Search for a command to run...
2 Jan 1980
આવવા વાળી દુનિયા કેવી હશે”?
2 January 1980 · ગુજરાતી
આજે બાપદાદા કઈ સભાને જોઈ રહ્યાં છે? આ છે સાહેબઝાદા અને સાહેબઝાદીઓ જે ભવિષ્ય માં શહેઝાદા-શહઝાદીઓની સભા. સાચાં સાહેબ નાં બાળકો બધાં સાહેબઝાદા અને સાહેબઝાદીઓ છે. આ નશો સદૈવ રહે છે? શહેઝાદે અને શહઝાદીઓનાં જીવન થી આ જીવન પદમગુણા શ્રેષ્ઠ છે. એવી શ્રેષ્ઠ આત્માઓ પોતાની શ્રેષ્ઠતા ને જાણવાં છતાં નિરંતર એ જ ખુમારી માં રહો છો? આજે વતન માં બાપ અને દાદા બંનેની રુહ-રુહાન ચાલી રહી હતી કે સાહેબઝાદે અને સાહેબઝાદીઓ નું મહત્વ કેટલું મોટું છે. ભવિષ્ય જીવન નાં સર્વ સંસ્કાર આજીવન થી જ પ્રારંભ થાય છે. ભવિષ્ય માં રાજ્યવંશ હોવાનાં કારણે, રાજ્ય અધિકારી હોવાનાં કારણે સદા સર્વ-સંપત્તિ થી સંપન્ન, દરેક વસ્તુ માં માલામાલ, સદા રાજાઈ ની રોયલ્ટી માં દરેક જન્મ વિતાવશો. સર્વ પ્રાપ્તિઓ દરેકનાં જીવનમાં ચારે તરફ સેવા પ્રતિ ચક્કર લગાવતી રહેશે. તમને લોકો ને પ્રાપ્તિની ઇચ્છા નહીં હશે પરંતુ સર્વ પ્રાપ્તિઓ ઇચ્છુંક હશે કે મારા માલિક મને કાર્ય માં લગાવે. ચારેય તરફ વૈભવો ની ખાણો ભરપૂર હશે. દરેક વૈભવ પોત-પોતાનું સુખ આપવા માટે એવર રેડી (સદા તૈયાર) હશે. સદા ખુશીની શરણાઈઓ ઓટોમેટિકલી (આપોઆપ) વાગતી રહેશે. વગાડવાની જરુરત નહીં પડશે. તમારી રચના વનસ્પતિ પોતાનાં વિશ્વ-પતિ ની આગળ પાંદડા નાં હલવાથી વેરાયટી (વિવિધ) પ્રકાર નાં સાઝ (સૂર) વગાડશે. વૃક્ષ નાં પાંદડાં નું ઝૂલવું, હલવું ભિન્ન-ભિન્ન પ્રકાર નાં કુદરતી સાઝ હશે. જેમ આજકાલ અનેક પ્રકાર નાં સાઝ આર્ટિફિશિયલ (કૃત્રિમ) બનાવે છે એમ પક્ષીઓની બોલી વિવિધ સાઝ હશે. ચેતન રમકડાં નાં સમાન અનેક પ્રકાર નાં ખેલ તમને દેખાડશે. જેમ આજકાલ અહીં મનુષ્ય ભિન્ન-ભિન્ન પ્રકાર ની ભાષાઓ શીખે છે મનોરંજન નાં માટે, તેમ ત્યાં પક્ષીઓ ભિન્ન-ભિન્ન સુંદર અવાજ થી તમારા ઈશારા પર મનોરંજન કરશે. એ જ પ્રકાર થી આ ફળ અને ફૂલ પણ હશે. ફળ એવાં વિવિધ રસદાર હશે જેમ અહીં અલગ-અલગ મીઠું, ગળ્યું અથવા મસાલા વગેરે નાખીને રસના કરો છો, તેમ ત્યાં નેચરલ (કુદરતી) ફળ ભિન્ન-ભિન્ન રસના નાં હશે. આ સાકર ની મિલ વગેરે નહીં હશે પરંતુ મીઠાફળ હશે. જેવો ટેસ્ટ જોઈએ તેવો નેચરલ ફળ થી બનાવી શકો છો. આ પાનવાળા શાકભાજી નહીં હશે પરંતુ ફળો અને ફૂલો ની શાકભાજી હશે. ફૂલો અને ફળો ની શાકભાજી બનાવાશે. દૂધ ની તો નદીઓ હશે. અચ્છા હવે પીશો શું? નેચરલ રસ નાં ફળો અલગ હશે, ખાવાનાં અલગ, પીવાનાં અલગ હશે. મહેનત કરીને રસ કાઢવો નહીં પડશે. દરેક ફળ એટલાં ભરપૂર હશે કે જેમ હમણાં નારિયેળ નું પાણી પીઓ છો ને. એમ ફળ ઉઠાવ્યું, થોડું દબાવ્યું અને રસ પી લીધો. નાહવાનાં માટે પાણી હશે, એ પણ જેમ આજકાલ નાં ગંગાજળ જેનું પહાડોની જડીબુટ્ટી ને કારણે વિશેષ મહત્ત્વ છે, કીડા નથી પડતાં, એટલે પાવન ગવાય છે. એમ ત્યાં પહાડો પર એવાં સુગંધ ની જડીબુટ્ટી નાં સમાન બુટ્ટીઓ હશે તો ત્યાંથી જળ આવવાનાં કારણે કુદરતી સુગંધ વાળું હશે. અત્તર નાખશે નહીં પરંતુ કુદરતી પહાડો થી પસાર કરતાં એવી સુગંધ ની જડીબુટ્ટી હશે જે સુંદર સુગંધ વાળું જળ હશે.
ત્યાં અમૃતવેલા ટેપ (ગીત) નહીં ઉઠાડે. નેચરલ પક્ષીઓના અવાજ નો સાઝ હશે, જેનાથી તમે લોકો ઉઠશો. ઉઠવાનો સમય સવાર નો જ હશે. પરંતુ ત્યાં થાકેલાં નહીં હશો. કારણ કે જ્યારે ચૈતન્ય દેવતાઓ જાગે છે તો ભક્તિ માં પણ ભક્ત સવારે ઉઠી ને જગાડે છે. ભક્તિનું મહત્વ પણ અમૃતવેલા નું છે. જાગશે સવારે જ, પરંતુ સદા જેમ જાગતી જ્યોત છે. કોઈ હાર્ડ (સખત) કામ નથી, ન તો હાર્ડ કામ છે ન બુદ્ધિનું કામ છે, ન કોઈ બોજ છે. એટલે જાગવું અને સૂવું સમાન છે. જેમ હમણાં વિચારો છો ને કે સવારે ઉઠવું પડશે, ત્યાં આ સંકલ્પ જ નથી. અચ્છા - ભણશો શું? કે ભણવાથી છૂટકારો ઈચ્છો છો? ત્યાનું ભણતર પણ એક રમત છે. રમત-ગમત માં ભણશો. પોતાની રાજધાની નું નોલેજ (જ્ઞાન) તો રાખશો ને. તો રાજધાની નાં નોલેજ નું ભણતર છે. પરંતુ મુખ્ય વિષય ત્યાંનો ડ્રોઈંગ (ચિત્રકલા) છે. નાના, મોટા બધાં કલાકાર હશે, ચિત્રકાર હશે. સાઝ, ચિત્રકાર અને રમત. સાઝ અર્થાત ગાયન વિદ્યા નું સંગીત ગાશે, રમશે, આમાં જ ભણતર ભણશે. ત્યાં નો ઇતિહાસ પણ સંગીત અને કવિતાઓમાં હશે, આવી સીધી-સીધી બોર કરવા વાળી (કંટાળાજનક) નહીં હશે. રાસ પણ એક રમત છે ને. નાટક પણ કરશે, બાકી સિનેમા નહીં હશે. નાટક હશે. નાટક હાસ્ય નાં, મનોરંજન નાં હશે. નાટક શાળાઓ ખુબ હશે. ત્યાંના મહેલો ની અંદર પણ વિમાનો ની લાઈન લાગેલી હશે અને વિમાન પણ ચલાવવામાં ખૂબ જ સહજ હશે. ઓટોમિક શક્તિ નાં આધાર પર બધું કામ ચાલશે. આ આપ લોકોનાં કારણે જ છેલ્લું ઇન્વેન્શન (સંશોધન) નીકળ્યું છે.
કરન્સી (ચલણ) માં અશર્ફિઓ હશે. પણ આજકાલ જેવી નહીં હશે. રુપ-રેખા પરિવર્તિત હશે. ડિઝાઇન હજું સારી-સારી હશે. નિમિત્ત માત્ર લેણ-દેણ હશે. જેમ અહીંયા મધુબન માં પરિવાર હોવા છતાં પણ ચાર્જ વાળા અલગ-અલગ બનાવ્યાં છે ને. અલગ-અલગ વિભાગો બનાવેલાં છે. પરિવાર હોવા છતાં પણ ચાર્જ વાળા થી લો છો ને. એક આપે છે અને બીજા લે છે. એમ ત્યાં પણ ફેમિલી સિસ્ટમ હશે. દુકાનદાર અને ગ્રાહક નાં ભાવ નહીં હશે. માલિકપણા નો જ ભાવ હશે. ફક્ત આપસ માં આપ-લે કરશે. કાંઈક આપશે, કાંઈક લેશે, કમી તો કોઈ ને પણ નહીં હશે. પ્રજા ને પણ કમી નહીં હશે. પ્રજા પણ પોતાનાં શરીર નિર્વાહ થી પદમગુણા ભરપૂર હશે. એટલે હું ગ્રાહક છું, આ માલિક છે - આ ભાવ નહીં રહેશે. સ્નેહ ની લેણ-દેણ હશે. હિસાબ-કિતાબ ની ખેંચતાણ નહીં હશે. રજીસ્ટર નહીં હશે.
રતન જડિત સાઝ હશે. નેચરલ સાઝ હશે. મહેનત વાળા નહીં હશે. આંગળી મૂકી અને વાગ્યું. ડ્રેસ તો બહુ જ સુંદર પહેરશો. જેવું કાર્ય હશે તેવો ડ્રેસ હશે. જેવું સ્થાન એવો ડ્રેસ. ભિન્ન-ભિન્ન ડ્રેસ પહેરશો. શૃંગાર પણ ઘણાં પ્રકાર નાં હશે. ભિન્ન-ભિન્ન પ્રકાર નાં તાજ હશે, ઘરેણાં હશે. પરંતુ વજન વાળા નહીં હશે. રુ થી પણ હલ્કા હશે. રીયલ સોનું હશે અને એમાં હીરા એવાં હશે જે ભિન્ન-ભિન્ન રંગ ની લાઇટ દરેક હીરા થી નજર આવશે. એક હીરા થી ૭ રંગ દેખાશે. અહીંયા ભિન્ન-ભિન્ન રંગની લાઈટ લગાવો છો ને. ત્યાં હીરા જ ભિન્ન-ભિન્ન રંગ ની લાઈટ ની માફક ચમકશે. દરેક નાં મહેલ રંગ-બેરંગી લાઇટો થી સજાવેલાં હશે. જેમ અહીંયા અનેક દર્પણ રાખીને એક વસ્તુ અનેક રુપ માં દેખાડો છો એમ ત્યાં પણ ઘરેણાં એવાં હશે જે ઉપર નું દૃશ્ય એકની જગ્યાએ અનેક રુપમાં દેખાશે. સોનાનો પ્રકાશ અને હીરા નો પ્રકાશ અર્થાત્ ચમક બંને નાં મેળ થી મહેલ ઝગમગાતો નજર આવશે. સૂર્ય નાં કિરણો થી હીરા અને સોનું એવાં ચમકશે જેમ હજારો લાઈટ ઝગમગી રહી છે. આટલાં તારો (વાયર્સ) વગેરે ની જરુરત નહીં પડશે. બહુજ સુંદર પ્રકાર નાં આજકાલ રાજાઇ પરિવાર માં રોશનીઓની ઝગમગ જુઓ છો, ભિન્ન-ભિન્ન પ્રકાર નાં લેમ્પસ ની ડિઝાઇનો જુઓ છો. ત્યાં રીયલ હીરા હોવાનાં કારણે એક દિપક અનેક દીપકો નું કાર્ય કરશે. વધારે મહેનત નહીં કરવી પડશે. બધું નેચરલ હશે.
ભાષા તો બહુજ શુદ્ધ હિન્દી જ હશે. દરેક શબ્દ વસ્તુ ને સિદ્ધ કરશે - એવી ભાષા હશે. (વિદેશીઓ ને) તમારું ઇંગ્લેન્ડ અને અમેરિકા ક્યાં જશે? ત્યાં મહેલ નહીં બનાવતાં. મહેલ તો ભારત માં બનાવજો. ત્યાં ફક્ત ફરવા માટે જજો. તે પિકનિક નાં સ્થાન, ફરવાનાં સ્થાન હશે. તે પણ થોડા-ઘણાં હશે, બધાં નહીં. વિમાન શરું કર્યું અને અવાજ થી પણ પહેલાં પહોંચી જશે. એટલી તીવ્ર ગતિ વિમાન ની હશે. જેમ ફોન માં વાત કરો છો ને, એટલાં જલ્દી વિમાન થી પહોંચી જશો. એટલે ફોન કરવાની જરુરત નહીં પડશે. વિમાન પણ પરિવાર નાં પણ હશે અને એક-એક નાં પણ હશે. જે સમયે જે જોઈએ તે યુઝ (વપરાશ) કરો. હવે બેસી ગયાં વિમાન માં! હવે સતયુગી વિમાન છોડીને બુદ્ધિનાં વિમાન માં આવી જાઓ. બુદ્ધિનું વિમાન પણ એટલી સ્પીડ વાળું છે? સંકલ્પ ની સ્પીડ નું છે? સંકલ્પ કર્યો અને ચાંદ અને તારા થી પણ પાર પોતાનાં ઘરે પહોંચી ગયાં. એવું બુદ્ધિ નું વિમાન સદા એવરેડી છે? સદા વિઘ્નો થી પરે છે? જેથી કોઈ પણ પ્રકાર નો એકસીડન્ટ (અકસ્માત) ન થાય. જવાં ઈચ્છે પરમધામ માં અને ધરતી ને જ છોડી ન શકે કે બીજા કોઇ પહાડ થી ટકરાઈ ને પડી જાય. વ્યર્થ સંકલ્પ પણ એક પહાડ સાથે ટકરાવવું છે. તો એકસીડન્ટ થી પણ પાર બુદ્ધિનું વિમાન છે? પહેલાં આ વિમાન માં ચઢશો ત્યારે તે વિમાન મળશે. એવાં એવરરેડી છો? જેમ સ્વર્ગ ની વાતો માં હાં-હાં કરતાં રહો છો તેમ આ વાતોમાં હાં-હાં નથી કરતાં.
આજે વતન માં સ્વર્ગ નો નક્શો નીકાળ્યો હતો, એટલે તમને લોકો ને પણ સંભળાવ્યું. બ્રહ્મા બાપ તૈયારી કરી રહ્યાં છે ને સ્વર્ગ માં જવાની, તો સ્વર્ગ નો નક્શો કાઢી રહ્યાં છે. તમે બધાં તૈયાર છો ને? તૈયારી કઇ છે તે તો ખબર છે ને? કોણ બાપ ની સાથે સ્વર્ગ નાં ગેટ થી પસાર થશે. એનો પાસ લઈ લીધો છે? ગેટ-પાસ તો લઈ લીધો છે પણ બાપ ની સાથે ગેટ પાસ (પસાર) કરવામાં પાસ હોવ. એક વી.આઇ.પી. ગેટ પાસ હોય છે અને એક રાષ્ટ્રપતિ નો પણ પાસ હોય છે. આ વિશ્વ પતિ નો ગેટ પાસ છે. કયો ગેટ પાસ લીધો છે? પોતાનાં પાસ ને ચેક કરો.
એવાં વર્તમાન સાહેબઝાદા સો શહેઝાદા, પ્રકૃતિ નાં માલિક સો વિશ્વનાં માલિક, માયાજીત સો જગતજીત, એક સંકલ્પ ની વિધિ દ્વારા સિદ્ધિ ને પ્રાપ્ત કરવા વાળી, એવી સર્વ સિદ્ધિ સ્વરુપ, સદા પાસે રહેવા વાળી અને પાસ થઈ સાથે પાસ કરવા વાળી, એવી શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત (દિલ્લી ઝોન)
૧. પોતાની રાજધાની ને સજાવવા માટે યાદ અને સેવા નું બેલેન્સ રાખો:- બધાએ પોતાની રાજધાની નાં સમાચાર તો સાંભળ્યાં. હવે રાજધાની ને તૈયાર કરવા માટે દિલ્લી નિવાસીઓની વિશેષ જવાબદારી છે. એમ જવાબદાર સમજીને ચાલો છો? એવું તો નથી ને સેવા બીજાઓએ કરવાની છે અને મેવા તમારે ખાવાં છે. સેવા કરીને મેવા ખાવાનાં છે. એમ પણ જુઓ જે કામ કરીને, પોતાની મહેનત થી, પ્રેમ થી, ચીજ તૈયાર કરે છે તો એમને વિશેષ ખુશી થાય છે. તો આપ સૌ વિશેષ કઈ જવાબદારી લઈને રાજધાની તૈયાર કરી રહ્યાં છો? રાજધાની ને સજાવવા વાળા સેવા અને યાદ નાં બેલેન્સ માં રહો. દરેક સંકલ્પ માં પણ સેવા હોય. જ્યારે દરેક સંકલ્પ માં સેવા હશે તો વ્યર્થ થી છૂટી જશો. તો ચેક કરવું જોઈએ જે સંકલ્પ ઉઠે, જે સેકન્ડ વીતી એમાં સેવા અને યાદનું બેલેન્સ (સંતુલન) રહ્યું? તો રિઝલ્ટ શું હશે? દરેક કદમ માં ચઢતી કળા. દરેક કદમ માં પદમ જમા થતાં રહેશે ત્યારે તો રાજ્ય-અધિકારી બનશો. તો સેવા અને યાદ નો ચાર્ટ રાખો. સેવા એક જીવન નું અંગ બની જાય. જેમ શરીર માં બધાં અંગ જરુરી છે તેમ બ્રાહ્મણ જીવન નું વિશેષ અંગ સેવા છે. અધિક સેવાનો ચાન્સ મળવો એ પણ ભાગ્ય ની નિશાની છે. સ્થાન મળવું, સંગ મળવો, ચાંસ મળવો આ પણ ભાગ્ય ની નિશાની છે. તમને બધાને સેવાનો ગોલ્ડન ચાન્સ છે. જંપ (છલાંગ) લગાવવાનો સહયોગ મળ્યો છે. તો સેવાનું પ્રમાણ આપવું જોઈએ ને. મન્સા, વાચા, કર્મણા, સંબંધ અને સંપર્ક થી રોજ સેવા નાં માર્કસ જરુર જમા કરવા જોઈએ.
દરેક સેવાસ્થાન પર દરેક વેરાઈટી નાં યાદગાર ગુલદસ્તા જરુર હોવાં જોઈએ. બધાં પ્રકાર નાં વી.આઈ.પી. નાં સેમ્પલ હોવાં જોઈએ. વી.આઈ.પી. ની સેવા વિશેષ સ્થાન પર કરવી જોઈએ.
૨. એકરસ સ્થિતિ બનાવવાનું સહજ સાધન - એક બાપ થી સર્વ સંબંધો નો અનુભવ કરો:- સદા એક બાપ ની યાદ માં રહેવા વાળા, એક બાપની સાથે સર્વ સંબંધ નિભાવવા વાળા, એકરસ સ્થિતિ માં રહો છો? એક બાપ દ્વારા સર્વ રસ અર્થાત્ સર્વ પ્રાપ્તિ નો અનુભવ કરવા વાળા, એને કહેવાય છે - એકરસ સ્થિતિ માં રહેવા વાળા - એવાં રહો છો? બીજું કોઈ પણ દેખાય નહિં. છે કાંઈ જે દેખાય? સિવાય બાપ નાં બીજી કોઈ જોવાની વસ્તુ છે, જે જુઓ? બાપ નાં સિવાય કોઈ સંભળાવવા વાળા છે, જેનાથી સાંભળો? અનેકોને જોઈ પણ લીધાં, સાંભળી પણ લીધાં અને એનું પરિણામ પણ જોઈ લીધું. હવે એક ની યાદ માં જ એકરસ. અનેકોને છોડી એક ની યાદ, એક ને જ જુઓ, એક ને જ સાંભળો, એક થી જ બેસો…. અનેકો થી નિભાવવું મુશ્કેલ હોય છે, એક થી સહજ હોય છે. અનેક જન્મ અનેકો થી નિભાવ્યાં. બાપ થી અલગ, શિક્ષક થી અલગ, ગુરુ થી અલગ... હવે સહજ રીત બાપે બતાવી છે એક થી નિભાવો. જ્યાં જુઓ ત્યાં એક જ જુઓ. આને જ ભાવના નાં કારણે ભક્તિ માં સર્વવ્યાપી કહી દીધું છે. તેઓ કહી દે છે તું જ તું…. તમે સદા બાપ નાં સાથ નો અનુભવ કરો છો. જ્યાં જાઓ ત્યાં બાપ જ બાપ અનુભવ થાય.
૩. મારા પણું સમાપ્ત કરવાથી ડબલ લાઈટ ની સ્થિતિ:- બધાએ બાપ થી પૂરે-પૂરો અધિકાર લઈ લીધો છે? પૂરો અધિકાર લેવા માટે જૂની બધી વસ્તુ આપવી પડે. તો બંને સૌદા કર્યા છે ને? અથવા તારું એ મારું પરંતુ મારા ને હાથ નહીં લગાડો - એવું તો નથી! જ્યારે એક શબ્દ બદલાઇ જાય છે અર્થાત્ મારું, તારા માં બદલાય જાય છે તો ડબલ લાઈટ થઈ જવાય છે. જરા પણ મારાપણું આવ્યું તો ઉપર થી નીચે આવી જાઓ છો. તારું તને અર્પણ તો સદા ડબલ લાઈટ (હલકાં) અને સદા ઉપર ઉડતાં રહેશો અર્થાત્ ઊંચી સ્થિતિ માં રહેશો.