તાજ, તિલક અને તખ્ત નશીન બનવાની વિધિ
બાપદાદા બધાં બાળકોને જોઈ હર્ષિત થઇ રહ્યાં છે, કારણ કે દરેક ને નંબરવાર તાજ અને તખ્તનશીન જોઈ રહ્યાં છે. તમે પોતાને તાજ અને તખ્તનશીન જોઈ રહ્યાં છો? કેટલાં પ્રકારનાં તાજ છે અને કેટલા પ્રકારનાં તખ્ત છે? તમને કેટલાં તાજ છે? (૨૧ જન્મોનાં ૨૧ તાજ) હમણાં કોઇ તાજ છે કે ફક્ત ૨૧ તાજ જ દેખાય છે? હમણાંનો તાજ જ અનેક તાજ ધારણ કરાવે છે. તો હમણાં પોતાને તાજધારી જુઓ છો. કેટલાં તાજ ધારણ કર્યા છે? (અગણિત) પાંડવ સેના ને કેટલાં તાજ છે? (બે) શક્તિઓને અનેક અને પાંડવોને બે? જો હમણાં તાજ ધારણ નહીં કરશો તો ભવિષ્યનાં તાજ પણ કેવી રીતે મળશે! આ સમયે બધાં બાળકો ને તાજ અને તખ્તનશીન બનાવે છે. તખ્તનશીન જો છે તો તાજધારી પણ હશે. તખ્ત કેટલાં પ્રકારનાં છે? હમણાં દિલનાં તખ્તનશીન અને અકાળ તખ્તનશીન તો છો જ. જેમ અકાળ તખ્તનશીન છો તો પ્યોરિટી (પવિત્રતા) ની લાઈટનો તાજ પણ હમણાં જ ધારણ કરો છો અને દિલનાં તખ્તનશીન હોવાથી, સેવાધારી બનવાથી જવાબદારીનો તાજ ધારણ કરો છો. તો હવે દરેક પોતાને જુએ કે બંનેય તખ્તનશીન અને બંનેય તાજધારી કેટલો સમય રહીએ છીએ? તાજ અને તખ્ત મળ્યાં તો બધાંને છે પરંતુ કોઈ કેટલો સમય તાજ અને તખ્તનશીન બને છે - આ દરેકનો પોતાનો પુરુષાર્થ છે. ઘણાંને સ્થૂળ તાજ પણ ધારણ કરવાનો અનુભવ ઓછો હોય છે તો વારંવાર ઉતારી દે છે. પરંતુ આ તાજ અને તખ્ત તો એવાં સરળ-સહજ છે જે દર સમયે તાજ અને તખ્તધારી બની શકો છો. જ્યારે કોઈ તખ્તનશીન હોય છે તો તખ્ત પર ઉપસ્થિત હોવાથી રાજકારોબારી તેનાં ઓર્ડર થી ચાલે છે. જો તખ્ત છોડે છે તો એ જ કારોબારી તેનાં ઓર્ડરમાં નહીં ચાલશે. તો એમ જ તમે જ્યારે તાજ અને તખ્ત છોડી દો છો તો આ કર્મેન્દ્રિયો તમારો જ ઓર્ડર નથી સાંભળતી. જ્યારે તખ્તનશીન હોવ છો તો આ જ કર્મેન્દ્રિયો જી-હજૂર કરે છે. એટલે સદૈવ એ જ ધ્યાન રાખો કે આ તાજ અને તખ્ત ક્યારેય છૂટે નહીં. પોતાનુંં તાજ અને તખ્તનશીન નું સંપૂર્ણ ચિત્ર સદૈવ યાદ રાખો. તેને યાદ રાખવાથી અનેક ચિત્ર જે બની જાય છે તે નહીં બને. એક દિવસની અંદર જ દરેકનાં ભિન્ન-ભિન્ન રુપ બદલવાનાં ચિત્ર દેખાય છે. તો પોતાનું એક સંપૂર્ણ ચિત્ર સામે રાખો. તાજ અને તખ્તનશીન બનવાથી નિશાનો અને નશો સ્વતઃ જ રહેશે. કારણ કે તાજ અને તખ્ત છે જ નશો અને નિશાના ની યાદ અપાવવા વાળા. તો પોતાનો તાજ અને તખ્ત ક્યારેય પણ નહિં છોડતાં. જેટલાં-જેટલાં હમણાં તાજ અને તખ્ત ધારણ કરવાનાં અનુભવી અથવા અભ્યાસી બનશો એટલું જ ત્યાં પણ એટલો સમય તાજ અને તખ્ત ધારણ કરશો. જો હમણાં અલ્પ સમય તાજ અને તખ્તનશીન બનો છો તો ત્યાં પણ બહુ થોડો સમય તાજ અને તખ્ત પ્રાપ્ત કરી શકશો. હમણાં નો અભ્યાસ દરેકને પોતાનું ભવિષ્ય સાક્ષાત્કાર કરાવી રહ્યો છે. હમણાં પણ ફક્ત બીજાઓને તાજ અને તખ્તનશીન જોતાં ખુશ થતાં રહેશો તો ત્યાં પણ જોતાં રહેવું પડશે. એટલે સદાકાળનાં માટે તાજ અને તખ્તનશીન બનો. આવો તાજ અને તખ્ત પછી ક્યારે મળશે? હમણાં જ મળશે. કલ્પ પછી પણ હમણાં જ મળશે. હમણાં નહીં તો ક્યારેય નહીં.
ઘરે બેઠાં કોઈ તાજ અને તખ્ત આપવા આવે તો શું કરશો? બાપ પણ હમણાં આત્માઓનાં ઘરે મહેમાન બનીને આવ્યાં છે ને. ઘર બેઠાં તાજ અને તખ્ત ની સૌગાત આપવા આવ્યાં છે. તાજ અને તખ્ત ને છોડી ક્યાં ચાલ્યાં જાઓ છો, ખબર છે? માયાનું કોઈ નિવાસ-સ્થાન છે? તમે પણ સર્વવ્યાપી કહો છો કે તમારાં લોકો નાં સિવાય બીજી બધી જગ્યાએ છે? તમે ૬૩ જન્મોમાં કેટલી વખત માયાને ઠેકાણું આપ્યું હશે! તેનું પરિણામ પણ કેટલી વખત જોયું હશે. જે અનેકવાર નાં અનુભવી છતાં પણ એ વાત કરે તો શું કહીશું? જેમ દેખાડે છે ને કે તાજ અને તખ્ત છોડી જંગલમાં ચાલ્યાં જાય છે તો અહીંયા પણ કાંટા નાં જંગલમાં ચાલ્યાં જાય છે. ક્યાં તખ્ત, ક્યાં કાંટાઓનું જંગલ. શું પસંદ છે? જેમ કોઇ ભક્ત અથવા શ્રૃંગાર કરવા વાળા નિયમ પ્રમાણે નાહી-ધોઈને પોતાનાં મસ્તક પર તિલક જરુર લગાવે છે. શ્રૃંગાર નાં કારણે, ભક્તિ નાં કારણે અને સુહાગ નાં કારણે પણ તિલક લગાવે છે. તો એમ જ અમૃતવેલાએ તમે પોતાને જ્ઞાન-સ્નાન કરાવો છો, પોતાને જ્ઞાન થી સજાવો છો. તો અમૃતવેલાએ એ રીતે આ સ્મૃતિનું તિલક આપવું જોઈએ. પરંતુ અમૃતવેલાએ આ સ્મૃતિ નું તિલક આપવાનું ભૂલી જાઓ છો. જો કોઈ તિલક આપે પણ છે તો પછી મિટાવી પણ નાખે છે. જેમ ઘણાંની આદત હોય છે - વારંવાર મસ્તકને હાથ લગાવીને તિલક મિટાવી દે છે. હમણાં-હમણાં તિલક આપશે, હમણાં-હમણાં મિટાવી દેશે. એવી જ આ પણ વાત છે. કોઈ તિલક આપવાનું ભૂલી જાય છે, કોઈ આપે છે પછી મિટાવી દે છે. તો લગાવવું અને મિટાવવું - બંનેય કામ ચાલે છે. તો અમૃતવેલાનું આ સ્મૃતિનું આપેલું તિલક સદૈવ કાયમ રાખતાં રહો તો સુહાગ, શ્રૃંગાર અને યોગીપણાં ની નિશાની સદૈવ તમારાં મસ્તક થી દેખાશે. જેમ ભક્તોનું તિલક જોઇને સમજે છે - આ ભક્ત છે. આ પ્રકારે તમારી સ્મૃતિનું તિલક એટલું સ્પષ્ટ બધાંને દેખાશે જે ઝટ મહેસૂસ કરશે કે આ “યોગી તું આત્મા” છે. તો તિલક, તાજ અને તખ્ત બધું કાયમ રાખો. તિલક ને મિટાવો નહીં. પોતાને માસ્ટર સર્વશક્તિવાન કહેવડાવો છો, તો માસ્ટર સર્વશક્તિવાન ને તાજ કે તખ્ત ધારણ કરતાં પણ નથી આવડતું શું! સદૈવ ફક્ત બે વાતો કર્મ કરતાં યાદ રાખો. પછી એવી પ્રેક્ટિસ થઇ જશે જે કોઈનાં મનમાં આવેલાં સંકલ્પ ને એવાં કેચ કરશો જાણે મુખ થી કહેલી વાત સરળ રીતે કેચ કરી શકો છો. તેમ મનનાં સંકલ્પ ને સહજ જ કેચ કરશો. પરંતુ એ ત્યારે થશે જ્યારે સમાનતા ની નજીક આવશો. એક-બીજાનાં સ્વભાવમાં પણ જો કોઈની સમાનતા હોય છે તો તેમનાં ભાવને સહજ સમજી શકાય છે. તો આ પણ બાપની સમાનતાની સમીપ જવાથી મનનાં સંકલ્પ એવી રીતે કેચ કરી શકશો જાણે મુખ દ્વારા વાણી. તેનાં માટે ફક્ત પોતાનાં સંકલ્પોની મિક્સચરિટી (મિશ્રણ) ન હોવી જોઈએ. સંકલ્પો ની ઉપર કંટ્રોલિંગ પાવર (નિયંત્રણ શક્તિ) હોવો જરુરી છે. જેમ બહાર નો કારોબાર કંટ્રોલ કરવાનો કંટ્રોલિંગ પાવર કોઈક માં કેટલો હોય છે, કોઈક માં કેટલો હોય છે. એમ જ આ મનનાં સંકલ્પોનાં કારોબાર ને કંટ્રોલ કરવાનો કંટ્રોલિંગ પાવર નંબરવાર છે. તો તે બે વાતો કઈ છે?
એક તો સદૈવ એ સ્મૃતિમાં રાખો કે હું દરેક સમયે, દરેક સેકન્ડે, દરેક કર્મ કરતાં સ્ટેજ પર છું. દરેક કર્મ પર અટેન્શન (સાવધાની) રહેવાથી સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) ની નજીક આવતાં જશો. બીજી વાત - સદૈવ પોતાનાં વર્તમાન અને ભવિષ્યનાં સ્ટેટ્સ ને સ્મૃતિમાં રાખો. તો એક સ્ટેજ, બીજું સ્ટેટ્સ - આ બંન્ને વાતો સદૈવ સ્મૃતિમાં રાખવાથી કોઈ પણ એવું કાર્ય નહીં થશે જે સ્ટેટ્સ ની વિરુદ્ધ હોય. અને, સાથે-સાથે સ્ટેજ પર પોતાને સમજવાથી સદૈવ ઊંચા કર્તવ્યો કરવાની પ્રેરણા મળશે. આ બે વાતો સદૈવ સ્મૃતિ માં રાખતાં ચાલો. અચ્છા. તમે લોકો દૂરથી આવ્યાં છો કે બાપદાદા દૂરથી આવ્યાં છે? રફતાર (ગતિ) ભલે તેજ છે પરંતુ અંતર કોનું છે? તમે લોકો સફર કરીને આવ્યાં છો, બાપદાદા પણ સફર કરીને આવ્યાં છે. એટલે બંન્નેવ સફર વાળા છે. ફક્ત તમારી સફર માં થકાવટ છે અને આ સફર માં અથક છે. મધુબન નિવાસી બનવું - એ પણ ડ્રામાની અંદર ખૂબ-ખૂબ સૌભાગ્ય ની નિશાની છે. કારણ કે મધુબન છે વરદાન ભૂમિ. તો વરદાન ભૂમિ પર આવ્યાં છો. તે છે મહેનતની ભૂમિ, આ છે વરદાન ભૂમિ. તો વરદાન ભૂમિ પર આવીને વરદાતા થી અથવા વરદાતા દ્વારા નિમિત્ત બનેલી આત્માઓથી જેટલાં જે વરદાન લેવાં ઈચ્છે તે લઈ શકે છે. નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓથી વરદાન કેવી રીતે લેશો? આ હિસાબ જાણો છો? મધુબન માં વરદાન મળે છે. વાયુમંડળ માં, પવિત્ર ચરિત્ર-ભૂમિ માં વરદાન તો ભરેલાં છે પરંતુ નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓથી વરદાન કેવી રીતે લેશો? વરદાન માં મહેનત ઓછી હોય છે. જેમ મંદિર માં પંડા યાત્રીઓને વરદાન અપાવવા દેવીઓની સામે લઈ જાય છે. તો તમે પણ પંડા છો. યાત્રીઓને વરદાન કેવી રીતે અપાવશો? વરદાન લેવાનું સાધન કયું છે? શ્રેષ્ઠ આત્માઓ દ્વારા વરદાન એટલે મળે છે - જે નિમિત્ત બનેલાં હોવાનાં કારણે તેમનાં દરેક કર્મ ને જોઈને સહજ પ્રેરણા મળે છે. કોઈપણ ચીજ જ્યારે સાકાર માં જોવાય છે તો જલ્દી ગ્રહણ કરી શકાય છે. બુદ્ધિમાં વિચારવાની વાત મોડે થી ગ્રહણ થાય છે. અહીંયા પણ સાકાર રુપ માં જેમણે સાકારને જોયાં, તેમને યાદ કરવું સહજ છે અને બિંદુ રુપને યાદ કરવું જરા… એવી રીતે જે નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓ છે તેમની સર્વિસ (સેવા), ત્યાગ, સ્નેહ, સર્વનાં સહયોગીપણા નાં પ્રેક્ટિકલ કર્મ જોતાં જે પ્રેરણા મળે છે તે વરદાન રુપમાં સહજ પ્રાપ્ત થાય છે. તો મધુબન વરદાતાની ભૂમિમાં આવીને દરેક શ્રેષ્ઠ આત્માઓ દ્વારા સહજ કર્મયોગી બનવાનું વરદાન પ્રાપ્ત કરીને જ જજો. કારણ કે તમે લોકો પણ ફક્ત મુશ્કેલ વાત એ જ કેહતાં હોવ છો કે કર્મ કરતાં રહીને સ્મૃતિમાં રહેવું મુશ્કેલ છે. તો નિમિત્ત બનેલી આત્માઓને કર્મ કરતાં આ ગુણોની ધારણા માં જોતાં સહજ કર્મયોગી બનવાની પ્રેરણા મળે છે. તો તે એક પણ વરદાન ને છોડીને નહીં જતાં. સર્વ વરદાન પ્રાપ્ત કરતાં-કરતાં સ્વયં પણ માસ્ટર વરદાતા બની જશો - અચ્છા.
