Search for a command to run...
19 Sept 1972
મજબૂરીઓ ને સમાપ્ત કરવાનું સાધન મજબૂતી
19 September 1972 · ગુજરાતી
બધાં અચળ, અડોલ, અટલ સ્થિતિ માં સ્થિત છો? જે મહાવીરો ની સ્થિતિ ગવાયેલી છે, એ કલ્પ પહેલાં ની ગાયન કે વર્ણન કરેલી સ્થિતિ માં સ્થિત છો? કે પોતાનાં અંતિમ સાક્ષીપણા, હર્ષિતમુખ, ન્યારી અને અતિ પ્યારી સ્થિતિ ની સમીપ આવી રહ્યાં છો, કે એ સ્થિતિ હજું દૂર છે? જે વસ્તુ સમીપ આવી જાય છે એનાં કોઇ ને કોઇ લક્ષણ કે ચિન્હ નજર આવવા લાગે છે. તો તમે લોકો શું અનુભવ કરો છો? શું આ અંતિમ સ્થિતિ સમીપ આવી રહી છે? સમીપ થી પણ વધારે બીજી કઈ સ્ટેજ (સ્થિતિ) હોય છે? બાપની સમીપ આવી રહ્યાં છો? શું અનુભવ કરો છો? સમીપ જઈ રહ્યાં છો ને. ચાલતાં-ચાલતાં રોકાઈ તો નથી જતાં? કોઈ સાઈડ-સીન (આસપાસ નું દૃશ્ય) જોઈ ને રોકાઈ તો નથી જતાં? ચઢતી કળા નો અનુભવ કરો છો? રોકાતી કળા તો નથી? સ્થૂળ યાત્રા પર પણ જ્યારે જાઓ છો તો ચાલતાં રહો છો, રોકાતાં નથી. આ પણ રુહાની યાત્રા છે ને. આમાં પણ રોકાવાનું નથી. અથક, અટલ, અચળ થઈ ને ચાલતાં રહેવાનું છે. તો મંઝિલ પર પહોંચી જશો. આ લક્ષ્ય રાખ્યું છે ને. જો લક્ષ્ય મજબૂત છે તો લક્ષણ પણ આવી જાય છે. મજબૂતી થી મજબૂરીઓ સમાપ્ત થઈ જાય છે. જો મજબૂતી નથી તો પછી અનેક મજબૂરીઓ પણ દેખાય છે. તો સ્વયં ને મહાવીર સમજો છો ને. મહાવીર ક્યારેય પણ કોઈ મજબૂરી ને મજબૂરી નહીં સમજે. એક સેકન્ડ માં મજબૂતી નાં આધાર થી મજબૂરી ને સમાપ્ત કરી દે છે. એમ જ અંગદ સમાન પોતાનાં બુદ્ધિ રુપી પગ ને એક બાપ ની યાદ માં સ્થિત કરવાનાં છે, જે કોઈ પણ હલાવી ન શકે. કલ્પ પહેલાં પણ આવાં જ બન્યાં હતાં ને, યાદ આવે છે? જ્યારે કલ્પ પહેલાં આવાં બન્યાં હતાં, તો એ જ પાર્ટ રિપીટ (પુનરાવર્તન) કરવામાં શું મુશ્કેલ છે? અનેક વાર ભજવેલાં પાર્ટ ને રિપીટ કરવો મુશ્કેલ હોય છે? તો તમે ખુબ-ખુબ પદમ ભાગ્યશાળી છો. આટલાં મોટા વિશ્વ ની અંદર બાપ ને જાણવાં અને પોતાનાં જન્મ-સિદ્ધ અધિકાર પ્રાપ્ત કરવાવાળા કેટલાં થોડા છે? અગણિત નથી ગણત્રી વાળા છે. એ થોડાં જાણવા વાળા માં તમે છો ને. તો પદ્માપદમ ભાગ્યશાળી નહીં થયાં? હમણાં તો દુનિયા અજ્ઞાન ની નિંદ્રા માં સુતેલી છે અને તમે અનેકો માંથી થોડી આત્માઓ બાપનાં વારસા નાં અધિકારી બની રહ્યાં છો. જ્યારે એ બધાં જાગી જશે, કોશિશ કરશે કે અમે પણ થોડાં કણા-દાણા (થોડું-ઘણું) લઈ લઈએ, પરંતુ શું થશે? લઇ શકશે? જ્યારે લેટ (મોડા) થઈ જશે તો શું લઇ શકશે? એ સમયે આપ સર્વ આત્માઓ ને પણ પોતાનાં શ્રેષ્ઠ ભાગ્ય નાં પ્રત્યક્ષ રુપ નો સાક્ષાત્કાર થશે. હમણાં તો ગુપ્ત છે ને. હમણાં ગુપ્તમાં ન બાપ ને જાણે છે, ન આપ શ્રેષ્ઠ આત્માઓ ને જાણે છે. સાધારણ સમજે છે. પરંતુ એ સમય દૂર નથી જ્યારે જાગશે, તડપશે, રડશે, પશ્ચાતાપ કરશે પરંતુ તો પણ પ્રાપ્ત નહીં કરી શકે. કહો, એ સમયે તમને સ્વયં પર કેટલો ગૌરવ હશે કે અમે તો પહેલાં થી જ ઓળખી ને અધિકારી બની ગયાં છીએ! એવી ખુશી માં રહેવું જોઈએ. શું મળ્યું છે, કોણ મળ્યું છે અને પછી શું-શું થવાનું છે! આ બધું જાણતાં સદૈવ અતીન્દ્રિય સુખ માં ઝૂમતાં રહેવાનું છે. આવી અવસ્થા છે કે પછી ક્યારેક-ક્યારેક પેપર્સ હલાવી દે છે? હલતાં તો નથી? ગભરાતા તો નથી ને? કે એકબીજા થી સાંભળી ને ગભરાવાની લહેર આવે છે, પછી પોતાને ઠીક કરી દો છો? રિઝલ્ટ શું સમજો છો? મધુબન નિવાસીઓ ની રિઝલ્ટ શું છે? મધુબન નિવાસી લાઈટ-હાઉસ છે. લાઈટ-હાઉસ ઊંચે હોય છે અને રસ્તો બતાવવા વાળું હોય છે. મધુબન નાં ડાયરેક્શન (માર્ગદર્શન) પ્રમાણે બધાં ચાલી રહ્યાં છે - તો લાઈટ-હાઉસ થયાં ને. અને ઊંચી સ્ટેજ (સ્થિતિ) પણ થઈ. જેમ બાપ નું કહો છો ઊંચું કામ, એમ જ મધુબન અર્થાત્ ઊંચુ ધામ. તો નામ અને કામ પણ ઊંચા હશે ને. નામ પણ છે મધુબન. મધુબન-નિવાસીઓની આ વિશેષતા છે ને - મધુરમૂર્ત અને બેહદનાં વૈરાગ્યમૂર્ત. એક બાજું મધુરતા, બીજી બાજું એટલી જ પછી બેહદ ની વૈરાગ્યવૃત્તિ. વૈરાગ્યવૃત્તિ થી ફક્ત ગંભીરમૂર્ત રહેશો? ના, વાસ્તવિક (સાચી) ગંભીરતા રમણીકતા માં સમાયેલી છે. એ તો અજ્ઞાની લોકો નું ગંભીર રુપ હશે તો બિલ્કુલ જ ગંભીર, રમણીકતા નું નામનિશાન નહીં હશે. પરંતુ યથાર્થ ગંભીરતા નો ગુણ રમણીકતા નાં ગુણ સંપન્ન છે. જેમ લોકો ને પણ સમજાવો છો કે અમે આત્મા શાંત સ્વરુપ છીએ પણ ફક્ત શાંતસ્વરુપ નથી પરંતુ એ શાંત સ્વરુપ માં આનંદ, પ્રેમ, જ્ઞાન બધું સમાયેલું છે. તો આવાં બેહદનાં વૈરાગ્યમૂર્ત વાળા અને સાથે-સાથે મધુરતા પણ, આ જ વિશેષતા મધુબન નિવાસીઓની છે. તો જે બેહદની વૈરાગ્ય વૃત્તિ માં રહેવા વાળા છે એ ક્યારેય ગભરાય છે શું? ડગમગ થઈ શકે છે? હલી શકે છે? કેટલું પણ જોર થી હલાવે પણ બેહદની વૈરાગ્યવૃત્તિ વાળા ‘નષ્ટમોહા સ્મૃતિ-સ્વરુપ’ હોય છે. તો નષ્ટોમોહા સ્મૃતિસ્વરુપ છો? કે થોડું-ઘણું જોઈ ને કાંઈક અંશ માત્ર પણ સ્નેહ કહો કે મોહ કહો, પણ સ્નેહ નું સ્વરુપ શું હોય છે, એને તો જાણો છો ને? જેનાં પ્રત્યે સ્નેહ હોય છે તો એનાં પ્રત્યે સહયોગી બની જવાનું હોય છે. બાકી કોઈ રીત-રિવાજ થી સ્નેહ નું રુપ પ્રગટ કરવું, આને સ્નેહ કહેશું કે મોહ કહેશું? તો આમાં મધુબન નિવાસી પાસ થયાં? મધુબન નું વાયુમંડળ, મધુબન નિવાસીઓની વૃત્તિ, વાયબ્રેશન (કંપન) - લાઇટ-હાઉસ હોવાનાં કારણે ચારે બાજુ એક સેકન્ડ માં ફેલાઈ જાય છે. તો આવું સમજી ને દરેક પાર્ટ (ભાગ) ભજવો છો? નિમિત્ત સમજી ને કે આવાં સમયે નાનાં બાળક થઈ જાઓ છો? શું રિઝલ્ટ થયું? આ તો હમણાં કાંઈ નથી થયું. હજું તો બહુ ઘણું થવાનું છે. તમે વિચારશો અચાનક થઇ ગયું, એટલાં માટે થોડું થયું. પરંતુ પેપર તો અચાનક આવશે, પેપર કાંઈ જણાવી ને નહીં આવશે. પહેલાં જણાવી તો દીધું છે કે આવાં-આવાં પેપર આવવાનાં છે. પરંતુ એ સમયે અચાનક થાય છે. તો અચાનક પેપર માં જો જરાક સંકલ્પ માં પણ હલવાનું થયું તો અંગદ સમાન થયાં? હજું એ અંતિમ સ્થિતિ નથી આવી શું? પૂછી રહ્યાં હતાં ને કે સમીપ થી પણ વધારે નજીક કઈ સ્ટેજ હોય છે? એ હોય છે સમ્મુખ દેખાવવું. સમીપ આવતાં-આવતાં એ જ વસ્તુ સમ્મુખ થઈ જાય છે. તો સમીપ નો અનુભવ કરો છો કે એ સ્ટેજ બિલ્કુલ સમ્મુખ દેખાઈ રહી છે? આજે આ છીએ, કાલે આ બની જઈશું - એવું સમ્મુખ અનુભવ કરો છો? જેમ સાકાર માં અનુભવ જોયો - તો ભવિષ્ય-સ્વરુપ અને અંતિમ સંપૂર્ણ-સ્વરુપ સદૈવ સમ્મુખ સ્પષ્ટ રુપ માં રહેતું હતું ને. તો ફોલો ફાધર કરવાનું છે. જેમ બાપ ની સામે સંપૂર્ણ સ્ટેજ અથવા ભવિષ્ય સ્ટેજ સદૈવ સામે રહે છે, એવો જ અનુભવ થઈ રહ્યો છે? કે વિચારો છો - “ખબર નહીં શું ભવિષ્ય થવાનું છે? એ સ્પષ્ટ ક્યાં થાય છે? અનાઉન્સ (જાહેર) તો થતું નથી?” પરંતુ જે મહાવીર પુરુષાર્થી છે એમની બુદ્ધિ માં સદા સ્વયં પ્રત્યે સ્પષ્ટ રહે છે. તો સ્પષ્ટ જોવામાં આવે છે કે થોડો-ઘણો ઘૂંઘટ (પડદો) વચમાં છે? આજકાલ ટ્રાન્સપેરેન્ટ (પારદર્શક) ઘૂંઘટ પણ હોય છે. દેખાય બધું જ છે તો પણ ઘૂંઘટ હોય છે. પરંતુ આમ સ્પષ્ટ જોવું અને ઘૂંઘટ ની વચ્ચે થી જોવું - અંતર તો હશે ને? તો પોતાનાં પુરુષાર્થ પ્રમાણે ટ્રાન્સપેરેન્ટ રુપ માં ઘૂંઘટ તો નથી રહી ગયો? બિલ્કુલ જ સ્પષ્ટ છે ને? તો મધુબન નિવાસી અટલ છો ને. કે આ સંકલ્પ પણ છે કે આ શું થાય છે? કેમ, શું, નાં પ્રશ્ન તો નથી? જે પણ પાર્ટ ચાલે છે એ દરેક પાર્ટ માં ઘણાં બધાં ગુહ્ય રહસ્ય સમાયેલાં છે, એ રહસ્ય શું હતાં? સંભળાવ્યું હતું ને સમય ની સૂચના આપવાં માટે વચ્ચે-વચ્ચે ઘંટડી વગાડી ને જગાવે છે. એટલાં માટે તમારાં જડ ચિત્રો ની આગળ ઘંટડી વગાડે છે. ઉઠાડે પણ છે ઘંટડી વગાડી ને, પછી સુવડાવે પણ છે ઘંટડી વગાડી ને. આ પણ સમય ની સૂચનાં - ઘંટડીઓ વાગે છે. કારણ કે જેમ શાસ્ત્રવાદીઓ એ લાંબો એવો સમય બતાવી ને બધાને સુવડાવી દીધાં છે. ખૂબ અજ્ઞાન નિંદ્રા માં બધાં સૂઈ ગયાં છે કારણ કે સમજે છે હજું ઘણો સમય પડ્યો છે. તો અહીંયા પછી જે દૈવી પરિવાર ની આત્માઓ છે એમને ચાલતાં-ચાલતાં માયા ઘણાં પ્રકાર નાં રુપ રંગ, રીત-રિવાજ નાં દ્વારાં અલબેલા (બેપરવા) બનાવી ને સમય ની ઓળખ થી દૂર, પુરુષાર્થ નાં ઢીલાપણા માં સુવડાવી દે છે. જ્યારે કોઈ અલબેલા થાય છે તો આરામ થી રહે છે. જવાબદારી હોવાથી અટેન્શન (ધ્યાન) રહે છે કે અમારે ટાઈમ પર ઉઠવાનું છે, આ કરવાનું છે. જો કોઈ પ્રોગ્રામ નથી તો અલબેલા થઈને સૂઈ જશે. તો આ પણ અલબેલાપણું આવી જાય છે. જ્યારે કોઈ અલબેલા થઈ ઢીલાં પુરુષાર્થ ની નિંદ્રા નાં નશા માં મસ્ત થઈ જાય છે તો શું કરવું પડે છે? એમને હલાવવાં પડે છે, હલચલ કરવી પડે છે કે ઉઠી જાય. જેવી-જેવી નિંદ્રા હોય છે એમ કરવામાં આવે છે. બહુ ગાઢ નિંદ્રા હોય છે તો એમને હલાવવાં પડે છે પરંતુ કોઈ ની હળવી નિંદ્રા હોય છે તો થોડી હલચલ કરવાથી પણ ઊઠી જાય છે. હમણાં હલાવ્યાં નથી, થોડી હલચલ થઇ છે. બીજી વસ્તુ ને નિમિત્ત રાખી એને હલાવવામાં આવે છે. તો જાગૃતિ થઈ જાય છે. આ પણ ડ્રામા માં નિમિત્ત બનેલી જે સૂચના-સ્વરુપ મૂર્તિઓ છે, એમને થોડું હલાવ્યું, હલચલ કરી તો બધાં જાગી ગયાં. કારણ કે હળવી નિંદ્રા છે ને. જાગ્યાં તો જરુર પણ જાગવાની સાથે રડ્યાં તો નથી ને? એવું થાય છે, કોઈ ને અચાનક જગાડવામાં આવે તો એ ગભરાઈ જાય છે - શું થયું? તો કોઈ યથાર્થ રુપ થી જાગે છે, કોઈ થોડું ગભરાયાં પછી હોશ માં આવે છે. પરંતુ આ થવું ન જોઈએ, જરા પણ ચહેરા પર ગભરાટ ની રુપરેખા ન હોવી જોઈએ. અવાજ માં પણ ચેન્જ (બદલાવ) ન થાય. અવાજ માં પણ જો અંતર આવી જાય છે અથવા ચહેરા પર પણ કંઈ ચેન્જ આવી જાય છે તો એને પણ પાસ કહેશું? આ તો કાંઈ નથી થયું. હજું ઘણાં કડક પેપર તો આવવાનાં છે. પેપર ને બહુ સમય થઈ જાય છે તો ભણવામાં અલબેલાપણું આવી જાય છે. પછી જ્યારે પરીક્ષા નાં દિવસ નજીક આવે છે તો પછી અટેન્શન (ધ્યાન) આપે છે. તો એ હજું તો કાંઈ નથી જોયું. પહેલાં નાં પેપર કંઈક અલગ છે, પરંતુ હવે તો એવાં પેપર્સ આવવાનાં છે જે સ્વપ્ન માં, સંકલ્પ માં પણ નહીં હશે. પ્રેક્ટિસ એવી હોવી જોઈએ જેમ હદ નો ડ્રામા સાક્ષી થઈ ને જુઓ છો. પછી ભલે કરુણ હોય અથવા રમૂજ નો હોય, બંને પાર્ટ ને સાક્ષી થઈ જુઓ છો, અંતર નથી હોતું કારણ કે ડ્રામા સમજો છો. તો આવી એકરસ અવસ્થા હોવી જોઈએ. ભલે પછી રમણીક પાર્ટ હોય, કે ભલે કોઈ સ્નેહી આત્મા નો ગંભીર પાર્ટ પણ હોય તો પણ સાક્ષી થઈને જુઓ. સાક્ષી દૃષ્ટા ની અવસ્થા હોવી જોઈએ. ગભરાયેલી અથવા યુદ્ધ કરતી અવસ્થા ન હોય. કોઈ ગભરાતા પણ નથી, યુદ્ધ માં લાગી જાય છે. જરુર કંઈક કલ્યાણ હશે. પણ સાક્ષી દૃષ્ટા ની અવસ્થા બિલ્કુલ અલગ છે. આને જ એકરસ અવસ્થા કહેવાય છે. એ ત્યારે થશે જ્યારે એક જ બાપ ની યાદ માં હંમેશા મગન હશે. બાપ અને વારસો, બસ ત્રીજું કોઈ નહીં. બીજી, કોઈ વાત જોતાં સાંભળતાં અથવા કોઈ સંબંધ સંપર્ક માં આવતાં એમ સમજશે જેમ સાક્ષી થઈ પાર્ટ ભજવી રહ્યાં છીએ. બુદ્ધિ એ લગન માં મગન. બાપ અને વારસા ની મસ્તી રહે. એટલા માટે હવે આવી સ્ટેજ બનાવો, એટલા માટે પોતાની પરખ કરવા માટે આ પેપર આવે છે. નહીં તો ખબર કેવી રીતે પડે? દરેક ને પોતાની સ્થિતિ ને પારખવા માટે થર્મોમીટર મળે છે, જેનાથી પોતાની સ્થિતિ ને સ્વયં પારખી શકો. કોઈ ને કહેવાની દરકાર નથી, ગભરાવાનું નથી, ઊંડાણ માં જાઓ તો ગભરાહટ બંધ થઈ જશે. ઊંડાણ માં ન જવાનાં કારણે ગભરાવો છો. મધુબન નિવાસીઓનાં માટે ખાસ મળવા માટે આવ્યાં છે. આમાં પણ શ્રેષ્ઠ ભાગ્યશાળી થયાં ને. બીજાઓ તો પ્રોગ્રામ બનાવતાં રહે છે. તમે પ્રોગ્રામ વગર પ્રાપ્ત કરો છો. તો વિશેષતા થઈ ને. મધુબન માં બાપ સ્વયં દોડી ને આવે છે. રિઝલ્ટ તો સારી છે. એ તો...જરાક એવી હલચલ હતી. એ ‘જરા’ ને સમજી ગયાં ને. હવે આને પણ કાઢવાનું છે. જરા પણ દોષ ફેલ (નપાસ) કરી દે છે. છેલ્લાં અંતિમ પેપર માં જો જરા પણ દોષ આવી ગયો તો ફેલ થઈ જશો. એટલાં માટે પહેલાં થી પેપર હોય છે, પરિપક્વ બનાવવા માટે. બાકી હમણાં ની રિઝલ્ટ બહુ સારી છે. બધાં એક-બીજા નાં સ્નેહી, સહયોગી સારાં છે. સંભળાવ્યું હતું ને કે સૂક્ષ્મ સેવા ની મશીનરી હવે ચાલુ થાય છે. તો મધુબન નિવાસીઓ થી વિશેષ સૂક્ષ્મ સેવા ની મશીનરી હવે ચાલુ થઈ ગઈ છે. બીજા પણ સેવાકેન્દ્રો પર સૂક્ષ્મ સેવા ચાલુ તો છે પરંતુ છતાં પણ વર્તમાન રિઝલ્ટ અનુસાર આ સેવા માં નંબરવન મધુબન નિવાસી છે. એટલાં માટે મુબારક છે! જેમ હજું સુધી સ્નેહ અને સહયોગ નું પ્રમાણ આપી રહ્યાં છો, એ જ સબુત ઔષધિ નાં રુપ માં જ્યાં પહોંચાડવા ઈચ્છો છો ત્યાં પહોંચી રહ્યું છે. તમારી પાવરફુલ (શક્તિશાળી) ઔષધી છે ને. જેમ-જેમ તમારી પાવરફુલ ઔષધી પહોંચતી જાય છે, એમ-એમ સ્વસ્થ થતાં જાય છે. આમાં પણ પાવરફુલ ઔષધી મોકલતાં રહેશો તો એક અઠવાડિયાં માં પણ ઠીક થઇ શકે છે. માર્જિન (અવકાશ) છે તેજ કરવાની. તો પણ રિઝલ્ટ સારી છે. આવાં સારાં રિઝલ્ટ ને જોતાં લાઈટ-હાઉસ ની લાઈટ ચારે બાજુ પહોંચી રહી છે. એનાથી બીજા સ્થાનો પર પણ લાઇટ-હાઉસ નો પ્રભાવ પડી રહ્યો છે. અચ્છા!
આવાં સદા એકબીજા સાથે એક મત અને શ્રેષ્ઠ ગતિ થી ચાલવા વાળા, સદા એક ની યાદ માં રહેવા વાળા, પાંડવ સેનાં અને શક્તિ સેનાં ને યાદપ્યાર અને નમસ્તે.
\\
વાસ્તવિક (સાચી) ગંભીરતા રમણીકતા માં સમાયેલી છે. એ તો અજ્ઞાની લોકો નું ગંભીર રુપ હશે તો બિલ્કુલ જ ગંભીર, રમણીકતા નું નામનિશાન નહીં હશે. પરંતુ યથાર્થ ગંભીરતા નો ગુણ રમણીકતા નાં ગુણ સંપન્ન છે. જેમ લોકો ને પણ સમજાવો છો કે - અમે આત્મા શાંત સ્વરુપ છીએ પણ ફક્ત શાંતસ્વરુપ નથી પરંતુ એ શાંત સ્વરુપ માં આનંદ, પ્રેમ, જ્ઞાન બધું સમાયેલું છે.