Search for a command to run...
1 Aug 1971
સ્વયંની સ્ટેજને સેટ કરવાની વિધિ
1 August 1971 · ગુજરાતી
આજે સમાપ્તિ નો દિવસ છે કે સમર્પણ થવાનો દિવસ છે? સમર્પણ અર્થાત્ જે પણ ઈશ્વરીય મર્યાદાઓનાં વિપરીત સંસ્કાર કે સ્વભાવ કે કર્મ છે તેને સમર્પણ કરી દેવાનાં છે. જેમ કોઇ મશીનરી ને સેટ કરાય છે, તો એક વાર સેટ કરવાથી પછી ઑટોમેટિકલી (આપોઆપ) ચાલતી રહે છે. એવી રીતે ભઠ્ઠીમાં પણ પોતાની સંપૂર્ણ સ્ટેજ કે બાપ સમાન સ્ટેજ કે કર્માતીત સ્થિતિ ની સ્ટેજ ને એવી સેટ કરી છે જે પછી સંકલ્પ, શબ્દ કે કર્મ એ જ સેટિંગ નાં પ્રમાણે ઑટોમેટીકલી ચાલતાં જ રહે? એવી ઓથોરિટીની સ્મૃતિની સ્થિતિ ની સેટિંગ કરી છે? ઓલમાઈટી ઓથોરિટી (સર્વશક્તિમાન સત્તા) બાપ છે ને. તમે બધાં પણ માસ્ટર ઓલમાઈટી ઓથોરિટી પોતાને સમજો છો? જે ઓલમાઈટી ઓથોરિટીની સ્ટેજ ને એક વખત સેટ કરી દે છે તે ક્યારેય પણ એવું વિચારશે નહીં કે કહેશે નહીં કે કરશે નહીં કે જે કમજોરીનાં લક્ષણ હોય છે. કારણ કે માસ્ટર ઓલમાઈટી ઓથોરિટી છો. જયારે વિશ્વ ને આટલાં થોડાં સમયમાં પરિવર્તન કરવાની ઓથોરિટી છે, તો શું માસ્ટર ઓલમાઈટી ઓથોરિટીમાં હમણાં-હમણાં એક સેકન્ડમાં પોતાને પરિવર્તિત કરવાની શક્તિ નથી? અમે માસ્ટર ઓલમાઈટી ઓથોરિટી છીએ - આ સ્થિતિ ને સેટ કરી દો. ઑટોમેટિકલી ચાલવા વાળી જે ચીજ હોય છે તેને વારંવાર સેટ નથી કરવામાં આવતી. એક વખત સેટ કરી દીધી, પછી ઑટોમેટિકલી ચાલતી રહે છે. તમે લોકો પણ હવે સહજ અને સદાનાં કર્મયોગી અર્થાત્ નિરંતર, નિર્વિકલ્પ સમાધિમાં રહેવાવાળા સહજયોગી બન્યાં છો? કે યોગી બન્યાં છો? જે સદા યોગી રહે છે તે સદાચારી રહે છે. સદાચારી કોણ બની શકે છે? જે સદા યોગી સ્થિતિ માં સ્થિત રહે છે એ જ સદાચારી હોય છે. તો અમે સદાચારી છીએ, એટલે ક્યારેય, કેમ પણ ડગમગ નથી થઈ શકતાં. સદૈવ અચળ-અડોલ છો. એ જ રીતે ભઠ્ઠીમાં પોતાની પ્રતિજ્ઞા રુપી સ્વીચ ને સેટ કરી છે? જો પ્રતિજ્ઞા રુપી સ્વીચ ને સેટ કરી દીધી, તો પ્રેક્ટિકલ માં પ્રતિજ્ઞા પ્રમાણે જ ચાલશે ને. તો સદાચારી કે નિરંતર યોગી કે સહજ યોગી નહીં થઈ જાઓ? ગાયન છે ને કે પાંડવ પહાડો પર જઈને ગળી (સમાઈ) ગયાં. પહાડનો અર્થ શું છે? પહાડ ઊંચા હોય છે ને ધરતી થી? તો પાંડવ ધરતી અર્થાત્ નીચેની સ્ટેજ ને છોડીને જ્યારે ઊંચી સ્ટેજ પર જાય છે તો પોતાનાં પાસ્ટ (ભૂતકાળ) નાં કે ઈશ્વરીય મર્યાદાઓ વિપરીત જે સંસ્કાર, સ્વભાવ, સંકલ્પ, કર્મ કે શબ્દ જે પણ છે તેમાં પોતાને મરજીવા બનાવ્યાં અર્થાત્ ગળાવી દીધાં. તો તમે પણ ધરતી થી ઊંચા ચાલ્યાં ગયાં હતાં ને. પૂરા ગળાવીને આવ્યાં છો કે કાંઈ રાખીને આવ્યાં છો? પોતાનામાં ૧૦૦% (ટકા) નિશ્ચય બુદ્ધિ છે તો તેમની ક્યારેય હાર નથી થઈ શકતી. એક જોઈએ હિંમત; બીજું, પછી હિંમતની સાથે-સાથે ઉલ્લાસ પણ જોઈએ. જો હિંમત અને ઉલ્લાસ નથી, તો પણ પ્રેક્ટિકલ માં શો (પ્રત્યક્ષ) નથી થઈ શકતો. એટલે બન્ને સાથે-સાથે જોઈએ. એક અંતર્મુખતા અને બીજી બહાર થી શો કરવાવાળી હર્ષિતમુખતા, એવી અવસ્થા છે? બંને સાથે-સાથે જોઈએ. એ જ રીતે હિંમતની સાથે ઉલ્લાસ પણ જોઈએ, જેથી દૂર થી જ ખબર પડે કે આમની પાસે કોઈ વિશેષ પ્રાપ્તિ છે. જે પ્રાપ્તિ વાળા હોય છે તેમની દરેક ચલન, નૈન-ચેન થી તે ઉમંગ-ઉત્સાહ દેખાય છે. ભક્તિમાર્ગ માં ફક્ત ઉત્સાહ અપાવવા માટે ઉત્સવ મનાવવાનું સાધન બનાવ્યું છે. ખુશીમાં નાચે છે ને. કોઈ પણ ઉદાસી અથવા ઉલઝન (મૂંઝવણ) વગેરે હોય છે, તે બાજુમાં થઈ જાય છે ને. તો હિંમતની સાથે ઉલ્લાસ પણ જરુર જોઈએ. અને અવિનાશી સ્ટેમ્પ લગાવી છે? જો અવિનાશી ની સ્ટેમ્પ ન લગાવી તો શું થશે? દંડ પડી જશે. એટલે આ સ્ટેમ્પ જરુર લગાવજો. તો આ સદાકાળ માટે સમર્પણ સમારોહ છે ને? પછી વારંવાર તો આ સમારોહ નહીં મનાવવો પડે ને? હા, યાદની નિશાનીનું મનાવવું અલગ વાત છે. જેમ બર્થ-ડે (જન્મદિવસ) યાદની નિશાની માટે મનાવે છે ને. તો આ સમર્પણ પ્રતિજ્ઞા દિવસ છે.
વિજયનો દિવસ પણ મનાવે છે. તો આ પણ તમારી બધાંની વિજય અષ્ટમી નો દિવસ થયો ને. વિજયી બનવાનો દિવસ સદૈવ સ્મૃતિમાં રાખજો. લાસ્ટ (છેલ્લે) સ્વાહા એવું કરો જે બધાનાં મુખથી તમને લોકોને જોઈને ‘વાહ-વાહ’ નીકળે અને તમને કૉપી (નકલ) કરે. કોઈ સારી વાત હોય છે તો ન ઇચ્છતાં પણ બધાંને કૉપી કરવાની ઈચ્છા થાય છે. જેમ બાપ ને કૉપી કરે છે તેમ તમારાં લોકોનાં દરેક કર્મની પણ કૉપી કરે. જેટલું શ્રેષ્ઠ કર્મ હશે એટલું જ શ્રેષ્ઠ આત્માઓમાં સ્મરણ કરાશે. નામ સ્મરણ કરે છે ને. જેટલી કોઈ શ્રેષ્ઠ આત્મા છે, તો ન ઇચ્છતાં પણ તેમનાં ગુણો અને કર્મો ને મિસાલ (ઉદાહરણ) બનાવવા માટે નામ સ્મરણ કરે છે. તેમ જ તમે બધાં પણ શ્રેષ્ઠ આત્માઓમાં સ્મરણ કરવા યોગ્ય બની જશો. હવે તો યોગી બનવાનો જ ઠેકો ઉઠાવ્યો છે ને. યોગયુક્ત અર્થાત્ યુક્તિયુક્ત. જો કોઈ પણ યુક્તિયુક્ત સંકલ્પ કે શબ્દ કે કર્મ નથી થતાં, તો સમજવું જોઈએ કે યોગયુક્ત નથી. કારણ કે યોગયુક્તની નિશાની છે યુક્તિયુક્ત. યોગયુક્ત નાં ક્યારેય અયુક્ત કર્મ કે સંકલ્પ થઇ જ નથી શકતાં. આ કનેક્શન (સંબંધ) છે. અચ્છા.
\\
કર્મયોગી અર્થાત્ નિરંતર, નિર્વિકલ્પ સમાધિમાં રહેવા વાળા સહજ યોગી. જે સદા યોગી રહે છે તે સદાચારી રહે છે. સદાચારી એ બની શકે છે - જે સદા યોગી સ્થિતિ માં સ્થિત રહે છે એ જ સદાચારી હોય છે. તો અમે સદાચારી છીએ, એટલે ક્યારેય, કેવી પણ પરીસ્થિતિ આવે, ડગમગ નથી થઈ શકતાં. સદૈવ અચળ-અડોલ છો.