Search for a command to run...
4 Jan 1980
વર્તમાન રાજ્ય-અધિકારી જ ભવિષ્ય રાજ્ય-અધિકારી
4 January 1980 · ગુજરાતી
(વિદેશી ભાઈ-બહેનો ની સાથે અવ્યક્ત બાપ-દાદાની મુલાકાત)
સર્વ પોતાને ડબલ રાજ્ય અધિકારી સમજો છો? વર્તમાન માં પણ રાજ્ય અધિકારી અને ભવિષ્ય માં પણ રાજ્ય-અધિકારી. વર્તમાન, ભવિષ્ય નું દર્પણ છે. વર્તમાન ની સ્ટેજ અર્થાત્ દર્પણ દ્વારા પોતાનું ભવિષ્ય સ્પષ્ટ જોઈ શકો છો. વર્તમાન કે ભવિષ્ય નાં રાજ્ય-અધિકારી બનવા માટે સદા આ ચેક કરો કે મારા માં રુલિંગ પાવર ક્યાં સુધી છે, પહેલાં સૂક્ષ્મ શક્તિઓ, જે વિશેષ કાર્યકર્તા છે, એનાં ઉપર ક્યાં સુધી સ્વયં નો અધિકાર છે. સંકલ્પ શક્તિ ની ઉપર, બુદ્ધિ ની ઉપર અને સંસ્કારો ની ઉપર. આ વિશેષ ત્રણ શક્તિઓ રાજ્ય-અધિકારી બનાવવામાં સદા સહયોગી અર્થાત્ રાજ્ય નો કારોબાર ચલાવવા વાળી મુખ્ય સહયોગી કાર્યકર્તા છે. જો આ ત્રણ કાર્યકર્તા આપ આત્મા અર્થાત્ રાજ્ય-અધિકારી રાજા નાં ઈશારા પર ચાલે છે તો સદા તે રાજ્ય યથાર્થ રીતે ચાલે છે. જેમ બાપ ને પણ ત્રણ મૂર્તિઓ દ્વારા કાર્ય કરાવવું પડતું હોય છે. એટલે ‘ત્રિમૂર્તિ’ નું વિશેષ ગાયન અને પૂજન છે. ત્રિમૂર્તિ શિવ કહો છો. એક બાપ નાં ત્રણ વિશેષ કાર્યકર્તા છે જેનાં દ્વારા વિશ્વનું કાર્ય કરાવે છે. એમ આપ આત્મા રચયિતા છો અને આ ત્રણ વિશેષ શક્તિઓ અર્થાત્ ત્રિમૂર્તિ શક્તિઓ તમારી વિશેષ કાર્યકર્તા છે. તમે પણ આ ત્રણ રચના નાં રચયિતા છો. તો ચેક કરો કે ત્રિમૂર્તિ રચના તમારા કંટ્રોલ (નિયંત્રણ) માં છે?
મન છે ઉત્પત્તિ કરવા વાળું અર્થાત્ સંકલ્પ રચવા વાળું. બુદ્ધિ છે નિર્ણય કરવો અર્થાત્ પાલના નાં સમાન કાર્ય કરવું. સંસ્કાર છે સારું કે ખરાબ પરિવર્તન કરાવવા વાળા. જેમ બ્રહ્મા આદિ દેવ છે તેમ પહેલાં આદિ શક્તિ છે - ‘મન’ અર્થાત્ ‘સંકલ્પશક્તિ’. આદિ શક્તિ યથાર્થ છે તો બીજા પણ કાર્યકર્તા એમનાં સાથી યથાર્થ કાર્ય કરવા વાળા છે. પહેલાં આ ચેક કરો કે મુજ રાજા નો પહેલો આદિ કાર્યકર્તા સદા સમીપ નાં સાથી નાં સમાન ઈશારા પર ચાલે છે. કારણ કે માયા દુશ્મન પણ પહેલાં આ આદિ શક્તિ ને બાગી અર્થાત્ ટ્રેટર બનાવે છે. અને રાજ્ય-અધિકાર લેવાની કોશિષ કરે છે. એટલે આદિ શક્તિ ને સદા પોતાનાં અધિકારની શક્તિ નાં આધાર પર સહયોગી, વિશેષ કાર્યકર્તા કરીને ચલાવો. જેમ રાજા સ્વયં કોઈ કાર્ય નથી કરતાં, કરાવે છે. કરવા વાળા રાજ્ય કારોબારી અલગ હોય છે. જો રાજ્ય કારોબાર ઠીક નહીં હશે તો રાજ્ય ડગમગ થઈ જાય છે. એમ આત્મા પણ કરાવનહાર છે, કરનહાર આ વિશેષ ત્રિમૂર્તિ શક્તિઓ છે. પહેલાં એનાં ઉપર રુલિંગ પાવર છે તો સાકાર કર્મેન્દ્રિય એનાં આધાર પર સ્વતઃ જ સાચાં રસ્તા પર ચાલશે. કર્મેન્દ્રિયો ને ચલાવવા વાળી પણ વિશેષ આ ત્રણ શક્તિઓ છે. હવે રુલિંગ પાવર ક્યાં સુધી આવ્યો છે - આ ચેક કરો.
જેમ ડબલ વિદેશી છો તેમ ડબલ રુલર્સ છો? દરેક નાં રાજ્ય-કારોબાર અર્થાત્ સ્વરાજ્ય બરાબર ચાલી રહ્યાં છે? જેમ સતયુગી સૃષ્ટિ માટે કહે છે - એક રાજ્ય એક ધર્મ છે. એમ જ હવે સ્વરાજ્ય માં પણ એક રાજ્ય અથવા સ્વ નાં ઈશારા પર સર્વ ચાલવા વાળા છે. એક ધર્મ અર્થાત્ એક જ ધારણા બધાની છે કે સદા શ્રેષ્ઠાચારી ચઢતી કળામાં ચાલવાનું છે. મન પોતાની મનમત પર ચલાવે, બુદ્ધિ પોતાની નિર્ણય શક્તિ ની હલચલ કરે, મિલાવટ કરે, સંસ્કાર આત્મા ને પણ નાચ નચાવવા વાળા થઈ જાય તો એને એક ધર્મ નહીં કહેવાશે, એક રાજ્ય નહીં કહેવાશે. તો તમારા રાજ્ય નાં શું હાલ છે? ત્રિમૂર્તિ શક્તિઓ ઠીક છે? ક્યારેક સંસ્કાર વાંદરા નો નાચ તો નથી નચાવતાં ને? વાંદરો શું કરે છે નીચે ઉપર છલાંગ મારે છે ને. સંસ્કાર ની પણ હમણાં-હમણાં ચઢતી કળા હમણાં-હમણાં ઉતરતી કળા. આ વાંદરા નો નાચ છે ને! તો આ સંસ્કાર નાચ તો નથી નચાવતાં ને? કન્ટ્રોલ માં છે ને બધું? ક્યારેક બુદ્ધિ મિલાવટ તો નથી કરતી ને ? જેમ આજકાલ મિલાવટ કરે છે તો નિર્ણય શક્તિ પણ મિલાવટ કરી દે છે, ક્યારેક બુદ્ધિ મિલાવટ તો નથી કરી દેતી ને. હમણાં-હમણાં યથાર્થ હમણાં-હમણાં વ્યર્થ તો મિલાવટ થઈ ને.
વિદેશ માં માયા આવે છે? વિદેશીઓની પાસે માયા ન આવવી જોઈએ કારણ કે વિદેશ માં વર્તમાન સમયે થોડા જ સમય માં ઉપર પણ ચઢે અને નીચે પણ પડે છે. તો થોડા સમય માં બધાં પ્રકાર નાં અનુભવ કરીને હવે પૂરા કરી દીધાં છે. જેમ કોઈ વસ્તુ વધારે ખવાઈ જાય તો દિલ ભરાઈ જાય છે. તેમ વિદેશમાં પણ બધાં પ્રકાર નાં ફુલ ફોર્સ હોવાનાં કારણે વિદેશની આત્માઓ હવે એનાથી થાકી ગઈ છે. તો જે થાકી ગયાં હોય છે એમને જો આરામ મળી જાય છે તો બિલકુલ સૂતાં જ ગાયબ થઈ જાય છે. ડીપ સ્લીપ (ગાઢ નિંદ્રા) નો અનુભવ કરે છે. તો વિદેશીઓને માયાએ થોડા જ સમય માં ઘણાં અનુભવ કરાવી દીધાં છે. હવે શું કરવાનું છે? હવે તો નવી ચીજ ની તલાશ (શોધ) હતી તે મળી ગઈ પછી માયા કેમ આવે? ન આવવી જોઈએ ને, પછી આવે કેમ છે? (માયા નાં જૂના ગ્રાહક છે) માયા ને પણ જો નવાં ગ્રાહક સારા મળી જશે તો જૂનાં ને સ્વયંમ જ છોડી દેશે. રુલિંગ પાવર વાળા ની પાસે માયા આવી નથી શકતી. માયા જ્યાં જુએ છે કાર્યકર્તા બધાં હોશિયાર છે, અટેન્શન (ખબરદાર) માં છે તો ત્યાં હિંમત નથી રાખી શકતી. રુલિંગ પાવર ક્યાં સુધી છે - એની ચેકિંગ કરો અને જો પાવર નથી તો એનું કારણ શું છે? કારણ ને નિવારણ નાં રુપ માં પરિવર્તન કરો. કારણ ખતમ થઈ જવું અર્થાત્ માયા ખતમ થઈ ગઈ. માયાનું મુખ્ય સ્વરુપ કારણ નાં રુપ માં આવે છે. કારણ ને નિવારણ નાં રુપ માં કરી લો તો માયા સદા નાં માટે સમાપ્ત થઈ જશે.
આજે તો મળવા આવ્યાં છે. મુરલીઓ તો ઘણી સાંભળી હવે એવાં મુરલીધર બનો જે માયા મુરલી ની આગળ ન્યોછાવર (સમર્પિત) થઇ જાય. એવાં મુરલીધર છો ને કે તે સ્થૂળ સાઝ (સુર) ની મુરલી ચલાવવા વાળા છો? એ તો બહુ સારી વગાડો છો. આમાં પણ મુરલીધર બનો. માયા ને સરેન્ડર કરાવવાની મુરલી. આ સાઝ પણ વગાડી શકો છો ને? સાઝ વગાડવાનો મેજોરીટી (અધિકાંશ) ને શોખ છે. જે સમયે પણ કોઈ સાઝ વગાડો એ સમયે આ વિચારો કે માયાજીત બનવાનાં રાઝ નો સાઝ (રહસ્ય નાં સુર) પણ આવડે છે? આ રાઝ નો સાઝ જો સદૈવ વગાડતા રહો તો માયા સદા નાં માટે સરેન્ડર થઇ જશે. એવાં સાઝ વગાડતાં આવડે છે? વિદેશી પણ પદમગુણા ભાગ્યશાળી છે. દૂર થી આવે છે પણ ચાન્સ (તક) પણ પદમગણો મળે છે. જેટલો દેશ વાળા આખાં વર્ષ માં લે છે એનાથી વધારે વિદેશીઓને થોડા સમય માં પ્રાપ્ત થાય છે. વિશેષ પાલના મળી રહે છે.
બધાની નજર આપ વિદેશીઓની ઉપર વિશેષ રહે છે. તો વિશેષ પાલના નું રુપ, પ્રત્યક્ષ ફળ નાં રુપ માં વિશેષ દેખાડવું પડે. જેમ સ્થાપના માં વિશેષ પાલના ચાલી તેમ હમણાં પણ આપ લોકો ની વિશેષ પાલના ચાલી રહી છે. તો પહેલાં પાલના વાળાઓએ એ પાલના નું રિટર્ન સેવા ની સ્થાપના કરી. હવે તમે લોકો શું કરશો? સેવાની સમાપ્તિ કરશો, અને સંપૂર્ણતા નું કે પ્રત્યક્ષતા નું નામ બાલા (રોશન) કરશો. વિદેશીઓને જ સમાપ્તિ ની તારીખ નક્કી કરવી પડશે. પહેલાં વાળાઓએ સ્થાપના ની તારીખ ફિક્સ (નક્કી) કરી અને હવે આપ સૌએ સમાપ્તિની તારીખ નક્કી કરવી પડશે. હવે બધાનો ઈંતજાર (પ્રતીક્ષા) તમારી ઉપર હશે. બાપ દાદા ને પૂછશે કે વિનાશ ક્યારે થશે તો કહેશે વિદેશીઓને પૂછો. દેશ વાળાઓએ સ્થાપના ની જવાબદારી લીધી. વિદેશી પણ કોઈ તો જવાબદારી લેશે ને? છે પણ વિદેશ વિનાશી અને ભારત અવિનાશી તો ભારતવાસીઓએ સ્થાપના નું કર્યું અને વિદેશી વિનાશ નાં કાર્યોમાં વિશેષ નિમિત્ત બનશે. ભારતવાસી બાળકોએ યજ્ઞ ની સ્થાપના માં પોતાની આહુતિઓ આપી સ્થાપના કરી, યજ્ઞ રચ્યો. અને તમે લોકો પછી અંતિમ આહુતિ આપીને સમાપ્ત કરો. પછી જય-જયકાર થઇ જશે. હવે જલ્દી-જલ્દી અંતિમ આહુતિ નાખો. બધાં મળીને એક સંકલ્પ નું સ્વાહા કરો તો સમાપ્તિ થઇ જશે. એની તારીખ ક્યારે જણાવશો? આ તારીખ જણાવજો. (એકવાર મધુબન માં પાછા આવજો) વિનાશ શરું થશે તો સદા માટે આવી જશો. એટલા માટે તો અહીંયા મોટો હોલ બનાવી રહ્યાં છે. ફક્ત વાયરલેસ નો સેટ પોતાનો ઠીક રાખજો. અહીંયાની વાયરલેસ છે - વાઇસલેસ (નિર્વિકારી) ની વાયરલેસ. તો વાયરલેસ દ્વારા અવાજ તમને પહોંચી જશે કે તમે આવી જાઓ. જો વાયરલેસ સેટ નહીં હશે તો અવાજ પણ પહોંચી નહીં શકશે. ડાયરેક્શન (માર્ગદર્શન) નહીં મળી શકે. સ્થૂળ સાધન દ્વારા અવાજ નહીં આવશે. વાઈસલેસ બુદ્ધિ જ આ અંતિમ ડાયરેક્શન કેચ કરી શકશે. એટલે જલ્દી-જલ્દી કરશો તો જલ્દી સમય આવી જશે. પહેલાં તો પાવરફુલ માઈક તૈયાર કરો. જે માઇક દ્વારા અવાજ ભારત માં પહોંચે અને પછી જેમ તેઓની ચૂંટણી થાય છે તો એક દિવસ પહેલાં જાહેરાત નાં સાધન બધાં બંધ કરી દે છે. પછી મતદાન થાય છે. તો પહેલાં તો માઇક દ્વારા અવાજ ફેલાવો તો તેઓ પણ શાંત થઈ જશે પછી રીઝલ્ટ જાહેર થશે. હમણાં જાહેરાત નાં માઈક ક્યાં સુધી તૈયાર કર્યા છે? પહેલાં અવાજ ફૈલાશે પછી એવી ડેડ સાઈલેન્સ (ગહન શાંતિ) થઈ જશે જે આ અવાજ ફેલાવવાનો પાર્ટ પણ સમાપ્ત થઈ જશે અને પછી પરિવર્તન થશે. હમણાં તો પહેલી સ્ટેજ ચાલી રહી છે ને. પહેલી સ્ટેજ માં સમય લાગશે, બીજા માં સમય નહીં લાગશે.
ઓસ્ટ્રેલિયા પાર્ટી:- ઓસ્ટ્રેલિયા નાં બધાં બાળકોમાં સૌથી મોટી વિશેષતા શું છે? જાણો છો? ઓસ્ટ્રેલિયા વાળાનો જે બીજા ધર્મ માં પાર્ટ ભજવવાનો નિમિત્ત માત્ર સમય હતો તે સમય હવે સમાપ્ત થઈ ગયો, એટલે પોતાનાં ધર્મનો પરિચય મળવાથી સહજ અને જલ્દી આવી ગયાં અને પછી બીજાને પણ નીકાળવાનો ખૂબ ઉમંગ છે. તો આનાંથી સિદ્ધ થાય છે કે ટેમ્પરરી (અલ્પ) સમય માટે જે બીજા ધર્મ માં ગયાં છે, તે સમાપ્ત થઈ ગયો. એટલે જ તો આ વિશેષતા છે કે જે પણ આવે છે મેજોરીટી તે પોતાનાં લાગે છે. બીજા ધર્મ નાં નથી લાગતાં. ઓસ્ટ્રેલિયન અથવા વિદેશી હોવા છતાં પણ ચાત્રક આત્માઓ લાગે છે તો આત્માનું ચાત્રકપણું સિદ્ધ કરે છે કે આપણા ધર્મ વાળા છે. તમને લોકોને પણ એવું જ મહેસૂસ થાય છે ને કે ભૂલ થી બીજી ડાળી પર ચાલ્યાં ગયાં છો. સેવા માટે આ એક થોડા સમય નો પાર્ટ મળ્યો છે. નહીં તો વિદેશ ની સેવા કેવી રીતે થાત? ત્યાંના લોકો ને નિમિત્ત બનાવીને વિદેશ ની સેવા કરાવી રહ્યાં છે. જેમ કલ્પ પહેલાનું ગાયન પણ છે કે પાંડવ ગુપ્ત વેશ માં અહિયાં-ત્યાં સેવા માટે ગયાં હતાં. તો તમે પણ રુપ-ધર્મ માં પરિવર્તન કરીને પાંડવ સેના સેવા માટે ગયાં છો. પરંતુ છો ‘પાંડવસેના’. હવે તો ધર્મ, દેશ, ગુણ અને કર્તવ્ય બધું બદલાઈ ગયું ને? ઓસ્ટ્રેલિયા નિવાસી નાં બદલે પોતાને ત્યાં રહેવા છતાં પણ મધુબન નિવાસી સમજીને રહો છો ને. જન્મ નું ઘર મધુબન છે. સાકાર ઘર મધુબન અને નિરાકારી ઘર પરમધામ. ઓસ્ટ્રેલિયા તમારી ઓફીસ છે. જેમ ઓફિસ માં કાર્ય માટે જાઓ છો એમ તમે પણ સેવા માટે જઈ રહ્યાં છો. ઓફિસ માં જાઓ છો તો ઘર તો નથી ભૂલતાં ને. તો ઘર નું સરનામું જો તમને કોઈ પૂછે તો શું આપશો? (પાંડવ ભવન) એ જ સ્મૃતિ માં રહેવાથી સદા ઉપરામ અવસ્થા માં રહેશો. ઓફિસ ની વસ્તુ માં ક્યાંય લગાવ નથી હોતો કારણ કે સમજો છો કે આ સેવા માટે વસ્તુઓ છે. અમારી નથી. તો એમ જ ઉપરામ રહો છો? કેટલી પણ પ્રિય ચીજ હોય કે આકર્ષિત કરવા વાળા સેવા નાં સાથી હોય પરતું ઓફીસ માં કામ કરવા વાળા માટે નિયમ હોય છે, કામ નાં માટે સાથી બન્યાં પછી ન્યારા. જો ભૂલ થી પણ આપસ માં પ્રેમ થઈ જાય છે તો સારું નથી મનાતું. ઘરવાળા થી સ્નેહ હોય છે. ઓફિસ વાળા સાથે કામ લેવાનું હોય છે, તો એમ ચાલો.
ઓસ્ટ્રેલિયા વાળાઓએ સેવા તો વધારી છે ને. હવે કેટલાં સ્થાન છે ત્યાં (૫) દરેકે રાજ્ય કરવા માટે પોત-પોતાની પ્રજા તો જરુર બનાવવાની જ છે. (વિનાશ માં અમારા લોકોનું શું થશે?) વિનાશ માં ઓસ્ટ્રેલિયા આખું એક જ ટાપુ બની જશે. થોડું પાણી માં આવી જશે થોડું ઉપર રહી જશે. તમે લોકો સેફ (સુરક્ષિત) રહેશો. વિનાશ નાં પહેલાથી જ તમને લોકો ને અવાજ પહોંચશે. જ્યારે તમે બધાં સુરક્ષિત સ્થાન પર પહોંચી જશો પછી વિનાશ થશે. જેમ ગાયન છે ભઠ્ઠી માં બિલાડી નાં પૂંગરા સલામત રહ્યાં…... તો જે બાળકો બાપ ની યાદ માં રહેવા વાળા છે, તેનો વિનાશ માં વિનાશ નહીં થશે પરંતુ સ્વેચ્છા થી શરીર છોડશે, ન કે વિનાશ નાં વાતાવરણ ની વચ્ચે છોડશે. એનાં માટે એક તો બુદ્ધિની લાઈન ક્લિયર હોય અને બીજું અશરીરી બનવાનો અભ્યાસ બહુજ હોય. કોઈ પણ વાત હોય તો તમે અશરીરી થઈ જાઓ. સ્વયંમ પોતાનું જ શરીર છોડવાનો સંકલ્પ હશે તો સંકલ્પ કર્યો અને ચાલ્યાં જશો. એનાં માટે ઘણાં સમય ની પ્રેક્ટિસ જોઈએ. જે બહુજ સમય નાં સ્નેહી અને સહયોગી રહે છે એમને અંત માં જરુર મદદ મળે છે. એવો અનુભવ કરશો જેમ સ્થૂળ વસ્ત્ર ઉતારી રહ્યાં છો. એમ જ શરીર છોડી દેશો. આખાં દિવસ માં હરતાં-ફરતાં વચ્ચે-વચ્ચે અશરીરી બનવાનો અભ્યાસ જરુર કરો. જેમ ટ્રાફિક કંટ્રોલ નો રેકોર્ડ વાગે છે તો તેમ ત્યાં કાર્ય માં રહેતાં પણ વચ્ચે-વચ્ચે પોતાનો પ્રોગ્રામ (કાર્યક્રમ) પોતે જ સેટ કરો તો લિંક (તાર) જોડાયેલી રહેશે. એનાંથી અભ્યાસ થતો જશે.
તમારા લોકોમાં આ પણ એક વિશેષતા છે કે જ્યારે ઈચ્છો નોકરી છોડી શકો છો જ્યારે ઈચ્છો કરી શકો છો. નિર્બંધન છો. ફક્ત મન અને સંસ્કારો નું બંધન ન હોય. તેમ દેહ અને દેહ નાં ધર્મો થી ફ્રી (મુક્ત) હોવ. અડધા બંધનો થી પહેલાં જ ફ્રી છો, બાકી થોડા બંધનો ને યાદ અને સેવા થી ખતમ કરી દો. બધાં હાઈ જમ્પ (ઉંચી છલાંગ) લગાવવા વાળા છો.