Search for a command to run...
26 Jan 1971
જવાબદારી ઉઠાવવા થી ફાયદા
26 January 1971 · ગુજરાતી
આપ બાળકો છો વિશ્વને પરિવર્તન કરવા વાળા વિશ્વનાં આધારમૂર્ત. ઉદ્ધાર કરવા વાળા પણ છો અને સાથે-સાથે વિશ્વની આગળ ઉદાહરણ બનવા વાળા પણ છો. જે આધારમૂર્ત હોય છે તેમનાં ઉપર જ બધી જવાબદારી રહે છે. હમણાં તમારાં એક-એક કદમની પાછળ અનેકોનાં કદમ ઉઠાવવાની જવાબદારી છે. પહેલાં સાકાર રુપ ફોલો ફાધર નાં રુપમાં સામે હતાં. હવે તમે લોકો નિમિત્ત મૂર્તિઓ છો. તો એમ સમજો કે જેમ જે રુપ થી જ્યાં અમે કદમ ઉઠાવશું તે રીતે સર્વ આત્માઓ અમારી પાછળ ફોલો (અનુસરણ) કરશે. આ જવાબદારી છે. સર્વનાં ઉદ્ધારમૂર્ત બનવાનાં કારણે સર્વ આત્માઓનાં જે આશીર્વાદ મળે છે તો પછી હલકાપણું પણ આવી જાય છે, મદદ પણ મળે છે. જેનાં કારણે જવાબદારી હલ્કી થઈ જાય છે. મોટું કાર્ય હોવાં છતાં પણ એવો અનુભવ કરશો જાણે કોઈ કરાવી રહ્યું છે. આ જવાબદારી ઉપર થી થકાવટ મટાડવા વાળી છે. ફ્રી રહેવું મનને ગમતું જ નથી. જવાબદારી અવસ્થાને બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. બાપદાદા જ્યારે મહારથી બાળકોને જુવે છે તો બધાનાં વર્તમાન સ્વરુપ અને આ જ જન્મનાં અંતિમ સ્વરુપ અને બીજા જન્મનાં ભવિષ્ય સ્વરુપ ત્રણેય સામે આવે છે. તમને લોકોને આ ફીલિંગ સ્પષ્ટ રુપમાં આવે છે કે આ અમે બનવાનાં છીએ, અમે તાજ અને તખ્તધારી હોઈશું? આગળ ચાલીને એ પણ અનુભવ કરશો. જેમ સાકાર રુપમાં પ્રત્યક્ષ અનુભવ કર્યો ને. કર્માતીત અવસ્થા પણ સ્પષ્ટ હતી અને ભવિષ્ય સ્વરુપની સ્મૃતિ પણ સ્પષ્ટ હતી. ભવિષ્ય સંસ્કાર આ સ્વરુપમાં પ્રત્યક્ષ દેખાતાં હતાં. તો તમે બધાં એવો અનુભવ કરશો જેમ કે બસ આ શરીર છોડ્યું અને પેલું તૈયાર છે. બુદ્ધિબળ દ્વારા એટલું સ્પષ્ટ અનુભવ થશે. હવે દિન-પ્રતિદિન પોતાની સર્વિસ થી પોતાનાં સહયોગી પણાથી અને પોતાનાં સંસ્કારોને મટાડવાની શક્તિ થી પોતાનાં અંતિમ સ્વરુપ અને ભવિષ્યને જાણી જશો. પહેલાં કહેતાં હતાં એવો સમય આવશે જે નજીક વાળા અને દૂર વાળા સ્પષ્ટ દેખાશે. પરંતુ હવે એ સમય ચાલી રહ્યો છે. જે દૈવી પરિવારની આત્માઓ છે તે સમજી શકે છે - કોણ-કોણ સમીપ રત્ન છે. જેમને જેટલું સમીપ આવવાનું છે તે સરકમસ્ટાન્શ (પરિસ્થિતિ) અનુસાર પણ એટલાં સમીપ આવશે. જેમને કંઇક દૂર થવાનું છે તો સરકમસ્ટાન્શ પણ વચમાં નિમિત્ત બની જશે, જે ઇચ્છવા છતાં પણ આવી નહીં શકે. આ બધાં ભવિષ્ય નાં સાક્ષાત્કાર, હમણાં પ્રેક્ટિકલ સર્વિસ ચાલી રહી છે. પોતાનાં ભવિષ્યને જાણવું હવે મુશ્કેલ નથી.
દરેકે વ્યક્તિગત પોતાનાં માટે પણ કોઈ વિશેષ પ્રોગ્રામ રાખવો જોઈએ. જેમ સર્વિસ વગેરે નાં બીજાં પ્રોગ્રામ બનાવો છો, તેમ સવાર થી લઇને રાત સુધી વચ્ચે-વચ્ચે કેટલું અને કેવી રીતે પોતાની યાદની યાત્રા પર અટેન્શન રાખવાં માટે પ્રોગ્રામ રાખી શકો છો - આ ડાયરી બનાવવી જોઈએ. અમૃતવેલાએ જ યાદ નો પ્લાન બનાવવો જોઈએ. સમજો, તમે લોકો કોઈ સ્થૂળ કાર્ય વગેરે માં બિઝી (વ્યસ્ત) રહો છો; પરંતુ તેમાં પણ થોડાં સમય માટે જેમ નિયમ બાંધેલો હોય યાદમાં રહેવાનો. તે સમયે બીજાને પણ બે-ત્રણ મિનિટનાં માટે સ્મૃતિ અપાવો કે - હમણાં અમારું આ કાર્ય છે, તમે પણ યાદમાં રહો. જેમ નિશ્ચિત સમય પર ટ્રાફિક પણ રોકી લે છે. કેટલું પણ ભલે જરુરી કામ હોય, કોઈ પેશન્ટ ને હૉસ્પિટલમાં જવું હશે તો પણ રોકી લેશે. એવી રીતે જ્યાં સુધી કરી શકો એટલું ટાઈમ-ટેબલ પોતાનું બનાવો. તો બીજા પણ જોશે કે આમનો આ ટાઇમ યાદનો નિશ્ચિત છે તો બીજા પણ તમને ફોલો કરશે. કોઈ કાર્ય હોય તેને આગળ પાછળ કરીને પણ બે-ચાર મિનિટ નો સમય યાદમાં રહેવાં માટે જરુર નીકાળો તો તેનાથી વાયુમંડળમાં પણ સારો પ્રભાવ રહેશે. બધાં એકબીજાને ફોલો કરશે. બુદ્ધિને રેસ્ટ (આરામ) પણ મળશે અને શક્તિ પણ ભરાશે અને વાયુમંડળ ને સહયોગ મળશે. પછી એક અનોખાપણું દેખાશે. જેમ થોડોક સમય તમે એકબીજાને યાદ અપાવતા હતાં - શિવ બાબા યાદ છે? એમ જ જયારે જુઓ છો કોઈ વ્યક્ત ભાવમાં વધારે છે તો તેને કહ્યાં વગર પોતાનું અવ્યક્ત શાંત રુપ એવું ધારણ કરો કે તે પણ ઇશારા થી સમજી જાય. તો પછી વાતાવરણ કાંઇક અવ્યક્ત રહેશે. તમારી અંતિમ અવસ્થા છે - સાક્ષાત્કાર મૂર્ત. જેમ-જેમ સાક્ષાત્ મૂર્ત બનશો એમ જ સાક્ષાત્કારમૂર્ત બનશો. જ્યારે બધાં સાક્ષાત્ મૂર્ત બની જશે તો સંસ્કાર પણ બધાનાં સાક્ષાત્ મૂર્ત સમાન બની જશે. જેટલાં-જેટલાં પોતાને ચાર્જ કરશો એટલું ઇન્ચાર્જ બનવાનું કર્તવ્ય સફળતાપૂર્વક કરી શકશો. પોતાને નિમિત્ત સમજીને કદમ ઉઠાવવાનાં છે. કારણ કે આખાં વિશ્વની આત્માઓની નજર આપ આત્માઓની ઉપર છે. જેમ તમારાં લોકો થી ઈશ્વરીય સ્નેહ, શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ ચરિત્રો નાં સાક્ષાત્કાર થાય છે, એમ જ અવ્યક્ત સ્થિતિ નો પણ એટલો જ સ્પષ્ટ સાક્ષાત્કાર થાય. એવો પ્લાન બનાવવો જોઈએ જે કોઈ પણ મહેસૂસ કરે - આ તો ચાલતાં-ફરતાં ફરિશ્તા છે. જેમ સાકાર રુપમાં ફરિશ્તાપણા નો અનુભવ કર્યો ને. આટલી મોટી જવાબદારી હોવા છતાં પણ આકારી અને નિરાકારી સ્થિતિ નો અનુભવ કરાવતાં રહ્યાં. તમારાં લોકોનું પણ અંતિમ અવસ્થા નું સ્વરુપ સ્પષ્ટ દેખાવું જોઈએ. કોઈ કેટલાં પણ અશાંત અથવા બેચેન ગભરાયેલાં આવે પરંતુ તમારી એક દૃષ્ટિ, સ્મૃતિ અને વૃત્તિની શક્તિ તેમને બિલકુલ શાંત કરી દે. ભલે કેટલાં પણ કોઈ વ્યક્ત ભાવમાં હોય પરંતુ તમારાં લોકોની સામે આવતાં જ અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કરે. તમારાં લોકોની દૃષ્ટિ કિરણો ની જેમ કાર્ય કરે. હમણાં સુધીનાં રિઝલ્ટ માં માસ્ટર સૂર્યનાં સમાન નોલેજ ની લાઈટ (પ્રકાશ) આપવાનાં કર્તવ્ય માં સફળ થયાં છો પરંતુ કિરણો ની માઈટ (શક્તિ) થી દરેક આત્માનાં સંસ્કાર રુપી કીટાણુ ને નાશ કરવાનું કર્તવ્ય કરવાનું છે. લાઈટ આપવામાં પાસ છો. માઈટ આપવાનું કર્તવ્ય હવે રહેલું છે. બાપદાદાની પાસે ચાર લિસ્ટ છે.
૧. સર્વિસેબલ (સેવાધારી) ૨. સેન્સિબલ (સમજદાર) ૩. સક્સેસફુલ (સફળતાપૂર્ણ) અને ૪. વેલ્યુબલ (મુલ્યવાન).
સક્સેસફુલ પણ બધાં નથી હોતાં, વેલ્યુબલ પણ બધાં નથી હોતાં. કોઈ પોતાનાં ગુણો થી, ચરિત્રો થી વેલ્યુબલ બની જાય છે પરંતુ સર્વિસ નાં પ્લાનિંગ માં સક્સેસ (સફળ) નથી થતાં. દરેક પોતાનાં ચાર્ટને જાણી શકે છે. જોવાનું છે અમારું કયા લિસ્ટ માં નામ હશે. કોઈ કોઈનું ચારેય માં પણ નામ છે. કોઈનું બે માં, કોઈનું ત્રણ માં, કોઈનું એકમાં છે. વેલ્યુબલ નો મુખ્ય ગુણ એ હોય છે જે તેને સ્વયં પણ પોતાનાં સમયની, સંકલ્પની અને સર્વિસની વેલ્યુ હોય છે. એટલે તેમનાં સંકલ્પ, શબ્દ અથવા એમનાં દ્વારા જે સર્વિસ થાય છે તેની બીજાઓ પણ વેલ્યુ રાખે છે અથવા ડ્રામા અનુસાર તેમની વેલ્યુ થઈ જાય છે. બધાં તેમને વેલ્યુબલ ની દૃષ્ટિ થી જુએ છે. સર્વિસેબલ ફર્સ્ટ છે કે સેન્સિબલ ફર્સ્ટ છે? બંનેવ ની પોત-પોતાની વિશેષતા છે. સેન્સિબલ ની પ્લાનિંગ બુદ્ધિ વધારે હશે પરંતુ પ્રેક્ટિકલ માં લાવવાની વિશેષતા ઓછી હોય છે. અને સર્વિસેબલ જે હોય છે તે પ્લાનિંગ ઓછી કરે પરંતુ પ્રેક્ટિકલ માં આવવાનો તેનામાં વિશેષ ગુણ હોય છે. કોઈમાં સેન્સ પણ હોય છે અને સર્વિસેબલનો ગુણ પણ હોય છે. આ સ્થાપનાનાં કર્તવ્યમાં બંનેય આવશ્યક છે. એમનો સંકલ્પ, પ્લાન જે ચાલે છે તેનાથી ભવિષ્ય બને છે. તેમનું કર્મ થી બને છે. અધિક પ્રભાવ આમનો રહે છે. અને સફળતામૂર્ત નું પછી અવ્યક્ત સ્થિતિનાં આધારે પરિણામ નીકળે છે. કોઈ-કોઈનો પ્લાન પણ ચાલે છે, પ્રેક્ટિકલ પણ કરે છે પરંતુ સફળતા ઓછી હોય છે. સર્વિસેબલ થઈ શકે છે પરંતુ સફળતામૂર્ત બધાં નથી થઈ શકતાં. કોઈને ડ્રામા અનુસાર જાણે સફળતાનું વરદાન પ્રાપ્ત થયેલું હોય છે. તેમને મહેનત ઓછી કરવી પડે છે. સહજ જ સફળતા મળી જાય છે. આ ડ્રામામાં દરેકનો પોતાનો પાર્ટ છે. અચ્છા!
ટીચર્સ તો છે જ ટીચર્સ. ટીચર્સ ને સદૈવ આ સ્મૃતિમાં રહેવું જોઈએ કે ટીચર બનવાં પહેલાં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છું. સ્ટુડન્ટની (વિદ્યાર્થી) સ્મૃતિ થી સ્ટડી (ભણતર) યાદ રહેશે. જ્યારે સ્વયં સ્ટડી કરશો તો બીજાઓને સ્ટડી કરાવશો. સ્ટુડન્ટ લાઈફ ન હોવાનાં કારણે બીજાઓને સ્ટુડન્ટ નથી બનાવી શકો. વાતાવરણને બદલવા માટે પોતાને સદૈવ એ સમજવું જોઈએ કે હું માસ્ટર સૂર્ય છું. સૂર્ય નું કર્તવ્ય શું હોય છે? એક તો પ્રકાશ આપવી, બીજું કીચડા ને ખતમ કરવો. તો સદૈવ આ સમજવું જોઈએ કે મારી ચલન રુપી કિરણો થી આ બંને કર્તવ્ય થાય છે. સર્વ આત્માઓને પ્રકાશ પણ મળે, કીચડો પણ ખતમ થાય. સમજો, પ્રકાશ મળતાં કીચડો ખતમ ન થાય તો સમજો કે મારી કિરણો માં પાવર (શક્તિ) નથી. જેમ તડકો તેજ નથી તો કીટાણું ખતમ નહીં થશે. મારા માં પાવર ઓછો તો જ્ઞાન પ્રકાશ આપશે પરંતુ જૂનાં સંસ્કાર રુપી કીટાણું ખતમ નહીં થશે. જેટલી પાવરફુલ ચીજ એટલી જલ્દી ખતમ. પાવર ઓછો તો સમય બહુ લાગશે. તો પાવરફુલ બનવાનું છે. એવું નહીં સમજો કે ભણેલી-ગણેલી નથી. સૃષ્ટિનું નોલેજ ભણી લીધું તો તેમાં બધું આવી જાય છે. અચ્છા.
\\
જેટલું જેટલું પોતાને ચાર્જ કરશો એટલું ઇન્ચાર્જ બનવાનું કર્તવ્ય સફળતાપૂર્વક કરી શકશો. પોતાને નિમિત્ત સમજીને કદમ ઉઠાવવાનાં છે. કારણ કે આંખા વિશ્વની આત્માઓની નજર આપ આત્માઓની ઉપર છે.