Search for a command to run...
5 Dec 1970
પ્રતિજ્ઞા કરવા વાળાઓને માયા ની ચેલેન્જ (પડકાર)
5 December 1970 · ગુજરાતી
અવાજ થી પરે જતાં અને લઈ જતાં આવડે છે? જ્યારે ઈચ્છો ત્યારે અવાજ માં આવવું અને જ્યારે ઈચ્છો ત્યારે અવાજ થી પરે થઇ જવું, એવાં સહજ અભ્યાસી બન્યાં છો? આ પાઠ પાક્કો કર્યો છે? વિજયી રત્ન બન્યાં છો? કોના પર વિજયી બન્યાં છો? સર્વનાં દિલો પર વિજય પ્રાપ્ત કરી શકો છો? જેમ બાપદાદાનાં આ કર્તવ્યનાં ગુણોનું યાદગાર અહીં છે એવાં બાપ સમાન વિજયી બન્યાં છો? સર્વનાં ઉપર વિજયી બન્યાં છો. તમારી ઉપર બીજું કોઈ વિજયી બની શકે છે? આવી સ્થિતિ ભઠ્ઠી માં બનાવી છે. ભઠ્ઠીથી ગયા પછી પ્રેક્ટિકલ (વ્યવહારિક) પેપર હશે. પાસ વિથ ઓનર અર્થાત્ સંકલ્પમાં પણ નપાસ ન થાઓ એવાં બન્યાં છો? કાલે સમાચાર સાંભળ્યા હતાં કે જી હા નાં નારા ખૂબ સરસ લગાડ્યાં. એવી પ્રતિજ્ઞા કરવાવાળા પાસ વિથ ઓનર હોવાં જોઈએ. માયાને ચેલેન્જ છે કે પ્રતિજ્ઞા કરવાવાળા ની ખૂબ જ પ્રેક્ટિકલ પરીક્ષા લે. સામનો કરવાની શક્તિ સદૈવ પોતાનામાં કાયમ રાખવાની છે. જે અષ્ટશક્તિ સંભળાવી હતી એ પોતાનામાં ધારણ કરી છે. જ્ઞાનમૂર્ત, ગુણમૂર્ત, બંનેવ બન્યાં છો? માયાને સારી રીતે સદા માટે વિદાય આપીને ચાલ્યાં છો? પોતાની સ્થૂળ વિદાયની પહેલાં માયાને વિદાય આપવાની છે. માયા પણ બહુ ચતુર છે. જેમ કોઈ-કોઈ જ્યારે શરીર છોડે છે તો ક્યારેક-ક્યારેક શ્વાસ છુપાઈ જાય છે, અને સમજે છે કે ફલાણા મરી ગયાં, પરંતુ છુપાયેલો શ્વાસ ક્યારેક-ક્યારેક પાછો ચાલવાં પણ લાગે છે. એમ માયા પોતાનું અતિ સૂક્ષ્મ રુપ પણ ધારણ કરે છે. એટલે સારી રીતે જેમ ડોક્ટર લોકો ચેક કરે છે કે ક્યાંક શ્વાસ છુપાયેલો તો નથી. એમ ત્રીજા નેત્ર થી પણ સારી રીતે પોતાની તપાસ કરવાની છે. પછી ક્યારેય એવો બોલ ન નીકળે કે આ વાતની તો અમને આજે જ ખબર પડી છે. એટલે બાપદાદા પહેલાથી જ ખબરદાર હોશિયાર બનાવી રહ્યાં છે. કારણ કે પ્રતિજ્ઞા કરી છે, કયા સ્થાન પર પ્રતિજ્ઞા કરી છે? કોની આગળ કરી છે? આ બધી વાતો યાદ રાખવાની છે. પ્રાપ્તિ તો કરી પરંતુ પ્રાપ્તિ ની સાથે શું કરવાનું હોય છે? પ્રાપ્તિ કરી પરંતુ એવી પ્રાપ્તિ કરી કે સર્વ તૃપ્ત થઈ જાય. જેટલાં તૃપ્ત બનશો એટલાં જ ઈચ્છા માત્રમ્ અવિદ્યા થશો. કામના ને બદલે સામનો કરવાની શક્તિ આવશે. જૂની વૃત્તિઓથી નિવૃત્ત થયાં - આ બધાં પરીક્ષાનાં સવાલ છે, જે પરીક્ષા પ્રેક્ટિકલ માં થવાંની છે. પોતાને પૂર્ણ રીતે ક્લિયર (શુધ્ધ) અને ડોન્ટ કેર (કાળજી નથી) કરવાની શક્તિ પોતાનામાં ધારણ કરી છે? સ્વયંની અને સમયની બંનેવ ની ઓળખ સારી રીતે સ્પષ્ટ ખબર પડી? આ બધું જ કર્યું કે કાંઈ બાકી રહ્યું છે? જે સમજે છે બધી વાતોની પ્રાપ્તિ કરી તૃપ્ત આત્મા બની પરીક્ષા હોલ માં જવા માટે હિંમતવાન, શક્તિવાન બન્યાં છીએ, એ હાથ ઉઠાવો. બધી વાતોની પરીક્ષા આપવામાં અને પાસ વિથ ઓનર બનવાનાં હિમતવાન, શક્તિવાન જે બન્યાં છે એ હાથ ઉઠાવો. સારું હવે પ્રેક્ટિકલ પેપર નું પરિણામ જોશે. જે આ મહીને પાસ વિથ ઓનર નું પરિણામ દેખાડશે એમને બાપદાદા વિશેષ યાદ સોગાત (ભેટ) આપશે. પરંતુ પાસ વિથ ઓનર. ફક્ત પાસ નહીં. પોત-પોતાનું પરિણામ લખી મોકલજો. પછી જોશે આટલાં મોટાં સંગઠન માંથી કેટલાં પાસ વિથ ઓનર નીકળ્યાં. પરંતુ એ પણ જોજો કે ટીચર અને જે તમારાં સાથી છે એમનાંથી પણ સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) લેશો, ત્યારે યાદ સોગાત આપશે. સહજ છે ને. જ્યારે છો જ હિંમતવાન તો આ શું મુશ્કેલ છે. સદૈવ આ સ્મૃતિ રાખજો કે હું વિજયી માળા ની વિજયી રત્ન છું. આ સ્મૃતિ માં રહેવાથી પછી હાર નહીં થશે. અચ્છા. બધાંએ કહ્યું હતું કે સમાપ્તિ માં પૂર્ણ રુપથી બલિ ચઢી જ જઇશુ તો સંપૂર્ણ બલિ ચઢ્યાં? મહાબલિ બનીને જઇ રહ્યાં છો કે હજું પણ થોડું મરવાનું છે? મહાબલિ ની આગળ કોઈ માયાનું બળ ચાલી નથી શકતું. એવો નિશ્ચય પોતાનામાં ધારણ કરીને જઇ રહ્યાં છો ને. પરિણામ જોશે પછી બાપદાદા આવાં વિજયી રત્નો ને એક અલૌકિક માળા પહેરાવશે. અચ્છા.