Search for a command to run...
28 Dec 1979
સિદ્ધિ સ્વરુપ થવાની વિધિ - એકાગ્રતા
28 December 1979 · ગુજરાતી
બાપદાદા બધાં તીવ્ર પુરુષાર્થી બાળકો ને જોઈ રહ્યાં છે. તીવ્ર પુરુષાર્થ ની સહજ વિધિ જેનાંથી સહજ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય અર્થાત્ સદા સિદ્ધિ સ્વરુપ થઈ જાઓ, સંકલ્પ બોલ અને કર્મ સિદ્ધ થઇ જાય, જેનાંથી વિશ્વ ની સામે પ્રસિદ્ધ થશો એ સહજ વિધિ કઈ છે? એક શબ્દ ની વિધિ છે, જે એક શબ્દ ને અપનાવવાથી સિદ્ધિ સ્વરુપ થઈ જશો. જેનાંથી સંકલ્પ, બોલ અને કર્મ ત્રણેય નો સંબંધ છે - તે એક શબ્દ છે ‘એકાગ્રતા’. સંકલ્પ માં સિદ્ધિ ન હોવાનું કારણ પણ એકાગ્રતા ની કમી છે. એકાગ્રતા ઓછી હોવાનાં કારણે હલચલ થાય છે. જ્યાં એકાગ્રતા હશે ત્યાં સ્વતઃ જ એકરસ સ્થિતિ હશે. જ્યાં એકાગ્રતા હશે ત્યાં સંકલ્પ, બોલ અને કર્મ નું વ્યર્થ-પણું સમાપ્ત થઈ જાય છે અને સમર્થ-પણું આવી જાય છે. સમર્થ હોવાનાં કારણે બધામાં સિદ્ધિ થઈ જાય છે. એકાગ્રતા અર્થાત્ એક જ શ્રેષ્ઠ સંકલ્પ માં સદા સ્થિત રહેવું. જે એક બીજ રુપી સંકલ્પ માં આખાં વૃક્ષ રુપી વિસ્તાર સમાયેલો છે. એકાગ્રતા ને વધારો તો સર્વ પ્રકાર ની હલચલ સમાપ્ત થઈ જશે. એકાગ્રતા પોતાની તરફ આકર્ષિત પણ કરે છે. જેવી રીતે કોઈ પણ વસ્તુ સ્વયં હલચલ વાળી હશે તો બીજાને પણ હલચલ માં લાવશે. જેવી રીતે અહીંયા ની લાઈટ હલચલ માં આવી જાય છે (વચ્ચે-વચ્ચે વીજળી બંધ થઈ જાય છે) ક્યારેક બુઝાઈ જાય, ક્યારેક ચાલે છે તો બધાનાં સંકલ્પ માં હલચલ આવી જાય છે, આ શું થયું? એકાગ્ર વસ્તુ બીજા ને પણ એકાગ્રતા નો અનુભવ કરાવશે. એકાગ્રતા નાં આધાર પર જ જે વસ્તુ જેવી છે તેવી સ્પષ્ટ જોવામાં આવશે. એવી એકાગ્ર સ્થિતિ માં સ્થિત થવા વાળા સ્વયં ને પણ સદા જે છે, જેવાં છે તે સ્પષ્ટ અનુભવ કરે છે અને આ કારણે કેમ છો? શું છો? આ હલચલ સમાપ્ત થઈ જાય છે. જેવી રીતે કોઇ સ્પષ્ટ વસ્તુ દેખાય છે તો ક્યારેય પ્રશ્ન નથી ઉઠતો કે આ શું છે, પ્રશ્ન સમાપ્ત થઈ સ્પષ્ટ અનુભવ થશે છે કે આ એ છે. એમ સ્વ-સ્વરુપ તથા બાપ નું સ્વરુપ એકાગ્રતા નાં આધાર પર સદા સ્પષ્ટ થશે. કેવી રીતે આત્મિક રુપ માં ટકું (સ્થિર થાઉં), આત્મા નું સ્વરુપ આવું છે કે તેવું છે? આ હલચલ અર્થાત્ પ્રશ્ન ખતમ થઇ જાય છે. જ્યારે પ્રશ્ન ખતમ થશે, હલચલ સમાપ્ત થશે તો દરેક સંકલ્પ પણ સ્પષ્ટ થઈ જાય છે. દરેક સંકલ્પ, બોલ અને કર્મ નાં આદિ, મધ્ય અને અંત ત્રણેય કાળ એવાં સ્પષ્ટ થાય છે જેવી રીતે વર્તમાન કાળ સ્પષ્ટ હોય છે. સંકલ્પ રુપી બીજ શક્તિશાળી છે તો ફળ-દાયક છે.
એકાગ્રતા થી સર્વ શક્તિઓ સિદ્ધિ સ્વરુપ માં પ્રાપ્ત થઈ જાય છે કારણ કે સ્વરુપ સ્પષ્ટ હોય છે તો સ્વરુપ ની શક્તિઓ પણ એવી જ રીતે સ્પષ્ટ અનુભવ થાય છે. સમજ્યાં, એકાગ્રતા ની મહિમા? આમ પણ આજકાલ ની દુનિયામાં હલચલ થી હેરાન થઇ ગયાં છે. ભલે રાજનીતિ ની હલચલ કે વસ્તુઓનાં મૂલ્ય ની હલચલ, કરન્સી (ચલણ) ની હલચલ, કર્મભોગ ની હલચલ, ધર્મ ની હલચલ - આવી સર્વ પ્રકાર ની હલચલ માં હેરાન થઇ ગયાં છે. જેટલાં સાયન્સ (વિજ્ઞાન) નાં સાધન પહેલાં સુખ નાંં સાધન અનુભવ થતા હતાં, આજે એ સાધન પણ હલચલ અનુભવ કરાવવા વાળા થઈ ગયાં છે. અહીંયા પણ બ્રાહ્મણ આત્માઓ સંકલ્પ માં તથા સંપર્ક માં હલચલ થી જ થાકે છે. એટલે સહજ વિધિ છે - એકાગ્રતા ને અપનાવો. એનાં માટે સદા એકાંતવાસી બનો. એકાંતવાસી થી એકાગ્ર સહજ જ થઈ જશો.
દિલ્લી નિવાસી જેવી રીતે સ્થાપના નાં કાર્ય માં આદિ રતન બની નિમિત્ત બન્યાં. હવે સંપૂર્ણ સમાપ્તિ નાં કાર્ય માં પણ નિમિત્ત બનો. સંપૂર્ણતા જ સમાપ્તિ ને લાવશે. દિલ્લી નાં ફાઉન્ડેશન (પાયા) માં બધી શક્તિઓનાં સહયોગનો હાથ પડેલો છે. તો બધી શક્તિઓનાં સહયોગ નો હાથ લાગવા વાળી ધરતી શું કમાલ કરીને દેખાડશે? બ્રહ્મા બાપ અને બ્રહ્માની ભૂજાઓની પણ પાલના લીધેલી ધરતી દિલ્લી શું કમાલ કરીને દેખાડશે? કઈ વિધિ થી સંપૂર્ણતા લાવશે? કુંભકરણો ને કેવી રીતે જગાડશે? નવી સોગાત (ભેટ) શું તૈયાર કરી છે?
દિલ્લીવાળાઓ કઈ સોગાત બાપદાદા ને આપશે? ફોરેન શું આપશે? ગુજરાત શું આપશે? બધાં ઝોન થી સોગાત આવવી જોઈએ. સ્થાપના નાં આદિ માં પહેલાં દિલ્લી આવ્યું છે તો સોગાત આપવામાં પણ દિલ્લી નંબરવન હોવું જોઈએ. બાળકોએ, બાપ ને સોગાત આપવાની છે. બાપ ની ઈચ્છા ને હજી સુધી જાણી નથી શું? દરેક વિચારે, કઈ સોગાત આપવાની છે. કારણ કે દરેક વર્ષે કોઈ-ને-કોઈ નવી ઇન્વેન્શન (શોધ) જરુર થવી જોઈએ. જે નવીનતા સ્વયં માં પણ અને સેવા માં પણ નવીનતા લાવે. એનો પ્લાન (યોજના) શું છે, પ્રેક્ટિકલ પ્લાન બતાવો. કાંઈ પણ કરો પરંતુ સોગાત રુપ માં લાવવાનું જરુર છે. પછી જોશે દરેક ઝોનમાંથી નંબરવન સોગાત કોની છે. દિલ્લી માં મહારથીઓની તો કમી નથી. આટલાં બધાં મહારથી તો મહાન સોગાત તૈયાર કરશે ને? પ્લાન અને પુરુષાર્થ બંનેય કરવાનું છે. રેસ (દોડ) તો કરવી જોઈએ ને? બધાનું વિચાર સાગર મંથન તો ચાલશે. અમૃતવેળાએ સમીપ આવીને બેસી જશો તો આપમેળે જ બધી ટચિંગ (સંકેત મળશે) થશે.
જેટલી રાજનીતિ ની દિલ્લી માં હલચલ છે, એટલી સતધર્મ ની નીતિ ની પણ હલચલ હોય. હમણાં રાજ્યો ની હલચલ વધારે છે અને સતધર્મ ની હલચલ ઓછી છે, ગુપ્ત છે. પહેલાં દિલ્લી હલશે ત્યારે બધી ગાદીઓ હલશે. કોઈ એવું લાઈટ-હાઉસ બનાવો જેનાં પર બધાની નજર જાય. જેવી રીતે લાઈટ-હાઉસ ની તરફ બધાનું એટેન્શન (ધ્યાન) જાય છે એવી રીતે કોઈ ઊંચા લાઈટ-હાઉસ નો પ્લાન બનાવો. જેનાંથી બધાં ને અનુભવ થાય કે આ જ અમારો સહારો (આધાર) છે. હલચલ નાં સમયે એમ પણ સહારો શોધે છે. એવો કોઈ પાવરફુલ (શક્તિશાલી) પ્લાન બનાવો જેથી એમને લાઈટ-હાઉસ ની માફક એક સહારો મળી જાય. સમજ્યાં? હવે વિચારો. બધી જૂની મોટી-મોટી ટીચર્સ દિલ્લી માં છે, અનુભવી ટીચર્સ છે. અનુભવી ટીચર્સ દ્વારા જરુર પ્લાન પણ એવાં જ નીકળશે. દિલ્લી થી જ અવાજ નીકળશે તો નાનાં-નાનાં સ્થાનો માં આપમેળે પહોંચી જશે. પહેલાં દિલ્લી ને પાવરફુલ બનાવવાનું છે. ફોરેન થી અવાજ નીકળશે તો એ પહોંચશે ક્યાં? દિલ્લી જ અવાજ ને રિસીવ (પ્રાપ્ત) કરશે. દિલ્લી નું કનેક્શન (સંબંધ) ખુબ છે. હવે દિલ્લી ની શક્તિઓ થોડી મેદાન પર આવે તો અવાજ સહજ નીકળી શકે છે.
“વિદેશી ભાઈ બહેનો સાથે અવ્યક્ત બાપદાદા ની મુલાકાત”
લેસ્ટર પાર્ટી:- સદા સર્વિસેબલ (સેવાધારી) રતન છો? સર્વિસેબલ નો અર્થ છે - દરેક સેકન્ડ ભલે મન્સા, ભલે વાચા, ભલે કર્મણા દ્વારા કે સંગ, સંબંધ, સંપર્ક દ્વારા સેવા કરવા વાળા. સર્વિસેબલ અર્થાત્ ઓલરાઉન્ડ (દરેક કાર્ય માં કુશળ) સેવાધારી. સર્વિસેબલ ક્યારેય પણ એવું નહીં વિચારે કે સર્વિસ (સેવા) નો સમય નથી મળતો, ચાન્સ (તક) નથી મળતો. જો બીજો કોઈ સમય ન પણ હોય તો સૂવા નાં સમય પર પણ સેવા કરી શકો છો. ઓલરાઉન્ડ સેવાધારી અર્થાત્ સદા સર્વિસેબલ. સદા સેવા નાં શોખીન થઇ વૃદ્ધિ કરતાં રહો છો ને? આખાં દિવસ નાં ચાર્ટ માં ચેક (તપાસ) કરો કે સર્વ પ્રકાર ની સેવા માં માર્ક્સ (ગુણાંક) લીધાં કે ફક્ત વાચા અને કર્મણા સેવા કરી? બધાં પ્રકારની સેવા નું ખાનું ભરવું જોઈએ. એવી રીતે પોતાનો રોજ નો ચાર્ટ ચેક કરો કારણ કે અહીંયા નાં ઓલરાઉન્ડ સેવાધારી ત્યાં ઓલરાઉન્ડ વિશ્વ નાં માલિક બનશે. જેટલી અહીંયા સેવામાં કમી હશે, એટલી ત્યાં પણ બેહદ અને હદ સ્ટેટ (રાજ્ય) માં અંતર થઈ જશે. વિશ્વ-મહારાજન અર્થાત્ ઓલરાઉન્ડ સેવાધારી. આમ લેસ્ટર નિવાસીઓની મહિમા સેવા માં સારી છે. એક અનેકોને જગાડવાની સેવા કરે છે. વિદેશની સેવા માં લેસ્ટર નો વિશેષ સહયોગ છે. વિદેશ સેવા નાં બીજ થી લેસ્ટર નિવાસીઓમાં પાણી સારી રીતે પડ્યું છે. બાપદાદા પણ એવી સહયોગી આત્માઓ ને જોઇને ખુશ થાય છે. આ સેવાકેન્દ્ર માં સારી સજાવટ છે કુમાર પણ છે, કુમારીઓ પણ છે, પ્રવૃત્તિ વાળા પણ છે...આ જ સેવાકેન્દ્ર નો શૃંગાર છે કોઈ પણ પ્રકાર ની વેરાયટી (વિવિધતા) ની કમી નથી. હવે કોઈ નવો પ્લાન બનાવો - કોઈ એવો પરમાત્મ બોમ્બ તૈયાર કર્યો છે? જેમ એક બોમ્બ લગાડવાથી સહજ જ બધાની દુનિયાનાં હિસાબ થી ગતિ થઈ જાય છે અર્થાત્ જે લક્ષ રાખે છે વિનાશ નો, વિનાશ થઈ જાય છે, તો એવો પરમાત્મ બોમ્બ તૈયાર કર્યો છે જે બધાની ગતિ સદ્દગતિ થઈ જાય? બધાં સિકીલધા છો કારણ કે તમે કેટલાં પણ દેશ છોડીને વિદેશ ગયાં, એટલાં દૂર ચાલ્યા ગયાં તો પણ બાપે પોતાનાં બનાવી લીધાં. ભારત થી દૂર કિનારે થઈ ગયાં તો પણ કિનારે થી શોધીને પોતાનાં બનાવી લીધાં. બાપે વિદેશ સુધી શોધવા પડયાં ને, તો વિશેષ સિકીલધા થઈ ગયાં.
પોતાને શો કેસ નાં શો પીસ(પ્રદર્શનીય વસ્તુ) સમજો
યુગલો સાથે :- યુગલ-મૂર્ત અર્થાત્ સેવા માટે સેમ્પલ (નમૂના) રુપ. પ્રવૃત્તિ માં પણ એટલાં માટે રાખ્યાં છે કે વિશ્વ ની આગળ સેવા નું એક સેમ્પલ બની જાય. તો પ્રવૃત્તિ માં રહેતાં વિશ્વનાં શો કેસમાં વિશેષ શો-પીસ થઈને ચાલો છો? એક શો-પીસ અનેકો નાં સોદા કરાવવાનાં નિમિત્ત બની જાય છે. તો જેઓ પ્રવૃત્તિમાં રહે છે તેઓ પોતાને વિશેષ શો-પીસ સમજીને રહો તો ખુબ સેવા નાં નિમિત્ત બનશો. ઘરમાં નથી રહેતાં, શો-કેસ માં રહો છો. શો-કેસ માં પોતાને સમજશો તો સદૈવ સજેલા રહેશો. શો-કેસ માં ગંદી વસ્તુ નથી રાખવામાં આવતી.
હમણાં થોડો સમય આગળ વધશે તો આખાં વિશ્વ ની અંદર પ્રવૃત્તિમાં રહીને નિવૃત્ત રહેવા વાળાઓનું નામ પ્રસિદ્ધ થશે. તમારા લોકોનાં દર્શન કરવા માટે તડપતાં આવશે. કહેશે કઈ બહાદુર આત્માઓ છે, જે અમે ન કરી શક્યાં તેઓ કરીને દેખાડી રહી છે. યુગલો ની અપરંપાર મહિમા થશે. બાપ નાં કાર્ય ને પ્રત્યક્ષ કરવામાં નિમિત્ત બનશે. કોઈ સાધારણ નથી. વિશેષ આત્માઓ છો.
કુમારો સાથે :- બધાં અવિનાશી કુમાર છે. કુમાર-કુમારીઓ ને એક્સ્ટ્રા માર્કસ કઈ વાત નાં મળે છે અને કેમ મળે છે? કુમાર-કુમારીઓ પોતાનાં આ જીવનમાં બધું જોવાં છતાં, જાણતાં હોવાં છતાં પણ દૃઢ સંકલ્પ કરીને દૃઢ ત્યાગી બને છે. એ ત્યાગ નું ભાગ્ય મળે છે. પ્રવૃત્તિ વાળા અલ્પકાળ નું સુખ ભોગવીને પછી ત્યાગ કરે છે અને કુમાર-કુમારી વિનાશી અલ્પ-કાળનાં સુખ નો પહેલે થી જ દૃઢ સંકલ્પ કરીને ત્યાગ કરી દે છે. એટલે એમને ચાન્સ મળે છે હાઈ જમ્પ લગાવવાનો. કુમાર અને કુમારી જીવન લૌકિક અને અલૌકિક બંને જીવન માં નિર્બન્ધન છે. નિર્બન્ધન હોવાનાં કારણે જેટલું આગળ વધવાં ઈચ્છે એટલું વધી શકે છે. તો બધાં હાઈ જમ્પ વાળા છો ને? સેકન્ડ માં વિચાર્યું અને કર્યું, એ હાઈ જમ્પ છે. વિચારવું અને કરવું સાથે-સાથે હોય. કુમાર અને કુમારીઓ ને જોઈ બાપદાદા વિશેષ ખુશ થાય છે કારણ કે પડવાથી બચી ગયાં. દુઃખ ની સીડી ચઢી જ નથી. તો બચેલાઓ ને જોઈને ખુશી થાય છે.
અમેરિકા પાર્ટી :- સદા બાપ નાં સર્વ સંબંધો અને સર્વ ખજાનાઓનો અનુભવ કરો છો? જેવી રીતે બાપ નાં ગુણ છે, એ સર્વ ગુણો નો અનુભવ થાય છે? બધાં ખજાનાઓ માંથી કે બધાં સંબંધો માંથી જો એક પણ સંબંધ નો અનુભવ ઓછો થયો તો તે સંબંધ પોતાની તરફ આકર્ષિત કરી બાપ થી દૂર કરી દે છે. એટલે ચેક કરો કે સર્વ સંબંધો નો અનુભવ કર્યો છે? સર્વ ખજાનાઓનાં માલિક અને પછી બાળક. કર્મ કરવા માટે, સેવા કરવા માટેડાયરેક્શન (નિર્દેશન) પર ચાલવા વાળા બાળક અને પછી પોતાની ઊંચી સ્થિતિ માં સ્થિત થવાનાં સમયે માલિક. બાળક અને માલિક બંને સ્ટેજ (અવસ્થા) નો અનુભવ છે? જેઓ હમણાં બાપ દ્વારા મળેલા સર્વ ખજાનાઓનાં માલિક બને છે, તે જ માલિક-પણા નાં સંસ્કાર ભવિષ્ય માં વિશ્વ નાં માલિક બનાવી દે છે. સદા અનુભવોની ખાણ થી સંપન્ન સ્થિતિ નો અનુભવ કરો. અનુભવ જીવન ને પરિવર્તન કરવામાં સહજ સાધન બની જશે. આજકાલ તમારા દેશ માં મેજોરીટી (અધિકાંશ) એક સેકન્ડ ની શાંતિ નો અનુભવ કરવા ઈચ્છે છે. એવી તડપતી આત્માઓ ને સેકન્ડમાં શાંતિ નો અનુભવ કરાવવા માટે સદા પોતાની સ્થિતિ શાંત સ્વરુપ ની રહે ત્યારે બીજાને અનુભવ કરાવી શકશો. તો રહેમ આવે છે આત્માઓ ઉપર? ઘણાં લોકો ભિખારી બનીને તમારી પાસે આવશે. એટલા સંપન્ન હશો તો અનેક ભિખારીઓ ને તૃપ્ત કરી શકશો.
અમેરિકા વાળા હાઈ જમ્પ લગાવવા વાળા છે કે ઉડાવવા વાળા છે? એક સેકન્ડ માં આ જૂની દુનિયાથી ઉડીને પોતાનાં સ્વીટ સાયલેન્સ હોમ માં પહોંચી જજો. એવાં ઉડવા વાળા છો ને? ઉડતા પક્ષી અર્થાત્ સદા ડબલ લાઈટ સ્થિતિ માં સ્થિત રહે. એવાં જ ઉડતા પક્ષી ઉડતાં રહો અને અનેકો ને ઉડાવતાં રહો.
જે સુખ-શાંતિ નાં ભિખારી છે એમને સુખ-શાંતિ આપીને સંપન્ન બનાવો તો પીસ-મેકર (શાંતિ-સ્થાપક) થઈ જશો. બધાં દિલ થી તમારો આભાર ગાશે. અમેરિકા માં જે સેવાકેન્દ્ર ખુલ્યું છે એમાં પણ રહસ્ય છે, વિશેષ કાર્ય થવાનું છે. વિનાશ અને સ્થાપના બંને નો સાક્ષાત્કાર સાથે-સાથે થશે. એ તરફ વિનાશકારી અને આ તરફ પીસ-મેકર. સાયન્સ અને સાયલેન્સ, બંને શક્તિઓ નો મુકાબલો જોશો. ચારે બાજુથી અમેરિકા ને પરિવર્તન કરવાનો ઘેરાવ નાખો. મહાવીર ને દેખાડે છે ને કે એ આખો પહાડ નો પહાડ લઈ આવ્યો, તો તમે બધાં અમેરિકા ને પરિવર્તન કરી સાયલેન્સ (શાંતિ) ની શક્તિ નું નામ પ્રસિદ્ધ કરો. સદા યાદ રાખો અમે શાંતિ નાં સાગર નાં બાળકો શાંતિ દાતા છીએ. જે પણ સામે આવે એને પીસ મેકર બની શાંતિ નું દાન આપો.