Search for a command to run...
11 Jul 1970
સંગમયુગ ની ડિગ્રી (પદવી) અને ભવિષ્ય ની પ્રાલબ્ધ
11 July 1970 · ગુજરાતી
આજે બાપદાદા બધાં વિદ્યાર્થીઓ ની ભણતર પછી કઈ-કઈ ડિગ્રી પ્રાપ્ત કરી છે એ જોઈ રહ્યાં છે. આ ભણતરની ડિગ્રી કઈ મળે છે? ડિગ્રી મળવાની છે કે મળી ગઈ છે? ભણ્યાં પછી ડિગ્રી મળે છે ને. તો આ સંગમ પર તમને શું મળશે? સંપૂર્ણ ફરિશ્તા કે અવ્યક્ત ફરિશ્તા. આ છે સંગમયુગ ની ડિગ્રી. અને દૈવી પદ છે ભવિષ્યની પ્રાલબ્ધ. તો હમણાં ની ડિગ્રી છે સંપૂર્ણ અવ્યક્ત ફરિશ્તા. આ ડિગ્રીની મુખ્ય ક્વાલિફિકેશન (લાયકાત) કઇ-કઇ છે અને ક્યાં સુધી દરેક વિદ્યાર્થી આમાં ક્વાલિફાઇડ (લાયક) બન્યાં છે, એ જોઈ રહ્યાં છે. જેટલાં લાયક હશે એટલાં જ બીજાને પણ લાયક બનાવશે. જે લાયક હશે એ ક્વાલિટી (ગુણવત્તા) બનાવશે . અને જે (લાયક) નહીં હશે એ બનાવશે કવોન્ટિટી (સંખ્યા). તો આજે બધાની ક્વાલિટી (ગુણવત્તા) જોઈ રહ્યાં છે. જોવામાં આવે છે ને કે કઈ-કઈ ક્વોલિટી માં ક્વોલિફાઈડ (લાયક) છે. તો અહીંયા મુખ્ય ક્વોલિટી (વિશેષતા) માં એક તો જોઈ રહ્યાં છે કે ક્યાં સુધી નોલેજફુલ (જ્ઞાનસ્વરુપ) બન્યાં છે. નોલેજફુલ ની સાથે ફેથફુલ (વિશ્વાસુ), સક્સેસફુલ (સફળતામૂર્ત), પાવરફુલ (શક્તિશાળી) અને સર્વિસેબલ (સેવાધારી) ક્યાં સુધી બન્યાં છે. આટલી ક્વોલિટીઝ જો બધાં માં આવી જાય તો પછી ડિગ્રી મળી જશે. તો દરેકે એ જોવાનું છે કે આ વિશેષતાઓ માંથી કઈ-કઈ વિશેષતાઓ ધારણ થઈ છે. નોલેજફુલ અર્થાત્ બુદ્ધિમાં ફુલ નોલેજ (સંપૂર્ણ જ્ઞાન) ની ધારણા. જેટલાં નોલેજફુલ હશે એટલાં જ સક્સેસફુલ (સફળતા મૂર્ત) હશે. જો સફળતા મૂર્ત ઓછા છે તો સમજશું જ્ઞાન ની કમી છે. સફળતા મૂર્ત ન થવાનાં કારણો શું છે? વિશ્વાસુ ઓછાં. વિશ્વાસુ અર્થાત્ નિશ્ચય બુદ્ધિ. એક તો પોતાનામાં નિશ્ચય, બીજું બાપદાદા માં અને ત્રીજું સર્વ પરિવાર ની આત્માઓ માં નિશ્ચય બુદ્ધિ થવું પડે છે. જેટલાં વિશ્વાસુ બની ને, નિશ્ચય બુદ્ધિ બની ને કોઈ કર્તવ્ય કરશે તો નિશ્ચય બુદ્ધિની વિજય અર્થાત્ વિશ્વાસુ હોવાથી સફળતા મૂર્ત થઈ જ જાય છે. એનું દરેક કર્તવ્ય, દરેક સંકલ્પ, દરેક બોલ પાવરફુલ (શક્તિશાળી) હશે. એવાં ક્વાલિફાઇડ (લાયક) ને જ આ ડિગ્રી પ્રાપ્ત થઇ શકે છે. જો ડિગ્રીને પ્રાપ્ત નહીં કરો તો શું થાય છે જાણો છો? કોર્ટ દ્વારા શું નીકળે છે? ડિક્રી (નોટિસ). કાં તો ડિગ્રી મળશે કાં તો ડિક્રી નીકળશે. ધર્મરાજપુરી માં બંધ થવાની ડિક્રી નીકળશે.
એટલે પુરુષાર્થ કરીને ડિગ્રી લેવાની છે. ડિક્રી નથી કાઢવાની. જેના પર ડિક્રી નીકળે છે એ શરમજનક થઈ જાય છે. એટલે સદૈવ ચેક (તપાસ) કરો કે ક્યાં સુધી લાયક બન્યાં છો? આ તો મુખ્ય લાયકાત બતાવી. પરંતુ યાદી તો બહુ લાંબી છે. દરેક વિશેષતાની પાછળ ફુલ શબ્દ પણ છે. ફેથફુલ, પાવરફુલ….. તો આ જ રીતે સર્વ ગુણોમાં ફુલ (સંપૂર્ણ) છો ત્યારે ડિગ્રી મળશે. બધાં સફળ તો થાય છે પરંતુ સફળતા મૂર્ત છો, શક્તિશાળી છો કે ઓછા છો એ જોવાનું છે. જે આ સર્વ ગુણોમાં ફુલ હશે એને જ સંપૂર્ણ અવ્યક્ત ફરિશ્તા ની ડિગ્રી મળે છે. બધાંએ આ જ લક્ષ્ય રાખ્યું છે ને. હમણાં વર્તમાન સમય કેવો છે? હમણાં છે બહુ નાજુક સમય. હવે નાઝ થી ચાલવાનો સમય નથી. તે નાઝ (નખરા) બાળપણ નાં હતાં. જો નાજુક સમયમાં પણ કોઈ નખરા થી ચાલશે તો રિઝલ્ટ (પરિણામ) માં નુકસાન જ થશે. એટલે હવે સંહારીમૂર્ત બનવાનું છે. વિકરાળરુપ ધારી બનવાનું છે. તો હવે દિન પ્રતિદિન નાજુક સમય હોવાનાં કારણે સંહારીમૂર્ત બનવાનું છે. સંહાર પણ કોનો? પોતાનાં સંસ્કારોનો. પોતાનાં વિકર્મો પર અને વિકર્મી આત્માઓ જે આ સમયે છે તેમનાં ઉપર હવે વિકરાળ રુપ ધારણ કરી એક સેકન્ડમાં ભસ્મ કરવાનો છે. શંકર માટે કહે છે ને કે એક સેકન્ડમાં આંખ ખોલી અને વિનાશ. આ સંહારીમૂર્ત નાં કર્તવ્ય ની નિશાની છે. કોઈનાં પણ ઉપર વિકરાળ રુપ બની ને દૃષ્ટિ પડી અને તેઓનાં વિકર્મી સંસ્કારોને ભસ્મ કરી દે. તો વિકર્મો અને વ્યર્થ કર્મો, વિકર્મીઓનાં ઉપર હવે વિકરાળ રુપ ધારણ કરવાનું છે. હવે સ્નેહીમૂર્ત પણ નહીં, હવે તો કાળી રુપ જોઈએ. વિકરાળ સંહારી રુપ જોઈએ. હવે અંતિમ સમય છે. હજું સુધી જો વિકરાળ રુપધારી નહીં બનો તો પોતાનાં વિકર્મો અને વિકર્મીઓનો સામનો નહીં કરી શકો. હવે સમાવવાની વાત નથી. વિકર્મો ને, વ્યર્થ સંકલ્પોને કે વિકર્મીઓનાં વિકર્મી ચલન ને હવે સમાવવાની નથી પરંતુ સંહાર કરવાનો છે. હવે સ્નેહ ને સમાવવાનો છે. શક્તિરુપને પ્રત્યક્ષ કરવાનું છે. શક્તિઓ એ એક જ સમય પર ત્રણ વાત ધારણ કરવાની છે. એક તો મસ્તક માં માતૃ-સ્નેહીપણા નો ગુણ, રુપમાં રુહાનિયત અને વાણીમાં વજ્ર. એક-એક બોલ વિકર્મો અને વિકર્મીઓને ખલાસ કરવા વાળા હોય. જ્યારે આ ત્રણેય વાતો ભેગી ધારણ થશે ત્યારે શું થશે? વિકર્મ અને વિકર્મી ભસ્મ થઇ જશે. શક્તિઓની નજરથી વિકર્મી આત્માઓ અસ્થિર થશે. કોનાથી? પોતાનાં વિકર્મો થી. તો હવે સંહારકારી બનો અને જલ્દી-જલ્દી સંહાર કરો. ક્યાંક-ક્યાંક શ્રુંગાર કરતાં-કરતાં સંહાર ને ભૂલી જાઓ છો. શ્રુંગાર તો બહુ કર્યો પરંતુ હવે સંહાર કરો. માસ્ટર બ્રહ્મા પણ બન્યાં, પાલના કરી, શ્રુંગાર કર્યો પરંતુ હવે પાર્ટ (કર્તવ્ય) છે સંહાર નો. શક્તિઓનાં અલંકાર અને શક્તિઓની લલકાર અને શક્તિઓનાં કયા કાર્યનું ગાયન છે? ઘુંઘરુ નો ઝંકાર. ઘુંઘરુ પહેરીને અસુરો પર નાચવાનું છે. નાચવા થી શું થાય છે? જે પણ ચીજ હશે એ દબાઈને ખતમ (ખલાસ) થઈ જશે. નિર્ભયતા અને વિનાશની નિશાની આ ઘુંઘરુ નો ઝંકાર છે. એવું નથી કે પાંડવોએ નથી કર્યું. પાંડવ પણ શક્તિરુપ છે. શક્તિ રુપમાં બંને આવી જાય છે. તો આ ત્રણે કર્તવ્ય પ્રેકક્ટિલ (વ્યવહાર) માં અને પ્રત્યક્ષ રુપમાં ચાલી રહ્યાં છે. હવે કમજોરો નું કામ નથી. મેદાનમાં કમજોર નથી આવતાં. શૂરવીર આવે છે. તો હવે મેદાન પર પ્રત્યક્ષ થવાનો સમય છે. શૂરવીર શક્તિરુપ બનીને પ્રત્યક્ષ રુપમાં સામે આવો. જ્યારે આ રુપમાં પ્રત્યક્ષ થશો ત્યારે શું થશે? પ્રત્યક્ષતા. બાપ અને બાળકોની પ્રત્યક્ષતા થશે. જેટલાં પ્રત્યક્ષ થશો એટલી પ્રત્યક્ષતા થશે. તો બાપને પ્રખ્યાત કરવા માટે પ્રત્યક્ષ થવું પડે. હજું સુધી પોતાની જ કમજોરીઓ ને વિદાય નહીં આપશો તો સૃષ્ટિનાં કલ્યાણકારી કેવી રીતે બનશો. એટલે પોતાની કમજોરીઓ ને હવે વિદાય આપો ત્યારે સૃષ્ટિનાં કલ્યાણકારી બની શકશો. અચ્છા.
પાર્ટીઓ સાથે:-
૧. વર્તમાન સમયે બધાં શું વિશેષ પુરુષાર્થ કરી રહ્યાં છો? સંદેશ આપવો એ તો સાધારણ વાત છે. વિશેષ આત્મા બનવા માટે વિશેષ કાર્ય પણ કરવું પડશે. આજકાલ દુનિયાની જે વિશેષ આત્માઓ છે એમનાં પર વિશેષ ધ્યાન આપવાનું છે. એક વિશેષ આત્મા ઉપર ધ્યાન આપવાથી અનેકોનું ધ્યાન સ્વત: જ ખેંચાઈ જશે. વિશેષ આત્મા ઉપર ધ્યાન આપવાથી એ વિશેષ નહીં, તમે વિશેષ બનશો. વિશેષ ધ્યાન થી કોઈ પણ સંકલ્પ, કર્મ અથવા સમય વ્યર્થ નહીં જશે. જો શક્તિ જમા થઈ જાય છે તો વિશેષ સેવા પણ સહજ થઈ જાય છે. તો હવે જૂનાં હિસાબ-કિતાબ નાં ચોપડાને ખતમ કરી નવો ચોપડો બનાવવાનો છે. જે જેટલાં લાયક હોય છે એટલી જ એની કિંમત હોય છે. કિમતી વસ્તુને ક્યારેય પણ સાધારણ સ્થાન પર નથી રાખવામાં આવતી. એને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તો વિશેષતાઓ ને સામે રાખી પછી નોંધ કરતાં જાઓ કે કેટલાં ટકા બન્યાં છો. જ્યારે સો ટકા થઇ જશો તો આ જે સેન્ટ (સાધુ-સંત) છે, એ પણ ઝુકશે. અને તેમનાં ઝુકવાથી આ ઝંકાર દૂર-દૂર સુધી સર્વનાં કાનો માં પહોંચશે. યથાર્થ પુરુષાર્થ નો અર્થ જ છે, ત્યાં જ પુરુષાર્થ અને ત્યાં જ પ્રાપ્તિ. આ સંગમયુગ ને વિશેષ વરદાન છે પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત કરાવવાનું. ફળ પણ એવું છે, જે પુરુષાર્થ ઓછો અને પ્રાલબ્ધ વધારે. તો સમયની વિશેષતાને જાણી પોતાનામાં વિશેષતા ભરવાની છે. જો કમી રહી જશે તો પછી કમી ની નિશાની શું હશે? કમાન (ધનુષબાણ). જો કમાલ નહીં કરો તો કમાન મળશે. એક સેકન્ડનું પણ ફળ જો પ્રાપ્ત નથી કર્યું તો ફુલ નહીં બનશો. ફેલ (નપાસ) ની લિસ્ટ (યાદી) માં આવી જશો.
૨. દિલ્લીને કહેવાય છે બાપદાદાનું દિલ. જે રીતે દિલનાં ધબકારા થી તંદુરસ્તી ની ખબર પડે છે એ જ રીતે દિલ્લી નાં અવાજ થી સમાપ્તિ નો અવાજ સાંભળશે. દિલ્લી છે દર્પણ, તો દિલ્લી વાળાઓ ની કેટલી જવાબદારી છે. જેટલો મોટો જવાબદારી નો તાજ એટલો જ સતયુગમાં પણ મોટો તાજ મળશે. આને કહેવાય છે બેહદની જવાબદારી. બાપ પણ મધુબન માં રહેતાં બેહદની સર્વિસ (સેવા) કરતાં હતાં ને. તો એક-એક ની બેહદની જવાબદારી છે. બેહદની બુદ્ધિ કેવી રીતે થાય છે? બેહદ ની વાત વિચારવી, બેહદ પરિવાર સાથે સંબંધ અને સ્નેહ, સર્વ સ્થાન પોતાનાં.... એવાં ને કહેવાય છે બેહદનાં સર્વીસેબલ (સેવાધારી). હદ ની સેવા વાળાને સર્વીસેબલ નહીં કહેશું.
૩. મધુબન ને કહેવાય છે સેફ (તિજોરી). મધુબન નિવાસીઓ તિજોરીમાં માં પડેલાં છે. તિજોરીમાં રહેવાવાળા કઈ મણિઓ છો? સૌથી સારાં મણી હોય છે મસ્તકમણી. મસ્તકમણી ઓછાં હોય છે, હૃદયમણિઓ વધારે હોય છે. જે વધારે સેફ માં (સુરક્ષા માં) રહે છે, એ મસ્તકમણી છે. યોગયુક્ત અને નિશ્ચયબુદ્ધિ બનીને કર્તવ્ય કરવાથી સફળતા પ્રાપ્ત થઈ જ જાય છે. પહેલાં થી જ જો આ સંકલ્પ બુદ્ધિમાં હોય છે કે કરીએ છીએ, પરંતુ મળે છે મુશ્કેલ થી, તો આ સંકલ્પ પણ નિશ્ચયની ટકાવારી ને ઓછી કરી દે છે. નિશ્ચયબુદ્ધિ થઈને કરો તો ફેલ (નપાસ) નહીં થશો. સમસ્યાઓનો સામનો કરવાથી સફળતા મળે છે. વિઘ્ન તો આવશે પરંતુ લગન ની અગ્નિ થી વિઘ્ન ભસ્મ થઈ જશે. અચ્છા.