Search for a command to run...
27 May 1972
રાવણ થી વિમુખ અને બાપનાં સમ્મુખ રહો
27 May 1972 · ગુજરાતી
આ સમયે જે બધાં બેઠાં છો, બધાની આ સમય ની સ્ટેજ (સ્થિતિ) શ્રેષ્ઠ સ્થિતિ કહે કે અવ્યક્ત સ્થિતિ કહે? આ સમયે બધાની અવ્યક્ત સ્થિતિ છે કે હજું પણ કોઈ વ્યક્ત ભાવમાં સ્થિત છે? કોઈ પણ વ્યકત સ્થિતિ માં સ્થિત થઈ ને બેસશો તો અવ્યક્ત મિલન કે અવ્યક્ત વાણી ને ધારણ નહીં કરી શકો. તો અવ્યક્ત સ્થિતિ માં સ્થિત છો? જે નથી એ હાથ ઉઠાવે. જો આ સમયે અવ્યક્ત સ્થિતિ માં સ્થિત છો, વ્યક્ત ભાવનાં ભાન થી પરે છો; તો કેમ પરે છો? બધાની એક જ અવ્યક્ત સ્થિતિ કેમ બની, કેવી રીતે બની? અવ્યક્ત બાપદાદા ની સામે હોવાનાં કારણે બધાની એક જ અવ્યક્ત સ્થિતિ બની ગઈ છે. તો એવી જ રીતે સદા પોતાને બાપદાદા ની સમ્મુખ સમજી ને ચાલશો તો શું સ્થિતિ થશે? અવ્યક્ત થશે ને. તો બાપદાદા ની સદા સમ્મુખ રહેવાનાં બદલે બાપદાદા ને પોતાનાથી અલગ કે દૂર સમજી ને કેમ ચાલો છો? જેમ એક સીતા નું ઉદાહરણ સંભળાવો કે સાંભળતાં રહો છો કે સીતા સદા કોનાં સમ્મુખ રહેતી હતી - રામ નાં. સમ્મુખ અર્થાત્ સ્થૂળ માં સમ્મુખ નહીં પરંતુ બુદ્ધિ થી સદા બાપદાદા ની સમ્મુખ રહેવાનું છે. બાપદાદાનાં સમ્મુખ રહેવું અર્થાત્ રાવણ માયા થી વિમુખ રહેવું છે. જ્યારે માયા નાં સમ્મુખ થઈ જાઓ છો તો બાપ થી બુદ્ધિ વિમુખ થઈ જાય છે. જે અતિ સ્નેહી થી સ્નેહી સંબંધ હોય છે એનાથી સ્વત: જ સમ્મુખ ઉઠવા-બેસવા, ખાવા-પીવા, ચાલવાનો અર્થાત્ સદા સાથ નો અનુભવ થાય છે. તો શું બાપદાદાનાં સદા સમ્મુખ નથી રહી શકતાં? જો સદા સમ્મુખ રહેશો તો સદા અવ્યક્ત સ્થિતિ રહેશે. તો દૂર કેમ થઇ જાઓ છો? શું આ પણ બાળપણ ની રમત કરો છો? ઘણાં એવાં બાળકો હોય છે, જે જેટલાં માઁ-બાપ નજીક બોલાવે છે એટલાં જ નટખટ હોવાનાં કારણે દૂર ભાગે છે. તો શું આ સારું લાગે છે? સદા પોતાને સમ્મુખ સમજવાથી પોતાને સદા ઓલમાઇટી ઓથોરિટી (સર્વશક્તિમાન સત્તા) અનુભવ કરશો. ઓલમાઇટી ઓથોરિટી ની સામે કોઈ પણ ઓથોરિટી પ્રહાર નથી કરી શકતી અથવા ઓલમાઈટી ઓથોરિટી ક્યારેય પણ હાર ન ખાઈ શકે. આજે અલ્પકાળ ની ઓથોરિટી વાળા પણ કેટલાં શક્તિશાળી હોય છે. તો ઓલમાઈટી ઓથોરિટી વાળા તો સર્વશક્તિમાન છે ને. સર્વ શક્તિઓની આગળ અલ્પકાળ ની શક્તિ વાળા પણ માથું નમાવવા વાળા છે. પ્રહાર નહીં કરે પણ માથું નમાવશે. પ્રહાર નાં બદલે વારંવાર નમસ્કાર કરશે. તો આમ પોતાને ઓલમાઇટી ઓથોરિટી સમજીને પછી દરેક પગલું ઉપાડો છો? પોતાને ઓલમાઇટી ઓથોરિટી સમજવું અર્થાત્ ઓલમાઇટી બાપ ને સદા સાથે રાખવાનાં છે. જેમ જુઓ, આજકાલ નાં ભક્તિમાર્ગ નાં લોકો ને કઈ ઓથોરિટી છે? શાસ્ત્રો ની. એમની બુદ્ધિ માં સદા શાસ્ત્ર જ રહેશે ને. કોઈ પણ કામ કરશે તો સામે શાસ્ત્ર જ લાવશે, કહેશે - આ જે કર્મ કરી રહ્યાં છીએ એ શાસ્ત્ર પ્રમાણે છે. તો જેમ શાસ્ત્રો ની ઓથોરિટી વાળાઓને સદા બુદ્ધિ માં શાસ્ત્રો નો આધાર રહે છે અર્થાત્ શાસ્ત્ર જ બુદ્ધિ માં રહે છે. એમની સમ્મુખ શાસ્ત્ર છે, તમારા લોકોની સામે શું છે? ઓલમાઇટી બાપ. તો જેમ એ કોઈ પણ કાર્ય કરે છે તો શાસ્ત્રો નો આધાર હોવાનાં કારણે ઓથોરિટી થી એ જ કર્મ સત્ય માનીને કરે છે. કેટલું પણ તમે નષ્ટ કરવાની કોશિશ કરો પણ પોતાનાં આધાર ને છોડતાં નથી. કોઈ પણ વાત માં વારંવાર કહેશે કે શાસ્ત્રો ની ઓથોરિટી થી અમે બોલીએ છીએ, શાસ્ત્ર ક્યારેય ખોટા ન હોઈ શકે, જે શાસ્ત્ર માં છે એ જ સત્ય છે. એટલો અટલ નિશ્ચય હોય છે. એમ જ જે ઓલમાઇટી બાપ ની ઓથોરિટી છે એમની ઓથોરિટી થી બધાં કાર્ય અમે કરવા વાળા છીએ - એટલો અટલ નિશ્ચય હોય જે કોઈ ટાળી ન શકે. આવો અટલ નિશ્ચય છે? સદૈવ પોતાની ઓથોરિટી પણ યાદ રહે. કે બીજાની ઓથોરિટી ને જોઈને પોતાની ઓથોરિટી ભૂલાઈ જાય છે? સૌથી શ્રેષ્ઠ ઓથોરિટી નાં આધાર પર ચાલવા વાળા છો ને. જો સદૈવ આ ઓથોરિટી યાદ રાખો તો પુરુષાર્થ માં ક્યારેય પણ મુશ્કેલ માર્ગ નો અનુભવ નહીં કરો. કેટલું પણ કોઈ મોટું કાર્ય હોય પરંતુ ઓલમાઇટી ઓથોરિટી નાં આધાર થી અતિ સહજ અનુભવ કરશો. કોઇ પણ કર્મ કરતાં પહેલાં ઓથોરિટી ને સામે રાખવાથી ખુબ સહજ નિર્ણય કરી શકો છો કે આ કર્મ કરીએ કે ન કરીએ. સામે ઓથોરિટી નો આધાર હોવાનાં કારણે ફક્ત એમની કોપી (નકલ) કરવાની છે. નકલ કરવી તો સહજ લાગે છે કે મુશ્કેલ લાગે છે? હા કે ના - એનો જવાબ ઓથોરિટી ને સામે રાખવાથી ઓટોમેટિકલી (આપોઆપ) તમને મળી જશે. જેમ આજકાલ વિજ્ઞાને પણ એવી મશીનરી (યંત્ર) તૈયાર કરી છે જે કોઈ પણ પ્રશ્ન પૂછો તો એનો જવાબ સહજ જ મળી જાય છે. મશીનરી દ્વારા પ્રશ્ન નો ઉત્તર મળી જાય છે, તો મગજ ચલાવવા થી છૂટી જવાય છે. તો એમ જ ઓલમાઇટી ઓથોરિટી ને સામે રાખવાથી જે પણ પ્રશ્ન કરશો એનો જવાબ પ્રેક્ટિકલ માં તમને સહજ જ મળી જશે. સહજ માર્ગ અનુભવ થશે. આવો સહજ અને શ્રેષ્ઠ આધાર મળવા છતાં પણ જો કોઈ એ આધાર નો લાભ નથી લેતાં તો એમને શું કહેશું? પોતાની કમજોરી. તો કમજોર આત્મા બનવાની બદલે શક્તિશાળી આત્મા બનો અને બનાવો. પોતાને ઓલમાઇટી ઓથોરિટી સમજવાથી ૩ મુખ્ય વાતો આપોઆપ પોતાનામાં ધારણ થઈ જશે. એ ત્રણ વાતો કઈ?
બુદ્ધિ ની ડ્રિલ (કસરત) કરવાથી સાંભળેલા જ્ઞાન નું મનન કરો છો. એ પણ સારું છે, એનાથી પણ શક્તિ વધે છે. કોઈ પણ ઓથોરિટી વાળા હોય છે, સાધારણ ઓથોરિટી વાળા માં પણ ૩ વાતો હોય છે - એક નિશ્ચય, બીજો નશો અને ત્રીજી નિર્ભયતા. આ ત્રણ વાતો, ઓથોરિટી વાળા ખોટા હોવાં છતાં પણ, અયથાર્થ હોવાં છતાં પણ કેટલાં દ્દઢ નિશ્ચયબુદ્ધિ થઈને બોલે કે ચાલે છે. જેટલો નિશ્ચય હશે એટલાં જ નિર્ભય થઈને નશા માં બોલે છે. એમ જ જુઓ, જ્યારે તમે બધાં ઓલમાઇટી ઓથોરિટી છો, સૌથી શ્રેષ્ઠ ઓથોરિટી વાળા છો, તો કેટલો નશો રહેવો જોઈએ અને કેટલાં નિશ્ચય થી બોલવું જોઈએ. અને પછી નિર્ભયતા પણ જોઈએ. કોઈ પણ કેવી પણ રીતે હરાવવાની કોશિશ કરે પણ નિર્ભયતા, નિશ્ચય અને નશા નાં આધારે ક્યારેય હાર ખાશો? નહીં, સદા વિજયી થશો. વિજયી ન થવાનું કારણ આ ત્રણ વાતો માંથી કોઈ વાત ની કમી છે, એટલે વિજયી નથી બની શકતાં. તો આ ત્રણેય વાતો સ્વયં પોતાનામાં જુઓ કે ક્યાં સુધી દરેક કદમ ઉપાડવામાં આ વાતો પ્રેક્ટિકલ (પ્રયોગ) માં છે? એક હોય છે, સંપૂર્ણ જ્ઞાન માં, બાપ માં નિશ્ચય. પરંતુ કોઈ પણ કર્મ કરતાં, બોલ બોલતાં આ ત્રણેય યોગ્યતા રહે. તે પ્રેક્ટિકલ ની વાત બીજી હોય છે. અને જ્યારે આ ત્રણેય વાતો દરેક કર્મ, દરેક બોલ માં આવી જશે ત્યારે જ તમારા દરેક બોલ અને દરેક કર્મ ઓલમાઇટી ઓથોરિટી ને પ્રત્યક્ષ કરશે. હમણાં તો સાધારણ સમજે છે. આ લોકોની ઓથોરિટી સ્વયં ઓલમાઇટી બાપ છે - એ અનુભવ નથી કરતાં. આ અનુભવ ત્યારે કરશે જ્યારે એક સેકન્ડ પણ ઓથોરિટી ને છોડીને કોઈ પણ કર્મ નહીં કરો અથવા બોલ નહીં બોલો. ઓથોરિટી ને ભુલવાથી સાધારણ કર્મ થઈ જાય છે. તો બીજા લોકોને પણ સાધારણ, જેમ બીજા લોકો થોડું-ઘણું કરી રહ્યાં છે, એવો જ અનુભવ થાય છે. જે આવે પણ છે તો પરિણામ માં શું કહે છે? તમારા લોકોની વિશેષતા નું વર્ણન કરવાની સાથે વિશેષતાની સાથે સાધારણતા પણ જરુર વર્ણન કરતાં હોય છે - બીજી સંસ્થાઓ માં પણ આવું છે, જેવું એ લોકો કરી રહ્યાં છે, એમ આ લોકો પણ કરે છે. તો સાધારણતા થઇ ને. એક-બે વાત વિશેષ લાગે છે પરંતુ દરેક કર્મ, દરેક બોલ વિશેષ લાગે જેની બીજા કોઈની સાથે તુલના ન કરી શકે એ સ્ટેજ (અવસ્થા) તો નથી આવી ને. ઓલમાઇટી ની કોઈ પણ પ્રવૃત્તિ સાધારણ કેવી રીતે હોઈ શકે? પરમાત્મા ની ઓથોરિટી અને આત્માઓની ઓથોરિટી માં તો રાત-દિવસ નો ફરક હોવો જોઈએ. એવું સ્વયં પોતાનામાં અર્થાત્ પોતાનાં બોલ અને કર્મ માં બીજી આત્માઓ થી રાત-દિવસ નું અંતર અનુભવ કરો છો? રાત-દિવસ નું અંતર એટલું હોય છે જે કોઈને પણ સમજાવવાની આવશ્યકતા નથી રહેતી કે આ અંતર છે, આપોઆપ સમજી જશે - આ રાત, આ દિવસ છે. તો તમે પણ જ્યારે ઓલમાઇટી ઓથોરિટી નાં આધાર થી દરેક કર્મ કરવા વાળા છો, દરેક માર્ગદર્શન પ્રમાણે ચાલવા વાળા છો, તો અંતર રાત-દિવસ નું દેખાવવું જોઈએ. એવું અંતર હોય જે આવવાથી જ સમજી લે કે આ કોઈ સાધારણ સ્થાન નથી, આમનું જ્ઞાન સાધારણ નથી. જ્યારે આવો પ્રભાવ પડે ત્યારે સમજો પોતાની ઓથોરિટી ને પ્રત્યક્ષ કરી રહ્યાં છો. જેમ શાસ્ત્રવાદીઓ નાં બોલ દેખાય છે કે એમને શાસ્ત્રો ની ઓથોરિટી છે, એમ તમારા દરેક બોલ થી ઓથોરિટી પ્રસિદ્ધ થવી જોઈએ. અંતિમ અવસ્થા તો આ જ છે ને. બોલ થી, ચહેરા થી, ચલન થી, બધાં થી ઓથોરિટી ની ખબર પડવી જોઈએ. આજકાલ નાં જમાના માં નાની-મોટી ઓથોરિટી વાળા ઓફિસર પોતાનાં કર્તવ્ય માં જ્યારે હોય છે તો કેટલી ઓથોરિટી નું કર્મ દેખાય છે. નશો રહે છે ને. એ જ નશા થી દરેક કર્મ કરે છે. એ હદ નાં શાસ્ત્રો ની ઓથોરિટી છે. આ છે અલૌકિક અવિનાશી ઓથોરિટી.
આવાં ઓથોરિટી બાપ ને સમ્મુખ રાખી ઓથોરિટી થી ચાલવા વાળી આત્માઓને નમસ્તે.