Search for a command to run...
9 Nov 1972
જ્ઞાન-તારાઓ નો સંબંધ જ્ઞાન-સૂર્ય અને જ્ઞાન-ચંદ્રમા ની સાથે
9 November 1972 · ગુજરાતી
સ્મૃતિ સ્વરુપ સ્પષ્ટ તારાઓ સદૈવ સ્વયં ને દિવ્ય તારો સમજો છો? વર્તમાન સમય નું શ્રેષ્ઠ ભાગ્ય બાપદાદા નાં નયનો નાં તારાઓ અને ભવિષ્ય જે પ્રાપ્ત થવા વાળી તકદીર બનાવી રહ્યાં છો, એ શ્રેષ્ઠ તકદીર નાં તારાઓ પોતાને જોતાં ચાલો છો? જ્યારે પોતાને દિવ્ય તારો નથી સમજતાં તો આ બન્ને તારાઓ પણ સ્મૃતિ માં નથી રહેતાં. તો પોતાનાં ત્રિમૂર્તિ તારા રુપ ને સદૈવ સ્મૃતિ માં રાખો. જેમ તારા નો સંબંધ ચંદ્રમા અને સૂર્ય ની સાથે છે. ગુપ્ત રુપ માં સૂર્ય ની સાથે રહે છે અને પ્રત્યક્ષ રુપ માં ચંદ્રમા ની સાથે રહે છે. આપ ચૈતન્ય તારાઓ નો સંબંધ પણ પ્રેક્ટિકલ રુપ માં કોની સાથે રહ્યો? ચંદ્રમા ની સાથે રહ્યો ને. જ્ઞાન સૂર્ય તો ગુપ્ત જ છે. પરંતુ સાકાર રુપ માં પ્રસિદ્ધ રુપ માં તો મોટી માં ની જ સાથે સંબંધ રહ્યો ને. તો સ્વયં ને તારા સમજતા રહેવાનું છે. જેમ તારા નો સંબંધ ચંદ્રમા અને સૂર્ય સાથે રહે છે, એમ સદા બાપદાદા ની સાથે જ સંબંધ રહે. જેમ તારા ચમકે છે એમ જ પોતાનાં ચમકતા જ્યોતિ સ્વરુપ માં સદૈવ સ્થિત રહેવાનું છે. તારા એકબીજા નાં સંગઠન માં રહેતાં સદા એકબીજા નાં સ્નેહી અને સહયોગી હશે. આપ ચૈતન્ય તારાઓ ની યાદગાર આ તારાઓ છે. તો આવાં શ્રેષ્ઠ તારાઓ બન્યાં છો? ચૈતન્ય અને ચિત્ર સમાન થયાં છે? પોતાનાં ભિન્ન-ભિન્ન રુપ નાં, ભિન્ન-ભિન્ન કર્તવ્ય નાં યાદગાર ચિત્ર જોતાં, સમજો છો કે આ મુજ ચૈતન્ય નું જ ચિત્ર છે? ચૈતન્ય અને ચિત્ર માં અંતર સમાપ્ત થઈ ગયું છે કે હજું સમીપ આવી રહ્યાં છો? તારાઓ ક્યારે એકબીજા નાં સંગઠન માં રહેતાં એકબીજા નાં સ્નેહ અને સહયોગ થી દૂર રહે છે કે? આપ સૌએ ક્યારે સંમેલન નથી કર્યું? સંદેશ આપવાનાં સંમેલન તો ઘણાં કર્યાં છે. બાકી કયું સંમેલન બાકી રહ્યું છે? જે અંતિમ સંમેલન છે એનો ઉદ્દેશ શું છે? સંમેલન ની પહેલાં ઉદ્દેશ બધાને સંભળાવો છો ને. તો અંતિમ સંમેલન નો ઉદ્દેશ બધાને સંભળાવો છો ને. તો અંતિમ સંમેલન નો ઉદ્દેશ શું છે? એની તારીખ ફિક્સ (નક્કી) કરી છે? જેમ અન્ય સંમેલન ની તારીખ ફિક્સ કરો છો ને, આ ફિક્સ કરી છે? એ સંમેલન તો બધાએ મળી ને કરવાનું છે. તમારા એ અંતિમ સંમેલન નું ચિત્ર છે. જે ચિત્ર છે એને જ પ્રેક્ટિકલ માં લાવવાનું છે. બધાનો સહયોગ, બધાનો સ્નેહ અને બધાનું એકરસ સ્થિતિ માં સ્થિત રહેવાનું ચિત્ર પણ છે ને. જેમ ગોવર્ધન પર્વત પર આંગળી દેખાડે છે, તો આંગળી ને બિલ્કુલ સીધી દેખાડશે. જો વાંકી-ચૂકી હશે તો હલતી રહેશે. સીધી અને સ્થિત, એની નિશાની આ રુપ માં દેખાડી છે. એમ પોતાનાં પુરુષાર્થ ને પણ બિલ્કુલ સીધો રાખવાનો છે. વચ્ચે-વચ્ચે જે વાંકા-ચૂકા રસ્તા થઇ જાય છે અર્થાત્ બુદ્ધિ અહીંયા-ત્યાં ભટકી જાય છે, એ સમાપ્ત થઇ ને એકરસ સ્થિતિ માં સ્થિત થઈ જવાનું છે. આવો પુરુષાર્થ કરી રહ્યાં છો? પરંતુ પોતાનાં પુરુષાર્થ થી સ્વયં સંતુષ્ટ છો? કે જેમ ભક્તો ને કહો છો કે ઈચ્છા શ્રેષ્ઠ છે પરંતુ શક્તિહીન હોવાનાં કારણે જે ઈચ્છો છો એ કરી નથી શકતાં, એમ જ તમે પણ જે ઈચ્છો છો કે આવાં શ્રેષ્ઠ બનીએ, ઈચ્છા શ્રેષ્ઠ અને પુરુષાર્થ ઓછો, લક્ષ્ય પોતાનાં સંતુષ્ટતા નાં આધાર થી દૂર દેખાય છે તો એને શું કહેવાશે? મહાન જ્ઞાની? સ્વયં ને સર્વ શક્તિવાન ની સંતાન કહો છો પરંતુ સંતાન હોવા છતાં પણ પોતાનામાં શક્તિ નથી? મનુષ્ય જે ઈચ્છે તે કરી શકે છે, એવું સમજો છો ને? તો તમે પણ માસ્ટર સર્વશક્તિમાન નાં સંબંધ થી જે તમે ૩ વર્ષ ની વાત વિચારો છો એ હમણાં નથી કરી શકતાં? પોતાની એ અંતિમ સ્ટેજ (સ્થિતિ) હમણાં પ્રેક્ટિકલ માં નથી લાવી શકતાં? કે અંતિમ છે એટલાં માટે અંત માં થઇ જશે? એમ ક્યારેય પણ નહીં સમજતા કે અંતિમ સ્ટેજ નો અર્થ આ છે કે એ સ્ટેજ અંત માં જ આવશે. પરંતુ હમણાં થી એ સંપૂર્ણ સ્ટેજ ને જ્યારે પ્રેક્ટિકલ માં લાવતાં રહેશો ત્યારે અંતિમ સ્ટેજ ને અંત માં પ્રાપ્ત કરી શકશો. જો હમણાં થી એ સ્ટેજ ને સમીપ નહીં લાવતાં રહો તો દૂર જ રહી જશો, પ્રાપ્ત નહીં કરી શકો. એટલાં માટે હવે પુરુષાર્થ માં જમ્પ (છલાંગ) લગાવો. ચાલતાં-ચાલતાં પુરુષાર્થ ની પર્સન્ટેજ (ટકાવારી) માં ખોટ પડી જાય છે. એટલાં માટે તમે પુરુષાર્થ ની સ્ટેજ પર છો પરંતુ સ્ટેજ પર હોવા છતાં પર્સન્ટેજ ને ભરો. પર્સન્ટેજ માં બહુ ખોટ છે. જેમ મુખ્ય સબ્જેક્ટ (વિષય) “યાદ ની યાત્રા” જે છે એ નંબરવાર બનાવી પણ ચુક્યાં છો પરંતુ સ્ટેજ ની સાથે જે પર્સન્ટેજ હોવી જોઇએ એ હજું ઓછી છે. એટલાં માટે જે પ્રભાવ દેખાવો જોઈએ, એ ઓછો દેખાય છે.
જ્યાં સુધી પર્સન્ટેજ નથી વધારી ત્યાં સુધી પ્રભાવ ફેલાઈ નહીં શકે. ફેલાવવા માટે પર્સન્ટેજ જોઈએ. જેમ બલ્બ હોય છે, લાઈટ (પ્રકાશ) તો બધાં માં હોય છે પરંતુ જેટલી લાઈટ ની પર્સન્ટેજ હશે એટલી વધારે ફેલાશે. તો બલ્બ બન્યાં છો પણ લાઈટ ની જે પર્સન્ટેજ હોવી જોઈએ, એ હજું નથી, એને વધારો. સંભળાવ્યું હતું ને - એક છે લાઈટ, બીજી છે સર્ચ લાઈટ, ત્રીજું છે લાઈટ હાઉસ. અલગ સ્ટેજીસ (અવસ્થા) છે ને. લાઈટ તો બન્યાં છો પણ લાઇટ હાઉસ બની ચારે તરફ અંધકાર ને દૂર કરી લાઈટ ફેલાવો. સર્વ ને એટલો પ્રકાશ પ્રાપ્ત કરાવો એ સ્વયં પોતાને જોઈ શકે. હમણાં તો પોતાને પણ જોઈ નથી શકતાં. જેમ બહુ અંધકાર હોય છે તો ન પોતાને, ન બીજા ને જોઈ શકે છે. તો એવાં લાઇટ હાઉસ બનો જે બધાં પોતાને તો જોઈ શકે. જેમ દર્પણ ની આગળ જે પણ હોય છે એને સ્વયં નો સાક્ષાત્કાર થાય છે. એવાં દર્પણ બન્યાં છો? જો આટલાં બધા દર્પણ બની પોતાનું કર્તવ્ય કરવાનું શરું કરી દે તો શું ચારે તરફ સર્વ આત્માઓ ને સ્વયં નો સાક્ષાત્કાર નહીં થઈ જાય? જ્યારે કોઈ ને સાક્ષાત્કાર થઈ જાય છે તો એમના મુખ થી જય-જય નો નારો (અવાજ) જરુર નીકળે છે. એવાં દર્પણ તો બન્યાં છો ને? આખાં દિવસ માં કેટલાં ને સ્વયં નો સાક્ષાત્કાર કરાવો છો? જે સામે આવે છે એ સાક્ષાત્કાર કરે છે? જો દર્પણ પાવરફુલ (શક્તિશાળી) નહીં હોય તો રીયલ (વાસ્તવિક) રુપ ની જગ્યા પર બીજું રુપ દેખાય છે. હશે પાતળા, દેખાશે જાડા. તો એવાં પાવરફુલ દર્પણ બનો જે બધાને સ્વયં નો સાક્ષાત્કાર કરાવી શકો અર્થાત્ તમારા લોકો ની સામે આવતા જ દેહ ને ભૂલી પોતાનાં દેહી રુપમાં સ્થિત થઈ જાય. વાસ્તવિક સર્વિસ (સાચી સેવા) અર્થાત્ સર્વિસ ની સફળતા નું રુપ આ છે. અચ્છા!
સદા સફળતામૂર્ત, સંસ્કારો નાં મિલન નું સંમેલન કરવા વાળા, પોતાની સંપૂર્ણ સ્થિતિ ને નજીક લાવવા વાળા દિવ્ય તારાઓ ને, બાપદાદાનાં નયનોનાં તારાઓ ને, તકદીરનાં તારા ને જગાડવા વાળાઓ ને યાદ-પ્યાર અને નમસ્તે.