Search for a command to run...
31 May 1972
ભવિષ્ય માં અષ્ટ દેવતા અને ભક્તિ માં ઇષ્ટ બનવાનો પુરુષાર્થ
31 May 1972 · ગુજરાતી
સ્વયં પોતાને સદા શિવ-શક્તિ સમજીને દરેક કર્મ કરો છો? પોતાનાં અલંકાર કે અષ્ટ ભુજાધારી મૂર્ત સદા પોતાની સામે રહે છે? અષ્ટ-ભુજાધારી અર્થાત્ અષ્ટ શક્તિવાન. તો સદા પોતાનાં અષ્ટ શક્તિ-સ્વરુપ સ્પષ્ટ રુપ માં દેખાય છે? શક્તિઓનું ગાયન છે ને - શિવમઈ શક્તિઓ. તો શિવબાબા ની સ્મૃતિ માં સદા રહો છો? શિવ અને શક્તિ - બંને નું સાથે-સાથે ગાયન છે. જેમ આત્મા અને શરીર - બંને નો સાથ છે, જ્યાં સુધી આ સૃષ્ટિ પર પાર્ટ છે ત્યાં સુધી અલગ નથી થઈ શકતાં. એમ જ શિવ અને શક્તિ - બંને નો પણ એટલો જ ગાઢ (ઉંડો) સંબંધ છે, જે શિવશક્તિ-પણા નું ગાયન છે. તો આમ સદા સાથ નો અનુભવ કરો છો કે ફક્ત ગાયન છે? સદા સાથ એવો હોય જે કોઈ પણ ક્યારેય આ સાથ તોડી ન શકે, નષ્ટ ન કરી શકે. આવો અનુભવ કરતાં સદા શિવમઈ શક્તિ સ્વરુપ માં સ્થિત થઈને ચાલો તો ક્યારેય પણ બંને ની લગન માં માયા વિઘ્ન નાખી નથી સકતી. કહેવત પણ છે બે એ દસ નાં બરાબર હોય છે. તો જ્યારે શિવ અને શક્તિ બંને નો સાથ થઈ ગયો તો આવી શક્તિ ની આગળ કોઇ કંઈ કરી શકે? આ બમણી શક્તિઓની આગળ બીજી કોઈ પણ શક્તિ પોતાનો પ્રહાર નથી કરી શકતી કે હરાવી નથી શકતી. જો હાર થાય છે કે માયા નો પ્રહાર થાય છે; તો શું એ સમયે શિવ-શક્તિ-સ્વરુપ માં સ્થિત છો? પોતાની અષ્ટ-શક્તિઓ-સંપન્ન સંપૂર્ણ સ્વરુપ માં સ્થિત છો? અષ્ટ શક્તિઓ માંથી જો કોઈ પણ એક શક્તિ ની કમી છે તો અષ્ટ ભુજાધારી શક્તિઓનું જે ગાયન છે એ થઈ શકે છે? સદૈવ સ્વયં પોતાને જુઓ કે અમે સદૈવ અષ્ટ શક્તિઓ ધારી શિવ-શક્તિ થઈને ચાલી રહ્યાં છીએ? જે સદા અષ્ટ શક્તિઓને ધારણ કરવા વાળા છે એ જ અષ્ટ દેવતાઓમાં આવી શકે છે. જો પોતાનામાં કોઈ પણ શક્તિની કમી અનુભવ કરો છો તો અષ્ટ દેવતાઓ માં આવવું મુશ્કેલ છે. અને અષ્ટ દેવતા આખી સૃષ્ટિ માટે ઈષ્ટ રુપ માં ગાવામાં અને પૂજવામાં આવે છે. તો ભક્તિમાર્ગ માં ઈષ્ટ બનવું છે કે ભવિષ્ય માં અષ્ટ દેવતા બનવું છે તો અષ્ટ શક્તિઓની ધારણા સદૈવ પોતાનામાં કરતાં રહો. આ શક્તિઓની ધારણા થી સ્વતઃ જ અને સહજ બે વાતો નો અનુભવ કરશો. એ કઈ બે વાતો? સદા પોતાને શિવ-શક્તિ કે અષ્ટ ભુજાધારી કે અષ્ટ શક્તિધારી સમજવાથી એક તો સદા સાથી-પણાનો અનુભવ કરશો અને બીજું સદા પોતાની સાક્ષી-પણાની સ્થિતિ નો અનુભવ કરશો. એક સાથી અને બીજું સાક્ષી, આ બંને અનુભવ થશે, જેને બીજા શબ્દો માં સાક્ષી અવસ્થા અર્થાત્ બિંદુ રુપ ની અવસ્થા કહેવાય છે અને સાથી-પણાનો અનુભવ અર્થાત્ અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કહેવાય છે. અષ્ટ શક્તિની ધારણા હોવાથી આ બંને સ્થિતિ નો અનુભવ સદા સહજ અને સ્વતઃ કરશો. એવો અનુભવ કરશો, જેમ કોઈ સાકાર માં સાથે હોય છે તો પછી ક્યારેય પણ પોતાનામાં એકલા-પણું કે કમજોરી નો અનુભવ નથી થતો. એ રીતે જ્યારે સર્વશક્તિમાન શિવ અને શક્તિ બંને ની સ્મૃતિ રહે છે તો હરતાં-ફરતાં બિલ્કુલ એવો અનુભવ કરશો જેમ સાકાર માં સાથે છીએ અને હાથ માં હાથ છે. ગવાય છે ને - સાથ અને હાથ. તો સાથ છે બુદ્ધિ ની લગન અને સદા પોતાની સાથે શ્રીમત રુપી હાથ અનુભવ કરશો. જેમ કોઈની ઉપર કોઈનો હાથ હોય છે તો એ નિર્ભય અને શક્તિ-રુપ થઈને કોઈ પણ મુશ્કેલ કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે. એ જ રીતે જ્યારે શ્રીમત રુપી હાથ પોતાનાં ઉપર હંમેશા અનુભવ કરશો, તો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ કે માયાનાં વિઘ્ન થી ગભરાશો નહીં. હાથ ની મદદ થી, હિંમત થી સામનો કરવાનો સહજ અનુભવ કરશો. એનાં માટે ચિત્રો માં ભક્ત અને ભગવાન નું કયું રુપ દેખાડે છે? શક્તિઓનું ચિત્ર પણ જોશો તો વરદાન નો હાથ ભક્તો ની ઉપર દેખાડે છે. મસ્તક ની ઉપર હાથ બતાવે છે. એનો અર્થ પણ આ જ છે કે જો મસ્તક અર્થાત્ બુદ્ધિ માં સદા શ્રીમત રુપી હાથ છે તો હાથ અને સાથ હોવાનાં કારણે સદા વિજયી છે. આવો સદૈવ સાથ અને હાથ નો અનુભવ કરો છો? કેટલી પણ કમજોર આત્મા હોય પણ જો સર્વશક્તિમાન સાથે છે તો કમજોર આત્મા માં પણ સ્વતઃ બળ ભરાઈ જાય છે. કેટલું પણ ભયાનક સ્થાન છે પરંતુ સાથી શૂરવીર છે તો કેવો પણ કમજોર, શૂરવીર થઇ જશે. પછી ક્યારેય માયા થી ગભરાશે નહીં. માયા થી ગભરાવાનું કે માયા નો સામનો ન કરવાનું કારણ, સાથ અને હાથ નો અનુભવ નથી કરતાં. બાપ સાથ આપી રહ્યાં છે, પરંતુ લેવા વાળા ન લે તો શું કરે? જેમ બાપ બાળક નો હાથ પકડીને એને સાચાં રસ્તાં પર લાવવા ઈચ્છે છે, પરંતુ બાળક વારંવાર હાથ છોડાવીને પોતાની મત પર ચાલે તો શું થશે? મૂંઝાઈ જશે. આ રીતે એક તો બુદ્ધિ નાં સંગ અને સાથ ને ભૂલી જાઓ છો અને શ્રીમત રુપી હાથ ને છોડી દો છો, ત્યારે મૂંઝાઈ જાઓ છો કે ભ્રમ માં આવો છો અથવા કમજોર બની જાઓ છો. માયા પણ ખુબ ચતુર છે. ક્યારેય પણ પ્રહાર કરવા માટે પહેલાં સાથ અને હાથ છોડાવીને એકલા બનાવે છે. જ્યારે એકલા કમજોર પડી જાઓ છો ત્યારે માયા પ્રહાર કરે છે. એમ પણ જ્યારે કોઈ દુશ્મન કોઈનાં ઉપર પ્રહાર કરે છે તો પહેલાં એને સંગ અને સાથ થી છોડાવે છે. કોઈ ને કોઈ યુક્તિથી એમને એકલા પાડીને પછી પ્રહાર કરે છે. તો માયા પણ પહેલાં સાથ અને હાથ છોડાવીને પછી પ્રહાર કરશે. જો સાથ અને હાથ છોડશો જ નહીં તો પછી સર્વશક્તિમાન સાથે હોવાથી માયા શું કરી શકે છે? માયાજીત થઇ જશો. તો સાથ અને હાથ ને ક્યારેય છોડશો નહીં. આવાં સદા માસ્ટર સર્વશક્તિમાન બનીને ચાલો. ભક્તિ માં પણ પોકારે છે ને - એક વાર હાથ પકડી લો. તો બાપ હાથ પકડે છે હાથમાં હાથ આપીને ચલાવવાં ઈચ્છે છે તો પણ હાથ છોડી દો છો તો ભટકવાનું નહીં થશે તો શું થશે? તો હવે સ્વયં પોતાને ભટકાવવાનાં નિમિત્ત પણ સ્વયં જ બનો છો. જેમ કોઈ પણ યોદ્ધા યુદ્ધનાં મેદાન માં જવાનાં પહેલાં જ પોતાનાં શસ્ત્રો ને, પોતાની સામગ્રી ને સાથે રાખીને પછી મેદાન માં જાય છે. એવી જ રીતે આ કર્મક્ષેત્ર રુપી મેદાન માં કોઈ પણ કર્મ કરવા અથવા યોદ્ધા બનીને યુદ્ધ કરવા માટે આવો છો તો કર્મ કરવાનાં પહેલાં પોતાનાં શસ્ત્ર અર્થાત્ અષ્ટ શક્તિઓની સામગ્રી સાથે રાખીને પછી કર્મ કરો છો? કે જે સમયે દુશ્મન આવે છે એ સમયે સામગ્રી યાદ આવે છે? તો પછી શું થશે? હાર થઈ જશે. સદા પોતાને કર્મક્ષેત્ર પર કર્મ કરવા વાળા યોદ્ધા અર્થાત્ મહારથી સમજો. જે યુદ્ધનાં મેદાન માં સામનો કરવા વાળા હોય છે એ ક્યારેય પણ શસ્ત્રો ને છોડતાં નથી. સૂવાનાં સમયે પણ પોતાનાં શસ્ત્રોને નથી છોડતાં. એવી જ રીતે સૂવાનાં સમયે પણ પોતાની અષ્ટ શક્તિઓને વિસ્મૃતિ માં નથી લાવવાની અર્થાત્ પોતાનાં શસ્ત્રોને સાથે રાખવાનાં છે. એવું નહીં - જ્યારે કોઈ માયાનો પ્રહાર થાય છે એ સમયે બેસીને વિચારો કે કઈ યુક્તિ અજમાવું? વિચાર કરતાં-કરતાં જ સમય વીતી જશે. એટલા માટે સદૈવ એવરરેડી (સદા તૈયાર) રહેવું જોઈએ. જો સદા એલર્ટ (સાવધ) અને એવરરેડી નથી તો ક્યાંક ને ક્યાંક માયા દગો કરે છે અને દગાનું પરિણામ શું હોય છે? સ્વયં પોતાને જોઈને જ દુઃખની લહેર ઉત્પન્ન થઈ જાય છે. પોતાની કમી જ કમી ને લાવે છે. જો પોતાની કમી નથી તો ક્યારેય પણ કોઈ પણ કમી નથી આવી શકતી. બેગમપુર નાં બાદશાહ કહેતાં હતાં ને. એ આ સમય ની સ્થિતિ છે જ્યારે દુઃખ ની દુનિયા સામે છે. ગમ (દુઃખ) અને બે-ગમ (સુખ) નું હમણાં જ્ઞાન છે. આનાં (દુઃખ) હોવા છતાં એ સ્થિતિ માં સદા નિવાસ કરે છે, એટલા માટે બેગમપુર નાં બાદશાહ કહેવાય છે. ભલે બેગર (ભિખારી) છો પરંતુ બેગર હોવાં છતાં પણ બેગમપુર નાં બાદશાહ છો. તો સદા એ નશા માં રહો છો કે અમે બેગમપુર નાં બાદશાહ છીએ? બાદશાહ અથવા રાજા લોકો માં રાજ્ય ચલાવવાની આપમેળે જ શક્તિ હોય છે. પણ આપમેળે મળેલી શક્તિ ને જો યોગ્ય રીતે કામ માં નથી લગાવતાં, ક્યાંક ને ક્યાંક ઉલ્ટા કાર્ય માં ફસાઈ જાય છે તો રાજાઈ ની શક્તિ ખોઈ દે છે અને રાજ્ય પદ ગુમાવી દે છે. એમ જ અહીંયા પણ તમે બેગમપુર નાં બાદશાહ છો અને સર્વ શક્તિઓની પ્રાપ્તિ છે. પરંતુ જો કોઈ ને કોઈ સંગદોષ કે કોઈ કર્મેન્દ્રિય નાં વશીભૂત થઈ પોતાની શક્તિ ખોઈ દો છો તો જે બેગમપુર નો નશો કે ખુશી પ્રાપ્ત છે એ સ્વતઃ જ ખોવાઈ જાય છે. જેમ એ બાદશાહ પણ કંગાળ બની જાય છે, એમ જ અહીંયા પણ માયાનાં અધીન હોવાનાં કારણે મોહતાજ, કંગાળ બની જાય છે. ત્યારે તો કહે છે - શું કરીએ, કેવી રીતે થશે, ક્યારે થશે? આ બધી છે કંગાળપણા, મોહતાજપણા ની નિશાની. ક્યાંક ને ક્યાંક કોઈક કર્મેન્દ્રિયોનાં વશ થઈ પોતાની શક્તિઓને ખોઈ દે છે. સમજ્યાં? તો અષ્ટ શક્તિ સ્વરુપ બેગમપુર નાં બાદશાહ છીએ, આ સ્મૃતિ ને ક્યારેય ભૂલતાં નહીં. ભક્તિ માં પણ સદૈવ આ જ પોકાર્યું કે સદા તમારી છત્રછાયાં માં રહીએ. તો આ સાથ અને હાથ ની છત્રછાયાં થી બહાર કેમ નીકળો છો? આજની જૂની દુનિયામાં પણ જો કોઈ નાનાં-મોટા પદ વાળાનો પણ કોઈ સાથી સારો હોય છે તો પણ પોતાની ખુમારી (નશો) માં અને ખુશી માં રહે છે. સમજે છે - અમારું બેકબોન (પીઠબળ) પાવરફુલ (શક્તિશાળી) છે. એટલે ખુમારી અને ખુશી માં રહે છે. તમારા લોકો નું બેકબોન કોણ છે? જેમનું બેકબોન સર્વશક્તિમાન છે તો કેટલી ખુમારી અને ખુશી હોવી જોઈએ. ક્યારેય ખુશીની લહેર ખતમ થઈ શકે છે? સાગર માં ક્યારેય લહેરો ખતમ થાય છે શું? નદી માં લહેરો નથી ઉઠતી. સાગર માં તો લહેરો ઉઠતી રહે છે. તો માસ્ટર સાગર છો ને. પછી ઈશ્વરીય ખુમારી કે ઈશ્વરીય ખુશી ની લહેર ક્યારેય ખતમ થઈ શકે છે? ખતમ ત્યારે થાય છે જ્યારે સાગર થી સંબંધ તૂટી જાય છે. અર્થાત્ સાથ અને હાથ છોડી દો છો ત્યારે ખુશી ની લહેર સમાઈ જાય છે. જો સદા સાથ નો અનુભવ કરો તો પાપ કર્મ થી પણ સદા સહજ બચી જશો. કારણ કે પાપ કર્મ એકલા માં થાય છે. કોઈ ચોરી કરે છે, જુઠ્ઠું બોલે છે અથવા કોઈ પણ વિકાર ને વશીભૂત થાય છે, જેને અપવિત્રતાનાં સંકલ્પ કે કર્મ કહેવાય છે, એ એકલા માં જ થાય છે. જો પોતાને સદા બાપનાં સાથે-સાથે અનુભવ કરો તો પછી આ કર્મ થશે જ નહીં. કોઈ જોઈ રહ્યું હોય તો પછી ચોરી કરશો? કોઈ સામે-સામે સાંભળી રહ્યું હોય તો પછી જુઠ્ઠું બોલશો? કોઇ પણ વિકર્મ કે વ્યર્થ કર્મ વારંવાર થઈ જાય છે તો એનું કારણ એ છે કે સદા સાથી ને સાથે નથી રાખતાં અથવા સાથ નો અનુભવ નથી કરતાં. ક્યારેક-ક્યારેક ચાલતાં-ચાલતાં ઉદાસ પણ કેમ થાઓ છો? ઉદાસ ત્યારે થાઓ છો જ્યારે એકલતા હોય છે. જો સંગઠન હોય અને સંગઠન ની પ્રાપ્તિ હોય તો ઉદાસ થશો શું? જો સર્વશક્તિમાન બાપ સાથે છે, બીજ સાથે છે, તો બીજ ની સાથે આખું વૃક્ષ સાથે છે, પછી ઉદાસ અવસ્થા કેવી રીતે થશે? એકલતા જ નથી તો ઉદાસ કેમ થશો? ક્યારેક-ક્યારેક માયાનાં વિઘ્નો નો પ્રહાર થવાનાં કારણે પોતાને નિર્બળ અનુભવ કરવાનાં કારણે હેરાનગતિ ની સ્થિતિ પર પહોંચી જાઓ છો. બળવાન નો સાથ ભૂલો છો ત્યારે નિર્બળ થાઓ છો અને નિર્બળ હોવાનાં કારણે પોતાની શાન ને ભૂલી હેરાન થઈ જાઓ છો. તો જે પણ કમજોરીઓ કે કમી અનુભવ કરો છો, એ બધાનું કારણ શું હશે? સાથ અને હાથ નો સહારો મળતો હોવા છતાં પણ છોડી દો છો. સમજ્યાં? કહો પણ છો કે આખાં કલ્પ માં એક જ વાર આવો સાથ મળે છે, તો પણ છોડી દો છો. કોઈ, કોઈક ને હાથ આપીને કિનારે લાવવાં ઈચ્છે અને તો પણ એ ડૂબવાનો પ્રયત્ન કરે તો શું કહેશું? પોતે જ પોતાને હેરાન કરો છો ને. લાંબાસમય થી આ સૃષ્ટિ માં રહેતાં હોવાથી હમણાં પણ આ જ હેરાનગતિ ની સ્થિતિ સારી લાગે છે? નહીં, તો વારંવાર એ તરફ કેમ જાઓ છો? હવે જલ્દી-જલ્દી ચાલવાનું છે. ગતિ તેજ (તીવ્ર) કરવાની છે. સાર ને પોતાના માં સમાવી લીધો તો સારયુક્ત થઈ જશો અને અસાર સંસાર થી બેહદ નાં વૈરાગી બની જશો. અચ્છા.
સદા સાથ અને હાથ લેવા વાળા બેગમપુર નાં બાદશાહો ને નમસ્તે.