Search for a command to run...
2 Feb 1969
અવ્યક્ત મિલન નાં અનુભવ ની વિધિ
2 February 1969 · ગુજરાતી
પ્રેમ સ્વરુપ બાળકો, જ્ઞાન સહિત પ્રેમ જે હોય છે તે જ યથાર્થ પ્રેમ હોય છે. તમારા બધા નો પ્રેમરસ બાપદાદા ને પણ ખેંચી લાવે છે. બધા બાળકો નાં દિલ ની અંદર એક આશા દેખાઈ રહી છે. તે કઈ છે? ઘણા બાળકોએ સંદેશ મોકલ્યો કે તમે અમને પણ આપણા અવ્યક્ત વતન નો અનુભવ કરાવો. આ બધા બાળકોની આશાઓ હવે પૂર્ણ કરવાનો સમય આવી જ ગયો છે. તમે કહેશો કે બધા સંદેશી બની જશે. પરંતુ નહીં. અવ્યક્ત વતન નો અનુભવ પણ બાળકો કરશે. પરંતુ દિવ્ય-બુદ્ધિ નાં આધાર પર જે હમણાં અલૌકિક અનુભવ કરી શકો છો તે દિવ્ય દ્રષ્ટિ દ્વારા કરવાથી પણ ખુબ લાભદાયક, અલૌકિક અને અનોખો છે. એટલે જે પણ બાળકો ઈચ્છે છે કે અવ્યક્ત બાપ ની મુલાકાત કરીએ, તે કરી શકે છે. કેવી રીતે કરી શકે છે, આની રીત ફક્ત આ જ છે કે અમૃતવેલાએ યાદમાં બેસો અને આ જ સંકલ્પ રાખો કે હવે અમે અવ્યક્ત બાપદાદા ની મુલાકાત કરીએ. જેમ સાકાર માં મળવાનો સમય ખબર રહેતો હતો તો ઊંઘ નહોતી આવતી અને સમય થી પહેલા જ બુદ્ધિ દ્વારા તે અનુભવ માં રહેતા હતા. તેમ હવે પણ અવ્યક્ત મિલન નો અનુભવ પ્રાપ્ત કરવા ઈચ્છતાં હોવ તો તેની ખુબ સહજ રીત આ છે. અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઈને રુહ-રુહાન કરો. તો અનુભવ કરશો કે સાચે જ બાપ ની સાથે વાતચીત કરી રહ્યાં છીએ. અને આ જ રુહ-રુહાન માં જેમ સંદેશીઓને ઘણા દ્રશ્યો બતાવે છે તેમ જ ખુબ ગુહ્ય, ગોપનીય રહસ્ય બુદ્ધિયોગ થી અનુભવ કરશો. પરંતુ એક વાત આ અનુભવ કરવા માટે આવશ્યક છે. તે કઈ? ખબર છે? અમૃતવેલાએ પણ અવ્યક્ત સ્થિતિ માં એ જ સ્થિત થઇ શકશે જે આખો દિવસ અવ્યક્ત સ્થિતિમાં અને અંતર્મુખ સ્થિતિમાં સ્થિત હશે. એ જ અમૃતવેલાએ આ અનુભવ કરી શકશે. એટલે જો સ્નેહ છે અને મળવાની આશા છે તો આ રીત ખુબ સહજ છે. કરવા વાળા કરી શકે છે અને મુલાકાત નો અનોખો અનુભવ પ્રાપ્ત કરી શકે છે.
વતન માં બેઠા-બેઠા ઘણા બાળકો નાં દિલ નો અવાજ પહોંચતો રહેતો હોય છે. તમે વિચારતાં હશો - શિવબાબા ખુબ કઠોર છે પરંતુ જે થાય છે તેમાં રહસ્ય અને કલ્યાણ છે. એટલે જે અવાજ પહોંચે છે તે સાંભળી ને હર્ષિત થતો રહું છું. શું બાપદાદા નિર્મોહી છે? તમે બધાં બાળકો નિર્મોહી છો? નિર્મોહી બન્યા છો? તો બાપદાદા નિર્મોહી અને બાળકો માં શુદ્ધ મોહ તો મિલન કેવી રીતે થશે. બાપદાદા માં શુદ્ધ મોહ છે? (સાકાર બાબા નો બાળકો માં શુદ્ધ પ્રેમ હતો) શિવબાબા નો નથી? બાપદાદા નો છે? (જેમ અમારો છે તેવો નહીં) શુદ્ધ મોહ બાળકો થી પણ વધારે છે. પરંતુ બાપદાદા અને બાળકો માં એક અંતર છે. તે શુદ્ધ મોહ માં આવવાં છતાં પણ નિર્મોહી છે અને બાળકો શુદ્ધ મોહ માં આવે છે તો કોઈક સ્વરુપ બની જાય છે. કાં તો પ્યારા બને છે કાં તો ન્યારા બને છે. પરંતુ બાપદાદા ન્યારા અને પ્યારા સાથે-સાથે બને છે. આ અંતર જે રહેલું છે તેને જ્યારે દૂર કરશો તો શું બનશો? અંતર્મુખ, અવ્યક્ત, અલૌકિક. હમણાં ક્યાંક-ક્યાંક લૌકિકપણું આવી જાય છે. પરંતુ જ્યારે આ અંતર ખતમ કરી દેશો તો બિલકુલ અલૌકિક અને અંતર્મુખી, અવ્યક્ત ફરિશ્તા નજર આવશો. આ સાકાર વતન માં રહેવા છતાં પણ ફરિશ્તા બની શકો છો. તમે પછી કહેશો તમે વતન માં જઇને ફરિશ્તા કેમ બન્યા? અહીંયા જ બનત. પરંતુ નહીં. જે બાળકોનું કામ તે બાળકો ને જ શોભે. જે બાપ નું કાર્ય છે તે બાપ જ કરે છે. બાળકોએ હવે અભ્યાસ ની પ્રત્યક્ષતા દેખાડવાની છે. શિક્ષકે અભ્યાસ ની પ્રત્યક્ષતા નથી દેખાડવાની? શિક્ષકે અભ્યાસ ભણાવવાનો હોય છે. સ્ટુડન્ટે (વિદ્યાર્થીએ) અભ્યાસની પ્રત્યક્ષતા દેખાડવાની હોય છે. પ્રદર્શની માં શક્તિઓએ અને પાંડવોએ આવવાનું છે. બાપદાદા તો છે જ ગુપ્ત.
હમણાં બધાનાં દિલમાં આ જ સંકલ્પ છે કે હવે જલ્દી-જલ્દી ડ્રામા નો સીન (દ્રશ્યો) આવીને ખતમ થાય પરંતુ જલ્દી થશે? થઈ શકે છે? થશે અથવા થઈ શકે છે? ભાવી જે બનેલી છે, તે તો બનેલી હોવાથી બનેલી જ રહેશે. પરંતુ બનેલી ભાવી માં આ એટલું નજર આવે છે કે જે કલ્પ પહેલા ની માફક સંકલ્પ આવે છે તો સંકલ્પ ની સાથે-સાથે અવશ્ય પહેલા પણ તીવ્ર પુરુષાર્થ કર્યો હશે. તો આ પણ સંકલ્પ આવે છે કે ડ્રામા નો સીન જલ્દી પૂરો કરી બધા અવ્યક્ત-વતન-વાસી બની જઈએ. બનવાનું તો છે. પરંતુ આપ બાળકોમાં એટલી શક્તિ છે જે અવ્યક્ત વતન ને પણ વ્યક્ત માં ખેંચીને લાવી શકો છો. અવ્યક્ત વતન નો નકશો વ્યક્ત વતન માં બનાવી શકો છો. આશાઓ તો દરેક ની ઘણી છે. એવી રીતે જ પહોંચે છે જેમ આ સાકાર દુનિયામાં ટેલિફોન અને ટેલિગ્રાફ ની ખુબ મોટી ઓફિસ હોય છે, તેવી રીતે જ ખુબ શુદ્ધ સંકલ્પો નાં તાર (ટેલીગ્રામ) વતન માં પહોંચતાં રહે છે. હવે શું કરવાનું છે? ઘણા બાળકો નાં કોઈ લોકસંગ્રહ પ્રતિ પ્રશ્ન પણ છે તે પણ પહોંચે છે. ઘણા બાળકો મૂંઝાય છે કે સાકાર દ્વારા તો આ કહયું કે સૂક્ષ્મ વતન છે જ નહીં, તો બાબા ક્યાં ગયા? ક્યાંથી મળવા આવે છે? ક્યાં આ સંદેશ મોકલે છે? કેમ ભોગ લગાવો છો? તેનું પણ રહસ્ય છે. કેમ કહ્યું હતું? તેનું મૂળ કારણ આ જ છે કે જેમ તમે લોકોએ જોયું હશે કે ક્યારેક-ક્યારેક નાનાં બાળકો જ્યારે કોઈ વસ્તુ ની પાછળ પડી જાય છે તો તે વસ્તુ ભલે સારી પણ હોય છે પરંતુ હદ થી વધારે તે સારી વસ્તુ ની પાછળ પડી જાય છે તો બાળકોથી શું કરવામાં આવે છે? તે વસ્તુ તેમની આંખો થી છુપાવીને એમ કહેવામાં આવે છે કે છે જ નહીં. એટલે જ કહેવાય છે કે એની જે એક્સ્ટ્રા (અધિક) લગન લાગી ગઈ છે, તે કંઈક ઠીક થઈ જાય. તેવી રીતે જ વર્તમાન સમય કેટલાક બાળકો આવી જ વાતો માં થોડાક ચીટકી ગયા હતાં. તો એમને છોડાવવા માટે સાકાર માં કહેતાં હતાં કે આ સૂક્ષ્મવતન છે જ નહીં. તો આ પણ બાળકોને આ વાત થી બુદ્ધિ હટાવવા માટે કહ્યું હતું. પરંતુ એનો ભાવ એ નથી કે જો બાળકોની વસ્તુ છુપાવી દેવાય છે તો તે વસ્તુ ખતમ થઇ જાય છે. નહીં. આ એક યુક્તિ છે, ચીટકી ગયેલી વસ્તુ થી છોડાવવાની. તો આ યુક્તિ પણ કરી. જો સુક્ષ્મવતન નથી તો ભોગ ક્યાં લગાવો છો? આ રીત રિવાજ ને કાયમ કેમ રાખી? કોઈ પણ એવું કાર્ય હોય છે તો પોતે પણ સંદેશ કેમ પૂછાવતા હતાં? તો એવું પણ નહીં કે સૂક્ષ્મવતન નથી. સૂક્ષ્મવતન છે. પરંતુ હવે સૂક્ષ્મવતન માં આવવા-જવાના બદલે સ્વયં જ સૂક્ષ્મવતન વાસી બનવાનું છે. બાપદાદા ની બાળકો માં આ જ આશા છે. આવવું-જવું વધારે ન હોવું જોઈએ. આ યથાર્થ છે. કમાણી શેમાં છે? તો બાપ બાળકોની કમાણી ને જુએ છે અને કમાણી નાં લાયક બનાવે છે. એટલે આ બધાં રહસ્ય કહેતાં રહ્યાં. હવે સમજ્યા કે કેમ કહ્યું હતું અને હવે શું છે? સૂક્ષ્મવતન નાં અવ્યક્ત અનુભવ ને અનુભવ કરો. સૂક્ષ્મ સ્થિતિ નો અનુભવ કરો. આવવા-જવાની આશા અલ્પકાળ ની છે. અલ્પકાળ નાં બદલે સદા પોતાને સૂક્ષ્મવતન વાસી કેમ નથી બનાવતાં? અને સૂક્ષ્મવતન વાસી બનવાથી જ ખુબ વન્ડરફુલ (અદભુત) અનુભવ કરશો. સ્વયં તમે લોકો વર્ણન કરશો કે આ અનુભવ અને સંદેશીઓનાં અનુભવ માં કેટલો ફરક છે, તે કમાણી નથી. આ કમાણી પણ છે અને અનુભવ પણ. તો એક જ સમયે બે પ્રાપ્તિ થાય તે સારું કે એક જ ઈચ્છો છો? બીજા ઘણાં બાળકોનાં મન માં આ પણ પ્રશ્ન છે કે કોને ખબર બાપદાદા કહેતાં હતાં કે બધાને સાથે લઈ જશે, હવે તેઓ તો ચાલ્યા ગયા. પરંતુ તેઓ ચાલ્યા ગયા છે? મુક્તિધામ માં જઈ નથી શકતાં - બારાત કે બાળકોનાં વગર. બારાત નાં વગર એકલા જઈ શકે છે? બારાત તૈયાર છે? હમણાં સુધી આ જ સાંભળ્યું છે કે બારાત ની સાથે જ જશે. જ્યારે બારાત જ તૈયાર થઈ રહી છે તો એકલા કેવી રીતે જશે. હમણાં તો સૂક્ષ્મવતન માં જ અવ્યક્ત રુપ થી સ્થાપના નું કાર્ય ચાલતું રહેશે. જ્યાં સુધી સ્થાપના નું કાર્ય સમાપ્ત નથી થયું ત્યાં સુધી કાર્ય સફળ કર્યા વગર કોઈ ઘરે નહીં જાય, સાથે જ જઈશું અને પછી ગયા પછી શું કરશો? ખબર છે - શું કરશો? સાથે જઈશું અને સાથે રહીશું. અને પછી સાથે-સાથે સૃષ્ટિ પર આવીશું. તમારું બાળકોનું જે ગીત છે ક્યારેય પણ હાથ અને સાથ ન છૂટે, તો બાળકોનું પણ વચન છે તો બાપનું પણ વચન છે. બાપ પોતાના વચન થી ફરી નથી શકતાં. બીજા પણ કોઈ પ્રશ્ન છે? આમ તો સમય પ્રતિ સમય બધું સ્પષ્ટ થતું જ જશે. ઘણાં નાં મન માં આ પણ છે ને કે ખબર નહી જન્મ થશે કે શું થશે? જન્મ થશે? જેમ તમારી મમ્મા નો જન્મ થયો તેમ થશે? આપ બાળકો નો વિવેક શું કહે છે? ડ્રામાની ભાવી ને જોઈ શકો છો? થોડું-થોડું જોઈ શકો છો? જ્યારે તમે લોકો બધાને કહો છો કે અમે ત્રિકાળદર્શી બાપનાં બાળક છીએ તો આવવાવાળા કાળ ને નથી જાણતાં? તમારા મન નાં વિવેક અનુસાર શું હોવું જોઈએ? અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઈને હા કે ના કહો? તો જવાબ મળી જશે. (આ રીત થી બાપદાદાએ બે-ચાર ને પૂછ્યું ) વધારે કરીને બધાનો આ જ વિચાર હતો કે નહીં થાય. આજે જ જવાબ ઈચ્છો છો કે પછી! હલચલ તો નથી થઈ રહી ને. આ પણ એક રમત રચવામાં આવે છે. નાનાં-નાનાં બાળકો તળાવ માં પથ્થર મારીને તેની લહેરો થી રમે છે. તો આ પણ એક રમત છે. બાપ તમારા બધાનાં વિચાર સાગર માં પ્રશ્નો નાં પથ્થર ફેંકી તમારા બુદ્ધિ રુપી સાગર માં લહેરો ઉત્પન્ન કરી રહ્યાં છે. એ જ લહેરો ની રમત બાપદાદા જોઈ રહ્યાં છે. હવે તમારા બધાની સાથે જ અવ્યક્ત રુપ થી સ્થાપના નાં કાર્ય માં લાગેલા રહેશે. જ્યાં સુધી સ્થાપના નો પાર્ટ છે ત્યાં સુધી અવ્યક્ત રુપ થી તમારા બધાની સાથે જ છે. સમજી ગયા? વતન માં મમ્મા ને પણ ઈમર્જ (જાગૃત) કરી હતાં. ખબર છે શું વાત થઇ? જેમ સાકાર રુપ માં સાકાર વતન માં મમ્મા કહેતી હતી કે બાબા તમે બેસો અમે બધાં કામ કરી લઈશું. તેવી જ રીતે વતન માં પણ આ જ કહ્યું કે અમે સ્થાપના નાં જે બધાં કાર્ય કરવાના છે તે કરીશું. તમે બાળકો ની સાથે જ બાળકો ને ખુશ કરતા રહો. એવું જ સાકાર માં કહેતા હતાં. એ જ વતન માં રુહ-રુહાન ચાલી. તમારા બધાનાં મન માં તો હશે જ કે અમારી મમ્મા ક્યાં ગઈ. હવે આ રહસ્ય આ સમયે સ્પષ્ટ કરવાનું નથી. થોડા સમય પછી સંભળાવીશું કે તે ક્યાં અને શું કરી રહ્યાં છે. સ્થાપના નાં કાર્ય માં પણ મદદગાર છે પરંતુ ભિન્ન નામ રુપ થી. સારું - હવે તો સમય થઈ ગયો છે.
આજે વતન માં દૂર થી જ સવાર થી સુગંધ આવી રહી હતી. જોઈ રહ્યાં હતા કેટલાં સ્નેહ થી વસ્તુ બનાવી રહ્યાં છે. તમે જોયું, ભંડારા માં ચક્કર લગાવ્યું? વસ્તુઓની સુગંધ નહીં સ્નેહ ની સુગંધ આવી રહી હતી. આ સ્નેહ જ અવિનાશી બને છે. અવિનાશી સ્નેહ છે ને? દરેક ની યાદ પહોંચે છે, તેનો રિસ્પોન્ડ (જવાબ) લેવા માટે અવસ્થા જોઈએ. રિસ્પોન્ડ તરત જ મળે છે. જેમ સાકાર માં બાળકો બાબા કહેતા હતાં તો બાળકોને રિસ્પોન્ડ મળતો હતો. તો રિસ્પોન્ડ હમણા પણ તરત મળે છે પરંતુ વચ્ચે વ્યક્ત ભાવ ને છોડવો પડશે ત્યારે જ તે રિસ્પોન્ડ ને સાંભળી શકશો. હવે તો હજું પણ વધારે ચારે તરફ સર્વિસ (સેવા) કરવાનો અનુભવ કરી રહ્યાં છે. હવે અવ્યક્ત હોવાનાં કારણે એક બીજી ક્વોલીટી (ગુણવત્તા) વધી ગઈ છે. કઈ છે? ખબર છે? તે આ છે - પહેલા તો બહારયામી (બહિર્મુખી) હતો, હવે અંતરયામી (અંતરમુખી) થઈ ગયો છું. અવ્યક્ત સ્થિતિ માં જાણવાની આવશ્યકતા નથી રહેતી. સ્વતઃ જ એક સેકન્ડ માં બધાનાં નકશા જોવામાં આવી રહ્યાં છે. એટલે કહે છે કે પહેલા થી એક બીજો ગુણ વધી ગયો છે. અવ્યક્ત સ્થિતિ માં તો સુગંધ થી જ પેટ ભરાઈ જાય છે. તમને લોકો ને ખબર છે?
એક મુખ્ય શિક્ષા બાળકોનાં પ્રતિ આપી રહ્યાં છે. હવે સર્વિસ તો કરવાની જ છે, આ તો બધાં બાળકો ની બુદ્ધિ માં લક્ષ્ય છે અને લક્ષ્ય ને પૂર્ણ પણ કરશે પરંતુ આ લક્ષ્ય ને પૂર્ણ કરવા માટે વચ્ચે એક મુખ્ય વિઘ્ન આવશે. તે કયું છે, ખબર છે? સર્વિસ માં બાધા (અડચણ) નાખવા માટે મુખ્ય વિઘ્ન કયું આવશે? બધાની આગળ નહીં મેજોરીટી (અધિકાંશ) ની આગળ આવશે! તે કયું વિઘ્ન છે? પહેલા થી જ જણાવી દે છે. સર્વિસ કરતાં-કરતાં આ ધ્યાન રાખવું કે મેં આ કર્યું, હું જ આ કરી શકું છું…'હું પણું' આવવું તેને જ કહેવાય છે જ્ઞાન નું અભિમાન, બુદ્ધિ નું અભિમાન, સર્વિસ નું અભિમાન. આ રુપો થી આગળ ચાલીને વિઘ્ન આવશે. પરંતુ પહેલા થી જ આ મુખ્ય વિઘ્ન ને આવવા નથી દેવાનું. તેના માટે સદા એક શબ્દ યાદ રાખવાનો કે હું નિમિત્ત છું. નિમિત્ત બનવાથી જ નિરાકારી, નિરંહકારી અને નમ્રચિત, નિ:સંકલ્પ અવસ્થા માં રહી શકાય છે.
જો મેં કર્યું, મેં-મેં આવ્યું તો ખબર છે શું થશે? જેમ નિમિત્ત બનવાથી નિરાકારી, નિરંહકારી, નિરસંકલ્પ સ્થિતિ હોય છે તેમ જ મેં-મેં આવવાથી મગરુરી (ઘમંડ), મુરઝાઈશ (હતાશ), માયુસી (ઉદાસી) આવી જશે. તેનું પછી રીઝલ્ટ (પરિણામ) શું હશે? છેવટે અંત માં તેનું રીઝલ્ટ આ જ હોય છે કે ચાલતાં-ચાલતાં જીવતે જીવ મરી જાય છે. એટલે આ મુખ્ય શિક્ષા ને હંમેશા સાથે રાખવાની છે કે હું નિમિત્ત છું. નિમિત્ત બનવાથી કોઈ પણ અહંકાર ઉત્પન્ન નહી થાય. નહીં તો જો હું-પણું આવી ગયું તો મતભેદ નાં ચકકર માં આવી જશો. એટલે આ અનેક વ્યર્થ નાં ચકકરો થી બચવા માટે સ્વદર્શન ચક્ર ને યાદ રાખવું. કારણ કે જેમ-જેમ મહારથી બનશો એમ જ માયા પણ મહારથી રુપ માં આવશે. સાકાર રુપ માં અંત સુધી કર્મ કરીને દેખાડ્યું. શું કર્મ કરીને દેખાડ્યું? યાદ છે? શું શિક્ષા આપી, આ જ કે નિરંહકારી અને નિર્માણ ચિત્ત થઈ ને એક-બીજાનાં પ્રેમ સ્નેહ થી ચાલવાનું છે. એક માતાઓનું સંગઠન બનાવો. જેમ કુમારીઓનાં ટ્રેનિંગ ક્લાસ (તાલીમ વર્ગ) કર્યા છે તેમ જ માતાઓ જે મદદગાર બની શકે છે અને છે, તેમનું મધુબન માં સંગઠન રાખવું. કુમારીઓની સાથે માતાઓનું સંગઠન હોય. સંગઠન નાં સમયે ફરી આવવાનું થશે. સ્નેહ ને જોઈએ છીએ તો ડ્રામા યાદ આવી જાય છે. ડ્રામા જ્યારે વચ્ચે આવે છે તો સાઇલેન્સ (શાંત) થઈ જઈએ છીએ. સ્નેહ માં આવ્યા તો શું હાલ થઇ જશે. નદી બની જઇશું. પરંતુ નહીં, ડ્રામા. જે કર્મ આપણે કરીશું તે પછી બધાં કરશે, એટલે સાઈલેન્સ. જો બધાં સાથે હોત તો જે અંતિમ કર્માતીત અવસ્થા નો અનુભવ હતો તે ડ્રામા પ્રમાણે બીજો હોત. પરંતુ હતુંજ એવું એટલે થોડા જ સામે હતાં. સામે હોવા છતાં પણ જેમ સામે નહોતાં. સ્નેહ તો વતન માં પણ છે અને રહેશે. અવિનાશી છે ને. પરંતુ જે સંભળાવ્યું કે સ્નેહ ને ડ્રામા સાઈલેન્સ માં લઈ આવે છે. અને આ જ સાઇલેન્સ, શક્તિ ને લાવશે. પછી ત્યાં સાકાર માં મિલન થશે. હમણાં અવ્યક્ત રુપ માં મળીએ છીએ. પછી સાકાર રુપ માં સતયુગ માં મળીશું. તે સીન (દ્રશ્યો) તો યાદ આવે છે ને. રમીશું, પાઠશાળા માં આવીશું, મળીશું. આપ નૂરે રત્ન સતયુગ નાં દ્રશ્યો વતન માં જોતાં રહો છો. જે બાપ જુએ છે તે બાળકો પણ જોતા રહે છે અને જોતાં જશે.
હવે તો જ્વાળારુપ થવાનું છે. તમારું જ જ્વાળારુપ નું યાદગાર છે. ખબર છે જ્વાળાદેવી પણ છે તે કોણ છે? આ બધી શક્તિઓએ જ્વાળાદેવી બનવાનું છે. એવી જ્વાળા પ્રજ્વલિત કરવાની છે. જે જ્વાળા માં કળિયુગી સંસાર બળી ને ભસ્મ થઈ જાય. સારું-
બધાં સેવાકેન્દ્ર નાં અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થયેલા નૂરે રત્નો ને બાપ અને દાદા નાં અવ્યક્ત યાદપ્યાર સ્વીકાર થાય. સાથે-સાથે જે ઈશારો આપ્યો છે તેને જલ્દી થી જલ્દી જીવન માં લાવવાનો તીવ્ર પુરુષાર્થ કરવાનો છે. સારું-ગુડ નાઈટ. બધી શિવ શક્તિઓ અને પાંડવો પ્રતિ બાપનાં નમસ્તે.