Search for a command to run...
6 Feb 1980
અશરીરી બનવાની સહેજ વિધિ
6 February 1980 · ગુજરાતી
આજે કલ્પ પહેલા વાળા સિકિલધા અતિ લાડલા, સ્નેહી અને સહયોગી, શક્તિ સ્વરુપ બાળકો ને મળવા માટે આવ્યાં છે. બાપદાદા પોતાના સહયોગી બાળકોની સાથે જ રહે છે. સહયોગ અને સ્નેહની અતૂટ દોરી સદા અવિનાશી છે. આજે વતનમાં બાપદાદા અતિ પ્યારા-પ્યારા બાળકોનાં સ્નેહની માળા બનાવી રહ્યાં હતાં. સ્નેહી તો બધાં છો પરંતુ નંબરવાર તો કહેવાશે. આજે દરેક બાળકોની વિશેષતાઓનાં આધાર પર નંબર બનાવી રહ્યાં હતાં. કોઈ બાળકોમાં વિશેષતાઓ એટલી વધુ જોઈ જે બિલ્કુલ બાપ સમાન સમીપ રત્ન જોયાં. ઘણાં બાળકો વિશેષતાઓને ધારણ કરવામાં મહેનત કરવા વાળા પણ જોયાં જે મહેનત જોઈને બાપ ને પણ રહેમ આવે છે. મારા બાળકો અને મહેનત! કારણ કે સૌથી વધુ મહેનત અશરીરી બનવામાં જોઈ.
બાપદાદા આપસ માં બોલ્યાંં કે અશરીરી આત્મા ને અશરીરી બનવામાં મહેનત કેમ? બ્રહ્મા બાપ બોલ્યાં - “૮૪ જન્મ દેહ ધારણ કરીને પાર્ટ બજાવવાનાં કારણે પાર્ટ બજાવતાં-બજાવતાં શરીરધારી બની જાય છે.” શિવ બાપ બોલ્યાં - “પાર્ટ બજાવ્યો પરંતુ હવે સમય કયો છે? સમયની સ્મૃતિ પ્રમાણ કર્મ પણ સ્વતઃ એવાં હોય છે. આ તો અભ્યાસ છે ને?” બાપ બોલ્યાં- “હવે પાર્ટ સમાપ્ત કરી ઘરે જવાનું છે. પાર્ટ નાં વસ્ત્ર તો છોડવાં પડશે ને? ઘરે જવાનું છે તો પણ આ જુનું શરીર છોડવું પડશે, રાજ્ય માં અર્થાત સ્વર્ગમાં જવાનું છે તો પણ આ જુનાં વસ્ત્ર છોડવા પડશે. તો હવે જવાનું જ છે તો ભૂલવું મુશ્કેલ કેમ? જવાનું છે, શું એ ભૂલી જાઓ છો? આપ સૌ તો જવા માટે એવરરેડી (હંમેશા તૈયાર) છો ને કે હજું પણ કોઈક રસ્સી (દોરી) બંધાયેલી છે? એવરરેડી છો ને?”
આ તો બાપદાદાએ સેવા માટે સમય આપેલો છે. સેવાધારી નો પાર્ટ બજાવી રહ્યાં છો. તો પોતાને જુઓ આ શરીરનું બંધન તો નથી અથવા આ જુના વસ્ત્ર ટાઈટ (ચુસ્ત) તો નથી ને? ટાઈટ વસ્ત્ર તો પસંદ નથી કરતા ને? વસ્ત્ર ટાઈટ હશે તો એવરરેડી નહીં થાઓ. બંધન મુક્ત અર્થાત્ ઢીલા વસ્ત્ર, ચુસ્ત નહીં. ઓર્ડર (હુકમ) મળ્યો અને સેકન્ડમાં ગયાં. એવા બંધન-મુક્ત, યોગયુક્ત બન્યાં છો? જ્યારે વાયદો જ છે ‘એક બાપ બીજું ન કોઈ’ તો બંધનમુકત થઈ ગયાં ને. અશરીરી બનવા માટે વિશેષ ૪ વાતોનું ધ્યાન રાખો.
૧. ક્યારેય પણ સ્વયં પોતાને ભૂલવું હોય તો દુનિયામાં પણ એક સાચ્ચી પ્રીત માં ખોવાઈ જાય છે. તો સાચ્ચી પ્રીત જ ભૂલવાનું સહજ સાધન છે. પ્રીત દુનિયાને ભૂલવાનું સાધન છે, દેહને ભુલવાનું સાધન છે.
૨. બીજી વાત સાચ્ચા મીત પણ દુનિયાને ભુલવાનું સાધન છે. જો બે મીત આપસ માં મળી જાય તો એમને ન સ્વયં ની, ન સમય ની સ્મૃતિ રહે છે.
૩. ત્રીજી વાત દિલ નાં ગીત - જો દિલ થી કોઈ ગીત ગાય છે તો તે સમયે પોતે સ્વયં અને સમય ને ભૂલેલાં હોય છે.
૪. ચોથી વાત- યથાર્થ રીતે. જો યથાર્થ રીત છે તો અશરીરી બનવું ઘણું સહજ છે. રીત નથી આવડતી તો મુશ્કેલ લાગે છે. તો એક થઈ પ્રીત બીજી-મીત ત્રીજી-ગીત અને ચોથી-રીત.
આ ચારેય વાતો નાં આપ સૌ તો અનુભવી છો ને? પ્રીત નાં પણ અનુભવી છો. બાપ અને આપ ત્રીજું ન કોઈ. બાપ મળ્યાં એટલે બધું મળ્યું બાકી કામ જ શું રહ્યું? પ્રભુ પ્રીત નાં તો આજે પણ ભક્ત કીર્તન કરતાં રહે છે. ફક્ત પ્રીત નાં ગીતમાં જ ખોવાઈ જાય છે તો વિચારો પ્રીત નિભાવવા વાળા કેટલા ખોવાયેલા હશે! પ્રીત નાં તો અનુભવી છો ને? વિપરીત બુદ્ધિ થી પ્રીત બુદ્ધિ થઈ ગયાં છો ને? તો જ્યાં પ્રભુ પ્રીત છે ત્યાં અશરીરી બનવું શું લાગે છે? પ્રીત ની આગળ અશરીરી બનવું એક સેકન્ડ નાં ખેલ સમાન છે. બાબા બોલ્યાંં અને શરીર ભુલ્યાં. બાબા શબ્દ જ જૂની દુનિયાને ભુલવાનો આત્મિક બોંમ્બ છે. (લાઈટ બંધ થઈ ગઈ) જેમ આ સ્વીચ બદલવાનો ખેલ જોયો એમ તે સ્મૃતિ ની સ્વીચ છે. બાપની સ્વીચ ઓન અને દેહ અને દેહની દુનિયાની સ્મૃતિ ની સ્વિચ ઓફ. આ છે એક સેકન્ડનો ખેલ. મુખ થી બાબા બોલવામાં પણ સમય લાગે છે પરંતુ સ્મૃતિમાં લાવવામાં કેટલો સમય લાગે છે. તો પ્રીતમાં રહેવું અર્થાત્ અશરીરી સહજ બનવું.
એવા સૌથી સાચાં મીત જે સ્મશાન થી આગળ પણ સાથે જાય. શરીરધારી મીત તો સ્મશાન સુધી જ જશે તો એ દુઃખહર્તા સુખકર્તા નહીં બની શકે. થોડા-ઘણાં દુઃખ નાં સમયે સહયોગી બની શકે છે. સહયોગ આપી શકે છે પરંતુ દુઃખ લઇ નથી શકતાં. તો સાચાં મીત મળી ગયાં ને? સદા આ જ અવિનાશી મીત ની સાથે રહો તો મોહબ્બત માં મહેનત ખતમ થઇ જશે. જ્યારે મોહબ્બત કરતાં આવડે છે તો મહેનત કેમ કરો છો ? બાપદાદા ને ક્યારેક-ક્યારેક હસવું આવે છે. જેમ કોઈક ને બોજ ઉપાડવાનો અભ્યાસ હોય છે એમને આરામ થી બેસાડો તો તે બેસી નહીં શકશે. વારંવાર બોજ તરફ ભાગે છે અને પછી શ્વાસ પણ ફૂલાય છે, તો પોકારે છે - ‘છોડાઓ’! તો સદા પ્રીત અને મીત માં રહેશો તો મહેનત સમાપ્ત થઈ જશે. મીત થી કિનારો નહીં કરો. સદા નાં સાથી બની ને ચાલો.
એમ જ બાપદાદા દ્વારા પ્રાપ્ત થયેલી સર્વ પ્રાપ્તિઓનાં, ગુણોનાં સદા ગીત ગાતા રહો. બાપની મહિમા કે આપની મહિમા નાં કેટલા ગીત છે આ ગીતોમાં સાઝ (સુર) પણ ઓટોમેટિકલી ચાલે છે. જેટલાં-જેટલાં ગુણોની મહિમા નાં ગીત ગાશો તો ખુશી નાં સાઝ સાથે-સાથે સ્વતઃ વાગતાં રહેશે. આ પણ ગીત ગાવા વાળા આવ્યાં છે (ભરત વ્યાસ આદિ આવ્યાં છે) તમારો સાઝ તો બીજો છે. આ ખુશી નાં સાઝ છે. એ ક્યારેય ખરાબ નથી થતો જે રીપેર કરવો પડે. તો સદા એવા ગીત ગાતા રહો. આ ગીત ગાતાં તો બધાને આવડે છે ને! તો સદા ગીત ગાતા રહો તો સહજ અશરીરી બની જશો . બાકી રહી રીત-યથાર્થ રીત સેકન્ડની રીત છે. હું અશરીરી આત્મા છું આ સૌથી સહજ યથાર્થ રીત છે. સહજ છે ને? જેમ બાપની મહિમા છે કે તે મુશ્કેલી ને સહજ કરવા વાળા છે. એમ જ બાપ સમાન બાળકો પણ મુશ્કેલી ને સહજ કરવા વાળા છે. જે વિશ્વની મુશ્કેલી ને સહજ કરવા વાળા છે તે સ્વયં મુશ્કેલી અનુભવ કરે આ કેવી રીતે બની શકે છે! એટલે સદા સર્વ સહજયોગી.
સંગમયુગી બ્રાહ્મણો નાં મુખ થી ‘મહેનત’ છે કે ‘મુશ્કેલ છે’ - આ શબ્દ મુખ થી શું પરંતુ સંકલ્પ માં પણ ન આવી શકે. તો આ વર્ષનું વિશેષ અટેન્શન (ધ્યાન) ‘સદા સહજયોગી’. જેમ બાપને બાળકો પર રહેમ આવે છે એમ સ્વયં પર પણ રહેમ કરો અને સર્વ પ્રતિ પણ રહેમદિલ બનો. ટાઇટલ (શીર્ષક) ‘રહેમદિલ’ નું તો આપ સૌનું પણ છે ને? તમારું ટાઇટલ યાદ છે ને? પરંતુ રહેમદિલ બનવાને બદલે એક નાની ભૂલ કરો છો. રહેમ ભાવ ને બદલે અહમ ભાવ માં આવી જાઓ છો. તો રહેમ ભૂલી જાઓ છો. કોઈ અહમ ભાવ માં આવી જાય છે, કોઈ વહેમ ભાવમાં આવી જાય છે. ખબર નહિં, પહોંચી શકીશું કે નહિં પહોંચી શકીએ? યથાર્થ માર્ગ છે કે નહિં - એમ અનેક પ્રકાર નાં સ્વયં પ્રતિ વહેમ ભાવ અને ક્યારેક-ક્યારેક નોલેજ (જ્ઞાન) નાં પ્રતિ વહેમ ભાવ. એટલે રહેમ નો ભાવ બદલાઈ જાય છે. સમજ્યાં? દિલ શિકસ્ત નહીં બનો પરંતુ સદા દિલતખ્ત નશીન બનો. તો સમજ્યાં આ વર્ષમાં શું કરવાનું છે? આ વર્ષ નું હોમવર્ક (ઘરકામ) આપી રહ્યાં છે. ‘સહજયોગી બનો, રહેમદિલ બનો અને દિલતખ્તનશીન બનો.’ તો સદા ભાગ્ય-વિધાતા બાપ એવા આજ્ઞાકારી બાળકોને અમૃતવેળે રોજ સફળતા નું તિલક લગાવતાં રહેશે. આ પણ તિલક નું ગાયન છે ને કે ભક્તોને ભગવાન તિલક લગાવવા આવ્યાં તો આ વર્ષે આજ્ઞાકારી બાળકો ને સ્વયં બાપ તમારા સેવાસ્થાન અર્થાત્ તીર્થસ્થાન પર સફળતા નું તિલક આપવા આવશે. બાપ તો રોજ ચક્કર લગાવવા આવે જ છે. જો બાળકો સુતેલાં હોય, તો એ એમની ભૂલ છે.
જેમ દિવાળી માં અનેક સ્થાન પર જ્યોતિ પ્રગટાવી રાખો છો, સફાઈ પણ કરો છો, આવાહન પણ કરો છો. ‘સ્વચ્છતા, પ્રકાશ અને આવાહન.’ તે લોકો લક્ષ્મીનું આવાહન કરે અને આ લક્ષ્મી નાં રચયિતાનું આવાહન છે. તો જ્યોતિ પ્રગટાવીને બેસો ત્યારે તો બાપ આવશે. ઘણાં ને જગાડે પણ છે પાછા સૂઈ જાય છે. અવાજ પણ અનુભવ કરે છે તો પણ અલબેલાપણા ની નીંદર માં સુઈ જાય છે. સતયુગ માં સુવાનું જ સુવાનું છે. ડબલ (બમણું) સુવાનું છે. એટલે હમણાં જાગતી જ્યોતિ બનો. એવું નહીં કે સુવાના સંસ્કાર થી ત્યાં સોનું મળશે. જે જાગશે તે સોનું પામશે. અલબેલાપણા ની નિંદ્રા પણ ત્યારે આવશે જ્યારે વિનાશકાળ ભૂલી જાઓ છો. ભક્તોની પોકાર સાંભળો. દુઃખી આત્માઓની દુઃખની પોકાર સાંભળો. તરસી આત્માઓની પ્રાર્થના નો અવાજ સાંભળો. તો ક્યારેય પણ નિંદ્રા નહીં આવશે. તો આ વર્ષે અલબેલાપણા ની નિંદ્રા ને તલાક આપો ત્યારે ભક્ત લોકો આપ સાક્ષાત્કાર મૂર્તિઓ નો સાક્ષાત્કાર કરશે. તો આ વર્ષે સાક્ષાત્કાર મૂર્ત બની ભક્તો ને સાક્ષાત્કાર કરાવો. એવા ચક્રવર્તી બનો.
એવા સદા પ્રીત નિભાવવા વાળા, સદા સાચાં મીત ની સાથે રહેવા વાળા, સદા પ્રાપ્તિઓ અને ગુણોની મહિમા નાં ગીત ગાવા વાળા, સદા સેકન્ડની યથાર્થ રીત દ્વારા સહજયોગી બનવા વાળા, એવા સદા રહેમદિલ, મુશ્કિલ ને સહજ બનાવવા વાળા નિંદ્રાજીત, ચક્રવર્તી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.