Search for a command to run...
30 Nov 1970
વર્કર્સ નું વન્ડરફુલ સર્કસ (કામદારોનું અદ્ભુત સર્કસ)
30 November 1970 · ગુજરાતી
માસ્ટર સર્વશક્તિમાન બન્યાં છો? આ જે ગ્રુપ અધરકુમારો નું છે આ બધાં માસ્ટર સર્વશક્તિમાન બનેલાં છે કે બનવા માટે આવ્યાં છે? જે સમજે છે કે બનવા માટે આવ્યાં છીએ એ હાથ ઉઠાવે. બાકી જે બનેલાં છે એ સામે આવે. જ્યારે માસ્ટર સર્વશક્તિમાન છો તો પાસ જ પાસ છો. ક્યારેય નપાસ નથી થતાં. ક્યારેય પણ કોઈ વાત માં નપાસ નથી થતાં. અચ્છા ભલે ક્યારેક ફીલિંગ આવે (લાગણીશીલ થાઓ) છે? નિમિત્ત બનેલ ટીચર્સ પાસેથી સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) મળ્યું છે કે ફીલિંગ પ્રૂફ (લાગણી થી પરે) છો. વર્તમાન સમયનાં અનુસાર આ વાતો કોઈ સાધારણ નથી. વર્તમાન સમયનાં પ્રમાણે સાધારણ વાત પણ મહાન ગણવામાં આવે છે. સમજ્યાં, જેમ જેટલો મોટો વ્યક્તિ, જેટલો અધિક ધનવાન હોય છે, એટલું જ નાનું કોઈ ખરાબ કર્મ અથવા ભૂલ નો નાનો એક પૈસાનો દંડ પણ એનાં માટે બહુ મોટો હોય છે. તો એ રીતે વર્તમાન સમયે સાધારણ પણ મહાન ની યાદી માં ગણાય છે. માસ્ટર સર્વશક્તિમાન અર્થાત્ લાગણી થી પરે. બધી વાતો માં ફુલ (ભરપૂર). નોલેજફુલ. બધાં શબ્દોની પાછળ ફુલ આવે છે. તો જેટલાં ફુલ બનતાં જશો એટલો જ ફીલિંગ (લાગણી) નો ફ્લો (પ્રવાહ) અથવા ફ્લુ (તાવ) એ ખતમ થઈ જશે. ફલોલેસ (ત્રુટિરહિત) ને ફુલ કહેવાય છે. બધાં માસ્ટર શક્તિમાન છો? જેમણે હાથ નથી ઉઠાવ્યાં એ પણ માસ્ટર સર્વશક્તિમાન છે. કારણ કે સર્વશક્તિમાન બાપને પોતાનાં બનાવી લીધાં છે. સર્વશક્તિમાન બાપને સર્વ સંબંધ થી પોતાનાં બનાવ્યાં છે. એ જ માસ્ટર સર્વશક્તિમાન ની શક્તિ છે. તો સર્વશક્તિમાન ને સર્વ સંબંધ થી પોતાનાં બનાવ્યાં છે? જ્યારે આટલું મોટામાં મોટું પ્રત્યક્ષ પ્રમાણ છે પછી કેમ પોતાને જાણતાં અને માનતાં નથી. આ પ્રત્યક્ષ પ્રમાણ સદૈવ સામે રહે તો માયાજીત ખૂબ સરળ રીતે બની શકો છો. સમજ્યાં. જ્યારે સર્વ સંબંધ એક સાથે જોડાઈ ગયાં તો બીજી વાત જ શું રહી. જ્યારે કાંઈ રહેતું જ નથી તો બુદ્ધિ જશે ક્યાં. જો બુદ્ધિ અહીંયા-ત્યાં જાય છે તો સિદ્ધ થાય છે કે સર્વ સંબંધ એક ની સાથે નથી જોડ્યાં. જોડવાની નિશાની છે અનેકો થી તૂટી જવું. કોઈ ઠેકાણું જ નથી તો બુદ્ધિ ક્યાં જશે. બીજાં બધાં ઠેકાણાં તૂટી જાય છે. એકથી જોડાઈ જાય છે. પછી આજે ફરિયાદ છે કે બુદ્ધિ અહીંયા-ત્યાં દોડે છે એ બંધ થઈ જશે. અચ્છા.
આ જે ગ્રુપ (સંગઠન) સમજે છે અમે ભઠ્ઠી માં આવ્યાં છીએ, જ્યારે ભઠ્ઠી માં છો જ તો પછી વિશેષ રુપથી કેમ આવ્યાં છો? અથવા કહો કે ભઠ્ઠી માં તો છીએ પરંતુ બેટરી ક્યાં સુધી ચાર્જ થઈ છે એ વેરીફાય (ચકાસવા) અથવા ચેકીંગ (તપાસ) કરાવવાં આવ્યાં છીએ. ચાર્જ કરાવવાં આવ્યા છો કે ચેકીંગ કરાવવાં આવ્યાં છો? (બંને) છે તો બધાં વેલ્યુએબલ (મુલ્યવાન), સર્વિસએબલ (સેવાધારી) વર્કર્સ (કામદાર) ગ્રુપ. આ ગ્રુપ નું શીર્ષક તો સાંભળી લીધું ને. આ શીર્ષક સાંભળીને બધાં ખુશ થઇ રહ્યાં છે. પરંતુ આમાં ‘પરંતુ’ પણ છે. આ લક્ષ્ય પણ છે. આ લક્ષ્ય થી બતાવે છે કે આગળ માટે ભઠ્ઠી થી સમાન બની ને જશો. છે વર્કર્સ ગ્રુપ, પરંતુ વર્કર્સ નાં બદલે ક્યારેક-ક્યારેક શું કરો છો, ખબર છે? બાપદાદા વતન થી વર્કર્સ ની એક્શન (કર્મ) જુએ છે, જે એ કરે છે. ક્યારેક-ક્યારેક ખૂબ વિચિત્ર સર્કસ કરે છે. જે રીતે સર્કસમાં ભિન્ન-ભિન્ન એક્ટ (કમાલ) દેખાડે છે ને. એમ આપ સૌ પણ પોત-પોતાનું સર્કસ દેખાડો છો. તે સર્કસમાં શું-શું ભાગ ભજવે છે એ જોવા યોગ્ય હોય છે કે ક્યારેક-ક્યારેક વર્કર્સ પોતાનું વિકરાળ રુપ દેખાડી દે છે. પોતાની કમીઓ પર વિકરાળ રુપ ધારણ કરવાનાં બદલે અન્ય ઉપર વિકરાળ રુપ નું સર્કસ દેખાડે છે. ભલે વ્યવહાર માં, ભલે પરિવાર માં, ભલે પરમાર્થ માં, ત્રણેય માં આ વિકરાળ રુપ નું સર્કસ દેખાડે છે. ક્યારેક-ક્યારેક પછી બીજુ સર્કસ વ્યર્થ સંકલ્પનાં ઝૂલામાં ઝૂલવાનું દેખાડે છે. હકીકતમાં ઝુલો ઝૂલવાનો છે અતીન્દ્રિય સુખ નો પરંતુ ઝૂલે છે વ્યર્થ સંકલ્પો નો. ત્રીજું સર્કસ કયું દેખાડે છે. સ્થિતિ બદલી કરવાનું સર્કસ દેખાડે છે. રુપ અને સ્થિતિ બદલવાનો ભાગ અધિકાંશ દેખાડે છે. તો વતન માં બેસીને બાપદાદા વર્કર્સ ગ્રુપ નું આ સર્કસ જુએ છે. પુરુષાર્થી ખૂબ સારા છે પરંતુ પુરુષાર્થ કરતાં-કરતાં ક્યાંક-ક્યાંક પુરુષાર્થ સારો કર્યા પછી પ્રાલબ્ધ અહીંયા જ ભોગવવાની ઇચ્છા રાખે છે. તો ઈચ્છા પણ છે, સારું પણ છે. પરંતુ પ્રાલબ્ધ જમા કરવાની છે. પરંતુ ક્યારેક-ક્યારેક પોતાનાં પુરુષાર્થ નાં પ્રાલબ્ધ ને અહીંયા ભોગવવાની ઈચ્છા થી જમા થવામાં કમી કરી દે છે. સમજ્યાં. તો આ વાતને ખતમ કરીને જવાનું છે. પ્રાલબ્ધ ની ઈચ્છા ને ખતમ કરી ને ફક્ત સારો પુરુષાર્થ કરો. ઈચ્છા નાં બદલે અચ્છા (સારો) શબ્દ યાદ રાખજો. સમજ્યાં. ઈચ્છા સ્વચ્છતા ને ખતમ કરી દે છે અને સ્વચ્છતા નાં બદલે સોચતા (વિચારતા) બની જાય છે. આ છે વર્તમાન પરિણામ. વર્કર્સ નો અર્થ છે કર્તા નહીં કે વિચારતા. બાપદાદા જાણે છે આ ઉમ્મીદવાર રત્નો નું સંગઠન છે. ઉમ્મીદવાર પણ છો, હિંમતવાન પણ છો ફક્ત એક વાત ઉમેરવાની છે. સહનશક્તિવાન બનવાનું છે. પછી ઉમ્મીદવાર થી સફળતા મૂર્ત બની જશો. સમજ્યાં. હમણાં ઉમ્મીદવાર મૂર્ત છો આ એક વાત ઉમેરવાથી સફળતા મૂર્ત બની જશો. સંપૂર્ણતાની સમીપતાની નિશાની છે સફળતા. જેટલાં-જેટલાં પોતાને સફળતા મૂર્ત જોતાં જશો એટલું સમજો સંપૂર્ણતાની નજીક છો. આ ગ્રુપ સફળતા મૂર્ત બનવા માટે કયુ સુવિચાર સામે રાખશે? સુવિચાર એ છે, પ્યોરિટી (પવિત્રતા) જ સંગમયુગ ની પ્રોસપર્ટી (સમૃદ્ધિ) છે. આ છે સુવિચાર. પવિત્રતા નો કેટલો વિસ્તાર છે, પવિત્રતા કઈ અને કઈ યુક્તિઓથી ધારણ કરી શકો છો એ વિષયો પર ટીચર્સ ક્લાસ કરાવશે. બાપદાદા ફક્ત વિષય આપી રહ્યાં છે. પવિત્રતાનાં વિસ્તારને સમજવાનો છે. સંપૂર્ણ પવિત્રતા કોને કહેવાય છે? તો પવિત્રતા જ સમૃદ્ધિ છે આ છે આ સંગઠન નો શ્રેષ્ઠ સુવિચાર. સમાપ્તિ નાં સમયે સંપૂર્ણતાની પરીક્ષા લેશે. પરીક્ષા નાં સવાલ પહેલાથી જ બતાવી દે છે. પછી તો પાસ થવું સહજ છે ને. સંપૂર્ણતા શું હોય છે એની મુખ્ય ચાર વાતોની પરીક્ષા લેશે. કઈ ચાર વાત એ નહીં બતાવે. અચ્છા.