં પણ હાઈ-જમ્પ (ઉંચી છલાંગ) લગાવી રહ્યાં છો? સમય ની ગતિ નાં અનુસાર હવે હાઈ-જમ્પ વગર પહોંચી ન શકો. હવે દોડવાનો સમય ગયો. હાઈ-જમ્પ લગાવો. પુરુષાર્થ માં ‘તીવ્ર’ શબ્દ ઉમેરી દો. યાદ માં રહો છો, એ કોઈ મોટી વાત નથી પણ યાદ ની સાથે-સાથે સહજયોગી, નિરંતર યોગી હોવ. જો આ નથી તો યાદ પણ અધૂરી રહેશે.
વિશ્વ-સેવા અને સ્વ ની સેવા બન્ને નું બેલેન્સ (સંતુલન) રાખવાથી સફળતા થશે. જો સ્વ-સેવા ને છોડીને વિશ્વ-સેવા માં લાગો છો કે વિશ્વ-સેવા ભૂલીને સ્વ-સેવા જ કરતા રહો છો તો સફળતા મળી ન શકે. બંને સેવાઓ સાથે-સાથે જોઈએ. મન્સા અને વાચા - બંને સેવા એકઠી (એકસાથે) હશે તો મહેનત થી બચી જશો. જ્યારે પણ કોઈ સેવાર્થ જાઓ છો તો પહેલાં ચેક કરો કે સ્વ-સ્થિતિ માં સ્થિત થઈને જઈ રહ્યાં છો. હલચલ માં તો નથી જઈ રહ્યાં. જો સ્વયં હલચલ માં હશો તો સાંભળવા વાળા પણ એકાગ્ર નથી થતાં, અનુભવ નથી કરતાં.
૨. જ્ઞાન નાં સર્વ રાઝ (રહસ્યો) ને જાણવા વાળા ક્યારેય પણ નારાજ ન થઇ શકે:- જ્ઞાન નાં બધાંં રાઝ ને જાણવા વાળી રાઝયુકત આત્માઓ છો ને? પોતાનાં પુરુષાર્થ અનુસાર બાપ દ્વારા અનેક જ્ઞાન નાં રાઝ ને જાણીને, એમાં રમણ કરતા આગળ વધો. તો સદા રાઝયુક્ત, સદા યોગયુક્ત, સદા સ્નેહ-યુક્ત એવાં છો? જ્ઞાન નાં સર્વ રાઝ ને જાણવા વાળા સ્વયં થી રાજી રહે અને બીજાને પણ રાજી કરવાનાં અભ્યાસી રહે છે. તો સદા રાઝયુક્ત અર્થાત્ રાજી કરવા વાળા ક્યારેય પણ નારાજ ન થઈ શકે. એવાં સર્વ રાઝ ને જાણવા વાળા બાપ નાં પ્રિય છે, સમીપ છે.
૩. સતગુરુ ની કૃપા થી માલામાલ સ્થિતિ:- જેવી રીતે ભક્તિમાર્ગ માં ગુરુકૃપા ગવાયેલી છે, તો જ્ઞાનમાર્ગ માં સતગુરુ ની કૃપા છે - ભણતર. ભણતર ની કૃપા થી સતગુરુ માલામાલ બનાવી દે છે. જેનાં ઉપર સતગુરુ ની કૃપા થઈ ગઈ, તેઓ સદા મુક્ત અને જીવન-મુક્ત બની ગયાં.