Search for a command to run...
28 Jul 1971
આકાર માં નિરાકાર ને જોવાનો અભ્યાસ
28 July 1971 · ગુજરાતી
આકાર ને જોતાં નિરાકાર ને જોવાનો અભ્યાસ થઇ ગયો છે? જેમ બાપ આકાર માં નિરાકાર આત્માઓ ને જ જુવે છે, તેવાં જ બાપ સમાન બન્યાં છો? સદૈવ જે શ્રેષ્ઠ બીજ હોય છે તેની તરફ જ દૃષ્ટિ અને વૃત્તિ જાય છે. તો આકારની વચમાં શ્રેષ્ઠ કઈ વસ્તુ છે? નિરાકાર આત્મા. તો રુપ ને જુવો છો કે રુહ ને જુવો છો? કારણ કે હવે તો અંતર ને પણ જાણી ગયાં છો અને મહામંત્ર ને પણ જાણી ગયાં છો. જાણી લીધું, જોઈ પણ લીધું. બાકી શું રહ્યું? બાકી સ્થિત રહેવાની વાતમાં અભ્યાસી છો? (દરેકે પોત-પોતાનો અનુભવ કહ્યો) એવું સમજે કે અંત સુધી પહેલાં પાઠ નાં અભ્યાસી રહેશો? અંત સુધી અભ્યાસી જ રહેશો કે સ્વરુપ પણ બનશો? અંતનાં કેટલાં સમય પહેલાં આ અભ્યાસ સમાપ્ત થશે અને સ્વરુપ બની જશો? જ્યાં સુધી શરીર છોડશો ત્યાં સુધી અભ્યાસી રહેશો? પહેલાં પાઠની સમાપ્તિ ક્યારે થાય છે? જે સમજે છે અંત સુધી અભ્યાસી રહીશું તે હાથ ઉઠાવો. ‘આકાર માં નિરાકાર જોવાની વાત,’ પહેલો પાઠ પૂછી રહ્યાં છે. હમણાં આકાર ને જોતાં નિરાકાર ને જુવો છો? વાતચીત કોનાથી કરો છો? (નિરાકાર થી) આકાર માં નિરાકાર જોવામાં આવે - એમાં અંત સુધી પણ જો અભ્યાસી રહેશો તો દેહી-અભિમાની નો અથવા પોતાનાં અસલી સ્વરુપ નો જે આનંદ કે સુખ છે તે સંગમયુગ પર નહીં કરશો. સંગમયુગ નો વારસો ક્યારે પ્રાપ્ત થાય છે? સંગમયુગ નો વારસો કયો છે? (અતીન્દ્રિય સુખ) એ અંતમાં મળશે શું, જ્યારે જવાનાં હશો? આત્મિક-સ્વરુપ થઈ ચાલવું કે દેહી થઈને ચાલવું - આ અભ્યાસ નથી? હમણાં સાકાર ને કે આકાર ને જોતાં આકર્ષણ આ તરફ જાય છે કે આત્મા તરફ જાય છે? આત્માને જુવો છો ને. આકાર માં નિરાકાર ને જોવું - તે પ્રેક્ટિકલ (વ્યવહારિક) અને નેચરલ (સ્વાભાવિક) સ્વરુપ થઈ જ જવું જોઈએ. હજું સુધી શરીર ને જોશો શું? સર્વિસ તો આત્માની કરો છો ને. જે સમયે ભોજન સ્વીકાર કરો છો, તો શું આત્મા ને ખવડાવો છો કે શારીરિક ભાનમાં કરો છો? સીડી ઉતરો અને ચઢો છો? સીડીની રમત સારી લાગે છે? ઉતરવું અને ચઢવું કોને સારું લાગે છે? નાનાં-નાનાં બાળકો ક્યાંય પણ સીડી જોશે તો ઉતરશે-ચઢશે જરુર. તો શું અંત સુધી બાળપણ જ રહેશે શું? વાનપ્રસ્થી નહીં બનશો? જેમ શરીર ની પણ જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થાય છે તો ધીરે-ધીરે બાળપણ નાં સંસ્કારો મટતાં જાય છે ને. તો આ ઉતરવું-ચઢવું બાળપણ ની રમત ક્યાં સુધી રહેશે? સાક્ષાત્કારમૂર્ત ત્યારે બનશો જ્યારે આકાર માં રહેતાં નિરાકાર અવસ્થા માં હશો. જો એમ સમજશો કે અંત સુધી અભ્યાસી રહેવાનું છે; તો આ પહેલા પાઠને પરિપક્વ કરવામાં ઢીલાપણું આવી જશે. પછી નિરંતર સહજ યાદ કે સ્વરુપ ની સ્થિતિની સફળતા ને નહીં જોશો. શરીર છોડશો ત્યારે સફળ થશો? પરંતુ ના, આ આત્મિક-સ્વરુપ નો અનુભવ અંતનાં પહેલાં જ કરવાનો છે. જેમ અનેક જન્મ પોતાની દેહનાં સ્વરુપ ની સ્મૃતિ નેચરલ રહી છે, તેમ જ પોતાનાં અસલી સ્વરુપ ની સ્મૃતિનો અનુભવ પણ થોડો સમય પણ નહીં કરશો શું? આ થવું જોઈએ? આ પહેલો પાઠ કમ્પ્લીટ (સમાપ્ત) થઈ જ જશે. આ આત્મ-અભિમાની ની સ્થિતિ માં જ સર્વ આત્માઓને સાક્ષાત્કાર કરાવવાનાં નિમિત્ત બનશો. તો આ અટેન્શન (ધ્યાન) રાખવું પડે. આત્મા સમજવું - આ તો પોતાનાં સ્વરુપની સ્થિતિમાં સ્થિત થવાનું છે ને. જેમ બ્રહ્માકુમાર કે બ્રહ્માકુમારી કહેવાથી બ્રહ્મા બાપ કે બ્રહ્માકુમારપણા નું સ્વરુપ ભૂલાય છે શું? ચાલતાં-ફરતાં ‘હું બ્રહ્માકુમાર છું’ - આ ભુલાય છે કે? જ્યારે એ નથી ભૂલાતું, શિવવંશી હોવાનાં નાતે પોતાનું આત્મિક સ્વરુપ કેમ ભૂલો છો? બાપદાદા કહો છો ને. જ્યારે ‘શિવબાબા’ શબ્દ કહો છો તો નિરાકાર સ્વરુપ સામે આવે છે ને. તો જેમ બ્રહ્માકુમાર-પણાનું સ્વરુપ ચાલતાં-ફરતાં પાક્કું થઈ ગયું છે, તે જ રીતે પોતાનું શિવવંશી નું સ્વરુપ કેમ ભૂલવું જોઈએ? બ્રહ્માકુમાર બની ગયાં છો અને શિવવંશી સ્વરુપ અંતમાં બનશો? બાપદાદા સાથે બોલો છો કે અલગ બોલો છો? જ્યારે ‘બાપદાદા’ શબ્દ સાથે બોલો છો તો પોતાનાં બંનેય “આત્મિક-સ્વરુપ અને બ્રહ્માકુમાર નું સ્વરુપ” બન્નેય યાદ નથી રહેતાં? આ અભ્યાસ પહેલેથી જ કમ્પ્લીટ (પૂર્ણ) કરવો પડે. અંતનાં માટે તો બીજી ઘણી વાતો રહી જશે.
સંભળાવ્યું હતું ને - અંતનાં સમયે નવી-નવી પરીક્ષાઓ આવશે, જે પરીક્ષાઓને પાસ કરીને સંપૂર્ણતા ની ડિગ્રી લેશો. જો આ પહેલો પાઠ જ સ્મૃતિમાં નહીં હશે તો સંપૂર્ણતાની ડિગ્રી પણ નહીં લઇ શકો. ડિગ્રી નહીં મળશે તો શું થશે? ધર્મરાજ ની ડિક્રી નીકળશે. તો આ અભ્યાસ બહુ પાક્કો કરો. જેમ પહેલો વિકાર એકદમ સંકલ્પ રુપ થી પણ નીકાળવાનો નિશ્ચય કર્યો, તો તેમાં વિજયી મહત્તમ (મેજોરીટી) બન્યાં છો ને. પોતાની પ્રતિજ્ઞા ની ઉપર આધાર છે. જે વાતની ફોર્સ થી પ્રતિજ્ઞા કરો છો, તો તે પ્રતિજ્ઞા પ્રેક્ટિકલ રુપ લઈ લે છે. જો સમજો છો આ અંતનો કોર્સ છે, તો પછી રિઝલ્ટ શું થાય છે? પ્રેક્ટિકલ નથી થતું, પ્રેક્ટિસ જ રહી જાય છે. આ વાતો તો પહેલાં ક્રોસ (પાર) કરવાની છે. જો અંત સુધી ક્રોસ કરશો તો કમ્પ્લીટ અતીન્દ્રિય સુખ નો વારસો ક્યારે પ્રાપ્ત કરશો? કેટલીય વાતો એવી છે જેમાં દરેકે પોત-પોતાની યથા શક્તિ ક્રોસ કરીને પ્રેક્ટિસ ને બદલે પ્રેક્ટિકલ માં લાવ્યાં છે. કોઈ કઈ વાતમાં, કોઈ કઈ વાતમાં. જેમ લૌકિક દેહનાં સંબંધ ની વાત કોઈ પ્રેક્ટિસ માં છે, કોઈ પ્રેક્ટિકલ માં એક જ અલૌકિક-પારલૌકિક સંબંધ નાં અનુભવમાં છે. સ્વપ્ન માં પણ ક્યારેય સંકલ્પ રુપમાં દેહનાં સંબંધી તરફ વૃત્તિ અને દૃષ્ટિ ન જાય. આમાં પાંડવોએ પણ ક્રોસ કરવાનું છે. લૌકિક ને અલૌકિક માં પરિવર્તન કરવાની સ્મૃતિ આવે છે તો તે થયું કલ્યાણ અર્થ. તમે તો મધુબન ભઠ્ઠીમાં રહેવા વાળા છો ને. તો પહેલી સીડી પાસ થવી જોઈએ ને. જે એક સેકન્ડ પહેલાં નહોતાં તે શું હવેની સેકન્ડમાં નથી થઈ શકતાં? મધુબન નાં પાંડવ છો, યુનિવર્સિટી નાં સ્ટુડન્ટ્ (વિદ્યાર્થી) છો. કોઈ નાની ગીતા પાઠશાળા નાં સ્ટુડન્ટ્ નથી. તો આમને કેટલો નશો રહેવો જોઈએ! આમનું ભણતર કેટલુ ઊંચુ છે! એવી કમાલ કરીને દેખાડજો જે એક સેકંડ પહેલાં તમારાં લોકોથી નાઉમ્મીદ હોય તે બીજી સેકન્ડે બધાં ઉમેદવાર બની જાય. મહાવીર સેનાએ શું કર્યું? આખી લંકાને જ્યારે બાળી દીધી. તો સીડી નથી પાસ કરી શકતાં? પહેલી સીડી તો બતાવી. બીજી સીડી છે - કર્મેન્દ્રિયો પર વિજય. ત્રીજી છે - વ્યર્થ સંકલ્પો અને વિકલ્પો ઉપર વિજય. આ છે લાસ્ટ. પરંતુ બીજાને પણ ક્રોસ કરી લેવી જોઈએ. ઉમંગ-ઉત્સાહ થી કહી શકો કે - હા, અમે ફુલ પાસ છીએ. બીજી સીડી તો બહુ સહજ છે. જ્યારે મરજીવા બની ગયાં તો આ જૂની કર્મેન્દ્રિયો નું આકર્ષણ કેમ? મરજીવા બન્યાં તો ખતમ થઈ ગયાં ને. જેમ જન્મ-પત્રી બતાવે છે - ફલાણાનું આટલી આયુ સુધી શરીર છે, પછી ખલાસ. પરંતુ જો કોઈ દાન-પુણ્ય કરશે તો નવાં જન્મ ની રીતે નવું આયુષ્ય શરું થઇ જશે. તો એવાં મરજીવા બન્યાં અર્થાત્ બધી તરફ થી મરી ચૂક્યા ને. જૂની આયુ સમાપ્ત થઈ. હવે તો નવો જન્મ થયો, તેમાં થયાં બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારીઓ તો બ્રહ્માકુમાર -બ્રહ્માકુમારીઓની કર્મેન્દ્રિયો પર વિજય ન હોય - એ થઈ શકે છે શું? પાછલો હિસાબ છે તો ચૂક્તું થયો. જ્યારે મરજીવા બન્યાં, બ્રહ્માકુમાર બની ગયાં તો પછી કર્મેન્દ્રિયો ને વશ કેવી રીતે થઈ શકો? બ્રહ્માકુમાર નાં નવાં જીવનમાં “કર્મેન્દ્રિયો ને વશ થવું શું ચીજ હોય છે,’’ આ નોલેજ થી પણ પરે થઈ જાઓ છો. હજું શૂદ્રપણા થી મરજીવા નથી બન્યાં શું કે હવે બની રહ્યાં છો? શૂદ્રપણા નો જરા પણ શ્વાસ અર્થાત્ સંસ્કાર ક્યાંય અટકેલો તો નથી? કોઈ-કોઈ નો શ્વાસ છૂપાઈ જાય છે જે પછી થોડાં સમય બાદ પ્રકટ થઈ જાય છે. અહીંયા પણ એવું છે શું? જૂનાં સંસ્કાર અટકેલાં હશે; તો મરજીવા બન્યાં છો - એમ કહેવાશે? મરજીવા ન બન્યાં તો બ્રહ્માકુમાર કેવી રીતે કહીશું. મરજીવા તો બન્યાં છો ને. બાકી મન્સા સંકલ્પ - એ તો બ્રહ્માકુમાર બન્યાં પછી જ માયા આવે છે. શૂદ્રકૂમાર ની પાસે માયા આવે છે શું? તમે મૂંઝાવ કેમ છો? બોલો કે - “મરજીવા બન્યાં છીએ. મરજીવા બન્યાં પછી માયા ને ચેલેન્જ (પડકાર) કરી છે, એટલે માયા આવે છે. તેનાથી લડીને અમે વિજયી બનીએ છીએ.” એમ કેમ નથી કહેતાં. મહાવીર છો તો પોતાનો નશો તો કાયમ રાખો ને. જ્યારે પોતાને બ્રહ્માકુમાર સમજશો તો પછી આ જે સેકન્ડ સીડી છે ‘કર્મેન્દ્રિયોનું આકર્ષણ,’ તેનાથી પણ પાર થઈ જશો. બ્રહ્માકુમાર કે શિવકુમાર - આ બંનેની સ્મૃતિ રાખવાથી ક્યારેય ફેલ નહીં થઈ શકો. કારણ કે બ્રહ્માકુમાર સમજવાથી પછી બ્રહ્માકુમાર નાં કર્તવ્ય, બ્રહ્માકુમાર નાં ગુણ શું છે - તે પણ સ્મૃતિમાં રહે છે ને. તો હવે બીજી અને ત્રીજી સીડી ક્રોસ કરીને પાસ વિદ્ ઓનર બનવાનાં સમીપ આવવા માટે આ ભઠ્ઠી કરી છે. તો ભઠ્ઠી ની સમાપ્તિ ની સાથે આ પણ સમાપ્ત કરી દેવાની છે. જેમ જુઓ, સ્થાન નાં આધાર પર સ્થિતિ બને છે. આ મધુબન નું સ્થાન એવું છે જે સ્થિતિ ને જ બદલી દે છે ને. સ્થાન ની સ્થિતિ પર અસર થાય છે. અને દરેક ને પોતાનાં સ્થાન નો નશો કેટલો રહે છે! પોતાનાં દેશનો, પોતાનાં હદનાં નિવાસસ્થાન (ઘર) નો નશો નથી હોતો? જો મોટી કોઠી કે મહેલ માં નિવાસ કરવા વાળા હશે તો સ્થાન ની સ્થિતિ પર અસર થાય છે. તો તમે બધાં શ્રેષ્ઠ સ્થાન પર છો; તો તેની પણ અસર સ્થિતિ પર થવી જોઈએ. શ્રેષ્ઠ વરદાન-ભૂમિ નાં નિવાસી છો, તો પોતાની સ્થિતિ પણ સદા બધાં ને આપવા વાળી બનવી જોઈએ.
વરદાન તે આપી શકે છે જે સાક્ષાત્કારમૂર્ત હશે. કોઈ ભક્ત ને પણ વરદાન પ્રાપ્ત થાય છે તો સાક્ષાત્કાર મૂર્ત દ્વારા થાય છે ને. તો સાક્ષાત્ અને સાક્ષાતકારમૂર્ત બનવાથી જ વરદાતા મૂર્ત બની શકશો. બાપ દાતાનાં બાળકો દાતા બનવાનું છે. લેવા વાળા નહી પરંતુ દેવા વાળા. દરેક સેકન્ડ, દરેક સંકલ્પ માં આપવાનું છે. જ્યારે દાતા બની જશો તો દાતા નો મુખ્ય ગુણ કયો હોય છે? ઉદારચિત્ત. જે બીજાઓનાં ઉદ્ધાર નાં નિમિત્ત હશે, તો તે પોતાનો નહીં કરી શકે? સદૈવ એમ સમજો કે અમે દાતાનાં બાળકો છીએ, એક સેકન્ડ પણ આપવાં સિવાય ન રહે. તેને જ કહેવાય છે મહાદાની. સદૈવ આપવાનાં દ્વાર ખુલ્લાં હોય. જેમ મંદિર નાં દરવાજા સદૈવ ખુલ્લાં રહે છે. આ તો આજકાલ બંધ કરે છે. તો આવા દાતાનાં બાળકોનાં આપવાનાં દ્વાર ક્યારેય બંધ નથી થતાં. દરેક સેકન્ડ, દરેક સંકલ્પ ચેક કરો - ‘કંઈક આપ્યું? લીધું તો નથી?’ આપતાં જાઓ. લેવાનું છે બાપ થી, તે તો લઈ જ લીધું, હવે આપવાનું છે. લેવાનું કંઈ રહ્યું છે શું? બધું જ જે કાંઈ લેવાનું હતું તે લઈ લીધું. બાકી રહી ગયું આપવાનું. જેટલાં-જેટલાં આપવામાં વ્યસ્ત હશો, તો આ વાતો જેને ક્રોસ કરવી મુશ્કેલ લાગે છે, તે બહુ જ સહજ થઇ જશે. કારણ કે મહાદાની બનવાથી મહાન શક્તિ ની પ્રાપ્તિ સ્વતઃ થાય છે. તો આ કાર્ય તો સારું છે ને. આપવા માટે તો ભંડારો ભરપૂર છે ને. એમાં ફુલ પાસ છો? જેમાં ફુલ પાસ છો તેને રાઈટ લગાવતાં જાઓ. જેમાં સમજો છો ફુલ પાસ થવાનું છે, તો ભઠ્ઠી થી ફુલ પાસ થઈને નીકળજો. જેટલાં દાતા બનો છો એટલું ભરાતું પણ જાય છે. ભંડારા ભરપૂર છે તો કેમ ન દાતા બનો. આને જ કહેવાય છે નિરંતર રુહાની સેવાધારી. તો આ ભઠ્ઠી થી નિરંતર રુહાની સેવાધારી થઈ નીકળજો.
જ્યાં સુધી ત્યાગ નથી ત્યાં સુધી સેવાધારી થઇ નહીં શકો. સેવાધારી બનવાથી ત્યાગ સહજ અને સ્વતઃ થઈ જશે. સદૈવ પોતાને બિઝી (વ્યસ્ત) રાખવાની આ જ રીત છે. સંકલ્પ થી, બુદ્ધિ થી, ચાહે સ્થૂળ કર્મણા થી જેટલા ફ્રી રહો છો એટલી જ માયા ચાન્સ (તક) લે છે. જો સ્થૂળ અને સૂક્ષ્મ - બંનેય રુપ થી પોતાને સદૈવ બિઝી રાખો તો માયા ને ચાન્સ નહીં મળે. જે દિવસે સ્થૂળ કાર્ય પણ રુચિ થી કરો છો તે દિવસ ની ચેકિંગ કરો તો માયા નહીં આવશે, જો દેવતા થઈને કર્યું તો. જો મનુષ્ય થઈને કર્યું, પછી તો ચાન્સ આપ્યો. પરંતુ સેવાધારી થઈ અને દેવતા બની પોતાની રુચિ, ઉમંગ થી પોતાને બિઝી રાખીને જુઓ તો ક્યારેય માયા નહીં આવે. ખુશી રહેશે. ખુશીનાં કારણે માયા સાહસ નથી રાખતી સામનો કરવાનું. તો બિઝી રાખવાની પ્રેક્ટિસ કરો. ક્યારેય પણ જુઓ આજે બુદ્ધિ ફ્રી છે, તો સ્વયં જ શિક્ષક બની બુદ્ધિ થી કામ લો. જેમ સ્થૂળ કાર્યની ડાયરી બનાવો છો, પ્રોગ્રામ બનાવો છો કે આજે આખો દિવસ આ-આ કાર્ય કરીશું, પછી ચેક કરો છો. તે જ પ્રમાણે પોતાની બુદ્ધિ ને બિઝી રાખવાનો પણ ડેઈલી (પ્રતિદિન) પ્રોગ્રામ હોવો જોઈએ. પ્રોગ્રામ થી પ્રોગ્રેસ (પ્રગતિ) કરી શકશો. જો પ્રોગ્રામ નથી હોતો તો કોઈ પણ કાર્ય સમય પર સફળ નથી થતું. ડેઈલી (રોજની) ડાયરી હોવી જોઈએ. કારણ કે બધાં મોટામાં મોટા છો ને. મોટા માણસ પ્રોગ્રામ ફિક્સ (નક્કી) કરીને પછી ક્યાંય જાય છે. તો પોતાને પણ મોટામાં મોટા બાપનાં સમજીને દરેક સેકન્ડનો પણ પ્રોગ્રામ ફિક્સ કરો. જે વાતની પ્રતિજ્ઞા કરાય છે, તો તેમાં વિલ-પાવર હોય છે. એમ જ ફક્ત વિચાર કરશો, તેમાં વિલ-પાવર નહીં હોય. એટલા માટે પ્રતિજ્ઞા કરો કે આ કરવાનું જ છે. એવું નહીં કે જોઈશું, કરીશું. કરવાનું જ છે. જેમ સ્થૂળ કાર્ય કેટલું પણ વધારે હોય પરંતુ પ્રતિજ્ઞા કરવાથી કરી લો છો ને. જો ઢીલો વિચાર હશે, ન કરવાનો ખ્યાલ (વિચાર) હશે તો ક્યારેય પૂરું નહીં કરશો. પછી બહાના પણ બહુ બની જાય છે. પ્રતિજ્ઞા કરવાથી પછી સમય પણ નીકળી આવે છે અને બહાના પણ નીકળી જાય છે. આજે બુદ્ધિને આ પ્રોગ્રામ પર ચલાવવાની જ છે - એવી પ્રતિજ્ઞા કરવાની છે. ભિન્ન-ભિન્ન સમસ્યાઓ, પુરુષાર્થહીન બનવાનાં વ્યર્થ સંકલ્પ, આળસ વગેરે આવશે પરંતુ વિલ-પાવર હોવાનાં કારણે સામનો કરી વિજયી બની જશો. આની પણ ડેઈલી ડાયરી બનાવો, પછી જુઓ, કેવા રુહાની રાહત આપવા વાળા રુહ બધાંને જોવામાં આવશો. રુહ ‘આત્મા’ ને પણ કહે છે અને રુહ ‘ઈસેન્સ,’ ને પણ કહે છે. તો બંને થઇ જશો. દિવ્ય ગુણોનું આકર્ષણ અર્થાત્ ઈસેન્સ, તે રુહ પણ હશે અને આત્મિક-સ્વરુપ પણ દેખાશે. એવું લક્ષ્ય રાખવાનું છે. તો રુપની વિસ્મૃતિ, રુહની સ્મૃતિ - આ ભઠ્ઠી થી બનાવીને નીકળજો. બિલ્કુલ એવો અનુભવ થાય જેમ આ શરીર એક બોક્સ છે. તેની અંદર જે હીરો છે તેનાથી જ સંબંધ-સ્નેહ છે. એવો અનુભવ કરજો. તો નિવાસ-સ્થાન નો પણ આધાર લઈને સ્થિતિ ને બનાવો.
મધુબન-નિવાસી અર્થાત્ મધુરતા અને બેહદનાં વૈરાગી. જે બેહદનાં વૈરાગી હશે તે રુહને જ જોશે. તો ચલન માં મધુરતા અને મન્સા માં બેહદની વૈરાગ્ય વૃત્તિ હોય. બંને સ્મૃતિ રહે તો ‘પાસ વિદ્ ઓનર’ નહીં થાઓ? આ બંને ક્વાલિફિકેશન (લાયકાત) પોતાનામાં ધારણ કરીને નીકળજો.
આ સંગમયુગનો સુખદ સમય જેટલો વધારે હોય એટલુ સારું છે. કારણ કે સમજો છો આખાં કલ્પ માં આ બાપ અને બાળકોનું મિલન પાછું નહીં થશે. એટલે સમજો છો કે આ સંગમ નો સમય લાંબો થઈ જાય, ન કે તમારી વીકનેસ (કમજોરી) નાં કારણે. સદૈવ એ જ લક્ષ્ય રાખો કે એવરરેડી (સદા તૈયાર) રહીએ. બાકી આ અતીન્દ્રિય સુખનો વારસો નિરંતર અનુભવ કરવા માટે રહ્યાં છીએ, ન કે પોતાની કમજોરીઓનાં માટે. તમારાં લોકો માટે આ જૂની દુનિયા જાણે કે વિદેશ છે. ઘણાં લોકો વિદેશની ચીજ ને ટચ નથી કરતાં, સમજે છે આપણાં દેશની ચીજનો પ્રયોગ કરીએ. તો આ જૂની દુનિયા અર્થાત્ વિદેશી ચીજો ને ટચ પણ નથી કરવાની. સ્વદેશી છો કે વિદેશી ચીજો થી આકર્ષિત થાઓ છો? સદૈવ સમજો છો અમે સ્વદેશી છીએ, આ વિદેશની ચીજ ને ટચ પણ નથી કરવાની? એવાં પોતાનાં ઉંચા દેશનાં, આત્માનાં રુપ થી પરમધામ દેશ છે અને આ ઈશ્વરીય પરિવાર નાં હિસાબ થી મધુબન જ આપણો દેશ છે, બંને દેશ નો નશો રાખો. અમે સ્વદેશી છીએ, વિદેશની ચીજો ને ટચ પણ ન કરી શકીએ. હવે પાવરફુલ રચયિતા બનો. રચયિતા જ કમજોર હશે તો રચના શું રચશે. અલંકારી બનીને નીકળવાનું છે. નિરંતર એકરસ સ્થિતિમાં સ્થિત થઈ દેખાડવાનું એક્સામ્પલ (ઉદાહરણ) બનજો, જે બધાંને સાક્ષાત્કાર થાય. દ્વાપરમાં તો ભક્ત લોકો સાક્ષાત્કાર કરશે, પરંતુ અહીંયા આખો દૈવી પરિવાર આપ સાક્ષાત મૂર્ત થી સાક્ષાત્કાર કરે. જમા કરવાનું છે. કમાયું અને ખાધું - એ તો ૬૩ જન્મ થી કરતાં આવ્યાં છો. હવે જમા કરવાનો સમય છે. ગુમાવવાનો નથી. અચ્છા.
જે કર્મ, સંકલ્પ કરો - પોતાનામાં લાઈટ હોવાથી તે કર્મ યથાર્થ થશે. એવાં લાઈટ રુપ અથવા ટ્રાન્સપરન્ટ (પારદર્શક) બનો. આ ભઠ્ઠી પાંડવ ભવન ને ટ્રાન્સપરન્ટ ચૈતન્ય પ્રદર્શની બનાવશે અને બધાંને સાક્ષાત્કાર કરવાની આકર્ષણ થાય કે આ (ચૈતન્ય પ્રદર્શની) જઈને જોઈએ. બધી વાતોમાં વીન (જીતવાનું) થવાનું જ છે. વન (એક) નંબરમાં આવવાનું છે. જૂનાં સંકલ્પ, સંસ્કાર સમેટીને ખતમ કરવાનાં અર્થાત્ સમાવી દેવાનાં છે, જે પછી ઈમર્જ (જાગૃત) ન થાય. જે ઈચ્છો તે કરી શકો છો, પરંતુ ઈચ્છામાં વિલ-પાવર હોય. જેટલી વૃતિ પાવરફુલ હશે એટલું વાયુમંડળ પણ પાવરફુલ બને છે. જે સમયે કોઈમાં પણ વીકનેસ (કમજોરી) આવે છે, તો પાવરફુલ વૃત્તિ નો સહયોગ મળવાથી તે આગળ વધી શકે છે. બાપ એકરસ છે, તો બાપનાં સમાન બનવાનું છે. કાંઈ પણ થઈ જાય, તો પણ તેને ખેલ સમજીને સમાપ્ત કરજો. ખેલ સમજવાથી ખુશી થાય છે. હમણાનું તિલક જન્મ-જન્માંતર નાં તિલકધારી કે તાજધારી બનાવે છે. તો સદૈવ એકરસ રહેવાનું છે. ફૉલો ફાધર (બાપનું અનુસરણ) કરવાનું છે. જે સ્વયં હર્ષિત છે તે કેવાં પણ મન વાળા ને હર્ષિત કરશે. હર્ષિત રહેવું - એ તો જ્ઞાનનો ગુણ છે. એમાં ફક્ત રુહાનિયત એડ (ઉમેરવાની) કરવાની છે. હર્ષિતપણા નો સંસ્કાર પણ એક વરદાન છે, જે સમય પર બહુ સહયોગ આપે છે. પોતાનાં કમજોર સંકલ્પ ગિરાવટ (પડવા) નું કારણ બની જાય છે. એટલે એક સંકલ્પ પણ વ્યર્થ ન જાય. કારણ કે સંકલ્પોનાં મૂલ્યની પણ હમણાં ખબર પડી છે. જો સંકલ્પ, વાચા, કર્મણા - ત્રણેય અલૌકિક હશે તો પછી પોતાને આ લોકનાં નિવાસી નહીં સમજશો. સમજશો કે આ પૃથ્વી પર પગ નથી અર્થાત્ બુદ્ધિનો લગાવ આ દુનિયામાં નથી. બુદ્ધિ રુપી પગ આ દેહ રુપી ધરતી થી ઊંચા છે. આ ખુશીની નિશાની છે. જેટલી-જેટલી દેહનાં ભાનની તરફ થી બુદ્ધિ ઉપર હશે એટલાં તે પોતાને ફરિશ્તા મહેસૂસ કરશે. દરેક કર્તવ્ય કરતાં બાપની યાદમાં ઉડતાં રહેશો તો તે અભ્યાસ નો અનુભવ થશે. સ્થિતિ એવી હોય જાણે કે ઊડી રહ્યાં છીએ. અચ્છા.