Search for a command to run...
24 Dec 1979
જહાન (વિશ્વ) ને રોશન કરવા વાળાઓની મહેફિલ
24 December 1979 · ગુજરાતી
આજે બાપદાદા દરેક બાળક ને જોઈને હર્ષિત થઇ રહ્યાં છે કારણ કે બાપદાદા જાણે છે કે દરેક બાળક કેટલી શ્રેષ્ઠ આત્મા છે. દરેક બાળક જહાન (વિશ્વ) નાં નૂર (પ્રકાશ) છે અર્થાત્ નૂરે-જહાન છે. બાપદાદા નાં પણ નયનો નાં તારા છે. બાળકોને નયનો પર બેસાડીને જ ચાલે છે અર્થાત્ નયનો માં સમાયેલાં છે. નયનો ની મહિમા ખુબ ગવાયેલી છે. જો નયન નથી તો માનવ-જીવન માટે વિશ્વ નથી. જેવી રીતે શરીર માં નયનો નું મહત્વ છે એવી રીતે આપ દરેક બાળક જહાન નાં નૂર છો. આપ નૂરે-જહાન વગર પણ જહાન નું કોઈ મૂલ્ય નથી. જહાન નાં નૂર પોતાની આ સ્થિતિ પર સ્થિત હોય છે તો જહાન પણ સુખમય બની જાય છે, શ્રેષ્ઠ બની જાય છે. અને જહાન નાં નૂર પોતાની શ્રેષ્ઠ સ્થિતિ થી નીચે આવી જાય છે તો જહાન પણ અસાર સંસાર બની જાય છે. એટલો તમારા બધાં પર આધાર છે. જેમ કહેવત છે તમે જાગ્યા તો સંસાર જાગ્યો, તમે સૂવો તો સંસાર સૂવે. એવાં સંસાર નાં આધાર મૂર્ત છો. તમારી ચઢતી કળા થી સર્વ ની ચઢતી કળા નો સંબંધ છે. તમારી પડતી કળા થી વિશ્વની પડતી કળા નો સંબંધ છે. આટલી જવાબદારી દરેક નાં ઉપર છે. એવું સમજીને ચાલો છો? એવી સ્મૃતિ રહે છે? બાપદાદા દરેક બાળકની વર્તમાન સ્થિતિ ને જુએ છે. દરેક જહાન નાં નૂર ક્યાં સુધી જગત ને રોશન કરી રહ્યાં છે. આંખો ને જ જીવન ની જ્યોતિ કહેવાય છે. તમે બધાં જગત ની જ્યોતિ છો. જો જગત ની જ્યોતિ સ્વયં જ હલતી રહેશે તો જગત નો શું હાલ થશે. અહીંયા પણ આ હદ ની લાઈટ નથી ચાલતી કે હલે છે તો શું અનુભવ કરો છો? શું એ સમયે સારું લાગે છે? એવી જ રીતે તમે જહાન ની જ્યોતિ હલચલ માં આવો છો તો વિશ્વ ની આત્માઓની શું હાલત થતી હશે?
જહાન નાં તારા કે જહાન નૂર, તમારા બધાં ઉપર સર્વની નજર છે. બધાં રાહ જુએ છે. કઈ વાત ની? ભક્તિમાર્ગ માં એક શંકર માટે કહી દીધું છે કે આંખો ખોલી અને પરિવર્તન થઈ ગયું પરંતુ આ ગાયન આપ શિવવંશી નૂરે-જહાન નું છે. આ જહાન ની આંખો જ્યારે પોતાની સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) સુધી પહોંચશે અર્થાત્ સંપૂર્ણતા ની આંખો ખોલશે તો સેકન્ડ માં પરિવર્તન થઈ જશે. તો જહાન નાં નૂર, બતાવો, સંપૂર્ણતા ની આંખ ક્યારે ખોલશો? આંખ ખોલી તો હમણાં પણ છે, પરંતુ હમણાં વચ્ચે-વચ્ચે માયા ની ધૂળ પડી જાય છે તો આંખો હલતી રહે છે. જેવી રીતે સ્થૂળ આંખો માં પણ ધૂળ પડી જાય છે તો આંખ ની શું હાલત થાય છે. એકાગ્ર રીતે દૃષ્ટિ નહીં આપી શકે. આખું વિશ્વ આપ જહાન ની આંખોની એક સેકન્ડ ની દૃષ્ટિ લેવા માટે રાહ જુએ છે કે ક્યારે અમારાં ઇષ્ટ દેવો કે દેવીઓની અમારી ઉપર દૃષ્ટિ પડશે, જેથી અમે નજર થી નિહાલ થઈ જઈશું. એવાં નજર થી નિહાલ કરવા વાળા જો સ્વયં પોતાની આંખો ચોળતા રહેશે તો નજર થી નિહાલ કેવી રીતે કરશે. નજર થી નિહાલ થવા વાળાઓની લાંબી ક્યૂ (લાઈન) છે. એટલે સદા સંપૂર્ણતા ની આંખ ખુલ્લી રહે. બાપદાદા જહાન નાં નૂર નું વન્ડરફુલ (અદ્દભુત) દૃશ્ય જુએ છે. જહાન નાં નૂર પણ પોતાનાં નયનો ને એકાગ્ર નથી રાખી શકતાં. કોઈ નિહાલ કરતાં-કરતાં હળવે થી ઝોકું પણ ખાઈ લે છે. હવે ઝોકા ખાવા વાળા નજર થી નિહાલ કેવી રીતે કરશે. સંકલ્પો નાં ઘુટકા (હલચલ) જ ઝૂટકા (ઝોકા) છે. તમારાં ભક્તો તમને જોઈ રહ્યાં છે અને દર્શનીય મૂર્ત ઝોકા ખાઈ રહ્યાં છે. તો ભક્તો નાં શું હાલ થશે. એટલે આંખો ને ચોળવાનું અને ઝોકા ખાવાનું બંધ કરવું પડે ત્યારે દર્શનીય મૂર્ત બની શકો છો.
અમૃતવેળાએ જહાન નાં નૂર ને બાપદાદા જુએ છે કે જહાન નાં નૂર હલી રહ્યાં છે કે એકાગ્ર છે. અનેક પ્રકાર ની રુપ-રેખાઓ જુએ છે. એ તો તમે બધાં જાણો છો ને? વર્ણન પણ શું કરે. બીતી-સો-બીતી (વીત્યું એ વીત્યું). હવે થી પોતાનાં મહત્વ ને જાણી, કર્તવ્ય ને જાણી સદા જાગતી જ્યોતિ બનીને રહો. સેકન્ડમાં સ્વ-પરિવર્તન થી વિશ્વ-પરિવર્તન કરી શકો છો. એની પ્રેક્ટિસ (અભ્યાસ) કરો. હમણાં-હમણાં કર્મયોગી, હમણાં-હમણાં કર્માતીત સ્ટેજ (અવસ્થા). જેવી રીતે જૂની દુનિયાનું દૃષ્ટાંત આપે છે. તમારી રચના કાચબો સેકન્ડ માં બધાં અંગ સમેટી લે છે. સમેટવાની શક્તિ રચનામાં પણ છે. તમે માસ્ટર રચતા સમેટવાની શક્તિનાં આધાર થી સેકન્ડમાં સર્વ સંકલ્પો ને સમાવીને એક સંકલ્પ માં સ્થિત થઇ શકો છો?
ચારે બાજુ ની હલચલની પરિસ્થિતિઓ હોય છતાં પણ સેકન્ડ માં હલચલ હોવા છતાં પણ અચળ બની જાઓ. ફુલસ્ટોપ (પૂર્ણ-વિરામ) લગાવતાં આવડે છે? ફુલસ્ટોપ લગાવવામાં કેટલો સમય લાગે છે? ફુલસ્ટોપ લગાવવું એટલું સહજ હોય છે કે બાળક પણ લગાવી શકે છે. ક્વેશ્ચન-માર્ક (પ્રશ્ન-ચિન્હ) નહીં લગાવી શકશે, પરંતુ ફુલસ્ટોપ લગાવી શકશે. તો વર્તમાન સમય હલચલ વધવાનો સમય છે. પરંતુ પ્રકૃતિ ની હલચલ અને પ્રકૃતિ-પતિ નું અચળ થવું. હવે તો પ્રકૃતિ પણ નાનાં-નાનાં પેપર લઈ રહી છે પણ ફાઇનલ (અંતિમ) પેપર માં પાંચેવ તત્વોનું વિકરાળ રુપ હશે. એક તરફ પ્રકૃતિ નું વિકરાળ રુપ, બીજી તરફ પાંચેવ વિકારોનો અંત થવાનાં કારણે અતિ વિકરાળ રુપ હશે. પોતાનો છેલ્લો વાર અજમાવવા વાળા હશે. ત્રીજી તરફ સર્વ આત્માઓનાં ભિન્ન-ભિન્ન રુપ હશે. એક તરફ તમોગુણી આત્માઓનો વાર, બીજી તરફ ભક્ત આત્માઓની ભિન્ન-ભિન્ન પોકાર. ચોથી તરફ શું હશે? જૂનાં સંસ્કાર. અંતિમ સમય એ પણ પોતાનો ચાન્સ (તક) લેશે. એકવાર આવીને પછી સદા માટે વિદાય લેશે. સંસ્કાર નું સ્વરુપ શું હશે? કોઈની પાસે કર્મભોગ નાં રુપ માં આવશે. કોઈની પાસે કર્મ સંબંધ નાં બંધન નાં રુપ માં આવશે. કોઈની પાસે વ્યર્થ સંકલ્પો નાં રુપ માં આવશે. કોઈની પાસે વિશેષ અલબેલાપણું અને આળસ નાં રુપ માં આવશે. આવું ચારે બાજું હલચલ નું વાતાવરણ હશે. રાજ્ય-સત્તા, ધર્મ-સત્તા, વિજ્ઞાન-સત્તા અને અનેક પ્રકારનાં બાહુબળ બધાં પોતાની સત્તાઓની હલચલ માં હશે. એવાં સમયે ફુલસ્ટોપ લગાડતા આવડશે કે ક્વેશ્ચન-માર્ક સામે આવશે? શું થશે? એટલી સમેટવાની શક્તિનો અનુભવ કરો છો. જોવાં છતાં ન જુઓ, સાંભળવાં છતાં ન સાંભળો. પ્રકૃતિની હલચલ જોઈ પ્રકૃતિ-પતિ બની પ્રકૃતિ ને શાંત કરો. પોતાની ફુલ-સ્ટોપ ની સ્ટેજ થી પ્રકૃતિ ની હલચલ ને સ્ટોપ કરો. તમોગુણી થી સતોગુણી સ્ટેજ માં પરિવર્તન કરો. એવો અભ્યાસ છે? એવી રીતે સમયનું આહવાન કરી રહ્યાં છો ને? સમેટવાની શક્તિ પોતાની પાસે જમા કરો. એનાં માટે વિશેષ અભ્યાસ જોઈએ. હમણાં-હમણાં સાકારી, હમણાં-હમણાં આકારી, હમણાં-હમણાં નિરાકારી. આ ત્રણેય અવસ્થા માં સ્થિત રહેવું એટલું સહજ થઈ જાય. જેવી રીતે સાકાર રુપ માં સહજ જ સ્થિત થઈ જાઓ છો એવી રીતે આકારી અને નિરાકારી સ્થિતિ પણ મારી સ્થિતિ છે, તો પોતાની સ્થિતિ માં સ્થિત થવું તો સહજ હોવું જોઈએ. જેવી રીતે સાકાર રુપ માં એક ડ્રેસ ચેન્જ કરી બીજી ડ્રેસ ધારણ કરો છો એવી રીતે આ સ્વરુપ ની સ્થિતિ પરિવર્તન કરી શકો. સાકાર સ્વરુપ ની સ્મૃતિ ને છોડી આકારી ફરિશ્તા સ્વરુપ બની જાઓ. તો ફરિશ્તા-પણા ની ડ્રેસ સેકન્ડ માં ધારણ કરી લો. ડ્રેસ ચેન્જ કરતાં નથી આવડતું? એવો અભ્યાસ લાંબા સમયનો જોઈએ ત્યારે એવાં સમય પર પાસ થઈ જશો. સમજ્યાં, સમય ની ગતિ કેટલી વિકરાળ રુપ લેવા વાળી છે. એવાં સમય માટે એવરરેડી (સદા તૈયાર) છો ને? કે ડેટ (તારીખ) કહેશે ત્યારે તૈયાર થશો. ડેટ ની ખબર પડવાથી સોલ-કોન્શિયસ (આત્મ-અભિમાની) નાં બદલે ડેટ-કોન્શિયસ થઈ જશો. પછી ફુલ પાસ નહીં થઈ શકો. એટલે ડેટ કહેવામાં નહીં આવે પણ ડેટ સ્વયં જ તમને બધાંને ટચ (સ્પર્શ) થશે. એવો અનુભવ કરશો જેવી રીતે આંખો ની સામે કોઇ દૃશ્ય જુઓ છો તો કેટલું સ્પષ્ટ દેખાય છે. એવી રીતે ઈન-એડવાન્સ (પહેલાથી) ભવિષ્ય સ્પષ્ટ સ્વરુપ માં અનુભવ કરશો. પરંતુ એનાં માટે જહાન નાં નૂરો ની આંખો સદા ખુલ્લી રહે. જો માયા ની ધૂળ હશે તો સ્પષ્ટ જોઈ નહીં શકો. સમજ્યાં, શું અભ્યાસ કરવાનો છે? ડ્રેસ બદલી કરવાનો અભ્યાસ કરો.
આજે મધુબન માં ત્રણ નદીઓ નો સંગમ છે. દિલ્હી, યુ.પી. અને ફોરેન (વિદેશ). ત્રિવેણી નો સંગમ છે. આજે સાગર ગંગા માં નહાવા આવ્યાં છે. બાપ તો ગંગાઓ ને જ આગળ કરશે. ત્રણેય નદીઓ પોત-પોતાની રફતાર (ગતિ) થી પાવન બનાવવાની સેવા માં લાગી છે. દરેકની મહિમા એકબીજા થી મહાન છે કારણ કે ફોરેન થી અવાજ નીકળવાનો છે. દિલ્લી માં રાજધાની બનવાની છે અને યુ.પી.માં યાદગાર બનવાનાં છે. તો ત્રણેય નું મહત્વ પોત-પોતાનું શ્રેષ્ઠ થયું ને. ફોરેન નો અવાજ હજી શરું થવાનો છે અને દિલ્લી ની જૂની ગાદી હવે હલવાની છે. અને યુ.પી.નાં ભક્ત બધાં પોતાનાં ઈષ્ટ-દેવો ને શોધી ભક્તિ નું ફળ લેવા માટે તડપી રહ્યાં છે. ભક્ત પણ તૈયાર થઈ રહ્યાં છે પોતાનાં ઇષ્ટ-દેવો ને મળવા માટે. હવે, માસ્ટર ભગવાન તૈયાર થઈ જાઓ તો દર્શન નો પડદો ખૂલે. દર્શન નો પડદો છે - સમય. હવે ત્રણેય પોતાનાં કાર્ય ની વૃદ્ધિ માં તીવ્રતા લાવો. તે અવાજ જલ્દી પહોંચાડે, તે રાજધાની જલ્દી તૈયાર કરે અને તે ભક્તોની તરસ જલ્દી પૂર્ણ કરે ત્યારે જય-જયકાર થઇ જશે. સમજ્યાં, ત્રણેય નદીઓએ શું કરવાનું છે. ફોરેને ફૌરન (તરત) કરવાનું છે. ફોરેન વાળાઓએ પુરુષાર્થ સારો કર્યો છે. દાગીના તો તૈયાર કરી લીધાં છે. હવે શું કરવાનું છે? હવે દાગીનાઓ ની વચ્ચે હીરા લગાવવાનાં છે. હીરો તથા હિરોઈન પાર્ટ ભજવવા વાળા. સારું, યુ.પી. શું કરશે? જેવી રીતે યુ.પી.માં ગલી-ગલી માં મંદિર છે એવી રીતે યુ.પી.માં ગલી-ગલી માં સેવાકેન્દ્ર હોય ત્યારે ભક્તિ અને જ્ઞાન નો મુકાબલો થશે. ભક્તિ, જ્ઞાન ની આગળ નમસ્કાર કરશે. દિલ્લી શું કરશે? જમુના નાં કિનારા પર હવે રાજ્યોગ મહેલ બનશે ત્યારે જમુના નાં કિનારા પર પછી મહેલ બનશે. હમણાં રાજ્યોગ પ્લેસ (સ્થાન) બનાવો પછી પેલેસ (મહેલ) બનશે. ફાઉન્ડેશન (પાયો) તો હમણાં નાખવાનું છે ને. હમણાં રાજયોગ ભવન બનશે. યુ.પી.એ ધર્મયુદ્ધ નો ખેલ દેખાડવો જોઈએ. સંભળાવ્યું ને, હમણાં તો ફક્ત ધર્મનેતાઓ જેઓ ઉંચી આંખો કરીને સામનો કરતાં હતાં, હવે આંખો નીચે કરી છે. પણ હવે માથું ઝુકાવવાનું છે. હવે તમારાં લોકોની સ્ટેજ પર આવે છે. પણ પોતાની સ્ટેજ પર તમને ચીફ ગૅસ્ટ (મુખ્ય અતિથિ) કરીને બોલાવે ત્યારે કહેવાશે કે માથું ઝૂકાવ્યું છે.
બાપદાદા નાં સર્વ સંકલ્પો ને પૂર્ણ કરવા વાળા, શ્રેષ્ઠ શુભ આશાઓ નાં દીપક, સદા ફુલસ્ટોપ લગાવવા વાળા, સદા એવરરેડી લાંબા સમય નાં અભ્યાસી, સ્વ-પરિવર્તન થી વિશ્વ પરિવર્તન કરવા વાળા, ત્રિવેણી નદીઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે:-
૧. જ્ઞાની તૂ આત્માઓનું વિશેષ કર્તવ્ય છે - ભક્તિ-સ્થાન ને જ્ઞાન-સ્થાન બનાવવું:- બધી આત્માઓને આ અનુભવ કરાવી રહ્યાં છો કે સિવાય બાપનું નોલેજ (જ્ઞાન) બીજું જે પણ નોલેજ છે તે રસ વિનાનું છે અર્થાત્ કોઈ રસ નથી! એ અનુભવ કરે કે અમે શું કરી રહ્યાં છીએ અને આ શું પામી રહ્યાં છે. અમે ભટકવા વાળા છીએ અને તે પામવા વાળા છે. જ્યારે આવો અનુભવ કરે ત્યારે જય-જયકાર થાય. જેટલું તમે સેવા અર્થ નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓ સર્વ અનુભવો નાં રસ માં રહેશો તેટલું તેઓ પોતાને નીરસ અનુભવ કરશે. તો શું સમજો છો? હમણાં એમને એવો સંકલ્પ આવે છે કે આ લોકો માખણ ખાવા વાળા છે અને અમે બધાં છાશ પીવા વાળા છીએ?
જેવી રીતે સંભળાવ્યું કે ગલી-ગલી માં મંદિર નાં બદલે રાજ્યોગ કેન્દ્ર હોય, અનુભવ કેન્દ્ર હોય. ભક્તિ-સ્થાન ને જ્ઞાન-સ્થાન બનાવવું આ જ જ્ઞાની-તૂ-આત્માઓનું વિશેષ કર્તવ્ય છે. ક્યારે બનશે જ્ઞાન-સ્થાન, જ્યારે ભક્તિ થી વૈરાગ્ય આવી જાય ત્યારે જ્ઞાન નું બીજ પડે. પોતાની મન્સા સેવા થી પણ એવું વાતાવરણ બનાવો જેથી અનુભવ કરે કે ભક્તિ થી કાંઈ મળ્યું નથી. એવાં ઉપરામ થઈ જાઓ ત્યારે પછી જ્ઞાન નું બીજ સહજ પડશે. એનાં માટે કયું સાધન અપનાવવું પડશે? એનાં માટે જે નામીગ્રામી છે અને એમનામાં પણ જે સ્નેહ વાળી આત્માઓ છે, એક છે સ્વાર્થ વાળી અને એક છે સ્નેહ વાળી. સ્નેહ વાળી આત્માઓને સમીપ લાવતા રહો. વારંવાર સ્નેહ-મિલન નાં સંપર્ક થી એમને નજીક લાવશો તો એમનાં દ્વારા અનેકો નું કલ્યાણ થશે. પહેલાં તમારે થોડી મહેનત કરવી પડશે પછી તેઓ સ્વયં જ પોતાનું સંગઠન વધારતા જશે. જેવી રીતે ફોરેન થી આવાજ નીકળશે પ્રત્યક્ષતા નો, એવી રીતે ધર્મ-સ્થાનો થી આ અવાજ નીકળશે કે ભક્તિ હોવા છતાં પણ કંઈક હજી જોઈએ છે. ભક્તિ થી જે ઈચ્છા હતી, તે પૂર્ણ નથી થઇ રહી - કેમ? આ ક્વેશ્ચન (પ્રશ્ન) ઉઠે તો આ ક્વેશ્ચન જ પ્રત્યક્ષતા કરશે. જેવી રીતે હમણાં ધર્મ-નેતાઓમાં આ હલચલ છે કે છેવટે ધર્મ માં ફૂટ કેમ થતી જાય છે, ટુકડા-ટુકડા કેમ થતાં જઈ રહ્યાં છે? મન માં આ મૂંઝવણ તો ઉત્પન્ન થઇ છે પરંતુ આ મૂંઝવણ નું ઠેકાણું ખબર પડે - આ થયું નથી. એ સમજે છે કે અમારે જે કરવું જોઈએ એ નથી થઈ રહ્યું. પરંતુ આ થવું જોઈએ, એવું નથી ઉઠતું. ભક્તિ નું ફળ કેમ નથી મળી રહ્યું? ભક્તિ માં જે થવું જોઈએ તે કેમ નથી થઈ રહ્યું? જ્યારે આવાં પ્રશ્નો ઉઠશે ત્યારે નજીક આવશે, શોધશે.
ભક્તો ની ઉપર દયા આવે છે? ભક્ત તો ભોળા છે ને. ભોળાઓ ઉપર દયા જરુર આવે છે. હવે સંગઠિત રુપ માં દૃઢ સંકલ્પ રાખો કે ભક્તો ને, ભોળાઓ ને ઠેકાણું જરુર દેખાડવાનું છે. ત્યારે નંબરવન બની શકશો.
(વિદેશી બાળકો ને ક્રિસમસ (નાતાલ) ની મુબારક) :- બધાં કિસમિસ જેવાં મીઠા-મીઠા બાળકોને નવાં વર્ષ ની નવી ઉમંગો અને નવી ખુશી ની તરંગો થી ભરપૂર ખુશી ની મુબારક. આખું વર્ષ આવો સદા સાથ નો અનુભવ કરશો. આ ક્રિસમસ નો દિવસ સદા માટે બાપ ની સાથે કમ્બાઈન્ડ (સંયુક્ત) રહેવાનું વરદાન લઈને આવ્યો છે. કમ્બાઇન્ડ ભવ. જેવી રીતે આજનાં દિવસે બે-બે મળીને ડાન્સ કરો છો ને, એવી રીતે આખું વર્ષ બાપ અને આપ (તમે) ખુશી માં નાચતાં રહેશો. સર્વ શક્તિઓનું પેકેટ બાપદાદા સોગાત (ભેટ) માં આપી રહ્યાં છે. માસ્ટર સર્વશક્તિમાન બની સદા માયાજીત રહેવાની મોટામાં-મોટી સોગાત છે. અચ્છા.