Search for a command to run...
24 May 1972
પરિવર્તન નો આધાર - દૃઢ સંકલ્પ
24 May 1972 · ગુજરાતી
આજે સર્વ પુરુષાર્થી આત્માઓને જોઈ-જોઈને ખુશ થઇ રહ્યાં છે કારણ કે જાણે છે કે આ જ શ્રેષ્ઠ આત્માઓ સૃષ્ટિ નું પરિવર્તન કરવા માટે નિમિત્ત બનેલાં છે. એક-એક શ્રેષ્ઠ આત્મા નંબરવાર કેટલી કમાલ કરી રહી છે. વર્તમાન સમયે ભલે કોઈ પણ કમી કે કમજોરી છે પણ ભવિષ્ય માં આ જ આત્માઓ શું થી શું બનવા વાળી છે અને શું થી શું બનાવવા વાળી છે. તો ભવિષ્ય ને જોઈ, તમારા બધાની સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) ને જોઈ હર્ષિત થઇ રહ્યાં છે. સૌથી મોટા માં મોટા રુહાની જાદુગર છો ને. જેમ જાદુગર થોડા જ સમય માં ખુબ વિચિત્ર ખેલ દેખાડે છે, એમ તમે રુહાની જાદુગર પણ પોતાની રુહાનિયત ની શક્તિ થી આખાં વિશ્વને પરિવર્તન માં લાવવા વાળા છો, કંગાળ ને ડબલ તાજધારી બનાવવા વાળા છો. પરંતુ આટલું મોટું કાર્ય સ્વયં ને બદલાવવાનું કે વિશ્વ ને બદલવાનું, એક જ દ્દઢ સંકલ્પ થી કરવા વાળા છો. એક જ દ્દઢ સંકલ્પ થી પોતાને બદલી દો છો. એ કયો એક દ્દઢ સંકલ્પ, જે એક સંકલ્પ થી અનેક જન્મોની વિસ્મૃતિ નાં સંસ્કાર સ્મૃતિ માં બદલાઈ જાય? એ એક સંકલ્પ કયો? છે પણ એક સેકન્ડ ની વાત, જેનાથી પોતાને બદલી દીધાં. એક જ સેકન્ડ નો અને એક જ સંકલ્પ એ ધારણ કર્યો કે હું આત્મા છું. આ દ્દઢ સંકલ્પ થી જ પોતાની બધી વાતો ને પરિવર્તન માં લાવ્યાં. એ જ રીતે, દૃઢ સંકલ્પ થી વિશ્વને પણ પરિવર્તનમાં લાવો છો. એ એક દ્દઢ સંકલ્પ કયો છે? અમે જ વિશ્વનાં આધાર-મૂર્ત, ઉદ્ધાર-મૂર્ત છીએ અર્થાત્ વિશ્વ-કલ્યાણકારી છીએ. આ સંકલ્પ ને ધારણ કરવાથી જ વિશ્વનાં પરિવર્તન નાં કર્તવ્ય માં સદા તત્પર રહો છો. તો એક જ સંકલ્પ થી પોતાને કે વિશ્વને બદલી દો છો, એવાં રુહાની જાદુગર છો. એ જાદુગર તો અલ્પકાળ માટે વસ્તુઓ ને પરિવર્તન માં લાવીને દેખાડે છે, પરંતુ તમે રુહાની જાદુગર અવિનાશી પરિવર્તન, અવિનાશી પ્રાપ્તિ કરવા અને કરાવવા વાળા છો. તો સદા પોતાનાં આ શ્રેષ્ઠ પદ અને શ્રેષ્ઠ કર્તવ્ય ને સામે રાખીને દરેક સંકલ્પ કે કર્મ કરો તો કોઈ પણ સંકલ્પ કે કર્મ વ્યર્થ નહીં થશે. ચાલતાં-ચાલતાં જૂનાં શરીર અને જૂની દુનિયામાં રહેતાં પોતાનાં શ્રેષ્ઠ પદ ને અને શ્રેષ્ઠ કર્તવ્ય ને ભૂલી જવાનાં કારણે અનેક પ્રકારની ભૂલો થઇ જાય છે. સ્વયં પોતાને ભૂલી જવું - એ પણ ભૂલ છે ને. જે સ્વયં પોતાને ભૂલે છે એ અનેક ભૂલોનાં નિમિત્ત બની જાય છે. એટલા માટે પોતાનાં પદ ને સદા સામે રાખો. જેમ સાચાં ભક્ત લોકો જે હોય છે એ પણ દુનિયાની તુલના માં, જે દુનિયાવાળા નાસ્તિક, અજ્ઞાની લોકો વિકર્મ કરે છે, વિકારો નાં વશીભૂત હોય છે, એનાથી ખુબ દૂર રહે છે. કેમ? કારણ શું હોય છે કે જે નૌધા અર્થાત્ સાચાં ભક્ત છે તે સદૈવ પોતાની સામે પોતાનાં ઇષ્ટ ને રાખે છે. એમને સામે રાખવાનાં કારણે અનેક વાતો માં સુરક્ષિત રહે છે અને અનેક આત્માઓ થી શ્રેષ્ઠ બની જાય છે. જ્યારે ભક્ત પણ ભક્તિ દ્વારા ઈષ્ટ ને સામે રાખવાથી નાસ્તિક અને અજ્ઞાની થી શ્રેષ્ઠ બની શકે છે, તો જ્ઞાની તૂ આત્માઓ સદા પોતાનાં શ્રેષ્ઠ પદ અને કર્તવ્ય ને સામે રાખે તો શું બની જશે? શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ આત્માઓ. તો સ્વયં પોતાને પુછો, જુઓ કે સદા પોતાનું પદ અને કર્તવ્ય સામે રહે છે? લાંબાસમય થી ભૂલવાનાં સંસ્કારો ને ધારણ કર્યા, પરંતુ હજું પણ જો વારંવાર ભૂલવાનાં સંસ્કાર ધારણ કરતાં રહેશો તો સ્મૃતિ-સ્વરુપ નો જે નશો કે ખુશી પ્રાપ્ત થવી જોઈએ એ ક્યારે કરશો? સ્મૃતિ-સ્વરુપ નું સુખ કે સ્મૃતિ-સ્વરુપ ની ખુશી નો અનુભવ કેમ નથી થતો? એનું મુખ્ય કારણ શું છે? હજું સુધી બધાં રુપો થી નષ્ટોમોહા નથી થયાં. નષ્ટોમોહા છો તો પછી ભલે કેટલી પણ કોશિશ કરો પણ સ્મૃતિ-સ્વરુપ માં આવી જશો. તો પહેલાં “નષ્ટોમોહા ક્યાં સુધી થયાં છો” - આ સ્વયં પોતાને ચેક (તપાસ) કરો. વારંવાર દેહ-અભિમાન માં આવવું એ સિદ્ધ કરે છે - દેહ ની મમતા થી પરે નથી થયાં અથવા દેહનાં મોહ ને નષ્ટ નથી કર્યો. નષ્ટોમોહા ન હોવાનાં કારણે સમય અને શક્તિઓ જે બાપ દ્વારા વારસા માં પ્રાપ્ત થઇ રહી છે, એને પણ નષ્ટ કરી દો છો, કાર્યમાં નથી લગાડી શકતાં. મળે તો બધાં ને છે ને. જ્યારે બાળકો બન્યાં તો જે પણ બાપ ની પ્રોપર્ટી (મિલકત) કે વારસો છે એનાં અધિકારી બનો છો. તો સર્વ આત્માઓને સર્વ શક્તિઓનો વારસો મળે જ છે પણ એ બધી શક્તિઓનાં વારસા ને કાર્યમાં લગાડવા અને પોતાને ઉન્નતિ માં લાવવાં, એ નંબરવાર પુરુષાર્થ અનુસાર થાય છે. એટલા માટે બેહદ બાપનાં બાળકો, અને વારસો હદ નો લે, તો શું કહેશું? બેહદ પદ નાં બદલે હદ નો વારસો અથવા પદ લેવું - એ બેહદનાં બાળકો નું કર્તવ્ય નથી. તો હજું પણ સ્વયં પોતાને બેહદ નાં વારસા નાં અધિકારી બનાવો. અધિકારી ક્યારેય અધીન નથી હોતાં.. પોતાની રચના નાં અધીન નથી હોતાં, પોતાની રચના નાં અધીન થવું, એને અધિકારી કહેશું? વારંવાર વિસ્મૃતિ માં આવવાથી પોતાને જ કમજોર બનાવી દો છો. કમજોર હોવાનાં કારણે નાની એવી વાત નો સામનો નથી કરી શકતાં. તો હવે અડધાકલ્પ નાં આ વિસ્મૃતિ નાં સંસ્કારો ને વિદાય આપો. આજે બાપદાદા પણ તમારા બધાં થી પ્રતિજ્ઞા કરાવે છે. જેમ તમે લોકો દુનિયા વાળાઓને ચેલેન્જ (પડકાર) કરો છો કે વિનાશ માં ૪ વર્ષ છે; તો શું ૪ વર્ષ માટે પણ પોતાને સતોપ્રધાન નથી બનાવી શકતાં? જેમ દુનિયા ને ચેલેન્જ કરો છો એમ તમે પણ ૪ વર્ષ માટે વિસ્મૃતિ નાં સંસ્કારો ને વિદાય નથી આપી શકતાં? દુનિયા ને ચેલેન્જ કરવા વાળા સ્વયં પોતાનાં માટે ૪ વર્ષ માટે માયા ને ચેલેન્જ નથી કરી શકતાં? ૪ વર્ષ માટે માયાજીત નથી બની શકતાં? જ્યારે એમને હિંમત આપો છો, ઉલ્લાસ માં લાવો છો, તો શું સ્વયં પોતાનામાં પોતાનાં પ્રત્યે સ્વયં પોતાને હિંમત-ઉલ્લાસ નથી આપી શકતાં? તો આજ થી ફક્ત ૪ વર્ષ માટે પ્રતિજ્ઞા કરો કે ક્યારેય કોઈ રુપ માં પણ, કોઈ પરિસ્થિતિ માં પણ માયા થી હારીશું નહીં પરંતુ લડીશું અને વિજયી બનીશું. તો ૪ વર્ષ માટે આ પ્રતિજ્ઞા નથી લઇ શકતાં? જેમને નોલેજ (જ્ઞાન) નથી, શક્તિ નથી એમને પણ રાખડી બાંધી-બાંધી ને પ્રતિજ્ઞા કરાવો છો અને જે લાંબાકાળ થી નોલેજ, સંબંધ અને શક્તિ ને પ્રાપ્ત કરવા વાળા છે એ શ્રેષ્ઠ આત્માઓ, મહાવીર આત્માઓ, શક્તિ-સ્વરુપ આત્માઓ, પાંડવ-સેના શું આ પ્રતિજ્ઞા ની રાખડી નથી બાંધી શકતાં? શું અંત સુધી કમજોરી અને કમી ને પોતાનાં સાથી બનાવવા ઇચ્છો છો? આજકાલ વિજ્ઞાન દ્વારા પણ એક સેકન્ડ માં કોઈ પણ વસ્તુ ને ભસ્મ કરી લે છે. તો નોલેજફુલ માસ્ટર સર્વશક્તિમાન એક સેકન્ડ નાં દ્દઢ સંકલ્પ થી કે પ્રતિજ્ઞા થી પોતાની કમજોરીઓને ભસ્મ નથી કરી શકતાં? એ પણ ફક્ત ૪ વર્ષ માટે કરી રહ્યાં છે. ૪ વર્ષની પ્રતિજ્ઞા સહજ છે કે મુશ્કેલ છે? બીજાને તો ઘણાં ફોર્સ (દબાણ), ફલક (જોશ) થી આ પોઇન્ટ (મુદ્દો) આપો છો. તો જેમ બીજાને ફલક અને નશા થી કહો છો એમ સ્વયં પોતાનાં માં પણ વિજયી બનવાની ફલક અને નશો નથી રાખી શકતાં? તો આજ થી કમજોરીઓને ઓછા માં ઓછા ૪ વર્ષ માટે તો વિદાય આપી દો. ૪ વર્ષ તમારે માટે ૪ સેકન્ડ છે ને. હમણાં અહીંયા છો, હમણાં-હમણાં ત્યાં છો; હમણાં-હમણાં પુરુષાર્થી, હમણાં-હમણાં ફરિશ્તાં રુપ - આટલી સમીપ પોતાની સંપૂર્ણ સ્થિતિ દેખાઈ નથી રહી? જ્યારે સમય આટલો સમીપ છે તો સંપૂર્ણ સ્થિતિ પણ તો સમીપ છે. આનાથી પણ પુરુષાર્થ માં બળ ભરાશે. જેમ કોઈને ખબર પડી જાય છે કે લક્ષ્ય હવે ફક્ત આટલું થોડું જ દૂર છે, લક્ષ્ય પર પહોંચવાની ખુશી માં બધી વાતો ભૂલી જાય છે. આ જે ચાલતાં-ચાલતાં પુરુષાર્થ માં થાક કે નાની-નાની મૂંઝવણ માં ફસાઈ ને આળસ માં આવી જાઓ છો એ બધાને નષ્ટ કરવા માટે પોતાની સામે સ્પષ્ટ સમય અને સમય ની સાથે-સાથે પોતાની પ્રાપ્તિ ને રાખો તો આળસ કે થાક નષ્ટ થઈ જશે. જેમ દરેક વર્ષ નો સેવા નો પ્લાન (યોજના) બનાવો છો એવી રીતે દરેક વર્ષ માં પોતાની ચઢતી કળા કે સંપૂર્ણ બનવાનો કે શ્રેષ્ઠ સંકલ્પ કે કર્મ કરવાનો પણ સ્વયં પોતાનાં માટે પ્લાન બનાવો અને પ્લાન ની સાથે દરેક સમયે પ્લાન ને સામે જોતાં પ્રેક્ટિકલ (પ્રયોગ) માં લાવતાં જાઓ. અચ્છા!
આવી પ્રતિજ્ઞા કરી પોતાનાં સંપૂર્ણ સ્વરુપ ને અને બાપ ને પ્રત્યક્ષ કરવા વાળાઓને નમસ્તે.
\\
વારંવાર દેહ-અભિમાન માં આવવું એ સિદ્ધ કરે છે કે - દેહ ની મમતા થી પરે નથી થયાં અથવા દેહનાં મોહ ને નષ્ટ નથી કર્યો. નષ્ટોમોહા ન હોવાનાં કારણે સમય અને શક્તિઓ જે બાપ દ્વારા વારસા માં પ્રાપ્ત થઇ રહી છે, એને પણ નષ્ટ કરી દો છો, કાર્યમાં નથી લગાડી શકતાં, એટલે દેહી-અભિમાની બનો.