Search for a command to run...
11 Feb 1971
અંતઃવાહક શરીર દ્વારા સેવા
11 February 1971 · ગુજરાતી
એક સેકન્ડમાં કેટલાં દૂર થી દૂર જઈ શકો છો; હિસાબ કાઢી શકો છો? જેમ મૃત્યુ પછી આત્મા એક સેકન્ડમાં ક્યાં પહોંચી જાય છે! એમ તમે પણ અંતઃવાહક શરીર દ્વારા; અંતઃવાહક શરીર જે કહેવાય છે તેનો ભાવાર્થ શું છે? તમારાં લોકોનું જે ગાયન છે કે અંતઃવાહક શરીર દ્વારા બહુ સૈર (પગપાળા) કરતાં હતાં, તેનો અર્થ શું છે? આ ગાયન ફક્ત દિવ્ય દૃષ્ટિ વાળાનું નથી પરંતુ તમારાં બધાનું છે. તે લોકો તો અંત:વાહક શરીર નો પોતાનો અર્થ બતાવે છે. પરંતુ યથાર્થ અર્થ એ જ છે કે અંત સમયની જે તમારાં લોકોની કર્માતીત અવસ્થા ની સ્થિતિ છે તે જેમ વાહન હોય છે ને. કોઈ ન કોઈ વાહન દ્વારા સૈર કરાય છે. ક્યાં નાં ક્યાં પહોંચી જાય છે! એમ જ્યારે કર્માતીત અવસ્થા બની જાય છે તો આ સ્થિતિ હોવાથી એક સેકન્ડમાં ક્યાં થી ક્યાં પહોંચી શકાય છે. એટલે અંતઃવાહક શરીર કહે છે. હકીકતમાં આ અંતિમ સ્થિતિનું ગાયન છે. તે સમયે તમે આ સ્થૂળ સ્વરુપ નાં ભાન થી પરે રહો છો, એટલે એને સૂક્ષ્મ શરીર પણ કહી દીધું છે. જેમ કહેવત છે - ઉડવા વાળો ઘોડો. તો આ સમયનાં આપ સર્વનાં અનુભવની આ વાતો છે જે વાર્તાઓનાં રુપમાં બનાવેલી છે. એક સેકન્ડમાં ઓર્ડર કર્યો કે અહીં પહોંચો; તો ત્યાં પહોંચી જશે. એવો પોતાનો અનુભવ કરતાં જાઓ છો? જેમ આજકાલ સાયન્સ (વિજ્ઞાન) પણ સ્પીડ ને ક્વિક (ઝડપી ગતિ) કરવામાં લાગેલી છે. જ્યાં સુધી થઈ શકે ‘સમય ઓછો અને સફળતા વધારે’ નો પુરુષાર્થ કરી રહ્યાં છે. એ જ રીતે તમારાં લોકોનો પુરુષાર્થ પણ દરેક વાતમાં સ્પીડને વધારવાનો ચાલી રહ્યો છે. જેટલી-જેટલી જેની સ્પીડ વધશે એટલાં જ પોતાની ફાઇનલ સ્ટેજ (અંતિમ અવસ્થા) ની નજીક આવશે. સ્પીડ થી સ્ટેજ સુધી પહોંચશો. પોતાની સ્પીડ થી સ્ટેજને પારખી શકો છો.
હમણાં બધાં મહાન્ પર્વ શિવરાત્રી મનાવવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો પછી નવીનતા શું વિચારી છે? (ઝંડો લહેરાવશું) પોત-પોતાનાં સેવાકેન્દ્રો પર ઝંડો ભલે લહેરાવો પરંતુ દરેક આત્માનાં દિલ પર બાપની પ્રત્યક્ષતાનો ઝંડો લહેરાવો. એ ત્યારે થશે જ્યારે શક્તિ-સ્વરુપની પ્રત્યક્ષતા થશે. શક્તિ-સ્વરુપ થી જ સર્વશક્તિવાન ને પ્રત્યક્ષ કરી શકો છો. શક્તિ-સ્વરુપ અર્થાત્ સંહારી અને અલંકારી. જે સમયે સ્ટેજ પર આવો છો તે સમયે પહેલાં પોતાની સ્થિતિ ની સ્ટેજ સારી રીતે ઠીક બનાવીને પછી એ સ્ટેજ પર આવો, જેથી લોકોને તમારી આંતરિક સ્ટેજ (સ્થિતિ) નો સાક્ષાત્કાર થાય. જેમ બીજી તૈયારીઓ કરો છો, તેમ આ પણ પોતાની તૈયારી જુઓ કે અલંકારી બનીને સ્ટેજ પર આવી રહી છું. લાઈટ-હાઉસ, માઈટ-હાઉસ - બંનેવ સ્વરુપ ઈમર્જ (જાગૃત) રુપમાં હોય. જ્યારે બંને સ્વરુપ હશે ત્યારે ઠીક રીતે ગાઈડ બની શકશો. તમારાં ‘બાપ’ શબ્દમાં એટલો સ્નેહ અને શક્તિ ભરેલી હોય જે આ શબ્દ જ્ઞાન-અંજનનું કામ કરે, અનાથ ને સનાથ બનાવી દે. આ એક શબ્દ માં એટલી શક્તિ ભરો. જે સમયે સ્ટેજ ઉપર આવો છો તે સમયની સ્થિતિ એક તો તરસ ની હોય, બીજી તરફ કલ્યાણ ની ભાવના, ત્રીજી તરફ અતિ સ્નેહનાં શબ્દ, ચોથી તરફ સ્વરુપ માં શક્તિપણાની ઝલક હોય. પોતાની સ્મૃતિ અને સ્થિતિ ને એવી પાવરફુલ બનાવીને એવું સમજો કે પોતાનાં કેટલાંય સમયનાં પોકારી રહેલાં ભક્તોને પોતાનાં દ્વારા બાપનો સાક્ષાત્કાર કરાવવા માટે આવી છું. આ રીતે પોતાનું રુહાની રુપ, રુહાની દૃષ્ટિ, કલ્યાણકારી વૃત્તિ દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરી શકો છો. સમજ્યાં, શું કરવાનું છે? ફક્ત ભાષણ ની તૈયારી નથી કરવાની. પરંતુ ભાષણની તૈયારી એવી કરો જે ભાષણ દ્વારા ભાષા થી પણ પરે સ્થિતિમાં લઇ જવાનો અનુભવ કરાવો. ભાષણની તૈયારી વધારે કરો છો પરંતુ રુહાની આકર્ષણ-સ્વરુપ ની સ્મૃતિમાં રહેવાની તૈયારી પર અટેન્શન (ધ્યાન) ઓછું આપો છો. એટલે આ વખતે વધારે તૈયારી આ વાતની કરવાની છે. દરેકનાં દિલ પર બાપ નાં સંબંધ નાં સ્નેહની છાપ લગાવવાની છે. અચ્છા.
મધુબન વાળા શું સર્વિસ કરશે? મધુબન વાળાઓને તે દિવસે ખાસ બાપદાદા અવ્યક્ત વતનમાં આવવાનું નિમંત્રણ આપી રહ્યાં છે. ત્યાં વતનમાં આવીને બધી તરફની સર્વિસ (સેવા) ને જોઈ શકશો. સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી આ બે કલાક ખાસ સૈર કરાવશે. જેમ સંદેશીઓને લઈ જાય છે - બધાં સ્થાનોની સૈર કરાવવાં, એવી જ રીતે મધુબન વાળાઓને અહીંયા બેઠાં સર્વ સ્થાનોની સર્વિસ ની સૈર કરાવશે. જો વગર મહેનતે બધી સૈર કરી લો તો બીજું શું જોઈએ. એટલે મધુબન વાળા તે દિવસે પોતાને આ સ્થૂળ દેહ થી પરે અવ્યક્ત વતનવાસી સમજીને બેસશે તો આખાં દિવસમાં કેટલાંય અનુભવ કરશે. પછી સંભળાવજો, શું અનુભવ કર્યા. તે દિવસે જો પોતાનો થોડો પણ પુરુષાર્થ કરશો તો સહજ જ અનોખાં ભિન્ન-ભિન્ન અનુભવ કરવાનાં વરદાન ને પામી શકશો. સમજ્યાં? ૭ થી ૯ સાંજે ખાસ યાદનો પ્રોગ્રામ રાખજો. આમ તો આખાં દિવસનું જ નિમંત્રણ આપી રહ્યાં છે. પરંતુ વિશેષ આ સૈરનો સમય છે. એવા સમયે દરેક યથા શક્તિ અનુભવ કરી શકશે. મધુવન વાળા વિશેષ સ્નેહી છે, એટલે વિશેષ નિમંત્રણ છે. ફક્ત બુદ્ધિ દ્વારા પોતાનાં આ દેહનાં ભાન થી અલગ થઈને બેસજો, પછી ડ્રામામાં જે અનુભવ થવાનાં છે તે થતાં રહેશે. સંદેશીઓનાં માટે તો સાક્ષાત્કાર કૉમન (સામાન્ય) વાત છે પરંતુ બુદ્ધિ દ્વારા પણ એવાં અનુભવ કરી શકો છો. એટલું સ્પષ્ટ હશે જાણે આ આંખોથી જોયેલો અનુભવ હોય. અચ્છા.
ટીચર્સ ની સાથે મુલાકાત
આ ગ્રુપને કયું ગ્રુપ કહે? (સ્પીકર્સ (વક્તા) ગ્રુપ) સ્પીકર્સ અર્થાત્ સ્પીચ (ભાષણ) કરવા વાળા. સ્પીચ ની સાથે સ્પીડ (ગતિ) પણ છે? કારણ કે સ્પીચ ની સાથે-સાથે જો પુરુષાર્થ ની સ્પીડ પણ છે તો એવાં સ્પીચ કરવા વાળાનાં પ્રભાવ થી વિશ્વનું કલ્યાણ થઈ શકે છે. જો સ્પીડનાં વગર સ્પીચ છે, તો વિશ્વનું કલ્યાણ થવું મુશ્કેલ થઈ જાય છે. તો એમ કહે કે આ સ્પીચ અને સ્પીડ માં ચાલવા વાળું ગ્રુપ છે. જેમની સ્પીચ પણ પાવરફુલ, સ્પીડ પણ પાવરફુલ છે તેમને કહેવાય છે વિશ્વ કલ્યાણકારી, ‘માસ્ટર દુઃખ-હર્તા સુખ-કર્તા’. તો એવાં કાર્યમાં લાગેલાં છો? જે ‘દુઃખ-હર્તા સુખ-કર્તા’ હોય છે તે સ્વયં આ દુનિયાની લહેર થી પણ પરે હશે અને તેમની સ્પીચ પણ દુઃખની લહેર થી પરે લઈ જવાવાળી હશે. એવી સ્ટેજ (અવસ્થા) પર ઉભા રહી સ્પીચ કરો છો? સ્પીચ તો સ્ટેજ પર ઉભા રહીને કરાય છે તો તમે કઈ સ્ટેજ પર ઉભા રહીને સ્પીચ કરો છો? જે બહારની બનાવેલી સ્ટેજ હોય છે તેનાં પર? સ્પીકરને જે સમયે કોઈ સ્થૂળ સ્ટેજ પર જવાનું હોય છે, તો પહેલાં પોતાની સ્થિતિ ની સ્ટેજ તૈયાર છે કે નહીં - એ ચેક કરે છે. એવાં સ્ટેજ પર ઉભા રહી સ્પીચ કરવા વાળાને કહેવાય છે શ્રેષ્ઠ સ્પીકર. જેમ સ્થૂળ સ્ટેજ ને તૈયાર કરવાં માટે પણ કેટલો સમય અને પરિશ્રમ કરો છો. એમ જ પોતાની સ્થિતિ ની સ્ટેજ સદૈવ તૈયાર રહે - તેનાં માટે પણ એટલો જ પુરુષાર્થ કરો છો? એવી પાવરફુલ સ્ટેજ પર ઉભા રહી સ્પીચ કરવા વાળાનું અહીંયા આબુમાં યાદગાર છે. કયું? (દિલવાલા), દિલવાલા તો યાદની યાત્રાનું યાદગાર છે. ગૌમુખ નથી જોયું? ગૌમુખ કોનું યાદગાર છે? આ મુખ નું યાદગાર છે. જેમ બાપનું યાદગાર છે ગૌમુખ. કારણ કે મુખ દ્વારા જ બધું સ્પષ્ટ કરે છે, એટલે મુખ નું યાદગાર છે. સ્પીકર નું પણ કામ મુખ થી જ છે, પરંતુ એવાં જે શ્રેષ્ઠ સ્ટેજ પર ઉભા રહી સ્પીચ કરે છે. સદૈવ એવરરેડી (સદા તૈયાર) સ્ટેજ હોય. એવું નહીં કે સમય પર તૈયાર કરવી પડે. એવરરેડી સ્ટેજ હોવાથી જે પ્રભાવ હોય છે, તે ખૂબ સારો પડે છે. એટલે પૂછયું કે પ્રભાવશાળી છો? આ ગ્રુપને પ્રભાવશાળી ગ્રુપ કહે? બધાં સર્ટિફિકેટ આપશે? (સારું ગ્રુપ છે) જો તમે સર્ટિફિકેટ આપો છો તો પછી આ સર્વ ને સેટિસ્ફાય (સંતુષ્ટ) કરવા વાળા પણ થશે. સંતુષ્ટમણિઓ તો છો ને. આમાં ‘હા’ કરો છો? જો પોતે સંતુષ્ટમણિઓ છે તો બીજાઓને પણ સંતુષ્ટ કરશો. ટીચર્સ નું પણ પેપર (પરીક્ષા) હોય છે, કેવી રીતે? (ટીચરનું પેપર સૂક્ષ્મ વતન થી આવે છે) ટીચર નું પેપર કદમ-કદમ પર હોય છે. જે પણ કદમ ઉઠાવો છો એ એમ જ સમજીને ઉઠાવવાં જોઇએ કે પેપર હૉલમાં બેસીને કદમ ઉઠાવું છું. કારણ કે સ્પીકર અર્થાત્ સ્ટેજ પર બેઠાં છો. તો જે સામે સ્ટેજ પર હોય છે તેમનાં ઉપર બધાંની નજર હોય છે. તમે લોકો પણ ઊંચી સ્ટેજ પર બેઠાં છો. અનેક આત્માઓની નજર તમારાં લોકોનાં કદમ પર છે. તો તમારે કદમ-કદમ પર એવાં અટેન્શન થી કદમ ઉઠાવવાનાં છે. જો એક કદમ પણ ઢીલો અથવા કાંઈ પણ નીચે-ઉપર ઉઠે છે તો અનેક તમને લોકોને ફોલો કરશે. એટલે ટીચર્સે જે પણ કદમ ઉઠાવવાનાં છે તે એવું વિચારીને ઉઠાવવાનાં છે. કારણ કે તાજધારી બન્યાં છો ને. તાજ કયો મળ્યો છે? જવાબદારીનો તાજ. જેટલી મોટી જવાબદારી એટલો મોટો તાજ. તો જે મોટી જવાબદારી મળેલી છે, તો પોતાને એવાં નિમિત્ત બનેલાં સમજીને પછી કદમ ઉઠાવો. હવે અલબેલાપણું નહીં. તાજ અને તખ્તધારી બન્યાં પછી અલબેલાપણું સમાપ્ત થઈ જાય છે. અલબેલાપણું અર્થાત્ પુરુષાર્થ માં અલબેલાપણું. આ ગ્રુપે સદૈવ એમ સમજવું જોઈએ કે જે પણ કદમ અથવા કર્મ થાય છે તે દરેક કર્મ વિશ્વનાં માટે એક એકઝામ્પલ (ઉદાહરણ) બનીને રહે. કારણ કે તમારાં લોકોનાં આ કર્મોનું વાર્તાઓનાં રુપમાં યાદગાર બનશે. તમારાં લોકોનાં આ ચરિત્ર ગાયન યોગ્ય બનશે. એટલી જવાબદારી સમજીને ચાલો છો? એ આ જવાબદાર ગ્રુપની વિશેષતાઓ છે. જે જેટલાં જવાબદાર એટલાં જ હલકાં પણ રહેશે. અચ્છા.