Search for a command to run...
24 Jul 1970
બિંદુ રુપની સ્થિતિ સહજ કેવી રીતે બને?
24 July 1970 · ગુજરાતી
બધાં જે સ્થિતિમાં હમણાં બેઠાં છો, એને કઈ સ્થિતિ કહેશો? વ્યક્ત માં અવ્યક્ત સ્થિતિ છે? બાપદાદા સાથે મુલાકાત કરતાં સમયે બિંદુ રુપ સ્થિતિમાં સ્થિત રહી શકો છો? (દરેકે પોત-પોતાનાં વિચાર સંભળાવ્યાં) બિંદુ રુપની સ્થિતિ વિશેષ કયા સમયે બને છે? જ્યારે એકાંત માં બેસો છો ત્યારે કે હરતાં-ફરતાં પણ થઈ શકે છે? અંતિમ પુરુષાર્થ યાદ નો જ છે. એટલે યાદની સ્થિતિ અથવા અનુભવ ને પણ બુદ્ધિમાં સ્પષ્ટ સમજવું આવશ્યક છે. બિંદુ રુપની સ્થિતિ શું છે અને અવ્યક્ત સ્થિતિ શું છે, બંનેવ નો અનુભવ શું-શું છે? કારણ કે નામ બે કહેવાય છે તો જરુર બંનેનાં અનુભવ માં પણ અંતર હશે. હરતાં-ફરતાં બિંદુ રુપ ની સ્થિતિ આ સમયે ઓછી પણ નહીં પરંતુ ના બરાબર જ કહેવાય. એનો પણ અભ્યાસ કરવો જોઈએ. વચ્ચે-વચ્ચે એક બે મિનિટ પણ કાઢી ને આ બિંદુ રુપ નો અભ્યાસ (પ્રેક્ટિસ) કરવો જોઈએ. જેવી રીતે જ્યારે કોઈ એવો દિવસ હોય છે તો બધાં હરતાં-ફરતાં ટ્રાફિક ને પણ રોકી ને ત્રણ મિનીટ સાઇલેન્સ (શાંતિ) નો અભ્યાસ કરાવે છે. બધાં ચાલી રહેલાં કાર્યને અટકાવી દે છે. તમે પણ કોઈ કાર્ય કરો છો અથવા વાત કરો છો તો વચ્ચે-વચ્ચે આ સંકલ્પોનાં ટ્રાફિક ને સ્ટોપ કરવું (અટકાવવું) જોઇએ. એક મિનિટ માટે પણ મનનાં સંકલ્પો ને, કે શરીર દ્વારા ચાલતાં કર્મ ને વચ્ચે રોકી ને પણ આ પ્રેક્ટિસ કરવી જોઈએ. જો આ પ્રેક્ટિસ નહીં કરો તો બિંદુ રુપની પાવરફુલ (શક્તિશાળી) સ્થિતિ કેવી રીતે અને ક્યારે લાવી શકશો? એટલે આ અભ્યાસ કરવો આવશ્યક છે. વચ્ચે-વચ્ચે આ પ્રેક્ટિસ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં કરતાં રહેશો તો જે આજે આ બિંદુ રુપ ની સ્થિતિ મુશ્કેલ લાગે છે એ એવી સરળ થઇ જશે જેમ હમણાં મેજોરીટી (અધિકાંશ) ને અવ્યક્ત સ્થિતિ સહજ લાગે છે. પહેલાં જ્યારે અભ્યાસ શરું કર્યો તો વ્યક્તમાં અવ્યક્ત સ્થિતિ માં રહેવું પણ મુશ્કેલ લાગતું હતું. હવે અવ્યક્ત સ્થિતિમાં રહી કાર્ય કરવું જે રીતે સરળ થતું જાય છે એ જ રીતે આ બિંદુ રુપની સ્થિતિ પણ સહજ થઇ જશે. હવે મહારથીઓએ આ પ્રેક્ટિસ કરવી જોઈએ. સમજ્યાં.
ફરિશ્તા રુપની સ્થિતિ અર્થાત્ અવ્યક્ત સ્થિતિ જેની સદાકાળ રહે છે એ બિંદુ રુપમાં પણ સહજ સ્થિત થઈ શકશે. જો અવ્યક્ત સ્થિતિ નથી તો બિંદુ રુપમાં સ્થિત થવું પણ મુશ્કેલ લાગે છે. એટલે હવે આનો પણ અભ્યાસ કરો. શરુ-શરુ માં અવ્યક્ત સ્થિતિનો અભ્યાસ કરવાં માટે કેટલાં એકાંતમાં બેસી પોતાનો વ્યક્તિગત પુરુષાર્થ કરતાં હતાં. એ જ રીતે આ ફાઇન સ્ટેજ (અંતિમ સ્થિતિ) નો પણ પુરુષાર્થ વચ્ચે-વચ્ચે સમય કાઢી ને કરવો જોઈએ. આ છે અંતિમ સિદ્ધિ ની સ્થિતિ. આ સ્થિતિ માં પહોંચવા માટે એક વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે. આજકાલ આ ગવર્નમેંટ (સરકાર) કઈ સ્કીમ (યોજના) બનાવે છે? તેમનાં પ્લાન્સ (યોજના) પણ સફળ ત્યારે થાય છે જ્યારે પહેલાં-પહેલાં આ લક્ષ્ય રાખે છે કે બધી વાતોમાં જેટલી થઈ શકે એટલી બચત થાય. બચત ની યોજના પણ કરે છે ને. સમય બચે, પૈસા બચે, એનર્જી (શક્તિ) ની પણ બચત કરવાં ઈચ્છે છે. એનર્જી ઓછી લાગે અને કાર્ય વધારે થાય. બધાં પ્રકારની બચત ની યોજના કરે છે. તો હવે પાંડવ ગવર્નમેંટે કઈ સ્કીમ (યોજના) કરવી પડે? આ જે સંભળાવ્યું કે બિંદુ રુપની સંપૂર્ણ સિદ્ધિ ની અવસ્થા ને પ્રાપ્ત કરવાં માટે પુરુષાર્થ કરવો પડે. હમણાં જે રીતે ચાલી રહ્યાં છો એ હિસાબ થી તો બધાં એમ જ કહે છે કે બહુ જ બીઝી (વ્યસ્ત) રહીએ છીએ, એકાંત નો સમય ઓછો મળે છે, પોતાનાં મનન નો સમય પણ ઓછો મળે છે. પરંતુ સમય ક્યાંથી આવશે. દિન પ્રતિદિન સેવા પણ વધતી જવાની છે અને સમસ્યાઓ પણ વધતી જવાની છે. અને આ જે સંકલ્પોની સ્પીડ (ગતિ) છે એ પણ દિન પ્રતિદિન વધશે. હમણાં એક સેકન્ડમાં જે દસ સંકલ્પ કરો છો એની બમણી અને ત્રણ-ગણી ગતિ થઇ જશે. જે રીતે આજકાલ જનસંખ્યા નો હિસાબ કાઢે છે ને કે એક દિવસમાં કેટલી વૃદ્ધિ થાય છે. અહીંયા પછી આ સંકલ્પોની ગતિ તેજ થશે. એક તરફ સંકલ્પોની, બીજી તરફ ઈવિલ સ્પિરિટ્સ (ભટકતી આત્માઓ) ની પણ વૃદ્ધિ થશે. પરંતુ આનાં માટે એક વિશેષ ધ્યાન રાખવું પડશે, જેનાથી બધી વાતો નો સામનો કરી શકશો. તે એ છે કે જે પણ વાત હોય છે એને સ્પષ્ટ સમજવા માટે બે શબ્દ યાદ રાખવાનાં છે. એક અંતર (સરખામણી) અને બીજો મંત્ર. જે પણ વાત હોય છે એનું અંતર કરો કે આ યથાર્થ છે કે અયથાર્થ છે. બાપદાદાનાં સમાન છે કે નથી. બાપ સમાન છે કે નથી? એક તો દરેક સમય અંતર કરીને એને એક સેકન્ડમાં નોટ (નોંધ) અથવા તો ડોટ (પૂર્ણવિરામ). કરવાનું નથી તો પછી ડોટ કરશું, જો કરવાનું છે તો પછી કરવા લાગી જશું. તો નોટ અને ડોટ, આ પણ સ્મૃતિમાં રાખવાનું છે. અંતર અને મંત્ર આ બંને પ્રેક્ટિકલ માં હશે. બંને ને ભુલશો નહીં તો કોઈપણ સમસ્યા અથવા કોઈપણ ભટકતી આત્માઓ સામનો નહીં કરી શકે. એક સેકન્ડમાં સમસ્યા ભસ્મ થઈ જશે. ભટકતી આત્માઓ તમારી સામે રહી નહીં શકે. તો આ પુરુષાર્થ કરવો પડે. સમજ્યાં.
(ભટકતી આત્માઓનું રુપ કયું છે?) એમનું સ્પષ્ટ રુપ છે કોઈક ની આત્મામાં પ્રવેશ થવું. પરંતુ ભટકતી આત્માઓનું કઇંક ગુપ્ત રુપ પણ હોય છે. ચાલતાં-ચાલતાં કોઈ માં વિશેષ કોઈ ને કોઈ ખરાબ સંસ્કાર બિલકુલ પ્રભાવશાળી રુપમાં જોવામાં આવશે. જેની ઇફેક્ટ (અસર) શું થશે કે એમનું મગજ હમણાં-હમણાં એક વાત, હમણાં-હમણાં બીજી વાત. એ પણ ફોર્સ (જોશ) થી કહેશે. એમની સ્થિતિ પણ એક ઠેકાણે ટકેલી નહીં હશે. એ પોતાને પણ હેરાન કરે છે, બીજાને પણ હેરાન કરશે. સ્પષ્ટ રુપમાં જે ભટકતી આત્મા આવે છે એને પારખીને અને એનાથી કિનારો કરવો સહજ છે. પરંતુ તમારા લોકો સામે સ્પષ્ટ રુપમાં ઓછી આવશે. ગુપ્ત રુપમાં વધારે આવશે. જેને તમે લોકો સાધારણ શબ્દોમાં કહો છો કે ખબર નહીં એમનું મગજ થોડું પાગલ જેવું લાગે છે. પરંતુ એ સમયે એમનામાં આ ઈવિલ અર્થાત્ ખરાબ સંસ્કારો નો ફોર્સ (આવેગ) એટલો હોય છે જે તે ભટકતી આત્માઓનાં સમાન જ હોય છે. જે રીતે તેઓ બહુ હેરાન કરે છે એમ જ આ પણ બહુ હેરાન કરે છે. આવું ખુબ થવાનું છે. એટલે સંભળાવ્યું કે હવે સમયની બચત, સંકલ્પોની બચત, પોતાની શક્તિની બચત, આ યોજના બનાવીને વચ્ચે-વચ્ચે એ બિંદુ રુપની સ્થિતિને વધારો. જેટલી બિંદુ રુપની સ્થિતિ હશે એટલી કોઈપણ ભટકતી આત્મા અથવા ખરાબ સંસ્કાર નો આવેગ આપ સૌ પર વાર નહીં કરશે. અને આપ સૌનું શક્તિરુપ જ તેઓને મુક્ત કરશે. આ પણ સેવા કરવાની છે. ભટકતી આત્મા ને પણ મુક્ત કરવાની છે કારણ કે હવે અંત નાં સમય નો પણ અંત છે, તો ભટકતી આત્મા કે ખરાબ સંસ્કારો પણ અતિ માં જઈને પછી એનો અંત થશે. બધો કચરો બહાર નીકળીને ભસ્મ થઈ જશે. એટલે એમનો સામનો કરવા માટે જો પોતાની સમસ્યાઓ થી જ મુક્ત નહીં થયા હોવ તો આ સમસ્યાઓ નો કેવી રીતે સામનો કરી શકશો. એટલે કહે છે બચત ની યોજના બનાવો અને વ્યવહાર માં લાવો ત્યારે પોતાનો અને સર્વ આત્માઓ નો બચાવ કરી શકશો. ફક્ત ભાષણ કરવું કે સમજાવવા ની સેવા નહીં, હવે તો સેવાનું રુપ પણ ખૂબ સૂક્ષ્મ થતું જશે. એટલે પોતાની સૂક્ષ્મ સ્વરુપ ની સ્થિતિ ને વધારો. આ બધું પ્રત્યક્ષ થઈને પછી પ્રાયઃ લોપ થવાનું છે. પ્રાયઃ લોપ થતાં પહેલાં પ્રત્યક્ષ થઈ પછી પ્રાયઃ લોપ થશે. સેવા એટલી વધવાની છે જે એક-એક ને દસ નું કાર્ય કરવું પડશે.
શક્તિઓની ભુજા (હાથ) કેટલી દેખાડે છે? ભુજા નો અર્થ છે એટલું સેવામાં મદદગાર બનવું. પાંડવ સમજે છે કે આ તો શક્તિઓની જ ભુજા છે. પાંડવો ને પછી શું દેખાડ્યાં છે, જાણો છો? લાંબા દેખાડ્યાં છે. તો આ પણ પાંડવોની આટલાં વધુ મદદગાર બનવાની નિશાની છે. લાંબુ શરીર નહીં પરંતુ બુદ્ધિ લાંબી છે. એમનું આગળ દોડવું એટલે જાણે કે શક્તિઓનું આગળ દોડવું છે. શક્તિઓને આગળ રાખવી એ જ એમની દોડવાની નિશાની છે. અચ્છા.