Search for a command to run...
3 Dec 1970
સામનો કરવા માટે કામનાઓનો ત્યાગ
3 December 1970 · ગુજરાતી
આજે દરેકને અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરાવી રહ્યાં છે. દરેક યથાશક્તિ અનુભવ કરી રહ્યાં છે, ક્યાં સુધી દરેક નિરાકારી અને અલંકારી બન્યાં છે એ જોઈ રહ્યાં છે. બંનેવ આવશ્યક છે. અલંકારી ક્યારેય પણ દેહ અહંકારી નહીં બની શકે. એટલે સદૈવ પોતાને જુઓ કે નિરાકારી અને અલંકારી છું. આ જ છે મનમનાભવ, મધ્યાજીભવ. સ્વસ્થિતિ ને માસ્ટર સર્વશક્તિમાન કહેવાય છે. તો માસ્ટર સર્વશક્તિમાન બન્યાં છો ને. આ સ્થિતિમાં સર્વ પરિસ્થિતિઓથી પાર થઈ જવાય છે. આ સ્થિતિમાં સ્વભાવ અર્થાત્ સર્વમાં સ્વ નો ભાવ અનુભવ થાય છે. અને અનેક જૂનાં સ્વભાવ સમાપ્ત થઈ જાય છે. સ્વભાવ અર્થાત્ સ્વ માં આત્મા નો ભાવ જુઓ પછી આ ભાવ-સ્વભાવ ની વાતો સમાપ્ત થઈ જશે. સામનો કરવાની સર્વ શક્તિઓ પ્રાપ્ત થઇ જશે. જ્યાં સુધી કોઈ સૂક્ષ્મ કે સ્થૂળ કામના (ઈચ્છા) છે ત્યાં સુધી સામનો કરવાની શક્તિ નથી આવી સકતી. કામના સામનો કરવા નથી દેતી. એટલે બ્રાહ્મણોનું અંતિમ સંપૂર્ણ સ્વરુપ કેમ ગવાય છે, ખબર છે? આ સ્થિતિનું વર્ણન છે ઈચ્છા માત્રમ્ અવિદ્યા. હવે પોતાનાંથી પૂછો ઈચ્છા માત્રમ્ અવિદ્યા એવી સ્થિતિ અમારી બ્રાહ્મણોની બની છે? જ્યારે એવી સ્થિતી બનશે ત્યારે જયજયકાર અને હાહાકાર પણ થશે. આ છે આપ સર્વ નું અંતિમ સ્વરુપ. પોતાનાં સ્વરુપ નાં સાક્ષાત્કાર થાય છે, સદૈવ પોતાનું સંપૂર્ણ અને ભવિષ્ય સ્વરુપ એવું દેખાય જેમ શરીર છોડવા વાળાને બુદ્ધિમાં સ્પષ્ટ રહે છે કે હમણાં-હમણાં આ શરીર છોડી નવું શરીર ધારણ કરવાનું છે. એમ બુદ્ધિ માં સદૈવ આ જ રહે કે હમણાં-હમણાં આ સ્વરુપ ને ધારણ કરવાનું છે. જેમ સ્થૂળ વસ્ત્ર ખુબ જલ્દી ધારણ કરી લો છો એમ આ સંપૂર્ણ સ્વરુપ ધારણ કરો. ખૂબ સુંદર અને શ્રેષ્ઠ વસ્ત્ર સામે જોયાં પછી જૂનાં વસ્ત્ર ને છોડી નવું ધારણ કરવું શું મુશ્કેલ હોય છે? એમ જ જ્યારે પોતાનાં શ્રેષ્ઠ સંપૂર્ણ સ્વરુપ અથવા સ્થિતિ ને જાણો છો, સામે છે, તો પછી એ સંપૂર્ણ શ્રેષ્ઠ સ્વરુપ ધારણ કરવામાં વાર કેમ? કોઈ પણ અહંકાર છે તો એ અલંકાર-હીન બનાવી દે છે. એટલે નિરહંકારી અને નિરાકારી પછી અલંકારી. આ સ્થિતિમાં સ્થિત થઇ સર્વ આત્માઓનાં કલ્યાણકારી બનવા વાળા જ વિશ્વનાં રાજ્ય અધિકારી બને છે. જ્યારે સર્વનાં કલ્યાણકારી બનો છો તો શું જે સર્વનું કલ્યાણ કરવા વાળા છે એ પોતાનું અકલ્યાણ કરી શકે છે? સદૈવ પોતાને વિજયી રત્ન સમજી ને દરેક સંકલ્પ અને કર્મ કરો. માસ્ટર સર્વશક્તિમાન ક્યારેય હાર નથી ખાઈ શકતાં. હાર ખાવાવાળા ને ન ફક્ત હાર પરંતુ ધર્મરાજ નો માર પણ ખાવો પડે છે. શું હાર અને માર મંજુર છે? જ્યારે હાર ખાઓ છો, હાર પહેલાં માર સામે જુઓ. માર થી ભૂતો પણ ભાગે છે. તો માર ને સામે રાખવાથી ભૂત ભાગી જશે. હજું સુધી હાર ખાવી કોનું કામ છે? માસ્ટર સર્વશક્તિમાનો નું નથી, એટલે એ જ જૂની વાતો, જૂની ચાલ હવે માસ્ટર સર્વશક્તિમાનો નાં ચહેરા પર શોભતા નથી. એટલે સંપૂર્ણ સ્વરુપ ને હમણાં-હમણાં ધારણ કરવાની પોતાનાથી પ્રતિજ્ઞા કરો. પ્રયત્ન નહીં. પ્રયત્ન અને પ્રતિજ્ઞા માં બહુ ફરક છે. પ્રતિજ્ઞા એક સેકન્ડમાં કરવામાં આવે છે. પ્રયત્ન માં સમય લાગે છે. એટલે હવે પ્રયત્ન નો સમય પણ ગયો. હવે તો પ્રતિજ્ઞા અને સંપૂર્ણ રુપની પ્રત્યક્ષતા કરવાની છે. સાક્ષાત્ બાપ સમાન સાક્ષાત્કાર મૂર્ત બનવાનું છે. એમ સ્વયં ને સાક્ષાત્કાર મૂર્ત સમજવાથી ક્યારેય પણ હાર નહીં ખાશો. હવે પ્રતિજ્ઞા નો સમય છે ન કે હાર ખાવાનો. જો વારંવાર હાર ખાતા રહો છો તો એનું ભવિષ્ય પણ શું હશે? ઉંચા-ઉંચા પદ તો નહીં પામી શકે. વારંવાર હાર ખાવાવાળાને દેવતાઓનાં હાર બનાવવા વાળા બનવું પડશે. જેટલાં વારંવાર હાર ખાતા રહેશો એટલાં જ વારંવાર હાર બનાવવાં પડશે, રત્નજડિત હાર બને છે ને. અને પછી દ્વાપર થી પણ જ્યારે ભક્ત બનશો તો અનેક મૂર્તિઓને વારંવાર હાર પહેરાવવો પડશે. એટલે હાર નહીં ખાતા. અહીં કોઈ હાર ખાવા વાળું છે કે. જો હાર નથી ખાતા તો બલિહાર જાય છે. હમણાં બલિહાર અથવા બલિ ચઢવાની તૈયારી કરવા વાળા છો. સમાપ્તિ માં બલિ ચઢવાનું છે કે ચઢી ચૂક્યાં છો? જે બલિહાર થઈ ગયાં છે તેમની પરીક્ષા લેશે. આ બધાંની આજ થઈ કોઈ ફરિયાદ નહીં આવશે. જ્યારે હાર નહીં ખાશો તો પછી ફરિયાદ શેની. આપ સૌનું પેપર વતનમાં તૈયાર થઈ રહ્યું છે. ઓમ શાંતિ.