Search for a command to run...
1 Mar 1971
સિદ્ધિ-સ્વરુપ બનવા ની સહજ વિધિ
1 March 1971 · ગુજરાતી
બધાં માસ્ટર ત્રિકાળદર્શી બન્યાં છો? ત્રિકાળદર્શી બનવાથી કોઈ પણ કાર્ય અસફળ નથી થતું. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં પોતાની માસ્ટર ત્રિકાળદર્શીની સ્થિતિમાં સ્થિત થઈને કાર્યનાંં આદિ-મધ્ય-અંતને જાણીને કર્તવ્ય કરવાથી સદૈવ સફળતા મળશે અર્થાત્ સફળતામૂર્ત બની જશો અથવા સંપૂર્ણમૂર્ત બની જશો. હમણાં જે ગાયન છે કે યોગીઓને રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત હોય છે, તે કઈ સિદ્ધિ? સંકલ્પની સિદ્ધિ અને કર્તવ્યની વિધિ. આ બંને હોવાથી જન્મસિદ્ધ અધિકાર સહજ જ પામી લો છો. સંકલ્પની સિદ્ધિ કેવી રીતે આવશે, ખબર છે? સંકલ્પોની સિદ્ધિ ન હોવાનું કારણ શું છે? કારણ કે હમણાં સંકલ્પ વ્યર્થ ખૂબ ચાલે છે. વ્યર્થ સંકલ્પ મિક્સ થવાથી સમર્થ નથી બની શકતાં. જે સંકલ્પ રચો છો તેની સિદ્ધિ નથી થતી. વ્યર્થ સંકલ્પો ની સિદ્ધિ તો થઈ જ ન શકે ને. તો સંકલ્પોની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મુખ્ય પુરુષાર્થ એ છે - વ્યર્થ સંકલ્પ ન રચી સમર્થ સંકલ્પોની રચના કરો. સમજ્યાં? રચના વધારે રચો છો, એટલે પૂરી પાલના કરી તેમને (સંકલ્પ) કામમાં લગાવવાં એ કરી નથી શકતાં. જેમ લૌકિક રચના પણ જો અધિક રચાય જાય તો તેને લાયક નથી બનાવી શકતાં. એવી રીતે સંકલ્પોની જે સ્થાપના કરો છો તે બહુ અધિક કરો છો. સંકલ્પો ની રચના જેટલી ઓછી એટલી પાવરફુલ થશે. જેટલી રચના વધારે એટલી જ શક્તિહીન રચના હોય છે. તો સંકલ્પો ની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો પડે. વ્યર્થ રચના બંધ કરો. નહિં તો આજકાલ વ્યર્થ રચના કરી તેની પાલના માં સમય બહુ વેસ્ટ કરો છો. તો સંકલ્પોની સિદ્ધિ અને કર્મોની સફળતા ઓછી થાય છે. કર્મોમાં સફળતાની યુક્તિ છે - માસ્ટર ત્રિકાળદર્શી બનવું. કર્મ કરતાં પહેલાં આદિ, મધ્ય અને અંતને જાણીને કર્મ કરો, ન કે કર્મ કર્યા પછી અંતમાં પરિણામ ને જોઈને પછી વિચારો. એટલે સંપૂર્ણ બનવા માટે આ બે વાતોનું ધ્યાન આપવું પડે.
આ પ્રવૃત્તિ વાળું ગ્રુપ છે. તો પ્રવૃત્તિ માં રહેતાં આ બંને વાતોનું ધ્યાન આપવાથી સર્વિસેબલ (સેવાધારી) બની શકશો. સેવા ફક્ત મુખથી નથી થતી પરંતુ શ્રેષ્ઠ કર્મો દ્વારા પણ સેવા કરી શકો છો. આ જે ગ્રુપ આવ્યું છે તે પોતાને સર્વિસેબલ ગ્રુપ સમજો છો? આ ગ્રુપમાં જે પોતાને સર્વિસેબલ સમજે છે તે હાથ ઉઠાવે. હવે જેમણે સર્વિસેબલમાં હાથ ઉઠાવ્યાં છે, તે સર્વિસમાં સમય કાઢીને મદદગાર બની શકે છે? માતાઓની મદદ થી બહુજ નામ પ્રસિદ્ધ થઈ શકે છે. જેટલાં આવ્યાં છે એટલાં બધાં હેન્ડસ સેવામાં મદદગાર બની જાય તો બહુ જલ્દી નામ પ્રસિદ્ધ કરી શકો છો. કારણ કે યુગલમૂર્ત બનીને ચાલવા વાળા છો. એટલે આવાં યુગલ સેવામાં બહુજ પોતાનો શો (પ્રત્યક્ષ) કરી શકે છે. એવાં કર્તવ્ય કરીને દેખાડો જે તમારાં કર્તવ્ય દરેક આત્માને તમારી તરફ આકર્ષિત કરે. માતાઓનું ગ્રુપ, તે પણ એવી માતાઓ જે યુગલ રુપમાં ચાલી રહી છે તેમને સમય કાઢવો સહજ થઈ શકે છે. હમણાં પણ સમય કાઢીને આવ્યાં છો ને. હમણાં પણ તમારી પાછળ પ્રવૃત્તિ ચાલી રહી હશે ને. જેમ આ વાત જરુરી સમજીને બંધનો ને હલ્કા કરીને પહોંચી ગયાં છો, એમ સમય-પ્રતિ-સમય પોતાની પ્રવૃત્તિનાંં બંધનો ને હલ્કા કરી સર્વિસ માં જેટલી મદદગાર બનતી જશો એટલાં જ આ હિસાબ-કિતાબ જલ્દી ચુકતૂ થશે. તો માતાઓએ એવાં મદદગાર બનવામાં જ પોતાની ઉન્નતિનું સાધન સમજવું જોઈએ. સાંભળવું અને સંભળાવવું - બન્નેનો અનુભવ કરવો જોઈએ. જેમ બાપ મદદગાર બને છે તેમ બાળકોએ પણ મદદગાર બનવાનું છે. એ જ મદદ લેવી છે. તો એવી આ ગ્રુપમાં શક્તિ ભરીને જજો જે પોતાનાં બંધનો ને હલ્કા કરી સર્વિસ માં મદદગાર બની શકો. નહીં તો આ સબ્જેક્ટ (વિષય) માં જો કમી રહી ગઈ તો ફુલ માર્કસ (અંક) કેવી રીતે લઈ શકશો. લક્ષ્ય તો ફુલ પાસ થવાનું રાખ્યું છે ને. એટલે આ ગ્રુપે ખાસ એવી-એવી યુક્તિઓ રચવાની ટ્રેનિંગ (તાલીમ) લઈને જવાનું છે. ભઠ્ઠી થી શું બનીને જવાનું છે, સમજ્યાં? સર્વિસેબલ અને મદદગાર. ઘરમાં રહેતાં શક્તિ-સ્વરુપ ની સ્મૃતિ સદૈવ રહેવાથી કર્મ-બંધન વિઘ્ન નહીં નાખે. ઘરમાં રહો છો પરંતુ શક્તિરુપનાં બદલે પવિત્ર પ્રવૃત્તિ નું ભાન વધારે રહે છે. પ્રવૃત્તિ માં રહેતાં શક્તિપણાંની વૃત્તિ ઓછી રહે છે. એટલે હમણાં સુધી જે અવાજ નીકળે છે કે કર્મ-બંધન છે, શું કરીએ, કેવી રીતે કરીએ, કેવી રીતે કર્મ-બંધન કાપીએ. એ અવાજ એટલે નીકળે છે કારણ કે શક્તિપણાં નાં અલંકાર સદૈવ કાયમ નથી રહેતાં. તો હવે આ ભઠ્ઠીમાં પોતાની સ્મૃતિ અને સ્વરુપ ને બદલીને જજો. એટલે બે વાતો સદૈવ યાદ રાખજો. એક તો ચેંજ (પરિવર્તન) થવાનું છે, બીજું ચેલેન્જ (પડકાર) કરવાની છે. શક્તિ રુપમાં પોતાની વૃત્તિ અને સ્વરુપ ને પણ ચેંજ કરજો અને જેટલાં-જેટલાં પોતાને ચેંજ કરતાં જશો એટલાં બીજાઓને ચેલેન્જ કરી શકશો. એટલે આ બે વાતો યાદ રાખજો. જ્યારે સુકર્મ કરો છો તો બાપનું સ્નેહી સ્વરુપ સામે આવે છે અને જો કોઈ વિકર્મ કરો છો તો વિકરાળ રુપ સામે લાવવું જોઈએ. તમે લોકો સ્નેહી તો છો ને. સ્નેહી સદૈવ સુકર્મી હોય છે. કોઈ પણ એવું કર્મ ન થાય - આ સદૈવ સ્મૃતિ માં રાખજો. કારણ કે તમે બધાં સૃષ્ટિ ની સ્ટેજ પર હીરો એકટર્સ (કલાકાર) છો. તો હીરો એકટર્સ પર બધાંની નજર હોય છે. એટલે પોતાને પ્રવૃત્તિ માં રહેવા વાળી ન સમજી, સ્ટેજ પર હીરો એક્ટર સમજીને દરેક કર્મ કરતાં ચાલશો તો કોઈપણ એવું કર્મ નહીં થઈ શકે.
જેમ સાઇન્સ (વિજ્ઞાન) ની પરમાણુ શક્તિ આજે શું નું શું દેખાડી રહી છે. એમ જ સાયલેન્સ (શાંતિ) નાંં શક્તિદળ માં તમે પ્રવૃત્તિમાં રહેવા વાળા પ્રમાણ છો. તે પરમાણુ શક્તિ છે અને તમે લોકો સૃષ્ટિની આગળ એક પ્રમાણ છો. તો તમે પણ પ્રમાણ બની બહુજ સર્વિસ કરી શકો છો. માતાઓની તો ખૂબ માંગણી છે. માતાઓનાં કારણે ખૂણા-ખૂણામાં સંદેશ ફેલાવવાનો હજું બાકી રહ્યો છે. અનેક આત્માઓને સંદેશ ન મળવાની જવાબદારી તમારાં લોકો ઉપર છે. એટલે આ ગ્રુપે એવું જ તૈયાર થઈ જવાનું છે. આ ગ્રુપ સમય-પ્રતિ-સમય સર્વિસમાં મદદગાર બની શકે છે. ઉમ્મેદવાર છે. જેમ અધરકુમારો નું ગ્રુપ પણ બહુ ઉમ્મેદવાર ગ્રુપ હતું. એમ જ આ ગ્રુપ પણ હોવનહાર મદદગાર છે. પરંતુ કેવી રીતે મદદગાર બને, તેની યુક્તિ પણ છે. પરંતુ શક્તિ નથી. એટલે પોતાનાંં સ્વરુપ પરિવર્તન નું, પોતાની ટીચર પાસે થી સર્ટીફિકેટ (પ્રમાણપત્ર) લઇ જજો. જેમ એક-એક કુમારી ૧૦૦ બ્રાહ્મણો થી ઉત્તમ ગવાયેલી છે તેમ એક-એક માતા જગત્ માતા છે. ક્યાં ૧૦૦ બ્રાહ્મણ, ક્યાં આખું જગત. તો કોની ઊંચી મહિમા થઇ? એક-એક માતા જગત્ માતા બનીને જગતની આત્માઓની ઉપર તરસ, સ્નેહ અને કલ્યાણની ભાવના રાખો. એટલે આ ગ્રુપે એક વાયદો કરવાનો છે. વાયદો કરવાની હિંમત છે? કોઈ પણ વાયદો હોય કે સાંભળ્યાં પછી હિંમત રાખશો? સાંભળવાં પહેલાં હિંમત છે કે સાંભળ્યાં પછી હિંમત રાખશો? શું સમજો છો? જે પણ વાયદો હશે તેની હિંમત છે? જો કોઈ કડક વાયદો હોય તો પછી વિચારશો ને. દરેકે આ વાયદો કરવાનો છે કે સમય-પ્રતિ-સમય હું સેવામાં મદદગાર અને સાથે-સાથે શક્તિ-સ્વરુપ બની વિઘ્ન-વિનાશક બનીને જ પ્રવૃત્તિ માં રહીશ. સહજ વાયદો છે ને. વિઘ્નોનાં આવવાથી બૂમો નહીં પાડીએ, ગભરાશું નહીં, પરંતુ શક્તિ બનીને સામનો કરશું. આ વાયદો પોતે પોતાની સાથે સદૈવ માટે કરીને જવાનું છે.
કોઈ પણ પ્રકારની આસક્તિ છે તો ત્યાં જ માયા પણ આવી શકે છે. આસક્તિ હોવાનાં કારણે માયા આવી શકે છે. જો અનાસક્ત થઇ જાઓ તો માયા આવી નથી શકતી. જયારે આસક્તિ ખતમ થઇ જાય છે ત્યારે શક્તિસ્વરુપ બની શકો છો. પોતાની દેહમાં અથવા સંબંધો માં, કોઈ પણ પદાર્થ માં, ક્યાંય પણ જો આસક્તિ છે તો માયા પણ આવી શકે છે અને શક્તિ નથી બની શકતાં. એટલે શક્તિરુપ બનવા માટે આસક્તિને અનાસક્તિ માં બદલી કરો. જેમ તમે લોકો બીજાઓને કહો છો કે એક દીપક અનેકોને જગાવી શકે છે. એમ જ તમે એક-એક આખાં વિશ્વનાંં કલ્યાણનાં નિમિત્ત બની શકો છો. તો પોતાનાં કર્તવ્યને અને પોતાનાં સ્વરુપને બંનેને યાદ રાખતાં ચાલતાં જાઓ. બ્રહ્માની ભુજાઓ છો ને. તો હેન્ડસ બનશો ને. પોતાને બ્રહ્માની ભુજાઓ સમજો છો? બ્રહ્માની ભુજાઓનું પણ કર્તવ્ય શું હોય છે? બ્રહ્માનું કર્તવ્ય છે સ્થાપના; તો બ્રહ્માની ભુજાઓનું પણ કર્તવ્ય થયું સ્થાપના નાંં કાર્યમાં સદૈવ તત્પર રહેવું. હદનાં સંબંધોમાં આવવાની ફક્ત આમને રીત શીખવવાની છે. નિર્બન્ધન પોતાને બનાવી શકો છો, પરંતુ રીત નથી આવડતી. એક તો રીત નથી, બીજી તાકાત નથી. તો તાકાત પણ ભરજો અને રીત પણ શીખજો. બાપદાદા તો પણ ઉમ્મેદવાર ગ્રુપ સમજે છે. હવે જોશે કે દરેક પોતાને કેટલી વાર ઓફર કરે છે. પોતે પોતાને જાતે જ ઓફર કરવાની છે. આફરીન તેમને મળે છે જે સ્વયંને પોતે ઓફર કરે છે. જો કહેવાથી કરે છે તો આફરીન નથી મળતી. હવે જોશે કે કોણ-કોણ પોતાને ઓફર કરે છે. સ્નેહી તો છો પરંતુ સ્નેહીની સાથે સહયોગી પણ બનો. આ ગ્રુપનું નામ શું રાખે? નામ-સંસ્કાર થાય છે ને. કારણ કે પરિવર્તન-ભઠ્ઠીમાં આવ્યાં છો. તમે લોકો પણ નામ-સંસ્કારનાંં ઉત્સવમાં આવ્યાં છો ને. આ ગ્રુપનું શું નામ? આ છે સદા સહયોગી અને શક્તિસ્વરુપ ગ્રુપ. હવે પોતાની શક્તિ ક્યારેય પણ ઓછી નહીં કરતાં. જ્યારે પોતાની શક્તિને ગુમાવી દો છો તો રાવણ પણ જુવે છે કે આ પોતાની શક્તિને ગુમાવી બેઠાં છે, તો તે ખૂબ રડાવે છે. શક્તિ ગુમાવવી અર્થાત્ રાવણને બોલાવવો. એટલે ક્યારેય પણ પોતાની શક્તિને ઓછી નહીં થવા દેતાં. જમા કરતાં શીખો. ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે શક્તિને જમા કરવાની છે. હમણાં થી જમા કરશો તો જમા થશે. એટલે સદૈવ એ જ વિચારો કે જમા કેટલું કર્યું છે? - અચ્છા!
\\
કોઈ પણ પ્રકારની આસક્તિ છે તો ત્યાં જ માયા પણ આવી શકે છે. આસક્તિ હોવાનાં કારણે માયા આવી શકે છે. જો અનાસક્ત થઇ જાઓ તો માયા આવી નથી શકતી. જયારે આસક્તિ ખતમ થઈ જાય છે ત્યારે શક્તિસ્વરુપ બની શકો છો. પોતાની દેહમાં અથવા સંબંધોમાં, કોઈ પણ પદાર્થમાં, ક્યાંય પણ જો આસક્તિ છે તો માયા પણ આવી શકે છે અને શક્તિ નથી બની શકતાં.