અવ્યક્ત બનવા માટે મુખ્ય શક્તિઓની ધારણા
આજે બાપદાદા કયા રુપથી જોઈ રહ્યાં છે? એક-એક નાં મુખડાં ની અંદર શું જોઈ રહ્યાં છે? જાણી શકો છો? દરેક ક્યાં સુધી અવ્યક્ત-મૂર્ત, આકર્ષણ-મૂર્ત, અલૌકિક-મૂર્ત અને હર્ષિત-મૂર્ત બન્યાં છે? એ જોઈ રહ્યાં છે. ચારેવ લક્ષણ આ મુખડાં થી દેખાઈ આવે છે. કોણ-કોણ ક્યાં સુધી બન્યાં છે, એ દરેકનું મુખડું સાક્ષાત્કાર કરાવે છે. જે રીતે દર્પણમાં સ્થૂળ ચહેરો જુઓ છો એ રીતે દર્પણમાં આ લક્ષણ પણ જુઓ છો? જોવાથી પોતાનો સાક્ષાત્કાર શું થાય છે? ચારેવ લક્ષણ માં વિશેષ કયું લક્ષણ પોતાનામાં જુઓ છો? સ્વયં સ્વયંને જોવાનો અભ્યાસ દરેકને હોવો જોઈએ. અંતિમ સ્ટેજ (સ્થિતિ) એવી થવાની છે જેમાં દરેકનાં મુખડાં પર આ સર્વ લક્ષણ પ્રસિદ્ધ રુપમાં દેખાશે. હમણાં કોઈ ગુપ્ત છે, કોઈ પ્રત્યક્ષ છે. કોઈ ગુણ વિશેષ છે, કોઈ એનાથી ઓછો છે. પરંતુ સંપૂર્ણ સ્થિતિ માં આ બધાં લક્ષણ સમાન રુપમાં અને પ્રત્યક્ષ રુપમાં દેખાશે. જેમાં બધાંની નંબરવાર પ્રત્યક્ષતા થવાની છે. જેટલાં-જેટલાં જેનામાં પ્રત્યક્ષ રુપમાં ગુણ આવતાં જાય છે એટલે-એટલી પ્રત્યક્ષતા પણ થતી જઈ રહી છે.
આજે વિશેષ કયા કાર્ય માટે આવ્યાં છે? પાંડવસેના પ્રતિ. પાંડવોની ભઠ્ઠી નો આરંભ છે. પોતાનામાં શું નવીનતા લાવવાની છે, એ ખબર છે? વિશેષ ભઠ્ઠી માં આવ્યાં છો તો વિશેષ શું ધારણા કરશો? (દરેકે પોત-પોતાનું લક્ષ્ય સંભળાવ્યું) ટીચર્સ તમે બતાવો આ પાંડવસેના થી શું-શું કરાવવું છે. તો આ પહેલાં થી સાંભળતાં જ પોતાનામાં બધાં પોઇન્ટ્સ (મુદ્દાઓ) ભરવાનો પ્રયત્ન કરી લેશે. જેથી પછી તમને મહેનત નહીં કરવી પડે. તમે આમનાથી શું ઇચ્છો છો? આ એક સેકન્ડમાં પોતાને બદલી શકે છે. મુશ્કેલ તો કંઈ પણ નથી હોતું. અને જે નિમિત્ત બનેલાં છે એમને મદદ પણ બહુ સારી મળે છે. પાંડવસેના તો કલ્પ પહેલાં ની પ્રસિદ્ધ છે જ. પાંડવો નાં કર્તવ્ય નું યાદગાર તો પ્રસિદ્ધ છે. જે કલ્પ પહેલાં થયું છે એ ફક્ત હવે રીપીટ (પુનરાવર્તન) કરવાનું છે. અવ્યક્ત બનવા માટે અથવા જે પણ બધાંએ લક્ષ્ય સંભળાવ્યાં એને પૂર્ણ કરવા માટે શું-શું પોતાનામાં ધારણ કરવાનું છે. તે આજે સંભળાવે છે. બધાં પાંડવો પોતાને શું કહેવડાવો છો? ઓલમાઇટી ગોડ ફાધર (સર્વશક્તિમાન પરમપિતા પરમાત્મા) નાં બાળકો કહેવડાવો છો ને. તો અવ્યક્ત બનવા માટે મુખ્ય કઈ શક્તિઓ ને પોતાનામાં ધારણ કરવાની છે? ત્યારે જ જે લક્ષ્ય રાખ્યું છે એ પૂર્ણ થઇ શકશે. ભઠ્ઠી થી મુખ્ય કઈ શક્તિઓને ધારણ કરીને જવાનું છે, એ બતાવે છે. છે તો ઘણી પરંતુ મુખ્ય એક તો સહનશક્તિ જોઈએ, પરખવાની શક્તિ જોઈએ અને વિસ્તારને નાનો કરવાની અને પછી નાનાં ને મોટું કરવાની પણ શક્તિ જોઈએ. ક્યાંક વિસ્તારને નાનો કરવો પડે છે અને ક્યાંક વિસ્તાર પણ કરવો પડે છે. સમેટવાની શક્તિ, સમાવવાની શક્તિ, સામનો કરવાની શક્તિ અને નિર્ણય કરવાની પણ શક્તિ જોઈએ. આ બધાંની સાથે-સાથે સર્વ ને સ્નેહી અને સહયોગી બનાવવાની અર્થાત્ સર્વને મળવવાની પણ શક્તિ જોઈએ. તો આ સર્વ શક્તિઓ ધારણ કરવી પડે. ત્યારે જ બધાં લક્ષણ પૂરા થઈ શકે છે. થઈ શકે પણ નહીં, પરંતુ થવાનાં જ છે. કરી ને જ જવાનું છે. આ નિશ્ચયબુદ્ધિ નાં બોલ છે. એનાં માટે એક વાત વિશેષ છે. રુહાનિયત પણ ધારણ કરવાની છે અને સાથે-સાથે ઈશ્વરીય રુહાબ (નશો) પણ હોય. આ બે વાતો ધારણ કરવાની છે અને એક વાત ને છોડવાની છે. એ કઈ? (કોઈએ કહ્યું રોબ (આવેશ) છોડવાનો છે, કોઈએ કહ્યું નીચપણું છોડવાનું છે) એ ઠીક છે. ક્યાંક-ક્યાંક પોતાનામાં ફેથ (વિશ્વાસ) ન હોવાનાં કારણે ઘણાં કાર્યને સિદ્ધ નથી કરી શકતાં. એટલે કહે છે કે નીચપણું છોડવાનું છે. રોબ ને પણ છોડવાનો છે. બીજું જે ભિન્ન-ભિન્ન રુપ બદલો છો, ક્યારેક કેવું, ક્યારેક કેવું, તો આ ભિન્ન-ભિન્ન રુપ બદલવાનું છોડીને એક અવ્યક્ત અને અલૌકિક રુપ ભઠ્ઠી થી ધારણ કરીને જવાનું છે. અચ્છા. તિલક તો લગાવેલું છે ને. હવે ફક્ત ભઠ્ઠીની સૌગાત (ભેટ) આપવાની છે. એ શું સૌગાત આપશે? તિલક લગાવેલું છે, તાજધારી પણ છો કે તાજ આપવાનો છે. હમણાં જો નાનો તાજ ધારણ કર્યો છે તો ભવિષ્યમાં પણ કમી પડી જશે. ભઠ્ઠી માં વિશ્વ મહારાજન બનવા માટે આવ્યાં છો. સૌથી મોટાં માં મોટો તાજ તો વિશ્વ મહારાજન્ નો જ હોય છે. એમની પછી શું-શું જવાબદારીઓ હોય છે, એ પણ પાઠ ભણવો પડશે.
આ પણ એક સરસ સમાગમ છે. તમારી ટીચર (ચંદ્રમણી) ખૂબ જ હર્ષિત થઇ રહી છે. કારણ કે જુએ છે કે મારાં બધાં વિદ્યાર્થીઓ વિશ્વ મહારાજન્ બનશે. આ ગ્રુપ (સંગઠન) નું નામ શું છે. ખબર છે? એક-એક માં વિશેષ ગુણ છે. એટલે આ વિશેષ આત્માઓનું સંગઠન છે. પોતાને વિશેષ આત્મા સમજો છો. જોયું આ કીચેન (ત્રિમૂર્તિનું કીચેન/ચાવી રાખવાનું) સૌગાત આપે છે. આ લક્ષ્ય ને જોઈ આવાં લક્ષણ ધારણ કરવાનાં છે. એકબીજાનાં સંસ્કારો ને મળવવાનાં છે. અને સાથે-સાથે આ જે ચાવી ની નિશાની આપી છે અર્થાત્ સર્વ શક્તિઓ જે સંભળાવી છે, તેની ચાવી લઈને જ જવાનું છે. પરંતુ આ બંને વાતો કાયમ ત્યારે રહેશે જ્યારે રચયિતા અને રચનાનું યથાર્થ જ્ઞાન સ્મૃતિમાં હશે. એનાં માટે આ યાદ સૌગાત છે. પોતાને સફળતા મૂર્ત સમજો છો? સફળતા અર્થાત્ સંપૂર્ણ ગુણ ધારણ કરવાં. જો બઘી વાતોમાં સફળતા છે તો એનું નામ જ છે સંપૂર્ણમૂર્ત. સફળતાનાં તારા છીએ એ સ્મૃતિમાં રહી કાર્ય કરવાથી જ સફળતાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સફળતાનાં તારા બનવાથી સામનો કરવાની શક્તિ આવે છે. સફળતાને સામે રાખવાથી સમસ્યા પણ બદલાઇ જાય છે અને સફળતા પ્રેક્ટિકલ (વ્યવહાર) માં થઈ પણ જાય છે. સમીપ તારાઓનાં લક્ષણ શું હોય છે? જેમની સમીપ છો એમનાં સમાન બનવાનું છે. સમીપ તારાઓમાં બાપદાદાનાં ગુણ અને કર્તવ્ય પ્રત્યક્ષ દેખાઈ આવશે. જેટલી સમીપતા એટલી સમાનતા જોશે. એમનાં મુખડાં બાપદાદા નો સાક્ષાત્કાર કરાવવાનો દર્પણ હોય છે. એમને બાપદાદાનો પરિચય આપવાનો પ્રયત્ન ઓછો કરવો પડે છે. કારણ કે તે સ્વયં જ પરિચય આપવાનાં મૂર્ત હોય છે. એમને જોતાં જ બાપદાદા નો પરિચય પ્રાપ્ત થઈ જાય છે. સેવામાં એવું પ્રત્યક્ષ પ્રમાણ જોશે. ભલે જોશે આપ લોકો ને પરંતુ આકર્ષણ બાપદાદાની તરફ હશે. એને કહેવામાં આવે છે સન શોઝ ફાધર (સંતાન પિતા ને પ્રત્યક્ષ કરે છે). સ્નેહ સમીપ લાવે છે. પોતાની સ્નેહની મૂર્ત ને જાણો છો? સ્નેહ ક્યારેય ગુપ્ત નથી રહી શકતો. સ્નેહીનાં દરેક પગલામાં, જેનાથી સ્નેહ છે એમની છાપ જોવામાં આવે છે. જેટલાં હર્ષિતમૂર્ત એટલાં આકર્ષણમૂર્ત બનવાનું છે. સદૈવ આકર્ષણમૂર્ત બનીને રહો એનાં માટે આકારી રુપધારી બનીને સાકાર કર્તવ્યમાં આવવાનું છે. અંતર્મુખી અને એકાંતવાસી આ લક્ષણ ધારણ કરવાથી જે લક્ષ્ય રાખ્યું છે એની સહજ પ્રાપ્તિ થઇ શકે છે. સાધન થી સિદ્ધિ થાય છે ને.
સેવામાં સદૈવ સંપૂર્ણ સફળતા માટે વિશેષ કયા ગુણ ને સામે રાખવો પડે છે. સાકાર રુપમાં વિશેષ કયો ગુણ હોવાનાં કારણે સફળતા પ્રાપ્ત થઈ? (ઉદારચિત્ત) જેટલાં ઉદારચિત્ત એટલાં સર્વનો ઉદ્ધાર કરવાનાં નિમિત્ત બની શકો છો. ઉદારચિત્ત હોવાથી સહયોગ લેવાનાં પાત્ર બની જાય છે. એવું સમજવું જોઈએ કે અમે સર્વ આત્માઓનો ઉદ્ધાર કરવાનાં નિમિત્ત છીએ. એટલે દરેક વાતમાં ઉદારચિત્ત. મનસા માં, વાચા માં અને કર્મણા માં પણ ઉદારચિત્ત બનવાનું છે. સંપર્ક માં પણ બનવાનું છે. બનતાં જઈ રહ્યાં છો અને બનતું જ જવાનું છે. જેટલાં જે ઉદારચિત્ત હોય છે એટલાં એ આકર્ષણમૂર્ત પણ હોય છે. તો આ જ પ્રયત્ન ને આગળ વધારીને પ્રત્યક્ષતા માં લાવવાનો છે. મધુબન માં રહેતાં મધુરતા અને બેહદની વૈરાગ્ય વૃત્તિને ધારણ કરવાની છે. આ છે મધુબન નું મુખ્ય લક્ષણ. આને જ મધુબન કહેવાય છે. બહાર રહેતાં પણ જો આ લક્ષ્ય છે તો જાણે મધુબન નિવાસી છો. જેટલી અહીં રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) લો છો એટલો ત્યાં પ્રજા દ્વારા રિસ્પેક્ટ (આદર) મળશે. સહયોગ લેવા માટે સ્નેહી બનવાનું છે. સર્વનાં સ્નેહી, સર્વનાં સહયોગી. જેટલાં-જેટલાં ચક્રવર્તી બનશો એટલાં સર્વનાં સંબંધ માં આવી શકો છો. આ ગ્રુપે (સંગઠને) વિશેષ ચક્રવર્તી બનવું જોઈએ. કારણ કે સર્વનાં સંબંધમાં આવવાથી સર્વને સહયોગ આપી પણ શકશો અને સર્વ નો સહયોગ લઇ પણ શકો છો. દરેક આત્માની વિશેષતા જોતાં, સાંભળતા, સંપર્કમાં આવતાં, એ વિશેષતાઓ સ્વયં માં આવી જાય છે. તો પ્રેક્ટિકલ (વ્યવહાર) માં સર્વનાં સહયોગી બનવાનું છે. એનાં માટે પાંડવસેનાએ ચક્રવર્તી બનવું પડશે. યોગની અગ્નિ સદૈવ પ્રજ્વલિત રહે એનાં માટે મન-વાણી-કર્મ અને સંબંધ, આ ચારેય વાતોની રખવાળી કરવી પડે. પછી આ અગ્નિ અવિનાશી રહેશે. વારંવાર ઓલવશો અને પ્રગટાવશો તો સમય વ્યર્થ થઈ જશે અને પદ પણ ઓછું થશે. જેટલો સ્નેહ છે એટલી શક્તિ પણ રાખો. એક સેકન્ડમાં આકારી અને એક સેકન્ડમાં સાકારી બની શકો છો? આ પણ આવશ્યક સેવા છે. જે રીતે સેવાનાં બીજા અનેક સાધન છે એ રીતે આ અભ્યાસ પણ અનેક આત્માઓનાં કલ્યાણ માટે એક સાધન છે. આ સેવાથી કોઈપણ આત્માને આકર્ષિત કરી શકો છો. આમાં કોઈ ખર્ચો પણ નથી. કમ ખર્ચ બાલા નશીન. એવી યોજના બનાવો. હમણાં દરેકમાં કોઇ ને કોઇ વિશેષ શક્તિ છે પરંતુ સર્વ શક્તિઓ આવી જશે તો પછી શું બની જશો? માસ્ટર સર્વશક્તિમાન. સર્વ ગુણોમાં શ્રેષ્ઠ બનવાનું છે. ઇષ્ટ દેવતાઓમાં સર્વ શક્તિઓ સમાન રુપમાં હોય છે. તો આ પુરુષાર્થ કરવાનો છે. અચ્છા.
