Search for a command to run...
4 Jul 1971
યાદ ની સહજ વિધિ
4 July 1971 · ગુજરાતી
અહીંયા બધાં બેઠાં છો તો કઈ સ્ટેજની સ્થિતિ માં સ્થિત છો? આ સમયની તમારી યાદની સ્ટેજ કઈ કહેશો? શું આ સ્થિતિમાં ડબલ યાદ છે કે સિંગલ છે? આ સમયની સ્ટેજ ને કર્માતીત કે ફરિશ્તાપણાં ની સ્મૃતિ ની સ્ટેજ કહેશો? જે અવ્યક્ત સ્થિતિનાં સિવાય બીજી કોઈ સ્ટેજ સમજે છે તે હાથ ઉઠાવે. આખાં દિવસ માં આવી અવ્યક્ત સ્થિતિમાં રહીને કર્મ કરી શકો છો? (ના) હમણાં જે લખી રહ્યાં છો - આ પણ તો કર્મ છે ને. તો હમણાં કર્મ કરતાં એવી સ્ટેજ નથી રહી શકતી? (હમણાં બાબાની સમ્મુખ બેઠાં છીએ.) જો સદૈવ સમજો - બાબા અમારી સાથે જ છે, સમ્મુખ છે; તો પછી સદૈવ રહેવી જોઈએ. તે લોકો જ્યારે એવા વાયુમંડળ માં ખાસ અટેન્શન (ધ્યાન) રાખીને જાય છે, તો આ અટેન્શન જ તેમની સેફટી (સુરક્ષા) નું સાધન બની જાય છે. એમ જ ભલે કોઈ પણ સાધારણ કર્મ પણ કરી રહ્યાં છો. તો પણ વચ્ચે-વચ્ચે અવ્યક્ત સ્થિતિ બનાવવાનું અટેન્શન રહે અને કોઈ પણ કાર્ય કરો તો સદૈવ બાપદાદા ને પોતાનાં સાથી સમજીને ડબલ ફોર્સ થી કાર્ય કરો તો કહો શું સ્ટેજ રહેશે? એક તો સ્મૃતિ બહુ જ સહજ રહેશે. જેમ હમણાં સમ્મુખ સમજવાથી સહજ યાદ છે ને. એ રીતે જો સદૈવ દરેક કર્મમાં બાપને પોતાનાં સાથી સમજીને ચાલો તો એ સહજ યાદ નથી? જ્યારે કોઈ સદૈવ જ સાથે રહે છે, તે સાથ નાં કારણે યાદ સ્વતઃ જ રહે છે ને. તો એવા સાથી રહેવાથી કે બુદ્ધિ ને નિરંતર સત નો સંગ બનાવવાથી નિરંતર સતસંગ થવો જોઈએ. તમે છો જ સતસંગી. દરેક સેકન્ડ, દરેક કદમ માં સત્ નાં સંગ માં તો છો ને. જો નિરંતર પોતાને સતસંગી બનાવો તો યાદ સહજ રહેશે અને પાવરફુલ સંગ હોવાનાં કારણે દરેક કર્તવ્ય માં તમારો ડબલ ફોર્સ રહેશે. ડબલ ફોર્સ હોવાનાં કારણે જે કાર્ય સ્થિતિ નાં હિસાબ થી મુશ્કેલ સમજો છો એ સહજ થઇ જશે, કારણ કે ડબલ ફોર્સ થઈ ગયો. અને તે જ સમય માં એક કર્તવ્ય ને બદલે ડબલ કાર્ય સમાપ્ત કરી શકો છો. એક સહજ યાદ, બીજી સફળતા, ત્રીજું સર્વ કર્મો માં ઉમંગ-ઉલ્લાસ અને સહયોગની પ્રાપ્તિ થાય છે. એટલે નિરંતર સતસંગી બનો. તમારી પાસે કોઈ આવે છે તો તમે નિયમ બતાવો છો ને કે સદૈવ સત્ નો સંગ રાખો. તો આ અભ્યાસ પોતાએ પણ નિરંતર કરવો પડે. પછી યાદ જે મુશ્કેલ લાગે છે, વિચારો છો - યાદ કેવી રીતે રહે; ક્યાં રહે એ બધું ખત્મ થઇ જશે. કર્મની સહજ સિદ્ધિ થઈ જશે. તેમાં ભલે નિરાકાર રુપ થી સંગ કરો, ભલે સાકાર રુપમાં કરો પરંતુ સત્ નો સંગ હોય. સાકાર નો સંબંધ પણ આખાં કલ્પમાં અવિનાશી રહેશે ને. તો સાકારી સ્મૃતિ હોય કે નિરાકારી સ્મૃતિ હોય, પરંતુ સ્મૃતિ જરુર હોવી જોઈએ. બાપદાદાનાં સંગ નાં સિવાય બીજો કોઈ પણ સંગ બુદ્ધિમાં ન હોય. ફરિશ્તા બનવા માટે બાપની સાથે જે સંબંધ છે તે પાક્કો હોવો જોઈએ. જો પોતાનો સંબંધ પાક્કો છે તો ફરિશ્તા બની જ જશો. હમણાં ફક્ત આ પોતાનાં સંબંધ ને ઠીક કરો. જો એક ની સાથે બધાં સંબંધ છે તો સહજ અને સદા ફરિશ્તા છો. બીજું છે પણ શું જ્યાં બુદ્ધિ જાય. હવે કંઈ રહ્યું છે શું? સર્વ સંબંધ કે સર્વ સંપર્ક, બધાં રસ્તા બ્લોક (બંધ) છે? રસ્તો ખુલ્લો હશે તો બુદ્ધિ ભાગશે. જ્યારે બધાં સંબંધ પણ ખત્મ, રસ્તા પણ બંધ પછી બુદ્ધિ ક્યાં જશે. એક જ રસ્તો, એક જ સંબંધ તો પછી ફરિશ્તા બની જશો. ચેક કરો - કયો રસ્તો કે સંબંધ હજું સુધી પૂરો બ્લોક નથી થયો. જરા પણ ખુલેલો હશે તો લોકો કોશિશ કરશે ત્યાંથી જવાની. બિલકુલ બંધ હશે તો જશે જ નહીં.
સુરાખ હશે તો પણ તેને ટચ કરીને ચાલ્યા જશે. અહીંયા પણ જો જરા પણ રસ્તો ખુલ્લો હોય છે તો બુદ્ધિ જાય છે. હવે બ્લોક કેવી રીતે કરશો? બધાં રસ્તા બ્લોક કરવા માટેની સહજ યુક્તિ વારંવાર સંભળાવતા રહે છે. રોજ મુરલીમાં પણ સાંભળો છો. યાદ છે? વિસ્મૃતિ ને સ્મૃતિ અપાવવા વાળી કઈ યુક્તિ છે? એક જ ચિત્ર છે જેમાં બાપદાદા અને વારસો આવી જાય છે. જો આ ચિત્ર સદૈવ સામે રાખો તો બીજા બધાં રસ્તા બ્લોક થઈ જશે. જે પણ ચિત્ર કે લિટરેચર (સાહિત્ય) વગેરે છપાવો છો તો તમે આ જ બ્લૉક નાખો છો ને. જો આ જ એક બ્લૉક બુદ્ધિમાં લાગેલો હોય તો બધાં રસ્તા બ્લોક નહીં થઈ જાય? આ સહજ યુક્તિ છે. અને નિશાની પણ આપેલી છે. આ તો રોજ મુરલીમાં સાંભળો છો. કોઈ પણ મુરલી એવી નહીં હશે જેમાં આ યુક્તિ ન હોય. આ બહુ સહજ છે. નાનાં બાળકો ને પણ કહો કે આ ચિત્ર સદૈવ પોતાની સ્મૃતિમાં રાખો તો તે પણ કરી શકે છે. ભલે બેજ લગાવો છો પરંતુ હવે બુદ્ધિમાં સ્મૃતિ-સ્વરુપ બનો. આ એક જ ચિત્રની સ્મૃતિ થી બધી સ્મૃતિઓ આવી જાય છે. આખાં જ્ઞાનનો સાર પણ આ એક ચિત્રમાં સમાયેલો છે. રચયિતા અને રચના નાં જ્ઞાન થી આ પ્રાપ્તિ થઈ ગઈ ને. જેટલી આ સહજ યુક્તિઓ ને અપનાવતાં જશો તો પછી મહેનત સરળ થઇ જશે. મૂંઝાશો નહિં - યાદ કોને કહીએ, શું યાદ કરીએ, ખબર નથી આ યાદ છે કે નહીં. જાણી જોઈને પોતાને મૂંઝવો છો. યાદ શું છે? બાપની યાદ કે બાપનાં કર્મ દ્વારા બાપની યાદ કે બાપનાં ગુણો દ્વારા બાપની યાદ છે - તો એ યાદ થઈ ને. રુપની યાદ હોય કે નામની કે ગુણ કે કર્તવ્ય ની, યાદ તો એક જ થઈ ને. તમે લોકો બહુ મુશ્કેલ બનાવી દો છો. યાદ કોર્સ ને મુશ્કેલ-મુશ્કેલ કરતાં ફોર્સ નથી આવતો. કોર્સમાં જ રહી જાઓ છો. તેને સહજ કરો. બાબાનાં સિવાય બીજું છે જ શું? જ્યારે પ્રેક્ટિકલ માં સર્વ સ્નેહી બાપને જ સમજી લીધાં તો પછી તેમને યાદ કરવા માટે કોઈ પ્લાન વિચારાય છે શું? સહજ વાત ને ક્યારેક કોઈ મુશ્કેલ કરી દે છે અને ક્યાંક હજું સુધી પણ રસ્તો ખુલ્લો છે, એટલે વારંવાર બુદ્ધિ ને મહેનત કરીને પાછી વાળવી પડે છે. તેમાં થાકી જાઓ છો. માથું ભારે થઈ જાય છે. મુશ્કેલ સમજી મુશ્કેલી માં પડી જાઓ છો. તો સહજ રીત છે - પહેલાં આ બધાં રસ્તાઓને બંધ કરો. જેમ ગવર્મેન્ટ એલાન કરે છે ને - આ બંધ કરો. તો તમારાં લોકો માટે પણ બાપદાદાનું એ જ ફરમાન છે પહેલાં તો બધાં રસ્તા બંધ કરો. પછી મુશ્કેલી થી છૂટી જશો. સહજ થઇ જશે. પછી નેચરલ (સ્વાભાવિક) થઇ જશે. આ અટેન્શન રાખવું મુશ્કેલ છે કે સહજ છે? મુશ્કેલ છે નહીં, પરંતુ મુશ્કેલ બનાવી દો છો. જો આ અટેન્શન સમય-પ્રતિ-સમય રાખતાં રહો તો મુશ્કેલ નથી થતું. કાંઈક અલબેલાપણા માં રહેતાં આવ્યાં છો, એટલે હવે મુશ્કેલ લાગે છે. જેમ નાનપણ માં જે પણ વાતો શિખવાડાય છે તો તે સહજ સ્મૃતિમાં રહે છે. જેટલાં મોટા થાય છે, મોટાપણ માં કોઈ વાત સ્મૃતિ માં લાવવી મુશ્કેલ થઈ જાય છે. એમાં પણ જેમણે બાળપણ થી જ આ અટેન્શન રાખવાનો અભ્યાસ કર્યો છે તેમનો આજે પણ નેચરલ યાદ નો ચાર્ટ હોય છે. અને જે પણ આ અટેન્શન રાખવામાં શરું થી અલબેલા રહ્યાં છે તો તેમને હવે મુશ્કેલ લાગે છે. હવે તો વીતી-સો-વીતી કરી સદૈવ એમ સમજો કે હું બાળક છું, બાપની સાથે છું. એમ સમજવાથી એ બાળપણ નું જીવન સ્મૃતિ માં રહેશે. જેટલું એ સ્મૃતિમાં રહેશે તો તેનાથી મદદ મળશે. પછી મુશ્કેલ કાર્ય સહજ થઇ જશે. હમણાંથી જ પોતાને એક સેકન્ડ પણ બાપ થી અલગ ન સમજો. સદૈવ સમજો - બાપ નો સાથ પણ છે અને બાપનાં હાથ માં મારો હાથ પણ છે.
જો કોઈ મોટા નાં હાથમાં હાથ હોય છે તો નાનાં ની સ્થિતિ બેફિક્ર હોય, નિશ્ચિંત રહે છે. તો સમજવું જોઈએ - દરેક કર્મમાં બાપદાદા મારી સાથે પણ છે અને અમારા આ અલૌકિક જીવનનો હાથ એમનાં હાથમાં છે અર્થાત્ જીવન એમનાં હવાલે છે. જવાબદારી એમની થઈ જાય છે. બધો બોજ બાપની ઉપર રાખી પોતાને હલ્કા કરી દેવાંં જોઈએ. બોજ જ નહીં હશે તો કંઈ મુશ્કેલ લાગશે? બોજ ઉતારવાનું કે મુશ્કેલ ને સહજ કરવાનું સાધન છે - બાપનો હાથ અને સાથ. એ તો સહજ છે ને. પછી ભલે બાપ સ્મૃતિમાં આવે, ભલે દાદા સ્મૃતિમાં આવે. બાપની સ્મૃતિ આવશે તો સાથે દાદાની પણ રહેવાની જ. દાદાની સ્મૃતિ થી બાપની સ્મૃતિ પણ રહેશે. અલગ નથી થઈ શકતાં. જો સાકાર સ્નેહી બની જાઓ છો, તો પણ બીજા બધાંથી બુદ્ધિ તૂટી જશે ને. સાકાર સ્નેહી બનવું પણ ઓછી વાત નથી. સાકાર સ્નેહ પણ સર્વ સ્નેહ થી, સંબંધો થી બુદ્ધિયોગ તોડી દે છે. તો અનેક તરફ થી તોડી એક તરફ જોડવાનું સાધન તો છે ને. સાકાર થી નિરાકાર તરફ યાદ આવશે. સાકાર થી સ્નેહ પણ ત્યારે પેદા થયો જ્યારે બાપ, દાદા બન્ને નો સાથ થયો ને. જો બાપ, દાદા નો સાથ ન હોત તો સાકાર આટલાં પ્રિય થોડી હોત. જેમ બાપ, દાદા બંને સાથે-સાથે છે તેમ તમારી યાદ પણ સાથે-સાથે થઈ જશે. એવું ક્યારેય નહીં સમજતા કે મુશ્કેલ છે. સહજ યોગી બનો. મુશ્કેલ યોગી તો દ્વાપર થી લઈને બનતાં આવ્યાં. હઠયોગીઓ ને તો તમે કટ કરો છો ને. તમે પણ સહજ યોગી ન બનો અને પછી મુશ્કેલ કહો, તો એક જ વાત થઇ ગઈ. સહજ યોગી બનવાનું છે. યથાર્થ યાદ છે, નિરંતર સહજ યોગી છો. ફક્ત પોતાની સ્ટેજ ને વચમાં-વચ માં પાવરફુલ બનાવતાં જાઓ. સ્ટેજ પર છો, ફક્ત સમય-પ્રતિ-સમયે આ યાદની સ્ટેજ ને પાવરફુલ બનાવવાં માટે અટેન્શન નો ફોર્સ ભરતાં રહો. ઉતરતી કળા હવે સમાપ્ત થઇ ને. કે હજું પણ છે? ત્યારે તો ચઢતી કળામાં આવી ગયાં છો ને.
એક દિવસની દિનચર્યા વિચારો - કાં તો સાકારી યાદ કાં તો નિરાકારી યાદ હશે. કારોબાર પણ યજ્ઞ-કારોબાર છે ને. યજ્ઞ-પિતા દ્વારા જ યજ્ઞ ની રચના થઈ છે. તો ‘યજ્ઞ-કારોબાર’ અક્ષર કહેવાથી બાપની યાદ આવી ગઈ ને. ક્યારેય પણ કારોબાર કરો છો તો સમજો - ઈશ્વરીય સર્વિસ પર છું કે યજ્ઞ-કારોબાર પર છું. એક હોય છે ડાયરેક્ટ વિકર્મ વિનાશ ની સ્ટેજ માં સ્થિત થઈ ફુલ ફોર્સ થી વિકર્મોનો નાશ કરવો. બીજી રીત છે જેટલાં-જેટલાં શુદ્ધ સંકલ્પ કે મનન ની શક્તિ થી પોતાની બુદ્ધિને બિઝી રાખો છો, તે જે શક્તિઓ જમા થાય છે, તો તેનાથી તે ધીરે-ધીરે ખતમ થઇ જશે. બુદ્ધિમાં આ ભરવાથી તે પહેલા વાળું સ્વયં જ નીકળી જશે. એક હોય છે પહેલાં બધું નીકાળીને પછી ભરવું, બીજું હોય છે ભરવાથી નીકાળવું. જો ખાલી કરવાની હિંમત નથી તો બીજું ભરતા જવાથી પહેલું પોતાની મેળે જ ખતમ થઇ જશે. તે સ્ટેજ જાતે જ બનતી જશે. એક તરફ ભરાતું જશે અને બીજી તરફ ખાલી થતું જશે. પછી જે સ્ટેજ ઇચ્છો છો તે નેચરલ થઇ જશે. જ્યારે ઇચ્છો ત્યારે થઇ જશે. ફુલ ફોર્સ થી ખાલી કરવાની સ્ટેજ નથી તો બીજી રીત પણ છે ને. ભરતાં જાઓ તો તે સ્વતઃ ખાલી થતું જશે. હમણાં ચઢતી કળા છે - એ સ્મૃતિ રાખો. બધાં રસ્તા બ્લોક હશે તો બુદ્ધિ ક્યાંય જશે નહીં. યજ્ઞ-કારોબાર અથવા કર્મણા સર્વિસનાં પણ માર્કસ (અંક) છે ને. તો પણ ‘પાસ-વિદ્-ઑનર્સ’ માં તે ૧૦૦ માર્ક્સ પણ મદદ આપશે ને. પરંતુ જરુરી છે - જે સમયે કારોબાર કે વાચા સર્વિસ કરવાની છે તો લક્ષ્ય એ રાખવું જોઈએ કે આ ઈશ્વરીય સર્વિસ છે, યજ્ઞ-કારોબાર છે. તો ઓટોમેટિકલી (આપોઆપ) યજ્ઞ-રચયિતાની સ્મૃતિ આવશે. બીજું કોઈ પણ કાર્ય કરો છો તો સમજો - આ કાર્યનાં નિમિત્ત બનાવવા વાળા બેકબોન (પીઠબળ) કોણ છે! ભલે હું નિમિત્ત છું, પરંતુ બેકબોન કોણ છે! વગર બેકબોને તમે શરીર માં રહી શકો છો? વગર બેકબોને તમે કોઈ કર્મ માં સફળતા પણ નહીં પામી શકો. કોઈપણ કાર્ય કરતાં ફક્ત એમ વિચારો - હું નિમિત્ત છું, કરાવવા વાળા કોણ છે. જેમ ભક્તિ-માર્ગમાં શબ્દ ઉચ્ચારણ કરતાં હતાં ‘કરન-કરાવનહર.’ પરંતુ તે બીજા અર્થ થી કહેતાં હતાં. પરંતુ આ સમયે જે પણ કર્મ કરો છો તેમાં કરન-કરાવનહાર તો છે ને. કરાવવા વાળા બાપ છે, કરવા વાળા નિમિત્ત છે. જો આ સ્મૃતિ માં રાખી કર્મ કરો છો તો સહજ સ્મૃતિ નહીં થઈ? નિરંતર યોગી નહીં થયાં? પછી ક્યારેક હસવામાં નીચે આવશો તો પણ એવો અનુભવ કરશો જેમ હૂ-બ-હૂ સ્ટેજ પર કોઈ એક્ટર (કલાકાર) હોય છે તો સમજે છે કે લોક-કલ્યાણ અર્થ હાસ્ય નો પાર્ટ ભજવ્યો. પછી પોતાની સ્ટેજ પર તો બિલકુલ એવો અનુભવ થશે જાણે હમણાં-હમણાં આ પાર્ટ ભજવ્યો, હવે બીજો પાર્ટ ભજવું છું. રમત મહેસૂસ થશે. સાક્ષી થઈ જાણે પાર્ટ ભજવી રહ્યાં છીએ. તો સહજ યોગી થયાં ને. યાદને પણ સહજ કરો. જ્યારે આ યાદનો કોર્સ સહજ થઇ જશે ત્યારે કોઈ ને કોર્સ આપવામાં યાદનો ફોર્સ પણ ભરી શકશો. ફક્ત કોર્સ આપવાથી પ્રજા બને છે પરંતુ ફોર્સ ની સાથે કોર્સ માં સમીપ સંબંધમાં આવે છે. બિલકુલ એવો અનુભવ કરશો જાણે ન્યારા અને પ્યારા. તો બધાં સહજ યોગી છો. હઠ નહીં કરો. ૬૩ જન્મ મુશ્કેલીઓ જોતાં-જોતાં આ એક જન્મ સહજ પુરુષાર્થ માં પણ જો મુશ્કેલીઓમાં જ રહેશો તો સહજ અને સ્વતઃ નો અનુભવ ક્યારે કરશો? આને કહો પણ સહજ યોગ છો ને. કઠિન યોગ તો નથી. આ સહજ યોગ ત્યાં સહજ રાજ્ય કરાવશે. ત્યાં પણ કોઈ મુશ્કેલીઓ નહીં હશે. અહિયાનાં સંસ્કાર જ ત્યાં લઈ જશો. જો અંત સુધી પણ મુશ્કેલનાં સંસ્કાર હશે તો ત્યાં સહજ રાજ્ય કેવી રીતે કરશો. દેવતાઓનાં ચિત્ર પણ જે બનાવે છે તો તેમનાં ચેહરા પર સરળતા જરુર દેખાડે છે. આ વિશેષ ગુણ દેખાડે છે. ફિચર્સ (લક્ષણ) માં સરળતા, જેને તમે ભોળપણ કહો છો. જેટલાં જે સહજ પુરુષાર્થી હશે તે મન્સા માં પણ સરળ, વાચા માં પણ સરળ, કર્મ માં પણ સરળ હશે. આને જ ફરિશ્તા કહે છે. અચ્છા.