Search for a command to run...
10 Jun 1971
સેવાની ધરણી તૈયાર કરવાનું સાધન - સર્ચલાઈટ
10 June 1971 · ગુજરાતી
દરેકનાં મસ્તક પર ત્રણ રેખાઓ કઈ જોઈ રહ્યાં છે? તમને તમારી રેખાઓ દેખાય છે? જેમ બાપનાં યાદગાર ચિત્ર માં સદૈવ ત્રણ રેખાઓ જરુર દેખાડે છે. એમ જ દરેક સાલિગ્રામ નાં મસ્તક પર ત્રણ રેખાઓ કઈ દેખાય છે? મસ્તક ને ક્યારેય દર્પણ માં જોયું છે? કયા દર્પણમાં જોયું છે? દરેકનાં મસ્તક પર એક રેખા કે નિશાની વિજય ની નિશાની છે. વિજયની નિશાની હોય છે ત્રિશૂળ. ત્રિશૂળ મન,વાણી, કર્મ ત્રણે માં સફળતાની નિશાની, વિજયની નિશાની છે. શક્તિઓનાં ચિત્રમાં પણ ત્રિશૂળ દેખાડે છે. તો દરેકનાં મસ્તકમાં આ વિજયની નિશાની ત્રિશૂળ છે. ત્રિશૂળ ની ઉપર બીજી રેખા કે નિશાની છે બિંદી. ત્રીજી રેખા પછી છે ત્રિશૂળ ની નીચે જે લાંબી લાઈન હોય છે, તે નિશાની છે લાઈન ક્લિયર (સ્પષ્ટ) અને કેયરફુલ (સાવચેત) ની. કેયરફુલ પણ અને ક્લિયર પણ. માર્ગની વચ્ચે કોઈ પણ રુકાવટ ન આવે. તો ત્રીજી નિશાની છે સીધા માર્ગ પર એકરસ થઈને ચાલવા વાળાની. ત્રણેય રેખાઓ કે નિશાનીઓ દરેકનાં મસ્તક પર જોઈ રહ્યાં છે. રેખાઓ બધાંની હોય છે પરંતુ કોઈની સ્પષ્ટ હોય છે, કોઈની સ્પષ્ટ નથી હોતી. તો તમે તમારી લકીર (રેખા) જોઈ? ત્રિશૂળ છે, લાઇન ક્લિયર પણ છે અને આત્મિક સ્થિતિની બિંદી પણ છે. ભક્ત લોકો પણ મસ્તક માં તિલકની નિશાની રાખે છે. તમારે લોકોએ મસ્તકમાં લગાવવાની આવશ્યકતા નથી. સદૈવ પોતાનાં મસ્તક ની આ રેખાઓથી પોતાની સ્થિતિ ને પારખી શકો છો. ત્રણેય રેખાઓ તેજ હોવી જોઈએ, ત્યારે જ સાક્ષાત્કારમૂર્ત બની શકો છો અથવા પોતાનાં કર્તવ્ય ને સફળ કરી શકો છો. હવે તમે સર્વિસ (સેવા) પર જઇ રહ્યાં છો. હમણાંથી જ તે આત્માઓની ઉપર પોતાની સર્ચ-લાઈટ નાખવાની શરુઆત કરવાની છે. શરું કરી છે કે ત્યાં જઈને શરું કરશો? સર્ચલાઈટ ની રોશની દૂર સુધી જાય છે. તો અહીંયાથી જ સર્ચલાઈટ નાખવાની છે. આત્માઓને પસંદ કરી શકો છો. અહીંયાથી જ કાર્ય શરું કરવાથી ત્યાં જતાં જ પ્રત્યક્ષ સબૂત દેખાશે. સર્ચલાઈટ બનીને જ ચાલતાં-ફરતાં રહો છો કે જયારે બેસો છો ત્યારે જ સર્ચલાઈટ આપો છો? નિરંતર સર્ચલાઈટ સમજીને ચારે તરફ વાયુમંડળ ને બનાવવાનું કર્તવ્ય હમણાંથી જ કરવાનું છે. જે ત્યાં જતાં જ વાયુમંડળ નાં આકર્ષણ થી સમીપ આવવા વાળી આત્માઓ પોતાનું સહજ ભાગ્ય પામી શકે. કારણ કે હવે સમય ઓછો અને સફળતા હજાર ગણી દેખાડવાની છે. પહેલાં નો સમય અલગ હતો. સમય વધારે અને સફળતા ઓછી થતી હતી. પરંતુ હવે ઓછા સમય માં સફળતા હજાર ગણી થાય, એવો પ્લાન (યોજના) બનાવવાનો છે. પ્લાન ની પહેલાં પ્લેન (સરળ) બનવાનું છે. જો પ્લેન બની ગયાં તો પ્લાન પ્રેક્ટિકલ માં બરાબર આવી જશે. પ્લેન બનવાથી જ પ્લાન ઠીક ચાલી શકશે. પ્લેન બન્યાં પછી ફરી પ્લાન શું રાખવાનો છે, જેનાથી સદા સફળતા પ્રાપ્ત થાય? તે થોડામાં સંભળાવે છે જે ક્યારેય ભૂલાય નહીં. એક તો યાદ રાખજો કે અમે બધાં એકમત છીએ અર્થાત્ એકનાં જ મત પર એક મતિ. બીજી વાત-વાણીમાં પણ સદૈવ એકનું જ નામ વારંવાર પોતાને અથવા બીજાને સ્મૃતિમાં અપાવવાનું છે. ત્રીજી વાત-ચલન અથવા કર્મ માં ઈકોનોમી (બચત) હોય. ન ફક્ત તન માં ઈકોનોમી કરવાની છે, પરંતુ વાણી માં પણ ઇકોનોમી હોય, સંકલ્પ માં પણ ઈકોનોમી, સમય માં પણ ઈકોનોમી. તો ચલન માં બધાં પ્રકારની ઇકોનોમી હોય. આ ત્રણેય વાતો-એક મતિ, એકનું નામ અર્થાત્ એકનામી અને પછી ઈકોનોમી. આ ત્રણેય વાતો સદૈવ સ્મૃતિમાં રાખી પછી કદમ ઉઠાવજો અથવા સંકલ્પ ને વાણીમાં લાવવાનો છે.
કોઈ પણ લેણ-દેણ કરો છો તો તે જ સમયે એક સ્લોગન યાદ રાખવાનું છે - બાળક સો માલિક. જે સમયે વિચારો ને આપો છો તો માલિક બનીને આપવાં જોઈએ પરંતુ જે સમયે ફાઈનલ થાય છે તે સમયે પછી બાળક બની જવાનું છે. ફક્ત માલિકપણું પણ નહીં, ફક્ત બાળકપણું પણ નહીં. જે સમયે જે કર્મ કરવાનું છે તે સમયે તે જ સ્થિતિ હોવી જોઈએ. અને જ્યારે પણ અન્ય આત્માઓની સર્વિસ કરો છો તો સદૈવ એ પણ ધ્યાનમાં રાખો કે બીજાઓની સર્વિસની સાથે પોતાની સર્વિસ પણ કરવાની છે. આત્મિક-સ્થિતિ માં પોતાને સ્થિત રાખવું, એ છે પોતાની સર્વિસ. પહેલાં એ ચેક કરો કે પોતાની સર્વિસ પણ ચાલી રહી છે? પોતાની સર્વિસ નથી થતી તો બીજાઓની સર્વિસ માં સફળતા નહીં થશે. એટલે જેમ બીજાઓને સંભળાવો છો ને કે બાપની યાદ અર્થાત્ પોતાની યાદ કે પોતાની યાદ અર્થાત્ બાપની યાદ. એવી રીતે બીજાઓની સર્વિસ અર્થાત્ પોતાની સર્વિસ. આ પણ સ્મૃતિ માં રાખવાનું છે. જ્યારે કોઈ પણ સર્વિસ પર જાઓ છો તો સદૈવ એમ સમજો કે સર્વિસ ની સાથે-સાથે પોતાનાં પણ જૂના સંસ્કારો નો અંતિમ-સંસ્કાર કરીએ છીએ. જેટલાં સંસ્કારો નો સંસ્કાર કરશો એટલો જ સત્કાર મળશે. બધી આત્માઓ તમારી આગળ મન થી નમસ્કાર કરશે. એક હોય છે હાથ થી નમસ્કાર કરવાં, બીજા હોય છે મન થી. મનમાં ને મનમાં ગુણ ગાતાં રહે. જેમ ભક્તિ પણ એક તો બહારની હોય છે, બીજી હોય છે માનસિક. તો બહાર થી નમસ્કાર કરવાં - એ કોઈ મોટી વાત નથી. પરંતુ મન થી નમસ્કાર કરશે, ગુણ ગાશે બાપનાં કે આમને બનાવવા વાળા કોણ? બીજું, જે તેમનાં પોતાનાં દૃઢ વિચાર છે તેને પણ તમારાં સંભળાવેલાં શ્રેષ્ઠ વિચારોની આગળ ઝુકાવી દેશે. તો નમસ્કાર થયાં ને. મન થી નમસ્કાર કરે, એ પુરુષાર્થ કરવાનો છે. બહાર નાં ભક્ત નથી બનાવવાનાં. પરંતુ માનસિક નમસ્કાર કરવા વાળા બનાવવાનાં છે. તે જ ભક્ત બદલાઈ ને જ્ઞાની બની જાય. જેટલી-જેટલી બુદ્ધિ ને સદૈવ સ્વચ્છ અર્થાત્ એકની યાદમાં અર્પણ કરશો એટલાં જ સ્વયં દર્પણ બની જશો. દર્પણ ની સામે આવવાથી ન ઈચ્છતાં પણ પોતાનું સ્વરુપ દેખાય છે. એ જ રીતે જયારે સદૈવ એકની યાદ માં બુદ્ધિને અર્પણ રાખશો તો તમે ચૈતન્ય દર્પણ બની જશો. જે પણ સામે આવશે તે પોતાનો સાક્ષાત્કાર અથવા પોતાનાં સ્વરુપ ને સહજ અનુભવ કરતાં જશે. તો દર્પણ બનજો, જેનાથી સ્વતઃ જ સાક્ષાત્કાર થઈ જાય. આ સારું છે ને. દૂર થી જ ખબર પડે છે ને કે કોઈ સર્ચલાઈટ છે. ભલે ક્યાંય પણ, કેટલાં પણ મોટા સંગઠન માં હોય, પરંતુ સંગઠન ની વચમાં દૂરથી જ ખબર પડે કે આ સર્ચલાઈટ છે અર્થાત માર્ગ દેખાડતાં રહો.
તમે લોકો નોલેજ અને યાદની સર્ચલાઈટ દ્વારા માર્ગ દેખાડવા વાળા સર્ચલાઈટ છો. અને જ્યારે દૃઢ સંકલ્પ કરીને જાઓ છો તો સંકલ્પ થી સ્વરુપ બની જ જશો. સંકલ્પ છે કે અમે વિજયી રત્ન છીએ, તો સ્વરુપ પણ વિજયનું જ બની જાય છે. વાણી અને કર્મ એવાં જ ચાલે છે. સંકલ્પ નાં આધાર થી વિજય કર્મ માં ભરેલી છે. વિજય નું તિલક સર્વિસેબલ (સેવધારી) આત્માઓને લાગેલું છે. સર્વિસ અર્થાત્ વિજય નું તિલક લાગ્યું છે. આ સર્વિસેબલ (સેવાધારી) ગ્રુપ જઈ રહ્યું છે ને. જેમનાં એક સેકન્ડ કે એક સંકલ્પ પણ સર્વિસ નાં સિવાય ન હોય તે છે સર્વિસેબલ (સેવાધારી). એવું આ ગ્રુપ છે ને. જ્યારે ખાસ સર્વિસ પર જાઓ છો તો પોતાની ઉપર પણ ખાસ ધ્યાન આપવાનું હોય છે. આ સાધારણ સર્વિસ નથી પરંતુ વિશેષ સર્વિસ છે. સાધારણ સર્વિસકરો છો તો સાધારણ સ્મૃતિ રહે છે. જ્યારે કોઈ પણ વિશેષ કાર્ય કરવાનું હોય છે તો વિશેષ યાદ રહે છે. તો સાધારણ સ્મૃતિ માં નહીં, પરંતુ પાવરફુલ સ્મૃતિ માં રહેવાનું છે. સદૈવ પાવરફુલ સ્મૃતિ માં રહેવાથી વાયુમંડળ પાવરફુલ રહેશે. પાવરફુલ વાયુમંડળ હોવાનાં કારણે કોઈ પણ આત્મા આ વાયુમંડળ થી નીકળી નહીં શકે, ત્યારે જ સર્વિસ ની સફળતા થશે. સદૈવ એક-બીજાનાં વિચારોને સત્કાર આપીને સ્વીકાર કરવાનાં છે, તો પછી માનસિક નમસ્કાર સહજ કરશે. સદૈવ ‘હા જી, હા જી’ નો પાઠ પાક્કો કરજો. જેટલુ ‘હા જી, હા જી’ કરશો એટલાં જ બધાં જય-જયકાર કરશે. તમે પોતાનાં શક્તિ-સ્વરુપ ની અથવા પાંડવ-સ્વરુપ ની પ્રત્યક્ષતા કરવા માટે જઈ રહ્યાં છો ને. અશ્વ ચક્ર લગાવીને આત્માઓને યજ્ઞમાં સ્વાહા કરાવવા માટે જઈ રહ્યાં છો. સ્વયં તો સ્વાહા થઇ જ ચૂક્યાં છો. એકદમ પ્લેન (સરળ) બનવાનું છે. સાથે બોજ નહીં લેતાં. પાંડવ પાંચ છે પરંતુ મત એક છે. કહે છે ને કે અમે બધાં એક છીએ. એક એક્ષામ્પલ (ઉદાહરણ) કાયમ રાખવાં માટે આ ફર્સ્ટ (પહેલું) ગ્રુપ છે. સ્મૃતિ-સ્વરુપ ની એક-બીજાને દર સમયે સ્મૃતિ અપાવવાથી એક મત થઇ જશો. પાંચ પાંડવો ની એકમત ની વિશેષતા પણ છે અને દરેકની પોત-પોતાની વિશેષતા પણ છે. દરેકની પોતાની વિશેષતા કઈ છે? જેમ ફોર મસ્કેટીયર્સ (ચાર બંદૂકધારી ફૌજી) નું સંભળાવો છો ને. તો એક-બીજામાં હળીમળીને દરેક કાર્યને સફળ બનાવવાનું છે. દરેક પોતાનાં ઉપર વિશેષ એક ડ્યુટી (ફરજ) લો. દરેક પોતાનાં વિશેષ કાર્યની જવાબદારી સંભળાવો. સંગઠનમાં હોવાં છતાં પણ પોતાની વિશેષતા નો સહયોગ આપવાથી સહજ થઈ જાય છે.
એક-એક પાંડવ શું વિશેષતા દેખાડશે? આત્માનાં સંબંધ થી તો બધાં પાંડવ છો અને શક્તિઓ પણ છો. પોતાની વિશેષતાની ખબર છે? પોતાનો ઉમંગ-ઉત્સાહ અને એકરસ અવસ્થા સદૈવ રહે. કેટલું પણ કોઈ, કોઈક વાતો દ્વારા તમને લોકો ને હરાવવાની કોશિશ કરે, પરંતુ જ્યારે પ્રેક્ટિકલ અનુભવીમૂર્ત થઈને તેમને આત્મિક દૃષ્ટિ અને પાવરફુલ સ્થિતિમાં સ્થિત થઈને બે શબ્દ પણ પાવરફુલ બોલશો તો તે પોતાને કાગળ નાં શેર સમજશે. જેમ દેવીઓનું દેખાડે છે ને કે સામે અસુર વિકરાળ રુપ થી સામનો કરવા આવે છે, પરંતુ તેમની આગળ જાણે બિલકુલ પશુ અર્થાત્ બેસમજ બની જાય છે. કેટલાં પણ મોટા સમજદાર હોય પરંતુ તમારી અનુભવીમૂર્ત અને આત્મિક દૃષ્ટિ ની સામે બિલકુલ જ પોતાને બેસમજ સમજશે. ભલે તમારી સામે કેટલું પણ રુપ ધારણ કરવાની કોશિશ કરે. શક્તિઓનાં પગની નીચે સદૈવ ભેંસ દેખાડે છે, કેમ? કેટલું પણ કોઈ પોતાને સેન્સિબલ, નૉલેજફુલ સમજે પરંતુ ભેંસ બિલકુલ બેસમજ હોય છે. બનીને એક રુપ આવે અને બની જાય બીજું રુપ. શક્તિઓનું યાદગાર દેખાડે છે ને. અસુર સામનો કરવા વિકરાળ રુપ ધારણ કરીને આવે છે પરંતુ જ્યારે શક્તિઓનું તીર લાગે છે તો પછી બીજું રુપ થઈ જાય છે. એટલે સદૈવ એ યાદ રાખજો કે અમે ઓલમાઈટી ઓથોરીટી (સર્વ શક્તિમાન સત્તા) દ્વારા નિમિત્ત બનેલાં છીએ. ઓલમાઈટી ગવર્મેન્ટ નાં મેસેન્જર છો. કોઈનાંથી પણ ડિસક્સ (ચર્ચા) માં પોતાનાં માઇન્ડ (મન) ને ડિસ્ટર્બ (ખલેલ) નથી કરવાનું. નહીં તો તે લોકો સાયન્સ (વિજ્ઞાન) ની શક્તિ થી સંકલ્પો ને પણ રીડ (વાંચે) કરે છે. એટલે ક્યારેય પણ કોઈ વાતનો અવાજ પણ આવે તો પોતાને ડિસ્ટર્બ નહીં કરતાં. પોતાનાં ચહેરા પર અથવા મનની સ્થિતિ માં અંતર નહીં લાવતાં. મંત્ર યાદ રાખજો. જેમ કોઇ વાણી થી કે બીજી રીતે થી વશ નથી થતાં તો મંતર-જંતર કરે છે. તો જ્યારે જુઓ એવી કોઈ વાત સામે આવે તો પોતાની આત્મિક દૃષ્ટિ નું નેત્ર અને મનમનાભવ નો મંત્ર પ્રયોગ કરજો, તો સિંહ થી ભેંસ બની જશે. જાદુ-મંતર તો આવડે છે ને. અહીંયાથી જ બધી સિસ્ટમ નીકળી છે. મંતર ચલાવવું, રિદ્ધિ-સિદ્ધિ પણ અહીંથી જ નીકળી છે. પોતાની આત્મિક દૃષ્ટિ થી પોતાનાં સંકલ્પો ને પણ સિદ્ધ કરી શકો છો. તે છે રિદ્ધિ-સિદ્ધિ અને અહીંયા વિધિ થી સિદ્ધિ. શબ્દોનું અંતર છે. રિદ્ધિ-સિદ્ધિ છે અલ્પકાળ, પરંતુ યાદની વિધિ થી સંકલ્પો અને કર્મોની સિદ્ધિ છે અવિનાશી. તેઓ રિદ્ધિ-સિદ્ધિ યુઝ છે અને તમે યાદની વિધિ થી સંકલ્પો અને કર્મોની સિદ્ધિ પ્રાપ્ત કરો છો. અચ્છા